________________
પ૭
આદ્રકુમાર સાહેલીનું ટેળું. તેઓ દર્શન કરીને મંડપમાં ફરવા લાગી. ત્યાં ધ્યાનમગ્ન મુનિ દેખાયા. સહુએ તેમને ભક્તિથી વંદન કર્યું. પણ શ્રીમતીની આંખ તેમના પરથી ખસી શકી નહિ. જાણે પૂર્વભવના સ્નેહી મળ્યા હોય તેમ હૃદય તેમના તરફ ખેંચાવા લાગ્યું. ખરેખર તે પૂર્વ ભવની સ્નેહી બંધુમતીજ હતી. સખીઓ ચાલવા લાગી એટલે શ્રીમતી પણ ચાલી. તેમનાથી છુટી પડી અહીં રહેવાની હિમ્મત ન કરી શકી.
* આખા રસ્તે તેને આ ધ્યાનમગ્ન મુનિરાજના વિચારો આવ્યા. તેમની છબીજ તેના હૃદયમાં કોતરાઈ ગઈ.
રાત્રી પડી. સુવાને સમય છે પણ આજે શ્રીમતીને ચેન પડયું નહિ. ખુબ પડખાં ફેરવતાં ઘણા વખતે તે સુઈ ગઈ. પણ સ્વનિમાં તેજ મૂર્તિ દેખાઈ. ઉંઘ પૂરી થઈ ને જાગી. સુંદર સ્વનું ચાલ્યું ગયું. એટલે દિલગીર થઈ. પણ તે તેિજ અહીં છે તે દિલગીરી શા માટે? ચાલ તેમના ફરીથી દર્શન કરૂં. આ વિચાર આવતાં શ્રીમતી ચાલી.
ધીમે ધીમે પહે ફાટે છે. અંધારૂં એસરતું જાય છે. ઉગતા પ્રકાશમાં તે મંદિરમાં આવી ને આર્દમુનિના ચરણે પડી,
આદ્રમુનિએ આંખ ખોલીને જોયું તો એક નવજુવાન બાળા. ઘણું વખત સુધી કાબુમાં રાખેલી આંખે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com