________________
આદ્રકુમાર કત જાણું એટલે મુનિને ખૂબ આગ્રહ કર્યો. આદ્રકુમારને આકાશવાણી યાદ આવી મારે ભોગ ભોગવવાના બાકી લાગે છે. નહિતર આવો બનાવ ક્યાંથી બને! તેમને બધાની વિનંતિએ અસર કરી. અટલે શ્રીમતીના મનોરથ ફળ્યા.
શ્રીમતીને એક પુત્ર થયું છે. તે કાલુંકાલું બોલે છે. હવે આદ્રકુમારે શ્રીમતીને કહ્યું: પ્રિયા ! આ પુત્ર મેટે થયે તને મદદ કરશે. માટે હું ફરીથી દિક્ષા લઈશ. હવે આ જીવન પસંદ નથી.
શ્રીમતીએ તેને જવાબ ન આપે. પણ પિતાના પુત્રને તે હકીકત જણાવવા રેંટિયે લઈને બેઠી. રૂની પુણી લઈ કાંતવા લાગી. આ જોઈ તેના નાનુડા બાળકે પૂછ્યું બા! બા ! આ રેટિયો કેમ ફેરવે છે? તેણે જવાબ આપે બેટા ! તારા પિતા હવે દીક્ષા લેવાના છે, ઘર છોડી ચાલ્યા જવાના છે. એટલે આજથી રેંટિયે જ બેસવાનું છે. રેંટિયાથીજ ગુજરાન ચલાવવાનું છે.
આ સાંભળી બાળક કાલીઘેલી વાણીમાં બેલ્યઃ પણ એમને હું પકડી રાખીશ. પછી શી રીતે જશે? એમ કહી પાસે પડેલું કાચું સુતર લીધું ને આદ્રકુમાર બેઠા હતા ત્યાં આવ્યું. તેમને તે સુતર વીંટવા લાગે. પછી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com