________________
મહારાજા શ્રેણિક
: ૧ ,
કુશાગ્રપુરના રાજા પ્રસેનજિતુ વિચાર કરતાં બેઠા છે. આવડું મોટું મગધનું રાજ્ય ક્યું પુત્ર સાચવશે? જે કે મારે તે બધા પુત્ર સરખા છે. પણ લાયક ને નાલાયકની પરીક્ષા તે કરવી. જે નાલાયકને રાજ મળે તે પ્રજા દુખી થાય ને દુષ્ટ લેકે પાવી જાય. જો લાયકને રાજય મળે તે પ્રજા સુખી થાય. સજજનેને સત્કાર થાય. માટે લેકેના હિત માટે મારા પુત્રની પરીક્ષા તો જરૂર કરવી. તેમણે બધા પુત્રોને બોલાવ્યા ને એકી સાથે જમવા બેસાડ્યા. પછી બધાના થાળમાં ખીર પીરસાવી. જ્યાં કુમારે ખાવાની તૈયારી કરે છે ત્યાં ભુખ્યા વરૂ જેવા મોટા કુતરાએ છેડી મૂક્યા.
કુતરાઓના ટોળાને આવતું જોયું કે બીજા કુમારે ઉઠી ઉઠીને નાઠા. એકલા શ્રેણિક કુમાર ત્યાં જમતાં બેસી રહ્યા. તે અહીં પડેલાં ખીરના થાળ એક પછી એક કુતરાએ તરફેકવા લાગ્યા. એટલે કુતરાએ તે નિરાંતે ખાવા લાગ્યા. આ પ્રમાણે પોતે ખાતા જાય ને બીજા થાળ કુતરાએ આગળ હડસેલતા જાય. એ પ્રમાણે એમણે તે ધરા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com