Book Title: Sutra Samvedana Part 02
Author(s): Prashamitashreeji
Publisher: Sanmarg Prakashan
Catalog link: https://jainqq.org/explore/005836/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર સંવેદના-૨ આવશ્યક ક્રિયાનાં સૂત્રો ભાવગ્રાહી વિવેચન સાથે ભાગ-૨ ચૈત્યવંદનનાં સૂત્રો બે ઉત્ત ત્ર Page #2 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર સંવેદના આવશ્યકક્રિયાના સૂત્રો ભાવગ્રાહી વિવેચન સાથે ૨ ચૈત્યવંદનનાં સૂત્રો ભાગ - : સંકલન : પ્રશાંતમૂર્તિ પરમ પૂજ્ય સાધ્વીજી શ્રીચરણશ્રીજી મહારાજના શિષ્યા પરમ પૂજ્ય વિદુષી સાધ્વીજી શ્રીચન્દ્રાનનાશ્રીજી મહારાજના શિષ્યા સાધ્વીજી શ્રીપ્રશમિતાશ્રીજી distelm : પ્રકાશક : સભાઈ પ્રકાશત જૈન આરાધના ભવન, પાછીયાની પોળ, રીલીફ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન-ફેક્સ : ૫૩૫૨૦૭૨ Page #3 -------------------------------------------------------------------------- ________________ 2 . સૂત્ર સંવેદના ભાગ-૨ 81-87163-48-8 .: પ્રકાશક: બ્ધ. ધૂ. તપ. જૈન આરાધના ભવન, પાછીયાની પોળ, રીલીફ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન-ફેક્સઃ ૫૩૫૨૦૭ર E-mail : sanmargprakashan@gmail.com મૂલ્ય : રૂ. 50-00 નકલ: 3000 પ્રથમ આવૃત્તિ : વિ. સં. ૨૦૩૦, ઈ.સન ૨૦૦૩. દ્વિતીય આવૃત્તિ : વિ. સં. ૨૦૧૪, ઈ.સન-૨૦૦૮ - ભિવંડી તૃતીય આવૃત્તિ : વિ. સં. ૨૦૬૭, ઈ.સન-૨૦૧૦- અમદાવાદ ચોથી આવૃત્તિ : વિ. સં. ૨૦૧૮, ઈ.સન-૨૦૧૨ - અમદાવાદ -૦૪+ સંપર્કસ્થાન - પ્રાપ્તિસ્થાન --~- - 1 અમદાવાદ : - સુરતઃ • સન્માર્ગ પ્રદાન ફાર્યાલય : વાડીલાલ સંઘવી ૫૦૪, ધરમ પેલેસ, પારલે પોઈન્ટ, • સરલાબેન કિરણભાઈ અઠવાલાઈન્સ, સુરત-૩૯૫૦૦૭. “ઋષિકિરણ” ફોન : (O) ૨૨૧૧૦૫૩ ૧૨,પ્રકૃતિકુંજ સોસાયટી, આંબાવાડી, અમદાવાદ-૩૮૦૦૧૫. (M) ૯૮૨૫૧ ૪૦૨૧૨, ૯૩૭૬૮ ૧૧૭૭૨ • મોહનલાલ ભેરૂમલજી સંઘવી ફોન : (R) ૦૭૯ - ૨૩૯૨ ૦૯ ૨૦ ર૯, આદર્શ સોસાયટી, સેવનડે. એડવન્ટીસ્ટ - વાઘજીભાઈ ભુદરભાઈ સ્કુલની સામે, અઠવાલાઈન્સ, સુરત-૩૯૫૦૦૧ સ્વામિનારાયણ મંદિર રોડ, ફોન : મીનાબેન - ૯૮૨૫૧ ૨૮૩૧૧ કાલુપુર, અમદાવાદ-૧. અમીબેન - ૯૮૨૫૧૪૨૯૬૧ ફોન : (O) ૨૨૧૩ ૫૩ ૪૬ (M) ૯૩૨૭૦ ૦૪૩૫૩ | મુંબઈ: • હિમાંશુભાઈ રાજા • સન્માર્ગ પરિવાર કક૫, ગીતાંજલી બિલ્ડીંગ, ૩૦૯, ફિનીક્સ બિલ્ડીંગ, પ્રાર્થના સમાજ, ૭૩/૭૫, વાલકેશ્વર રોડ, મુંબઈ-ક. ૪૫૭, એસ. વી. પી. રોડ, (M) ૯૮૨૦૦ ૪૪૮૮૨ મુંબઈ-૪. ફોન : (O) 23883420 . સાકેરચંદભાઈ મોતીચંદભાઈ ઝવેરી. સી ન્યૂ એપાર્ટમેન્ટ, ૭મે માળ, ડુંગરસી રોડ, વાલ્વેશ્વર, મુંબઈ-૬. ફોન : (ઘર) ૨૩૦૭ ૯૩૭૯, (M) ૯૮૨૦૦ ૮૧૧૨૪ Page #4 -------------------------------------------------------------------------- ________________ જેમણે આપ્યું તેમના ચરણમાં... Page #5 -------------------------------------------------------------------------- ________________ . (મત્ર - જૈન શાસન શિરતાજ, વ્યાખ્યાન વાચસ્પતિ, દીક્ષાયુગ પ્રવર્તક સુવિશુદ્ધ સિદ્ધાંત દેશનાદાતા, તપાગચ્છાધિરાજ, સિંહસત્વના સ્વામી, નિરંતરસ્વાધ્યાયયેકમગ્ના પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના દીક્ષા શતાબ્દી વર્ષમાં તેમની અનન્ય શ્રુતપાસનાની અનુમોદનાર્થે, “સંઘની કાયાપલટ કરવી હોય તો દરેકે દરેક સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાએ પંચ પ્રતિક્રમણ જીવવિચાર અને નવતત્ત્વ અર્થ સહિત ભણવા જોઈએ” , “ એવી તેઓશ્રીની ભાવનાને ચરિતાર્થ કરવા માટે તથા શ્રીમતી શાંતાબેન નાનાલાલ ફોજાલાલ અદાણીના આત્મશ્રેયાર્થે શ્રી નાનાલાલ સોજાલાલ પરિવારે સૂત્ર સંવેદના ભાગ-૨ પુસ્તકની ચોથી આવૃત્તિના પ્રકાશનનો લાભ લીધેલ છે. જેમના નિમિત્તે અમોને આ શ્રુતભક્તિનો સુંદર લાભ મળ્યો તે અમારા માતુશ્રી શાંતાબેન થરાદની બાજુના એક ગામડામાં રહેતા હતાં. ઉદારતા, સહનશીલતા, ગંભીરતા આદિ ગુણોથી સભર તેમનું જીવન હતું. ધર્મના સંસ્કારથી તેઓ સંસ્કારિત હતાં. તેમણે પોતાના સંતાનોને પણ આ સંસ્કાર વારસો આપ્યો હતો. તેના ફળ સ્વરૂપે જ તેમની એક પુત્રી સંયમ જીવન સ્વીકારી પ.પૂ.સા.શ્રી પ્રશમિતાશ્રીજી મ.સાના શિષ્યા પ.પૂ.સા.શ્રી શમદર્શિતાશ્રીજી મ.સા. તરીકે પોતાના આત્મ કલ્યાણ સાથે અનેકના કલ્યાણમાં નિમિત્ત બની રહ્યા છે. તેઓએ બાકીના છ સંતાનને પણ ધર્મ માર્ગે વાળ્યા હતા. છેલ્લાં વર્ષોમાં અસહ્ય માંદગીનો તેઓ ભોગ બન્યા હતાં. માંદગીના દિવસોમાં પણ તેમની ધર્મ ભાવના, પીડામાં પણ પ્રસન્નતા, સૌ પ્રત્યેનો સદ્ભાવ સૌ માટે અનુમોદનીય બન્યા હતાં. આવા અમારા સાલસ પણ સદ્ગણી માતુશ્રીના સ્મરણાર્થે અમોને જે આ લાભ સાંપડ્યો છે, તે અમારા અત્યંત આનંદનો વિષય છે. આ મનનીય પુસ્તકો દ્વારા સૌ કોઈ આત્મ કલ્યાણ સાધે તે જ અમારી અંતરની ભાવના છે. | બસ એ જ લી. તેમના અંતેવાસી સુપુત્રો ભરત - શૈલેષ જિજ્ઞા- શીતલ આપે કરેલી વ્યુતભક્તિની અમો હાર્દિક અનુમોદના કરીએ છીએ અને ભવિષ્યમાં પણ આપ ઉત્તરોત્તર ઉત્તમ કક્ષાની વ્યુતભક્તિ કરતા રહો એવી શુભેચ્છા પાઠવીએ છીએ. લિ. સત્યાર્થ પ્રકાશિત Page #6 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૧ સંબંધિ ગચ્છાધિપતિ પૂ. આ. ભ. વિજય હેમભૂષણસૂરીશ્વરજી મ. સા. નો અભિપ્રાય - નારાયણધામ, વિ. સં. ૨૦૫૭, પ. વ. ૪ વિનયાદિગુણોપેતા સા. શ્રી પ્રશમિતાશ્રીજી યોગ - જિજ્ઞાએ પૂર્વે રૂબરૂ વાત કરેલ, તે પછી “સૂત્ર સંવેદના' લખાણ વાંચવા મોકલેલ. તે વિહાર દરમ્યાન આખું વાંચી લીધું. ખરેખર કહું - વાંચવાથી મારા આત્માને તો જરૂર ખૂબ આનંદ આવ્યો. એવો આનંદ અને તે વખતે પેદા થયેલી સંવેદનાઓ જો કાયમી બને, ક્રિયા વખતે સતત હાજર રહે તો જરૂર ક્રિયા-અનુષ્ઠાન ભાવાનુષ્ઠાન બન્યા વિના ન રહે. ખૂબ સારી મહેનત કરી છે. આવી સંવેદના પાંચે પ્રતિક્રમણમાં ઉપયોગી બધા જ સૂત્રોની તૈયાર થાય તો યોગ્ય જીવો માટે જરૂર ખૂબ લાભદાયી બને. મેં જિજ્ઞાને પ્રેરણા કરી છે. આમાં મૂળ તમે છો - તો તમને પણ જણાવું છું. મારી દૃષ્ટિએ આ સૂત્ર સંવેદના દરેક સાધુ/સાધ્વીઓ - ખાસ કરીને - નવાએ ખાસ વાંચવી જોઈએ. રત્નત્રયીની આરાધનામાં અવિરત ઉજમાળ બનો એ જ એક શુભાભિલાષા. - લિ. હેમભૂષણ સુ. ની અનુવંદનાદિ Page #7 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના અંગે મારું સંવેદના સંવેદન શબ્દ સાંભળતાં જ મનની હાજરી પુરવાર થાય છે. જ્ઞાન-બોધ ગમે તેટલો હોય પણ તે તે બોલાતા શબ્દો સાથે મન ન ભળે તો સંવેદના જાગૃત થતી નથી ! સંવેદન માટે મનને હાજર રાખવા ઉપરાંત નવ રીતે એ મનને કેળવવું પડે છે. જ્ઞાનમગ્ના સા. શ્રી પ્રશમિતાશ્રીજીએ સૂત્રસંવેદના ભા. ૧નાં લખાણો સુધારવા મને આપેલાં ત્યારે મારા તારણહાર ગુરુદેવની માનસિક પ્રસન્નતા અને પરમસમાધિ સાથેની શારીરિક માંદગી આદિના કારણે એ સુધારવાનું કાર્ય પૂરું કરી શક્યો નહોતો. આ વર્ષે પૂ. ગુરુદેવના પરમસમાધિમય નિર્વાણ (વિ.સં. ૨૦૫૯, ચે. સુ. ૬) બાદ મને તેઓએ સૂત્રસંવેદના ભા. રનાં લખાણ સુધારવા માટે વિનંતી કરી, મેં હા પાડી. લખાણો વાંચતો ગયો, સુધારતો ગયો, કેટલેક ઠેકાણે સૂચનો લખતો ગયો. સાધ્વીજી મહારાજે લખાણ કરવામાં મહેનત ઘણી કરી છે, એ ચોક્કસ સ્વીકારવું પડશે. ભાવિકોને જ્ઞાનરુચિ વધી છે, ત્યારે આગળનાં સૂત્રોની પણ આ રીતે સંવેદનાઓ પ્રગટ થાય તે જરૂરી અને આવશ્યક છે. ગુરુકૃપાથી ખીલેલા મારા અલ્પ ક્ષયોપશમ મુજબ મેં ભા. રનું લખાણ સાધંત તપાસ્યું છે. શક્ય બધા જ દોષો દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે. કેટલાંક સ્થાનોમાં લખાણ ઉમેરવા જણાવેલું, કેટલીક સ્પષ્ટતા કરવા સૂચવેલું, જે સંજોગાનુસાર શક્ય અમલ કરવા તેમણે પ્રયત્ન કર્યો છે. આ લખાણ વાંચતા મને પણ સંવેદનાઓ સારી થઈ છે. અનેક જૂની યાદો તાજી થઈ ! હજી આ સંવેદનાઓમાં તત્ત્વજ્ઞાન, કર્મગ્રંથાદિના પદાર્થો ભેળવવામાં આવે તો વધુ અસરકારક બની શકશે, એમાં બેમત નથી. ભવિષ્યની આવૃત્તિમાં તે માટે પણ લક્ષ્ય રાખવામાં આવે તો વધુ લોકોપયોગી બનશે. ચાલુ શાંતિનગરના ચાતુર્માસમાં બે-બે વાચનાઓ, પ્રવચનો વગેરેની અનેકવિધ જવાબદારીના યોગે લખાણ તપાસી આપવામાં વિલંબ થયો છે. તેને જ કારણે પ્રસ્તુત પ્રકાશન વિલંબિત બન્યું છે. છદ્મસ્થતાના યોગે કોઈ ક્ષતિઓ રહી ગઈ હોય તો વાચકો જણાવે, એ જ વિનંતિ. આવી સંવેદનાસભર નિત્યનૈમિત્તિક ક્રિયાઓ કરવા દ્વારા ભવ્યજીવો વિપુલ કર્મનિર્જરા સાધી ભાવધર્મના સ્વામી બનવા પૂર્વક શાશ્વત પદના ભોક્તા બને, એ જ શુભાભિલાષા. ૧૭, ટોળકનગર, મહાલક્ષ્મી, પાલડી, અમદાવાદ-૭ વિ. સં. ૨૦૫૯, આ. વ. ૧૧ દ. અપ્રમત્તજ્ઞાનોપાસક પૂજ્યપાદ ગુરુદેવ આ. ભ. | વિજય મિત્રાનંદસૂરીશ્વરજી મહારાજાનો પ્રાપ્તકૃપા લવલેશ શિષ્ય મુનિ ભવ્યદર્શનવિજય ગણી Page #8 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર ગૂઢાં, અનંત અર્થ ભર્યા, જાણીને કરીએ પ્રયત્ન * ખરેખર જ્ઞાનની આરાધના એટલે ખોવાયેલ આત્મલક્ષ્મીને ખોળવાનો કામણગારો કીમિયો... જ્ઞાન એટલે જીવનની ઝળહળતી જ્યોતિ ! ગમે તેટલો ખજાનો ભર્યો હોય, પણ અંધારુ હોય તો શું કામનું ? એ ખજાનાને આપણે ન જાણી શકીએ અને ન માણી શકીએ. જ્ઞાન એ આપણી મૂડી છે. પણ હાલમાં આપણી મૂડી જપ્ત થઈ ગઈ છે. એ મૂડીને પાછી મેળવવી છે, એની ઉઘરાણી કરવી છે, તો લાગી જાવજ્ઞાનોપાસનામાં, ઉઘરાણી કરવી એટલે જ્ઞાન ભણવું.. જ્ઞાન ભણવામાં આપણી જેટલી ઉપેક્ષા તેટલો આપણા હાથે આપણો નાશ નોતરીએ છીએ. જ્ઞાન વિના આત્માનું ભાન નહીં, ભાન વિના સિદ્ધિનું સ્થાન નહીં માટે જ.. સ્વાધ્યાય એ સંજીવની છે, જે કામ-ક્રોધાદિ શત્રુઓની સાથે સંગ્રામમાં હત-મહત બનેલા આત્માને ફરી સજીવન બનાવે છે તો બીજી બાજુ સ્વાધ્યાય એ દિવ્ય ઔષધિ છે, જે કર્મવ્યાધિથી ગ્રસ્ત થયેલા આત્માને ભાવઆરોગ્યનું પ્રદાન કરે છે. સ્વાધ્યાયથી આત્મા વિભાવદશાનો ત્યાગ કરી, સ્વસ્વભાવમાં સ્થિર થાય છે. બહિરાત્મદશા દૂર થાય છે અને અંતર્મુખતા પ્રાપ્ત થાય છે અને અંતર્મુખ બનેલા આત્માને જ આત્માના જ્ઞાનાદિ ગુણોનો અપૂર્વ ખજાનો નિહાળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. : આજનો માનવી એ.સી. અને વી.સી.આર. માં મહાલવા મથે છે, પણ સ્વ સ્વરૂપમાં રમણતા કરવા નથી ઈચ્છતો. ગાડીને ગાર્ડનમાં ઘૂમવા ઈચ્છે છે, પણ આત્મગુણોના ખજાનાને, આત્માની અજાયબીને જોવાનું સપનું પણ તેને નથી આવતું. દેશ-વિદેશની કલ્ચરને જાણવા ઈચ્છે છે, પણ આધ્યાત્મિક દુનિયામાં સફર કરવાનો વિચાર સરખો નથી આવતો. સ્વ-સ્વરૂપની રમણતા આત્મગુણોના ખજાનાને અને અધ્યાત્મની મહત્તાને સમજાવે છે. આત્માની અનુભૂતિ કરાવે છે. સૂત્રો અને તેનાં રહસ્યો.. આજે મોટા ભાગે ક્રિયાઓ ઘણી કરવા છતાં અર્થ-જ્ઞાનના અભાવે ક્રિયા દ્વારા જે સંવેગ અને નિર્વેદની છોળો ઉછળવી જોઈએ, તેનાથી પ્રાયઃ કરીને આપણે વંચિત રહીએ છીએ. આપણા એક એક અનુષ્ઠાનમાં તાકાત છે કે જો ભાવપૂર્વક સૂત્રના અર્થને, એના ઔદંપર્યાયને જાણી, ઊંડી અનુપ્રેક્ષાપૂર્વકના ચિંતનથી એ અનુષ્ઠાન કરવામાં આવે તો ઘાતકર્મનો ભૂક્કો બોલાવી કૈવલ્યની ભેટ ધરે છે. જિનવચન એ - શેરડીનો ટુકડો છે, એને અનુપ્રેક્ષા ચિંતનરૂપી દાંતથી ચાવીએ તો જ તેમાંથી આત્મસંવેદનરૂપ મીઠાશનો અનુભવ થાય. ભાવપૂર્વકના અનુષ્ઠાનની તાકાત છે કે, જે આત્માને બહિરાત્મદશામાંથી અંતરાત્મદશામાં લાવી તત્ત્વસંવેદન કરતાં કરતાં છેક Page #9 -------------------------------------------------------------------------- ________________ કરાયેલી વીતરાગ અવસ્થા સુધી પહોંચાડે છે. ભાવપૂર્વકની ક્રિયા માટે તદર્થઆલોચન. સૂત્ર બોલતી વખતે ભાવ ઉપસ્થિત ન થાય તો દ્રવ્યક્રિયાથી આત્માને વિશેષ લાભ ન થાય. પણ અર્થનું ચિંતન તે તે ક્રિયાઓ પ્રત્યે આદર-અહોભાવ-બહુમાનભાવ પ્રગટાવી કર્મોની વિપુલ નિર્જરા દ્વારા આત્માને શાશ્વત સુખની અનુભૂતિ કરાવે છે. જરૂરી જેને સમ્યજ્ઞાનના પ્રકાશ દ્વારા આત્મિક ખજાનાને ખોળવો છે, એને જ જ્ઞાનની ઉપકારકતા, અનિવાર્યતા, આવશ્યકતા સમજાશે. જો પ્રકાશને પામવો. છે, આત્મખજાનાને જાણવો છે, માણવો છે, અનુભવવો છે તો આ પુસ્તિકાને વાંચો... વિચારો... ચિંતનની ચિનગારી ચમકાવો. જરૂર અંતરમાં અજવાળા પથરાશે. એના સહારે મોક્ષમાર્ગ મળી જશે. વાચક વર્ગ આ સૂત્રાર્થોના ચિંતવનથી વિશેષ બોધ પ્રાપ્ત કરે, આત્મામાં વિશિષ્ટ સંસ્કારોનું આધાન કરે અને તે દ્વારા આત્મ પરિણતિને નિર્મળ બનાવે. સા. શ્રીપ્રશમિતાશ્રીજીએ આ પુસ્તક દ્વારા સૂત્રના માત્ર અર્થ જ નહીં, પણ સૂત્રાર્થના માધ્યમે જૈનશાસનના અદ્ભુત રહસ્યોને યોગ્ય જીવો સુધી પહોંચાડવાનો સુપ્રશસ્ત પ્રયાસ કર્યો છે. સાધક વર્ગની ક્રિયાને ચેતનવંતી બનાવવાનો અને એ દ્વારા એમને અપૂર્વ નિજાનંદની મસ્તીમાં મહાલતા કરવાનો જે સુર્યોગ્ય પુરુષાર્થ કર્યો છે, તે ખરેખર અનુમોદનીય છે. તત્ત્વજિજ્ઞાસુ વર્ગ અર્થનું મનોમંથન કરી દોષભંજન અને આત્મરંજન કરે એજ શુભાભિલાષા. ખરેખર જ્ઞાન એ દીવાદાંડી છે ભવસાગરમાં અથડાતી નૈયાને કિનારે પહોંચાડે છે ખરેખર જ્ઞાન એ દીપક છે જે અંધકારને દૂર કરી પ્રકાશ પાથરે છે ખરેખર જ્ઞાન એ અરીસો છે જેમાં આત્મસ્વરૂપનું દર્શન થાય છે આ સૂત્રાર્થના માધ્યમથી અધ્યાત્મરસિક જીવો પ્રેરણા પિયૂષને પ્રાપ્ત કરી અને તેના પરમાર્થને પામી પરમપદના ભોક્તા બને ! એજ શુભાશિષ... એજ મંગલ મનોકામના... વિશ્વનંદીકર જૈન સંઘનો ઉપાશ્રય ભગવાનનગરનો ટેકરો, પાલડી, અમદાવાદ-૭. વિ.સં. ૨૦૫૯, આ. સુ. ૧૫ લિ. સા. ચન્દ્રાનનાશ્રીજી Page #10 -------------------------------------------------------------------------- ________________ wwwwww ઉરમાં ઊઠતી ઉપકારોની સ્મૃતિ સભર ઉર્મીઓઆજે જ્યાં જુઓ ત્યાં અશાંતિ અને બેચેની નજરે ચઢે છે. સુખ અને શાંતિ તો જાણે દુર્લભ બની ગઈ છે... ત્યારે એક ચહેરો-એક જીવન સતત યાદ આવ્યા કરે છે. અંતરંગ સ્વસ્થતા અને સમાધિના પ્રભાવે એ ચહેરા ઉપર સદા પ્રસન્નતાનો પમરાટ પથરાયેલો રહેતો. તેઓશ્રી કદાચ કાંઈ ના બોલે, કાંઈ ના સૂચવે તોપણ એમનો ચહેરો જોતાં જ અનેકને આત્મિક શાંતિની અનુભૂતિ થતી. એ ચહેરાને જોતાં જ વિચારકને થતું કે, ચોક્કસ ! આ સાધકે આત્મિક શાંતિપૂર્વક જીવન જીવવાની કળાને આત્મસાતું કરી છે, વિધ્વજયની સાધના દ્વારા સિદ્ધિને હાંસલ કરી છે. એ ચહેરો હતો મારા પરમોપકારી ગુરુદેવ ગુરુવ પરમવિદૂષી પરમ પૂજ્ય સાધ્વીજી શ્રી ચન્દ્રાનનાશ્રીજી મહારાજનો - ‘સૂત્ર સંવેદના' રૂપી શ્રુતગંગાની ગંગોત્રીનો... અમે સૌ તેમની નિશ્રાને પામી સંયમના પંથે ચાલી રહેલા તેમના ૨૦૦થી અધિક શિષ્યા-પ્રશિષ્યાઓ, તેમને માનથી “મહારાજજી' કહેતા. સંયમ પંથે ચાલવા ડગમગી રહેલા અમારા હૃદયસામ્રાજ્યના તેઓશ્રી સ્વામિની હતા. એક સમર્પિત સૈનિકરૂપે તેમણે સંયમજીવન જીવવાની શરૂઆત કરી હતી. Page #11 -------------------------------------------------------------------------- ________________ 10 . ગુરુકૃપા સિદ્ધ થતાં એના પરિપાકરૂપે તેઓશ્રી એક ઉત્તમ સેનાની બન્યા હતા અને જીવનભર અમારા સૌનું ખૂબ કુશળતાથી યોગક્ષેમ કરી, પોતાના જીવનને ધન્ય બનાવ્યું હતું. તેમની સ્મૃતિ સાથે જ “પંચ વસ્તુક' નામના ગ્રંથની એક પંક્તિ યાદ આવી જાય છે - 'सिस्सस्स हुंति सिस्सा ।' “શિષ્યને જ શિષ્યો થાય છે.” જે ગુરુને સાચા ભાવે સમર્પિત બને, તે જ સાચો શિષ્ય બની શકે. આવા શિષ્યને એ ગુરુકૃપા જ ગુરુ બનાવે છે. એને શિષ્યોની સંપદા આપોઆપ આવી મળે છે.” મહારાજજીએ આદર્શ શિષ્ય બનવાનો જ પ્રયાસ કર્યો હતો. પરિણામે તેઓશ્રી આદર્શ ગુરુદેવ બની રહ્યા. પુસ્તકીયું જ્ઞાન આપવું સહેલું છે પણ રાગના આવેગોથી ઘેરાયેલા શિષ્યોના મનને સમજી તેને સંયમિત બનાવી સુયોગ્ય ઘડતર કરવાનું કાર્ય ખૂબ કપરું છે. મહારાજા આ કપરી જવાબદારીને સહજતાથી વહન કરતા. મૈત્રી આદિ તાત્ત્વિક ભાવનાઓથી તેઓશ્રીએ પોતાના મનને એવું ભાવિત કર્યું હતું કે, આશ્રિત અને શરણાગત સંયમીના ગંભીર ગણાતા દોષપર્યાયને મહત્ત્વ ન આપતાં ગુણયુક્ત પર્યાયને બિરદાવી તેઓશ્રી એને આશ્વસ્ત પણ કરી શકતા અને તેના દોષોને દૂર કરવા સતત ઉદ્યમશીલ પણ રહી શકતા. અરે ! ઘણીવાર તો તેમના દર્શનમાત્રથી પણ હળુકર્મીના દોષો વિલીન થઈ જતાં. ખરેખર, સદ્ હદયનું સહજ દર્શન નવ સૂચવે નવ શીખવે તો યે તેજ એનું કદી ન નિષ્ફળ જાય.. કચ્છ વાગડદેશોદ્ધારક સચ્ચારિત્રચૂડામણિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય કનકસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણા, દીક્ષાયુગપ્રવર્તક પપૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના પ્રવચનો અને પ.પૂ. ચરણશ્રીજી મ.સા.નું ઘડતર પામી તેઓશ્રીએ દઢ વૈરાગ્યથી ૧૭ વર્ષની કુમળી વયે સંયમજીવનની શરૂઆત કરી હતી. ત્યારથી પોતે જ્ઞાનનો Page #12 -------------------------------------------------------------------------- ________________ અગ્નિ પ્રજવલિત કરી કર્મના સમિધને હોમવાનો ભાવ-યજ્ઞ માંડ્યો હતો. તો કર્મસત્તાએ વિવિધ વ્યાધિઓના તોફાનો દ્વારા તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પણ. આ કોઈ જેવો તેવો સાધક ન હોતો. જેમ જેમ વ્યાધિઓનું જોર વધતું ગયું તેમ તેમ ચિંતન-મનન-પરિશિલન દ્વારા જ્ઞાન આત્મસાત્ બનતું ગયું. અભ્યાસ તો તેઓશ્રીએ જટીલમાં જટીલ દર્શન શાસ્ત્રનો પણ કર્યો. છતાં જ્યારે અન્યને આપવાના પ્રસંગો આવ્યા ત્યારે બાળકોની કવિતા જેવી સરળ શૈલીમાં શાસ્ત્રોની કઠીન સાધનાને વહેતી મૂકી. સાધનાના નિચોડ સ્વરૂપે તેઓ અનેક ત્રિપદીઓ-ચતુષ્પદીઓ વગેરે આપતાં. જેમકે, જીવન બિન ફરીયાદી બિન અપેક્ષી બનાવો મોટાને માન 1. નાનાને ઇનામ અને - જાતને કામ આપો. જીવ સાથે મૈત્રી કેળવો જપ્રત્યે વિરક્તિ કેળવો પરમાત્મા પ્રત્યે ભક્તિ કેળવો ઘર છોડે સાધુ થવાય મન છોડે શિષ્ય થવાય મોહ છોડે કેવળી થવાય દેહ છોડે સિદ્ધ થવાય સ્વયં તો સદા સ્વાધ્યાયમાં મગ્ન રહેતા પણ અમને સૌને પણ અભ્યાસ કરવાની અનેક પ્રકારની અનુકૂળતાઓ કરી આપતા. મેં જ્યારે ૨૦૩૧ની સાલમાં તેઓશ્રીના ચરણે જીવન સમર્પિત કર્યું ત્યારથી તેઓશ્રીએ મારી - જિજ્ઞાસાને સંતોષવા અનેક પ્રયાસો કર્યા. સૂત્રનાં માત્ર શબ્દાર્થ નહીં પણ દંપર્યાય (તાત્પર્યાય) સુધી પહોંચવા માટેની તેઓશ્રીની સતત પ્રેરણા રહેતી સૂત્રનાં અર્થનું અધ્યયન પણ કરાવતાં અને અધ્યાપન કરાવવાની જવાબદારી પણ સોંપતા. તેઓશ્રીનાં આવા પ્રયતનોના ફળ સ્વરૂપે જ સૂત્રાર્થની નોટો Page #13 -------------------------------------------------------------------------- ________________ 121 તૈયાર થઈ અને કાળક્રમે સાધકોના પરિશ્રમથી આપણી “સૂત્ર સંવેદના”ની યાત્રા પ્રારંભાઈ. આજે તે ગંગોત્રીની પ્રત્યક્ષ રીતે તો ન પૂરાય તેવી ખોટ છે, પણ તેના દ્વારા સીંચાયેલું બીજ એક વડના વૃક્ષની જેમ વિકસી રહ્યું છે. તેઓશ્રીને વંદન કરી પ્રાર્થના કરું કે, અમારા સંયમબાગને જ્ઞાનના જળથી લીલોછમ રાખી શકીએ તેવી કૃપા વરસાવજો. તેઓશ્રીએ આપેલું અનેક સુધી પહોંચાડી, કૃતજ્ઞતા ભાવ વ્યક્ત કરવાનો આ મારો કિંચિત્ પ્રયાસ છે. બાકી, મહારાજજી કે કોઈપણ ગુરુનો ઉપકાર અકથ્ય જ હોય છે. ગમે એટલી લાગણીને વાચા આપું તો પણ તેઓશ્રીએ જે આપ્યું છે તે ત્વચા અને વાચાથી પર જ રહે છે. ગુરુ-શિષ્યનો સંઘન સંબંધ તો શિષ્યના અંતરની અનુભૂતિનો જ વિષય છે. મારી અનુભૂતિ તો એટલી ઊંડી અને ઉત્તમ છે કે, એ મૌનમાં જ વ્યક્ત થઈ શકે. જે પૂજ્યભાવ ઉરમાં તમ કાજ એને વાણી યદિ નવ શકે કરી વ્યક્ત તોયે . હૈયે રમે પળપળે બસ એ પ્રતીતિ કે માણશો નક્કી તમે આ મૌનના મૃદુલ ફૂલ તણી સુવાસ સદાની ઋણી સા. પ્રશમિતાશ્રી Page #14 -------------------------------------------------------------------------- ________________ 13 પ્રાસ્તાવિક સાથનાથ ઉપરનું એક મહત્ત્વનું સોપાન સૂત્રસંવેદનાની યાત્રા આગળ વધી રહી છે. સંવેદન એટલે ભાવ. જૈન ધર્મમાં ભાવપૂર્વકની ક્રિયાનું ઘણું મહત્ત્વ છે. ભાવ એ તો ક્રિયાનો પ્રાણ છે. જીવનભર આપણે કેટલીય ધર્મક્રિયાઓ કરીએ છીએ, પરંતુ તેનું જોઈએ તેવું ફળ આપણને મળતું નથી. કારણ કે, આપણી તે બધી ક્રિયાઓ ભાવથી ભીંજાયેલી નથી હોતી. ૫. વિદષી સાધ્વી શ્રીપ્રશમિતાશ્રીએ સંવેદનની વાત પકડી લઈને ધર્મક્રિયાઓના હાર્દને સ્પર્શ કર્યો અને તેમણે ધર્મનાં સૂત્રોને સંવેદનાથી ધબકતા કરી મૂક્યાં. અર્થ વિના સંવેદન નહિ, એ વાત તેમણે બરોબર પકડી લીધી. તેમની પાસે આવતા વિશાળ શ્રાવિકા સમુદાય સાથેની વાતચીત કે ધર્મચર્યામાંથી તેમને લાગ્યું કે, ધર્મનાં સૂત્રોનું રટણ અને તેને આનુષંગિક ક્રિયાઓ તો બહેનો ઘણી કરે છે, પણ મોટા ભાગની બહેનો, અરે, કેટલાય શ્રાવકો પણ, અર્થથી અજ્ઞાત હોવાને કારણે સૂત્રો બોલવા સાથે તેમનામાં ભાવ આવતા નથી અને ભાવ ચૂક્યા એટલે તો ઘણું બધુ ચૂક્યા. તેથી તેમણે બહુજન જિજ્ઞાસુઓને અનુલક્ષીને સૂત્રોના અર્થો ગ્રંથસ્થ કરવાનું નક્કી કર્યું. તેના પરિણામે જે પ્રથમ પુસ્તક લખાયું તે “સૂત્રસંવેદના ભા. ૧.” એમાં નમસ્કાર મહામંત્રથી શરૂ કરીને ‘સામાઈય વયજુરો' સુધીનાં અગિયાર સૂત્રોની વાત આવી ગઈ. " વિદુષી સાધ્વીશ્રીની આ ધર્મયાત્રા વળી આગળ વધી છે. તે આપણા સૌના માટે સૌભાગ્યની વાત છે. આ વખતે તેમણે જે સૂત્રોના અર્થો કર્યા, તેમાં ચૈત્યવંદન પ્રધાન છે. એમાં “વેયાવચ્ચગેરાણ' સૂત્ર સુધીની વાત કરીને તેમણે ઉત્કૃષ્ટ ચૈત્યવંદનને લઈ લીધું છે. ક્રિયાઓમાં ચૈત્યવંદન જેવી કોઈ ભાવક્રિયા નથી. ચૈત્યવંદનની રચના ગણધરભગવંતોએ કરેલી છે. વંદન કોને કરવાનું ? જેમણે આ વિકટ ભવાટવીમાંથી બહાર નીકળવાનો માર્ગ બતાવ્યો, તેમને ભાવપૂર્વક વંદન કરવાના. ચૈત્યવંદનની પાછળનો પ્રમુખ ભાવ ઉપકારક પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો તો હોય જ, પણ સાથે સાથે તારક પરમાત્માના ગુણગાનનો પણ હોય છે. આપણા પરમાત્મા અન્ય ધર્મોના પરમાત્મા કરતાં વિશિષ્ટ છે. કારણ કે તે ક્યાંય ઉપરથી અવતાર લઈને આવતા નથી. મૂળમાં તો તે આપણા જેવા જ હોય છે - કર્મથી લિપ્ત, પણ પછી પોતાના અદમ્ય પુરુષાર્થથી કષાયો અને કર્મ સાથે સંગ્રામ કરે છે અને તેમનો પરાભવ કરીને મોક્ષમાર્ગની સીડી ચડી જઈને છેવટે લોકના અગ્રભાગે સિદ્ધશિલા ઉપર પહોંચીને અનંત આનંદમય અવસ્થામાં શાશ્વતકાળ માટે સ્થિતિ કરે Page #15 -------------------------------------------------------------------------- ________________ 14 છે. તીર્થંકર પરમાત્માઓએ પોતે વિકટ મોક્ષમાર્ગ ઉપર આગળ ચાલીને ચોદ ગુણસ્થાનકોનાં સીમાચિહ્નો અંકિત કર્યા હોય છે. જેથી પાછળ આવનારાઓ માટેની યાત્રા સુવિધાપૂર્ણ રહે અને તે ધ્યાનમાં રાખીને મોક્ષમાર્ગનો પ્રવાસી ક્યાંય બીજે અટવાઈ ન પડે. અન્ય ધર્મોમાં પોતપોતાના ઈષ્ટદેવ કે પરમાત્મા પ્રતિ નમસ્કાર હોય છે, પણ તે તેમના પ્રતિની શરણાગતિની ભાવના, તેની પાછળનો મુખ્ય આશય તેમની કૃપા મેળવવાનો કે પછી તેમની પ્રાપ્તિ કરવાનો એટલે કે તેમની નિકટ વસવાનો ભાવ હોય છે. જ્યારે જેને ધર્મના ચૈત્યવંદનમાં વિશિષ્ટ ભાવ ભળેલો હોય છે અને તે પરમાત્માના ગુણો પ્રાપ્ત કરવાનો. કારણ કે ગુણપ્રાપ્તિ વિના મોક્ષમાર્ગમાં આરોહણ ન થઈ શકે. તેથી આપણા ચૈત્યવંદનમાં સૂત્રના અર્થની સાથે સાથે તીર્થંકર પરમાત્માના ગુણોનું વિશદ્ રીતે વર્ણન થયેલું હોય છે. આપણા વંદનમાં માર્ગદર્શક પ્રતીતિ કૃતજ્ઞતાની સાથે સાથે તેમના ગુણોની પ્રાપ્તિની વાત રહેલી હોય છે, તે રીતે આપણું ચૈત્યવંદન અન્ય ધર્મોના વંદન-પૂજન કરતાં વિશિષ્ટ બની જાય છે. સારી રીતે કરેલું એક ચૈત્યવંદન આત્મા ઉપર અનંત ભવોથી લાગેલાં કર્મોની નિર્જરા કરવા સક્ષમ હોય છે. ભાવપૂર્વક ચૈત્યવંદન થવા લાગે તો સંવર તો સ્વયં સધાવા લાગે છે, તે સમયે કર્મનો જે કાંઈ આશ્રવ હોય છે, તે કેવળ શુભ કર્મનો અને તેમાંય જ્યારે આ વંદન ઉત્કૃષ્ટ અવસ્થાએ પહોંચે છે - શુદ્ધ ભાવમય બની જાય છે અને પરમાત્માના ગુણો સાથે તાદાસ્ય સાધી લે છે, ત્યારે તો તત્પરતો આત્મા સામાયિકની ઉચ્ચ અવસ્થામાં સ્થિતિ કરી લે છે. , ચૈત્યવંદનની એક ક્રિયા પણ જો ભાવપૂર્વક અને સંવેદન સહિત થાય તો તેનામાં આત્માને ઉગારી લેવાની અમોઘ તાકાત રહેલી હોય છે. મને શ્રદ્ધા છે કે, આવી અનર્ગળ શક્તિનો ઉદ્યોત કરવા માટે આ પુસ્તકનું વાચન, મનન અને નિદિધ્યાસન ઘણું ઉપકારક નીવડશે. આવું અણમોલ પુસ્તક તૈયાર કરી આપવા બદલ પૂ. વિદુષી સાધ્વી શ્રી પ્રશમિતાશ્રીને અભિનંદન સહિત મારા વંદન અને તેનું પરિશીલન કરવા માટે સૌ શ્રાવક-શ્રાવિકાઓને અને સાધકોને ભલામણ. “સુહાસ', ૩૪, જેનનગર, એલિસબ્રીજ, અમદાવાદ - ચંદ્રહાસ ત્રિવેદી તા. ૧૯-૧૦-૨૦૦૩ Page #16 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠી આવૃત્તિના પ્રકાશન સમયે ભાગ ૧-૭ની પ્રસ્તાવના સૂત્ર સંવેદના સાતમું આવશ્યક જૈનધર્મનું લક્ષ્ય મોક્ષ છે. મોક્ષ એટલે અનંત જન્મોના રઝળપાટનો અંત અને આત્માની અનંત ચતુષ્ટયામાં શાશ્વત પ્રતિષ્ઠા. આ સિદ્ધિ મેળવવા માટે જીવે સકળ કર્મોનો ક્ષય કરવો પડે. કર્મના ક્ષય માટે જૈનધર્મે જ્ઞાન અને ક્રિયા બંનેને જરૂરી ગણેલ છે. જ્ઞાન ક્રિયાપ્યાં મોસ: એકલી ક્રિયાથી મોક્ષ ન થાય, તેમ એકલા જ્ઞાનથી પણ મોક્ષ ન થાય. જ્ઞાન અને ક્રિયા એક બીજાના પૂરક છે. જ્ઞાન વિનાની ક્રિયાથી કર્મનો અલ્પ ક્ષય થાય ખરો, પણ તે મોક્ષનું કારણ ન બની શકે, ક્રિયા વગરનું જ્ઞાન વૃથા છે. જાણીએ બધુંય પણ ચાલીએ જ નહિ તો ગંતવ્ય સ્થાને પહોંચાય કેવી રીતે ? તેથી જૈનધર્મે જ્ઞાન સહિતની ક્રિયાની વાત કરી છે. ' જ્ઞાનપક્ષે જૈનધર્મે ત્રિપદી છ દ્રવ્યો અને નવ તત્ત્વોનો વિસ્તાર કરીને - જ્ઞાનમાર્ગ ચાતરી બતાવ્યો. તો ક્રિયાપક્ષે છે આવશ્યક ક્રિયાઓની પ્રતિષ્ઠા કરી તે માટેનાં સૂત્રોની રચના કરી. આ સૂત્રો પ્રાકૃત ભાષામાં છે. પ્રાકૃત ભાષા તે સમયની લોકભાષા હતી; પણ અત્યારે તો તે આપણા માટે એટલી જ અજાણી છે. | શ્રાવક હોય કે સાધુ હોય પણ તેમને નિરંતર જ્ઞાનનો લાભ મળતો રહે તે માટે આચાર્યોએ વિધ વિધ ગ્રંથોની રચના કરી છે, જેનું પઠન-પાઠનમનન-ચિંતન હંમેશા થતું જ રહે છે. ગુરુ ભગવંતો આગમોમાંથી વાંચના આપતા રહે છે અને શ્રાવકો માટે વ્યાખ્યાનોનું આયોજન થાય છે. તો બીજી બાજુએ ક્રિયા માર્ગને જીવંત રાખવા માટે આવશ્યક ક્રિયાઓ સાધુઓ અને સાધ્વીઓના ઉપાશ્રયોમાં હંમેશાં થતી રહે છે. ક્રિયાઓ એટલે છ આવશ્યક જે પ્રત્યેક જૈને કરવાનું વિધાન છે. આ ક્રિયાઓ માટેનાં સૂત્રો ગણધર ભગવંતોએ રચેલા છે જે આપણી પાસે પ્રાકૃત ભાષામાં સુલભ છે. આ સૂત્રોમાં અક્ષરોનું સંયોજન એવી રીતે જ્ઞાનીઓએ કરેલું છે કે દરેક સૂત્ર મંત્ર સમું બની રહ્યું છે. સૂત્રોમાં જે શક્તિ છે તે તેના ભાષાંતરમાં સંક્રાંત થતી નથી. Page #17 -------------------------------------------------------------------------- ________________ જો આ સૂત્રોનું ભાષાંતર કરીને તેનો ઉપયોગ કરવામાં આવશે તો તે બળવિહિન થઈ જશે અને તેની ચમત્કારિક શક્તિઓનો સદંતર નહિ તો અંશત: લોપ થઈ જશે. જૈનધર્મ પ્રણિત જ્ઞાનમાર્ગ અને ક્રિયામાર્ગ આ જ પર્યત જીવંત છે સાધુ-સાધ્વીઓને કારણે