________________
આદ્રકુમાર વેપારીઓ વિદાય થયા. વહાણ હિંદ ભણી હંકારી મૂક્યા. મહાસાગરની મુસાફરી કરતાં કેટલાક દિવસે કિનારે પહોંચ્યા.
અભયકુમારને ભેટ પહોંચી છે. સદેશે મળે છે. તે વિચારે છે
માં આદન! ક્યાં હિંદુસ્તાન! ક્યાં તે! ક્યાં હું! છતાં મારું નામ સાંભળીને તેણે આટલી કિંમતી વસ્તુઓ ભેટ મોકલી ! ખરેખર ! તેને મારા પર પૂર્વભવને નેહ હે જોઈએ. આવા સાચા સ્નેહી માટે મારે શું કરવું? શું તેને આ દેશની સુંદર કાંબળો મેકલાવું ? શું મહાધા પિતામ્બર મોકલાવું? પણ ના, ના, તે બવાની તેને ક્યાં ખેટ છે? મારે તે કાંઈ એવી વસ્તુ મોકલવી કે જેથી તેના આત્માનું કલ્યાણ થાય. આમ વિચાર કરી તેણે એક અદ્ભૂત કોતરણીવાળી સુખડની પેટી લીધી. તેની અંદર ભગવાન શ્રી રીખવદેવની મનહર મૂર્તિ મૂકી. ઘંટ, ધુપદાન ને ઓરસિયો મૂક્યા. સુખડ અને પૂજાના સાધન મૂક્યા. પછી પેટી લઈ જનારને તૈયાર કર્યો. તેને કહ્યું ભાઇ! આ પેટી આદ્રકુમારને આપજે અને કહે છે કે એકાંતમાં જઈને ઉઘાડે. તેમાંથી જે વસ્તુઓ નીકળે તે પિતે એકલેજ ધારીધારીને જુવે. બીજા કેઈને બતાવે નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com