________________
શ્રી મૈતમસ્વામી
૨૯ મહેનત કરતા હતા. પણ તેમનામાં શ્રી ગૌતમ જેવી શકિત નહતી એટલે થોડું ચદ્ધિને થાકી ગયા હતા. તેઓ આ તેજના અંબાર જેવા ગૌતમસ્વામીને જોઈ અચંબો પામ્યા. અહો ! આ રૂટપુષ્ટ શરીરવાળે છતાં કે અષ્ટાપદ ચડી જાય છે! ગૌતમ અષ્ટાપદને શિખરે પહોંચ્યા. ત્યાં વીશ તીર્થંકરનાં મંદિર હતાં. અહા ! કેટલાં સુંદર ! ને કેટલાં પવિત્ર ! તેમાં દરેક તીર્થકરના શરીર જેટલીજ ભવ્ય મૂર્તિએ હતી. તેમણે આ મૂર્તિઓનાં દર્શન કરી મધુર સ્વરે સ્તુતિ કરી –
ઉમે ને મે–એ દેશી.) જગના ચિંતામણિ એક જિનરાજજી, જગગુરુ જગનાથ હે જિણંદજી! જગના ચિંતામણિ એક જિનરાજજી. જગના તે રક્ષક, જગના તે બંધુ, જગને દોરે તે સાથ હે જિણ દજી, જગના ચિંતામણિ એક જિનરાજ છે. જાણે જગતની સઘળી એ વાતે જ્ઞાને ભર્યા ભરપૂર હે જિસંદજી,
જગના ચિંતામણિ એક જિનરાજ છે. અષ્ટાપદે રે જેનાં બાંધ્યાં મંદિરો કીધાં કરમ ચકચુર હે જિસુંદજી,
જગના ચિંતામણિ એક જિનરાજજી. વર્તે તીર્થકર એ જયવંતા, બે, દશ, આઠ ને ચાર હે જિસુંદજી! જગના ચિંતામણિ એક જિનરાજજી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com