આમ તો જૈન ઉપાશ્રયમાં જઈને સાધુ-સાધ્વીની નિશ્રામાં ક્રિયા કરવાની હોય છે પણ જે શ્રાવક-શ્રાવિકાઓ ઉપાશ્રય ન જઈ શકે તેમ હોય તેઓ ઘરે રહીને ઓછી વસ્તી આવશ્યક ક્રિયાઓ તો કરતા જ રહે છે. આ છે આવશ્યક ક્રિયાઓ કરવા માટેનાં જે સૂત્રો છે તે બોલીને ભાવપૂર્વક આ ક્રિયાઓ કરવાની હોય છે. જો કિયા ભાવપૂર્વક થાય તો જ તેનો લાભ થાય. ભાવ વિનાની ક્રિયા ઘણી વાર કાયકષ્ટ જેવી બની રહે છે જેનાથી અલ્પ પુણ્ય બંધાય. તેનાથી વિશેષ કંઈ નહિ. આ તો મોટો ખોટનો સોદો થાય. રાજદ્વારે જઈને ચપટી ચોખા લઈને પાછા ફર્યા જેવું થાય. આપણે ત્યાં હજુ ક્રિયામાં એટલો પ્રમાદ પ્રવર્તતો નથી, પણ આપણી ક્રિયાઓ ભાવથી ભીંજાતી નથી તે તેનો મોટો દોષ છે. તે દોષના નિવારણ માટે વિદુષી સાધ્વી પ્રશમિતાશ્રીએ ભગીરથ કાર્ય હાથ ધર્યું જેના ફળસ્વરૂપે આપણી પાસે આજે સૂત્ર સંવેદનાના છ ભાગ આવી ગયા છે અને સાતમો ભાગ થોડાક સમયમાં સુલભ થઈ જશે. સૂત્રસંવેદનાની શરૂઆત નમસ્કાર મહામંત્રથી થાય છે અને પછી લેખિકા આવશ્યક ક્રિયાઓનાં સૂત્રો એક પછી એક લઈને આગળ વધતાં જાય છે. એમાં પ્રથમ તેઓ સૂત્રનો પરિચય કરાવે છે, પછી મૂળસૂત્ર રજૂ થાય છે. ત્યાર પછી તેઓ તેની અન્વયસહ સંસ્કૃત છાયા આપે છે. પછી શબ્દાર્થ અને વિશેષાર્થ આપી, ભાવની ચર્ચા કરે છે. આ તેમના વિવેચનનો ઉપક્રમ રહ્યો છે. આ રીતનું કામ આપણે ત્યાં આ કાળમાં બહુ ઓછું થયેલું છે. આ ભગીરથ કાર્ય પાછળ વિદુષી સાધ્વી લગભગ બાર-તેર વર્ષથી અવિરત સાધના કરતાં રહ્યાં છે. હજુ પણ તે સાધના આગળ ચાલી રહી છે. સૂત્રોનું આ રીતે મનન-ચિંતન અને મંથન કરી કરીને મૂકવાનું કાર્ય કરવા માટે વિદ્વત્તાની સાથે ધ્યેય નિષ્ઠા, અને અવિરત શ્રમ હોવાં જરૂરી બની રહે છે. તે વિના આ કાર્ય થઈ શકે નહિ. સૂત્રસંવેદના આમ તો છ ભાગ સુધી વિસ્તરેલ છે. તેના પ્રથમ ભાગમાં સામાયિકનાં એકથી અગીયાર સૂત્રોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. બીજા Page #18 -------------------------------------------------------------------------- ________________ 17 ભાગમાં ચૈત્યવંદનનાં સૂત્રો બારથી પચીસ છે. ત્રીજા ભાગમાં પ્રતિક્રમણનાં સૂત્રો છવ્વીસથી બત્રીસનું વિવરણ છે. ચોથા ભાગમાં વંદિત્તુ સૂત્ર આવે છે જે તેત્રીસમું સૂત્ર છે. સૂત્ર સંવેદનાના પાંચમા ભાગમાં આયરિય ઉવજ્ઝાયેથી સકલતીર્થ સુધીનાં સૂત્રો ચોત્રીસથી સુડતાળીસ છે, જે પ્રતિક્રમણનાં મોટા ભાગનાં સૂત્રો છે. ભાગ છમાં સૂત્રો અડતાળીસથી બાવન છે તેમાં પ્રતિક્રમણની વિધિ, તેના હેતુઓ, પૌષધનાં સૂત્રો, વિધિ અને તેના હેતુઓ, પચ્ચખાણનાં સૂત્રો અને તેની સંવેદનાઓ છે. સાતમા ભાગમાં પાંચ પ્રતિક્રમણનાં સૂત્રો આવશે. ભાવ એ ક્રિયાનો પ્રાણ છે. ભાવ વિનાની ક્રિયા એ પ્રાણ વિનાના કલેવર જેવી છે. ભાવનું નિમિત્ત બહારથી મળે, પણ ભાવ ઉઠે છે અંદરથી. સંવેદના થયા વિના ભાવ ન જાગે. ભાવ માટે સંવેદના આવશ્યક છે. સંવેદના માટે જ્ઞાન જરૂરી છે અને જો જ્ઞાન શબ્દાર્થ પૂરતું સીમીત હોય તો સંવેદના ન થાય. જ્યારે સૂત્રનો વિશેષ અર્થ સમજાય ત્યારે સંવેદના જાગે. સંવેદના એ ભાવ નથી પણ તેનાથી ભાવનું ઉદ્દીપન થાય છે. આ પાયાની વાત છે. આપણી ક્રિયાઓ મોટે ભાગે સૂત્રોના ઉચ્ચારણથી ખાસ આગળ વધતી નથી. તેથી કર્મના સંવર અને નિર્જરાનો ક્રિયાથી જે લાભ થવો જોઈએ તે આપણને થતો નથી. જો આવશ્યક ક્રિયાઓથી અનર્ગળ કર્મનો સંવર કરવો હોય અને કર્મની નિર્જા સાધવી હોય તો આપણી પ્રત્યેક ક્રિયા ભાવ ક્રિયા બનવી જોઈએ અને સંવેદના વિના ભાવ નહિ આવે. આ વાતને લક્ષમાં રાખીને વિદુષી પ્રશમિતાશ્રીજીએ સૂત્રસંવેદનાનું કામ હાથ ઉપર લીધું. તેને પરિણામે આજે આપણને સૂત્રસંવેદનાના સાત ગ્રંથ ઉપલબ્ધ થાય છે. આમ તો આપણે ત્યાં આવશ્યક ક્રિયાઓનું છ ક્રિયાઓમાં વિભાજન થાય છે' પણ તેમાં પ્રતિક્રમણ શિરમોર સમું છે. તેમાં સત્તર ક્રિયાઓનો સમાવેશ થાય છે. આ સત્તર ક્રિયાઓને માળા સ્વરૂપે છઠ્ઠા ભાગમાં દર્શાવી લેખિકાએ પ્રતિક્રમણ સૂત્રની વિશેષતા બતાવી છે. એક પ્રતિક્રમણ સૂત્રમાં છએ આવશ્યક આવી જાય છે - તે રીતે પ્રતિક્રમણ એ અણમોલ આવશ્યક છે. વાસ્તવિકતામાં પ્રતિક્રમણની યાત્રા આત્માને બહિરાત્મ દશામાંથી અંતરાત્મદશામાં લઈ જઈને છેવટે સમયમાં - આત્મામાં અવસ્થિત કરવા માટે છે. પ્રતિક્રમણ અને સામાયિક સાધના સૂત્રના બે અંતિમ છે. સૂત્રસંવેદનાના સાત ભાગ આત્માની આ યાત્રા કરવા માટે સાતમા આવશ્યક સમા બની રહ્યા છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ આવા સૂત્રસંવેદનાના સાત ભાગ આપવા માટે પૂ. વિદૂષી સાધવી પ્રશમિતાશ્રીજીએ લગભગ બારથી પંદર વર્ષ સુધી અવિરત શ્રેમ લીધો છે. આ ભગીરથ કાર્યને પાર પાડવા માટે તેમણે પૂર્વાચાર્યોના ગ્રંથોનો આધાર લીધો છે. પણ જ્ઞાનાવરણીય કર્મના ઉચ્ચ પ્રકારના ક્ષયોપશમ વિના આવું ભગીરથ કાર્ય સિદ્ધ થઈ શકે નહિ. વળી તે માટે તેમને દેવકૃપા અને ગુરુભગવંતોના આશીર્વાદની પણ સહાય રહી હશે. એમ કહી શકાય. આવો અણમોલ ગ્રંથ સૌને સુલભગ કરી આપવા માટે વિદુષી લેખિકાને અભિનંદન સહિત વંદન. આ સૂત્રસંવેદનાની શ્રેણીના નિર્માણમાં પૂ.સાધ્વીજી શ્રી જિનપ્રજ્ઞાશ્રીનું જે પ્રદાન છે તેનો પણ ઉલ્લેખ કરવો રહ્યો. તેમણે જ્ઞાન-ધ્યાનને સમર્પિત થઈને દીક્ષા જીવનને સાર્થક કરી બતાવ્યું છે. આ ઉપરાંત આ ભગીરથ કાર્યને પાર પાડવા માટે કેટલાય જ્ઞાત-અજ્ઞાત હાથ કામે લાગ્યા હશે તે સૌના કાર્યની અનુમોદના કરું છું. આ પુસ્તકો ડેમી કદમાં પાકા પુઠાનાં છે. કાગળો સારા અને છાપકામ સ્વચ્છ છે. એકંદરે પંદરસો પાનામાં પથરાયેલી સૂત્ર સંવેદના સાત ભાગોમાં વહેંચાયેલી છે. સૂત્રસંવેદનાનું મુખ પૃષ્ઠ સૂચક છે. તેનાં શેતરંગ વીતરાગતાનો દ્યોતક છે. મુખપૃષ્ઠ ઉપરની ઝળહળતી જ્યોતિ જ્ઞાનનું પ્રતીક છે. - કર્મના સમિધને હોમવા માટેનો જ્ઞાનયજ્ઞની જ્વાળા સમાન છે. તેની ઉંચે ઉઠતી શિખા આત્માના આરોહણની દિશા બતાવે છે. આવરણ ચિત્ર પણ વિચાર કરીને સહેતુક મૂકવામાં આવ્યું હશે એમ લાગે છે. સુહાસ' ૬૪, જૈનનગર , - ચંદ્રહાસ ત્રિવેદી અમદાવાદ-૩૮૦૦૦૭ તા. ૨૯-૮-૨૦૧૨ ફોન : ૨૬૬૨૦૬૧૦ Page #20 -------------------------------------------------------------------------- ________________ 19 પ્રાફિકથન ) આ પુસ્તકનો પાયો છે પરમતારક પરમશ્રદ્ધેય તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા. આજથી લગભગ ત્રણેક દાયકા પહેલા મારા ધર્મપિતા તુલ્ય પૂ. આ. વિજય ગુણયશસૂરીશ્વરજી મ. સા. તથા સન્માર્ગદાયક પૂ. આ. વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજાને મુંબઈ-લાલબાગ વંદનાર્થે જવાનું થયું. તે દરમ્યાન તપાગચ્છાધિરાજ પૂજ્યશ્રીનાં “લલિતવિસ્તરા' ગ્રંથ ઉપર પ્રવચનો ચાલતા હતાં. આ પ્રવચનો સાંભળ્યાં, પરંતુ ત્યારે મારી બુદ્ધિ એ વ્યાખ્યાનોને ઝીલે તેવી વિકસિત ન હતી કે સર્વેસર્વા હું સમજી શકું તો પણ આ ગ્રંથના આધારે “નમુત્યુનું' આદિ સૂત્રોના અર્થ સાંભળતા મને અત્યંત આશ્ચર્ય થતું. મને થયું, એક શબ્દના શું આટલા અને આવા અર્થ હોઈ શકે ? સુષુપ્ત મનમાં ત્યારથી તે તે સૂત્રોના અર્થ વિશેષથી જાણવાની ઈચ્છા સંગ્રહાયેલી હતી. . કાળક્રમે યોગ્ય ગુરનું સાંનિધ્ય મળ્યું. અનેક સાધકોની સહાય મળી. ગુરુકુલવાસમાં તે ગ્રંથના અધ્યયનની તક મળી, તે ગ્રંથોનો અભ્યાસ કરતાં જે કોઈ વિશેષ અર્થો જાણવા મળ્યા, તેના સ્મરણ માટે અને સમુદાયના સાધકોને ઉપયોગમાં આવે તે માટે સૂત્રોના અર્થમાં આવતી વિશેષ બાબતોની નોટ તૈયાર કરી. અભ્યાસ વર્ગને આ નોંધો ઉપકારક અને ઉપયોગી લાગતાં તેની ઘણાએ કોપી કરી અને કેટલીક શ્રાવિકા બેનોનો આ નોંધોને પુસ્તકરૂપે આકાર આપવાનો આગ્રહ થયો. . અનેકની વિનંતી, સૂચનો આદિને લક્ષમાં લઈ મારી મતિ પ્રમાણે ચૈત્યવંદનદેવવંદનમાં આવતાં સૂત્રો લલિતવિસ્તરા આદિ ગ્રંથોના આધારે તૈયાર કરી આપવાનો મેં નિર્ણય લીધો. તૈયાર થયેલ આ નોંધો સૂત્રસંવેદના ભા. ૨ રૂપે આજે પ્રકાશિત થઈ રહેલ છે. અનેકવિધ શાસ્ત્રોનો સહારો હોવા છતાં ગણધરરચિત આ સૂત્રોના સુયોગ્ય અર્થ કિરવાનું કાર્ય સહેલું નથી. અર્થ-નિર્ણય કરવામાં ઘણીવાર ખૂબ મનોમંથન કરવા છતાં અર્થની સ્પષ્ટતા થઈ શકી નથી. પંડિતવર્ય સુશ્રાવક શ્રી પ્રવીણભાઈ, શ્રીમયંકભાઈ આદિએ મને પોતાનો કિંમતી સમય ફાળવી મુંઝવતા પ્રશ્નોના સુંદર સમાધાનો સાથે અનેક સ્થળે તત્ત્વનો બોધ કરાવી નવી નવી દિશાઓ પણ બતાવી છે. આ સમયે હું તેમના ઉપકારને ભૂલી શકું તેમ નથી. 'લખાણ તૈયાર થયા પછી પણ તેમાં રહેલી ક્ષતિઓનું સંમાર્જન કરવું પણ અનિવાર્ય હતું. સન્માર્ગદાયક પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજ તથા પરાર્થસિક પૂજ્યપાદ ગણિવર શ્રીભવ્યદર્શનવિજયજી મ. સા. એ અનેકવિધ સંઘના કાર્યો Page #21 -------------------------------------------------------------------------- ________________ વચ્ચે પણ આ લખાણને જોઈ અનેક સ્થળે સૂચનો, સુધારા-વધારા કરાવી લખાણને ક્ષતિરહિત કરવા માટે સારો એવો શ્રમ લીધો છે. પોતાના ઘણાં મોટા કાર્યો વચ્ચે પણ મારા આવા ગ્રંથશોધનનાં નાના કાર્યને સ્વીકાર્યું, તે બદલ તેઓશ્રીના ઉપકારને તો ક્યારેય ભૂલી શકાય તેમ નથી ! નાદુરસ્ત દેહ છતાં તપાગચ્છાધિરાજ પૂજ્યપાદશ્રીના સામ્રાજ્યવર્તી પૂ. સા. શ્રી રોહિતાશ્રીજી મ. ના શિષ્યરત્ના વિદુષી પૂ. સા. શ્રીચંદનબાળાશ્રીજી મ. સાહેબે સાયંત પ્રફ રિડીંગનું કાર્ય કરી આપ્યું છે તથા જરૂરી સૂચનો કર્યા છે. તે બદલ તેમનો પણ આભાર માનું છું. આ ગ્રંથોના વાંચન-ચિંતન-મનનમાં સૌથી મહત્ત્વની પ્રેરણા અને પીઠબળ મને મારા પૂજ્ય ગુરુદેવ વિદુષીરત્ના પૂ. સા. શ્રીચંદ્રાનનાશ્રીજી મ. સા. તરફથી મળેલ છે. તેઓશ્રીએ માત્ર પ્રેરણા કરી છે, તેમ નહિ પરંતુ તે માટે જોઈતો સમય-સગવડતા અને સતત સહકાર આપી મને ઉત્સાહિત રાખવાનું કાર્ય તેઓશ્રી તરફથી થયેલ છે. તેમનો ઉપકાર તો મારાથી ક્યારેય ભૂલી શકાય તેવો નથી. સાચું કહું તો, આ કાર્ય મારું નથી. સમગ્ર સમુદાયથી સહિયારું થયેલું આ કાર્ય છે. આ કાર્યની પાછળ નાનાનાના સાધ્વીજી ભગવંતોનું પણ અનેક રીતે યોગદાન થયેલું છે. સૂત્રસંવેદના ભાગ-૧માં હું જણાવી ચૂકી છું કે સૂત્રોના કરાયેલ આ અર્થો સંપૂર્ણ નથી. ઘણા ઘણા અર્થો હજુ આ સૂત્રો અને તેના એક એક પદોના થઈ શકે છે. વિશેષજ્ઞો આવશ્યકનિયુક્તિ, લલિતવિસ્તરાદિ ગ્રંથોના માધ્યમે તેને વિશેષ જાણવાની જિજ્ઞાસા ઊભી રાખે. આમાં જે કોઈ અર્થો કર્યા છે, તેમાં ક્યાંય શાસ્ત્રવિરુદ્ધ અયથાર્થ ન લખાઈ જાય તે માટે શક્ય પ્રયત્ન કર્યો છે. આમ છતાં જ્ઞાનની ઊણપ, અભિવ્યક્તિની અનિપુણતા આદિ કારણે સાવ ક્ષતિમુક્ત આ લખાણ છે તેમ તો હું ન કહી શકું. શક્ય સર્વ કાળજી રાખવા છતાં અજ્ઞાન, પ્રમાદ કે અભિવ્યક્તિની અણઆવડતના કારણે આમાં શ્રીવીતરાગની આજ્ઞાવિરુદ્ધ જે કાંઈ લખાયું હોય તે માટે હું મિથ્યાદુષ્કૃત માંગુ છું અને અનુભવી બહુશ્રુતોને પ્રાર્થના કરું છું કે તેમની દૃષ્ટિમાં જે કાંઈ ક્ષતિ દેખાય તો વિના સંકોચે મને જણાવે. જેથી બીજી આવૃત્તિની વેળાએ તેના સુધારા શક્ય બને ! જેન મરચન્ટ સોસાયટી, રાજનગર. આ. સુ. ૧૫, વિ. સં. ૨૦૫૯ પરમવિદુષી પ્રશાંતમૂર્તિ પૂજ્યપાદ સા. શ્રીચંદ્રાનનાશ્રીજી મ. સા. ના શિષ્યા - સા. પ્રશમિતાશ્રીજી Page #22 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના ભા. ૧ - પ્રથમ આવૃત્તિના પ્રકાશકના હૈયાની વાતના અંશો - મોક્ષમાર્ગ ઉપર ચાલવા માટે જ પૂ. સાધ્વીજી ભગવંતે અમોને સૂત્રોના અર્થ કરાવ્યા હતા. તેઓશ્રીએ સૂત્રાર્થનું જ્ઞાન માત્ર શબ્દથી નહોતું કરાવ્યું, અર્થનું જ્ઞાન માત્ર માહિતી માટે નહોતું આપ્યું, પરંતુ આવશ્યક ક્રિયા દ્વારા આત્માને કેમ નિર્મળ બનાવવો તે શીખડાવવા આપ્યું હતું. તેઓશ્રી હંમેશા કહેતા કે, આ સૂત્રાર્થના જ્ઞાન દ્વારા તમારે ક્રિયા કરતાં કેવા ભાવો કરવા, કેવી સંવેદનાઓનો અનુભવ કરવો તે ખાસ સમજવાનું છે. તેમનું લક્ષ્ય હંમેશા ક્રિયાને આત્મલક્ષી બનાવવાનું રહેતું. ક્રિયા પૂર્વે આત્મશુદ્ધિનું કે મોક્ષપ્રાપ્તિનું પ્રણિધાન થાય તો જ ક્રિયા સુયોગ્ય બને - એમ તેઓશ્રી વારંવાર કહેતા. પણ... મોક્ષપ્રાપ્તિના પ્રણિધાનપૂર્વકની ક્રિયાઓ બતાવવી કઈ રીતે, તે અમારી મુંઝવણનો વિષય હતો. | મુંઝવણનો ઉકેલ સામે હતો, પરંતુ ક્ષયોપશમની અલ્પતાને કારણે મને તો વધુ મૂંઝવણ થતી હતી કે; હું આ અર્થને યાદ કઈ રીતે રાખ્યું અને એને ક્રિયા કરતા કઈ રીતે ઉપસ્થિત કરું ? તેથી પૂ. સાધ્વીજીભગવંતને વિનંતી કરી કે, આપ આ અર્થનું ભાવસભર લખાણ કરી આપો તો અમે એનું વારંવાર પઠન-મનન કરી શકીએ અને - તેના આધારે અમારો પ્રયત્ન પણ કંઈક સફળ બની શકે. કૃપાળુ ગુરુદેવે અમારી વિનંતીનો સ્વીકાર કરી લખાણ તૈયાર કરી આપ્યું. તેઓશ્રીએ જેટલી મહેનત કરી લખાણ કરી આપ્યું છે, તેટલી કે તેથી અધિક મહેનત જો ધર્મક્રિયામાં થાય તો યત્કિંચિત ઋણમુક્ત બની શકાય. આ સિવાય ઋણમુક્તિનો અન્ય ઉપાય જણાતો નથી. - પ્રત્યક્ષથી જેટલું મળ્યું છે, તેની સામે લખાણથી પ્રાપ્ત થતું જ્ઞાન જો કે ઘણું અલ્પ છે, તો પણ આ જ્ઞાન ઘણાને સન્ક્રિયામાં ઉપયોગી નીવડશે, તેમ વિચારીને જ મેં આ લખાણ પ્રકાશિત કરવાનો નિર્ણય લીધો છે. આ પ્રકાશનના માધ્યમે જે જ્ઞાન મને મળ્યું છે, તે જ્ઞાન અનેક તત્ત્વજિજ્ઞાસુઆત્મા સુધી પહોંચે અને તેઓ આનો વધુ લાભ ઉઠાવે તે જ અંતરની ઇચ્છા છે. સરલાબેન કિરણભાઈ શાહ “ઋષિકિરણ”, ૧૨, પ્રકૃતિકુંજ સોસાયટી, શ્રેયસ સ્કૂલ પાસે, અમદાવાદ-૧૫ ફોન : ૦૬૨૦૯૨૦ Page #23 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા ૪૦ ૧. ભૂમિકા ચૈત્યવંદન શું છે? ચૈત્યવંદન ધર્મના અધિકારી કોણ? ૪ ચૈત્યવંદનના સૂત્ર ભણવાના અધિકારી કોણ? બહુમાનભાવના પાંચ લક્ષણો ૮ વિધિપરાયણના પાંચ લક્ષણો ૧૦ ઉચિત પ્રવૃત્તિ કરનારના પાંચ લક્ષણો ૧૧ ચૈત્યવંદનને યોગ્ય ચિત્ત ચૈત્યવંદનના સૂત્રો કેવી રીતે બોલવા ચૈત્યવંદનના સૂત્રો ભણવાની વિધિ ૧૫ ૨. સકલકુશલવલ્લિ સૂત્ર પરિચય મૂળ સૂત્ર અન્વય સહિત શબ્દાર્થ સકલકુશલવલ્લિનો વિશેષાર્થ ૧૮ “પુષ્પરાવર્તમેઘોનો વિશેષાર્થ દુરિતતિમિરભાનુનો વિશેષાર્થ ૨૧ કલ્પવૃક્ષોપમાનનો વિશેષાર્થ ૨૨ ભવજલનિધિપોત’નો વિશેષાર્થ ૨૩ સર્વસંપત્તિ હેતુનો વિશેષાર્થ ર૪ | “સ ભવતુ.... શાંતિનાથ'નો વિશેષાર્થ ૩. જગચિંતામણિ સૂત્ર સૂત્ર પરિચય મૂળ સૂત્ર અન્વય સહિત સંસ્કૃત છાયા અને શબ્દાર્થ ર૯ | ઈચ્છાકારેણકનો વિશેષાર્થ ૩૧ | જગચિંતામણિ'નો વિશેષાર્થ ૩૨ “જગ-નાહ'નો વિશેષાર્થ ‘જગ-ગુરુનો વિશેષાર્થ “જગ-રફખણનો વિશેષાર્થ ૩૪ રક્ષકના ત્રણ પ્રકારો ૩૪ જગ-બંધવાનો વિશેષાર્થ : ૩૯ “જગ-સત્યવાહનો વિશેષાર્થ જગ-ભાવ વિઅકબણ'નો વિશેષાર્થ ૩૭ “અઢાવય-સંકવિએ સર્વનો વિશેષાર્થ કમ્પટ્ટ-વિણાસણનો વિશેષાર્થ ૩૮ “અપ્પડિહય-સાસણીનો વિશેષાર્થ . ૩૯ “ચઉવસંપિ જિનવર જયંતનો | વિશેષાર્થ કમ્પભૂમિહિ - નિચ્ચ વિટાણિનો વિશેષાર્થ ' ૪૧ જયઉ સામિય... સબે વિનો વિશેષાર્થ સત્તાણવઈ-સહસ્સા... પણમામિનો વિશેષાર્થ ૪. જે કિંચિ સૂત્ર સૂત્ર પરિચય મૂળ સૂત્ર અન્વય સહિત સંસ્કૃત છાયા અને શબ્દાર્થ જે કિંચિલોએનો વિશેષાર્થ ૪૮ જાઈ ... વંદામિનો વિશેષાર્થ - ૪૮ ૫. નમોડલ્થ શું સૂત્ર સૂત્ર પરિચય મૂળ સૂત્ર ૧૮ | Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ૧૧૭ અન્વય સહિત સંસ્કૃત છાયા અને શબ્દાર્થ નમોડલ્યુ ણનો વિશેષાર્થ ચાર પ્રકારની પૂજા “અરિહંતાણં'નો વિશેષાર્થ ભગવંતાણનો વિશેષાર્થ આઈગરાણનો વિશેષાર્થ તિસ્થયરાણનો વિશેષાર્થ સયંસંબુદ્ધાણં'નો વિશેષાર્થ પુરિમાણનો વિશેષાર્થ ઉત્તમ પુરુષોના દશ ગુણો ૬૯. “પુરિસ-સીહાણનો વિશેષાર્થ ૭૨ પરમાત્મા અને સિંહની તુલ્યતા ૭૨ પુરિવર પુંડરીયાણંનો વિશેષાર્થ ૭૪ કમળ સાથે પરમાત્માની સરખામણી પુરિસ-વર-ગંધ-હન્દી “લોગુમાણનો વિશેષાર્થ ૭૭ લોગનાહાણનો વિશેષાર્થ ૭૮ લોગઠિયાણનો વિશેષાર્થ • ૭૯ લોગ-ઈવાણનો વિશેષાર્થ ૮૧ લોગપજ્જો અગરાણનો વિશેષાર્થ ૮૨ અભયદયાણનો વિશેષાર્થ ૮૪ ભગવદ્ બહુમાન એ જ ભવનિર્વેદ ૮૪ ચકખુદયાણનો વિશેષાર્થ “મમ્મદયાણનો વિશેષાર્થ માર્ગાનુસારી જીવનાં ત્રણ લક્ષણો ૮૯ સરણદયાણનો વિશેષાર્થ બોદિયાણનો વિશેષાર્થ સમ્યગ્દર્શનના પાંચ લક્ષણો અભયાદિ ભાવોની વિવિધ પ્રકારે વિચારણા ધર્મદયાણનો વિશેષાર્થ ૧૦૧ ધમ્મદેસવાણનો વિશેષાર્થ ૧૦૨ “ધમ્મનાયગાણનો વિશેષાર્થ ૧૦૪ નાયકના મુખ્ય ચાર ગુણો ૧૦૪ ધમ્મસારહીણ'નો વિશેષાર્થ ૧૦૦ ધમ-વર-ચાઉરંત-ચક્કવટ્ટીર્ણનો વિશેષાર્થ ૧૦૮ “અપ્પડિહય-વર-નાણદંસણ-ધરાણનો વિશેષાર્થ ૧૦૯ વિયટ્ટ-છઉમાણનો વિશેષાર્થ ૧૧૧ જિણાણે જાવયાણનો વિશેષાર્થ ૧૧૧ તિષ્ણાણે તારયાણનો વિશેષાર્થ ૧૧૨ “બુદ્ધાણં બોહવાણનો વિશેષાર્થ ૧૧૨ “મુત્તાણું મોઅગાણનો વિશેષાર્થ ૧૧૨ “સબસૂર્ણ સવદરિસર્ણનો વિશેષાર્થ સિવ... ઠાણે સંપત્તાણનો વિશેષાર્થ ૧૧૫ નમો જિણાણે, જિઅભયાણનો વિશેષાર્થ “જે અ આઈઆ... વંદામિનો વિશેષાર્થ ૧૧૮ ૬. જાવંતિ ચેઈયાઈ સૂત્ર ૧૧૯ સૂત્ર પરિચય ૧૧૯ મૂળ સૂત્ર ૧૧૯ અન્વય સહિત સંસ્કૃત છાયા અને ૧૨૦ જાવંતિ... તિરિઅલોએ અનો વિશેષાર્થ ૧૨૦ ૭. જાવંત કે વિ સાહ ૧૨૨ સૂત્ર પરિચય મૂળ સૂત્ર અન્વય સહિત સંસ્કૃત છાયા અને શબ્દાર્થ “જાવંત... મહાવિદેહે અનો વિશેષાર્થ ૧૨૩ સલ્વેસિ... વિરયાણનો વિશેષાર્થ ૧૨૫ શબ્દાર્થ ૧૨૨ ૧૨૩ ૧૨૩ Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ | ૧૩૧ ૧૭૫ ૧૩૭ ૧૩૮ ૧૪3 વિશેષાર્થ ૮. ઉવસગ્ગહરં સૂત્રા ૧૨૭ દુમ્બખઓ...પણામકરણેણ સૂત્ર પરિચય ૧૨૭ નો વિશેષાર્થ મૂળ સૂત્ર ૧૨૯ સર્વમંગલ... શાસન અન્વય સહિત સંસ્કૃત છાયા અને નોવિશેષાર્થ ૧૭ર શબ્દાર્થ ૧૦. અરિહંતઈયાણં સૂત્ર - ૧૭૪ ઉવસગ્ગહર... આવાસનો સૂત્ર પરિચય ( ૧૭૪ વિશેષાર્થ મૂળ સૂત્ર વિસર-ફલિંગ-મંત... ઉવસામનો અન્વય સહિત સંસ્કૃત છાયા અને . . વિશેષાર્થ ૧૩૪ શબ્દાર્થ ૧૭૭ ચિટ્ટી... દુષ્પ-દોગચ્ચેનો અરિહંતચેઈયાણ કરેમિ કાઉસ્સગ્ગ' વિશેષાર્થ નો વિશેષાર્થ ૧૭૬ ‘તુહ સમ્મ... ઠાણનો વંદણવત્તિયાઓનો વિશેષાર્થ ૧૭૮ વિશેષાર્થ પૂઅણવરિયાએનો વિશેષાર્થ ૧૭૯ ઈએ સંથુઓ... જિણચંદનો સકારવત્તિયાએ' નો વિશેષાર્થ ૧૭૯ વિશેષાર્થ “સમ્માણવત્તિયાઓનો વિશેષાર્થ ૧૮૧ ૯. જયવીયરાય સૂત્ર બોરિલાભવત્તિયાઓનો (પ્રાર્થના સૂત્ર) ૧૮૨ સૂત્ર પરિચય નિસવસગ્ગવત્તિયાઓનો મૂળ સૂત્ર ૧૪૫ વિશેષાર્થ ૧૮૪ અન્વય સહિત સંસ્કૃત છાયા “સદ્ધાનો વિશેષાર્થ ૧૮૫ અને શબ્દાર્થ મેહાએનો વિશેષાર્થ ૧૮૭. “જયવીરાય. ભયવં'નો ધીઈએ'નો વિશેષાર્થ ૧૮૮ ૧૪૬ “ધારણાએ'નો વિશેષાર્થ, ૧૯૦. ભવનિāઓનો વિશેષાર્થ ૧૫૦ અણુપેહાએનો વિશેષાર્થ ૧૯૨ મગ્ગાણુસારિયાનો વિશેષાર્થ ૧૫ર વઠ્ઠમાણીએ)નો વિશેષાર્થ ઈક્રફલસિદ્ધીનો વિશેષાર્થ ૧૫૩ ઠામિ કાઉસ્સગ્ગનો વિશેષાર્થ ૧૯૪ લોગવિરુદ્ધચ્ચાઓનો વિશેષાર્થ ૧૫૭ ૧૧. કલ્યાણકંદં સૂત્ર લોકવિરુદ્ધ કાર્યોનો વિશેષાર્થ ૧૫૦ સૂત્ર પરિચય ૧૯૫ ગુરુજનપૂનો વિશેષાર્થ ૧૫૯ મૂળ સૂત્ર ૧૯૬ પરસ્થકરણે ચીનો વિશેષાર્થ ૧૩૦ અન્વય સહિત સંસ્કૃત છાયા અને “સુહગુરુજોગોનો વિશેષાર્થ ૧૦ર શબ્દાર્થ ૯૭ ‘તવયણ સેવણાનો વિશેષાર્થ ૧૦૫ કલ્યાણકંદ અણીદનો આભવમખંડાનો વિશેષાર્થ ૧૩૫ વિશેષાર્થ : ૧૯૮ વારિજ્જઈ... તુહ ચલણાર્ણનો પાસે પયાસ... સિવિદ્ધમાણનો વિશેષાર્થ ૧૬૭ | વિશેષાર્થ ૧૯૯ ૧૪૩ ૧૪૫ વિશેષાર્થ ૧૯૩ : ૧૫ Page #26 -------------------------------------------------------------------------- ________________ 5 ૨૦૨ ૨૩૩ ૨૪૦ ૧૪. ૨પ૧ અપાર-સંસાર... પત્તાનો પુફખરવર-દીવ. નમંસામિનો વિશેષાર્થ વિશેષાર્થ ૨૩૧ ‘સિવ રિંતુ સુફીસા નો તમ-તિમિર. મોહજાલીનો વિશેષાર્થ વિશેષાર્થ સર્વે નિણંદ... વિસાલકંદાનો જાઈ જરા... કરે પમાયનો વિશેષાર્થ વિશેષાર્થ નિવાણ-મગે વરજાણ કપંનો “સિદ્ધ ભો!... વધુનો વિશેષાર્થ વિશેષાર્થ ૨૪૪ પણાસિયાસેસ કુવાઈદÍનો “સુઅસ્ત ભગવઓ... વિશેષાર્થ . કાઉસ્સગ્ગનો વિશેષાર્થ ૨૫૦ મય જીણાર્ણ સરણે બુહાણનો સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર વિશેષાર્થ સૂત્ર પરિચય ૨૫૧ નમામિનિચ્ચે તિજગપ્પહાણનો વિશેષાર્થ રપર મૂળ સૂત્ર ‘ અન્વયે સહિત સંસ્કૃત છાયા અને કુંદિયું ગોખીર... પસત્યાનો શબ્દાર્થ ૨૫૩ વિશેષાર્થ “સિદ્ધાણં બુદ્ધાણં . ૧૨. સંસારદાવાનલ સ્તુતિ સવ સિદ્ધાણંનો વિશેષાર્થ ૨૫૪ સૂત્ર પરિચય “ - ૨૧૦ જો દેવાણ મહાવીરનો મૂળ સૂત્ર વિશેષાર્થ ૨૫૭ અન્વયાર્થ ઈક્કો વિ... નારિ વાનો સંસારદાવાનલ... ધીરંનો વિશેષાર્થ વિશેષાર્થ ઉર્જિતસેલ-સિહ રે ... ભાવાવનામ... પદાનિ તાનિનો નમંસામિનો વિશેષાર્થ રક0 વિશેષાર્થ ' ૨૧૮ “ચારિ અટ્ટ ... મમ દિસંતુનો બોધાગાધં.... સેતેનો વિશેષાર્થ ૨૧૯ | વિશેષાર્થ આમૂલાલોલ-ધૂલી... દેવી સારનો ૧૫. વેયાવચ્ચગરાણં સૂત્ર ૨૬૪ વિશેષાર્થ સૂત્ર પરિચય ૧૩. પુફખરવરદી સૂત્ર મૂળ સૂત્ર સૂત્ર પરિચય ૨૨૭ અન્વય સહિત સંસ્કૃત છાયા અને મૂળ સૂત્ર ૨૨૯ શબ્દાર્થ ૨૬૫ અન્વય સહિત સંસ્કૃત છાયા અને “વૈયાવચ્ચગરાણે કાઉસ્સગ્નનો ૨૨૯ વિશેષાર્થ ૨૩૫ ૧૬. ચૈત્યવંદનની વિધિ : ૨૬૯ , ૧૧ ૨૬૨ ૨૨૩ ૨૩૪ શબ્દાર્થ Page #27 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભ ગ્રંથસૂચિ ગ્રંથ કર્તા કર્મગ્રંથ-૧, ૨ ચૈત્યવંદન મહાભાષ્ય ધર્મસંગ્રહ દશવૈકાલિક સૂત્ર પ્રબોધટીકા પરમતેજ યોગશાસ્ત્ર શ્રાદ્ધ પ્રતિક્રમણ વદારૂ વૃત્તિ સૂત્રાર્થ વિચારણા લલીતવિસ્તરા ચૈત્યવંદન ભાષ્ય અધ્યાત્મસાર ઉવસગ્ગહર સ્તોત્ર શ્રી દેવેન્દ્રસૂરિ સિરિસંત સૂરિ પૂ. માનવિજયજી શ્રી શય્યભવસૂરિ અમૃતલાલ કાળીદાસ પૂ. ભુવનભાનુસૂરિ પૂ. હેમચંદ્રાચાર્ય . શ્રી દેવેન્દ્રસૂરિ શ્રી પ્રવિણભાઈ માતા શ્રી હરિભદ્રસૂરિ શ્રી દેવેન્દ્રસુરિ. મહામહોપાધ્યાય શ્રીયશોવિજયજી શ્રી જૈન સાહિત્ય વિકાસ મંડળ ગ્રંથ વિષય ' | સૂત્ર ક્રમ - ૧૧ ૧૨ - ૨૫ ૨૬ - ૩૨ સૂગ સંવેદના -૧ સામાયિકના સૂત્રો સૂત્ર સંવેદના - ૨ ચૈત્યવંદનના સૂત્રો સૂગ સંવેદના - પ્રતિક્રમણના સૂત્રો, સૂર સંવેદના -૪ વંદિતુ સૂત્ર સૂર સંવેદના -૫ આયરિય ઉવજઝાએથી સકલતીર્થ સુધીના સૂત્રો સૂત્ર સંવેદના -૧ | પ્રતિક્રમણના હેતુ, પૌષધનાં સૂત્રો, વિધિ અને હેતુ, પચ્ચMાણના સૂત્રો * સૂત્ર સંવેદના - ૭ | | સંતિક, સકલાર્વત, સ્નાતસ્યા, શ્રાવક અતિચાર, અજિત શાંતિ, મોટી શાંતિ | ૩૪ - ૪૭ ૪૮-પર પ૩-૫૮ Page #28 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા સૃષ્ટિ ઉપર સૌથી મોટો ઉપકાર અરિહંત પરમાત્માનો છે. અરિહંત ભગવંતે જો સન્માર્ગની સ્થાપના કરી ન હોત તો આ જગતમાં કોઈ જીવ થોડું પણ સુખ પ્રાપ્ત ન કરી શક્યો હોત. જગતના જીવો બાહ્ય કે અંતરંગ જે કોઈ પણ સુખ અનુભવે છે, તેમાં એક માત્ર કારણ છે - પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કરેલી ભગવંદુ વચનની આરાધના ભગવાનનાં સર્વ વચનો દુઃખના કારણભૂત રાગ-દ્વેષ આદિ દોષોનું દર્શન કરાવે છે અને સુખના સાધનભૂત સમતા આદિ ગુણોની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરાવે છે. સમતાને સાધી આપનારાં હિતકારી વચનોની ઉપેક્ષાને કારણે જ જગતના જીવો અનાદિકાળથી દુઃખી થઈ રહ્યા છે. પરમાત્મશાસનનાં પ્રત્યેક અનુષ્ઠાનો સમતાને પરમ લક્ષ્ય બનાવી તે માર્ગે ગતિ કરવામાં સહાયક બને છે. સમતાને સિદ્ધ કરવાના પરમાત્માએ અનેકવિધ ઉપાયો બતાવ્યા છે. તેમાં સૌથી મહત્ત્વનો ઉપાય સામાયિક છે. તે સામાયિક શું છે ? કઈ રીતે કરવું જોઈએ વગેરે વિગતો “સૂત્રસંવેદના ભાગ[૧માં જણાવી છે. સામાયિક જેવાં શુભાનુષ્ઠાનો દર્શાવવા દ્વારા અરિહંત પરમાત્માએ આપણા ઉપર જે અનન્ય ઉપકાર કર્યો છે, તે ઉપકારના સ્મરણાર્થે, તેમનામાં રહેલા ગુણોને સ્વમાં પ્રગટાવવા માટે તથા તેઓનાં વચનના પાલનના સામર્થ્ય માટે તેમને પુનઃ પુનઃ વંદના કરવામાં આવે છે જેને સામાન્યથી ચૈત્યવંદન કહેવાય છે. આ ચૈત્યવંદન શું છે ? તે કોણ કરી શકે ? તે માટે કયા સૂત્રોની જરૂર Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨. * સૂત્રસંવેદના-૨ પડે? તેના અર્થ અને ભાવાર્થ શું ? તે સૂત્રો બોલતા કેવી સંવેદના થવી, જોઈએ ? વગેરે વિગતો હવે આ “સૂત્રસંવેદના ભાગ-ર'માં જોવા મળશે. ચૈત્યવંદન શું છે ? : શ્રી અરિહંતપરમાત્માના અંતરંગ અને બાહ્ય લોકોત્તર સ્વરૂપને ઓળખી, તેનું સમ્યગૂ પ્રકારે જ્ઞાન મેળવી, તેમના વિશિષ્ટ ગુણોને પ્રાપ્ત કરવા, તે ગુણોની નજીક જવા, તે ગુણો સાથે તાદાત્મ ભાવ કેળવવા, પરમાત્મા પ્રત્યેના આદર અને બહુમાનપૂર્વક તેઓના વંદન માટે કરાતી મન-વચન-કાયાની વિધિપૂર્વકની શુભ પ્રવૃત્તિ એ જ ચૈત્યવંદન છે. અરિહંતપરમાત્માના લોકોત્તર સ્વરૂપને જણાવવા ગણધર ભગવંતોએ નમોત્યુ ' આદિ સૂત્રની રચના કરી છે. આ સૂત્રના શબ્દોને આત્મસાત્ કરી અર્થની વિચારણા કરતાં સાધક જેમ જેમ ચૈત્યવંદનની ક્રિયામાં આગળ વધે છે, તેમ તેમ પરમાત્માના એક એક ગુણો તેની નજર સમક્ષ તરવરવા લાગે છે. પરમાત્માના પરોપકારિતા, વીતરાગતા, સર્વજ્ઞતા, માર્ગદશકતા, અનંત કરૂણા, અચિંત્ય સામર્થ્ય આદિ ગુણો પ્રત્યે સાધકનો બહુમાનભાવ વધે છે. આ પરમાત્મા જ મારા પરમ સુખનું સાધન છે, તેમ તેને સ્પષ્ટ સમજાય છે. આના કારણે જ તેને પરમાત્મા પ્રત્યેની અંતરંગ પ્રીતિ પ્રગટે છે. સામાન્ય વ્યક્તિ સાથેની મૈત્રી કે પ્રીતિ પણ જો આનંદદાયક હોય તો ત્રણ જગતના નાથ, મહાકરૂણાના સાગર, અનંત ગુણોના માલિક પરમાત્મા સાથેની પ્રીતિ કેટલી આનંદદાયક હોઈ શકે ! તે તો જે માણે તે જ જાણે. આવા આનંદને માણનારા અને જાણનારા પૂ. આનંદઘનજી મહારાજા કહે છે કે “ઋષભ જિનેશ્વર પ્રીતમ મહારો, ઓર ન ચાહું રે કંત, રિયો સાહિબ સંગ ન પરિહરે, ભાંગે સાદિ અનંત.” “હે કષભદેવ પ્રભુ ! આપ જ મારા સાચા પ્રિયતમ છો. હવે આ દુનિયામાં હું બીજા કોઈ પતિને ઈચ્છતી નથી. કેમ કે, અન્ય પતિનો સંગ ક્યારે છૂટે તે ખબર પડતી નથી. જ્યારે તે સ્વામી ! તું એકવાર રીઝે અને મારા-તારો સંબંધ બંધાઈ જાય તો તે સંબંઘ સાદિ અનંતકાળ સુઘી છૂટતો નથી. એટલે તારા વિયોગનું દુ:ખ માટે કદી ભોગવવું પડતું નથી.” Page #30 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા પ્રીતિના માર્ગે આગળ વધતાં મુમુક્ષુને ભગવાન પ્રત્યે અનન્ય ભક્તિ જાગે છે. પરમાત્માની ભક્તિ સભર ચિત્ત તે પળોમાં એકદમ સ્વસ્થ અને શાંત બને છે. ચિત્ત શાંત બનતાં પ્રભુનાં વચનો સાથે અનુસંધાન સધાય છે. તેમાંથી વચનાનુસારી પ્રવૃત્તિ થાય છે અને વચનાનુસારી પ્રવૃત્તિમાં આગળ વધતાં ધ્યાતા એવો સાધક ધ્યેય સ્વરૂપ પરમાત્મા સાથે એકાકાર બને છે. ભક્તિની આ પળોમાં સાધક જે આત્મિક સુખની અનુભૂતિ કરે છે, તે અવર્ણનીય હોય છે. અનુભવનો આ આનંદ શબ્દથી કહેવો શક્ય નથી. છતાં અનુભૂતિની તે પળોમાં મહાપુરુષોને કેવો આનંદ હશે, તેની સાખ તેમના મુખમાંથી સરી પડેલા શબ્દો જ પૂરે છે. “હમ મગન ભયે પ્રભુ ધ્યાનમેં, ધ્યાનમેં ધ્યાનમેં બાનમેં; બિસર ગઈ દુવિધા તન-મનકી, અચિરાસુત ગુણ ગાનમેં; હરિહર બ્રહ્મ પુરંદર કી દ્ધિ, આવત નહિ કોઉ માનમેં; ચિદાનંદકી મોજ મચી છે, સમતારસ કે પાનમેં.... હમ મગન ભયે...” પરમાત્મા સાથે બંધાયેલો આવો સંબંધ તે લોકોત્તર સંબંધ છે. લૌકિક સંબંધથી ટેવાયેલા, રૂપ અને રૂપિયામાં આસક્ત થયેલા આત્માઓ માટે તો આવા સંબંધ બાંધવાની વાત તો દૂર રહી, પણ તેઓ આવા સંબંધને સમજી પણ નથી શકતા, પરંતુ જેઓ સંસારથી વિરક્ત બની અને આત્માને અભિમુખ થઈને આત્મિક આનંદને માણવા જ ચૈત્યવંદનની ક્રિયા કરતા હોય, તેઓ આ ક્રિયાના માધ્યમે પરમાત્મા સાથે તાદાત્ય સાધી આત્મિક સુખને પામી શકે છે. આથી જ દેવચંદ્રજી મહારાજાએ ઋષભદેવ ભગવાનના સ્તવનમાં કહ્યું કે - “પ્રીતિ અનંતી પર થકી જે તોડે તે જોડે એહ રે...” અનાદિકાલીન જડની પ્રીતિને કારણે સાધક આત્માઓને પણ પ્રારંભિક કક્ષામાં . તો પરમાત્મા સાથે તાદાત્મ કેળવવામાં ઘણા અવરોધો ઊભા થાય છે. પરંતુ સમજપૂર્વક સાધક જેમ જેમ તે જડ પ્રત્યેની આસક્તિને ઘટાડે છે, વૈરાગ્યાદિ ગુણોને કેળવે છે, તેમ તેમ પરમાત્મા સાથેનો નાતો સઘન બનતો જાય છે. જગત સાથેના તેના સંબંધો નબળા પડે છે. ચિત્તમાં ઉઠતી વૃત્તિઓ શાંત થતી જાય છે અને ધીમે ધીમે સાધક પરમાત્માના ગુણોની ઉપાસનારૂપ ભક્તિમાં આગળ વધે છે. ભક્તિની અમૂલ્ય પળોમાં તે સ્વ-પરનો ભેદ ભૂલી જાય છે. યત્કિંચિત્ પણ પરમાત્મા સાથે અભેદ ભાવને સાધતો સાધક આત્માનુભૂતિનો મહાઆનંદ માણી શકે છે. આત્માનુભૂતિના આ આનંદને તે જાણે છે, માણે છે, પણ કોઈને કહી શકતો નથી. માટે જ પૂ. ઉપાધ્યાયજી મહારાજે કહ્યું છે કે - Page #31 -------------------------------------------------------------------------- ________________ ૪ સૂત્રસંવેદના-૨ “પ્રભુ ગુણ અનુભવ રસ કે આગે, આવત નહીં કોઉ માનમેં... જિનહિ પાયા તિનહિ છિપાયા, ન કહે કોઉ કે કાનમેં; તાલી લાગી જબ અનુભવકી, તબ સમજે કોઉ સાનમેં.” નિશ્ચયનયની અપેક્ષાએ આ રીતે ધ્યેયની સાથે ધ્યાતાની જે એકરૂપતા તે જ વાસ્તવમાં ચૈત્યવંદન છે. પરમાત્માની આવી ભક્તિ પ્રાપ્ત થતાં સાધક સતત સુરક્ષિતતાનો અનુભવ કરે છે. આથી જ એક કવિએ કહ્યું છે કે, “નિર્ભય હવે હું છું, નાડ છે તુજ હાથમાં.” એક ક્ષણ પણ આવી સ્થિતિનો અનુભવ કરનાર સાધકનું અંતઃકરણ નિર્ભય, નિરિહ (ઇચ્છા વગરનું) અને નિરાકુળ બનતું જાય છે. તેને આત્માપરમાત્મા સિવાય ક્યાંય આનંદ દેખાતો નથી. કર્મકૃત જગતના નાટકનું તે માત્ર પાત્ર હોવાથી તેને તેમાં રાગ-દ્વેષ, હર્ષ-શોક, યશ-અપયશના દ્વંદ્વ રહેતાં. નથી. નિહઁ આનંદનો તે અનુભવ કરી શકે છે. ચૈત્યવંદનનું આ વાસ્તવિક ફળ છે. જેનું વર્ણન કરતાં મહામહોપાધ્યાયજીએ કહ્યું છે- - “ભક્ત વત્સલ પ્રભુ કરૂણા સાગર, ચરણ શરણ સુખદાઈ.” “જસ કહે ધ્યાન પ્રભુ કા ધ્યાવત, અજર અમર પદ પાઈ,” ‘દ્વન્દ્વ સકલ મીટ જાઈ'.... સખીરી આજ આનંદ કી ઘડી આઈ.” ચૈત્યવંદન ધર્મના અધિકારી કોણ ? : જગતના ભાવોથી પર થઈ પરમાત્મા સાથેના તાદાત્મ્યને સાધવાનું કાર્ય સહેલું નથી. માટે જ આ કાર્ય સર્વે કરી શકતા નથી, પરંતુ દેશિવરતિ1 આદિ ગુણસ્થાનકને પામેલા મહાસાત્ત્વિક સમ્યગ્દષ્ટિ જીવો જ વાસ્તવિક 1. ડ્રેસ સબ્બે ય તા, નિયમેળેતો પરિત્તિળો હોફ | રૂટરર્સી વીમિત્ત, ફત્તુ વ્વિય છેફ ફર્જીતિ રૂ।। जे देसविरइजुत्ता, जम्हा इह वोसिरामि कार्य सुच्चइ विरइए इमं ता सम्मं चिंतियव्यमिणं ।। १३ ।। યોગવિંશિકા 2. સમ્યગ્દષ્ટિ : વસ્તુના યથાર્થ સ્વરૂપને જેઓ જાણીને શ્રદ્ધા કરે છે, તેને સમ્યગ્દષ્ટિ કહેવાય છે. સમ્યગ્દષ્ટિ આત્મા સંસારને યથાર્થરૂપે જાણી શકે છે; આથી જ અસાર સંસાર ઉપ૨ તેને અભાવ થાય છે અને સંસારના યથાર્થ સ્વરૂપને જણાવનાર વીતરાગપરમાત્મા પ્રત્યે તેમની ભક્તિની ભાવના જાગે છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા રીતે પરમાત્મા સાથે એકાકાર બની શકે છે, આથી નિશ્ચયનયથી તેઓ જ ચૈત્યવંદન કરવાના મુખ્ય અધિકારી છે. પરમાત્માના ગુણોમાં તેઓ જ ઠરી શકે જેને પરમાત્માના ગુણોનું યથાર્થ જ્ઞાન હોય, જ્ઞાન પણ માત્ર બુદ્ધિના સ્તરનું નહિ, પરંતુ આંતરિક પ્રતીતિપૂર્વકનું હોવું જોઈએ. મિથ્યાદષ્ટિ જીવો પરમાત્માના ગુણોને આ રીતે જાણી કે અનુભવી શકતા નથી, તો તેઓ ભક્તિ તો કઈ રીતે કરી શકે ? તેથી પરમાત્મ ભક્તિ કરવા પરમાત્માના જરૂરી ગુણોને યથાર્થ રૂપે જાણવાની શક્તિરૂ૫ સમ્યગ્દર્શન જરૂરી છે. વળી, સમ્યગ્દષ્ટિ જીવો પણ ચારિત્રમોહનીયકર્મના ઉદયવાળા હોય તો તેઓ પોતાનાં મન, વચન, કાયાને બાહ્ય ભાવોમાં જતા અટકાવી પરમાત્મભાવમાં લીન થવારૂપ ગુપ્તિના પરિણામવાળા થઈ શકતા નથી. ગુપ્તિના પરિણામ માટે ચારિત્રમોહનીયકર્મના ક્ષયોપશમની જરૂર પડે છે અને તે વિરતિવંત જીવોમાં જ આવી શકે છે, આથી મન-વચન-કાયાને સ્થિર કરી પરમાત્માના ગુણો સાથે તાદાત્ય સાધવાનું સત્ત્વ વિરતિધરમાં જ હોય છે. આથી નિશ્ચયનયથી ચૈત્યવંદન ધર્મના અધિકારી વિરતિધર સમ્યગ્દષ્ટિ જીવો જ છે. અપુનબંધક અને અવિરત સમ્યગ્દષ્ટિ જીવોમાં વિરતિના આવા પરિણામો હોતા નથી તેથી તેઓને નિશ્ચયનય ચૈત્યવંદનના અધિકારી તરીકે સ્વીકારતો નથી. આમ છતાં પણ આવા જીવોનું મિથ્યાત્વ નબળું પડ્યું હોય છે અને કાંઈક અંશે નાશ પણ પામ્યું હોય છે તેથી તેમનું મન પણ બાહ્ય અને અત્યંતર સંસારથી કાંઈક અંશે વિરક્ત બન્યું હોય છે. તેઓમાં પણ શુદ્ધ આત્મસ્વરૂપને પ્રગટ કરવાની ઝંખના જાગી હોય છે. આ ભાવનાને ફળીભૂત કરવાનો ઉપાય પરમાત્માના વચનમાં છે. એવું તેઓ જાણે છે. આથી જ તેઓને પરમાત્મા પ્રત્યે ભક્તિ અને બહુમાનભાવ . નિશ્ચયનય પરમાર્થને - વસ્તુના યથાર્થ સ્વરૂપને જોનાર નય તે નિશ્ચયનય છે. જેમ કે, સાધુના વેશમાં રહેલ સાધુમાં પણ સાધુતા હોય તો જ આ સાધુ છે, તેમ નિશ્ચયનય કહે છે. 4. મિથ્યાદષ્ટિ : જે વસ્તુ જેવી છે તેવી જેઓ જોઈ શકતા નથી, હેય-ઉપાદેયાદિનો વિવેક કરી શકતા નથી, તેને મિથ્યાદૃષ્ટિ કહેવાય છે. ભૌતિક સુખસામગ્રી સદા રહેતી નથી અને સુખ પણ આપી શકતી નથી. આમ છતાં તેને મિથ્યાષ્ટિ જીવ શાશ્વત સુખ આપનાર માને છે. તથા સદા સુખ આપનાર ક્ષમાદિ ગુણો અને તેને પ્રાપ્ત કરાવનાર દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે ઉપેક્ષા કરે છે. આ જ તેનું મિથ્યાત્વ છે. 5. અપુનબંધક જે આત્મા મિથ્યાત્વ મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ (અને રસ) હવે પછી બાંધવાનો નથી, તે અપુનબંધક કહેવાય છે. Page #33 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૨ પ્રગટે છે. બોધની સૂક્ષ્મતાના અભાવે અને ચારિત્ર મોહનીયના તેવા પ્રકારના ઉદયને કા૨ણે તેઓ સંપૂર્ણપણે શાસ્ત્રાનુસારી ક્રિયા કરી શકતા નથી. છતાં તેઓની આ આભ્યાસિક ક્રિયાને વ્યવહારનય માન્ય રાખે છે અને તેથી જ આ નય અપુનર્બંધકાદિ જીવોને પણ ચૈત્યવંદનના અધિકારી તરીકે સ્વીકારે છે. અપુનર્બંધક જીવોને સ્થૂલ રીતે અને અવિરત સમ્યગ્દષ્ટિને સૂક્ષ્મ રીતે પરમાત્માના ગુણોનું જ્ઞાન છે, ગુણવાન એવા પરમાત્મા પ્રત્યે સમજ પ્રમાણે બહુમાનનો પરિણામ પણ હોય છે. આથી ગુણના બહુમાનસૂચક તેમણે કરેલ ચૈત્યવંદનની ક્રિયા સફળ થાય છે. તે સિવાયના જીવો કે, જેમને ભગવાનના ગુણોની પરખ કે, ભગવાનના ગુણો પ્રત્યે બહુમાનનો પરિણામ પણ નથી તેઓની ચૈત્યવંદનની ક્રિયાને પૂ.. આ. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ લલિતવિસ્તરા ગ્રંથમાં માયાચાર - એક પ્રકારના આડંબરરૂપ કહી છે, કેમ કે, ચૈત્યવંદનની આ ક્રિયા ગુણના બહુમાન ભાવને સૂચવનારી ક્રિયા છે. ગુણ પ્રત્યે બહુમાનના પરિણામ વિના બહુમાન સૂચક એવા ચૈત્યવંદનના સૂત્રોનું ઉચ્ચારણ સૂક્ષ્મ દૃષ્ટિથી જોતાં માયાચાર સ્વરૂપ જ બની રહે છે. જો કે આ વાત નિશ્ચયનયની છે. નિશ્ચયનયને માન્ય એવા અધિકારને જેઓ પામી શક્યા નથી, તેવા સાધકે આ વાત સાંભળી ગભરાઈ ન જવું. ભગવાન પ્રત્યે બહુમાનભાવ નથી, માટે અમારી ક્રિયા માયારૂપ છે, તેમ માની ક્રિયા કરવાનું છોડી પણ ન દેવું, પરંતુ પરમાત્માના ગુણોની પરખ થાય, તેમના પ્રત્યે ભક્તિ અને બહુમાનનો પરિણામ વધતો જાય તે માટે સુયોગ્ય ગુરુ પાસે અરિહંતની ઓળખ કરાવનારાં ‘નમોત્થ છું' આદિ સૂત્રો અને તેના અર્થ સાંભળવા, સાંભળ્યા પછી તેના ઉપર ખૂબ ઊંડું ચિંતન કરવું, વારંવાર તેનું પરિશીલન કરી આત્માને તે ભાવોથી ભાવિત કરવા સતત પ્રયત્ન કરવો. તે ભાવો માટે હૃદયપૂર્વક પરમાત્માને જ પ્રાર્થના કરવી અને સમ્યગ્ ચૈત્યવંદન કરવાની ભાવનાથી જ તેના અભ્યાસરૂપે વારંવાર ચૈત્યવંદન કરવું. આ રીતે વારંવાર ચૈત્યવંદન કરવાથી ધીમે ધીમે મોહનીય કર્મ નબળું પડે છે. બોધની નિર્મળતા પ્રાપ્ત થાય છે અને પરમાત્માના ગુણોની ઓળખ વધુ ગાઢ થતી જાય છે. પરિણામે ક્રિયા કરતાં કરતાં સૂક્ષ્મભાવો સુધી પહોંચી શકાય છે અને ક્રિયા કરવાના સંસ્કારો પડે છે. તેથી પ્રભુ સાથે તાદાત્મ્ય સાધવાના આશયથી સ્વચ્છ અંત:કરણથી • મન-વચન-કાયાની શક્તિનો પૂર્ણ ઉપયોગ કરી ચૈત્યવંદનનો અભ્યાસ ચાલુ રાખવો, પણ કદી ચૈત્યવંદન કરવાનું છોડી તો ન જ દેવું. Page #34 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા ચૈત્યવંદનની ક્રિયા સારી કરવાની ભાવના હોવા છતાં જેઓ તથા પ્રકારના મોહનીયાદિ કર્મના પ્રભાવે સારું ચૈત્યવંદન કરી શકતા નથી, તેવા આત્માઓનું આ ચૈત્યવંદન કંઈક અંશે શબ્દને અનુરૂપ ભાવવાળું ન હોવાથી માયારૂપ છે, છતાં આ ભાવ સુધી પહોંચવાનો તેનો સતત પ્રયત્ન, તે માટે ચૈત્યવંદન દ્વારા કરાતી મહેનત, માયાના સંસ્કારોને ઘટાડે છે, જ્ઞાન કરે છે અને માયાના દોષને નિરનુબંધ બનાવે છે. માટે આવા ભાવવાળાએ પણ ચૈત્યવંદન કરવાનું તો ચાલુ જ રાખવું જોઈએ. કેમકે, એનાથી પ્રભુના ગુણો પ્રત્યે બહુમાનભાવ પ્રગટ થાય છે. ક્રિયા છોડી દેવાથી તો ક્યારેય ભાવ આવવાનો નથી. ચૈત્યવંદનનાં સૂત્ર ભણવાનાં અધિકારી કોણ ? : પરમાત્માની ભક્તિ સ્વરૂપ ચૈત્યવંદનની ક્રિયાને સમ્યક અને ભાવપૂર્ણ બનાવવા માટે તે સૂત્રો અને તેના અર્થ જાણવા અનિવાર્ય છે. આથી એ પણ જાણવું પડશે કે, આ સૂત્રો. કે અર્થ ભણવા માટે યોગ્ય અધિકારી) કોણ છે ? " પ્રસ્તુતમાં ચૈત્યવંદનનો અધિકાર હોવાથી ચૈત્યવંદનનાં સૂત્રો ભણવા માટેના અધિકારીની વિચારણા કરવામાં આવે છે, પરંતુ કોઈ પણ સૂત્ર ભણવું હોય કે કોઈ પણ ધર્મક્રિયા સંબંધી જ્ઞાન મેળવવું હોય તો યોગ્યતાનો વિચાર કરવો અતિ જરૂરી છે, કેમ કે, યોગ્યતા મેળવ્યા વિના ઉત્તમ વસ્તુની પ્રાપ્તિ સફળ તો નથી થતી, પરંતુ કોઈક વાર અનર્થ પણ ઊભો કરે છે. આ યોગ્યતાને - જણાવતા પૂજ્યપાદ આચાર્ય હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે લલિતવિસ્તરા' ગ્રંથમાં નીચેનાં ત્રણ લક્ષણો જણાવ્યાં છે. (૧) અર્થી, (૨) સમર્થ, (૩) શાસ્ત્રથી અનિષિદ્ધ ૧. અર્થી અર્થી એટલે પ્રયોજનવાળો. તે તે ક્રિયા કરવાની અભિલાષાવાળો. ધિર્મ, અર્થ, કામ અને મોક્ષ પુરુષાર્થમાં જે ધર્મ પુરુષાર્થને જ વધુ મહત્ત્વ આપનારો .. 6. अर्थी समर्थः शास्त्रेणापर्युदस्तो धर्मेऽधिक्रियते, इति विद्वत्प्रवादः, धर्मश्चैतत्पाठादि, कारणे कार्योपचारात् । यद्यैवमुच्यतां के पुनरस्याधिकारिण इति ? उच्यते, - एतद्बहुमानिनो, विधिपरा, उचितवृत्तयश्च । अर्थी = धर्माधिकारी प्रस्तावात् तदभिलाषातिरेकवान् समर्थो = निरपेक्षतया धर्ममनुतिष्ठन्न कुतोऽपि तदनभिज्ञाद् बिभेति शास्त्रेणापर्युदस्तः = आगमेन अप्रतिकुष्टः । स च एवं लक्षणो य : (१.) त्रिवर्गरूपपुरुषार्थचिन्तायां धर्ममेव बहुमन्यते, (૨) દત્તોપરનોવોર્વિધારો, (३.) ब्राह्मणादिस्ववर्णोचितविशुद्धवृत्तिमांश्चेति - ललितविस्तरा Page #35 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૨ હોય, તે જીવ ધર્મનો અર્થી કહેવાય છે. આવી જ રીતે, શાસ્ત્રકારોએ સૂત્ર ભણવાનો અર્થી તેને કહ્યો છે, ૧. જે સૂત્ર પ્રરૂપક ગુરુનો વિનય કરનાર હોય, ૨. સમ્યગ્ પ્રકારે ગુરુભગવંત પાસે તે તે સૂત્રાદિને જાણવા માટે આવેલો હોય અને ૩. જે વાત ન સમજાય તેને જિજ્ઞાસાવૃત્તિથી પૂછતો હોય. ૨. સમર્થ : સમર્થ હોવું એટલે સક્ષમ હોવું. અનુષ્ઠાન માટે શાસ્ત્રમાં જે વિધિ બતાવી હોય તે વિધિના પાલનની ક્ષમતા અને તત્પરતાવાળા હોવું. વિધિમાર્ગના સેવનમાં દૃઢ રહી લોક શું કહેશે તેનો વિચાર ન કરવો. વળી તે માર્ગનું સેવન કરતાં ક્યારેક અબુધ કે અધર્મી એવા સ્વજનો અણગમો વ્યક્ત કરે કે અશિષ્ટ અને અજ્ઞાની લોકો નિંદા કરે તો તેના ભયથી આત્મહિતકર ક્રિયાનો ત્યાગ ન કરવો, પરંતુ તે સર્વની ઉપેક્ષા કરી, શાસ્ત્રવિધિ અનુસાર કાર્ય કરવા તત્પર રહેવું આ જ સમર્થતા છે. ૩. શાસ્ત્રથી અનિષિદ્ધ : જેને શાસ્ત્રકારોએ ધર્માચરણ માટે અયોગ્ય ગણ્યો હોય તે શાસ્ત્રથી નિષિદ્ધ કહેવાય. શાસ્ત્રકારો કહે છે, જેઓ પોતાના કુળને કલંક લાગે, પોતાના આત્માનું અહિત થાય તેવું આલોક્ર પરલોક વિરુદ્ધ કાર્ય કરનાર આત્માઓ ધર્મ માટે અયોગ્ય છે. કેમ કે, આવા આત્માઓને ધર્મનું પ્રદાન કરવાથી તેના નિમિત્તે ધર્મની નિંદા થવાની શક્યતાઓ છે. આથી ધર્મ કરનાર આત્મા પોતાના કુળને જે ઉચિત હોય તે પ્રકારે જ જીવન વ્યવહાર કરનાર જોઈએ. સૂત્ર ભણવારૂપ ધર્મના અધિકારી માટે અર્થી-સમર્થ અને શાસ્ત્રથી અનિષિદ્ધ એવાં જે લક્ષણો બતાવ્યાં, તે તેવા જીવોમાં જ ઘટે કે, જેમને સૂત્રાદિ પ્રત્યે બહુમાનનો પરિણામ હોય, જેમનામાં સૂત્ર અને અર્થ ભણવાની શાસ્ત્રમાં બતાવેલી વિધિનું પાલન કરવાની તત્પરતા હોય અને જેનો જીવન વ્યવહાર ઔચિત્યપૂર્ણ હોય. જગતમાં પણ જોવા મળે છે કે, જે જીવ જેનો અર્થી હોય તે જીવ તેના પ્રત્યે બહુમાનભાવવાળો હોય જ છે. વળી તે કાર્ય માટે સમર્થ તે જ જીવ કહેવાય છે કે, જેનામાં કાર્ય જે રીતથી થતું હોય તે પ્રકારે કરવાની તત્પરતા હોય. ઉપરાંત કાર્ય માટે નિષેધ પણ તેનો જ કરાતો નથી કે, જેનો અન્ય વ્યવહાર પણ યોગ્ય દેખાતો હોય. સૂત્રાદિ ધર્મ પ્રત્યે આપણા હૈયામાં બહુમાનનો પરિણામ છે કે નહીં, તેની ચોક્સાઈ માટે શાસ્ત્રકારોએ નીચે મુજબ તેનાં પાંચ લક્ષણો બતાવેલ છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા બહુમાનભાવનાં પાંચ લક્ષણો: ૧. તત્કથાપ્રીતિ એટલે ચૈત્યવંદનની કથા પ્રત્યેની પ્રીતિ. જે વ્યક્તિને, જે વસ્તુ પ્રત્યે બહુમાનભાવ હોય છે, તે વ્યક્તિને તે વસ્તુની કથા-વાતો કરવામાં કદી કંટાળો આવતો નથી, તેમ ચૈત્યવંદનનાં સૂત્રો ભણનાર કે ચૈત્યવંદનની ક્રિયા કરનારને પણ ચૈત્યવંદનનાં સૂત્ર કે અર્થવિષયક વાત કરતાં થાક કે, કંટાળો ન આવે પણ આનંદ આવે તો સમજવું કે, તેને ચૈત્યવંદનાદિ પ્રત્યે બહુમાન છે. આવા બહુમાનવાળો ચૈત્યવંદનનો અર્થી કહેવાય છે. ૨. નિંદાનું અશ્રવણ : એટલે ચૈત્યવંદન સંબંધી નિંદા ન સાંભળવી. જે વસ્તુ ગમે છે, તેની કોઈ નિંદા કરે તો તે શબ્દો સાંભળવા ગમતા નથી, તેમ ચૈત્યવંદન કે તેનાં સૂત્રો પ્રત્યે બહુમાનવાળા આત્માઓ પણ ચૈત્યવંદન, ચૈત્યવંદન બતાવનાર અને કરનાર કે તેનાં સૂત્રવિષયક નિંદા સાંભળી શકતા નથી. - ૩. નિંદક ઉપર દયા : ચૈત્યવંદનનાં સૂત્રો પ્રત્યે બહુમાનભાવવાળી વ્યક્તિને ચૈત્યવંદનની નિંદા કરનાર વ્યક્તિ ઉપર દયા આવે. એ એવું વિચારે કે - “આને બિચારાને આવી કિંમતી વસ્તુની કોઈ કદર નથી, આવી ઉત્તમ - વસ્તુથી આ જીવ વંચિત રહે છે ઉપરથી નિંદા કરી સંસારનું પરિભ્રમણ વધારે છે. આને આ સૂત્રોની, આ ક્રિયાની મહત્તા સમજાય તો સારું.’ આ રીતે તે તેની ભાવદયા વિચારે. ૪. ચિત્તન્યાસ એટલે ચિત્તને ચૈત્યવંદનની ક્રિયામાં સ્થિર કરવું. “જે વસ્તુ ગમે, ત્યાં મન ભમે' - આવી લોકોક્તિ છે, તે બરાબર છે. જે વસ્તુ કે જે વ્યક્તિ જેને ગમી જાય છે તેને તેના ચિત્તને ત્યાં લઈ જવા મહેનત કરવી પડતી નથી, પરંતુ ચિત્ત ત્યાં સ્થિર થઈ જ જાય છે; તેમ ચૈત્યવંદનનાં સૂત્ર કે અર્થ પ્રત્યે બહુમાનવાળા આત્માનું ચિત્ત તે તે સૂત્રો અને તેના અર્થમાં સહજતાથી સ્થિર થાય છે. ૫. પરા જિજ્ઞાસા એટલે શ્રેષ્ઠ કક્ષાની જિજ્ઞાસા. એકવાર મન જ્યાં ચોંટ્યુ તવિષયક અનેક પ્રશ્નો મનમાં ઊઠે છે, તેની માહિતી મેળવવાની ઈચ્છા સહજ થયા કરે છે. તે જ રીતે ચૈત્યવંદનનાં સૂત્રો પ્રત્યે બહુમાનવાળા આત્માને પણ ચૈત્યવંદન વિષયક ઊંડું જ્ઞાન મેળવવાની તીવ્ર ઈચ્છા હોય છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૨ જ્યાં અર્થીપણું હોય ત્યાં બહુમાનભાવને પ્રગટ કરતાં આ લક્ષણો સ્વાભાવિક જોવા મળે છે. આ પાંચ લક્ષણો દ્વારા ચૈત્યવંદન ઉપર કે ચૈત્યવંદનનાં સૂત્રો ઉપર અને ચૈત્યવંદનનું અનુષ્ઠાન બતાવનાર અરિહંત પ્રભુ ઉપર બહુમાન છે કે નહિ તે જાણી પછી યોગ્ય આત્માઓને સૂત્રાદિનું પ્રદાન કરવું જોઈએ. સૂત્રાદિ માટે સમર્થ તે જીવ ગણાય છે કે, જેઓ વિધિમાર્ગમાં પરાયણ હોય. સૂત્રાદિ ધર્મ માટે તમે સમર્થ છો કે નહિ, તેને જાણવા માટે શાસ્ત્રમાં વિધિપરાયણનાં આ પાંચ લક્ષણો જણાવ્યાં છે. વિધિપરાયણનાં પાંચ લક્ષણો : ૧. ગુરુવિનય : ઈષ્ટ વસ્તુ જેમની પાસેથી મળી શકે એમ હોય તે વ્યક્તિ પ્રત્યે સંસારીજીવો ઉચિત વિનય આદિ વ્યવહાર કરતા હોય છે; તેમ સમર્થ સાધક ચૈત્યવંદનના સૂત્ર આદિ જેમની પાસેથી શીખવા મળે છે તે સદ્ગુરુ ભગવંતો પ્રત્યે ઉચિત વિનય જાળવતો હોય છે. ૨. સત્કાલ અપેક્ષા : એટલે ચૈત્યવંદન કરતાં તેના યોગ્ય કાળની અપેક્ષા રાખવી. જગતમાં જે વસ્તુ જે કાળે કરવાની હોય તે વસ્તુનો અર્થી તે કાળે જ તેમાં પ્રયત્ન કરતો હોય છે; જેમ ધાન્યનો અર્થી વર્ષાકાલમાં ખેતી માટે યત્ન કરે છે, તે જ રીતે ચૈત્યવંદનનાં સૂત્રો કે અર્થ ભણવાની ઈચ્છાવાળો આત્મા પણ ભણવા માટેનો જે સુયોગ્ય કાળ હોય તે કાળે જ ભણવાની ઈચ્છાવાળો હોય અર્થાત્ અકાળે-અસઝાયના સમયે અધ્યયન ન કરે અને કાળે અવશ્ય અધ્યયન કરે તે સત્કાલની અપેક્ષા છે. આ રીતે સમય જાળવનાર જ ચૈત્યવંદન માટે સમર્થ ગણાય. ૩. ઉચિત આસન એટલે બેસવા માટેની યોગ્ય મુદ્રા. સૂત્ર ગ્રહણની વિધિમાં પરાયણ આત્માઓ, શ્રુત ગ્રહણ માટે જે યોગ્ય આસન હોય, તે આસન બરાબર જાળવતા હોય છે. ૪. યુક્તસ્વરતા : એટલે ચૈત્યવંદનના સુત્રને ઉચ્ચારવાનો યોગ્ય સ્વર. વ્યવહારને જાણનારા વ્યવહારમાં જે પ્રસંગે જે રીતે બોલવું યોગ્ય હોય તે રીતે જ બોલે છે, તેમ વિધિપરાયણ આત્મા પણ ચૈત્યવંદનનાં સૂત્રો હૃસ્વ, દીર્ઘ, જોડાક્ષર આદિનું ધ્યાન રાખવાપૂર્વક અસ્મલિત આદિ પ્રકારે ઉપયોગ પૂર્વક અને કોઈને ભક્તિમાં વિઘ્ન ન થાય અને પોતાના ભાવો પણ જળવાઈ રહે તે રીતે Page #38 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા ઉચ્ચસ્વરે બોલ્યા વગર કે ગણ ગણ કર્યા વગર ગંભીર અને મંદ સ્વરે બોલે છે. ૫. પાઠોપયોગ : એટલે સૂત્રો બોલતા હોય ત્યારે મન તેમાં જ પરોવાયેલું રાખવું. વિધિપરાયણ આત્માઓ ચૈત્યવંદનનાં સૂત્રો બોલતા હોય ત્યારે તેમાં જ ઉપયોગવાળા હોય, પરંતુ તે સિવાય જ્યાં-ત્યાં ઉપયોગવાળા હોતા નથી. વિધિપરાયણ આત્માઓમાં આ પાંચ લક્ષણો જોવા મળે છે. આ લક્ષણો દ્વારા સામો જીવ સૂત્રાદિ માટે સમર્થ છે કે નહિ તેની તપાસ કરી તેને સૂત્રાદિનું પ્રદાન કરાય છે. ૧૧ સૂત્રાદિ ધર્મ પ્રત્યે બહુમાનવાળા આત્માઓ વિધિમાં પરાયણ હોય છે અને વિધિમાં પરાયણ આત્મા હંમેશા આલોક અને પરલોક સંબંધી કાર્યમાં પોતાના ઔચિત્યનો વિચાર કરીને જ પ્રવૃત્તિ કરતા હોય છે. સૂત્ર ગ્રહણ કરનાર આત્મામાં આવું ઔચિત્ય છે કે નહિ તેનો નિર્ણય કરવા શાસ્ત્રમાં ઉચિત પ્રવૃત્તિનાં આ પાંચ લક્ષણો જણાવ્યાં છે. ઉચિત પ્રવૃત્તિ કરનારના પાંચ લક્ષણો : ૧. લોકપ્રિયતા :નાના-મોટા સર્વ પ્રત્યે ઉચિત વ્યવહાર કરનારને સૌ કોઈ ઈચ્છે છે. તેની હાજરી સૌને આનંદદાયક બને છે. આથી જ ઔચિત્ય પાલન સર્વ ગુણોમાં શ્રેષ્ઠ ગુણ કહ્યો છે. ઔચિત્યપાલક જીવ જ લોકપ્રિય બની શકે છે. औचित्यं परमं बन्धु, रौचित्यं परमं सुखम् । धर्मादिमूलमौचित्य- मौचित्यं जन मान्यता ।। योगसार - ५-११ અર્થ : ઔચિત્ય (ગુણ) એ શ્રેષ્ઠ ભ્રાતા છે, ઔચિત્ય શ્રેષ્ઠ સુખ છે, ધર્મનું મૂળ ઔચિત્ય છે અને ઔચિત્ય જ લોકમાન્યતા પ્રાપ્ત કરાવે છે. औचित्यं ये विजानन्ति, सर्व कार्येषु सिद्धिदम् । सर्वप्रियंकरा ये च ते नरा विरला जने ।। योगसार - ५-१० અર્થ : સર્વ કાર્યમાં સિદ્ધિ અપાવનાર ઔચિત્યને જેઓ જાણે છે અને જેઓ સર્વનું પ્રિય કરનારા છે, તેવા મનુષ્યો આ લોકમાં વિરલ (થોડા) જ છે. ૨. અનિંદિત ક્રિયા : ઔચિત્યને સમ્યગ્ પ્રકારે જાણનારા આત્માઓ લોક નિંદાનું કારણ બને તેવી હિંસા, પરસ્ત્રીગમનાદિ પ્રવૃત્તિ કદી કરતા નથી. ૩. સંકટમાં ધૈર્ય : સ્વઔચિત્યને સમજનાર આત્મા જ સેંકડો વિઘ્નો કે, સંકટો આવે તો પણ મનમાં ધીરજ રાખી શકે છે અને પ્રતિકૂળતામાં પણ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૨. સૂત્રસંવેદના-૨ મનને પ્રસન્ન રાખી શકે છે. તેઓ વિઘ્નો આવતાં પોતાના કર્તવ્યથી કે ધર્મથી લેશ પણ ચલિત થતા નથી. ધીરજ ખોઈ વિહ્વળ બની જવું એ એક અનુચિત પ્રવૃત્તિ છે અને સત્વહીનતાનું પ્રદર્શન છે. સત્ત્વહીન પુરુષો જ સંકટમાં સ્વકર્તવ્યનો વિચાર છોડી પરને ગુનેગાર ગણે છે. આવી અધીરાઈ કે સત્ત્વહીનતા ઉચિત પ્રવૃત્તિ કરનાર જીવમાં હોતી નથી. ૪. શક્તિપૂર્વકનો ત્યાગ : શક્તિ અનુસાર ત્યાગ કર્યા વિના ઔચિત્યયુક્ત જીવન જીવી શકાતું નથી, આથી ઔચિત્યસભર જીવ પ્રામાણિકપણે પોતાની શક્તિનો વિચાર કરીને ધર્મનો સ્વીકાર કરે છે, તેથી શક્તિથી ઉપરવટ જઈને : પણ કોઈ કાર્ય કરતો નથી અને શક્તિથી ઓછું કાર્ય પણ કરતો નથી. ૫. લબ્ધલશ્યતા : એટલે લક્ષ્ય નક્કી કરી તે પ્રમાણે જ ક્રિયા કરવી. સાંસારિક ક્ષેત્રમાં સર્વત્ર જણાય છે કે, જે વ્યક્તિનું લક્ષ્ય નક્કી હોય છે, તે વ્યક્તિ પોતાના લક્ષ્યને અનુરૂપ ઉચિત ક્રિયાઓ કરે છે. તેવી જ રીતે જે વ્યક્તિનું મોક્ષપ્રાપ્તિનું - શુદ્ધ આત્મસ્વરૂપને પ્રગટ કરવાનું લક્ષ્ય નક્કી હોય તે જ વ્યક્તિ સર્વત્ર પોતાના લક્ષ્યને અનુરૂપ કષાયને સ્પર્યા વગર ઉચિત પ્રવૃત્તિ કરી શકે છે. માટે લબ્ધલક્ષ્ય વ્યક્તિ ચૈત્યવંદનનો અધિકારી ગણાય છે. શુદ્ધ ચૈત્યવંદન કરવાની ઇચ્છાવાળા દરેક સાધકે આ પંદરે પંદર ગુણો પ્રાપ્ત કરવા અવશ્ય પ્રયત્ન કરવો જોઈએ. ' ચૈત્યવંદનને યોગ્ય ચિત્ત ચૈત્યવંદનના પ્રારંભ પૂર્વે ચૈત્યવંદન ક્રિયા યોગ્ય માનસિક સ્થિતિનું નિર્માણ કરવા સાધક વિચારે કે, “અરિહંતની વંદના સ્વરૂપ આ ચૈત્યવંદન ચિંતામણિરત્ન અને કલ્પવૃક્ષથી પણ અધિક છે કેમ કે, ચિંતામણિરત્ન અને કલ્પવૃક્ષ તો પરિમિત અને અલ્પકાલિન ભૌતિક સુખ આપી શકે છે. જ્યારે આ ચૈત્યવંદના તો અપરિમિત અને અનંતકાળ રહેનાર આત્મિક સુખ આપે છે. વળી, પરમાત્માને કરેલી વંદના સકળ કલ્યાણનું કારણ છે. મિથ્યાત્વરૂપી જળથી ભરેલા અને અનેક કુમતરૂપી જળચર જીવોથી વ્યાપ્ત આ સંસારસમુદ્રમાં આમથી તેમ અથડાતા વિકલ્પોના વમળમાં ફસાતા, આપત્તિના ખડકો સાથે અથડાતા, આયુષ્ય પણ જ્યાં ક્ષણ-બે ક્ષણમાં વિનાશ પામી શકે તેવું છે, એવા સંસારમાં મનુષ્યપણું પ્રાપ્ત કરીને પણ ઘણાં જીવોને જે પ્રાપ્ત થયું નથી તે પરમાત્માનું વંદન મારા કોઈ પરમ ભાગ્યોદયથી આજે મને પ્રાપ્ત Page #40 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા થયું છે. ખરેખર આજે ધન્ય બન્યો છું ! આજે હું કૃતાર્થ થયો છું. આ જગતમાં કરવા યોગ્ય કૃત્ય હોય તો આ જ છે, આના સિવાય કાંઈ જ કરવા યોગ્ય નથી.” ચૈત્યવંદનનાં સૂત્રો કેવી રીતે બોલવાં : ચૈત્યવંદન કરતાં પૂર્વે અંતરને ભાવિત કરી, રોમાંચિત બની સાધક ત્રણ જગતના ગુરુ એવા પરમાત્મા પર આંખ અને અંતરને સ્થિર કરી સતત વૃદ્ધિ પામતા શુભ ભાવપૂર્વક અસ્મલિત આદિ ૧૭ ગુણથી યુક્ત લેશ પણ દોષ ન લાગે તે પ્રકારે ચૈત્યવંદનવિષયક સૂત્રો બોલે. સૂત્રના શુદ્ધ ઉચ્ચારણ માટે અનુયોગદ્વાર નામના આગમગ્રંથમાં નિમ્નોક્ત ૧૭ મુદ્દા દ્વારા પ્રકાશ પાથરવામાં આવ્યો છે, ૧. સિવિરવયં (શિક્ષિતશીખેલ) સૂત્ર આદિથી અંત સુધી શબ્દથી અને અર્થથી શીખેલું જોઈએ. ૨. કિ (ચિત—સ્થિર થયેલું) શીખ્યા પછી ભૂલાય નહિ તે માટે સૂત્ર સ્વાધ્યાય દ્વારા હૃદયમાં સ્થિર કરેલું જોઈએ. ૩. નિયે (નિવમૂકધારણાથી જીતેલું) સ્વાધ્યાય કરતી વખતે અથવા કોઈ બોલવાનું કહે કે તરત જ આદિથી અંત સુધી અખંડિત અને અખ્ખલિત રીતે સૂત્ર બોલી શકાય તે રીતે તૈયાર હોવું જોઈએ. ૪. મિર્ચ (મિત—અક્ષરોની સંખ્યાથી માપેલું) સૂત્રના પદો તેમજ ગુરુ-લધુ અક્ષરસંખ્યા નિશ્ચિતપણે જાણેલી હોવી જોઈએ. ૫. ઘરનાં (પરિનિત—બધી રીતે આત્મસાત્ કરેલું) સૂત્ર આનુપૂર્વી અને પચ્ચાનુપૂર્વીથી વારંવાર યાદ કરેલ તેમજ પહેલેથી, છેલ્લેથી કે વચ્ચેથી એમ ગમે ત્યાંથી શરૂ કરીને બોલી શકાય એ રીતે તૈયાર કરેલું જોઈએ. - તેમાં આનુપૂર્વી એટલે નમો અરિહંતાણં, નમો સિદ્ધાણે, નમો આયરિયાણં.. એવો સીધો ક્રમ અને પશ્ચાનુપૂર્વી એટલે નમો આયરિયાણં, નમો સિદ્ધાણં, નમો અરિહંતાણં. એમ ઊંધો ક્રમ. ૬. નામ (નામસમ=પોતાના નામની જેમ યાદ રાખેલું) સૂત્રને પોતાના નામની જેમ યાદ રાખેલું હોવું જોઈએ એટલે કે, ઊંઘમાંથી ઊઠીને કે અચાનક , પણ બોલી શકાય એવી રીતે યાદ રાખેલું હોવું જોઈએ. ૭. વોસમ (ઘોષસમ=જે અક્ષરોનો જેવો ઘોષ હોય તેવા જ ઘોષથી સ્પષ્ટ Page #41 -------------------------------------------------------------------------- ________________ ૧૪ - સૂત્રસંવેદના-૨ ઉચ્ચારણ થવું, ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત એમ ત્રણ પ્રકારના ઘોષ છે. ગુરુએ બતાવ્યા પ્રમાણે ઉદાત્ત, અનુદાત્ત, સ્વરિતના યથોક્ત ઉચ્ચારણપૂર્વક સૂત્રોચ્ચાર શીખવો જોઈએ. ૮. અહીવર (મહીનાક્ષરઓછા અક્ષરોવાળું નહિ) સૂત્ર પૂરેપૂરા અક્ષરો સાથે બોલાતું હોય, એક પણ અક્ષર ઓછો ન બોલવો જોઈએ. ' ૯. મગ્નવરં (બનત્યક્ષર=અધિક અક્ષરોવાળું નહિ) સૂત્રોમાં હોય એટલા જ અક્ષરો બોલાતા હોય, એક પણ અક્ષર વધારે ન બોલાવો જોઈએ.' ૧૦. બ્રાઉદ્ધવશ્વરં (શવ્યાવિદ્ધાક્ષરમૂઆડું અવળું મરડ્યા વિનાનું) આડીઅવળી મરડીને મૂકેલી રત્નમાળામાં આડા અવળાં થઈ ગયેલાં રત્નોની જેમ સૂત્રના અક્ષરો આડા અવળાં કર્યા વગર સૂત્ર વ્યવસ્થિત રીતે તૈયાર કરેલું જોઈએ. ૧૧. સર્વાર્ષિ (મસ્વરુત=સ્મલના રહિત) જ્યાં અટકવાની જરૂર નથી ત્યાં જરા પણ અટક્યા વિના, વચમાં એ.. ... ન થાય એ રીતે બોલી શકાય તેવું હોવું જોઈએ. ૧૨. મિયિં (મિતિ=એકબીજામાં મળ્યા વગરનું) સૂત્રના અક્ષરો એકબીજા અક્ષરો સાથે મળી જાય, શું બોલાય છે, તેની સમજ ન પડે એવું નહિ, પણ સૂત્રમાં બધા જ અક્ષરો અલગ અલગ સ્પષ્ટપણે સાંભળી શકાય તેવું હોવું જોઈએ. ૧૩. વાસ્ત્રિય (સત્યાગ્રંડિત ખૂબ મારી મચડીને નહિ બોલાતું) બીજાં સૂત્રોની સરખી દેખાતી ગાથા કે પદોની ભેળસેળ વિનાનું, તે જ સૂત્રની ગાથા કે પદ આગળ પાછળ થયા વિનાનું, ક્રમ જાળવીને બોલાવું જોઈએ. ૧૪. પવિપુvoi (પ્રતિપૂર્ણસંપૂર્ણ) સૂત્રમાં શબ્દો, અક્ષર, માત્રા વગેરે હોય તેટલાં બધાં પૂરેપૂરાં જ બોલાય, એકનું એક પદ વારંવાર ન બોલાય તેવું જોઈએ. ૧૫. પુછાયો (પ્રતિપૂષ=ઉદાત્ત આદિ ઘોષવાળું) સ્વાધ્યાય કરતી વખતે ઉદાત્ત, અનુદાત્ત, સ્વરિતના ઘોષપૂર્વક બોલાવું જોઈએ. ઘોષસમ પદમાં સૂત્ર ભણતી વખતની વાત છે, જ્યારે આ પદમાં સ્વાધ્યાય કરતી વખતની વાત છે, આ તફાવત ધ્યાનમાં રાખવો. ૧૦. dોવિ_મુ ( વિપ્રમુ–ગળું ને હોઠ બરાબર ખુલ્લાં રાખવા પૂર્વક) ક-ખ-ગ વગેરે કેય વર્ગના અક્ષરોનું ઉચ્ચારણસ્થાન કંઠ છે. એટલે કેખ-ગ વગેરે અક્ષરો નાકમાંથી નહિ, પણ ગળામાંથી જ બોલાવા જોઈએ. તેવી જ Page #42 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા રીતે તાલવ્ય, મૂર્ધન્ય, દત્ય અને ઓક્ય વર્ગના અક્ષરો પણ પોતપોતાનાં ઉચ્ચારણ સ્થાનોથી જ બોલાવા જોઈએ. બાળક અને બોબડા માણસની ભાષા જેમ સમજાય નહિ. તેમ સૂત્રના અક્ષરોનું ઉચ્ચારણ, ગળું અને હોઠ દબાવીને કે ભીડીને, શું બોલાય છે એની કાંઈ સમજ પડે નહિ એવી રીતે કરાય નહિ, પણ ગળું અને હોઠ ખુલ્લાં રાખીને અક્ષરો સ્પષ્ટપણે સમજી શકાય એવી રીતે જ કરવું જોઈએ. ૧૭. ગુરુવાયગોવાયે (ગુરુવીયનોપતિ=ગુરુએ આપેલ વાચના(પાઠ) મુજબનું પાઠાંતર કર્યા વિનાનું) સૂત્રપાઠ ગુરુએ આપેલ વાચના મુજબનો જ હોવો જોઈએ. કાલે, વિણએ વગેરે જ્ઞાનાચારના સેવનપૂર્વક, સૂત્રપાઠ ગુરુમહારાજના મુખેથી ધારેલો કે લીધેલો હોવો જોઈએ. પણ કાને પડવાથી શીખી લેવાયેલો કે પુસ્તકમાંથી પોતાની જાતેં જ ભણી લીધેલો અને પાઠના ફેરફારવાળો ન હોવો જોઈએ. આમ સૂત્રનું ઉચ્ચારણ ૧૭ વિશેષણયુક્ત કરવું જોઈએ. ચૈત્યવંદનનાં સૂત્રો ભણવાની વિધિ : ચૈત્યવંદન સૂત્રનાં દરેક પદનો અર્થ કરતાં પહેલાં, તે પદના પૂર્ણ અર્થને સમજવા માટે શાસ્ત્રમાં નીચે જણાવેલા વ્યાખ્યાના છ લક્ષણો અને સાત કારણો (અંગો જાણી લેવા) આ છ પ્રકારને ખ્યાલમાં રાખ્યા વિના કોઈપણ સૂત્રનો કે પદનો અર્થ યથાયોગ્ય થઈ શકતો નથી. ૧. સંહિતા : પદનું સ્પષ્ટ ઉચ્ચારણ તે સંહિતા છે. સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં .