________________
૮૪
વીર ભામાશાહ.
ભામાશાહ કહે તે થાય. સાચી એમની સલાહ ને સાચા એમના બેલ. આવા પુરૂષને કણ ને પૂછે?
પ્રતાપને દિલ્હીના બાદશાહ અકબર સાથે વેર ચાલે. અકબર બહુ કળાબાજ, બહુ બળવાન. મોટા રાજાઓને તેણે જીત્યા, પણ પ્રતાપ તાબે ન થાય. અકબરના મનમાં એમ કે પ્રતાપને છતું તે જ હું ખરેપણ પ્રતાપ હાથમાં ન આવે.
મેવાડમાં ચિતોડગઢને કિલ્લે બહુ પ્રખ્યાત. જગમાં એની જોડ ના મળે. પ્રતાપસિંહના પિતા પાસેથી અકબરે આ કિલ્લે જીતી લીધેલ. પ્રતાપ કહે, મારે કિલ્લે પાછો લેવો. ન લેવાય ત્યાં સુધી બ્રહ્મચર્ય પાળું, ઘાસની શયામાં સુઈ રહું. દાઢી ડાવું નહિ ને પાંદડાંમાં ભેજન કરૂં. કેવી આકરી પ્રતિજ્ઞા !
ભામાશાહ કહે, દેવ જેવો આપણે રાજા તે સુઈ. રહે ઘાસમાં તે આપણાથી પથારીમાં કેમ સુવાય? તે જમે પતરાળામાં તે આપણાથી થાળીમાં કેમ જમાય? રાજા કરે તે આપણે કરવું.
રાજાના કુટુંબીઓ કહે, ભામાશાહ સાચું કહે છે. તેમની સલાહ પ્રમાણે ચાલે. બધા તે પ્રમાણે વર્તવા લાગ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com