________________
મહારાજા શ્રેણિક
૭પ..
મુનિ–પણ એથી શું ? મારે પણ ઘણી માલ મિલકત ને રિદ્ધિસિદ્ધિ હતી. છતાં હું અનાથ હતા. અનાય હું કાને કહુ છું તે બરાબર સમજ,
શ્રેણિક-મુનિરાજ ! આપ મને બરાબર સમજાવા. મુનિ–મારી હકીકત મારા માટે કહેવી તે ઠીક નહિ છતાં તને અનાથને સાચા અર્થ સમજાવવાને કહુ..
કૌશાંબી નગરીમાં ધનસંચય નામે ધણાજ પૈસાદાર શેઠ છે. તેમને હું પુત્ર છું. મારૂં મુળ નામ ગુણસાગર. ખુબ લાડકોડમાં હું ઉછર્યો. સુંદર કન્યા સાથે મને પરણાવ્યા. આ વખતે મારા એક દિલેાાન મિત્ર હતા. તે કહેતાઃ ગુણસાગર ! આ સહુ સ્વાર્થનાં સગાં છે. તેમાં લપટાઈને આત્માનું કલ્યાણ ચૂકીશ નહિ. પણ મને એ વાત ગમતી નહિ. કારણ કે મારા માતપિતા ધડી પણ મને ન દેખતા તેા ઉંચા નીચા થઈ જતાં. મારી સ્ત્રી ખુબ દુઃખી થતી. પણ એક વખત એવુ બન્યુ કે મારી તે મિત્ર ચાલ્યે ગયા ને મને શરીરે ભયંકર વેદના થઇ. ધણા ધણા વૈધ હકીમા તેડાવ્યા પણ કશાથી આરામ થયેા નહિં. મારી વેદનાના પાર ન્હોતા. આ વખતે મે નિણૅય કર્યોઃ જો આ વેદનામાંથી બચુ તા બધી ઇંદ્રિયાને જીતી સાધુપણું ગીકાર કરીશ. એક વખત પરદેશી વૈધ આવ્યા. તેને મારા માબાપે કહ્યું: માં માગ્યું ધન આપીશું પણ મહેરબાની કરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com