________________
૫૨
આદ્રકુમાર એક વખત એમને બંનેને વૈરાગ્ય થયો. તેમણે દીક્ષા લીધી. સામાયિક ગુરુની સાથે વિહાર કરવા લાગ્યા. બંઘુમતી બીજી સાધ્વીઓ સાથે વિહાર કરવા લાગી. એક વખત વિહાર કરતાં એક શહેરમાં તેઓ એકઠા થયા. બંધુમતીને જતાં સામાયિકને પુર્વને સ્નેહ યાદ આવ્યું. તેની સાથે ભેગ ભેગવવાનું મન થયું. તેણે તેના મનની આ વાત એક સાધુને કહી. તેણે એક સાક્વીને કહી ને તે સાવીએ બંધુમતીને કહી. આથી બંધુમતી ખેદ પામી. તે વિચારવા લાગી છે મુનિ મર્યાદા તોડે તો જગતમાં ઉભા રહેવાનું ઠેકાણું ક્યાં ? હવે જે અહીંથી હું ચાલી જઈશ તો મારામાં મેહ પામીને એ મારી પાછળ આવશે. અહીં રહીશ તો વ્રત ભાંગશે. એટલે અણુશણ કરીને પ્રાણને છોડી દેવા તેજ ઉત્તમ છે. આમ વિચારી તેણે અણુશણ કર્યું ને થોડા વખતમાં મરણ પામી. આથી સામાયિકને વિચાર થયો કે હા હું કે દુષ્ટ ! મારી સ્ત્રી શીલભંગ થવાના ભયથી મરણ પામી. ને હું તે હજી જીવતો રહયો તે મારે આવું જીવન જીવવાની શી જરૂર છે? તેણે પણ અણશણ કર્યું ને મરીને અનાર્ય દેશમાં ઉત્પન્ન થયે. હા તેજ હું આદ્રકુમાર. જો મુનિપણું લઈને મેં ભાગ્યું ન હોય તે આવા દેશમાં ઉત્પન્ન ન થાત. ખરેખર ! મને જેણે બેધ પમાડયે તે અભયકુમારજ મારા સાચા રહી છે. સાચા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com