________________
૫૪
આદ્રકુમાર છો? શ્રેણિક તથા અભયકુમારને તમે જોયા છે? પણ જવાબ નકારમાં મળે ને આદ્રકુમારની નિરાશાને પાર નહિ.
એક દિવસ તેણે પિતાના વફાદાર નેકરને કહ્યું ભાઈ ! દરિયા કિનારે હિંદુસ્તાનનાં અનેક વહાણ આવે છે. તું ત્યાં જઈને તપાસ કર. મગધ દેશમાં જવાને ક્યા બંદરે ઉતરાય? રાજગૃહી જવાને માર્ગ ?
વફાદાર નેકરે બધી તપાસ કરી અને આદ્રકુમારને જાહેર કરી.
ચિંતામાં આદ્રકુમારનું મેટું લેવાઈ ગયું છે. શરીર દુબળું પડી ગયું છે. નથી તેને રમત ગમતમાં ચેન નથી તેને ભોગવિલાસમાં સુખ. જ્યારે હદય બહુ ખેદ પામે છે ત્યારે પેલી પ્રતિમાજીનું ધ્યાન ધરે છે. પિતાના મનને શાંત કરે છે. કુંવરની આ હાલત જોઈ રાજાને ધ્રાસ્કો પડયે. કુંવર દિવસે દિવસે સુકાતે કેમ જાય છે ? કેઈએ તેને કામણું ટુમણ તે નથી કર્યું ? તેણે ખાનગી તપાસ કરી તે જણાયું કે કુંવરને હિંદુસ્તાન જવા ન દીધે તેથી ઉદાસીન રહે છે. આદન રાજાને લાગ્યું. આદ્રકુમાર વગર કહે નાશી તે નહિ જાય એટલે તેણે પાંચસે સુભટને આજ્ઞા કરી. બરાબર તપાસ રાખજે. કુંવર આદન દેશને કિનારે છેડીને જાય નહિ. “જી હજુર' કહી સુભટે તેની ચોકી કરવા લાગ્યા. તેઓ મહેલની આજુબાજુ પહેરે ભરે. કાંઈ બહાર જાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com