________________
મહારાજા શ્રેણિક
આ વખતે અભયકુમારે પોતાની બુદ્ધિ વાપરી કેવી રીતે ચલ્લણાનું હરણ કરાવ્યું તેની હકીકત રાણી ચેલણાની વાતમાં આપી છે.
ચેલ્લણાને પરણ્યા પછી શ્રેણિકનો તેના પર અથાગ પ્રેમ થશે. તેના માટે શ્રેણિક રાજાએ સુંદર મહેલ બાંધ્યા ને તેની સાથે ઘણે ખરે વખત ગાળવા લાગ્યા.
ચેલૈંણા જૈન ધર્મના ઉંડા સરકારવાળી હતી. મહારાજા શ્રેણિક તેના ખુબ સંબંધમાં આવ્યા. એટલે તે પણ જૈન ધર્મ તરફ આકર્ષાયા.
એક વખત તેઓ રસાલે લઈને નગર બહાર બગીચામાં ગયા. ત્યાં દાખલ થતાં જ તેમની નજર ચંપાના છોડ તરફ ગઈ. તેની નીચે એક તેજસ્વી પુરૂષને જોયા. રાજાને જાણવાનું કુતુહલ થયું. આ કેણ હશે ને અહીં કેમ ઉભા હશે ? એટલે તે સ્વારી લઈ તે તરફ ચાલ્યા.
પાસે જઈને જુવે છે તે ખરેખર તેજના અંબાર જેવા તે પુરૂષ હતા. તેમનું કપાળ ભવ્ય હતું. મુખ શાંત હતું. પણ આમની પાસે સારાં કપડાં વગેરે કેમ નહિ હોય? શ્રેણિકના મનમાં પ્રશ્ન ઉઠશે. આ સવાલનું સમાધાન કોઈ કરે તેમ નહેતું. એટલે ઘોડેથી તે નીચે ઉતર્યા ને તેમને નમસ્કાર કર્યા. આ પુરૂષ ત્યાગી જૈન મુનિરાજ હતા. તેમણે ધ્યાન પૂરું કર્યું. એટલે રાજાએ સવાલ પૂછયે આપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com