________________
૫૮
આદ્રકુમાર આજે કાબુમાં ન રહી. તેમણે ધાર્યું ન હતું કે સંયમમાં આવાં સંકટ આવશે. મહા મહેનતે આંખને પાછી ખેંચી મનને કાબુમાં રાખ્યું. અને નિશ્ચય કર્યો. આ સ્થળે હવે રહેવું નહિ. તે તરતજ ત્યાંથી ચાલવા લાગ્યા. સંયમને જય થયો. - શ્રીમતી ઉંડા વિચારમાં પડી. પિતાને ઘેર પાછી ફરી. મનમાં નિશ્ચય કર્યો. પરણું તે આ મુનિને જ પરણું.
શ્રીમતી પરણવાને ગ્ય થઈ છે. એટલે તેના માટે ઘણાં ઘણાં માગાં આવે છે. તેના પિતાએ આ બધા નામ જણાવી શ્રીમતીને પૂછયું: શ્રીમતી આમાંથી તને કોણ પસંદ છે?
- શ્રીમતીએ જવાબ દીધેઃ પિતાજી! આમાંથી મને કઈ પસંદ નથી. હું તે થોડા દિવસ પહેલાં અહિં આવેલા મુનિને મનથી વરી ચૂકી છું. આ સાંભળી તેના પિતાએ કહ્યું બેટા ! તને આવો વિચાર કયાંથી સૂઝ ? મુનિઓનું કઈ ઠેકાણું હોય ? એ તો અહિં પાછા આવે પણ ખરાને ન પણ આવે. અને કદાચ અહીં આવે અને તું એમને ઓળખીશ તે પણ તારી માગણી એ કબુલ શી રીતે કરશે ? માટે આવો વિચાર છોડી દઈ બીજો વિચાર કર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com