________________
આર્દ્ર કુમાર
૫૫
તા તેની પાછળ જાય. આ કુમારને આ બહુ વસમું લાગ્યું. તે વિચારવા લાગ્યા. પિતાએ રજા તેા ન આપી પણ મને કેદી જેવા બનાવ્યા.
હવે તેને ધડી પણ વરસ જેટલી લાગવા માંડી. ક્રાઇ પણ ભાગે હિંંદુસ્તાનમાં પહેાંચવાના નિશ્ચય કર્યો.
તેણે બીજા દિવસથી ધોડા ખેલવવા માંડયા, પેલા સુભટા પણ તેની સાથે જવા લાગ્યા. આ કુમાર ધોડા આગળ ખેલવે ને પાછા લાવે. આમ કરતાં પેલા સુલટાને વિશ્વાસ બેઠા કે કુવરને આવી રીતે ધોડા ખેલવવા બહુ પસદ છે.
: ૪:
આ કુમારે છાનુંમાનું એક વહાણ તૈયાર કરાવ્યું છે. તેમાં પ્રવાસની બધી સામગ્રીએ ભરાવી છે. છેવટે પોતાને ખુબ વહાલી શ્રી રીખવદેવની મૂર્તિ પણ માકલાવી. આજે સાંજ ટાણે તે ધોડા ખેલવવા નીકળ્યો. હંમેશની માફક ધોડાને આગળ ખેલાવ્યા. સુભટાના મનમાં શંકા નહિ એટલે તેઓ પાછળ પાછળ ન ગયા. આર્દ્ર કુમાર ધાર્યો પ્રમાણે દરિયા કિનારે પહેાંચી ગયા ને વહાણુ હંકારી મૂકયું. તેને લાગ્યું કે જાણે કાઈ મેટા કેદખાનામાંથી છુટા થયા. કેટલાક દિવસ દરિયાની મુસાફી કરતાં આ કુમારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com