બનેલાં સૂત્રના એકે એક શબ્દો ઉદાત્ત, અનુદાત્ત, સ્વરિત આદિ પ્રકારે બોલવાના હોય છે. તે બોલતાં અલના આદિ કોઈ દોષો ન લાગે તેની કાળજી રાખી બોલવું તે સંહિતા છે. આ સૂત્રો કઈ રીતે બોલવા તે ગુરુગમથી જાણવું જરૂરી છે. વિનયપૂર્વક ગુરુ પાસેથી જાણી, જો તે જ રીતે બોલાય તો બોલનાર - અને સાંભળનારને પદ શ્રવણકાળમાં જ પદનો અર્થ સ્પષ્ટ થવા લાગે છે. ૨. પદ : જે સૂત્રની વ્યાખ્યા કરવી હોય તેના એકે એક પદોને છૂટાં પાડવાં તે પદ છે. જેમ કે, “નમોડર્યું જે ગરિહંતા' નો અર્થ કરતાં નો, s, f, રહેતા આમ દરેક પદો છૂટાં પાડવાં, તે પદ છે. . ૩. પદાર્થ : છૂટાં પાડેલાં તે દરેક પદનો યથાયોગ્ય અર્થ વિચારવો તે પદાર્થ છે. જેમ કે, “નમો' એટલે નમસ્કાર ન્યુ એટલે થાઓ ઈત્યાદિ. - ૪. પદવિગ્રહ : પદમાં જો કોઈ સામાસિક પદ હોય તો તે સમાસનો વિગ્રહ કરવો, સામાસિક પદો છૂટાં પાડવાં તે પદવિગ્રહ છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૨ ૫. ચાલના : જિજ્ઞાસાવૃત્તિથી પ્રશ્ન ઉઠાવવો તે ચાલના છે. ૭. પ્રત્યવસ્થાન : પ્રશ્નના સચોટ સમાધાન દ્વારા પદનો તાત્પર્યાર્થ જાણવો તે પ્રત્યવસ્થાન છે. ૧૬. સૂત્રનો અર્થ સમજતી વખતે આ છએ લક્ષણોનો તેમાં સમાવેશ થવો જોઈએ. આ છ લક્ષણોના જિજ્ઞાસાદિ ૭ કારણો દર્શાવ્યા છે. આ ૭ અંગો વિના તાત્ત્વિક રીતે સૂત્રની વ્યાખ્યા (અર્થ) સમજાતી નથી. તેના વિના કદાચ સૂત્રનો શાબ્દ બોધ થાય પણ સૂત્રના તાત્ત્વિક ભાવો સુધી પહોંચાતું નથી. તે અંગો નીચે પ્રમાણે છે. ૧. જિજ્ઞાસા જાણવાની ઇચ્છા. ચૈત્યવંદન કરી મારે કયો ભાવ પેદા કરવાનો છે એ જાણવાની અભિલાષા તે જિજ્ઞાસા છે. = ૨. ગુરુ યોગ = ગુરુ સાથેનો સંબંધ. યથાર્થ કહેનારા, સ્વ-૫૨ શાસ્ત્રને જાણનારા, પરોપકારમાં રત, બીજાના આશયને જાણનાર એવા સમ્યગ્ ગુરુની સાથે સમ્યક્ સંબંધ હોય તો જ સૂત્રના ભાવ સુધી પહોંચવાનું જ્ઞાન મળી શકે છે. ૩. વિધિપરતા ભણવાની મર્યાદાઓ બરાબર સાચવવી. જેમકે, ગુરુ પાસેથી સૂત્રોના અર્થ શીખતી વખતે માંડલીમાં વ્યવસ્થિત બેસવું. ગુરુનું આસન પાથરી આપવું, સર્વથા વિક્ષેપનો ત્યાગ કરવો અને ઉપયોગની પ્રધાનતા પૂર્વક ગુરુને સાંભળવા; એ અર્થ જાણવાની વિધિ છે. = = સમ્યક્ જ્ઞાનની સ્થિરતા. આ જ્ઞાન કુતર્કથી રહિત ૪. બોધની પરિણતિ અને માર્ગાનુસારી બુદ્ધિથી યુક્ત હોય. = = ૫. સ્વૈર્ય = જ્ઞાનની સમૃદ્ધિનું અભિમાન ન હોય. બીજાની મશ્કરી ન હોય, વિવાદનો ત્યાગ, અશબુદ્ધિવાળાની બુદ્ધિમાં ભેદ = મુંઝવણ ન ઊભી કરે. ૬. તથા ઉક્તક્રિયા જે પ્રમાણે શાસ્ત્રમાં કહ્યું હોય તે પ્રમાણે ક્રિયા કરે. ૭. અલ્પ ભવતા = અલ્પ એટલે કે ચરમ પુદ્ગલપરાવર્ત રૂપી કાળની અંદર અને ભવ એટલે સંસાર. જે વ્યક્તિનો સંસાર આટલો ઓછો હોય તેને અલ્પભવી કહેવાય. આવો અલ્પભવી આત્મા જ સૂત્રોના અર્થને આત્મસાત્ કરી શકે છે. જે વ્યક્તિમાં આ અંગો હોય તે સૂત્રોના અર્થના તાત્પર્ય સુધી પહોંચી શકે છે. તેનામાં જ્ઞાન પરિણામ પામે છે. Page #44 -------------------------------------------------------------------------- ________________ સકલકુશલવલ્લિ સૂત્ર સૂત્ર પરિચય : - આ સ્તોત્ર કોણે બનાવ્યું, ક્યારથી ચૈત્યવંદનમાં બોલાવાનું શરું થયું, તે અંગે કોઈ ઉલ્લેખ જોવા મળ્યો નથી, પરંતુ આ સ્તોત્રમાં સામાન્યજન સમજી શકે તેવી સરળ ભાષામાં પરમાત્માના ગુણોનું વર્ણન છે, તેથી ગીતાર્થ ગુરુભગવંતોએ ચૈત્યવંદનના પ્રારંભમાં બોલાવવાનું શરૂ કરાવ્યું હશે, તેમ અનુમાન થાય છે. લોકોકિત એવી છે કે, શ્રી વિજયપ્રભસૂરિ મ.સા ને જ્યારે આચાર્યપદવી આપવામાં આવી ત્યારે તેઓના મુખમાંથી આ શબ્દો સહજ સરી પડ્યા હતા. કહેવાય છે કે, આ શબ્દોમાં સુવર્ણસિદ્ધિની તાકાત ઘરબાયેલી છે. * અત્યારના પ્રચલિત વ્યવહાર પ્રમાણે ચૈત્યવંદનના પ્રારંભમાં જ આ સ્તોત્ર બોલવામાં આવે છે. નાનકડા આ સ્તોત્રમાં અચિંત્ય શક્તિયુક્ત શાંતિનાથ ભગવાનની પાંચ વિશેષણો દ્વારા સ્તવના કરવામાં આવી છે. આ પાંચ વિશેષણથી વિશિષ્ટ અરિહંતપરમાત્માને હૃદયસ્થ કરીને, તેમના પ્રત્યેના - અત્યંત આદરપૂર્વક આપણે આ સ્તોત્રના એક એક શબ્દ બોલીએ તો આપણો - પરમાત્મા પ્રત્યેનો આદરભાવ વૃદ્ધિ પામે છે, તેમની પરમોપકારીતા આદિ ગુણો નજર સામે તરવરવા લાગે છે અને આવા નાથનું શરણ સ્વીકારી સ્વપરના શ્રેયની ઈચ્છા તીવ્ર તીવ્રતર બને છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૧૮ મૂળ સૂત્ર : સૂત્રસંવેદના-૨ सकलकुशलवल्ली-पुष्करावर्तमेघो, दुरिततिमिरभानुः, कल्पवृक्षोपमानः । भवजलनिधिपोतः, सर्वसंपत्तिहेतु:, संभवतु सततं वः, श्रेयसे शांतिनाथः । । १ । । અન્વય સહિત શબ્દાર્થ : सकलकुशलवल्ली- पुष्करावर्तमेघो, दुरिततिमिरभानुः, कल्पवृक्षोपमानः । भवजलनिधिपोतः, सर्वसंपत्तिहेतुः स शांतिनाथः सततं वः श्रेयसे भवतु ।। સર્વકલ્યાણરૂપ ફળ આપે તેવી વેલ માટે પુષ્કરાવર્ત મેઘ જેવા, પાપરૂપી અંધકારનો નાશ કરવામાં સૂર્ય સમાન, (સર્વ વાંછિતને આપવા) કલ્પવૃક્ષ તુલ્ય, સંસારસમુદ્રમાંથી તરવા માટે જહાજ તુલ્ય (અને) સર્વસંપત્તિના કારણભૂત એવા તે શાંતિનાથ ભગવાન હંમેશા તમારા ક્લ્યાણ માટે થાઓ. વિશેષાર્થ : સવુંશવૃદ્ધિપુરાવર્તમેયો, - (પ્રભુ) સકલ કુશલરૂપ ફળને આપનારી વેલડીને સિંચવા માટે પુષ્કરાવર્ત મેઘ જેવા છે.’ આ સ્તોત્રમાં સ્તોત્રકાર પાંચ વિશેષણો દ્વારા પરમાત્માની સ્તુતિ કરી છે. તેમાં સૌ પ્રથમ પરમાત્માને સકલ કુશળની વેલ માટે પુષ્કરાવર્ત મેઘ જેવા કહ્યા છે. પુષ્કરાવર્ત મેઘ એટલે પુષ્કળ=ઘણા આવર્તો=ચક્કરો સાથે વરસતો વરસાદ. જ્યારે ઘણા સમય સુધી આવો વરસાદ વરસે ત્યારે તે વરસાદનું પાણી જમીનમાં ખૂબ ઊંડે સુધી પહોંચી જાય છે. તેનાથી જમીન એટલી પોચી અને ફળદ્રુપ બની જાય છે કે, પછી કદાચ ૧૦,૦૦૦ વર્ષ સુધી તે જમીન ઉપર વરસાદ ન વરસે તોપણ ત્યાં વાવણી કરતાં વરસો સુધી ફળ મળ્યા કરે છે. પરમાત્માની વાણી પણ પુષ્કરાવર્ત મેઘ જેવી છે. જે સાધકના આત્મ પ્રદેશો તેનાથી ભીંજાય છે તે સાધકની હૃદયભૂમિ એવી ફળદ્રુપ બને છે કે, તેનાથી અનંત સુખરૂપી ફળો અનંતકાળ સુધી મળ્યા કરે છે. તે આત્મા ટૂંક સમયમાં અનંતસુખનો સ્વામી બને છે. જ્યાં સુધી આ સુખ સુધી ન પહોંચી શકે ત્યાં સુધી પણ સુખની પરંપરાનું સર્જન થયા કરે છે. માટે જ પરમાત્માને સર્વ Page #46 -------------------------------------------------------------------------- ________________ શ્રી સકલકુશલવલ્લિ સાર્થ સૂત્ર પ્રકારના કુશળરૂપ ફળને આપનારી વેલડીના વિકાસ માટે પુષ્પરાવર્ત મેઘ જેવા કહ્યા છે. સકળ કુશળ એટલે સર્વ પ્રકારનું કુશળ, કુશળ શબ્દનો અર્થ છે કલ્યાણસુખ-ક્ષેમ જગતનો પ્રત્યેક જીવ કલ્યાણ અને સુખને વાંછે છે. સામાન્યતઃ સુખ બે પ્રકારના મનાય છે. ભૌતિક અને આધ્યાત્મિક, તેમાં ભૌતિક સુખ ભ્રામક, પરાધીન અને માત્ર દુ:ખમાં જ પરિણમનારું સુખ છે. જ્યારે આધ્યાત્મિક સુખ સ્વાધીન, અવિનાશી અને પરમ આનંદ સુધી પહોંચાડનારું વાસ્તવિક સુખ છે. ક્ષમાદિ ગુણોના વિકાસ અને ક્રોધાદિ દોષોના વિનાશ વિના કોઈ જીવ આ વાસ્તવિક સુખ અનુભવી શકતો નથી. જેઓ શાંતિનાથ ભગવાનના ગુણોને ઉપસ્થિત કરી તેમનું ધ્યાન કરે છે, તેમના વચનોનું સતત શ્રવણ-ચિંતન-મનન કરે છે, તેમના જેવા ગુણોને પ્રાપ્ત કરવા તેમનું ભજન-કીર્તન કરે છે, તેમની આજ્ઞાનું પાલન કરે છે; તેઓનું હૃદય મૈત્રી, પ્રમોદ, કારુણ્યાદિ શુભભાવોથી ભીંજાઈ જાય છે, શુભભાવોથી ભીંજાયેલી તે હૃદયભૂમિમાં ક્ષમા, મૃદુતા આદિ ગુણોની વેલડીનો સાહજિક વિકાસ થાય છે. માટે જ પરમાત્માને મેઘ સાથે સરખાવ્યા છે. વળી; પરમાત્માના ધ્યાનાદિથી સાધકના આત્મામાં એવા સંસ્કાર પડે છે અને એવું પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે કે, ક્યારેક તે ગુણરૂપી બીજને * બીજી કોઈ સામગ્રી ન મળે તો પણ તે ભવોભવ સુધી વિકાસ પામ્યા જ કરે છે. માટે જ ભગવાનને સામાન્ય મેઘ નહિ પણ પુષ્કરાવર્ત મેઘ સમાન કહ્યા છે. 'પ્રભુના વચનરૂપી વરસાદથી સિંચાયેલી ગુણવેલડી જ સકળ સુખ આપનારી બને છે. તેમાં પુણ્યાનુબંધી પુણ્ય દ્વારા તે ભૌતિક સુખ સામગ્રીનું કારણ બને છે અને કષાયોના નાશ દ્વારા તે આધ્યાત્મિક સુખનું કારણ બને છે. તેથી તે સકળ કુશળરૂપ ફળને આપનારી કહેવાઈ છે. યાદ રાખવું કે પુષ્પરાવર્ત મેઘ પણ યોગ્ય ભૂમિને જ ભીંજવી ફળદ્રુપ બનાવી શકે છે. મગશેલિયા પત્થરને તો તે પણ ભીંજવી શકતો નથી. બસ, એવી જ રીતે પરમાત્મા પણ શ્રદ્ધાથી કોમળ બનેલા આસ્તિક હૃદયનું જ કલ્યાણ કરે છે. નાસ્તિકનું નહિ. આ પદ બોલતાં સાધક વિચારે કે, “પુષ્કાવર્ત-મેઘ જેવા પ્રભુ સતત કૃપાનો ઘોઘ વરસાવી રહ્યા છે. તેમના વચનનું વાણી સતત વહેવડાવી રહ્યા છે, પરંતુ આ વારને Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૦ . સૂત્રસંવેદના-૨ ઝીલવા હૃદયભૂમિમાં શ્રદ્ધારૂપ માટી તો હોવી જોઈએ ને ! ' જો મારી હૃદયભૂમિમાં પ્રભુ પ્રત્યેની આસ્થા નહિ હોય તો કૃપાનું પાણી મારું કલ્યાણ ક્યાંથી કરશે. માટે પહેલા હું મારા હૃદયને શ્રદ્ધારૂપ માટીથી પોચી બનાવું” રિતિમિરખાનુ: - પાપરૂપ અંધકાર(નો નાશ કરવા) માટે સૂર્ય તુલ્ય (તે શાંતિનાથ ભગવાન સદા તમારા શ્રેય માટે થાઓ.) દુરિત એટલે પાપ. પાપને અહીં અંધકારની ઉપમા આપી છે, કેમ કે અંધકારમાં દેખતો માણસ પણ આમ-તેમ અથડાય છે, કુટાય છે, દુઃખી થાય છે, તેને સાચી દિશા મળતી નથી, તેમ પાપી આત્માઓ પણ આ સંસારમાં અનંતકાળથી આમ-તેમ અથડાય છે, કુટાય છે, દુઃખી થાય છે, પણ તેને સાચા સુખની દિશા મળતી નથી. આવા પાપરૂપ અંધકારનો નાશ કરવા માટે ભગવાન ભાનુ એટલે કે સૂર્ય જેવા છે. સૂર્યનો ઉદય થતાં જેમ જેમ તેનાં પ્રકાશ કિરણો પૃથ્વીતળ ઉપર પ્રસરે છે, તેમ તેમ અંધકારનો નાશ થાય છે, તેવી જ રીતે અરિહંત પરમાત્મારૂપી સૂર્યનો આ ધરતી ઉપર અવતાર થયા પછી જેમ જેમ તેમનાં વચનરૂપી કિરણો ભવ્યાત્મારૂપી ભૂમિ ઉપર વિસ્તાર પામે છે, તેમ તેમ પાપરૂપી અંધકાર દૂર થાય છે. અહીં ખાસ ધ્યાનમાં રાખવું કે, સૂર્યનાં કિરણો પણ, છિદ્રયુક્ત ભૂમિમાં જ પ્રવેશ પામે છે. છિદ્ર રહિત ભૂમિ ઉપર પથરાઈ તે અંધકારનો નાશ કરી શકતાં નથી. તેમ ભગવાનનાં વચનરૂપી સૂર્યકિરણ પણ કર્મવિવરયુક્ત આત્મામાં જ પ્રવેશ પામી પાપરૂપ અંધકારનો નાશ કરી શકે છે, પણ જેઓ ભારેકર્મી છે, જેમનાં કર્મનાં આવરણમાં ક્યાંય વિવર (કાણું) પડ્યું નથી, તેવા આત્માઓમાં આ વચનરૂપ કિરણો પ્રવેશી શકતાં નથી, આથી તેમના પાપરૂપ અંધકારનો નાશ પણ થતો નથી. આ પદ બોલતાં સાધક વિચારે કે, “ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટે પણ સૌ પ્રથમ મારે મારો કર્મનો કાંઈક અંશે તો નાશ કરવો પડશે અને તેય ભગવાનની . ભક્તિથી જ થવાનો છે. માટે આ ભગવાનની દ્રવ્યથી પણ ભક્તિ કરી મારા કર્મનો કંઈક નાશ કહું, જેથી પ્રભુ મારો માટે જરૂર થાય અને અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરનાર સૂર્ય તુલ્ય Page #48 -------------------------------------------------------------------------- ________________ શ્રી સકલકુશલવલ્લિ સાર્થ સૂત્ર બની શકે ! અને હું તેમના જ્ઞાનના પ્રકાશને પ્રાપ્ત કરી જગતની વાસ્તવિકતાને જોઈ, સંસારથી પર થઈ આત્મસ્વરૂપને પ્રગટ કરું.” ૨૧ कल्पवृक्षोपमानः સતત તમારા શ્રેયને માટે થાઓ !) કલ્પવૃક્ષની છાયામાં બેસી માણસ મનમાં જેનો સંકલ્પ કરે તે વસ્ત્ર, અલંકાર, ભોજન આદિ કોઈપણ ભૌતિક સામગ્રીઓ કલ્પવૃક્ષ પ્રદાન કરે છે. તેમ દેવાધિદેવ પરમાત્માની ભાવપૂર્વક ભક્તિ કરનારને પણ તે ભક્તિના પ્રભાવે મનોવાંછિત મળે છે. આથી સ્તુતિકારે પરમાત્માને કલ્પવૃક્ષ સમાન કહી બિરદાવ્યા છે; પરંતુ કલ્પવૃક્ષ અને ભગવાનમાં ઘણો તફાવત છે. કલ્પવૃક્ષ માગણી ક૨ના૨ પુણ્યાત્માને પોતાની મર્યાદા અનુસાર આપે છે; જ્યારે ભગવાન પાસે ક્યારેય માંગવું પડતું નથી. માંગ્યા વિના પણ ભગવાનની ભક્તિ, ભક્તને પરાકાષ્ઠાના ઐહિક (આલોક સંબંધી) સુખો તો આપે જ છે પરંતુ સાથે સાથે સીમાતીત આધ્યાત્મિક સુખ પણ આપે છે. આથી વાસ્તવમાં તો ભગવાનને કલ્પવૃક્ષથી પણ વિશેષ વસ્તુની ઉપમા આપવી જોઈએ, પણ તેનાથી ચઢીયાતી આ જગતમાં બીજી ચીજ ન હોવાથી અહીં ભગવાનને કલ્પવૃક્ષની ઉપમા આપી છે. આ પદ બોલતાં સાધક ખાસ વિચારે કે - કલ્પવૃક્ષની ઉપમાવાળા (તે શાંતિનાથ ભગવાન “કલ્પવૃક્ષ પણ પુણ્યવાનને ફળે છે, બીજાને નહિ. તે જ રીતે ત્રણ જગતના નાથ પરમાત્મા પણ જેઓ પોતાના હિતાહિતની વિચારણા કરી શકે તેવા યોગ્ય આત્માઓ માટે જ કલ્પવૃક્ષની ઉપમા તુલ્ય છે, પણ જેઓ પોતાના આત્માના હિતની વિચારણા નથી કરતા, તેવા માટે પરમાત્મા કાંઈ કરતા નથી તેથી હું જો મારા આત્માના હિતની ચિંતા કરીશ, આત્મહિત માટે આ ભગવાનની ભક્તિ કરીશ તો જ ભગવાન મારા માટે કલ્પવૃક્ષ તુલ્ય થઈ શકશે.” भवजलनिधिपोतः સંસારરૂપી સમુદ્રને પાર ઉતારવા માટે નાવ તુલ્ય (શાંતિનાથ ભગવાન સતત તમારા શ્રેય માટે થાઓ !) જહાજ દ્વારા જેમ બાહ્ય સમુદ્રનો પાર પમાય છે, તેમ સંસારરૂપ સમુદ્રનો Page #49 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૨ પાર ભગવાને બતાવેલ સંયમરૂપી જહાજથી પમાય છે, માટે ભગવાનને ભવસાગર પાર કરવાના જહાજ તુલ્ય કહ્યા છે. ૨૨. સંસાર અને સમુદ્રમાં ઘણા અંશે સમાનતા હોવાથી શાસ્ત્રકારોએ સંસારને સમુદ્રતુલ્ય કહ્યો છે. બાહ્ય સમુદ્ર જેમ ખારા પાણીથી ભરેલો હોય છે તેમ સંસારરૂપી સમુદ્ર જન્મ અને જરારૂપી ખારા પાણીથી ભરેલો છે. ચૌદ રાજલોકમાં કોઈ સ્થાન એવું નથી, જ્યાં જન્મ અને મૃત્યુની સંભાવના ન હોય. સમુદ્રમાં જેમ વચ્ચે આવતા પર્વતો મુસાફરને નિર્વિઘ્ને સમુદ્રમાં સફર કરવા દેતા નથી, તેમ સંસારમાં પગલે પગલે આવતી આપત્તિઓ નિર્વિઘ્ને જીવનનિર્વાહ થવા દેતી નથી. સમુદ્રમાં જેમ માછલાં, કાચબા, મગરો, મુસાફરને મુશ્કેલીઓ ઊભી કરે છે, તેમ સંસારમાં રોગ-શોક, સંતાપ વગેરે જીવને અનેક રીતે પીડે છે. સમુદ્રમાં વચ્ચે વચ્ચે આવતા આવર્તો પથિકના પ્રાણનો નાશ કરે છે, તેમ સંસારમાં ક્રોધાદિના આવર્તો સંસારી જીવની શાંતિ અને સમાધિનો વિનાશ કરે છે. સમુદ્રમાં પ્રગટ થતો વડવાનલ સમુદ્રના પાણીને શોષે છે, તેમ સંસારવર્તી પ્રાણીઓમાં પ્રગટતો કામરૂપી વડવાનલ શરીરની સાતે ધાતુને અને મનને સતત સંતપ્ત રાખે છે. આ રીતે સંસાર અને સમુદ્ર વચ્ચે ઘણું સામ્ય હોવાથી સંસારને સમુદ્ર તુલ્ય કહ્યો છે. જો કે આવા સંસારનો પાર પામવો અશક્ય છે, તો પણ ભગવાને બતાવેલ સંયમરૂપી હાજ, જે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિરૂપ મજબૂત લાકડાંથી બંધાયેલું છે, ક્ષમાદિ દશ યતિધર્મોથી અલંકૃત છે, મૂળગુણરૂપી મજબૂત તળીયાવાળું, ઉત્તરગુણથી વેગીલું બનેલું છે. તે સંયમરૂપ જહાજનો જે સહારો લે છે, તે આત્માઓ સહેલાઈથી આ સંસારસાગરને તરી જાય છે, માટે જ ભગવાનને ‘ભવજલનિધિપોત' કહ્યા છે. આ પદ બોલતાં સાધક વિચા૨ે કે, “ભગવાને તો આ સંસારરૂપી સમુદ્ર પાર કરવા સંયમરૂપી જહાજ તરતું મૂક્યું છે અને તે આજે પણ વિદ્યમાન છે. પરંતુ... મારી શક્તિ અનુસાર દેશથી કે સર્વથી હું આ સંયમ ઘર્મનો સ્વીકાર કરીશ તો જ હું સંસારસાગર પાર કરી શકીશ.” સર્વસંપત્તિ હેતુઃ - સર્વ સંપત્તિના કારણભૂત (તે શાંતિનાથ ભગવાન સદા તમારું શ્રેય કરો !) Page #50 -------------------------------------------------------------------------- ________________ શ્રી સકલકુશલવલ્લિ સાર્થ સૂત્ર જગતમાં સંપત્તિ બે પ્રકારની છે - ભૌતિક સંપત્તિ અને આધ્યાત્મિક સંપત્તિ. ભૌતિક સંપત્તિની પરાકાષ્ઠા દેવલોકમાં દેવેન્દ્રપણામાં અને મનુષ્યલોકમાં ચક્રવર્તીપણામાં પ્રાપ્ત થાય છે અને આધ્યાત્મિક સુખની પરાકાષ્ઠા મોલમાં મળે છે. આ બન્ને પ્રકારની સંપત્તિ પરમાત્માની ભક્તિ કરનારને જ મળે છે. પરમાત્માની ભક્તિના પ્રભાવે જ એવું પુણ્ય બંધાય છે કે, જેને કારણે આત્મા દેવ, દેવેન્દ્ર, નરેન્દ્ર, કે ચક્રવર્તીપણાને પામી શકે છે, અને સર્વશ્રેષ્ઠ પરમાત્માની ભક્તિના પ્રભાવે જ અસંગ દશાને પ્રાપ્ત કરી સાધક સર્વ કર્મનો ક્ષય કરીને મોક્ષના મહાસુખને પણ મેળવી શકે છે. આ સઘળી સંપત્તિ પરમાત્માની ભક્તિથી મળે છે, તેથી પરમાત્માને સર્વ સંપત્તિનું કારણ કહ્યા છે. આ પદ બોલતાં સાધક વિચારે કે, મને સુખ આપનાર બાહ્ય કે અત્યંતર સંપત્તિ આ પ્રભુની સેવાથી જ મળવાની છે. તેથી હવે હું તુચ્છ એવી સંપત્તિ માટે જ્યાં-ત્યાં ભટકવાનું બંધ કરી શ્રેષ્ઠ સંપત્તિના સ્વામી અને તે આપવા માટે - સમર્થ એવા પ્રભુની ભક્તિમાં જ લીન બની જાઉં.” સ ભવતુ સતતં વ શ્રેય શાંતિનાથ ! - તે શાંતિનાથ ભગવાન, સદા તમારું કલ્યાણ કરો ! “ ઉપરમાં જે પાંચ વિશેષણો દ્વારા શાંતિનાથ ભગવાનની સ્તવના કરી, તે શાંતિનાથ ભગવાન સ્તુતિ કરનારનું કલ્યાણ કરો !! શાંતિનાથ ભગવાનના જે વિશેષણો બતાવ્યાં, તે સ્વરૂપે પરમાત્માનું સ્મરણ કરવામાં આવે તો સ્વાભાવિક રીતે તે પ્રભુ પ્રત્યે આદર અને બહુમાન ભાવ પ્રગટ્યા વિના ન રહે. જીવન જરૂરિયાતની સામાન્ય વસ્તુ આપનારી વ્યક્તિ ઉપર પણ સજ્જન માણસને સદ્ભાવ થયા વિના રહેતો નથી તો જેઓ સર્વ પ્રકારના કુશલને આપનાર છે, પાપનો નાશ કરનાર છે, માગ્યા વિના જેમની પાસેથી બધું જ મળે છે, સમજુ માણસને તેમના પ્રત્યે આદર થાય છે અને તે સદ્ભાવને કારણે જ તેમનું શ્રેય પણ થાય છે, તો પણ કર્તા, સ્તુતિ કરનારને જાણે આશીર્વાદ આપતા હોય છે, તેની શ્રદ્ધાને મજબૂત કરાવતા હોય તેમ તે " કહે છે કે, “શાંતિનાથ ભગવાન તમારું ય કલ્યાણ કરો ! આ પદ દ્વારા કર્તાની વિશાળ ઉદાત્ત ભાવનાનું દર્શન થાય છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ જગચિંતામણિ સૂત્ર સૂત્ર પરિચય : આ સૂત્ર એક ચૈત્યવંદન છે. પ્રાતઃકાળની આવશ્યક ક્રિયામાં આ ચૈત્યવંદન સૂત્રનો ખાસ ઉપયોગ થતો હોવાથી તેનું બીજું નામ “પ્રભાતિક ચૈત્યવંદન' અથવા 'પ્રબોધ ચૈત્યવંદના” છે. ' ચૈિત્યવંદન એટલે “ચૈત્યોને વંદન'. તેમાં “ચૈત્ય' શબ્દ જિનપ્રતિમા, તીર્થો અને જિનમંદિર - આ ત્રણ અર્થમાં રૂઢ છે. આ સૂત્રમાં આ ત્રણેને વંદના કરવામાં આવી છે, માટે જ તેને ચૈત્યવંદન સૂત્ર કહેવાય છે. “ચૈત્ય' શબ્દ “ચિત્ત” શબ્દ ઉપરથી બનેલો છે. એટલે ચિત્ત સંબંધી કે ચિત્તમાં એવો અર્થ થાય છે. જિનપ્રતિમા, જિનમંદિર આદિ ચિત્તમાં શુભ ભાવોને ઉત્પન્ન કરવાનું પ્રબળ કારણ છે. તે કારણમાં કાર્યનો ઉપચાર કરીને જિન પ્રતિમા આદિને પણ ચૈત્ય કહેવાય છે. આવા ચૈત્યને જેના માધ્યમે વંદન કરાય છે, તેને ચૈત્યવંદન કહેવાય છે. સમ્યક્ પ્રકારે ચૈત્યવંદન કરવાથી શુભ ભાવ ઉપજે છે. તે શુભ ભાવથી કર્મનો ક્ષય થાય છે અને કર્મનો ક્ષય થવાથી સર્વ પ્રકારનું કલ્યાણ થાય છે. ત્ય' | - - લલિતવિસ્તરા 1. વિત્તમ્ - અન્ત: વકરાં, તસ્ય ભવ: વા 2. ચૈત્યવન્દ્રનતિઃ સચી, સુમો બાવ: બનાતે | तस्मात्कर्मक्षयः सर्वं, ततः कल्याणमश्नुते ।। -લલિતવિસ્તરા Page #52 -------------------------------------------------------------------------- ________________ જગચિંતામણિ સૂત્ર આ સૂત્ર દ્વારા અષ્ટાપદ પર બિરાજમાન ૨૪ પરમાત્માનાં બિંબોને તથા ઉત્કૃષ્ટ કાળમાં વિચરતાં ૧૭૦ જિનને, ૯ કરોડ કેવળી ભગવંતોને, તેમજ ૯ હજાર કરોડ સાધુ ભગવંતોને વંદના કરવામાં આવી છે. વળી, વર્તમાનમાં વિચરતા વીસ તીર્થકરો, બે કરોડ કેવળીઓ અને ૨ હજાર કરોડ સામાન્ય સાધુ ભગવંતો આદિ સર્વેને વંદના કરવામાં આવી છે. આ સિવાય પણ અનેક તીર્થો તથા તે તે તીર્થસ્થાનમાં રહેલા પરમાત્માઓ અને શાશ્વતી પ્રતિમાઓ આદિને પણ આ સૂત્ર વડે વંદના કરાય છે. આ સૂત્ર અંગે એવો ઉલ્લેખ મળે છે કે, અષ્ટાપદ તીર્થમાં ભરત મહારાજાએ બનાવેલાં ૨૪ જિનનાં બિંબને જોઈને, તેમનાં દર્શન-વંદન કરી ભાવવિભોર બનેલા શ્રી ગૌતમસ્વામી મહારાજાએ આ સૂત્રની પ્રથમ બે ગાથા રચેલી છે. ગૌતમ મહારાજાને અરિહંતમાં રહેલા અરિહંતપણાનો સમ્યગુ બોધ હતો. તેથી જ ઋષભાદિ ૨૪ જિનના બિંબને જોતાં જ તેમના હૈયામાં રહેલો ભાવ શબ્દોમાં વ્યક્ત થયો. આ શબ્દોના માધ્યમે જેઓ પરમાત્માની ભક્તિ કરે છે, તેઓનું હૈયું પણ ભાવયુક્ત થવાના કારણે અત્યંત નિર્મળ બન્યા વિના રહેતું નથી. પ્રાતઃકાળે રાઈ-પ્રતિક્રમણની શરૂઆતમાં તથા સંયમી આત્માઓ તેમજ પૌષધધારી આરાધકો વગેરે પચ્ચષ્માણ પારતાં અને આહાર કર્યા બાદ મધ્યાહ્ન સમયે જે ચૈત્યવંદન કરે છે, તેમાં આ સૂત્રનો ઉપયોગ કરે છે. જગતના નાથ, જંગતના રક્ષક, જગતના ભાવોને જાણવામાં વિચક્ષણ વગેરે વિશેષણો દ્વારા સવારે પરમાત્માની સ્તવના કરી હોય તો દિવસ દરમ્યાન એ વાત સ્મૃતિમાં રહે કે, આવા નાથ મારી સાથે છે, આવા ભગવાનનો હું ભક્ત છું; માટે મારે હવે કોઈનો ભય નથી. આવા પરમાત્માનાં વચનોને સ્મરણમાં રાખી, તેને અનુસાર મારે જીવન જીવવાનું છે, તો મારું કલ્યાણ ચોક્કસ છે. આવી ભાવના (માં મન રમમાણ રહે) માટે પ્રાતઃકાળે આ સૂત્રના માધ્યમે પરમાત્માની સ્તવના કરવામાં આવે છે. મધ્યાહ્ન સમયે આહાર લેતાં પહેલાં કે આહાર લીધા પછી પ્રકૃષ્ટ કોટિના અપ્રમત્ત ભાવમાં સ્થિર થયેલા અને અણાહારી ભાવને પામેલા પરમાત્મા આદિની સ્મૃતિ દ્વારા આહાર લેતાં કે આહાર લીધા બાદ વિષયની આસક્તિ કે પ્રમાદભાવને આધીન ન બની જવાય તેવું સત્ત્વ ખીલવવા આ સૂત્રના માધ્યમે ચૈત્યવંદન કરવામાં આવે છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૨ भूण सूत्र: इच्छाकारेण संदिसह भगवन् ! चैत्यवन्दन करूं ? इच्छं, जगचिंतामणि ! जग(ह)-नाह ! जग-गुरु ! जग-रक्खण ! जग-बंधव ! जग-सत्थवाह ! जग-भाव-विअक्खण ! अट्ठावय-संठविअ-रूव ! कम्मट्ठ-विणासण ! चउवीसंपि जिणवर ! जयंतु अप्पडिहय-सासण ! ॥१॥ __कम्मभूमिहिं कम्मभूमिहिं पढमसंघयणि, उक्कोसय सत्तरिसय, जिणवराण विहरंत लब्भइ नवकोडिहिं केवलीण, कोडीसहस्स, नव साहु गम्मइ । संपइ जिणवर वीस मुणि, बिहुं-कोडिहिं वरनाण, समणह कोडी-सहस्स-दुअ थुणिजइ निछ विहाणि ।।२।। जयउ सामिय ! जयउ सामिय ! रिसह सत्तुंजि, उजिंति पहु-नेमिजिण ! जयउ वीर सझउरि-मंडण ! भरूअच्छहिं मुणिसुव्वय ! मुहरि (महुरि) पास ! दुह-दुरिअ-खंडण ! अवर विदेहिं तित्थयरा, चिहुं दिसि विदिसि जिं के वि, तीआणागय-संपइय, वंदु जिण सव्वे वि ॥३॥ सत्ताणवइ-सहस्सा, लक्खा छप्पन्न अट्ठकोडीओ । बत्तीस-सय-बासीयाई, तिअलोए चेइए वंदे ।।४।। पन्नरस-कोडि-सयाई, कोडी बायाल लक्ख अडवना । छत्तीस सहस असीई, सासय-बिंबाइं पणमामि ।।५।। ५६ : संप : १२ : ३४८ . Page #54 -------------------------------------------------------------------------- ________________ જગચિંતામણિ સૂત્ર અન્વય સહિત સંસ્કૃત છાયા અને શબ્દાર્થ : भगवन् इच्छाकारेण संदिसह ! चैत्यवंदन करुं ? इच्छं ! भगवन् इच्छाकारेण संदिशत चैत्यवंदनं कुर्याम् ? इच्छामि ! હે ભગવન્! સ્વેચ્છાથી આપ આજ્ઞા આપો. હું ચૈત્યવંદન કરું? ઈચ્છે. जग-चिंतामणि ! जग-नाह ! जग-गुरू ! जग-रक्खण ! जगञ्चिंतामणयः ! जगन्नाथा: ! जगद्गुरवः ! जगद्रक्षणाः ! જગતમાં ચિંતામણી રત્નસમાન, જગતના નાથ, જગતના ગુરુ, જગતનું રક્ષણ કરનારા. जग-बंधव ! जग-सत्थवाह ! जग-भाव-विअक्खण ! जगद्बन्धवः ! जगत्-सार्थवाहाः ! जगद्भाव-विचक्षणाः ! । જગતના બંધુ, જગતના સાર્થવાહ, જગતના સર્વભાવોને જાણવામાં અત્યંત निपु!, अट्ठावय-संठविअ-रूव ! कम्मट्ठ-विणासण ! अष्टापद-संस्थापित-रूपाः ! कर्माष्टक-विनाशनाः ! : અષ્ટાપદ પર્વત ઉપર જેમની પ્રતિમાઓ પ્રસ્થાપિત થએલી છે તેવા, અને આઠ પ્રકારનાં કર્મનો નાશ કરનારા, अप्पडिहय-सासण ! चउवीसंपि जिणवर जयंतु ॥१॥ अप्रतिहत-शासनाः ! चतुर्विंशतिरपिजिनवराः जयन्तु ! ।।१।। અખંડિત શાસનવાળા ચોવીસે ય જિનેશ્વરો જય પામો. ૧al • कम्मभूमिहिं कम्मभूमिहिं पढम संघयणि, कर्मभूमिषु कर्मभूमिषु प्रथमसंहननिनां, કર્મભૂમિઓમાં પ્રથમ સંઘયણવાળા, उक्कोसय सत्तरिसय जिणवराण विहरंत लब्भइ, .. उत्कृष्टतः सप्ततिशतं जिनवराणां विहरतां लभ्यते; ઉત્કૃષ્ટથી ૧૭૦ જિનેશ્વરો (એક સાથે) વિચરતા પ્રાપ્ત થાય છે. ' नवकोडिहिं केवलीण, नव सहस्स कोडि साहु गम्मइ । नवकोटयः केवलिनां, नव सहस्त्राणि कोटि साधवः गम्यते । पाणी Page #55 -------------------------------------------------------------------------- ________________ सूत्रसंवाना-२ નવ કરોડ કેવળજ્ઞાનીઓ (અને) નવ હજાર કરોડ સાધુઓ પ્રાપ્ત થાય છે. संपइ वीस जिणवर बिहुं कोडिहिं वरणाण मुणि, सम्प्रति विंशतिः जिनवराः, द्वे कोटी वरज्ञानिनः मुनयः, હાલમાં વીસ તીર્થંકર ભગવંતો, બે કરોડ કેવળજ્ઞાની મુનિઓ, सहस्सदुअ कोडी समण विहाणि निश्च थुणिजई ।।२।। सहस्रद्विकं कोटि श्रमणानां विभाते नित्यं स्तूयते ।।२।। . .. (અને) બે હજાર કરોડ શ્રમણ ભગવંતો (છે) તેઓની પ્રભાતે હંમેશા स्तुति ४२।५ छ. ॥२॥ सामिअ जयउ ! सामिअ जयउ ! सत्तुंजि रिसह ! स्वामिन् जयतु ! स्वामिन् जयतु ! शत्रुञ्जये ऋषभ ! હે સ્વામી જય પામો ! જય પામો ! હે સ્વામી, શત્રુંજય પર ઋષભદેવ उजिंति पहु-नेमिजिण, सञ्चउरि-मंडण वीर ! .. उज्जयन्ते प्रभु-नेमिजिन, सत्यपुरमण्डन वीर ! । " ગિરનાર ઉપર નેમિનાથ ભગવાન, સાંચોર (સત્યપુર) મંડણ મહાવીરસ્વામી भरुअच्छहिं मुणिसुब्बय ! दुह-दुरिअ खंडण महुरिपास जयउ ! भृगुकच्छे मुणिसुव्रत ! दुःख-दुरितखण्डन मथुरायां पार्श्व जयतु ! ભરૂચના મુનિસુવ્રત સ્વામી ! દુઃખ અને દુરિતનો નાશ કરનાર મથુરાના पार्श्वनाथ प्रभु ! ४५ पाभो ! - विदेहिं चिहुं दिसि विदिसि जिं के वि अवर तित्थयरा, विदेहे चतसृषु दिक्षु विदिक्षु ये केऽपि अपरे तीर्थकराः, મહાવિદેહ ક્ષેત્રમાં, ચારે દિશા કે, વિદિશામાં જે કોઈ બીજા તીર્થંકરો (છે, तेभने) तीआणागय-संपइय सव्वे वि जिण वंदु ।।३।। अतीतानागत-साम्प्रतिकान् सर्वानपि जिनान् वन्दे ।।३।। (भने) भूत-भविष्य भने वर्तमान 10मा. (Edu, थथे भने छ) ते. सर्व જિનેશ્વરોને પણ હું વંદન કરું છું. llફી Page #56 -------------------------------------------------------------------------- ________________ જગચિંતામણિ સૂત્ર तिअलोए अट्ठकोडीओ, छप्पन लक्खा सत्तावणवइ सहस्सा बत्तीस-सय बासीयाइं चेइए वंदे ।।