________________
વીર ભામાશાહ
રાણું ! મેવાડ ત્યાગી ન જવાય. દેશને આપણે સ્વતંત્ર કરે છે. ભીરૂ થઈને ભાગી ન જવાય.
પ્રતાપે કહ્યું ભામાશાહ ! જીત થવાની નથી. હાથમાં તાકાત નથી. જવું એજ ઠીક છે.
એવું ન બને મહારાજ ! ભામાશાહે કહેવા માંડયું જુઓ, મારા પૂર્વજોએ પુષ્કળ ધન એકઠું કર્યું છે. આપના ચરણમાં તે ધરું છું. પચીસ હજારના સૈન્યને બાર વર્ષ ચાલશે. મારા પઈસા તે આપના જ છે. સૈન્ય ભેગું કરે ને દેશને સ્વતંત્ર કરે.
પ્રતાપ કહે, પ્રજાનું ધન મારાથી ન લેવાય. રાજા તે આપે, લઈ લે નહિ.
ભામાશાહ બોલ્યાઃ મહારાજ ! મારા દેશને ખાતર હું મરવા પણ તૈયાર છું તે ધનની શી વિસાત? આવા વખતે કામ ન આવે તે એ ધન શા કામનું? આપને નહિ પણ મારી પ્રિય જન્મભૂમિને હું તે આપુ છું.
પ્રતાપસિંહે કહ્યું ભામાશાહ ! તમારી ઉદારતા અને સ્વદેશપ્રેમને ધન્ય છે. મહાવીર અને જૈન ધર્મનું નામ તમે ઉજળું કર્યું છે. જેનેએ કે દેશપ્રેમ રાખવો તેને તમે દાખલો બેસાડયો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com