________________
મહારાજા શ્રેણિક
- ૭૧ કરી પ્રસેનજિત મરણ પથારીએ છે કે આપને ઝંખ્યા કરે છે માટે જલદી ચાલે.
શ્રેણિક તેમની સાથે જવાને તૈયાર થયા. નંદા આ વખતે ગર્ભવતી હતી. તેને એકાંતમાં લાવીને કહ્યું પ્રિયા ! મારા પિતા છેલ્લા શ્વાસે છે. માટે મળવા જાઉં છું. લે આ એક ચીઠ્ઠી. તારી પાસે રાખ. એમ કહી બધાની રજા લીધી ને ઝડપથી તે ઘોડેસવાર થઈ ચાલ્યા.
થોડા દિવસમાં તે રાજગૃહી આવ્યા ને પિતાને મળ્યા. રાજા પ્રસેનજિતને ખુબ આનંદ થશે. બધાને બોલાવી પિતાને રાજમુગટ શ્રેણિકને આપે. થોડીવારમાં પિતાના પ્રાણ નીકળી ગયા.
હવે શ્રેણિકકુમાર મગધ દેશના મહારાજા શ્રેણિક થયા છે. બુદ્ધિને તે ભંડાર છે. એટલે શત્રુઓ તેમના સામી આંખ પણ ઉંચી કરી શકતા નથી. તેમણે પોતાનું રાજય સારી રીતે ચાલે માટે પાંચસે પ્રધાન એકઠા કર્યા પણ તેને નાયક થઈ શકે એવો કોઈ મળે નહિ.
એવો માણસ શોધવા તેમણે ખાલી કુવામાં વીંટી નાંખી ને જાહેર કર્યું જે કુવાના કાંઠે ઉભા રહીને વીંટી કાઢશે તેને વડા પ્રધાનની જગા આપીશ. એક નાની ઉમરના પરદેશી મુસાફરે પોતાની બુદ્ધિથી એ વીંટી કાઢી ને તેને વડા પ્રધાનની જગા મળી. આ વડા પ્રધાનનું નામ અભયકુમાર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com