४।। त्रैलोक्ये अष्टकोटीः षट्पञ्चाशतं लक्षाणि सप्तनवतिं सहस्राणि द्वात्रिंशत्शतं द्वयशीति ચૈિત્યનિ વન્દ્ર જા. ત્રણ લોકના આઠ કરોડ, છપ્પન લાખ સત્તાણું હજાર બત્રીસોને ધ્યાસી (૮,૫૭,૦૦,૨૮૨) જિનમંદિરોને વંદન કરું છું. ll૪ll पन्नरसकोडी सयाई बायाल कोडी अडवन्ना, लक्ख छत्तीस सहस्स असीइं सासय-बिंबाइं पणमामि ।।५।। पञ्चदशकोटीशतानि द्विचत्वारिंशतं कोटी: अष्टपञ्चाशत् लक्षाणि षट्त्रिंशतं सहस्राणि अशीतिं शाश्वत-बिम्बानि प्रणमामि ।।५।। પંદરસો ને બેંતાલીસ કરોડ અઢાવન લાખ છત્રીસ હજાર અને એંશી (૧૫, ૪૨, ૫૮, ૩૬, 6૮૦) શાશ્વત પ્રતિમાઓને (હું) પ્રણામ કરું છું. આપ વિશેષાર્થ : રૂછાળ સંવિદ ભાવન! ત્યવંદન કરું - હે ભગવંત આપ ઈચ્છાપૂર્વક મને આજ્ઞા આપી કે, હું ચૈત્યવંદન કરું? કોઈ પણ કાર્ય કરતાં પહેલાં તે કાર્ય સંબંધી ગુરુને ઈચ્છા જણાવવી અને તે પૂજ્યની આજ્ઞા પ્રાપ્ત કરીને તે કાર્યનો પ્રારંભ કરવો; આ જૈનશાસનની મર્યાદા છે. આ રીતે આજ્ઞા માંગીને ગુરુને આધીન રહીને જ સર્વ અનુષ્ઠાનો કરવાં જોઈએ. કારણ કે, ગુણવાનની પરતંત્રતાપૂર્વક કરાયેલી ક્રિયા જ ગુણપ્રાપ્તિનું કારણ બને છે અને ગુર્વાશામાં જ મારું શ્રેય છે, આવા પ્રકારનો બોધ સ્પષ્ટ થાય છે. - “છાબ' - આ શબ્દ પ્રયોગથી શિષ્ય ગુરુને જણાવે છે કે – “આપ અનિચ્છાએ નહિ, પણ આપની ઈચ્છા હોય તો જ મને આજ્ઞા આપો.” આવા ઉચ્ચારણથી દશવિધ સામાચારીમાંની પ્રથમ ઈચ્છાકાર' સામાચારીનું પાલન પણ થાય છે. આ શબ્દ સાંભળી ઉત્તમ ક્રિયાને યોગ્ય સમય જાણીને ગુરુભગવંત પણ શિષ્યના ભાવોલ્લાસની વૃદ્ધિ માટે કહે છે કે, Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૦. ૩૦ સૂત્રસંવેદના-૨ (૬) - તું ચૈત્યવંદન કર. આ શબ્દ સાંભળીને પોતાના આ કાર્યમાં ગુરુભગવંતની સંમતિ છે જ, તેમ માની, આનંદમાં આવી વિનયસંપન્ન શિષ્ય ચૈત્યવંદનનો પ્રારંભ કરતાં કહે છે - ફ - હું ઈચ્છું છું. ઈચ્છે' કહી શિષ્ય એમ જણાવે છે કે, ભગવંત ! હું આપની આજ્ઞાનો સ્વીકાર કરું છું. હું આપની આજ્ઞા પ્રમાણે જ કરવા ઇચ્છું છું. ‘છે' - શબ્દ પરમ વિનયનો સૂચક છે. ગુરુભગવંતે “તું ચૈત્યવંદન કર.” એવી આજ્ઞા આપ્યા પછી પણ આજ્ઞા પ્રત્યેના આદરવાળો શિષ્ય આ આજ્ઞાને મૌનપણે સ્વીકારી લેતો નથી, પરંતુ વિનયપૂર્વક કહે છે. આપ જે કહો છો હું તે જ કરવા ઈચ્છું છું. આ રીતે તે આજ્ઞાનો સ્વીકાર કરે છે. નચિંતામણિ - હે જગતમાં ચિંતામણિરત્ન સમાન! ચોવીસ જિનેશ્વરના વિશેષણવાચક આ પદો સંબોધન બહુવચનમાં છે અને તેનો અન્વયે વાવી નિવર જયંતુ સાથે જોડવાનો છે. તેનાથી હે જગતમાં ચિંતામણિ રત્ન સમાન વગેરે વિશેષણોવાળા ચોવીસે જિનેશ્વરો આપ જય પામો.' - એવો અર્થ પ્રાપ્ત થાય છે. ન' એટલે જગત, લોક અથવા જીવોનો સમૂહ. ચિંતામણિ !' એટલે ચિંતન માત્રથી ઈષ્ટફળને આપનારું એક રત્ન. ભગવાનને અહીં ચિંતામણિરત્ન સાથે સરખાવ્યા છે. ચિંતામણિરત્નનું વિધિપૂર્વક સેવન કરવાથી આત્માને જેમ ઈચ્છિત સામગ્રી પ્રાપ્ત થાય છે. તેમ ભગવાનની પણ વિધિપૂર્વક સેવા કરવાથી ઈષ્ટફળની પ્રાપ્તિ થાય છે. જે ભવ્યાત્માઓ ભગવાનને ભાવથી પૂજે છે કે નમસ્કાર આદિ કરે છે, તેઓને ઉત્કૃષ્ટ કોટિનું પુણ્ય (પુણ્યાનુબંધી પુણ્ય) બંધાય છે. આવા પુણ્યના પ્રભાવથી તેઓ જ્યાં સુધી મોક્ષમાં ન જાય ત્યાં સુધી, તેઓ ઈચ્છે કે ન ઈચ્છે, તોપણ તેમને ધર્મ કરવાની સર્વ સામગ્રીથી યુક્ત મનુષ્યભવ, અથવા ઉત્તમ કોટીનો દેવભવ તથા અનેક પ્રકારની ભોગસામગ્રીઓ મળે છે. ભગવાને પ્રબોધેલા ધર્મનું સેવન કર્યા પછીના તેઓના દરેક ભવો સુખસભર હોય છે. સુખની Page #58 -------------------------------------------------------------------------- ________________ જગચિંતામણિ સૂત્ર સામગ્રી મળી હોય તોપણ તે આત્માઓ તેમાં અંજાતા નથી; પરંતુ તેનો ઉપયોગ પણ આત્મસાધના માટે કરે છે. આ રીતે પુણ્યોદયના સહારે ભાવપૂર્વકની ભક્તિ કરીને, વિશિષ્ટ પુણ્યબંધ અને નિર્જરાની પરંપરા દ્વારા તેઓ છેક મોક્ષ સુધી પહોંચી જાય છે. આમ ઈષ્ટ એવા મોક્ષની અને તેના ઉપાયોની પ્રાપ્તિમાં વિશિષ્ટ કારણ પરમાત્મા જ છે. તેથી અહીં પરમાત્માના પ્રભાવને વ્યક્ત કરવા માટે ભગવાનને ચિંતામણિરત્નની ઉપમા આપી છે. આ પદ બેલતાં સાધક વિચારે કે, “ચિંતામણી તુલ્ય પ્રભુ મને મળ્યા છે. હવે મારે શી ચિંતા છે. માત્ર વિધિપૂર્વક તેમની આરાઘના કરવાની છે. જો હું આટલું કરીશ તો મને ઐહિક કે પારલૌકિક સર્વ વસ્તુઓ મળવાની જ છે. એમાં કોઈ સંદેહ નથી.” ૩૧ ના-નાહ ! - હે જગતના નાથ ! નાથ એટલે સ્વામી, ધણી, રક્ષણ કરનાર, આશ્રય આપનાર કે યોગ-ક્ષેમ કરનાર. સામાન્યથી જે આપણું યોગ-ક્ષેમ કરે તે આપણા નાથ કહેવાય છે. યોગ એટલે જે પ્રાપ્ત ન હોય તેને પ્રાપ્ત કરાવી આપવું અને ક્ષેમ એટલે જે પ્રાપ્ત થઈ ગયું હોય તેનું રક્ષણ કરવું. જગતના સર્વ જીવો સુખના અર્થી છે અને સુખ ધર્મથી જ મળે છે અને આ ધર્મના સ્થાપક કે દર્શક જિનેશ્વર પરમાત્મા જ છે. તેથી સાચા અર્થમાં જિનેશ્વર પરમાત્મા જ જગતના નાથ છે કારણ કે, તેઓ જે જીવો ધર્મમાર્ગમાં જોડાયા નથી તેમને ધર્મમાર્ગમાં જોડે છે અને જેઓ ધર્મમાર્ગમાં જોડાયેલા છે તેમની આત્મિક સંપત્તિનું રક્ષણ કરે છે. જે લઘુકર્મી આત્માઓ વિધિ અને નિષેધ સ્વરૂપ ભગવાનની આજ્ઞાને સમજે છે, અને પોતાની ભૂમિકા અનુસાર કર્તવ્ય-અકર્તવ્યનો વિચાર કરીને યથાશક્તિ જેઓ ભગવાનની આજ્ઞાને પાળે છે, તેવા આત્માઓ માટે જ ભગવાન નાથ છે. જે આત્માઓ ૫૨માત્માને નાથ તરીકે સ્વીકારે છે, તે આત્માઓ સંસારમાં કદી દુઃખી થતા નથી અને ટૂંક સમયમાં જ અનંત સુખને પ્રાપ્ત કરે છે; પરંતુ જેઓનાં કર્મ ભારે હોય અને તેને કારણે જેમણે ભગવાનને નાથ તરીકે સ્વીકાર્યા ન હોય, કદાચ સ્વીકાર્યા હોય તો માત્ર Page #59 -------------------------------------------------------------------------- ________________ ૩૨. સૂત્રસંવેદના-૨ શબ્દથી જ સ્વીકાર્યા હોય, પરંતુ તેમની આજ્ઞાને સમજવાની અને સમજીને તઅનુસાર ચાલવાની ઈચ્છા કે પ્રયત્ન પણ ન કર્યો હોય તેવા આત્માઓ માટે જગતના રક્ષક એવા ભગવાન પણ નાથ થઈ શકતા નથી. આ પદ બોલતાં સાધક વિચારે કે, “જેના માથે નાથ હોય છે દુનિયામાં તે નિર્ભય અને નિશ્ચિત પણે જીવતા હોય છે. હે પ્રભુ ! મેં પણ આપને નાથ તરીકે . સ્વીકાર્યા છે તેથી મારે હવે કોઈ ચિંતા નથી - કોઈ ભય નથી.” આવા જ ભાવને પૂ. આનંદઘનજી મહારાજે વ્યક્ત કરતાં કહ્યું છે કે, “થીંગ ઘણી માથે કીયો રે, કુણ ગંજે નર બેટ, વિમલ જિન દીઠા લોયણ આજ...” ત્રણ જગતના નાથ મારા ધણી છે. તેથી હવે અંતરંગ કે બાહ્ય યુદ્ધમાં મને કોઈ હરાવી શકે તેમ નથી. ના-ગુર!- હે જગતના ગુરુ ! gorતિ તત્ત્વ કૃતિ : એ વ્યુત્પત્તિ પ્રમાણે જેઓ તત્ત્વનો માર્ગ બતાવે તે ગુરુ. અથવા =અંધકાર અને પ્રકાશ. અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય તે ગુરુ કહેવાય. પરમાત્માએ સમગ્ર વિશ્વને તત્ત્વજ્ઞાન આપીને અજ્ઞાનના અંધકારથી બચાવી જ્ઞાનના પ્રકાશથી ભરી દીધું છે, માટે પરમાત્મા જગતના ગુરુ છે. આ પદ બોલતાં સાધક વિચારે કે, “હું કેવો ભાગ્યશાળી છું કે, મને પરમાત્મા જેવા ગુણ મેળ્યા છે, જેમણે વાસ્તવિક તત્ત્વનો બોઘ કરાવીને મને દુ:ખમુક્તિનો અને સુખપ્રાપ્તિનો સાચો રાહ બતાવ્યો છે. સંસારમાં ભગવાન જેવા શ્રેષ્ઠ બીજા કોઈ ગુણ નથી. આવા ગુરુના વચનરૂપ પ્રકાશના માધ્યમે જો હું મારું જીવન ચલાવું તો નક્કી ટૂંક . સમયમાં દુ:ખભર્યા સંસાથી છૂટી, સુખી થઈ શકે.” આ રીતે અનંત ઉપકારી તરીકે પરમાત્માને જોવાથી પરમાત્મા પ્રત્યેનો અહોભાવ અને આદરભાવ વૃદ્ધિને પામે છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ જગચિંતામણિ સૂત્ર ના-રવલ્લી - હે જગતના રક્ષક ! આપત્તિના સમયે જે રક્ષણ કરે તે “રક્ષક' કહેવાય છે. આપત્તિમાં પડેલા જીવોનું ભગવાન ત્રણ રીતે રક્ષણ કરે છે, આથી ભગવાન ત્રણ પ્રકારે જગતના રક્ષક છે. રક્ષકના ત્રણ પ્રકારો : ૧. પરમાત્મા દુર્ગતિમાં પડતાં જીવોને બચાવી સદ્ગતિમાં સ્થાપિત કરે છે. દુષ્ટ પ્રવૃત્તિ દ્વારા જે જીવો દુર્ગતિને યોગ્ય કર્મ બાંધી રહ્યા છે, તેવા જીવોને, પરમાત્મા ધર્મનો ઉપદેશ આપી, અકાર્યથી અટકાવીને, સત્કાર્ય કરવાની પ્રેરણા આપે છે. આના કારણે, જીવો દુર્ગતિમાં જતા અટકી સદ્ગતિમાં જાય છે. આ રીતે ભગવાન, તેઓને દુર્ગતિથી બચાવે છે. ૨. પરમાત્મા છકાય જીવોની હિંસાથી અટકવાનો ઉપદેશ આપીને જીવોનું રક્ષણ કરે છે.' જગતના જીવો પ્રાયઃ કરીને સ્વાર્થપ્રધાન અને ભૌતિક સુખની ઈચ્છાવાળા હોય છે. પોતાના સ્વાર્થ અને સુખ ખાતર વાત-વાતમાં તેઓ અનંતા જીવોનો સંહાર કરી નાંખે છે. અનંત કરુણાના સ્વામી એવા પરમાત્માએ પોતાના સુખ અને સ્વાર્થનો ત્યાગ કરી અનેક પ્રતિકૂળતાઓ વેઠીને છકાય જીવોની રક્ષા કરી, તથા છકાયજીવોની રક્ષા કરવાનો ઉપદેશ આપી અન્યને પણ જીવદયા પૂર્વકનું જીવન જીવતા કર્યા. આ રીતે પરમાત્મા છકાય જીવોના રક્ષક છે. ૩. પરમાત્મો કર્મના બંધનમાંથી જીવોને છોડાવીને મોક્ષ પ્રાપ્ત કરાવે છે - આ રીતે તેઓ જગતના રક્ષક છે. કર્મની સાથેના સંબંધના કારણે જ આત્માને સંસારમાં રખડવું પડે છે. કર્મના કારણે જ જન્મ-મરણનાં દુઃખો ભોગવવા પડે છે અને કર્મના કારણે જ મહાદુઃખને ઉત્પન્ન કરનારા રાગાદિ કષાયોને આધીન થવું પડે છે. અજ્ઞાન આદિ દોષોને કારણે જીવ સતત આવા કર્મો બાંધે છે. પ્રતિક્ષણ બંધાતાં આવાં કર્મોને અટકાવવા, જગત્રાતા પ્રભુએ સમ્યજ્ઞાન અને સન્ક્રિયારૂપ સુંદર સાધનો આપ્યાં છે. આ બન્નેના માધ્યમે યોગ્ય જીવો કર્મના બંધનથી મુક્ત બની મોક્ષના સુખને પ્રાપ્ત કરી શકે છે. મોક્ષમાં ગયા પછી તેઓ સ્વયં તો સદા Page #61 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૨ સુરક્ષિત છે જ પણ અન્યનેય તેઓથી કોઈ ભય રહેતો નથી. આ પદ બોલતાં સાધક વિચારે કે, ૩૪. “પરમાત્મા જ દુર્ગતિથી, જીવોના વધથી અને કર્મના સંબંધથી છોડાવવા દ્વારા મારું રક્ષણ કરનારા છે. આવાં દુ:ખોમાંથી બચાવવાની શક્તિ પરમાત્મા કે પરમાત્માની વાણી સિવાય બીજા કોઈ પાસે નથી. આથી જો આ મુસીબતોથી માટે સુરક્ષિત રહેવું હોય તો પરમાત્માના વચનને એક ક્ષણ પણ ભૂલવું ન જોઈએ.” આવી સંવેદના સાથે પરમાત્માનું જગતના રક્ષક સ્વરૂપે ધ્યાન થાય તો ઉપરોક્ત ત્રણે બાબતોથી ચોક્કસ રક્ષણ પ્રાપ્ત થાય છે. ના-બંધવ ! - હે જગબંધુ ! લોહીની સગાઈથી બંધાયેલા ભાઈ કે, નિકટવર્તી સ્વજનોને બાંધવ કહેવાય છે. સંસારમાં સામાન્ય રીતે એવો નિયમ છે કે, પોતાના બાંધવો સુખ-દુઃખમાં સાથે રહે છે. રામ-લક્ષ્મણ, કૃષ્ણ-બળદેવ, પાંચ પાંડવો વગેરેની જેમ પરમાત્મા પણ એક સગા ભાઈની જેમ સંપૂર્ણ જગતના હિતચિંતક સ્વરૂપે જગતની સાથે રહે છે, આથી પરમાત્માને જગતના બાંધવ કહેવાય છે. સંસારમાં બાંધવો સાથે ૨હે જ એવું હંમેશા બનતું નથી, ઘણીવાર દુ:ખના સમયે ભાઈ દૂર પણ થઈ જાય છે, પરંતુ જગતનું કલ્યાણ કરવાની ઈચ્છાવાળા જગતના બંધુ સમાન પરમાત્મા એક માત્ર એવા છે કે, જેઓ દુઃખના સમયે પણ કદી દૂર થતા નથી. જે ભક્તના હૃદયમાં પરમાત્મા બિરાજમાન હોય છે, તે ભક્ત પરમાત્માના પ્રભાવે સંસારની આપત્તિઓમાંથી હેમખેમ ઊગરી જાય છે. કોઈકવાર પાપકર્મના પ્રબળ ઉદયથી તેને દુ:ખ આવે તોપણ પરમાત્માના પ્રભાવે તેની મન સ્થિતિ સમાધિવાળી હોય છે એટલે તેને બાહ્ય આપત્તિ પણ આપત્તિરૂપ લાગતી નથી, પરંતુ પોતાના કર્મક્ષયનું સાધન લાગે છે, આથી જ તે અત્યંત સમાધિપૂર્વક તેને સહન કરી શકે છે, માત્ર સહન કર્રે છે તેમ નહિ, પરંતુ જેમ સારો વેપારી ‘ગ્રાહકની ગાળ' દુઃખકારક છતાં કમાણીનું સાધન Page #62 -------------------------------------------------------------------------- ________________ જગચિંતામણિ સૂત્ર ૩૫ હોઈ “ઘીની નાળ' જેવી માની શકે છે, તેમ આ આપત્તિ જ મારા સુખનું સાધન છે, તેમ માનતો ભવ્યાત્મા આપત્તિમાં પણ હર્ષનો અનુભવ કરી શકે છે. જેઓ ભગવાનને બાંધવ તુલ્ય માની તેમના પ્રત્યે અહોભાવ, આદરભાવ અને પ્રેમભાવને રાખે છે, તેમના વચનને સતત હૃદયમાં ધારણ કરે છે અને તેમના વચનાનુસાર યથાશક્ય જીવનને બદલવા પ્રયત્ન કરે છે, તેઓ માટે આવા વિષમકાળમાં પણ ભગવાન ચોક્કસ એક બાંધવ તુલ્ય બને છે. આ પદ બોલતાં સાધક વિચારે કે, કોઈને ન મળે એવો ભાઈ મને મળ્યો છે. સાથે મારો પરમ પુણ્યોદય છે. ગમે તેવી આપત્તિ આવે તોપણ હવે મારે કોઈ ચિંતા નથી. કેમ કે હેમખેમ પાર ઉતારનાર વિશ્વબંધું મારી સાથે છે” -સત્થવાહ ! - હે જગતના સાર્થવાહ ! સાર્થ એટલે ઈષ્ટ સ્થળે પહોંચવા ઈચ્છતા મુસાફરોનો એક સમૂહ. જે આ સમૂહની સારસંભાળ રાખે અને ઈષ્ટ સ્થળે પહોંચાડવાનો પુરુષાર્થ કરે, તેવા તેના નાયક કે આગેવાનને સાર્થવાહ કહેવાય છે. સાર્થવાહ જેમ પોતાના સાર્થમાં જોડાયેલા તમામ વ્યક્તિઓનું રક્ષણ કરી, તેમને જોઈતી સર્વ સામગ્રી પૂરી પાડી, તે સર્વેને ઈષ્ટ સ્થાને પહોંચાડે છે, તેવી જ રીતે ભગવાન પણ પોતાના શાસનરૂપી સાર્થમાં જોડાયેલી તમામ વ્યક્તિઓને મોક્ષમાર્ગમાં જરૂરી બાહ્ય-અભ્યત્તર સર્વ સામગ્રી પૂરી પાડી, છેક મોક્ષ સુધી પહોંચાડે છે. આમ, ભગવાન પણ જૈનશાસનને પામેલા તમામ આત્માઓ માટે સાર્થવાહ તુલ્ય છે. આ પદ બોલતાં સાધક વિચારે કે, “મારે તો સાર્થવાહ તુલ્ય આ ભગવાનના શાસનમાં ભાવથી પ્રવેશ કરવાનો છે. જો પ્રવેશ થઈ જાય તો જેમ સાર્થવાહની સહાયથી ભયંકર જંગલને પસાર કરી ઈષ્ટ સ્થાને પહોંચી શકાય છે, તેમ હું પણ ભયાનક એવી આ ભવ-અટવીને પાર કરી ઈષ્ટ એવા મોક્ષમાં પહોંચી શકીશ.” Page #63 -------------------------------------------------------------------------- ________________ સૂરસંવેદના-૨ નભાવ- વિશ્વ - હે ! જગતના જાણનાર, જોનાર અને તે સર્વને વ્યક્ત કરવામાં વિચક્ષણ ! ભગવાન જગતના ભાવોને જાણવામાં વિચક્ષણ છે, એટલે કે નિપુણ છે. પરમાત્મા સર્વજ્ઞ છે, તેથી તેઓ જગતવર્તી જડ-ચેતન સર્વ પદાર્થોના સર્વ પર્યાયો (ભાવો)ને જાણે છે અને યોગ્ય જીવોની આગળ તેને પ્રકાશિત કરે છે, તેથી ભગવાન માટે ‘જગ-ભાવ-વિચક્ષણ' એવું વિશેષણ યથાર્થ છે. ભગવાન જગતના ભાવોને માત્ર ઉપલક દૃષ્ટિથી જોતા નથી, પણ તે ભાવોના ઊંડાણને જોઈ શકે છે. ઉપલક દૃષ્ટિથી, પહેલી નજરે જોતાં, જે પરપદાર્થો સંસારી જીવોને સુખનું કારણ લાગે છે, તે પૌદ્ગલિક ભાવોની વાસ્તવિકતાથી ભગવાન આપણને સજાગ કરે છે. સર્વજ્ઞ-સર્વદર્શી પરમાત્માએ જણાવ્યું કે, જગતના સર્વ ભાવો જેવા સ્વરૂપે રહ્યા છે તેવા જ છે. તેમાં સારા-નરસા કે ઈષ્ટ-અનિષ્ટનો કોઈ પરિણામ છે જ નહિ. આ સારા-નરસાનો પરિણામ તો સ્વબુદ્ધિ કલ્પિત છે, માટે તમારે જો આત્મહિત કરવું હોય તો તે તે પદાર્થોમાંથી સારા નરસાપણાની બુદ્ધિનો ત્યાગ કરવો જોઈએ. સર્વત્ર ઉદાસીન ભાવ કેળવવો જોઈએ. માત્ર તે પદાર્થો સાથે કઈ રીતે વર્તવું, તમારું ઔચિત્ય ક્યાં કેટલું છે ? તમારા માટે તેની સાથેનો કેટલો સંબંધ ઉપકારક છે, તે સર્વ મારા વચનાનુસાર જાણી તમારે પ્રવૃત્તિ કરવી જોઈએ. જેથી તમારા આત્માનું અહિત ન થાય ! તમે ક્યાંય દુઃખી ન થાઓ ! અને અંતે સર્વ દુઃખથી મુક્ત પણ થઈ શકો. મહોપાધ્યાયશ્રી વિનયવિજયજી મ. સા. પરમાત્માની વાણીનો મર્મ જણાવતાં કહે છે કે - “ નિ: પુનિવે વસ મુવા મમતાતા મ્ - આ પુદ્ગલનો ઢગલો તારામાં લેશ પણ લાગણી રાખતો નથી, તારા પ્રત્યે અત્યંત પ્રેમ-વિનાના આ પુદ્ગલ પ્રત્યે તું શા માટે મમતા રાખે છે ? અને તારી ઈચ્છા પ્રમાણે તેની પ્રાપ્તિમાં સુખી અને તારી ઈચ્છા વિરુદ્ધની પ્રાપ્તિથી તું દુઃખી શા માટે થાય છે ? આ પદ બોલતાં સાધક વિચારે કે, આ જગતમાં મુખની ચિંતા કરનાર હજું કોઈક મળે છે પરંતુ આત્મહિતની ચિંતા કરનાર કોણ છે, કદાચ કોઈક Page #64 -------------------------------------------------------------------------- ________________ જગચિંતામણિ સૂત્ર પુણ્ય યોગે હિતની ચિંતા કરનાર કોઈ મળી જાય તોપણ તેઓ જગતના ભાવોને આ રીતે જાણી કે જોઈ શકતા નથી, તેથી તેઓ ભગવાનની જેમ હિત કરી શકતા નથી. જગતમાં એક માત્ર ભગવાન જ એવા છે કે, જેઓ સર્વજ્ઞ-વીતરાગ હોવાથી અજ્ઞાન કે રાગ-દ્વેષની છાયાથી મુક્ત રહી જગતના ભાવોને જેવા છે, તેવા જાણે છે, જુએ છે અને કોઈનું અહિત ન થાય તે રીતે, તે ભાવોમાંથી નીકળવાનો માર્ગ પણ બતાવે છે. જ્ઞાનની નિર્મળતા અને પૂર્ણતા વગર આવા માર્ગને બતાવવાનું કાર્ય કોઈ કરી શકે તેમ નથી.” આ રીતે પરમાત્માની વિચક્ષણતાનો વિચાર કરી, તે પરમાત્મરૂપને વરેલા ચોવીસેય ભગવાનને આ શબ્દો દ્વારા સ્મૃતિમાં લાવી, તેવા ભગવાન સમગ્ર વિશ્વમાં અને મારા આત્માના એક એક પ્રદેશમાં જયવંતા વર્ષો અર્થાત્ આ સ્વરૂપે સદા સ્મૃતિમાં રહો તેવો ભાવ આ શબ્દ બોલતાં કરવાનો છે. અઠ્ઠાવવ-સંવિગ વ ! ૩૭ - જેમની પ્રતિમાઓ અષ્ટાપદ પર્વત ઉપર સંસ્થાપિત થયેલી છે. એવા (ચોવીસે તિર્થંકરો) ભરતમહારાજાએ આ અવસર્પિણીમાં થનારા ચોવીસે ભગવાનની, શરીરની ઊંચાઈ, પહોળાઈ તથા વર્ણ પ્રમાણે પ્રતિમા ભરાવીને અષ્ટાપદ પર્વત ઉપર બિરાજમાન કરી છે. જેઓ ચરમશ૨ી૨ી-તદ્ભવ મોક્ષગામી હોય તેવા આત્માઓ જ પોતાની લબ્ધિથી આ પર્વત ઉપર રહેલ પ્રતિમાઓની ભક્તિ કરી શકે છે. આ શબ્દો બોલતાં અષ્ટાપદ પર્વત ઉપર રહેલી તેવા પ્રકારની ઉંચાઈ આદિ વાળી પ્રતિમાઓને અને પ્રતિમામાં રહેલા પરમાત્મભાવને યાદ કરી વંદના કરવાની છે. ક-વિપાસળ ! આઠ કર્મનો નાશ કરનારા. જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મો આત્માના જ્ઞાનાદિ ગુણોને રોકે છે. ભગવાન ચાર ઘાતિ કર્મનો નાશ કરીને કેવળજ્ઞાન પામે છે અને ચાર અઘાતિ કર્મનો પણ નાશ કરીને અંતે મોક્ષ પ્રાપ્ત કરે છે. આ રીતે પરમાત્મા આઠે કર્મનો નાશ કરનાર છે, તેથી અહીં ભગવાનને આઠ કર્મના વિનાશક કહ્યા છે. આ પદ બોલતાં પરમાત્માની સિદ્ધ અવસ્થાને સ્મૃતિમાં લાવવાની છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૨ આત્મા જ્યારે સર્વ કર્મથી મુક્ત થાય છે. ત્યારે જ તે સિદ્ધ થાય છે અને આત્માના અનંત આનંદને માણી શકે છે. આ સ્વરૂપે પરમાત્માને યાદ કરવાથી મારે પણ આ આઠ કર્મનો વિનાશ કરી, શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરી અનંતા આનંદને પ્રાપ્ત કરવો છે, તેવા પ્રકારના ભાવની વૃદ્ધિ થાય છે, તેથી તે માર્ગે ઉત્સાહ વધે છે, તે માર્ગે વીર્યનું પ્રસર્પણ પણ થવા લાગે છે, જે મહાનિર્જરાનું કારણ બને છે. ગMદિય-સાસ ! - અખંડિત શાસનવાળા ! અપ્રતિહત છે શાસન જેમનું એટલે જેમનું શાસન કોઈ દર્શન, મત કે વ્યક્તિથી હણાય નહિ તેવું અખંડિત, અસ્મલિત કે અવિસંવાદિ છે. જેમનું શાસન વિરોધ વગરનું છે. શાસન શબ્દ ત્રણ અર્થમાં વપરાય છે. ઉપદેશ, શાસ્ત્ર અને સંઘ. એટલે ભગવાનનો ઉપદેશ, ભગવાનનાં શાસ્ત્રો કે ભગવાનનો સંઘ અખંડિત છે, તેમાં ક્યાંય નાશ, સ્કૂલના કે વિસંવાદ જોવા મળતો નથી. અરિહંત પરમાત્માનો આચાર એવો છે કે - તેઓ જ્યાં સુધી સર્વજ્ઞ ન બને ત્યાં સુધી તેઓ ઉપદેશ આપતા નથી. તેઓ જ્યારે સ્વયં કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે, ત્યારે જ દેશના આપે છે. આથી જ કેવળજ્ઞાનથી સર્વ પદાર્થને જોઈ યથાર્થ રૂપે પ્રરૂપણા કરતા પરમાત્માની દેશનાના પ્રવાહને કોઈ પ્રતિવાદી કુતર્કના કાંકરા નાંખી અટકાવી શકતા નથી. પરમાત્માના આ ઉપદેશને પ્રાપ્ત કરી ગણધરભગવંતો દ્વાદશાંગીની રચના કરે છે અને ત્યારપછીના સુવિહિત ગીતાર્થો પણ આ દ્વાદશાંગીના આધારે અનેક ગ્રન્થોની રચના કરે છે, તેને શાસ્ત્ર કહેવાય છે. અનેક દૃષ્ટિકોણથી પદાર્થનું મૂલ્યાંકન કરતાં આ શાસ્ત્રોમાં પણ ક્યાંય અધૂરપ જોવા મળે તેવું નથી. આ શાસ્ત્રોમાં ક્યાંય અલનાનો પણ સવાલ નથી. “હા” સંયોગોની વિષમતાના કારણે કે વિસ્મૃતિને કારણે આજે ઘણાં શાસ્ત્રો નાશ પામી ગયાં છે. તેથી આજે ક્યાંક ત્રુટિ દેખાય તો તે ત્રુટિ પણ શાસ્ત્રની નથી, પણ શાસ્ત્રની જાળવણીના અભાવની છે. ઘણાં શાસ્ત્રો નષ્ટ થઈ ગયાં હોવા છતાં આજે પણ એટલાં શાસ્ત્રો તો ચોક્કસ છે કે, જે શાસ્ત્રોના માધ્યમે સાધક આત્મસિદ્ધિના માર્ગે અવિરત પ્રયાણ કરી શકે. Page #66 -------------------------------------------------------------------------- ________________ જગચિંતામણિ સૂત્ર ૩૯ ભગવાનનું વચન જેમના હૈયામાં સંસ્થાપિત થયું છે તેવા સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાને ચતુર્વિધ સંઘ કહેવાય છે. આ ચતુર્વિધ સંઘ ભરત એરવતક્ષેત્રની અપેક્ષાએ સદા વિદ્યમાન નથી હોતો, તોપણ મહાવિદેહક્ષેત્રની અપેક્ષાએ સદા વિદ્યમાન છે, આથી પણ ભગવાનનું શાસન અખંડિત કહેવાય છે. આ પદ બોલતાં એવો સંકલ્પ કરવો જોઈએ કે, ભગવાનનું શાસન તો આ જગતમાં સદાકાળ વિદ્યમાન છે. માત્ર આ શાસનને માટે સમર્પિત થઈ જવાની જરૂર છે. જો આ શાસનને સંપૂર્ણ સમર્પિત થઈ જવાય તો મારું શ્રેય ચોક્કસ છે. આથી અપ્રતિહત શાસનવાળા પરમાત્માનું ધ્યાન કરી હું પણ આ શાસનને સમર્પિત થવાની શક્તિ પ્રગટ કરું ! વડવી સંપ નિવર જયંત - (અષ્ટાપદગિરિ ઉપર બિરાજમાન) ચોવીસે પણ જિનેશ્વરો જય પામો! ગુણસંપન્ન એવા ચોવીશે જિનેશ્વરો સદા માટે જગતમાં જયવંતા વર્તા અથવા તેઓ મારા હૃદયકમળમાં હંમેશા વિદ્યમાન રહો ! ચંદનના વનમાં જેમ મોરનો એક ટહુકો સેંકડો સાપોને પળવારમાં પલાયન કરે છે, તેમ હૃદયમંદિરમાં ભગવનની હાજરી માત્ર પણ રાગાદિ અનેક દોષારૂપ સાપોને પલાયન કરે છે. - આ પદ બોલતાં સાધક વિચારે કે, : “પ્રભુ ! આ જગતમાં તો સદા જયવેતા જ; પરંતુ મારા હૃદયમાં પણ આપ સદા વિજયી બની રહો તો - મોહરૂપી શત્રુની સામે મારો પણ વિજય થાય” ઉપર જણાવેલા તમામ વિશેષણોથી યુક્ત ભગવાનને જોવાથી તેમના પ્રત્યેની ભક્તિ-બહુમાન વૃદ્ધિમાન થાય છે. આવા પરમાત્મા મારી સાથે છે.” - આવી બુદ્ધિ થતાં સન્માર્ગમાં પ્રવૃત્ત થવાનો ઉત્સાહ વધે છે, વીર્યની વૃદ્ધિ થાય છે અને તેથી આત્માનું હિત થાય છે. જેના પ્રત્યે બહુમાનનો પરિણામ હોય છે તેમના જન્મક્ષેત્ર, શરીર અને સંખ્યા આદિ અંગે પણ જિજ્ઞાસા થાય છે. તેથી હવે આ ચોવીસે ભગવંતોનું જન્મક્ષેત્ર, શરીર અને સંખ્યાદિ શું છે તે જણાવે છે - Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪૦. સૂત્રસંવેદના-૨ મમૂર્દિ પૂમિદ્ધિ - કર્મભૂમિમાં આ પદથી ભગવાનનું જન્મક્ષેત્ર બતાવાય છે. જે ક્ષેત્રમાં અસિ, મસિ અને કૃષિનો વ્યવહાર ચાલે છે તેને કર્મભૂમિ કહેવાય છે. આવી કર્મભૂમિ ૧૫ છે. ૫ ભરત, ૫ ઐરાવત અને ૫ મહાવિદેહ. અહીં અસિ, મસિ અને કૃષિનો વ્યવહાર ચાલતો હોવાને કારણે, કર્મબંધનાં નિમિત્તો પણ અહીં વધુ મળે છે અને કર્મનો ક્ષય કરવા માટે સંયમ આદિની સુંદર સામગ્રી તેમજ મોક્ષની પ્રાપ્તિ પણ આ ક્ષેત્રમાં જ થાય છે, આથી જ જિનેશ્વર ભગવંતોનો જન્મ પણ આ કર્મભૂમિમાં જ થાય છે. પસંયળ - વજઋષભનારા નામના પ્રથમ સંઘયણવાળા. સંઘયણ એટલે શરીરનો બાંધો, હાડકાંની મજબૂતાઈ. શાસ્ત્રમાં સંઘયણ છે પ્રકારનાં બતાવ્યાં છે. તેમાં પ્રથમ વજઋષભનારાચ સંઘયણ છે. આ સંઘયણવાળા જીવના શરીરની મજબૂતાઈ વિશેષ પ્રકારની હોય છે. આ સંઘયણવાળા આત્માઓ જ મોક્ષે જઈ શકે છે. બીજા કોઈપણ સંઘયણવાળા જીવોમાં એવું સત્ત્વ કે શક્તિ નથી કે તે સર્વ કર્મ ખપાવી મોક્ષમાં જઈ શકે. આથી અરિહંતભગવંતો વજઋષભનારીચ નામના પહેલા સંઘયણવાળા હોય છે. ડોલી સત્તરીય નિવેરા વિદાંત સૂક્ષ્મ - ઉત્કૃષ્ટથી 5૧૭૦ જિનેશ્વરો એક સાથે વિચરતા પ્રાપ્ત થઈ શકે છે. પ્રથમ ગાથામાં દર્શાવેલાં વિશેષણોવાળા, કર્મભૂમિમાં જન્મ પામેલા અને વિશેષ પ્રકારના શારીરિક બળવાળા અરિહંતભગવંતો વધુમાં વધુ ૧૭૦ 3. અસિ = તલવારનો વ્યવહાર, મસિ = શાહીનો ઉપયોગ તથા કૃષિ = ખેતીવાડી, વાણિજ્ય, વેપાર વગેરે. 4. છ સંઘયણ : ૧.વજઋષભનારા ૨.ઋષભનારાચ ૩. નારાચ ૪.અર્ધનારાચ ૫.કીલિકા ક. છેવટું. 