________________
૭૮
મહારાજા શ્રેણિક સિપાઈઓને આજ્ઞા કરી કેઢિયે બહાર આવે કે તરતજ તેને પકડી લેજે.
સભા પૂરી થઈ એટલે કેઢિયે બહાર આવ્યું. બધા સિપાઈઓ તેની આજુબાજુ ફરી વળ્યા. પણ એટલામાં તે ગુમ થયે. બધા ખુબ આશ્ચર્ય પામ્યાઃ આ શું? મહારાજા શ્રેણિક પ્રભુ પાસે ગયા ને તેમને ખુલાસો પૂછ: આ બધી બીનાને અર્થ શું?
પ્રભુએ કહ્યું હે રાજા ! એ એક જાતને દેવ હતો. તેને બધ પમાડવા તેણે આ બધું કર્યું છે. તેણે મને પરૂ પડયું નથી પણ બાવનાચંદન ચોપડયું છે. દેવમાયાથી તને એવું દેખાડયું છે.
આ સાંભળી શ્રેણિકે પૂછયું પ્રભે ! તમે છીંક ખાધી ત્યારે “મરે' એમ કેમ કહ્યું? વળી બીજાની છીંક વખતે જુદું જુદું કહ્યું એને ભાવાર્થ શું?
પ્રભુ કહે, હે શ્રેણિક ! મરીને નિર્વાણ પામવાનો છું એટલે “મરે” એમ કહ્યું. કારણ કે ત્યાં મને વધારે સુખ મળવાનું છે. તું મરીને નરકમાં જવાનું છે. એટલે “બહુ જીવો” એમ કહ્યું. કારણ કે તને અહીં વધારે સુખ છે. અભયકુમાર મરીને દેવ થવાને છે એટલે તે મરે તેય ઠીક છે ને ન મરે તેય ઠીક છે. તેને બંને ઠેકાણે સુખ છે. ને કલકરિક તે અહીં પણ દુઃખ ભોગવે છે ને મરીને પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com