________________
ભરત બાહુબલિ
૪૧ થઈ ગયા શાન્ત. નહિ કોઈ નહિ. કંકાસ. કેવા મહાન ! કેવા ત્યાગી !
ભરત તો ચંડીગાર થઈ ગયે. જ્યાં વેરો ભરેલો પિતે ને ક્યાં શાંતિને ભલે ભાઈ? આંખમાં આંસુ આવ્યાં. ગળગળા થઈ ગયે. ભૂલ માટે પસ્તાય. આ રૂડો ભાઈ. તેને મારવા તૈયાર. મહેડું ફર્ક પડી ગયું.
બાહુબલિને પગે પડયે. રોતાં રોતાં માફી માગી. ફરી ફરી પરત કર્યો. લળી લળી નમન કર્યું.
બાહુબલિને મન કંઈ નહિ. તે તે સહેજ હસ્યા. ધીમે શબ્દ બોલ્યાઃ ભરતરાય ? ઓછું ના લા. રાજપાટ તમને સેં. લક્ષ્મી બધી તમને આપી, ભર્યા ભંડાર વાપરે. અમારે કાંઈ ના જોઈએ. અમે થયા સાધુ, પ્રભુભજન કરીશું ને ત્યાગમાર્ગે ચાલીશું.
ભરત કહે, ના ભાઈ ના. મારે ગર્વ ગળ્યો છે. મારું માન ઉતર્યું છે. મારા ઉપર કૃપા કરી, રાજય હવે તમે કરે.
બાહુબલિ તે માને શાના ? એ તે બેલે તેમ ચાલે. આરંભેલું અરધું ન મૂકે. હાથે લીધું પુરૂં કરે. તેમણે કહ્યું: એવું હવે ન બને. અમને થયે છે વૈરાગ્ય. આજથી અમારે ત્યાગ માર્ગ. ન જોઈએ ધનને ન જોઇએ ધાન્ય. ના જોઈએ પૈસાટકા ને ના જોઈએ ગાડીવાડી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com