________________
વીર ભામાશાહ.
* ૧ ક
મેવાડદેશ બહુ રળિયામણા. રાણા પ્રતાપ ત્યાં રાજ કરે. તે જખરા ટેકવાળા. ખાટુ વચન બાલે નહિ ને બાલ્યુ ફાક કરે નહિ. સાધુ જેવા સરળ ને સિહુ જેવા સાહસિક. ગરીબના બેલી ને દુ:ખીઆના તારણહાર. જાણે રામના
અવતાર.
તેને એક મંત્રી. તેમનું નામ ભામાશાહ. ઉમરે પહેાંચેલ. ધાળી ખાતા જેવી મુછે ને દૂધ જેવી દાઢી જોતાં જ માથુ નમી પડે. તેજદાર તેમનું કપાળ ને ચમકતી તેમની આંખા. વૃદ્ધુ છતાં જુવાન જેવા. બુદ્ધિમાં કાઇ પહેાંચે નહિ ને શક્તિમાં કાઇ જીતે નહિ.
રાજ્યમાં શી વાત તે ભામાશાહ ! ન્યાય જોઇતા હાય તા ચાલા ભામાશાહ પાસે. સલાડ જોઈતી હાય તા ચાલા ભામાશાહ પાસે. તેમનું માન રાખે ને તેમનું કહ્યું કરે.
રાણા પ્રતાપ તેમને પૂછી પૂછીને પગલું ભરે. તેમની શક્તિમાં સાને વિશ્વાસ. રાજકાજમાં કે ધરની બાબતમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com