________________
વીર ભામાશાહ
૮
અકબર પ્રતાપસિંહને હરાવવાને લાગ શોધ્યા કરે. તેણે મોકલ્યું મોટું લશ્કર.કેટકેટલા હાથી ને કેટકેટલાં ઉંટ. ઘોડેસ્વાર ને પાયદળનો તે પાર નહિ પોતાના પુત્ર સલીમને બના સેનાપતિ ને રાજા માનસિંહને મોકલ્યા સાથે.
ભામાશાહને પડી ખબર કે શત્રુનું લશ્કર આવે છે. તરત બેઠા ઘડે ને ગયા પ્રતાપ પાસે. નમન કરીને કહ્યું: રાણાજી ! ઉભા થાવ. શત્રુઓ આવે છે. લશ્કર લાવે છે. આપણે થાવ તૈયાર. હાથમાં હથિયાર. શત્રુને કરે સંહાર.
પ્રતાપ કહે, ભામાશાહ! તમે જાવ. લકર કરે ભેગું. ગામમાં પીટો ડાંડી કે દેશની જને દાઝ હોય, જે સાચા મરદ હોય, તે બધા આવે રાજયમહેલના ચોગાનમાં.
ભામાશાહે ઘડો મારી મૂક્યું. ધગડ ધગડ ધગડ. લેકે તે જોઈને છક્ક થઈ જાય. આતે ઘરડા કે જુવાન ? ભામાશાહને જુવે ને બધાને શૂર ચઢે.
ભામાશાહ ચાલ્યા આગળ. સરદારોને મળ્યા ને પટાવતને મળ્યા. બધા થયા ભેગા, રાજમહેલ પાસે. બાવીશ હજાર માણસ લઢવા તૈયાર થયા.
ઘોડા પર બેસી મહારાણા આવ્યા. શરીરે લેઢાનું બખ્તરને હાથમાં મેટે ભાલે. કેડે લટકે બે તલવારે ને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com