________________
મહારાજા શ્રેણિક
એટલે તેમને લાગ્યું કે નંદા માટે આ ગોપાળ બધી રીતે લાયક છે. એટલે ગોપાળને બોલાવી વાત કરીઃ ગોપાળ ! અમારી એક અરજ ધ્યાનમાં લેશે ? ગોપાળ કહે, શેઠજી! એ શું બોલ્યા? હું તો તમારો મહેમાન. આપને બદલે મારાથી ક્યાં વળી શકે એમ છે? આપ ગમે તે કહે તે કરવા હું તૈયાર છું. ભદ્રશેઠ કહે, ત્યારે અમારી નંદાને પરણે. શ્રેણિક આ સાંભળી વિચારમાં પડ્યા. તેમણે ભદ્રશેઠને કહ્યું ભદ્રશેઠ ! તમે તે ઉમ્મર લાયક માણસ છે. અજાણ્યા માણસને દીકરી ન અપાય એ કેમ ભૂલી જાવ છે ? ભદ્રશેઠ કહે, ગોપાળ ! અમે બરાબર વિચાર કર્યો છે. તમારું કુળ ભલે અજાણ્યું હોય પણ તમે હવે ક્યાં અજાણ્યા છો ? તમારી બધી રીતભાતથી અમે વાકેફ છીએ. શ્રેણિકે બીજી રીતે સમજાવ્યું. પણ ભકશેઠનો નિશ્ચય દૃઢ હતો. એટણે શ્રેણિક નંદાને પરણ્યા. નંદાની સાથે તે આનંદમાં દિવસે પસાર કરવા લાગ્યા.
: ૫ :
અહીં રાજા પ્રસેનજિત મરણ પથારીએ પડયા. એટણે તેમણે શ્રેણિકને શોધી લાવવા ચારે બાજુ ઘોડેસ્વારી મેકલ્યા. ઘડેવારે બધી જગાએ ફરે છે ને શ્રેણિકની તપાસ કરે છે. એમ કરતાં તેની એક ટુકડી વેણાતટ નગરે આવી. તેમણે શ્રેણિક કુમારને ઓળખી કાઢયા. પછી બધી વાત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com