________________
૬૭
મહારાજા શ્રેણિક કેઈએ રત્ન લીધા તે કેઈએ ઘોડા લીધા. કેઈએ હાથી લીધા તો કેઈએ રથ લીધા ત્યારે શ્રેણિકકુમાર એકલી ભૂભા (લડાઈનું નગારૂ) લઈ બહાર નીકળ્યા. તે જોઈ રાજાએ પૂછયું: શ્રેણિક! તેં આ ભેભાજ કેમ લીધી? શ્રેણિકે જવાબ આપેલ પિતાજી! આભભાઇ રાજાઓના જ્યની પહેલી નિશાની છે.
જ્યારે રાજા લડાઈમાં જવા નીકળે ત્યારે આનો અવાજ માંગલિકગણાય છે. માટે રાજાઓએ તે આવી વસ્તુઓની પહેલી રક્ષા કરવી જોઈએ. રાજાએ આ સાંભળી તેનું ભંભાસાર (બિંબિસાર) નામ પાડયું.
રાજા પ્રસેનજિતુ પિતાનું બોલેલું ભૂલી ગયા હતા કે જેનું ઘર સળગશે તેને નગર બહાર કાઢી મૂક્વામાં આવશે.” એટલે પિતાને હુકમ પહેલાં જાત ઉપર અજમાવવા નક્કી કર્યું. તેઓ પોતાના કુટુંબને લઈને નગર બહાર એક ગાઉ દૂર છાવણી નાંખીને રહ્યા. પછી લેકે અહીં જાવ કરતા થયા. અંદર અંદર પૂછવા લાગ્યા કે ભાઈ કયાં જઈ આવ્યા ? ત્યારે તેઓ જવાબ આપવા લાગ્યા રાજગૃહમાં (રાજાને ઘેર) જઈ આવ્યા.
થોડા વખતમાં રાજાએ ત્યાં નગર વસાવ્યું ને તેને ફરતે મજબુત કેટ ને ઉંડી ખાઈ કરાવ્યાં. સુશોભિત બજારો બાંધીને ભવ્ય મંદિરો ચણાવ્યા. લેકેની વાત પરથી તેનું નામ રાજગૃહ પાડયું. જોતજોતામાં તે મગધ દેશનું મહાન નગર બની ગયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com