________________
૭૨
મહારાજા શ્રેણિક
તે મહારાજા શ્રેણિકનાજ પુત્ર હતા. ( તેમણે એ વીંટી કેવી રીતે કાઢી તેની હકીકત તેમની વાતમાં આપી છે. ) તેની માતા નંદા તેની સાથેજ રાજગૃહી આવી હતી. તેને રાજાએ પટરાણી પદ્મ આપ્યું.
અભયકુમાર જેવા બુદ્ધિના સાગર પ્રધાન મળ્યા પછી શ્રેણિક મહારાજનું રાજ્ય બહુ ખીલવા માંડયું. ઠગારાઓની ઠગબાજી પકડાઈ જવા લાગી. લુચ્ચાઓની લુચ્ચાઈ ઉધાડી પડવા લાગી. ગમે તેવા અધરા સવાલ આવે પણ અભયકુમારની મદદથી ધડીકમાં તેના ફૈસલેા થાય.
એક વખત રાજગૃહી નગરીમાં સિદ્ધાર્થ કુમાર અથવા શાક્ય મુનિ [ ભગવાન બુદ્ધુ] પધાર્યા. શ્રેણિક તેમના સમાગમમાં આવ્યા ને તેમના પર ખુબ ભક્તિ થઈ.
ઃ ૬ ઃ
શ્રેણિક રાજાએ વૈશાળીના ચેટક મહારાજાની સુજેષ્ઠા ને ચેક્ષણા નામે પુત્રીઓનાં વખાણ સાંભળ્યા. એટલે તેમને પરણવાની ઇચ્છા થઇ. તેમણે ચેટક મહારાજ તરફ કૃત મેકલીને માંગણી કરીઃ અણિક રાજાને તમારી એક કુંવરી આપે. પણ ચેટક રાજાને ટેક હતી; જૈન ધર્મી સિવાય “કાઇને પોતાની કુંવરી આપવી નહિ. તેથી તેમણે ના કહી. કૃત પાછે . મડારાજ શ્રેણિકને આથી ખુબ ખેદ થયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com