________________
મહારાજા શ્રેણિક ભૂકો બધાને ખવડાવે ને તેમની ભૂખ મટાડી. પછી બધા ઘડાઓ ઉપર કપડાં વીંટયા ને થોડી થોડી વારે નીચોવીને તેનાં પ્યાલાં ભર્યા. એ પાણી પાઈને સૌની તરસ મટાડી. પ્રસેનજિતુ રાજાએ આ હકીકત જાણી એટલે મનમાં ખુબ રાજી થયા. તેમને લાગ્યું કે મગધનું રાજ્ય કઈ સાચવી શકે તો તે શ્રેણિક. પણ ઉપરથી બેલ્યાઃ આખાને ભાંગીને ભૂકે ખાવાની બુદ્ધિ થાય તે હલકી જાણવી. એમાં શ્રેણિકે શું કર્યું? શ્રેણિક આ સાંભળી જરા કચવાયા.
જુના વખતમાં ઘરે લાકડાના બંધાતા. તે પ્રમાણે કુશાગ્રપુરનાં મકાને પણ લાકડાનાં જ હતાં. આ લાકડાનું કેઈપણ ઘર સળગતું તે શેરીઓની શેરીઓ બળી જતી ને નગરમાં ભારે નુકશાન થતું. તેથી પ્રસેનજિતું રાજાએ હુકમ બહાર પાડયે જે કેઇનું ઘર સળગશે તેને નગરની બહાર કાઢી મૂકવામાં આવશે.
હવે બન્યું એમ કે રસઈઆની બેદરકારીથી રાજમહેલમાંજ આગ લાગી. ડીવારમાં આખે મહેલ ભડભડાટ સળગવા લાગે. એટલે રાજાએ કુમારોને આજ્ઞા કરી: જેનાથી જે ચીજ લેવાય તે લઈ લે. એટલે બધા કુમાર પિતાપિતાની ઈચ્છા પ્રમાણે તેમાંથી વસ્તુ લઈ જવા લાગ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com