5. ૧૭૦ જિનનાં ક્ષેત્ર : ભરત એરવત મહાવિદેહની વિજયો જબૂદ્વીપ ૧ ૧ ૩૨ ઘાતકીખંડ ૨ ૨ ૧૪ અર્ધપુષ્કરાવદ્વીપ ૨ ૧૪ ૫ ૫ ૧૬૦ (૫+૫+૧૦૦=૧૭૦) Page #68 -------------------------------------------------------------------------- ________________ જગચિંતામણિ સૂત્ર ૪૧ એકસાથે વિચરતા હોય છે. અજિતનાથ ભગવાનના સમયમાં આવી ઘટના બની હતી. આ પદ બોલતાં તે તે ક્ષેત્રમાં વિચરતા ૧૭૦ જિનને સ્મૃતિમાં લાવી, તેમને પ્રણામ કરવાથી ભાવોલ્લાસની વૃદ્ધિ થાય છે. અરિહંતની ઉત્કૃષ્ટ સંખ્યા બતાવ્યા બાદ હવે જ્યારે ઉત્કૃષ્ટ સંખ્યામાં અરિહંત વિચરતા હોય ત્યારે ઉત્કૃષ્ટથી કેવલી તથા મુનિભગવંતોની સંખ્યા કેટલી હતી અને વર્તમાનમાં કેટલી છે, તે જણાવે છે. નવ વિદિ વટીન - સામાન્ય કેવળીઓની સંખ્યા વધારેમાં વધારે નવ કરોડની છે. અજિતનાથ ભગવાનના સમયમાં જ્યારે ૧૭૦ તીર્થકરો વિચરતા હતા, ત્યારે નવ કરોડ કેવળજ્ઞાની હતા. જોડી સદ નવ સાદૂ મૂડું - સાધુની સંખ્યા વધારેમાં વધારે ૯ હજાર કરોડ અર્થાત્ ૯૦ અબજની (૯૦,૦૦,૦૦,૦૦,૦૦૦) હોય છે. જિજ્ઞાસા : ચૈત્યવંદન કરતી વખતે કેવળી તથા મુનિને શા માટે યાદ કરવાના? - તૃપ્તિ : કેવળી તથા મુનિભગવંતો પણ મોક્ષમાર્ગના અનન્ય સાધક છે. તેમાં કેવળીભગવંત તે જ ભવમાં મોક્ષે જનારા છે અને મુનિભગવંતો વિશિષ્ટ પ્રકારે મોક્ષની સાધના કરી રહ્યા છે, તેથી તેમને યાદ કરવાથી પોતાને પણ મોક્ષની સાધનામાં બળ મળે તે માટે અરિહંતને વંદન કરતી વખતે તેમની સ્તુતિ કરાય છે. સંપ નિવર વીસ - વર્તમાનકાળમાં ૨૦ તીર્થકરો અઢી દ્વીપમાં વિચરે છે. | મહાવિદેહ ક્ષેત્રમાં હંમેશાં ચોથા આરા જેવો કાળ વર્તતો હોય છે. ભરત એરવતની જેમ ત્યાં કદી ચડતો-ઉતરતો કાળ હોતો નથી. તેથી ત્યાં સદા તીર્થકરો હોય છે. વર્તમાનમાં પણ ત્યાં વીસ જિનેશ્વરો વિચરે છે. તે આ પ્રમાણે : જંબુદ્વીપના મહાવિદેહમાં ૪, ધાતકીખંડના બે મહાવિદેહમાં ૮ અને ' અર્ધ પુષ્કરવરદ્વીપના બે મહાવિદેહમાં ૮. આમ કુલ ૨૦ તીર્થંકર પરમાત્મા વર્તમાનમાં વિચારી રહ્યા છે. Page #69 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૨ વર્તમાનમાં શ્રેષ્ઠ જ્ઞાનવાળા અર્થાત્ मुणि बहु-कोडिहिं वरणाण કેવળજ્ઞાની, મુનિઓ વધારેમાં વધારે બે કરોડ (૨,૦૦,૦૦,૦૦૦) હોય છે. ૪૨ समणह कोडी - सहस्स - दुअ વળી, વર્તમાનમાં શ્રમણોની સંખ્યા વધુમાં વધુ બે હજાર કરોડ અર્થાત્ વીસ અબજની (૨૦,૦૦,૦૦,૦૦,000) છે. અહીં એ ધ્યાનમાં રાખવું કે, આ બધા શ્રમણો છઠ્ઠા-સાતમા ગુણસ્થાનકે વર્તનારા છે. थुणि नि विहाणि - કરાય છે. - પ્રાતઃકાળમાં હંમેશા જેમની સ્તવના આ પદો દ્વારા ઉત્કૃષ્ટ અને જઘન્ય સંખ્યાથી તીર્થંકર, કેવળી અને મુનિ ભગવંતોને સ્મૃતિમાં લાવવાના છે. પ્રભાતમાં તેમની નિત્ય વંદના કરવામાં આવે છે, જે ભવ્યાત્માઓ માટે વિશિષ્ટ ભાવવૃદ્ધિનું કારણ બને છે. વર્તમાનકાળમાં પણ મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થંકરભગવંતો, કેવળીઓ અને સુસાધુઓ વિપુલ પ્રમાણમાં છે, તોપણ આપણું પુણ્ય નબળું છે. તેથી આપણને તે મળી શક્યા નથી. આથી જ આપણે અનેક શંકાઓના સ્પષ્ટપણે સમાધાનો મેળવી સન્માર્ગમાં વિશેષ યત્ન કરી શકતા નથી. આ મહાપુરુષોને યાદ કરી આ કાળમાં મળેલા દેવ-ગુરુની એવી સેવા-ભક્તિ કરીએ કે, જેથી નજીકમાં જ તીર્થંકર જેવા દેવ અને નિગ્રંથ ગુરુ ભગવંતો આપણને મળી શકે. આ પદ બોલતાં આવો સંકલ્પ વિશેષ ભાવનું કારણ બની શકે છે. ચોવીસ તીર્થંકરો, કેવળીભગવંતો, મુનિભગવંતો વગેરેને વંદના કરીને પણ સંતુષ્ટ નહિ થયેલો સાધક, પોતાના ભાવોલ્લાસની વૃદ્ધિ માટે વર્તમાનમાં જે વિશિષ્ટ તીર્થસ્થાનો છે, તેમાં રહેલા મૂળનાયક ભગવાનને યાદ ક૨વા પૂર્વક સ્તુતિ કરે છે - जयउ सामिअ ! जयउ सामिअ ! તમે જય પામો ! હે સ્વામી, તમે જય પામો ! રિસદ સત્તુનિ - શત્રુંજયતીર્થ ઉપર રહેલા શ્રીઋષભદેવ ભગવાન (જય પામો.) Page #70 -------------------------------------------------------------------------- ________________ જગચિંતામણિ સૂત્ર ૪૩ શત્રુંજય તીર્થ શાશ્વત તીર્થ છે. આ તીર્થના માહાભ્યથી અનંતા જીવોએ અંતરંગ શત્રુઓ પર વિજય મેળવ્યો છે, તેથી તેનું નામ શત્રુંજય છે. આ તીર્થને સાંનિધ્યથી અનંતા જીવો સિદ્ધિગતિને પામ્યા છે, તેથી તેનું નામ સિદ્ધક્ષેત્ર પણ છે. આની તોલે આવી શકે તેવું ત્રણે લોકમાં કોઈ તીર્થ નથી. આ રીતે આ મહાતીર્થના વિવિધ પ્રકારના પ્રભાવને કારણે તેનાં ૨૧ અને ૧૦૮ નામો પ્રસિદ્ધિ પામ્યાં છે. હાલમાં ત્યાં શ્રીઋષભદેવ પરમાત્મા મૂળનાયક તરીકે બિરાજમાન છે. રૂપિતિ પદ-મિનિળ - ગિરનાર ઉપર બિરાજતા) નેમિનાથ પ્રભુ (આપ જ્ય પામો). ગિરનાર પર્વત ઉજ્જયંતગિરિ અથવા રેવતગિરિના નામથી પ્રસિદ્ધ છે. તેના ઉપર બાવીસમા તીર્થંકર શ્રીઅરિષ્ટનેમિ (નેમિનાથ)ની દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ એ ત્રણ કલ્યાણકો થયેલા હોવાથી તે અતિપવિત્ર ગણાય છે. નય૩ વીર સરિ મંડળ - સાંચોર (સત્યપુરી) મંડણ એવા હે વીર પ્રભુ! (આપ જય પામો). " મ ચ્છર મુનિસુવા - ભરુચમાં બિરાજમાન) શ્રીમુનિસુવ્રત "સ્વામી (જય પામો). " મુહરિ (મદુરિ) પાસ સુદ-રિન-વંડ - દુઃખ અને દુરિતનો નાશ કરનાર મથુરી પાર્શ્વ = મથુરામાં રહેલા પાર્થ પ્રભુ (જય પામો). આ પદો દ્વારા તે તે તીર્થસ્થાનોને સ્મૃતિપટ પર લાવી, તે તે તીર્થ દ્વારા અનંતા આત્માઓને થયેલા ઉપકારો યાદ કરી ભાવપૂર્વક વંદના કરવાથી ઘણાં - કર્મોનો ક્ષય થાય છે અને મહાન પુણ્યનો બંધ થાય છે. વળી તીર્થ અને તીર્થપતિના વંદનથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ, વિશુદ્ધિ અને વૃદ્ધિ થાય છે. - સવર િિદ તિસ્થાર - મહાવિદેહમાં વિચરતા બીજા તીર્થકરોને (હું વંદન કરું છું.) * વિહં લિસિ વિલિસિનિ - ચાર દિશાઓમાં અને વિદિશાઓમાં રહેલા જે કોઈ પણ (તીર્થકરોની પ્રતિમાઓ છે તેને હું વંદન કરું છું.) તીમાળી સંપરૂ વંદુ નિ સલ્વે વિ - ભૂતકાળમાં થઈ ગયેલા, Page #71 -------------------------------------------------------------------------- ________________ ૪૪. સૂત્રસંવેદના-૨ ભવિષ્યમાં થનારા અને વર્તમાનમાં વિદ્યમાન હોય તે સર્વ તીર્થંકર પરમાત્માને હું વંદન કરું છું. સર્વ ચૈત્ય અને સર્વ બિંબને અલગ અલગ યાદ કરી શકાય તેમ નથી માટે હવે તેને સામૂહિકરૂપે સ્મરણમાં લાવી વંદના કરે છે - सत्ताणवइ-सहस्सा, लक्खा छप्पन अट्ठकोडीओ, बत्तीस सय વાણીયારું તિગસ્ટો વંદે - ત્રણે લોકમાં રહેલા આઠ કરોડ, છપ્પન લાખ, સત્તાણું હજાર, બત્રીસસો અને વ્યાસી (૮,૫૭,00,૨૮૨) શાશ્વતા ચૈત્યોને હું વંદન કરું છું. ૮,૦૦,૦૦,૦૦૦ આઠ કરોડ પક,૦૦,૦૦૦ છપ્પન લાખ ૯૭,૦૦૦ સત્તાણું હજાર [૩,૨૦૦ બત્રીસ સો ૮૨ વ્યાસી ’ ૮,૫૭,૦૦,૨૮૨ पन्नरस कोडी सयाई, कोडी बायाल लक्ख अडवन्ना, छत्तीस સદા વસીયું, સાથ-વિંવાડું પછામામિ - (શાશ્વતા ચૈત્યોમાં રહેલા) પંદરસો કરોડ (પંદર અબજ), બેતાલીસ કરોડ, અઠ્ઠાવન લાખ, છત્રીસ હજાર અને એંશી શાશ્વતાં જિનબિંબોને હું પ્રણામ કરું છું (૧૫,૪૨,૫૮,૩૬,૦૮૦). આમ આ ચૈત્યવંદનમાં પ્રાતઃસ્મરણીય તીર્થકર દેવોના ગુણગાન કરીને તેમના બિબો, ચૈત્યો તથા તીર્થોને ભક્તિ-ભાવથી વંદન કરવામાં આવેલ છે. આ રીતે સંકલ્પપૂર્વક ચોવીસ તીર્થકરો આદિનું સ્મરણ કરી વંદના કરવાથી અરિહંત આદિ ઉત્તમ પુરુષો તરફ ચિત્ત વિશેષ આવર્જિત (આકર્ષિત) થાય છે, અને સંસારના તુચ્છ ભાવોથી ચિત્ત વિમુખ થાય છે, તેથી સંસાર અલ્પ થાય છે, વિશેષ પુણ્યનો બંધ થાય છે અને પરંપરાએ આત્માને મોક્ષની પ્રાપ્તિ થાય છે. 6. આ ચૈત્ય તથા બિંબની વિશેષ સમજ સૂત્ર સંવેદના-પમાં સકલ તીર્થ સૂત્રથી જાણવી. Page #72 -------------------------------------------------------------------------- ________________ જે કિંચિ સૂત્ર સૂત્ર પરિચય : પરમતારક શ્રીગણધરભગવંતોએ રચેલા આ સૂત્રમાં સર્વ તીર્થોને વંદના કરવામાં આવી છે. તેથી જ તેનું બીજું નામ “તીર્થનંદના” સૂત્ર છે. આત્મા જેના આલંબનથી આ ભયાનક સંસારસાગરથી તરી શકે તેને તીર્થ કહેવાય છે. નિશ્ચયનયથી તો આત્મા પોતાના જ પ્રયત્નથી સંસારસાગર તરે છે, તોપણ તીર્થો અને જિનબિંબો સંસારસાગર તરવામાં એક પ્રબળ આલંબન પૂરું પાડે છે. આથી તેને તીર્થ કહેવાય છે. - આજ સુધીમાં અનંતા આત્માઓ આવાં તીર્થાદિના સુંદરતમ આલંબનને પામીને સંસારસાગર તરી ગયા. વર્તમાનમાં પણ આવાં સુંદર આલંબનોને સ્પર્શીને કેટલાય આત્માઓ આત્મકલ્યાણના માર્ગે અવિરતપણે આગળ વધી રહ્યા છે. તેમ જ ભાવિમાં પણ આ તીર્થો અને જિનબિંબોનાં આલંબનોને પામીને અનંતા આત્માઓ તરવાના છે. આ વિષમ સંસારથી પાર પામવાના આશયથી આ સૂત્રમાં સર્વ તીર્થોને વંદન કરવામાં આવે છે. - આ તારનાર તીર્થો બે પ્રકારનાં છે. ૧. સ્થાવર તીર્થ, ૨. જંગમ તીર્થ. શત્રુંજય આદિ તીર્થસ્થાનો સ્થિર છે, તેથી તેને સ્થાવર તીર્થ કહેવાય છે. અનંતા મહાત્માઓએ આ અતિપવિત્ર ભૂમિ ઉપર પોતાનું પરમ કલ્યાણ કર્યું છે. જો કે, વીતેલા અનંતકાળમાં તો સર્વ ભૂમિઓ પરથી અનંતા આત્માઓ મોક્ષે ગયા છે. • તોપણ તીર્થભૂમિને પામીને શ્રેયને સાધનારા, કેવલજ્ઞાન પામનારા અન્ય ક્ષેત્ર કરતાં કેઈગણાં અધિક છે, તેથી આવાં ક્ષેત્રો સંસારતારણની ક્રિયામાં એક પ્રબળ નિમિત્તરૂપ છે. આ કારણે તેને સ્થાવર તીર્થ કહેવામાં આવે છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૨ જંગમ તીર્થ એટલે હાલતું-ચાલતું તીર્થ. ભગવદ્ આજ્ઞાને હૈયામાં રાખીને, ભગવાનની આજ્ઞાને અનુસરનારાં સાધુ-સાધ્વીજી ભગવંતો જંગમ તીર્થસ્વરૂપ છે. આવા મહાત્માઓનાં દર્શન-વંદન-પૂજન-પરિચયાદિથી અનંતા આત્માઓ સન્માર્ગમાં જોડાય છે. યોગ્ય આત્માઓને એમનાં દર્શનાદિથી પણ સમ્યક્ત્વ અને ચારિત્રનો પરિણામ પેદા થઈ શકે છે અને એ પરિણામ દ્વારા સંસારસાગરને તરી શકે છે, તેથી તે પણ તીર્થ કહેવાય છે. આમ છતાં આ સૂત્રમાં જંગમતીર્થોને છોડી મુખ્યત્વે સ્થાવર તીર્થો તથા તેમાં રહેલાં જિનબિંબોને વંદના ક૨વામાં આવી છે. આ સૂત્રનો ઉપયોગ ખાસ કરીને ચૈત્યવંદન કરતી વખતે કરવામાં આવે છે. ૪૬ મૂળ સૂત્ર : जं किंचि नाम तित्थं, सग्गे पायालि माणुसे लोए । નારૂં નિળવિવાદું, તારૂં સન્મારૂં વંવામિ ।।।। પદ-૪ : સંપદા-૧ : અક્ષર-૩૨ અન્વય સહિત સંસ્કૃત છાયા અને શબ્દાર્થ : सग्गे पायालि माणुसे लोए जं किंचि नाम तित्थं । स्वर्गे पाताले मानुषे लोके यत्किंचित् नाम तीर्थम् । સ્વર્ગમાં, પાતાળમાં અને મનુષ્યલોકમાં જે કોઈ તીર્થ છે, जाई जिबिंबाई ताई सव्वाइं वंदामि । । १ । । यानि जिनबिंबानि तानि सर्वाणि वन्दे ।। १ ।। (અને) જે જિનેશ્વર (પરમાત્મા)ની પ્રતિમાઓ છે, તે સર્વને હું વંદન કરું છું. સૂત્રનો વિશેષાર્થ : ન વિધિ 'નામ તિર્થં સì પાહિ માનુસે છો! - સ્વર્ગમાં, પાતાળમાં અને મનુષ્યલોકમાં જે કોઈ તીર્થ છે, (તે સર્વને હું વંદન કરું છું.) 1. મૂળમાં જે ‘નામ' શબ્દ છે, તે વાક્યાલંકાર માટે વપરાયેલો એક અવ્યય છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ જકિંચિ સૂત્ર ‘તીર્થતે અનેન કૃતિ તીર્થમ્ - જેનાથી તરાય અથવા જે તારે તે તીર્થ કહેવાય છે. આમ તો કોઈપણ આત્મા પોતાના શુભ ભાવોથી જ સંસારસાગર તરી શકે છે, તોપણ આત્માને તારનારાં શુભભાવો કોઈક નિમિત્તોને પામીને ઉત્પન્ન થાય છે. આવાં નિમિત્તોમાં સર્વ શ્રેષ્ઠ નિમિત્ત તીર્થંકર પરમાત્મા છે. આ તીર્થંકર પરમાત્માની પ્રતિમાઓ જ્યાં સ્થાપિત કરેલી હોય, તેમનાં કલ્યાણકો જ્યાં થયાં હોય, અથવા પરમાત્મા સ્વદેહે જ્યાં વિચર્યા હોય તે સર્વ ક્ષેત્રને પણ તીર્થ કહેવાય છે. કેમ કે, આવા ઉત્તમ આત્માઓના સંગથી તે ભૂમિ પવિત્ર થઈ હોય છે, ત્યાં જવાથી, તે તે પરમાત્માની સ્મૃતિ તાજી કરવાથી સહેલાઈથી શુભ ભાવો ઉત્પન્ન થાય છે. આવાં જે કોઈ તીર્થો સ્વર્ગમાં, પાતાળમાં અને મનુષ્યલોકમાં છે, તે સર્વને હું વંદન કરું છું. ૪૭ સ્વર્ગલોકનાં તીર્થો ; ૧૨ દેવલોક, ૯ ત્રૈવેયક, ૫ અનુત્તર, ૯ લોકાંતિકાદિ વૈમાનિક દેવોના આવાસો જ્યાં છે, તેને સ્વર્ગલોક કહેવાય છે, તેનાં સર્વ વિમાનોમાં જે જિનમંદિરો છે, તે સર્વ સ્વર્ગલોકનાં તીર્થ છે. . પાતાળલોકનાં તીર્થો : રત્નપ્રભા પૃથ્વીના પેટાળમાં જે પાતાળલોક છે તેમાં ભવનપતિ, વ્યંતર, વાણવ્યંતરના આવાસો છે. તે સર્વ આવાસોમાં જે શાશ્વતાં જિનમંદિરો છે તે અને મહાવિદેહક્ષેત્રના અધોગ્રામમાં જ્યાં જ્યાં અશાશ્વતાં જિનમંદિરો છે તે સર્વે પાતાળ લોકનાં તીર્થો છે. મનુષ્યલોકનાં તીર્થો : મનુષ્યલોકનો અર્થ અહીં અઢી દ્વીપ જ નહિ, પરંતુ સમગ્ર તિતિલોક સમજવો. તિર્આલોકમાં નંદીશ્વરાદિ છેક ચૌદમાં દ્વીપ સુધી જ્યાં શાશ્વતાં જિનમંદિરો છે અને અન્યત્ર જ્યાં જ્યાં શાશ્વતા-અશાશ્વતાં તીર્થસ્થાનો છે, તે સર્વે મનુષ્ય લોકનાં તીર્થો કહેવાય છે. ખારૂં નિળવિંવાડું, તારૂં સવ્વારૂં વામિ - (અને) જે જિનેશ્વરોનાં બિંબો છે, તે સર્વને હું વંદન કરું છું. ચૌદ રાજલોક પ્રમાણ આ વિશ્વમાં અનેક શાશ્વત તીર્થો છે અને અનેક અશાશ્વતા તીર્થો છે. આ સર્વ તીર્થોમાં જિનેશ્વર પરમાત્માની અનેક પ્રતિમાઓ છે. જે શુભભાવોનું પ્રબળ નિમિત છે. આ પ્રતિમાઓને પામી આજ સુધીમાં 2. તીર્થની વિશેષ વ્યાખ્યા લોગસ્સ સૂત્રમાં (સૂત્રસંવેદના ભાગ-૧) આપેલ છે. ૩. અંધોગ્રામ Page #75 -------------------------------------------------------------------------- ________________ ૪૮ : સૂત્રસંવેદના-૨ અનંતા જીવો શુભભાવને સાધી શક્યા છે. સમ્યક્ત્વ આદિ સદ્ગણોના સ્વામી બની ભવસાગર તરી શક્યા છે. આ શબ્દો દ્વારા સાધક તે જિનબિંબોને બે હાથ જોડી મસ્તક નમાવી ભાવથી વંદન કરે છે. આ સૂત્ર બોલતાં સાધક વિચારે કે, જેમ અનંતા આત્માઓ આ આલંબનને યામી વીતરાગભાવને પામ્યા, તેમ હું પણ આ તીર્ષાદિની વંદનાથી , વીતરાગભાવને પ્રાપ્ત કર્યું અને અનાદિકાળથી મને દુઃખી કરનાર મારા રાગાદિ દોષોને દૂર કરે” - આવા ભાવ સાથે જો પરમાત્માને વંદના કરવામાં આવે તો વંદના કરનાર આત્મા કોઈ અગોચર ભાવને પામી, મહાનિર્જરા કરી જરૂર આત્માની શુદ્ધિ કરવા પૂર્વક આત્મિક આનંદ પ્રાપ્ત કરી શકે. જિજ્ઞાસા ? શત્રુંજયાદિ તીર્થને તીર્થ કહેવાય, પણ સ્વર્ગાદિમાં રહેલાં જિનમંદિરોને પણ તીર્થ કહી શકાય ? તૃપ્તિ શત્રુંજયાદિ તીર્થોની જેમ, જે જિનમંદિરો ૧૦૦ વર્ષ કે તેથી વધારે પ્રાચીન હોય, લાંબાકાળથી પૂજાયેલા હોય અને જેનામાં વિશેષ તારક શક્તિ હોય, તે જિનમંદિરો કે જિન સંબંધી સ્થળને પણ તીર્થ કહેવાય છે. આથી જ સ્વર્ગમાં, પાતાળમાં કે મનુષ્યલોકમાં જે શાશ્વતાં જિનમંદિરો છે, તેને તીર્થ કહી શકાય છે. જિજ્ઞાસા : “ના નિurવિવા' માં બહુવચન શા માટે ? . તૃપ્તિ સામાન્ય રીતે ઘણાં મંદિરો કે ઘણી પ્રતિમાઓ વિશેષ ભાવોલ્લાસનું કારણ બને છે અને બહુવચનાત શબ્દ દ્વારા ઘણાં જિનબિંબોની સ્મૃતિ સહજ થઈ શકે માટે અહીં – “નારું નિર્વિવારું' માં બહુવચન મૂક્યું છે. જિજ્ઞાસા : આ સૂત્રમાં તીર્થને વંદના કરી, તીર્થમાં જિનબિંબ પણ આવી જતાં હતાં છતાં જિનબિંબને જુદી વંદના કરવાનું કારણ શું ? તૃપ્તિ : તીર્થ અને જિનબિંબ બન્નેમાં તારવાની તાકાત છે તોપણ તીર્થ સ્થાનમાં જિનપ્રતિમાનું મહત્ત્વ અધિક હોય છે. વળી ભગવાનની પ્રતિમાઓ વિશેષ ભાવોલ્લાસનું કારણ પણ બને છે માટે તીર્થ કરતાં તેનો જુદો ઉલ્લેખ કર્યો હોય તેવું જણાય છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ નમોહ્યુ ણં સૂત્રા સૂત્ર પરિચય : ગણધર રચિત આ સ્તોત્ર દ્વારા ઈન્દ્રમહારાજા પરમાત્માની સ્તવના કરે છે, તેથી તેનું બીજું નામ “શસ્તવ' છે. વળી, આ સૂત્રમાં નમસ્કાર કરવા માટે સહેલાઈથી બોલી શકાય તેવાં સરળ પદો છે. તેથી તેને પ્રણિપાતદંડક પણ કહેવાય છે. - આ જગતમાં ભગવાનને માનનારા-પૂજનારા લોકો તો ઘણા છે. પરંતુ ભગવાનનું વાસ્તવિક સ્વરૂપ કેવું હોય અને આવા સ્વરૂપવાળા ભગવાનને જ કેમ માનવા કે પૂજવા જોઈએ, તેનું જ્ઞાન ઘણા લોકોને હોતું નથી. આવા જ્ઞાન વગર ભગવાનની ભક્તિ આદિનું વાસ્તવિક ફળ મળતું નથી. તેથી ભગવાનના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન મેળવવા આ સૂત્રને સમજવું અતિ જરૂરી છે. ગણધરોની આ વિશિષ્ટ રચનામાં સમાયેલા ગૂઢ ભાવો આપણા જેવા બાળજીવો માટે સમજવા ઘણા અઘરા છે, પરંતુ આપણો મહાન પુણ્યોદય કે તે ગૂઢ ભાવોને પરમોપકારી સૂરિપુરંદર પૂ. શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ શીલલિતવિસ્તરા' નામના ગ્રંથમાં સ્પષ્ટ કર્યા છે. આ ગ્રંથના આધારે જ આજે આપણે આ મહાન સૂત્રના યહુકિંચિત્ પણ અર્થને સમજી શકીએ છીએ. આપણા જેવા બાળજીવોની વાત તો દૂર રહી, પણ મહાબુદ્ધિશાળી Page #77 -------------------------------------------------------------------------- ________________ ૫૦ સૂત્રસંવેદના-૨ શ્રીસિદ્ધર્ષિગણી કે જેમણે “ઉપમિતિભવપ્રપંચા' જેવી દુનિયાની શ્રેષ્ઠ રૂપક કથા લખી છે, તેઓ પણ આ જ લલિતવિસ્તરા ગ્રંથથી ધર્મમાં સ્થિર થયા હતા. સાધનાજીવનના પ્રારંભમાં તેઓ બૌદ્ધમતથી પ્રભાવિત થયેલા, તેમણે એકવીશવાર જૈન અને બૌદ્ધધર્મની વચ્ચે ઝોલાં ખાધાં, પરંતુ જ્યારે તેમણે લલિતવિસ્તરામાં વર્ણવેલ શ્રીઅરિહંત પરમાત્માનું સ્વરૂપ વાંચ્યું, ત્યારથી તેઓ જૈનશાસન પ્રત્યે અડગ શ્રદ્ધાવાળા થઈ ગયા. લલિતવિસ્તરા ગ્રંથનું ગુજરાતી ભાષાંતર અને સુંદર વિવેચન વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજે પરમતેજ' નામના પુસ્તકમાં કરેલ છે. વિશેષ જાણવાની ઇચ્છાવાળાએ તે પુસ્તક જોવું. અહીં તો સૂત્ર બોલતાં જેટલા ભાવો ઉપસ્થિત થઈ શકે તેટલી જ અર્થ અને તેની સંવેદના રજૂ કરાઈ છે. આ સૂત્રમાં અરિહંત પરમાત્માનું નિગોંદ અવસ્થાથી માંડી છેક મોક્ષ સુધીનું વર્ણન જોવા મળે છે. મુક્તિ મંઝીલ સુધીની સુદીર્ઘ યાત્રામાં તેઓશ્રીનું. તથાભવ્યત્વ કેટલું વિશિષ્ટ છે, તેના કારણે તેઓ પ્રત્યેક સ્થાનમાં કેવા ઝળકે છે, ભવ્ય જીવો ઉપર કેવી રીતે ઉપકાર કરે છે. પ્રત્યેક ભવોમાં તથા અંતિમ ભવમાં તેમનું બાહ્ય તથા અત્યંતર સ્વરૂપ કેવું છે તેનું રોચક વર્ણન છે. આ સૂત્રના એક-એક પદો અનંતા ગમ-પર્યાયથી એટલે અનંતા અર્થથી યુક્ત છે. તેમાં ૯ સંપદાઓ છે. આ સંપદાઓના નામ, તેનો ક્રમ અને તેના પ્રયોજન પણ વિશિષ્ટ છે. આ સર્વેનો બોધ થવાથી વિચારક વ્યક્તિઓ માટે આ સૂત્રનું ઉચ્ચારણ-ચિંતન-મનન આદિ અત્યંત આનંદપ્રદ બને છે. તેમાં સૌ પ્રથમ નમોકલ્યુર્ણ આદિ ત્રણ પદોની “સ્તોતવ્ય સંપદા' રજૂ કરાઈ છે. વિચારક પુરુષો હંમેશા વિષયની જાણકારી મેળવી પછી તેમાં પ્રવૃત્તિ કરે છે. માટે સ્તુતિની શરૂઆત કરતાં પૂર્વે સ્તુતિ કરવા યોગ્ય કોણ છે તે આ સંપદામાં જણાવ્યું છે. ત્યારપછી “આઈગરાણ' આદિ ત્રણ પદોની બનેલી બીજી પ્રધાનસાધારણ-અસાધારણ-હેતુ” સંપદા રજૂ કરાઈ છે. અરિહંત ભગવંત જ સ્તુતિ પાત્ર છે તે જાણ્યા પછી બુદ્ધિમાન પુરુષને પ્રશ્ન થાય જ કે, આ જગતમાં ઇચ્છિતને આપનારા દેવો તો ઘણા છે છતાં અરિહંત ભગવંતોની જ કેમ સ્તુતિ Page #78 -------------------------------------------------------------------------- ________________ નમોહ્યુ ણં સૂત્ર કરવાની ? આ જિજ્ઞાસાને સંતોષવા સ્તોત્રકારે આ પ્રભુ જ સ્તુતિ કરવા યોગ્ય કેમ છે તેના સાધારણ (સર્વમાં ઉપલબ્ધ થાય તેવા) તથા અસાધારણ (તીર્થકરમાં જ ઉપલબ્ધ થાય તેવા) કારણો દર્શાવ્યા છે. ત્યારપછી “પુરિસુતાણ આદિ ચાર પદોની ત્રીજી “અસાધારણ હેતુ સંપદા' જણાવાઈ છે. સામાન્યથી સ્તુતિના કારણો જાણ્યા પછી પ્રજ્ઞાવાન પુરુષને પ્રશ્ન થાય કે, પ્રભુ પ્રથમથી અંત સુધી કેવા હતા ? આના ઉત્તરરૂપે નિગોથી માંડી અંતિમ ભવ સુધી પ્રભુનો આત્મા કેટલો વિશિષ્ટ હતો તે આ સંપદા દ્વારા વર્ણવાયુ છે. ત્યારપછી “લોગરમાણ આદિ પાંચ પદોની ચોથી (સ્તોતવ્ય સંપદાની જ) સામાન્ય ઉપયોગ સંપદા' દર્શાવાઈ છે. આટલું જાણ્યા પછી પણ પ્રેક્ષાવાનને પ્રશ્ન થાય કે, ભલે અરિહંત ભગવંતો આ જગતમાં સર્વ શ્રેષ્ઠ હોય તોપણ તેમનાથી આપણને શું ફાયદો ? આનો ઉત્તર આ પદો દ્વારા આપવામાં આવ્યો છે. પુન: વિદ્વાનને પ્રશ્ન થાય કે, અરિહંત ભગવંતો લોકમાં ઉત્તમ છે, લોકનું હિત કરે છે વગેરે વાતો સાચી, પણ આ હિતાદિની પ્રવૃત્તિ કઈ રીતે કરે છે ? તેઓ આવી જિજ્ઞાસાને સંતોષવા “અભયદયાણ આદિ પાંચ પદોની પાંચમી . (સામાન્ય ઉપયોગ સંપદાની) હેતુ સંપદા' દર્શાવી જણાવ્યું કે, અભયાદિભાવે રહેલા પ્રભુ જગતના જીવોને અભયાદિ આપી હિત કરે છે આ રીતે સામાન્ય ઉપયોગના કારણો વર્ણવ્યા છે. ત્યારબાદ “ધમ્મદયાણ' આદિ ૫ પદોની છઠ્ઠી (સ્તોતવ્ય સંપદાની જ) વિશેષ ઉપયોગ સંપદા' વર્ણવાઈ છે. હેતુ સહિત સામાન્ય ઉપયોગને જાણ્યા - પછી પણ સકર્ણ-જીવોને (બુદ્ધિશાળી જીવોને) જાણવાની ઇચ્છા થાય કે, તુતિપાત્ર પ્રભુનો વિશેષ ઉપયોગ શું છે? આ પદો દ્વારા જણાવ્યું કે, શ્રતધર્મરૂપ - સામાન્ય ધર્મની જેમ ચારિત્રધર્મરૂપ વિશેષ ગુણોને પણ પ્રભુ પ્રાપ્ત કરાવનારા છે. છે ત્યારપછી “અપ્પડિહયવરનાણ' આદિ બે પદોની સાતમી (સ્તોતવ્ય સંપદાની) “સકારણ સ્વરૂપ સંપદા' જણાવાઈ છે. પ્રભુ સામાન્યથી અને Page #79 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૨ વિશેષથી કઈ રીતે ઉપકાર કરે છે તે જાણ્યા પછી પણ બુદ્ધિમાન જીવોને આ પ્રભુનું વિશેષ સ્વરૂપ શું છે ? તે જાણવાની ઇચ્છા થાય છે, માટે જ આ બે પદો દ્વારા પ્રભુ સર્વજ્ઞ છે અને સર્વદર્શી છે તે જણાવવામાં આવ્યું છે. પર. આટલું જાણ્યા પછી પણ સંપૂર્ણ સુખેથ્થુ સાધકને સવાલ થાય કે, આ પ્રભુ આપણને ક્યાં સુધી પહોંચાડી શકશે ? તેના સમાધાન માટે જં ‘જિણાણું જાવયાણં’ આદિ ૪ પદોની ‘આત્મતુલ્ય પરફ્ળ કર્તૃત્વ' નામની આઠમી સંપદા દર્શાવી છે. તે દ્વારા સાધકને સંતોષ પણ પમાડ્યો છે કે, કોઈ રાજા, મહારાજા કે શેઠ શ્રીમંતની સેવા એવી નથી કે પોતાના સેવકને તેના જેવો બનાવે. જ્યારે આ પ્રભુની સેવાનું ફળ સેવકને તેમના જેવો જ બનાવે છે. જ્યારે આ પ્રભુની સેવાનું ફળ સેવકને તેમના જેવો જ બનાવે છે. અનાશંસ ભાવે સેવા કરનાર સાધક પ્રભુ પાસે જેવું સુખ છે તેવું પૂર્ણ સુખ પ્રાપ્ત કરી શકે છે. અરિહંત ભગવંતોનું પૂર્ણ સ્વરૂપ ખ્યાલમાં આવ્યા પછી પણ દીર્ઘદૃષ્ટિવાનને થાય કે, આવા પ્રભુ કેવા સુખને પામ્યા છે ? અત્યારે ક્યાં છે ? કેટલો સમય આવી સ્થિતિમાં રહેવાના છે ? વગેરે પ્રશ્નોના ઉત્તરરૂપે ‘સવ્વન્ત્ર્ણસવ્વદરિસીણં' વગેરે ૪ પદોની નવમી ‘પ્રધાન ગુણ અપરિક્ષય પ્રધાન ફળ પ્રાપ્તિ અભય સંપદા' વર્ણવાઈ છે. તે દ્વારા પ્રભુને પ્રાપ્ત ગુણો ક્યારેય નાશ પામવાના નથી. તેઓ સદા કાળ મોક્ષમાં રહેવાના છે તેમ જણાવી મોક્ષનું સુંદર ધ્યાન આપ્યું છે. લલિતવિસ્તરા ગ્રંથમાં આ સૂત્રનું આટલે સુધીનું જ વિવેચન પ્રાપ્ત થાય છે, તેથી છેલ્લી ‘જે અ અઈઆ સિદ્ધા...' વાળી ગાથા પાછળથી આ સૂત્રમાં જોડાઈ હશે એવી પ્રચલિત માન્યતા છે. આ સૂત્રનો ઉપયોગ ચૈત્યવંદન અને પ્રતિક્રમણની આવશ્યક ક્રિયાઓમાં ભાવ અરિહંતનું સ્વરૂપ ઉપસ્થિત કરી, તેમને વંદન કરવા માટે થાય છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ તમોત્યુ ણં સૂત્ર भूण सूत्र : _ नमोऽत्थु णं अरिहंताणं, भगवंताणं ।।१।। आइगराणं, तित्थयराणं, सयं-संबुद्धाणं ।।२।। पुरिसुत्तमाणं, पुरिस-सीहाणं, पुरिस-वर-पुण्डरीआणं, पुरिस-वर-गन्धहत्थीणं ।।३।। लोगुत्तमाणं, लोग-नाहाणं, लोग-हिआणं, लोग-पईवाणं, लोग-पज्जोअगराणं ।।४।। अभय-दयाणं, चक्खु-दयाणं, मग्ग-दयाणं, सरण-दयाणं, बोहि-दयाणं ।।५।। धम्म-दयाणं, धम्म-देसयाणं, धम्म-नायगाणं, धम्म-सारहीणं, धम्म-वर-चाउरंत-चक्कवट्टीणं ।।६।। अप्पडिहय-वर-नाण-दंसण-धराणं, वियट्ट-छउमाणं ।।७।। जिणाणं जावयाणं, तित्राणं तारयाणं, . बुद्धाणं बोहयाणं, मुत्ताणं मोअगाणं ।।८।। सव्वत्रूणं, सव्व-दरिसीणं, सिव-मयल-मरुअ-मणंत-मक्खयमव्वाबाह-मपुणरावित्ति सिद्धिगइनामधेयं ठाणं संपत्ताणं, नमो जिणाणं, जिअ-भयाणं ।।९॥ . जे अ अईआ सिद्धा, जे अ भविस्संति णागए काले । संपइ अ वट्टमाणा, सव्वे तिविहेण वंदामि ।।१०।। ५४-33 : संपह-८ : म१२-२८७ + प्रयलित नमुत्यु ए. डी. ७i दलितविस्त२॥ २हि ग्रंथोमा 'नमोत्थु णं' ५डोपाथी २५६ - तबाधा छ. Page #81 -------------------------------------------------------------------------- ________________ ૫૪ સૂત્રસંવેદના-૨ અન્વય સહિત સંસ્કૃત છાયા અને શબ્દાર્થ : अरिहंताणं भगवंताणं नमोऽत्थु णं ।।१।। अर्हदभ्यः भगवद्भ्य नमोऽस्तु ।।१।। अरिडताने, मताने (भा२.) नभ२७॥२ थानो ! . आइगराणं, तित्थयराणं सयं-संबुद्धाणं ।।२।। आदिकरेभ्यः, तीर्थंकरेभ्यः स्वयं-सम्बुद्धेभ्यः ।।२।। ... આદિ કરનારાઓને, તીર્થકરોને, સ્વયં સમ્યગુ બોધ પામેલાઓને, पुरिसुत्तमाणं, पुरिस-सीहाणं, पुरिस-वर-पुंडरीआणं, पुरिस-वर-गन्धहत्थीणं ॥३॥ पुरुषोत्तमेभ्यः, पुरुष-सिंहेभ्यः, पुरुष-वरपुण्डरीकेभ्यः पुरुष-वरगन्धहस्तिभ्यः ।।३।। પુરુષોમાં જેઓ ઉત્તમ છે તેઓને, પુરુષોમાં જેઓ સિંહ સમાન છે તેઓને, પુરુષોમાં જેઓ શ્રેષ્ઠ પુંડરીક-કમળ સમાન છે તેઓને, પુરુષોમાં જેઓ શ્રેષ્ઠ ગંધહસ્તી સમાન છે તેઓને, लोगुत्तमाणं, लोग-नाहाणं, लोग-हिआणं, लोग-पईवाणं, लोग-पजोअगराणं ॥४॥ लोकोत्तमेभ्यः, लोक-नाथेभ्यः, लोक-हितेभ्यः, लोक-प्रदीपेभ्यः, लोक-प्रद्योतकरेभ्यः ।।४।। લોકમાં જેઓ ઉત્તમ છે તેઓને, લોકના નાથોને, લોકનું હિત કરનારાઓને, લોકને વિશે પ્રકાશ કરનારા પ્રદીપકોને, લોકના પ્રત્યે પ્રદ્યોત કરનારાઓને, अभय-दयाणं, चक्खु-दयाणं, मग्ग-दयाणं, सरण-दयाणं, बोहि-दयाणं ।।५।। अभय-देभ्यः, चक्षु-देभ्यः, मार्ग-देश्य, शरण-देभ्यः, बोधि-देभ्यः ।।५।। સર્વ જીવોને અભય આપનારાઓને, શ્રદ્ધારૂપી નેત્ર આપનારાઓને, માર્ગ આપનારાઓને, શરણ આપનારાઓને, બોધિ આપનારાઓને, धम्म-दयाणं, धम्म-देसयाणं, धम्म-नायगाणं, धम्म-सारहीणं, धम्म-वरचाउरंत-चक्कवट्टीणं ॥६॥ धर्म-देभ्यः, धर्म-देशकेभ्यः, धर्म-नायकेभ्यः, धर्म-सारथिभ्यः, धर्म-वर-चातुरन्तचक्रवर्तिभ्यः ।।६।। Page #82 -------------------------------------------------------------------------- ________________ તમોત્યુ ણં સૂત્ર կկ ધર્મ આપનારાઓને, ધર્મની દેશના આપનારાઓને, ધર્મના સ્વામીઓને, ધર્મના સારથિઓને, ધર્મરાજ્યના શ્રેષ્ઠ ચાતુરંત ચક્રવર્તીઓને, ગદિર-વર-નાળ-હંસા-ધરા, વિલે-છેડમvi ાછા. ગપ્રતિરત-વર-જ્ઞાન-ન-ધરણ્ય, વ્યવૃત્ત-છાણ્ય: IIT/ અપ્રતિહત ઉત્તમ જ્ઞાન અને દર્શન ધારણ કરનારાઓને, છધરહિતોને, जिणाणंजावयाणं, तिन्नाणंतारयाणं, बुद्धाणंबोहयाणं, मुत्ताणंमोअगाणं ।।८।। નિનેપ્ય:નાપગ્ય તીપ્સ: તારણ્ય: વૃદ્ધચ્ચ: વોયખ્યા, મુખ્ય મોગ્ય: પેદા જીતનારાઓને તથા જિતાડનારાઓને, જેઓ સ્વયં સંસારસમુદ્રથી તરી ગયા છે તેઓને, તથા જેઓ અન્યને સંસારસમુદ્રથી તારે છે તેઓને, બુદ્ધોને તથા બોધ પમાડનારાઓને, મુક્તોને તથા અન્ય જેઓ મુક્ત કરાવે છે તેઓને, સબૂકૂળ, સત્ર-રિસી, સિવ-મધ્ય-પગ-મviત-વ-મધ્યાવાદमपुणरावित्ति सिद्धिगइनामधेयं ठाणं संपत्ताणं, जिणाणं जिअ-भयाणं नमो ।।९।। • सर्वज्ञेभ्यः सर्वदर्शिभ्यः शिवम् अचलम् अरुजम् अनन्तम् अक्षयम् अव्याबाधम् બપુનરાવૃત્તિ-સિદ્ધિતિનામધેયં સ્થાન પ્રાપ્તપ્ય: નિનેપ્ય: નિત-મ્યઃ નમ: III સર્વજ્ઞોને, સર્વદર્શીઓને, વિનો-ઉપદ્રવોથી રહિત, અચલ, વેદના (રોગ) રહિત, અનંત, અક્ષય, પીડારહિત, જ્યાં ગયા પછી પાછું ફરવાનું નથી, તેવા સિદ્ધિગતિ નામવાળા સ્થાનને પ્રાપ્ત થયેલાઓને, જિનોને, સાત પ્રકારના ભયો જીતનારાઓને નમસ્કાર હો. जे अ अईआ सिद्धा, जे अणागए काले भविस्संति । संपइ अ वट्टमाणा, सब्वे तिविहेण वंदामि ।।१०।। ये च अतीताः सिद्धाः, ये च अनागते काले भविष्यन्ति । सम्प्रति च वर्तमानाः, सर्वान् त्रिविधेन वन्दे ।।१०।। વળી, જેઓ ભૂતકાળમાં સિદ્ધ થયા છે અને જેઓ ભવિષ્યકાળમાં સિદ્ધ થશે અને જેઓ વર્તમાનમાં વિદ્યમાન છે, તે સર્વેને મન-વચન-કાયાથી એમ ત્રણે પ્રકારે હું નમન કરું છું. વિશેષાર્થ : આ સૂત્ર ભગવાનની સ્તવનાસ્વરૂપ છે. સ્તવના કરતાં પહેલાં બુદ્ધિમાનને એવો પ્રશ્ન થાય કે, સ્તુતિ કરવા યોગ્ય કોણ છે ? તેના ઉત્તરરૂપે, સ્તુતિ Page #83 -------------------------------------------------------------------------- ________________ ૫૦ સૂત્રસંવેદના-૨ કરવા યોગ્ય અરિહંત ભગવંતો છે, તે જણાવવા પ્રથમ બે પદોની પહેલી સ્તોતવ્ય સંપદા' બતાવેલ છે. નમોડલ્યુ (રિહંતા) – (અરિહંતોને) નમસ્કાર થાઓ. આ વાક્યમાં કુલ ચાર શબ્દો છે : નમો, ડબ્લ્યુ, i અને અરિહંતાણંતેમાં પ્રથમ નમો” શબ્દનો સામાન્ય અર્થ છે, નમસ્કાર. નમસ્કાર એટલે નમસ્કરણીય એવા અરિહંત ભગવંતના ગુણો સ્મૃતિમાં લાવી, તે ગુણો પ્રાપ્ત કરવા માટેનો મન, વચન, કાયાનો પ્રયત્ન.“નમો’ શબ્દ “પૂજા અર્થમાં પણ વપરાય છે. પૂજા એટલે ગુણવાન વ્યક્તિ પ્રત્યે અંતરમાં પ્રગટેલ બહુમાનભાવ વ્યક્ત કરવાની ક્રિયા. કોઈ વ્યક્તિ પ્રત્યે આદર ઉત્પન્ન થતાં પ્રથમ તેનું બહુમાન કરવા તેને ફૂલ આદિથી વધાવી અથવા ફૂલાદિની ભેટ આપી સત્કારવામાં આવે છે. તેનાથી વધુ બહુમાન થતાં તેને મેવા-મીઠાઈ-અલંકારો આદિ અર્પણ કરવામાં આવે છે. તેનાથી પણ અધિક બહુમાન થતાં તેની પ્રશંસા કરવાનું મન થાય છે અને આગળ વધીને બહુમાનના કારણે તે વ્યક્તિ જેમ કહે તેમ કરવાનું મન પણ થાય છે. આ બહુમાનની વૃદ્ધિ સાથે સંકળાયેલ વિવિધ ક્રિયાઓને શાસ્ત્રકારોએ ચાર પ્રકારની પૂજારૂપે વિભાજિત કરેલ છે. તે આ પ્રમાણે – પૂજાના ચાર પ્રકાર : ૧. પુષ્પપૂજા, ૨. આમિપૂજા, ૩. સ્તોત્રપૂજા, ૪. પ્રતિપત્તિપૂજા. બીજી અપેક્ષાએ પૂજાના ૧. અંગપૂજા ૨. અગ્રપૂજા ૩. ભાવપૂજા ૪. પ્રતિપત્તિ પૂજા એવા પણ પ્રકારો છે.” 1. “નમો’ શબ્દનો વિસ્તૃત અર્થ સૂત્રસંવેદના ભા. ૧ના પ્રથમ સૂત્રના પ્રથમ પદમાં જુઓ. 'पुष्पामिषस्तोत्रप्रतिपत्तिपूजानां यथोत्तरं प्राधान्य' प्रतिपत्तिश्च वीतरागे, पूजार्थं च नम इति । पूजा च द्रव्यभावसङ्कोच इत्युक्तम् । - લલિતવિસ્તરા 2. અંગપૂજા - પ્રભુની પ્રતિમાનો સ્પર્શ કરવા પૂર્વક જલ, કેસર, બરાસ આદિથી જે પૂજા કરાય તેને અંગપૂજા કહેવાય છે. (ધર્મસંગ્રહ પ્રમાણે) પુષ્પપૂજા અને ધૂપપૂજાનો સમાવેશ આ અંગપૂજામાં થાય છે. 3. અગ્રપૂજા - પ્રભુ પ્રતિમાની સન્મુખ ઉભા રહી દીપક, અક્ષત, નૈવેદ્ય આદિથી પૂજા કરાય તેને અગ્રપૂજા કહેવાય છે. આમિષપૂજાનો સમાવેશ આમાં થાય છે. 