________________
આદ્રકુમાર
ચારે બાજુ સાગર ગરજે. વચ્ચે લીલુડો બેટ. તેનું નામ આદન, ત્યાં અનાર્ય લેકે વાસ કરે, નહિ તેમને ધર્મની ખબર નહિ તેમને પ્રભુની ખબર, એતો દરિયામાં દિવસભર ડુબકીઓ મારે ને મોતી કાઢે. પરદેશના વેપારીઓ મોટા વહાણે લઈને ત્યાં આવે. તેઓ આ મેતી લઈને બીજી વસ્તુઓ બદલામાં આપી જાય. આમ ત્યાં મે વેપાર ચાલે.
આ દેશના રાજાનું નામ આદન. તેમને સાત ખોટને એક દીકરે. તેનું નામ આદ્ર. રાજાને એ કુંવરજીવથી પણ વહાલે. તેને ઘડી કે પિતાથી જુ ન કરે.
એક વખત હિંદના કિનારેથી વહાણ આવ્યાં. મહા મોંઘા માલ લાવ્યાં. શાલ ને દુશાલા. કશબી પિતાંબર ને અનેક જાતનાં કરિયાણાં. તેમાંથી સુંદર વસ્તુઓ રાજાને ભેટ મોકલી. રાજા કહે, યે તમારો દેશ ? તમારા રાજાનું નામ ? વેપારીઓ કહે, હિંદુસ્તાનમાં મગધ અમારે દેશ. શ્રેણિક રાજાનું નામ. આદન રાજા બેલી ઉઠયાઃ એતો મારા મિત્ર. લાંબા વખતના મારા દેત. બધી રીતે એ કુશળ તે છે ને? વેપારી કહે, હા મહારાજ ! પ્રભુની પરમ કૃપાથી એ કુશળ છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com