________________
આદ્રકુમાર
પલ શ્રીમતીએ કહ્યું : પિતાજી! મેં જે વિચાર કર્યો છે તે બરાબર જ છે. હવે આપ એવી ગોઠવણ કરો કે જેથી હું જતાં આવતાં સાધુઓને જોઈ શકું.
તેના પિતાએ કહ્યુંઃ અહિંયા જે કોઈ મુનિ આવે તેને તારા હાથે જ દાન દેવું. શ્રીમતી હવે પિતાના હાથે જ મુનિઓને દાન આપે છે. એમ કરતાં બાર વરસ વીતી ગયાં.
આદ્રમુનિ ફરતાં ફરતાં વસંતપુર આવ્યા. તેમને યાદ આવ્યું તે આજ શહેર જયાં એક કન્યા મારા પગે પડી હતી. મારે પ્રેમ ઈચ્છતી હતી. પણ એ વાતને તે બાર વર્ષ થયા. આજે શું ? એમ વિચાર કરી તેઓ ભિક્ષા લેવાને ગામમાં આવ્યા. ફરતાં ફરતાં શ્રીમતીને ઘેર આવ્યા. એટલે શ્રીમતીએ ઓળખ્યા. “મારા હૃદયના નાથે આજ મુનિરાજ.” તેણે કહ્યું કૃપાળુ! આપના દર્શનની આશાએ આજ સુધી જીવી છું. બાર બાર વરસનાં તપ આજે ફળ્યાં. ઘણી મહેનતે આપ ફરીથી મળ્યા. શું હવે આપ મને છેડીને જશે ! આપ જશો તે હું આપધાત કરીશ. આર્કિમુનિ વિચારમાં પડી ગયાઃ કેવું આશ્ચર્ય ! કે નિર્મળ નેહ! બાર બાર વરસ મારા નામને જપ કરતી આ બાળા બેસી રહી છે! તેના અથાગ નેહથી તેમનું હૃદય ખેંચાવાલાગ્યું. એવામાં શ્રીમતીના પિતા આવ્યા. તેણે બધી હકી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com