4. ભાવપૂજા - પ્રભુ સન્મુખ સ્તુતિ, સ્તવન, સ્તોત્રાદિ બોલવા પૂર્વક જે ભક્તિ થાય છે, તે ભાવપૂજા છે. સ્તોત્રપૂજાનો સમાવેશ આમાં થઈ શકે છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ તમોત્યુ ણં સૂત્ર v૭ ૧. પુષ્પપૂજ : તાજાં, સુગંધીદાર, અખંડ પુષ્પોથી પરમાત્માની ભક્તિ કરવી, તે પુષ્ય પૂજા છે. પુષ્પના ઉપલક્ષણથી દરેક પ્રકારની અંગપૂજાનો સમાવેશ આમાં થઈ શકે. ૨. આમિષપૂજા : ભોગ્ય વસ્તુથી કરાતી ભગવાનની ભક્તિ તે આમિષ પૂજા કહેવાય છે. કેસર, ચંદન, બરાસ, સુવર્ણ, રજત, મણિ, માણેક, ધૂપ, દીપ, અલંકાર, અક્ષત, ફળ, નૈવેદ્ય, ગીત, નૃત્ય, વાજિંત્ર આદિથી વિવિધ પ્રકારે કરાતી અરિહંતની ભક્તિ તે આમિષપૂજા છે. આમિષના ઉપલક્ષણથી સર્વ અગ્રપૂજાનો સમાવેશ આમાં થઈ શકે છે. ૩. સ્તોત્રપૂજા : જેમાં પોતાના આત્મામાં રહેલી મલિનતાની નિંદા, પરમાત્માના ગુણોની સ્તવના કે પ્રાર્થનાદિ કરવામાં આવે તેવા અર્થગંભીર સ્તોત્ર, સ્તુતિ, છંદ, શ્લોક આદિ વડે પરમાત્માની જે સ્તવના કરાય છે, તે સ્તોત્રપૂજા કહેવાય છે. આ ૪. પ્રતિપત્તિપૂજા : પ્રતિપત્તિ એટલે સ્વીકાર-પાલન. ભગવાનની આજ્ઞાનો સ્વીકાર કરવો, ભગવાનની આજ્ઞાનું પાલન કરવું તે પ્રતિપત્તિ પૂજા છે. | સર્વ જીવોને સદાકાળ માટે સુખી કરવા સર્વજ્ઞભગવંતે શાસ્ત્રોમાં અનેક પ્રકારની આજ્ઞાઓ ફરમાવી છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ વિતરાગસ્તોત્રમાં આ સર્વ આજ્ઞાઓનો સારાંશ એક જ વાક્યમાં જણાવ્યો છે. “ગાશ્રવ: સર્વથા દેવ ૩૫વિશ સંવર:' આશ્રવનો સર્વથા ત્યાગ કરો અને સંવરભાવનો સ્વીકાર કરો ! ભગવાનની આ આજ્ઞાને સર્વ જીવો સમજી શકતા નથી, પરંતુ મોહના સકંજામાંથી જેઓ કાંઈક અંશે છૂટ્યા છે અને અપુનબંધક અવસ્થાને જેઓ પામ્યા છે, તેવા જીવો સ્થૂલથી આ આજ્ઞા સમજી શકે છે. પરિણામે આશ્રવરૂપ હિંસાદિ પાપપ્રવૃત્તિઓને છોડવા યોગ્ય જાણીને, તેઓ તેનો આંશિક ત્યાગ પણ કરી શકે છે તેમજ સંવરભૂત ક્ષમાદિ ધર્મોને આદરવા યોગ્ય જાણી તેનો સ્વીકાર પણ કરી શકે છે. 5 જેનાથી આત્મા કર્મ સાથે સંબંધવાળો થાય તેવાં હિંસા, જૂઠ આદિ પાપો આશ્રવ છે. 6. જેનાથી કર્મ આવતાં અટકે તેવા ક્ષમા, સંયમાદિ ભાવો તે સંવર છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૨ વ્યવહારનયથી પ્રતિપત્તિપૂજાનો પ્રારંભ અપુનબંધક અવસ્થાથી થાય છે. જ્યારે નિશ્ચયનયથી સમ્યગ્દષ્ટિ વિરતિવંત આત્માથી જ પ્રતિપત્તિ પૂજાનો પ્રારંભ થાય છે, કેમ કે તેઓ સૂક્ષ્મ રીતે હિંસાદિ પાપોને જાણે છે અને પોતાના આત્મા માટે આ ભાવો અનર્થકારી છે, તેમ માની ભાવપૂર્વક તેનો ત્યાગ કરી શકે છે. ક્ષમા, સંતોષ આદિના સૂક્ષ્મ સ્વરૂપને સમજી, “આ જ ધર્મો આત્માને સુખ આપનાર છે,” તેમ માની તેનો સ્વીકાર પણ કરી શકે છે. આ રીતે સમ્યગુદૃષ્ટિ વિરતિવંત આત્માઓ જ સાચા અર્થમાં ભગવાનના વચનને ઓળખી, તેનું પાલન કરી શકે છે. આ પ્રતિપત્તિપૂજાની પરાકાષ્ઠા ચૌદમાં ગુણસ્થાનકે સર્વસંવરભાવનું સામાયિક આવે ત્યારે થાય છે. કેમ કે, ત્યારે જ સર્વ પ્રકારે આશ્રવનો ત્યાગ કરી જીવ સર્વસંવરને પામી શકે છે. ટૂંકમાં ‘નમો” એટલે નમસ્કાર કરવા યોગ્ય ભગવાનમાં રહેલ ઉત્તમ ગુણોને પ્રાપ્ત કરવાનો મન-વચન-કાયાનો પ્રયત્ન અથવા આ ચાર પ્રકારની પૂજામાંથી કોઈપણ પ્રકારની પૂજા માટેનો પ્રયત્ન.” ત્યુ - હો, થાઓ (અરિહંત ભગવાનને મારો નમસ્કાર થાઓ). ‘થાઓ” આ શબ્દ આશંસા કે પ્રાર્થના અર્થમાં વપરાય છે. અહીં ભાવનમસ્કારની પ્રાર્થના કરી છે. અહીં ‘રેમિ =કરું છું, શબ્દ ન વાપરતાં ‘ગતુ' શબ્દનો પ્રયોગ કર્યો, તેનું કારણ એ છે કે, ‘મસ્તુ' શબ્દના પ્રયોગ દ્વારા પરમાત્માને પ્રાર્થના કરતાં એક પ્રકારની આશંસા વ્યક્ત કરાય છે કે, “ભગવંત ! આપની આજ્ઞાના પૂર્ણ પાલનસ્વરૂપ પ્રતિપત્તિ પૂજા કરવાનું તો આજે મારું સામર્થ્ય નથી. તોપણ, હે પ્રભુ ! નમ્ર ભાવથી કરાતો મારો આ નમસ્કાર સર્વશ્રેષ્ઠ ભાવનમસ્કારનું કારણ બનો!” આમ ‘લતુ' શબ્દ દ્વારા સર્વશ્રેષ્ઠ કોટિના નમસ્કાર કરવાની પોતાની ભાવના-આશંસા વ્યક્ત કરાઈ છે. જિજ્ઞાસા : ભગવાનની આજ્ઞાના પાલનરૂપ ભાવનમસ્કારની પ્રાર્થના 7. વ્યવહારનય-સ્થૂલદૃષ્ટિથી પદાર્થને જુએ છે, માટે બાહ્યથી પણ હિંસાદિથી અટકેલામાં વિરતિનો પરિણામ સ્વીકારે છે. આ નય બાહ્યક્રિયાદિને પ્રાધાન્ય આપે છે. 8. નિશ્ચયનય-સૂક્ષ્મદ્રષ્ટિથી પદાર્થને જુએ છે, માટે તેઓ તો વિવેકપૂર્વકના ત્યાગને જ વિરતિ માને છે, તેથી તેઓ પમા ગુણસ્થાનકે જ વિરતિને માને છે. આ નય આત્માના અધ્યવસાયોને પ્રાધાન્ય આપે છે. Page #86 -------------------------------------------------------------------------- ________________ નમોહ્યુ ણં સૂત્ર સામાન્યજન માટે તો યોગ્ય છે, પરંતુ આ સૂત્રના રચિયતા ગણધરભગવંત માટે શું આવી આશંસા યોગ્ય છે ? તેઓ તો પ્રભુઆજ્ઞાના પાલનરૂપ ભાવપૂજા કરી જ રહ્યા છે. - તૃપ્તિ : સામાન્ય રીતે વિચારતાં એમ લાગે કે આ વાત સાચી છે, પરંતુ ઊંડાણથી વિચારીએ તો ખ્યાલ આવે કે, ભગવાનની આજ્ઞાના પાલનરૂપ ભાવનમસ્કાર પણ ઉત્કર્ષ-અપકર્ષ આદિ ઘણા ભેદવાળો છે; પરંતુ શાસ્ત્રકારોએ તેના મુખ્ય ૩ ભેદ જણાવ્યા છે ઃ ઈચ્છાયોગ, શાસ્ત્રયોગ, 9. ભાવોની ભિન્નતાના કારણે એક જ ધર્મક્રિયાના અનેક પ્રકારો થઈ શકે છે. આ અનેક પ્રકારોનો સંગ્રહ શાસ્ત્રકારોએ ઈચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગરૂપ ત્રણ યોગમાં કર્યો છે. ઈચ્છાયોગ : कर्तुमिच्छोः श्रुतार्थस्य ज्ञानिनोऽपि प्रमादतः । विकलो धर्मयोगो यः स इच्छायोग उच्यते ।।३।। ૫૯ શાસ્ત્રયોગ : : शास्त्रयोगस्त्विह ज्ञेयो, यथाशक्त्यप्रमादिनः । श्राद्धस्य तीव्र बोधेन वचसाऽविकलस्तथा ।।४।। સામર્થ્યયોગ : - શ્રી યોગદૃષ્ટિ સમુચ્ચય शास्त्रसन्दर्शितोपायस्तदतिक्रान्तगोचरः । शक्त्युद्रेकाद्विशेषेण, सामर्थ्याख्योऽयमुत्तमः ।।५।। ૧. ઈચ્છાયોગ : ધર્મ ક૨વાની ઈચ્છા તીવ્ર હોય, ક્રિયા સંબંધી શાસ્ત્રજ્ઞાન પણ હોય, છતાં પણ પ્રમાદાદિ દોષના કારણે ધર્મક્રિયા જે પ્રકારે શાસ્ત્રમાં કરવાની કહી છે, તે પ્રકારે પૂર્ણ કરી ન શકે. પરંતુ ધર્મક્રિયામાં કોઈક અંગોની વિકલતા રહે તેવી ધર્મક્રિયાને ઈચ્છાયોગની ક્રિયા કહેવાય છે. ૨. શાસ્ત્રયોગ : શાસ્ત્રવચનના અત્યંત બોધવાળો અને મોહનીય કર્મના નાશથી વિશિષ્ટ કોટિની શ્રદ્ધા જેને પ્રગટ થઈ છે, તેવો આત્મા પોતાની શક્તિને અનુરૂપ પ્રમાદાદિ ભાવોનો ત્યાગ કરી શાસ્ત્રમાં જે ધર્મક્રિયા જે રીતે કરવાની કહી છે, તે પ્રમાણે કોઈ અંગની વિકલતા રાખ્યા વગર તે રીતે ધર્મક્રિયા કરે તો તેને શાસ્ત્રયોગની ક્રિયા કહેવાય છે. ૩. સામર્થ્યયોગ : મોક્ષનો માર્ગ અતીન્દ્રિય છે. અતીન્દ્રિય એવા આ માર્ગનું જ્ઞાન, શાસ્ત્રથી પણ મર્યાદિત પ્રમાણમાં જ પ્રાપ્ત થાય છે. આત્મશક્તિની જ્યારે પ્રબળતા થાય છે અર્થાત્ આત્માની તીવ્ર શક્તિ જ્યારે પ્રગટે છે ત્યારે અનુભવજ્ઞાન થાય છે. આ અનુભવ જ્ઞાન દ્વારા શાસ્ત્ર બતાવેલા માર્ગથી આગળનો માર્ગ દેખાય છે. તે માર્ગે વિશિષ્ટ પ્રકારના વીર્ય પ્રવર્તાવી ઘાતિ કર્મનો નાશ કરી આત્મા કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે. વિશિષ્ટ પ્રકારના વીર્ય પ્રવર્તનની આ ક્રિયાને સામર્થ્યયોગની ક્રિયા કહેવાય છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ ૬૦ સૂત્રસંવેદના-૨ સામર્મયોગ. તેમાંથી સામર્થ્યયોગનો ભાવનમસ્કાર તત્કાળ વીતરાગતારૂપ ફળ આપે છે. આ સર્વશ્રેષ્ઠ નમસ્કાર જ્યાં સુધી ન થાય ત્યાં સુધી સાધક પોતાની ભૂમિકાથી ઉપર ઉપરના નમસ્કારની પ્રાર્થના કરે તે અનુચિત નથી. આથી જ વિતરાગતારૂપ ફળની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ગણધરભગવંતો કે મુનિભગવંતો પણ વારંવાર આ રીતે પ્રાર્થના કરે, તે યોગ્ય જ છે. “નમોલ્યુ ' બોલતાં આપણે પણ સામર્થ્યયોગના નમસ્કારની ભાવનાપૂર્વક ઈચ્છાયોગનો નમસ્કાર કરીએ છીએ. ઈચ્છાયોગના ભાવપૂર્વકની આવી માંગણી જ ઉચ્ચકોટિના ભાવનમસ્કારમાં વિઘ્ન કરનારાં કર્મોનો નાશ કરાવી એક દિવસ સર્વશ્રેષ્ઠ ભાવનમસ્કારની પ્રાપ્તિનું કારણ બનશે. તેથી શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિની ઈચ્છાવાળા સાધકે આ રીતે પ્રાર્થના કરવી યોગ્ય જ છે. vi એ માત્ર વાક્યને શોભાવવા માટેનો એક શબ્દ છે. જેમ ગુજરાતીમાં કડીના અંતે રે... લોલ. વગેરે શબ્દો વપરાય છે, તેમ જ એ વાક્યનો અલંકાર છે. નિત્યુ " નો સંબંધ આગળના દરેક પદો સાથે છે. આ શબ્દ બોલતાં, હવે પછી કહેવાશે તે વિશેષણથી યુક્ત અરિહંત ભગવંતોને નજર સમક્ષ લાવી, મસ્તક નમાવી તેમની સામે પ્રાર્થના કરતાં વિચારવું - “હે નાથ ! હું પૂર્ણાકોટિના ભાવથી યુક્ત નમસ્કાર કરવા તો આજે અસમર્થ છું. તોપણ કંઈક ભાવથી યુક્ત કરાયેલો મારો આ નમસ્કાર સર્વશ્રેષ્ઠ ભાવનમસ્કાનું કારણ બનો.” 1રિહંતાણં (નમોજુ vi) - અરિહંતોનેn (નમસ્કાર થાઓ) 10. અરિહંતનું વિશેષ સ્વરૂપ “નવકાર મંત્રના પ્રથમ પદના અર્થમાંથી જોઈ લેવું. કોઈક સ્થળે ‘રિહંતા' ને બદલે અરહંતાઈ ને અહંતાઈ નો પાઠ છે. તે દરેક પાઠ પણ અરિહંત પદનો વાચક છે, માટે સંગત છે. 11. અહીં અરિહંતાણં વગેરે પદો બહુવચનમાં છે કેમ કે, બહુવચનાંત પદ બોલતાં એકીસાથે ઘણા અરિહંતો બુદ્ધિમાં ઉપસ્થિત થાય છે. આવી ઉપસ્થિતિ સાધક આત્માને વધુ ભાવનું કારણ બની શકે છે. વળી, જે આત્મ-અદ્વૈતવાદીઓ એવું માને છે કે, આ જગતમાં એક જ આત્મદ્રવ્ય છે. આ એક જ આત્મા જુદા જુદા શરીરમાં ભિન્ન ભિન્ન રૂપે દેખાય છે. જેમ ચંદ્ર એક હોવા છતાં તળાવના પાણીમાં અનેકરૂપે દેખાય છે. તેઓની તે માન્યતા બહુવચનના પ્રયોગથી ખોટી પુરવાર થાય છે, કારણ આત્મા અનંત છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ તમોહ્યુ ણં સૂત્ર અરિહંતામાં અરિ=શત્રુ અને દંત=હણનાર, રાગાદિ અંતરંગ શત્રુઓનો જેમણે નાશ કર્યો છે. વળી, બીજા બે પાઠાંતર પણ મળે છે, તેથી ગરદંતાળ (અદ્ભુતાન) એટલે શ્રેષ્ઠ ગુણસંપત્તિના સ્વામી હોવાથી દેવ અને દેવેન્દ્રોથી પણ જે પૂજાવાને યોગ્ય છે અને અહંતામાં એટલે સર્વ પ્રકારનાં કર્મોનો નાશ કરેલો હોવાથી જેમને ક્યારેય જન્મ લેવાનો નથી, તેવા અરિહંતભગવંતોને નમસ્કાર થાઓ. ૬૧ આ પદ બોલતાં રાગાદિ શત્રુને હણનાર, જન્મની પરંપરાને છેદનાર, સર્વને પૂજવા યોગ્ય અરિહંતપરમાત્માને અંતઃસ્તલમાં બિરાજમાન કરીને, નમસ્કાર કરતાં પ્રાર્થનાં કરીએ કે - “હે નાથ ! હું તો રાગાદિ શંત્રુથી પીડિત છું, મારી જન્મ-મરણની પરંપરા ચાલુ છે અને અનાયાસે પણ લોકનિંદાનું હું પાત્ર બનું છું. આપને નમસ્કાર કરતાં એક જ પ્રાર્થના કરું છું કે, પ્રભુ ! રાદિ ભાવોથી છોડાવી મને પણ આપના જેવો બનાવો.” અરિહંતપરમાત્માનાં નામ12, સ્થાપના, દ્રવ્ય અને ભાવ; એમ ચારેય નિક્ષેપા જગતના જીવોને પવિત્ર કરતાં હોવાથી પૂજનીય છે, તોપણ આ ચાર નિક્ષેપામાં ભાવનિક્ષેપો પ્રધાન છે કેમ કે; ભાવઅરિહંતના સ્મરણપૂર્વક જ ગ્રહણ કરાતું અરિહંતનું નામ, અરિહંતની પ્રતિમા કે અરિહંતની કોઈપણ દ્રવ્ય અવસ્થાને કરાતો નમસ્કાર સવિશેષ કલ્યાણનું કારણ બને છે. માટે હવે ભાવઅરિહંતને વ્યક્ત કરતું ભગવંતાણં પદ કહે છે. ભવંતાળ (નમોઽત્યુ ) - ભગવંતોને (નમસ્કાર થાઓ.) ‘ભગ’13 શબ્દના ઐશ્વર્ય, રૂપ, યશ, લક્ષ્મી, ધર્મ અને પ્રયત્ન એમ છ અર્થ 12. નામાકૃતિ-દ્રવ્યમાવે: પુનઃસ્રનાાનમ્। - શ્રી સકલાઽર્હત્ સ્તોત્ર 13, ‘મળ' - મોડóજ્ઞાન-માહાત્મ્ય-યશ-વેરાય-મુષુિ। રૂપ-વીર્ય-પ્રવભેચ્છા-શ્રીધર્મેશ્વર-યોનિપુ ।। ‘ભગ’ શબ્દ સૂર્ય, જ્ઞાન, મહાત્મ્ય, યશ, વૈરાગ્ય, મુક્તિ, રૂપ, વીર્ય, પ્રયત્ન, ઈચ્છા, લક્ષ્મી, ધર્મ, ઈશ્વર અને યોનિ અર્થમાં વપરાય છે. આ ચૌદ અર્થમાંથી સૂર્ય અને યોનિ - એ બેને બાદ કરતાં બીજા ૧૨ અર્થ ભગવાનમાં ઘટે છે; પરંતુ અહીં માત્ર મહત્ત્વના છ અર્થનું વિવેચન કર્યું છે. .‘માવ་:' કૃતિ । તત્ર મા: સમદ્રેશ્વર્યાવિક્ષળઃ । ઉવાં ૨, - “પેશ્ર્વર્યસ્ય સમદ્રસ્ય રૂપસ્ય યાસ:श्रियः धर्मस्याथ प्रयत्नस्य, षण्णां भग इतीङ्गना ।। " - શ્રી લલિતવિસ્તરા Page #89 -------------------------------------------------------------------------- ________________ ૨ સૂત્રસંવેદના-૨ થાય છે અને “વંત' શબ્દનો અર્થ “વાળો” થાય છે. ઐશ્વર્યાદિ છ ગુણવાળા જે છે તે ભગવાન છે, તેમને મારો નમસ્કાર થાઓ. ૧. એશ્વર્યઃ ઐશ્વર્ય એટલે સર્વશ્રેષ્ઠ ઠકુરાઈ. આ જગતમાં સર્વશ્રેષ્ઠ ઠકુરાઈ અરિહંત પરમાત્માની છે કેમ કે, દુન્યવી દૃષ્ટિએ ટોચકક્ષાના ગણાતા ભૌતિક સુખના અને (તીર્થંકર નામકર્મના ઉદયથી) પ્રાપ્ત થયેલા ૩૪ અતિશયોના તેઓ સ્વામી છે. તેમના ગુણોથી આકર્ષાયેલા દેવો, દેવેન્દ્રો અને નરેન્દ્રો પણ તેમના સેવક થઈને રહે છે અને તેમની અનેક પ્રકારે ભક્તિ કરે છે. કેવળજ્ઞાન થતાં જ ઈન્દ્રાદિદેવો અષ્ટ મહાપ્રાતિહાર્યની શોભા કરે છે. પરમાત્મા જ્યાં પગ મૂકે ત્યાં માખણ જેવાં કોમળ નવ સુવર્ણ કમળની રચના કરે છે. આવું અનેક પ્રકારનું પરમાત્માનું ઐશ્વર્ય પરમાત્માના આંતરિક ગુણોનું ઘાતક હોવાથી અનેક માટે ધર્મપ્રાપ્તિનું કારણ બને છે. તેમનું આ બાહ્ય ઐશ્વર્ય એ પણ યોગનો પ્રભાવ છે. ૨. રૂપઃ પ્રભુનું રૂપ અતિ સુંદર અને અનુપમ કોટિનું હોય છે. જગતમાં એવું રૂપ બીજા કોઈનું નથી કે જેની ઉપમા આપી ભગવાનના રૂપની આછેરી ઓળખ પણ આપી શકાય. છતાંય તેમના રૂપને વર્ણવતા મહાપુરુષોએ લખ્યું છે કે, સર્વ દેવો દૈવિક શક્તિથી પોતાનું બધું જ સૌન્દર્ય એક અંગૂઠામાં સંક્રમિત કરે અને તે અંગૂઠો ભગવાનના અંગૂઠા પાસે મૂકે તો તે અંગૂઠો ભગવાનના અંગૂઠાના રૂપ સામે કોલસા જેવો લાગે 14 માટે એક કવિવરે ગાયું છે કે, “દેખો માઈ અજબ રૂપ જિનજી કો; ઉનકે આગે ઓર બહુ કો, રૂપ લગે મોહે ફિકો, ... દેખો” “કોડી દેવ મિલકે કર ન સકે, એક અંગૂઠ રૂપ પ્રતિછંદ. એસો અદ્ભુત રૂપ તિહારો, વરસત માનું અમૃત કો બુંદ.. જય જય જય પાસ નિણંદ” 14 આવશ્યક નિર્યુક્તિમાં કહ્યુ છે કે - પોતાની અદ્ભુત શક્તિથી સર્વ દેવતાઓ મળીને એક અંગુષ્ઠપ્રમાણરૂપ વિદુર્વે અને તે રૂપને ભગવંતના અંગૂઠાની તુલનામાં મૂકવામાં આવે તો દેવનિર્મિત અંગૂઠાની તેવી સ્થિતિ થાય કે જેવી સૂર્યની સામે અંગારાની ! सव्वसुरा जइ रूवं अंगुठ्ठपमाणयं विउव्वेज्जा । जिणपादंगुटुं पइ न सोहए तं जहिंगालो ।।५६६।। - આવશ્યક નિર્યુક્તિ હારિભદ્રીય ટીકા Page #90 -------------------------------------------------------------------------- ________________ નમોત્થ ણં સૂત્ર વિશિષ્ટ પુદ્ગલ પરમાણુનું બનેલું પરમાત્માનું આ રૂપ કોઈના કામવિકારનું કારણ બનતું નથી, પરંતુ આ રૂપ, જોનારને શાંતિ અને પ્રશમભાવનો અનુભવ કરાવે છે. ૬૩ ૩. યશ : બાહ્ય શત્રુને જીતવા છતાં અંતરંગ રાગ, દ્વેષાદિ શત્રુઓ ન જીતાય તો અપયશની સંભાવના રહે છે. માટે જ પરમાત્માએ બાહ્ય શત્રુની ઉપેક્ષા કરી ધર્મધ્યાનના સંગ્રામ દ્વારા અંતરંગ રાગ, દ્વેષાદિ અતિ દુર્જાય એવા શત્રુઓના વિનાશ માટે પ્રયત્ન કર્યો, અને કોઈપણ પ્રકારની દીનતા કે વિહ્વળતા વિના પરિષહ અને ઉપસર્ગને સહન કરીને તે અંતરંગ શત્રુઓને જીતી પ૨માત્માએ, ત્રણે લોકને આનંદ આપે તથાં સદાકાળ રહે તેવો વિશાળ અને નિર્મળ યશ પ્રાપ્ત કર્યો. ૪. લક્ષ્મી : ઘાતિકર્મના નાશથી પરમાત્માને કેવળજ્ઞાન, કેવળદર્શન, ક્ષાયિક ભાવનું ચારિત્ર, અનંત વીર્ય, અતિશયિત આત્મિક સુખરૂપ શ્રેષ્ઠ અંતરંગ લક્ષ્મી અને તીર્થંકર નામકર્મના ઉદયથી ૩૪ અતિશયરૂપ શ્રેષ્ઠ બાહ્ય લક્ષ્મી (ઋદ્ધિ-સિદ્ધિ) પ્રાપ્ત થયેલ હોય છે. ૫. ધર્મ : ક્ષાયિક ભાવના સમ્યગ્નાન, દર્શન અને ચારિત્રરૂપ શ્રેષ્ઠ ધર્મ, પરમ શ્રેષ્ઠ કોટિના દાન, શીલ, તપ અને ભાવરૂપ ધર્મ, સાશ્રવભાવ અને નિરાશ્રવભાવરૂપ16 ધર્મ તથા સમતા17 અને વૃત્તિસંક્ષય18 આદિરૂપ મહાન યોગની પરમાત્માને પ્રાપ્તિ થઈ હોય છે: ૬. પ્રયત્ન : ચંચળ મનને સ્થિર કરવું તે અત્યંત કપરું કાર્ય છે. મનોયોગ આદિને સ્થિર કરવા માટે અત્યંત પુરુષાર્થની જરૂર પડે છે. પરમાત્મા પણ ભિન્ન ભિન્ન સ્થળે દોડી જતા મનને અટકાવીને તેને એક ચોક્કસ પ્રકારના ધ્યાનમાં સ્થિર કરે છે. એમ ઉત્તરોત્તર વિશિષ્ટ એકાગ્રતા સાધી તેઓ એક રાત્રિકી મહાપ્રતિમાને વહન કરે છે. શુક્લધ્યાન પ્રાપ્ત કરી, ક્ષપકશ્રેણી ઉપ૨ 15. સાશ્રવ ધર્મ : પરમાત્માની પૃથ્વીતલ ઉપર વિહરણ, ઉપદેશ-પ્રદાન આદિ પ્રવૃત્તિને સાશ્રવ ધર્મ કહેવાય છે. 16. નિરાશ્રવ ધર્મ : મોહના વિકારોથી અલિપ્ત રહી આત્મભાવમાં રહેવું તે નિરાશ્રવ ધર્મ છે. 17. સમતા : જગતના પદાર્થો જેવા છે તેવા છે. નથી સારા, નથી નરસા. આમ છતાં અજ્ઞાની જીવો તેને સારા-ખોટા તરીકે જુએ છે. જગતવર્તી સર્વ પદાર્થોમાં સારા-નરસાપણાની કે ઈષ્ટઅનિષ્ટપણાની બુદ્ધિનો ત્યાગ કરી,સર્વ દ્રવ્ય પ્રત્યે સમાન વૃત્તિને ધારણ કરવી તે સમતા છે. 18. વૃત્તિસંક્ષય : મનમાં ઉત્પન્ન થતા સંકલ્પો-વિકલ્પો અને શરીર દ્વારા થતાં સ્પંદનોનો સર્વથા. ત્યાગ કરવો એટલે ફરીથી ક્યારેય તે ઉત્પન્ન ન થાય તેવી દૃઢ રીતે તેનો નિરોધ ક૨વો, એ વૃત્તિસંક્ષય નામનો શ્રેષ્ઠ યોગ છે. Page #91 -------------------------------------------------------------------------- ________________ ૬૪ સૂત્રસંવેદના-૨ આરૂઢ થઈને કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. મન, વચન, કાયાના યોગોને રૂંધીને (અટકાવી) શૈલેશીકરણ19 કરી અંતે સર્વ કર્મ ખપાવી મુક્ત બને છે. આવા વિશિષ્ટ પ્રયત્નવાળા ભગવાન છે. આ પદ બોલતાં આવા રૂપ, ઐશ્વર્ય આદિ ગુણોથી યુક્ત અરિહંત પરમાત્માને હૃદયસ્થ કરી નમસ્કાર કરતાં સાધક પ્રાર્થના કરે કે – હે નાથ ! દુનિયાની ફદ્ધિ-સમૃદ્ધિ અને રૂપમાં અંજાતો હું તારી આ સમૃદ્ધિનું વર્ણન સાંભળવા છતાં, સમજવા છતાં હજુ તેમાં કેમ આકર્ષાતો નથી ? તારી લક્ષ્મી મેળવવા મહેનત પણ કેમ કરતો નથી ? શ્રીયુક્ત હે સ્વામી ! આપને કરાતો આ નમસ્કાર મારા માટે આપના જેવું સ્વરૂપ પ્રાપ્ત કરવાનું સાધન બનો !” અરિહંત અને ભગવંત સ્તુતિ કરવા યોગ્ય છે તેમ જણાવ્યું. ત્યાં પ્રશ્ન થાય કે, આ જ ભગવાન સ્તવનને યોગ્ય કેમ છે ? તેના સમાધાનરૂપે હવે પ્રધાનસાધારણ-અસાધારણ હેતુ સંપદા' નામની બીજી સંપદામાં બતાવે છે. આ સંપદાને યોગશાસ્ત્રકાર વગેરે સામાન્ય (ઘ) હેતુ સંપદા' પણ કહે છે. સાફરાળ° (નમોજુ ) - તીર્થની આદિને કરનારા અથવા આદિમાં અર્થાત્ પૂર્વે (જન્માદિ પ્રપંચને) કરવાના સ્વભાવવાળા21 એવા અરિહંતભગવંતોને (મારો નમસ્કાર થાઓ.) 19. શૈલેશીકરણ ચૌદમા ગુણસ્થાનકે આત્મપ્રદેશોને મેરુપર્વત જેવા સ્થિર-નિષ્પકંપ કરવાની પ્રક્રિયાને શૈલેશીકરણ કહેવાય છે. 20. સાંખ્ય દર્શનની માન્યતા છે કે, જગતમાં બે તત્ત્વ છે પુરુષ અને પ્રકૃતિ. તેમાં પુરુષ એટલે આત્મા ચેતન છે અને પ્રકૃતિ જડ છે અનાદિ કાળથી અનંત કાળ સુધી આત્મા સદા શુદ્ધ અને કુટસ્થ નિત્ય રહે છે એટલે કે તેમાં કોઈ પરિવર્તન આવતું નથી. પ્રકૃતિ ત્રિગુણાત્મક (સત્ત્વ-રજસ-તમસ) હોવાથી તેમાંથી બીજા ૨૪ તત્ત્વો ઉત્પન્ન થાય છે. આત્મા તો સદા શુદ્ધ કુટસ્થ નિત્ય હોવાને કારણે તેમાં કર્તુત્વ નથી એટલે કે, “આત્મા કર્તા નથી” – સાંખની આવી માન્યતાનું ખંડન “આદિકર' પદ કરે છે. તેના દ્વારા એવું કહેવામાં આવે છે કે, આત્મા જન્મ, મરણ, શરીર, સુખ-દુ:ખ આદિને કરવાના સ્વભાવવાળો છે. 21. इहादौ करणशीला आदिकराः अनादावपि भवे तदा तदा तत्तत्कण्विादिसम्बन्धयोग्यतया विश्वस्यात्मादिगामिनो जन्मादिप्रपञ्चस्येति हृदयम् । - શ્રી લલિતવિસ્તરા Page #92 -------------------------------------------------------------------------- ________________ તમોત્યુ ણં સૂત્ર ‘મફારી' એટલે આદિ કરનારા અર્થાત પ્રારંભ કરનારા અર્થાત્ સર્વ પ્રકારની નીતિનો અને શ્રતધર્મનો પ્રથમ ઉપદેશ આપનારા પરમાત્મા છે. તેમને હું નમસ્કાર કરું છું. જો કે, શ્રતધર્મરૂપ દ્વાદશાંગી અર્થની અપેક્ષાએ શાશ્વતી છે, પણ શબ્દની અપેક્ષાએ તે તે તીર્થકરના શાસનમાં ભિન્ન ભિન્ન હોય છે. દરેક તીર્થકરના શાસનમાં શબ્દથી ભિન્ન ભિન્ન પ્રકારે દ્વાદશાંગીની રચના થાય છે અને તે રચનામાં પરમાત્માની ત્રિપદી કારણભૂત હોવાથી તેમને “શ્રતધર્મની આદિ કરનારા કહેવાય છે. આ અર્થ કલિકાલસર્વજ્ઞ પૂ. હેમચંદ્રાચાર્યભગવંતે યોગશાસ્ત્રમાં કર્યો છે. અથવા લલિતવિસ્તરા ગ્રંથ પ્રમાણે આ રીતે અર્થ થાય છે - આદિમાં એટલે પૂર્વમાં. મોક્ષની અપેક્ષાએ આદિમાં=સંસારમાં. અનાદિકાળથી અરિહંતભગવંતો પણ સંસારી જીવોની માફક કર્મબંધ કરવાના અને જન્મ, મરણ, શરીર, સુખ-દુઃખ આદિને કરવાના સ્વભાવવાળા હોય છે. અરિહંતનો આત્મા પણ અન્ય જીવોની જેમ અનાદિકાળથી સંસારમાં હોય છે. તેથી તીર્થંકર થવા પૂર્વે તેઓ પણ જેવાં જેવાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવના નિમિત્તો મળે છે તેવાં તેવાં કર્મોની સાથે સંકળાય છે અને કર્મોની સાથે સંબંધવાળા થવાના કારણે તેમનો જન્મ, જરા, મરણ આદિરૂપ સંસારનો 'વિસ્તાર થાય છે, પરંતુ જેમ જેમ તેમની સમજ વધતી જાય છે, તેમ તેમ તેઓ પ્રયત્ન કરી આત્માને કર્મના સંબંધથી મુક્ત કરે છે. કર્મનો સંબંધ અટકવાના કારણે તેમને જન્મ, મરણના ફેરામાંથી મુક્તિ મળે છે. અને આત્માના અનંત આનંદને તેઓ પામી શકે છે. આ પદ બોલતાં જ ભગવાનની પૂર્વાપર અવસ્થા યાદ આવવી જોઈએ અને થવું જોઈએ કે, ભગવાન પણ પહેલાં તો મારા જેવા જ જન્માદિ પ્રપંચ કરનારા હતા, પરંતુ પ્રયત્ન કરી તેઓ ભગવાન બની ગયા અને આપણે તો અહીં જ રહી ગયા. આપણે પણ જો પ્રયત્ન કરીએ તો ચોક્કસ તેમના જેવી નિર્મળ અવસ્થા પ્રાપ્ત કરી શકીએ કેમ કે, દરેક આત્મા માટે નિયમ છે કે, તેઓ જેવાં જેવાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ કે ભાવનાં નિમિત્તમાં આવે છે, તેવાં તેવાં કર્મો બાંધે છે. સ્વયં તીર્થકરના આત્માની પણ પૂર્વ અવસ્થામાં આ જ સ્થિતિ હતી તો આપણા જેવા સામાન્યજન માટે તો સવાલ જ ક્યાં છે ? તેથી જેમ અરિહંત ભગવંતોએ આવા કર્મબંધથી અટકવા તેવાં તેવાં દ્રવ્યાદિન નિમિત્તોને Page #93 -------------------------------------------------------------------------- ________________ ૬૬ સૂત્રસંવેદના-૨ નિષ્ફળ કરવા પ્રયત્ન કર્યો તેમ આપણે પણ યત્ન કરવો જ પડશે કેમ કે, દ્રવ્યાદિના નિમિત્તની અસરથી જો અટકાય તો કર્મબંધથી અટકી શકાય અને કર્મબંધ અટકે તો જ આપણું આ સંસારનું પરિભ્રમણ અટકે. આ પદ બોલતાં આદિમાં, જન્માદિ પ્રપંચ કરનારા પરમાત્માને સ્મૃતિમાં લાવી નમસ્કાર કરતાં પ્રભુ પાસે પ્રાર્થના કરીએ કે - હે નાથ ભૂતકાળમાં આય મારા જેવા જ હતા અને આજે આય ક્યાં પહોંચી ગયા ? હે પ્રભુ ? આપને કેરાતો આ મારો નમસ્કાર મને યશ તે ભાવ સુધી લઈ જવામાં સહાયક બનો !” આ પદ દ્વારા ભગવાનને જન્માદિના અને કર્મ સંયોગના કર્તા કહ્યા. સંસારી સર્વ જીવો આવું કરતા હોઈ આ સાધારણ ધર્મ કહેવાય છે. પૂર્વમાં આપણા જેવા જ અશુદ્ધ સ્વરૂપવાળા પ્રભુએ પણ સાધના માર્ગે આગળ વધવા પ્રયત્ન કર્યો, તો તેઓ પરમ શુદ્ધ બની શક્યા. આ વસ્તુનો ખ્યાલ સાધકને સાધનામાં ઉત્સાહિત કરે છે. વળી, જો તેઓ પહેલેથી જ શુદ્ધ હોત તો જેમણે કાંઈ કર્યું જ નથી તેવા પ્રભુ, સાધકને આદર્શરૂપે સ્તુતિ કરવા યોગ્ય પણ ન થાત. પરંતુ સાધનાથી તેઓ શુદ્ધ બન્યા છે, માટે તેઓ સ્તુતિ કરવા યોગ્ય છે. આ રીતે આ પદ દ્વારા સ્તુતિનું સાધારણ કારણ બતાવ્યું. 22તિસ્થરાઇi (નમોજુ w) - તીર્થ સ્થાપિત કરનારા એવા અરિહંતભગવંતોને (મારો નમસ્કાર થાઓ.) * 22. આ પદથી આગમને પ્રધાન માનનાર આગમ ધાર્મિકનો મત અમાન્ય થાય છે. આગમ ધાર્મિકોનો મત એ છે કે - ધર્મ-અધર્મ આદિ અતીન્દ્રિય ભાવો કેવળજ્ઞાન થયા વિના દેખાતા નથી અને કેવળજ્ઞાન સર્વકર્મના નાશ વિના થતું નથી. સર્વ કર્મનો ક્ષય થવાથી કેવળી આત્માનો તુરંત જ મોક્ષ થઈ જાય છે, તેથી ધર્મતીર્થની સ્થાપના તેઓ કરી શકતા નથી. આથી જ તેઓ માને છે કે, ધર્મને બતાવનાર જે વેદવાક્યો છે, તે કોઈ પુરુષથી રચાયેલાં નથી, તે અપૌરુષેય નિત્ય નિર્દોષ છે. જે યોગી પુરુષો યોગની સાધના કરે છે, તેઓને આ વેદવાક્યો સંભળાય છે, સમજાય છે અને તેઓ જગત સમક્ષ આ વેદના વાક્યોને રજૂ કરે છે. આ રીતે ધર્માદિની વ્યવસ્થા ચાલે છે, તેથી આ વચનોના કર્તા કોઈ સ્વતંત્ર પુરુષ નથી અર્થાત્ તીર્થને કરનાર કોઈ નથી. ‘ભગવાન તીર્થની સ્થાપના કરનાર છે.” તેમ કહેવા દ્વારા આ મતને અમાન્ય કર્યો છે. કેમ કે ધર્મ, અધર્મ આદિ અતીન્દ્રિય પદાર્થનું જ્ઞાન ઘાતકર્મના નાશથી થયેલા કેવળજ્ઞાનથી થાય છે અને કેવળજ્ઞાન થયા પછી અઘાતિ એવા આયુષ્ય, નામ, ગોત્ર, વેદનીય કર્મ બાકી હોય છે. આ કર્મના કારણે પરમાત્મા તીર્થની સ્થાપના, ઉપદેશ આદિની પણ પ્રવૃત્તિ કરે છે. Page #94 -------------------------------------------------------------------------- ________________ નમોહ્યુ ણં સૂત્ર ભયંકર કોટીના સંસારસાગરથી તારે તેને તીર્થ23 કહેવાય છે અને તીર્થની સ્થાપના કરવાના સ્વભાવવાળાને તીર્થંકર કહેવાય છે. તીર્થની સ્થાપના કરવાને કારણે જ તીર્થંકરો તીર્થંકર કહેવાય છે. તીર્થની સ્થાપના એ પરમાત્માના જીવનનો ઊંચામાં ઊંચો પરોપકાર છે. એક મહાન સત્કાર્ય છે. પરમાત્માની આ જ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ શુભ પ્રવૃત્તિ છે. ૬૭ શ્રેષ્ઠ સમ્યગ્દર્શન ગુણથી યુક્ત અરિહંતપ્રભુનો આત્મા પૂર્વના ત્રીજા ભવમાં જ્યારે કર્માધીન જીવોની વિવિધ કદર્થનાઓ જુવે છે, ત્યારે કદર્શિત જીવોને જોઈ તેમના હૈયામાં તીવ્ર કરુણાનો ભાવ પ્રગટે છે. જગતના જીવોને દુ:ખથી મુક્ત કરવાની ભાવના જાગે છે. પણ... તેઓ સમજે છે કે, જૈનશાસન સિવાય આ જગતમાં જીવોને દુઃખથી મુક્ત કરી શકે તેવું અન્ય કોઈ નથી, અર્થાત્ જો મારામાં શક્તિ આવે તો દુનિયાના દરેક જીવોનો સંસારનો રસ વિષય કષાયનો રસ નિચોવી તેમને જૈનશાસનના રસી સમ્યગ્ જ્ઞાન, દર્શન ચારિત્રના રસી બનાવી દઉં. તેથી વિચારે છે કે, ‘જો હોવે મુજ શક્તિ ઈસી, વિ જીવ કરું શાસન રસી.’ બસ, આ જ ભાવનાથી તેઓ તીર્થંકરનામકર્મની નિકાચના કરે છે. = = અંતિમ ભવમાં જ્યારે પરમાત્મા સાધના દ્વારા ઘનઘાતિ કર્મને ખપાવે છે. ત્યારે સમસ્ત જગતને પ્રકાશિત કરનાર કેવળજ્ઞાનાદિ ગુણો પ્રગટે છે. એની સાથે જ, પૂર્વના ત્રીજા ભવમાં સર્વ જીવોને શાસનરસિક ક૨વાની ભાવનાથી નિકાચિત કરેલ તીર્થંકરનામકર્મનો વિપાકોદય ચાલુ થાય છે. આમ તો મોહનીય કર્મનો નાશ થવાને કારણે તેમને તીર્થ પ્રવર્તાવવાની કોઈ ઈચ્છા હોતી નથી, તોપણ જેમ સૂર્ય સ્વભાવથી જ આખી દુનિયાને પ્રકાશિત કરે છે, તેમ પરમાત્મા પણ તીર્થંકરનામકર્મના ઉદયથી ઉત્કૃષ્ટ પરોપકારની પ્રવૃત્તિ સહજભાવે કરે છે. એ પરોપકાર દ્વારા જ તેઓનું તીર્થંકરનામકર્મ ખપે છે. પરમાત્મા તીર્થને પ્રવર્તાવે છે, એટલે પરમાત્મા ચતુર્વિધ શ્રીસંઘની સ્થાપના કરે છે અને પ્રવચનનું પ્રદાન કરે છે. તેના દ્વારા જગતના જીવોને જડ અને ચેતનદ્રવ્યોનું યથાર્થ સ્વરૂપ સમજાવે છે, માત્ર સ્વરૂપ જ સમજાવે છે તેમ નહિ, પરંતુ જીવદ્રવ્યને કોઈપણ પ્રકારે પીડા ન થાય અને જડદ્રવ્યની કોઈ પણ પ્રકારે હાનિ ન થાય તેવા પ્રકારની સંયમિત જીવનપદ્ધતિ જણાવે છે. આ પ્રવચન સાંભળીને અનેક ભવ્યાત્માઓ સાન અને સન્ક્રિયા(ચારિત્ર)ને સ્વીકારે છે અને તેના દ્વારા ભીષણ એવા ભવસાગરથી તરી જાય છે. પરમાત્માનું પ્રવચન ભયંકર એવા સંસારસાગરથી તારનારું છે, માટે તેને તીર્થ કહેવાય છે. 