________________
આદ્રકુમાર શ્રીમતીને કહેવા લાગે બા ! હવે મારા બાપાને બાંધી લીધા છે. તે કેવી રીતે જઈ શકશે? આદ્રકમાર પિતાના બાળકનું આ વર્તન જોઈ નેહથી ભીંજાયા. આવા સ્નેહીએને છોડી ચાલ્યા જવાનું મન ન થયું.
તેમણે સતરના આંટા ગયા તે બાર થયા એટલે બીજા બાર વર્ષ સુધી સંસારમાં રહેવા વિચાર કર્યો. સ્નેહના તાંતણે આદ્રકુમાર બીજા બાર વરસ બંધાઈ ગયાખરેખર ! સ્નેહમાં અજબ શક્તિ છે.
૭: બાર વરસ જોતજોતામાં વીતી ગયાં. એટલે આ કુમારે શ્રીમતીને સમજાવી દીક્ષા લીધી. વાદળું દૂર જતાં જેમ સૂરજ ફરી પ્રકાશે તેમ તેમને વૈરાગ્ય ફરી પ્રકાશવા લાગે. તે તપ, ત્યાગ ને સંયમની મૂર્તિ બન્યા.
એક વખત જંગલમાંથી પસાર થતાં પૂર લુટારાઓ મળ્યા, પણ આદ્રમુનિના પ્રભાવથી તેઓ અંજાઈ ગયા.. તેમને શરણે આવ્યા. આમુનિએ પ્રેમથી બંધ પમાડયા ને પિતાના શિષ્ય બનાવ્યા.
એક વખત તેઓ તાપસેના આશ્રમે ગયા. ત્યાં સહુ તેમને ભક્તિભાવથી વંદના કરવા લાગ્યા. એ જોઈ ત્યાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com