________________
પદ
આદ્રકુમાર હિંદના-આર્યભૂમિના કિનારે પગ મૂક્યું. આ ભૂમિ પર પગ મૂક્તાં જ તેનું હૈયું ભક્તિ ને વૈરાગ્યથી ઉભરાવા લાગ્યું. તે બોલી ઉઠયે. અનેક મહાપુરૂષને જન્મ દેનારી છે ભૂમિ! તને મારા હજારે વંદન છે. હાઆ ભૂમિ કેટલી પવિત્ર છે! સંયમ ને તપથી પવિત્ર થયેલાં અનેક મુનિરાજ અહિંયાં વિચરે છે. ધન્ય એ ભૂમિ! ધન્યઓ મહાત્માઓ!
બે દિવસના પ્રવાસમાં જ તેનું મન વૈરાગ્યથી ખુબ રંગાયું. એટલે પેલી પ્રતિમા એક સાથે જોડે રાજગૃહી મેકલાવી દીધી. ધન બધું ધર્મકાર્યમાં વાપરી નાંખ્યું.અને પિતાના હાથેજ મુનિને વેશ પહેરવા તૈયાર થયા. તેવામાં આકાશવાણી થઈ હે કુમાર ! હાલ દીક્ષા લઈશ નહિ. હજી તારે સંસારના સુખ ભોગવવાના બાકી છે. કુમારને દીક્ષાની લગની લાગી હતી. તેણે એ આકાશવાણુ ગણકારી નહિ. જાતે મુનિને વેશ પહેરી લીધો.
આદ્રકુમાર તપ સંયમનું આરાધન કરે છે. તેમના લાંબા વખતના દુઃખી મનને શાંતિ થઈ છે. તેઓ ફરતાં કરતાં મગધ દેશના વસંતપુરમાં આવ્યા. ત્યાં એક મંદિરમાં ધ્યાન ધરી ઉભા.
ડીવારે શ્રીમતી નામે એક કન્યા આવી. સાથે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com