________________
વીર ભામાશાહે
૮૯
કુદરત પણ કેવી ! એક વખતના રાજા ને એક વખતના મહામંત્રી તેમને ન મળે ખાવાનું કે ન મળે કપડાં, રહેવાને ધર નહિ ને સુવાને શમ્યા નહિ. રાયના રક બને તે આનુંજ નામ!
ઘણી વખત તે ખાવા બેસે તે સમાચાર મળે એ શત્રુ આવ્યા, એ આવ્યા. અર્ધું ખાધું ન ખાધું ને નાસે. વૃદ્ધ ભામાશાહ દીલાસા આપે કે સાથે સારાં
વાનાં થશે.
જ્યાં જ્યાં પ્રતાપ જાય ત્યાં ભામાશાહ તા હૈાયજ. તેમના નિશ્ચય હતા કે જ્યાં મારા રાજા ત્યાં હું, જેવી તેની દશા તેવી મારી દશા. કેવી અજબ સ્વામિભક્તિ !
ગાઢું જંગલ છે. મેટામોટા ડુંગરા જાણે વાદળ સાથે વાતા કરે છે. ઉંડી ઉડી ખાઈઓ જોતાંજ ચકરી આવે. સિડુ અને વાધની ગર્જનાઓ સંભળાય ને કાળજાં કંપી ઉઠે.
અપાર થયા છે. સૂરજદેવ તપે છે, પ્રતાપ અને ભ્રામાશાહુ એક ઝાડ નીચે બેઠા છે. ધીમે ધીમે વાતા કરે છે. પ્રતાપ કહે, ભામાશાહ ! જંગલનું આ કેવું મધુરૂ જીવન! નહિ ઉપાધિ, નહિ ચિન્તા. શાન્તિ ને સતષ, કુદરત સાથે ખેલવું. ડુંગરામાં પૂરવુ, નદીના નિ`ળ જળમાં નહાવું, ફળફૂલ ખાવાં ને પ્રભુનું ભજન કરવુ. કેટલું સુંદર! કેવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com