________________
૪૩
ભરત બાહુબલિ ગયું. કોઈ ઓળખી ન શકે, કઈ પિછાણી ન શકે. એક દિવસ એ રાજા હતા. મુગટ માથે શોભતો તે. આજે મોટા જોગી છે, માથે જટા શોભે છે.
આકરું એમનું તપ છે. અડગ એમનું ધ્યાન છે.
બારબાર મહિના થયા. ત્રણસો સાઠ દિવસ ગયા તેય સાચું જ્ઞાન મળતું નથી. કારણ શું ?
ભગવાનને ખબર પડી કે બાહુબલિ તપ કરે છે. બારબાર મહિના થયા, ત્રણ સાઠ દિવસ ગયા તેય જ્ઞાન થતું નથી. સાચું જ્ઞાન મળતું નથી. કારણ શું?
ભગવાને જાણ્યું બાહુબલિના હદયમાં માને છે. અહીં આવતાં શરમાય છે. માન જો દૂર થાય તે જ સાચું જ્ઞાન થાય.
ભગવાન પાસે બે સાધ્વીએ. શું તેમની તપસ્યા ? શું તેમનું જ્ઞાન ! મોટા પંડિતેને હરાવે. એકનું નામ બ્રાહ્મી. એકનું નામ સુંદરી. બાહુબલિની તે બહેને થાય.
ભગવાન કહે, સાધ્વીઓ! અહીંથી જાવ વનવગડે. બાહુબલિની પાસે. તેને તમે સમજાવે. તેનું માન મૂકો. તેનું તપ નિષ્ફળ જાય છે.
સાવીએ કહે, જેવી પ્રભુની આજ્ઞા.
બ્રાહ્મી-સુંદરી ચાલ્યા. આવ્યા બાહુબલિ કને. મુનિને. પહેલ છે. તેમને થે ભક્તિભાવ કેવા આકરાં તપ !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com