________________
વીર ભામાશાહ
શત્રુઓ પડયા પાછળ. ફરી થયું યુદ્ધ કોઈને હાથ ભાગે ને કોઈને પગ ભાગે. કેટલાં માથાં રખડે ને કેટલાં ધડ અથડાય. કારમી ચીસો સંભળાય ને દયા આવે.
પ્રતાપ ને ભામાશાહ તે મરણને ભય મૂકીને લઢે, બંને હાથમાં બેધારી તલવારે. એટલામાં આવે શત્રુ પક્ષને સરદાર. કરવા જાય છે પાછળથી ઘા. બરાબર પ્રતાપના માથા ઉપર. ભામાશાહે દૂરથી આ જોયું ને દેડ્યા. ઘા ઝીલ્ય પિતાની તલવાર ઉપર. પ્રતાપ બચ્ચે. શત્રુઓ ભાગી ગયા. '
પ્રતાપ કહે, ભામાશાહ! ધન્ય છે તમને ! તમેજ મને આજે જીવાડ. તમેજ મને જીતાડે. આજનો યશ બધે તમને જ છે.
ભામાશાહ કહે, નહિ મહારાણા! મેં તે માત્ર ફરજ બજાવી છે. યશ તે આપની શૂરવીરતાને જ.
પ્રતાપ છે તે ખરે. પણ પાસે ન રહી ફુટી બદામ કે ન રહે કે સૈનિક. બધા ગયા જંગલમાં.
જંગલમાં તે ગયા પણ ત્યાં ન મળે અનાજ કે રાંધેલા ભજન. સેવકે ફળફૂલ લાવે ને બધા ખાય. ઝરણુંનું મીઠું પાણી પીએ ને ખુલ્લા આકાશ નીચે સુઈ રહે. ઉપર આભ ને નીચે ધરતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com