________________
ભરત બાહુબલિ ભેચે દર્પણ.નળીયાં પણ દર્પણનાં જોતાંજ છક્ક થઈ જવાય.
ઘણી વખત ભરત ત્યાં આવે ને આનંદ કરે. દર્પણના હેજમાં ન્હાય ને દર્પણના ફુવારા ઉડાડે. દર્પણની ખાટે સુવે. દર્પણની હાંડીમાં રેશની થાય ને મહેલે બધા ઝગી ઉઠે.
એક દિ રૂડું રમાન કર્યું છે. સુંદર વસ્ત્ર પહેર્યો છે. તેલફુલેલ મહેંક છે ને આભૂષણે શોભે છે.
આવા અરિસાભુવનમાં શરીર જેવડું રૂપાળું દર્પણ. તેમાં મોટું જોયું. કેવું સુંદર ! ચંદ્ર જેવી કાન્તિ ને સુરજ જેવું તેજ !
દર્પણમાં જુવે ને ખુશ થાય, ઝીણું ઝીણું હસે ને મલક મલક મલકાય. ભરતને લાગ્યું “મારા જે રૂપાળ વળી કેણ હશે ! ચક્રવતીપણું, અઢળક લક્ષ્મી ને અદ્દભુત રૂપ. મારા જેવો કોઈ ભાગ્યશાળી નથી.”
ઘડી થાય ને દર્પણમાં જુવે. રૂપ રૂપને અંબાર, શરીર નીહાળેને રાજી થાય. બાળક હરખે તેમ ભરત હરખાય.
એટલામાં નજર ગઈ એક આંગળી તરફ. ત્યાં ન મળે વીંટી. આંગળી જેવી આંગળી.ન મળે રૂપકે ન મળે શભા, સાદી સટાક !
ભરતને થયે વિચાર આંગળી લાગે છે બેડોળ. એક નાનકડી વીંટી તેના વિના આટલી બેડોળ ! ત્યારે શું આભૂષણને લીધેજ રૂપ છે? ખરું રૂપ જરાય નથી ? લાવ્ય, જેઉં તો ખરો કે ઘરેણાં વગર બીજાં અંગે કેવાં લાગે છે!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com