________________
આર્દ્રકુમાર
૧૧
‘ જેવી આજ્ઞા’ કહી પેટી લઇ જનાર આદન બેટના રસ્તે પડયા.
:3:
આર્દ્રકુમાર વિચાર કરે છેઃ ભાઈબંધે પેટીમાં તે શુ મોકલ્યું હશે કે એકાંતમાં ઉધાડવાનું કહેવરાવ્યું ! જરૂર એમાં કાંઇ હેતુ હશે માટે ચાલ આ પેટીને એકાંતમાં લઇ જઇનેજ ઉધાડું.
તે એકાંતમાં ગયા. પેટી ઉધાડી. આ શું ? આ બધી વસ્તુઓ શુ હશે ? આ તે કાંઈ ધરેણાં હશે ? હાથે કે પગે પહેરવાના હશે ? હશે શું ? તે મૂર્તિ ધટ વગેરેને ઓળખતે ન હતા. આ જીંદગીમાં તેણે આવી વતુએ જોઇ ન હતી.
ખુબ વિચાર કરતાં કરતાં તેને લાગ્યું કે આવી વસ્તુએ પાતે ક્યાંક જોઇ છે.
જેમ આ જીવનમાં અનુભવેલી વસ્તુ યાદ આવે છે તેમ પૂર્વ ભવમાં બનેલી વસ્તુઓ પણ કેટલાકને યાદ આવે છે, એને જાતિસ્મરણ જ્ઞાન કહેવાય છે. એ જાતિસ્મરણ જ્ઞાન થવાનુ હાય ત્યારે મૂર્છા આવે છે. આ કુમારને પણ વિચાર કરતાં એવી મૂર્છા આવી. અને તેને પૂર્વ ભવ યાદ આવ્યાઃ
“ મગધ દેશમાં વસતપુર નામે નગર હતું. ત્યાં એક સામાયિક કણબી હતા. તેને બધુમતી નામે સ્રી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com