________________
મહારાજા શ્રેણિક
જુવાન છે છતાં આમ કેમ ? કાંઈ સુંદર કપડાં નહિ, મેાજ મજાના સાધન નહિ? શું આપના પર કાર્ય એવું દુઃખ આવી પડયું છે કે કાષ્ઠની સાથે તકરાર થવાથી ચાલી નીકળ્યા છે ?
૭૪
મુનિરાજ—હે મહાનુભાવ ? મને કાંઈ દુઃખ આવી પડયું નથી. મારે કાઈની સાથે તકરાર નથી. પણ હું અનાથ છું એટલે ચાલી નીકળ્યો છુ.
શ્રેણિક–શું તમે અનાથ હતા ? કાઈ તમારા નાથ ન થયેા ? કાઇએ તમારૂ રક્ષણ ન કર્યું ? મુનિ- હા, હું અનાથ હતા. મારૂં રક્ષણ કાઇએ ન કર્યું.
શ્રેણિક—આશ્ચર્યની વાત ! આપ આવા તેજરવી ને પ્રતાપશાળી છતાં કાઈ આશ્રય આપનાર ન મળ્યું ! ખેર ! જો આપને જરૂર હોય તેા આપના નાથ હું થાઉં.
સુનિ–પણ મહાનુભાવ ! તુ પાતેજ અનાથ છે ને મારા નાથ કેવી રીતે થઈશ ?
શ્રેણિક-શું હું અનાથ! આપને મારી શક્તિની ખખર લાગતી નથી. હું મગધદેશના મહારાજા શ્રેણિક છું. મારે અસંખ્ય હાથી ધોડા ને પાયદળ છે. મારા તાબામાં લાખા ગામ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com