23. તીર્થ શબ્દની વિશેષ વ્યાખ્યા સૂત્રસંવેદના ભા. ૧ - લોગસ્સ સૂત્રમાંથી જુઓ. Page #95 -------------------------------------------------------------------------- ________________ ૬૮ સૂત્રસંવેદના-૨ - સૌ પ્રથમ પરમાત્મા ગણધરપદને યોગ્ય એવા આત્માઓને ત્રિપદીનો ઉપદેશ આપે છે. બીજ બુદ્ધિના સ્વામી ગણધરભગવંતો પરિમિત શબ્દમાં અપાયેલ આ ત્રિપદી દ્વારા સમગ્ર વિશ્વવ્યવસ્થાને જાણે છે. સર્વ જીવનાં હિતાહિતને જાણે છે અને તેના આધારે દ્વાદશાંગીની રચના કરે છે. આ દ્વાદશાંગી ઉપર પ્રભુ મહોર મારે છે અને તેમના શાસનકાળ સુધી આ દ્વાદશાંગીને પામીને અનેક આત્માઓ ભવસાગર પાર કરે છે. આથી આ દ્વાદશાંગીને તીર્થ કહેવાય છે. ( પ્રવચન કોઈ આધાર વિના રહી શકતું નથી; તેથી સાક્ષાત્ પ્રાપ્ત થયેલું ભગવાનનું વચન કે દ્વાદશાંગી વગેરે ગ્રંથો દ્વારા પ્રાપ્ત થયેલું ભગવાનનું વચન જેના હૈયામાં પરિણામ પામે છે અર્થાત્ વચનને અનુરૂપ સર્વાશે કે અલ્પાશે વિરતિનો પરિણામ જેમનામાં પ્રગટે છે, તેવાં સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ ચતુર્વિધ શ્રીસંઘ જે પ્રવચનના આધારભૂત છે, તે પણ તીર્થ છે. આવા તીર્થસ્થાપક પરમાત્માને તીર્થકર કહેવાય છે. આ પદ બોલતાં તીર્થને પ્રવર્તાવવાં દ્વારા જેઓએ આપણા ઉપર અનન્ય ઉપકાર કર્યો છે, તે તીર્થંકર પરમાત્માને નજર સમક્ષ લાવી નમસ્કાર કરતાં એવી આશંસા કરવાની છે કે – “હે નાથ ! આયે પ્રવર્તાવેલા તીર્થનું અવલંબન લઈને હું પણ શીવ્ર સંસાર સાગર પાર કરી શકું તેવું સામર્થ્ય આયો !” આ ભાવપૂર્વક કરેલો નમસ્કાર તીર્થના આલંબનની પ્રાપ્તિમાં વિઘ્નકારક કર્મનો વિનાશ કરાવી, ભગવાનના વચન પ્રમાણે ચાલવાનું પૂર્ણ સામર્થ્ય આપે છે. યંસંબુદ્ધા (નમોહ્યુ ") - જેઓ સ્વયં જ સમ્યગુ બોધને પામેલા છે એવા પરમાત્માઓને (મારો નમસ્કાર થાઓ.) - તીર્થંકર પરમાત્માનું તથાભવ્યત્વ25 એવું વિશિષ્ટ કોટિનું હોય છે કે, તેના પ્રતાપે તેઓ સ્વયં એટલે જાતે જ સંબોધ અર્થાત્ શ્રેષ્ઠ બોધિને પ્રાપ્ત કરે છે. 24. આ પદ દ્વારા જેઓ માને છે - “મહેશનુગ્રહ વોઈનયમો' બોધ અને નિયમની એટલે સમ્યજ્ઞાન અને સન્ક્રિયાની પ્રાપ્તિ મહેશના અનુગ્રહથી જ થાય છે, તેવા સદાશીવવાદીનો મત અમાન્ય ઠરે છે કેમકે, મહેશનો અનુગ્રહ પણ યોગ્ય આત્માઓને જ અસર કરે છે. આત્માની યોગ્યતા વિના માત્ર મહેશ પણ કાંઈ કરી શકતા નથી. જ્ઞાન અને ક્રિયાની પ્રાપ્તિમાં સ્વ-યોગ્યતારૂપ ઉપાદાન કારણ પણ જરૂરી છે. 25. તે તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને પામીને મોક્ષમાં જવાની યોગ્યતા તે તથાભવ્યત્વ છે. તથાભવ્યત્વ=વિશિષ્ટ કોટિનું ભવ્યત્વ. ભવ્યત્વ સૌનું સરખું હોવા છતાં, તથાભવ્યત્વ સૌનું Page #96 -------------------------------------------------------------------------- ________________ તમોત્યુ સૂત્ર ૬૯ જગતના જીવો ગાઢ મોહની નિદ્રામાં પોઢેલા છે, તેમને જાગૃત કરવા મહાપુરુષો અથાગ પ્રયત્ન કરે છે, તોપણ જૂજ જીવો જ મોહનિદ્રાનો ત્યાગ કરી શકે છે. જ્યારે અરિહંતપરમાત્માનું જીવદળ જ એવું ઉચ્ચકોટિનું છે કે, તેમને જાગૃત કરવા કોઈની જરૂર પડતી નથી. તેમની પોતાની જાગૃતિ વિશિષ્ટ કોટિની હોય છે. સંયમ જીવનના પ્રારંભથી જ નિરતિચાર સંયમ જીવનનું પાલન વગેરે ગુરુઉપદેશ વિના તેઓ સ્વયં કરતા હોય છે. બીજા જીવોને કાળ પાક્યા પછી પણ ગુરુઉપદેશાદિ નિમિત્તની જરૂર પડે છે. પરમાત્માને નિમિત્તની જરૂર પડતી નથી. ક્યારેક એવું દેખાય કે, નયસારના ભવમાં મુનિનો ઉપદેશ આદિ નિમિત્તે પરમાત્માએ સમ્યગુદર્શન પ્રાપ્ત કર્યું. આમ છતાં તે નિમિત્ત સદા ગૌણ ભાવે જ વર્તતું હોય છે, તેમની યોગ્યતા જ મુખ્ય હોય છે. અરિહંતના આત્માઓ સ્વપ્રયત્નથી જે સમ્યક્તને પામે છે, તે સમ્યક્ત પણ સામાન્ય જીવો કરતાં વિશિષ્ટ કોટિનું હોય છે. તેથી જ તેને વરબોધિ કહેવાય છે. એમનું સમ્યક્ત જ એવા પ્રકારનું છે કે, જે ઉત્તરોત્તર ગુણ વિકાસ કરાવી અંતે તીર્થંકરપણાને પ્રાપ્ત કરાવે છે. જ્યારે અન્ય જીવોને પ્રાપ્ત થયેલું સમ્યક્ત તેને કેવળજ્ઞાનાદિ ગુણો પ્રાપ્ત કરાવે છે; પરંતુ તેમને અરિહંતપણા સુધી પહોંચાડી શકતું નથી. આ પદ બોલતાં જેઓ સ્વયં વરબોધિને પામેલા છે, તેવા પરમાત્માને માનસપટ પર લાવી નમસ્કાર કરતાં તેવી આશંસા કરીએ કે - “હે નાથ ! આપને કરેલા નમસ્કારની ફળશ્રુતિરૂપે, આપે જેવું સમ્યક્ત પ્રાપ્ત કર્યું છે, તેવું જ શ્રેષ્ઠ સમ્યક્ત મને પણ પ્રાપ્ત થાઓ.” આ ભાવથી નમસ્કાર કરવાથી સમ્યક્ત ગુણમાં વિઘ્ન કરનાર મિથ્યાત્વ મોહનીયકર્મનો નાશ થાય છે અને આત્મા ધીમે ધીમે સમ્યક્ત ગુણને અભિમુખ થાય છે. - ‘તિસ્થયરા’ અને ‘યંસંવૃદ્ધાળ” આ બંને પદો દ્વારા પરમાત્માના અસાધારણ ધર્મો બતાવ્યા છે કેમ કે, આ બંને ધર્મો અરિહંતના આત્મા સિવાય ક્યાંય હોતા નથી. અરિહંતપરમાત્માએ તીર્થને પ્રવર્તાવી આપણા ઉપર મોટો ઉપકાર કર્યો ભિન્ન ભિન્ન કોટિનું હોય છે. તેથી દરેક જીવો ભિન્ન ભિન્ન દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને પામીને મોક્ષમાં જાય છે. ભિન્ન ભિન્ન દ્રવ્યાદિની પ્રાપ્તિમાં કારણભૂત જે ભવ્યત્વ તે જ તથાભવ્યત્વ છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૨ . છે માટે પ્રભુ આપણા માટે સ્તવનીય છે અને તેઓને કોઈએ બોધ પમાડ્યો નથી, તેઓ સ્વયં સંબોધિત છે. બીજા જીવોની જેમ જો તેઓ અન્યના ઉપદેશથી માર્ગ પામ્યા હોત તો ભગવાનને ઉપદેશ આપનારા અન્ય ઉપદેશક આપણા ઉપકારી બનત, પણ તેવું નથી. ભગવાન તો જાતે જ શ્રેષ્ઠ બોધિ પ્રાપ્ત કરે છે, આથી એ જ આપણા ઉપકારી અને તેથી જ વંદનાને યોગ્ય છે. આ રીતે આ બે પદ દ્વારા સ્તુતિનાં અસાધારણ કારણો બતાવ્યાં. ૭૦ બુદ્ધિમાનને પુનઃ પ્રશ્ન થાય કે, આવા પ્રભુનું અનાદિકાળથી 'કેવું સ્વરૂપ હતું કે, જેના કારણે તેઓ આ ભવમાં અરિહંત અને ભગવાન બન્યા. તે કારણો હવેનાં ચાર પદોની સ્તોતવ્ય સંપદાની જ ‘અસાધારણ હેતુસંપદા' નામની ત્રીજી સંપદા દ્વારા જણાવે પુરિમુત્તમાળ (નમોઽત્યુ ř) - પુરુષોમાં ઉત્તમ એવા (પરમાત્મા i) ઓને મારો નમસ્કાર થાઓ.) ત્રણ પદની બનેલી આ સંપદાને પૂજ્યપાદ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા લલિતવિસ્તરામાં ‘પ્રધાન સાધારણ અસાધારણ હેતુ' સંપદા કહે છે. જ્યારે કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચંદ્રાચાર્ય યોગશાસ્ત્રમાં તેને ‘ઓહેતુસંપદા' તરીકે જણાવે છે. આથી જ આ સંપદામાં આવતા ‘આફરાળ’ પદનું અર્થઘટન પણ બન્ને આચાર્ય ભગવંતો તરફથી અલગ અલગ રીતે થયું છે. યોગશાસ્ત્રકારે ‘આગરામાં' પદનો અર્થ કરતાં કહ્યું કે પ્રભુ શ્રુતધર્મની આદિ કરનારા છે. ભગવાનને જો શ્રુતધર્મની આદિને કરનારા સ્વીકારીએ તો તિત્યયરાળ પદની કોઈ આવશ્યકતા ન રહે. પરંતુ તેઓશ્રીએ તિત્ત્વવરાળ પદથી પરમાત્માને ચતુર્વિધ શ્રીસંઘ અને ગણધરની સ્થાપના કરનારા કહ્યા છે, તેથી બન્ને પદોમાં ભેદ પણ રહે છે અને તે બન્ને પદોથી ભગવાન કયા હેતુથી સ્તુતિ કરવા યોગ્ય છે, તે પણ જણાવે છે. આમ આ બે પદો અને ત્રીજું યં-સંબુદ્ધાળું પદ મળીને બીજી ‘ઓઘ હેતુસંપદા’ને તેમણે જણાવી છે. જ્યારે ‘લલિતવિસ્તરામાં’ ‘આરાĪ' પદથી ભગવાનને આદિમાં પૂર્વમાં જન્માદિ પ્રપંચને કરનારા કહ્યા છે. તીર્થંકર થયા પહેલાં પ્રભુ પણ સર્વ જીવોની જેમ જન્માદિ પ્રપંચને કરનારા હતા. તેમનો આ ધર્મ સર્વ જીવોની સાથે સાધારણ ધર્મ છે અને આવા જ ભગવાનને ‘તિત્યયરાળ' પદ દ્વારા તીર્થને કરનારા કહ્યા છે અને તીર્થ તરીકે અહીં ચતુર્વિધ શ્રીસંઘ ઉપરાંત પ્રવચન પણ સ્વીકારેલ છે. આમ અહીં જ્ન્માદિ પ્રપંચરૂપ સાધારણ ધર્મવાળા પ્રભુ અસાધારણ એવા તીર્થંકરપણાને અને સ્વયં સંબુદ્ધપણાને પામ્યા. તે કારણે જ તેઓ સ્તુતિ કરવા યોગ્ય બન્યા છે. આ રીતે આ ત્રણ પદની “પ્રધાન સાધારણ-અસાધારણ હેતુસંપદા' જણાવી છે. 27. ‘સર્વે જીવો સમાન છે' - એવી માન્યતા ધરાવનાર કોઈક બૌદ્ધમતનું ખંડન આ પદથી 26. Page #98 -------------------------------------------------------------------------- ________________ તમોત્યુ ણં સૂત્ર પર શયનાન્ પુરુષ: - એટલે કે જે પુર્મા શયન કરનાર હોય તેને પુરુષ કહેવાય. અહીં પુરુ એટલે શરીર અને શયન કરવું એટલે રહેવું, જે જીવ શરીરમાં રહેતો હોય તેને પુરુષ કહેવાય. આ રીતે અર્થ કરવાથી સંસારવર્તી સર્વ જીવોને પુરુષ કહેવાય છે. અરિહંતપરમાત્મા સર્વ જીવોમાં ઉત્તમ છે. કેમ કે, નિગોદ અવસ્થાથી પ્રારંભી તેમનામાં યોગ્યતારૂપે બીજા જીવો કરતાં વિશિષ્ટ કોટિના દશ ગુણો રહેલા છે અને જેમ જેમ ગુણસંપત્તિને યોગ્ય દ્રવ્ય, ક્ષેત્ર, કાળાદિની સામગ્રી પ્રાપ્ત થતી જાય છે, તેમ તેમ આ ગુણો પ્રગટરૂપે દેખાય છે. વળી, અંતિમ ભવમાં તો તીર્થંકરના આત્મામાં આ દશ ગુણો પરાકાષ્ઠાએ પહોંચે છે. ઉત્કૃષ્ટ કોટિના આ ગુણોની પરાકાષ્ઠા તેમના સિવાય અન્ય કોઈમાં સંભવી શકતી નથી. પરમાત્માના આ દશ ગુણ એ આધ્યાત્મિક વિકાસનાં દશ પગથિયાં છે. આ ગુણોને કારણે પરમાત્મા ઉત્તમ છે, તેથી તેમણે પણ આધ્યાત્મિક સુખની પ્રાપ્તિ કરવી હોય, તેમણે પણ પોતાના જીવનમાં આ દશ ગુણોને વણી લેવા જોઈએ. ' ઉત્તમ પુરુષોના દશ ગુણો : ૧. પરાર્થવ્યસની પરાર્થ=પરોપકાર અને વ્યસન=ટેવ. અરિહંતના આત્માઓ પરોપકાર કરે છે તેટલું જ નહિ, પરંતુ પરોપકારના તેઓ વ્યસની હોય છે. જે માણસને જેની ટેવ હોય છે, તે કર્યા વિના તેને ચેન પડતું નથી, પરમાત્માને પણ પર-ઉપકાર કરવાનું વ્યસન હોય છે તેથી જ તેઓ બીજાના કાર્યને શોધતા ફરે છે. જેમ કે, અનેકની ના હોવા છતાં જાતની પરવા કર્યા વિના ભગવાન શ્રીમહાવીરસ્વામી ચંડકૌશિકને પ્રતિબોધ કરવા જંગલની વાટે વિચર્યા હતા. થાય છે. એઓનું માનવું છે કે, આ જગતમાં કોઈ અપાત્ર નથી કે કોઈ અયોગ્ય નથી સર્વ જીવો સમાન છે. જ્યારે “પુરિસરમાણં' પદમાં જણાવ્યું છે કે, અરિહંતપરમાત્મા પોતાની વિશિષ્ટ યોગ્યતાના બળે જ પુરુષોમાં ઉત્તમ બન્યા હતા. આના દ્વારા યોગ્યતામાં પણ ભેદ હોય છે એવું કથિત થાય છે. 'પુરુષ', સત્ત્વ વિ; તેષામ્ ‘ઉત્તમ:' સહબતથાપવ્યત્વામિાવતઃ પ્રધાન : પુરુષોત્તમઃ | - લલિત વિસ્તરા Page #99 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૨ પરોપકાર કરવા માટે હદય કોમળ જોઈએ. કઠોર હૃદયવાળા આત્માઓ સ્વાર્થમાં જ રચ્યા-પચ્યા રહે છે. પોતાના સ્વાર્થમાં અન્યનું શું થશે, તેનો તેમને વિચાર પણ આવી શકતો નથી, જ્યારે કરુણાસભર હૈયું અન્યની જરૂરીયાત, અન્યની મુશ્કેલીઓનો પહેલાં વિચાર કરે છે, તેથી જેમણે ધર્મ કરવો હોય, જેમણે આત્માનો આનંદ પ્રાપ્ત કરવો હોય તેમણે સૌ પ્રથમ પોતાનામાં આ ગુણનો વિકાસ કરવો જોઈએ. ૨. સ્વાર્થગૌણતા : પરમાત્મામાં સ્વાર્થની પ્રધાનતા ક્યારેય નથી હોતી. પરોપકાર કરનારા તો આ જગતમાં ઘણા હોય છે, પરંતુ પોતાનો સ્વાર્થ સાચવીને પોતાનું કાર્ય છોડીને પણ અન્યના કાર્ય કરવાની તત્પરતા તો કોઈ ઉત્તમ પુરુષોમાં જ જોવા મળે છે. શાંતિનાથ ભગવાનના જીવ મેઘરથરાજાએ એક કબૂતરને બચાવવા માટે પોતાની સમગ્ર કાયા સિચાણાને (શિકારીને) સોંપી દીધી અને નેમિનાથ પ્રભુએ, હરણાદિ પશુને બચાવવા માટે જેની સાથે નવ-નવ ભવની પ્રીત હતી તેવી રાજુલ રમણીનો પણ ત્યાગ કરી દીધો. આ સ્વાર્થગૌણતા નામના ગુણને પ્રગટ કરવા પરમ ઔદાર્ય, પરમ કારુણ્ય અને પ્રતિકૂળતાને પ્રેમથી સ્વીકારવાની તૈયારી અતિ આવશ્યક છે. આવા ગુણોના વિકાસ વિના સ્વાર્થગૌણતા પ્રગટવી શક્ય નથી. કેમ કે, અનાદિકાળથી જીવો, હું અને મારું, મારા અને મારાને બરાબર સચવાઈ જવું જોઈએ, પછી બીજાની વાત; આવી વૃત્તિવાળા હોય છે. આવી સંકુચિત વૃત્તિવાળા જીવો કદી ઉત્તમ માર્ગ પામી શકતા નથી. ૩. અદીનતા : પરમાત્માના જીવમાં દિનપણાનો, રાંકડાપણાનો અભાવ હોય છે. સત્ત્વવિહીન જીવો નાની મુશ્કેલીઓ આવતાં દીન-હીન બની જાય છે. તેમનું મુખ રાંકડા જેવું પ્લાન બની જાય છે, તેમને જોતાં પણ કોઈને દયા આવે. તીર્થકર ગમે તેવી મુશ્કેલી આવે, ગમે તેવી પ્રતિકૂળતા આવે તોપણ તેઓ કદી દીન મુખવાળા બનતા નથી. ભગવાન ઋષભદેવ ૪૦૦ દિવસ સુધી આહાર માટે ફર્યા, નિર્દોષ આહાર ન મળ્યો તોપણ તેમનું મુખ જ્ઞાન ન થયું. જે પ્રસન્નતાથી આહાર લેવા ગયા હતા, તે જ પ્રસન્નતાથી આહાર ન મળવા છતાં પાછા ફર્યા. જેમને કર્મ ઉપર પૂર્ણ વિશ્વાસ હોય તે જ ઉત્તમ આત્માઓ આવા પ્રસંગે અદીન ભાવવાળા રહી શકે છે. ૪. ઉચિત ક્રિયા ? જે સમયે, જે સંયોગમાં; જે કરવા યોગ્ય હોય તે કરવું Page #100 -------------------------------------------------------------------------- ________________ નમોત્થ ણં સૂત્ર તે ઉચિત ક્રિયા છે. અરિહંતના આત્માઓ પોતાની બુદ્ધિ અને પ્રતિભાનો પૂર્ણ ઉપયોગ કરી, જે સમયે જે કરવા યોગ્ય હોય તે જ કરતા હોય છે. વીરપ્રભુ પરમ વૈરાગી હોવા છતાં માતાનો વિચાર કરી, મોહાધીન માતાની દુર્ગતિ ન થાય તે માટે ગર્ભાવસ્થામાં જ તેમણે નિયમ કર્યો કે, માતા-પિતાની હયાતિમાં સંયમ ગ્રહણ ન કરવું. આ નિયમ ૫૨મ ઔચિત્યનો સૂચક છે. આ ઔચિત્યનો વિચાર કષાયની અલ્પતા થયા વિના આવી શકતો નથી. કષાયોને બાજુ ઉપર મૂકી જેઓ કાર્ય સંબંધી વિચારણા કરે છે, તે ઔચિત્યપૂર્ણ ક્રિયા કરી શકે છે. કષાયની પ્રબળતાવાળા જીવો કદી ઔચિત્યનો વિચાર કરી શકતા નથી. ૭૩ ૫. સલારંભિતા : ફળ પ્રાપ્તિની સંભાવના .હોય તેવા જ કાર્યનો પ્રારંભ ક૨વો તે સફલારંભ છે. ઉત્તમ પુરુષો કાર્ય કરતાં પહેલા તેના ફળનો વિચાર કરે છે. જે ક્રિયા કરવાથી ફળ મળવાની સંભાવના જણાય, તે જ ક્રિયાનો તેઓ પ્રારંભ કરે છે. જે ક્રિયા કર્યા પછી કોઈ ફળ મળવાનું ન હોય, તેવી મન, વચન અને કાયાની કોઈપણ ક્રિયા તેઓ કરતા નથી, આથી જ જ્યાં સુધી નિકાચિત ભોગાવલીકર્મ એટલે જે કર્મ ભોગવ્યા વિના નાશ પામે તેવા નથી તેવા કર્મની હાજરીમાં તીર્થંકરના આત્માઓ સંયમ પણ સ્વીકારતા નથી. ૬. અદઢ અનુશય : અનુશય એટલે કષાય, અરિહંતના આત્માઓ પહેલેથી કષાયમુક્ત નથી હોતા, તોપણ તેમના કષાયો તીવ્ર માત્રામાં નથી હોતા. ગમે તેવા અપરાધીના અપરાધો તેઓ ક્ષણમાત્રમાં ભૂલી શકે છે. ૭. કૃતજ્ઞતા : કોઈએ કરેલા ઉપકારને સદા યાદ રાખવો તે કૃતજ્ઞતા છે. અરિહંતના આત્મામાં કૃતજ્ઞતા ગુણ પણ વિશિષ્ટ કોટિનો હોય છે. સામાન્ય જીવો અન્યના ઉપકારને ત્યાં સુધી જ યાદ રાખે છે, કે જ્યાં સુધી તે વ્યક્તિ તરફથી કોઈ અપકાર ન થાય. પરંતુ અરિહંતના આત્માઓ તો અન્ય જીવ તરફથી અનેક અપકારો થવા છતાં તે યાદ ન રાખતા તેના (દ્વારા થયેલ) નાના પણ ઉપકારને કદી ભૂલતાં નથી. ભગવાન જે “નમો તિત્વસ” બોલીને સમવસરણમાં આસન ગ્રહણ કરે છે, તે પણ તેમની કૃતજ્ઞતાનું સૂચક છે. ૮. અનુપહત ચિત્ત : ભાંગી ન પડે તેવું સાત્ત્વિક મન અર્થાત્ નિરાશા કે ચંચળતા વગરનું ચિત્ત. અરિહંતના આત્માને સાધના કરતાં અનેક ઉપસર્ગો અને પરિષહો આવે છે, તોપણ જ્યાં સુધી તેમને સિદ્ધિની પ્રાપ્તિ થતી નથી, ત્યાં સુધી તેમનું મન સાધના કરતાં કદી ભાંગી પડતું નથી. પ્રારંભેલા કાર્યને Page #101 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૨ તેઓ કદી અપૂર્ણ છોડતા નથી, પરંતુ કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમનો ઉત્સાહ અકબંધ જળવાઈ રહે છે. ૭૪ ૯. દેવ-ગુરુનું બહુમાન : દેવ-ગુરુની આજ્ઞાનું પાલન કરવું તે જ વાસ્તવિક દેવ-ગુરુનું બહુમાન છે. આગળ વધીને તેમની આજ્ઞા અનુસાર પ્રવૃત્તિ કરતા તેમા જેવા પૂર્ણ ગુણ કેળવી તેમના જેવું જ બની જવું તે તેમના પ્રત્યેનું પરાકોટિનું બહુમાન છે. પરમાત્માએ સ્વમાં જ દેવતત્ત્વને અને શ્રેષ્ઠ ગુરુતત્ત્વને નિષ્પન્ન કર્યાં છે. આથી તેઓમાં પરાકાષ્ઠાનું દેવ-ગુરુનું બહુમાન હોય છે. ૧૦. ગંભીરતા : સ્વના ગુણ અને પરના દોષને પચાવવાની શક્તિ તે ગંભીરતા છે. ઉત્તમ પુરુષો ગુણના ભંડાર હોય છે, તોપણ પોતાના ગુણોનું કથન તેઓ કદી કરતા નથી અને અન્યના અનેક દોષોને જોવા છતાં કદી પણ તેઓ તેના ઉપર અણગમો, અપ્રીતિ કે દ્વેષ કરતા નથી, અન્યના દોષને જોઈને તેમના મુખની રેખા પણ પલટાતી નથી. જેમકે ભગવાન મહાવીરદેવ ત્રણ જ્ઞાનના સ્વામી હતા, છતાં માતા-પિતાએ નિશાળે મોકલ્યા ત્યારે હું ભણેલો છું, તેવો અણસાર માત્ર પણ આવવા ન દીધો અને અનેક દોષથી યુક્ત સંગમ ઉપર દ્વેષ તો ન કર્યો, પરંતુ પરમ કરુણાસભર હૃદયવાળા પરમાત્માને આવા દોષપૂર્ણ વ્યક્તિ ઉપર પણ દયા આવી. આ દશ ગુણો માટેનો પ્રયત્ન તે જ સાચા અર્થમાં પરમાત્માને નમસ્કાર છે. તેથી આ પદ બોલતાં પરમાત્માના આ વિશિષ્ટ કોટિના દશ ગુણોને યાદ કરી, તે સ્વરૂપે રહેલા પરમાત્માને બહુમાનપૂર્વક નમસ્કાર કરી .ભગવાન પાસે એવી પ્રાર્થના કરવી કે - “હે નાથ ! અનાદિકાળથી આપનામાં રહેલા આ ગુણોનો આપે પૂર્ણ વિકાસ કર્યો છે, આપને કરાતા આ નમસ્કારથી મારામાં પણ આ ગુણોનો વિકાસ થાઓ !” આવી ભાવના સાથે આ પદ બોલવાથી આ ગુણોની પ્રાપ્તિમાં વિઘ્ન કરનારાં કર્મનો વિનાશ થાય છે અને આપણો આત્મા પણ આ ગુણોને પ્રાપ્ત ક૨વા સમર્થ બને છે. પુરિસ-સીહાળ (નમોડસ્યુ ”) પરમાત્માઓને મારો નમસ્કાર થાઓ.) - પુરુષોમાં સિંહતુલ્ય (એવા Page #102 -------------------------------------------------------------------------- ________________ તમોત્યુ ણં સૂત્ર ૭૫ સામાન્ય પશુ કરતાં સિંહમાં ઉત્તમ કોટિના દશ ગુણો પ્રવર્તે છે. ભગવાનમાં પણ ક્યાંય અધિક માત્રામાં આવા જ ગુણો હોય છે, માટે ભગવાન પુરુષોમાં સિંહતુલ્ય છે: પરમાત્મા અને સિંહની તુલના : ૧. સૂર : સિંહ જેમ સેંકડો હાથીના ટોળા સામે એકલો શૌર્ય દાખવતો હોય છે, તેમ પરમાત્મા ભયંકર કર્મના ઉદયકાળમાં લેશ પણ ગભરાયા વિના તેની સામે પરાક્રમ દાખવનારા હોય છે. આમ ભગવાનની શૂરવીરતા સામાન્ય શત્રુઓ સામે નથી, પણ જગતને હંફાવનારી એવા કર્મશત્રુ સામે હોય છે. ૨. ક્રૂર : શત્રુના આત્યાંતિક નાશ પ્રત્યે જેમ સિંહ અતિ ક્રૂર હોય છે, તેમ પરમાત્મા કર્મશત્રના મૂળથી વિનાશ માટે ક્રૂર છે. પરમાત્મા જ્યારે સંયમાદિમાં પ્રવૃત્તિ કરે છે, ત્યારે સંયમાદિમાં વિઘ્ન કરનાર કર્મો ઉદયમાં આવે તોપણ પરમાત્મા દઢ પ્રયત્નથી તે કર્મોનો નાશ કરે છે. ૩. અસહિષ્ણુઃ સિંહ જેમ જે ક્ષેત્રમાં પોતાનું સ્વામિત્વ હોય ત્યાં પોતાના શત્રુને સહન કરી શકતો નથી, તેમ પ્રભુ પણ પોતાની ચિત્તભૂમિ ઉપર શત્રુભૂત ક્રોધાદિ કષાયોનો લેશ પણ પગપેસારો ચલાવી લેતા નથી. ૪. વીર્યવાન : સામાન્ય પશુ કરતાં સિંહનું વીર્ય વિશેષ કોટિનું હોય છે. આવું વિર્ય જ તેને પોતાના કાર્યમાં ઉત્સાહિત રાખે છે. જેમ સિંહ વીર્યવાન હોવા છતાં બધે જ તેની શક્તિનો વપરાશ નથી કરતો, પરંતુ બળવાન શત્રુ સામે પૂર્ણ વિર્યનો પ્રયોગ કરે છે, તેમ ભગવાન પણ રાગાદિ બળવાન શત્રુ સામે પૂર્ણ વીર્ય વાપરીને તેનો નાશ કરવા પ્રયત્ન કરે છે. ૫. વીર : વીર શબ્દની વ્યુત્પત્તિ બે રીતે થાય છે - વિશેષા રાનને તિ વીર - સિંહ જેમ કેશવાળીથી વિશેષ શોભે છે, તેમ પરમાત્મા તપ-સંયમાદિ ગુણોથી વિશેષ શોભે છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ ૭૬ ૭. નિર્ભય : ૬. અવજ્ઞાવાળા : સિંહ ભૂખ્યો હોવા છતાં ઘાસ તો ન જ ખાય તેમ નાના પ્રાણીઓની હિંસા પણ કરે નહિ. તુચ્છ વસ્તુઓની તે ઉપેક્ષા કે અવજ્ઞા જ કરે છે, તેમ ભગવાન પણ ક્ષુધાદિ પરિષહોની ઉપેક્ષા અને અવજ્ઞા જ કરે છે. ૮. નિશ્ચિત : ૯. અખિન્ન : સૂત્રસંવેદના-૨ विशेषेण ईरयति इति वीरः સિંહ જેમ સત્ત્વથી નીડરપણે વિશેષ પ્રકારે વનમાં ગતિ કરે છે, તેમ પરમાત્મા પણ કર્મનાશ માટે વિશેષ પ્રકારે તપ વિગેરે યોગોમાં પ્રવૃત્તિ કરે છે. ૧૦. નિષ્કપ : - સિંહ જેમ હજારો હાથીના ટોળાથી પણ ભય પામતો નથી, તેમ પરમાત્મા પણ મરણાંત ઉપસર્ગો આવે તોય લેશ પણ ભયભીત થતા નથી. સિંહ જ્યારે તૃપ્ત હોય છે, ત્યારે ભવિષ્યના આહારની કોઈ ચિંતા કરતો નથી, તે માટે કોઈ સંગ્રહ કરતો નથી. તેની જેમ દેવાધિદેવ પણ પોતાની ઈન્દ્રિયોને કે દેહને અનુકૂળ મળશે કે પ્રતિકૂળ મળશે ? તેની કદી ચિંતા કરતા નથી. તેઓ પોતાના આધ્યાત્મિક ગુણો દ્વારા જ તૃપ્તિને અનુભવતા હોય છે, સિંહને જેમ પોતાના માર્ગમાં ક્યાંય ખેદ કે કંટાળો હોતો નથી, તેમ સંયમની કંઠોર સાધના કરતા પરમાત્માને ક્યાંય કંટાળો કે ખેદ હોતો નથી, પરંતુ પરમ આનંદ હોય છે. સિંહ જેમ પોતાના ઈષ્ટકાર્યમાં સ્થિર-અચલ હોય છે, તેમ ત્રિલોકનાથ પરમાત્મા પણ પોતાના ધ્યાનમાં અત્યંત સ્થિર હોય છે. ગમે તેવા ઉપસર્ગો વચ્ચે પણ તેમની ધ્યાનની ધારા અખંડ ચાલે છે, ક્યાંય તૂટતી નથી. તેઓ પોતાના ધ્યાનમાં મેરુ જેવા નિષ્પ્રકંપ અર્થાત્ અડગ હોય છે. આ પદ બોલતાં કર્મ અને કષાય સામે ક્રૂર બનેલા અને કષ્ટો સામે સહિષ્ણુ બનેલા પરમાત્માને અંતરપટ પર લાવી ભાવથી નમસ્કાર કરતાં પરમાત્માને પ્રાર્થના કરીએ કે - Page #104 -------------------------------------------------------------------------- ________________ તમોત્યુ સૂત્ર “હે નાથ ! આપને કરેલો આ નમસ્કાર, કર્મો અને કષાયો સામે ઝૂકી પડેલા મારા આત્માને કર્મ-કષાયો સામે કડક બનાવો અને કોને સહન કરવા માટે શક્તિમાન બનાવો !” પરિવર-પુષ્કરીયા (નમોજુ ) - પુરુષોમાં શ્રેષ્ઠ પુંડરિક સમાન એવા પરમાત્માઓને (મારો નમસ્કાર થાઓ.) પુંડરિક કમળમાં જે આઠ પ્રકારની વિશેષતાઓ છે, તેવી વિશેષતાઓ ભગવાનમાં પણ છે. તેથી ભગવાનને પુંડરિક કમળ સમાન કહ્યા છે. કમળ સાથે પરમાત્માની સરખામણી : ૧. કાદવમાં જન્મ : સુંદર એવા કમળનો જન્મ પણ જેમ કાદવમાં થાય છે, તેમ પ્રભુનો જન્મ પણ કર્મરૂપી કાદવથી ભરેલા સંસારમાં થાય છે. ૨. પાણીથી વૃદ્ધિ : કમળ જેમ પાણીથી વધે છે, તેમ પ્રભુ દિવ્યભોગરૂપી પાણી દ્વારા વૃદ્ધિ પામે છે. ૩. બન્નેથી અલિપ્ત : વૃદ્ધિ પામતું કમળ જેમ કાદવ અને પાણી : બન્નેથી અલિપ્ત રહે છે, તેમ ભગવાન પણ કર્મથી પ્રાપ્ત થયેલા જન્મ અને ભોગથી વૃદ્ધિ પામવા છતાં બન્નેથી અલિપ્ત રહે છે. ૪. સહજ સૌંદર્ય : કમળમાં જેમ સ્વાભાવિક સુંદરતા હોય છે, તેમ ભગવાનમાં ૩૪ અતિશયો અને આત્મિક ગુણોના યોગે બાહ્ય અત્યંતર બન્ને પ્રકારની સ્વાભાવિક સુંદરતા હોય છે. ૫. લક્ષ્મીનું સ્થાન : કમળ પર જેમ શ્રીદેવીનો વાસ છે, તેમ ભગવાનમાં પણ કેવળજ્ઞાનાદિ લક્ષ્મી અને સર્વોચ્ચ સંપત્તિનો વાસ છે. ૭. ચક્ષુ આદિને પ્રીતિકર : શ્રેષ્ઠ કમળ આંખ-નાકાદિ ઈન્દ્રિયોને આનંદ આપે છે, તેમ પરમાત્મા અદ્ભુત રૂપ આદિને કારણે ચક્ષુ આદિને આનંદદાયક બને છે તથા જગતના જીવોને તત્ત્વનું દર્શન કરાવી સમ્યગ્દર્શન ગુણને પ્રગટાવી આત્માનો આનંદ પ્રાપ્ત કરાવે છે. ૭. ઉત્તમ દેવ, મનુષ્ય અને તિર્યંચથી સેવ્ય : કમળમાં જેવી રીતે સુગંધ, Page #105 -------------------------------------------------------------------------- ________________ ૭૮ સૂત્રસંવેદના-૨ સૌંદર્ય વગેરે વિશિષ્ટ ગુણો હોવાથી ભ્રમરરૂપી તિર્યંચો તથા મનુષ્યો અને દેવો પણ એને સેવે છે, યાવત્ પરમાત્માને પણ કમળ ચઢાવવામાં આવે છે, એવી રીતે અરિહંતપરમાત્મામાં કેવળજ્ઞાનાદિ વિશિષ્ટ ગુણો હોવાથી ભવ્ય એવા તિર્યંચો, મનુષ્યો અને દેવો પરમાત્માની ઉપાસના કરે છે. ૮. સુખનું કારણ : શ્રેષ્ઠ કમળ જેમ દેવ-મનુષ્યને માટે સુખનું કારણ છે, તેમ ભગવાન પણ ભવ્ય જીવોને અત્યંત આનંદસ્વરૂપ મોક્ષસુખનું કારણ બને છે. આ રીતે કમળ સમાન આઠ ગુણોથી યુક્ત પરમાત્માને મારો નમસ્કાર થાઓ. આ પદ બોલતાં કમળની ઉપમાને વરેલા પરમાત્માને સ્મૃતિપટ પર લાવી એવી ઈચ્છા અભિવ્યક્ત કરીએ કે ; “હે નાથ ! કમળવત્ સર્વ બાહ્ય ભાવોથી અલિપ્ત એવા આપને કરેલો નમસ્કાર, મને પણ સર્વ બાહ્ય ભાવોથી અલિપ્ત કરી આપની જેમ નિર્લેપ બનાવો !” પુરિસ-વર-બંધ-ત્થીળ (નમોઽત્યુ ાં) શ્રેષ્ઠ ગંધહસ્તી જેવા પરમાત્માઓને (મારો નમસ્કાર થાઓ.) - સૂંઢરૂપ હસ્ત જેને છે, તે હસ્તિ કહેવાય છે, જે હાથીના ગંડસ્થલમાંથી અત્યંત સુગંધયુક્ત મદ ઝરે છે, તે ગંધહસ્તિ કહેવાય છે. આવા ગંધહસ્તિઓમાં પણ જે શ્રેષ્ઠ હોય, જેની ગંધ માત્રથી ક્ષુદ્ર-હલકા પ્રાણીઓ ગભરાઈને ભાગી જાય તેને ‘વર-ગંધ-હત્યિ' કહેવાય છે. ભગવાન શ્રેષ્ઠ ગંધહસ્તિ તુલ્ય છે. કેમ કે, ગંધહસ્તિને જેમ કોઈની સામે યુદ્ધ કરવું પડતું નથી, પરંતુ તેની ગંધ માત્રથી જ નબળા-પોચા હાથીઓ દૂર ભાગી જાય છે, તેમ પરમાત્માને પણ કોઈ મંત્ર-તંત્રની સાધના કરવી પડતી નથી. મંત્રાદિની સાધના વિના જ ભગવાન જ્યાં-જ્યાં વિચરે ત્યાંથી અતિવૃષ્ટિ-અનાવૃષ્ટિ, મારી-મરકી, ઈતિ-ઉપદ્રવ આદિ સર્વ અનિષ્ટો પલાયન થઈ જાય છે. અનિષ્ટકારી કોઈપણ તત્ત્વ પરમાત્માની હાજરીમાં ટકી શકતું નથી, માટે પરમાત્મા શ્રેષ્ઠ ગંધહસ્તિ તુલ્ય છે. Page #106 -------------------------------------------------------------------------- ________________ તમોત્યુ ણં સૂત્ર ૭૯ આ પદ બોલતાં શ્રેષ્ઠ ગંધહસ્તિની ઉપમાથી જેનું યત્કિંચિત્ સ્વરૂપ વર્ણવી શકાય તેવું છે, તે ત્રિલોકબંધુ પરમાત્માને હૃદયસ્થ કરી ભાવથી નમસ્કાર કરતાં પ્રભુ પાસે એવી પ્રાર્થના કરીએ કે - હે પથ્યાત્મન્ ! આપને ભાવપૂર્વક કરેલો આ નમસ્કાર મારી સાધનામાં આવતો વિધ્ધનો વાદળોને વિખેરી નાખો !” અરિહંતભગવંતો સ્તુતિ કરવા યોગ્ય કેમ છે, તેનાં અસાધારણ કારણો આ સંપદામાં બતાવ્યાં. અનાદિકાળથી પરમાત્માનું સ્વરૂપ કેવું હતું તે પુરિસરૂમાણં' પદથી બતાવ્યું. સંયમ સ્વીકાર્યા બાદ તેઓ કેવા પરાક્રમી થયા તે પુરિસ-સીહાણં' પદ દ્વારા જણાવ્યું અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતાં તેઓ પરવાદી માટે ગંધહસ્તિ તુલ્ય કઈ રીતે છે, તે “પુરિસવર-ગંધ-હFીણ” પદ દ્વારા જણાવ્યું. વળી અંતમાં એટલે કે, મોક્ષ પ્રાપ્ત થતાં તેઓ કેવા છે તે ‘પુરિસ-વર-પુંડરીયાણં' પદ દ્વારા જણાવીને નિગોદ અવસ્થાથી માંડી અંતિમ સમય સુધી, પરમાત્માનું સ્વરૂપ કેટલું વિશિષ્ટ હતું તે આ સંપદામાં જણાવ્યું. આટલું જાણ્યા પછી હવે પ્રેક્ષાવાનને પ્રશ્ન થાય કે, આવા વિશિષ્ટ ભગવાનથી આપણને શું લાભ? તેના સમાધાન માટે જ ચોથી “સામાન્ય ઉપયોગ સંપદા' બતાવે છે. કારણ કે, પ્રેક્ષાવાન લોકો ફળપ્રધાન પ્રવૃત્તિ કરનારા હોય છે. સોત્તમ (નમોજુ vi) - (ભવ્ય) લોકમાં ઉત્તમ એવા પરમાત્માઓને (મારો નમસ્કાર થાઓ.) લોક8 શબ્દથી અહીં ભવ્યજીવરૂપી લોક એવો અર્થ ગ્રહણ કરવાનો છે કેમ કે, અભવ્યજીવરૂપ લોકમાં ભગવાનને ઉત્તમ કહેવાનો કોઈ અર્થ નથી, કારણ કે અભવ્યાદિમાં તો ભવ્ય જીવો ઉત્તમ છે જ, પરંતુ એ ભવ્યોમાં પણ ભગવાન ઉત્તમ છે. તેમ આ પદ દ્વારા કહેવું છે. 29ભવ્યનો અર્થ છે મોક્ષગમનને યોગ્ય. મોક્ષમાં જવા માટે યોગ્ય આત્માઓ તો ઘણા હોય છે. આજ સુધીમાં અનંતા આત્માઓ કર્મ ખપાવીને મોક્ષમાં ગયા 28. લોક શબ્દ સમુદાયવાચી છે. સમુદાયવાચી શબ્દો સમુદાયના એક ભાગમાં પણ વપરાય છે. લોક શબ્દથી પંચાસ્તિકાયાદિરૂ૫ લોકનું ગ્રહણ થઈ શકે છે, તેમ લોક શબ્દથી ભવ્ય લોકાદિનું પણ ગ્રહણ થઈ શકે છે. 29. સર્વ પ્રયોજન જ્યાં સિદ્ધ થાય છે, તેવા મોક્ષ નામના સ્થાનને પ્રાપ્ત કરવાની યોગ્યતા તે ભવ્યત્વ છે. Page #107 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૨ છે, પરંતુ તે સર્વ જીવોમાં પણ પ્રત્યેક અરિહંતનો આત્મા જુદો જ હોય છે. તેમનું તથાભવ્યત્વ જ એવું વિશિષ્ટ કોટિનું હોય છે કે, તેઓ જ્યાં હોય ત્યાં વિશિષ્ટ ભાવને પામે છે. અંતિમ ભવમાં તો તીર્થંકરનામકર્મના ઉદયથી સર્વશ્રેષ્ઠ સમૃદ્ધિને તેઓ પામે જ છે, પરંતુ એકેન્દ્રિયાદિના ભવમાં પૃથ્વીકાયના જીવોમાં ચિંતામણિ રત્ન, પદ્મરાગ રત્ન વગેરે ઉત્તમ રત્નોની જાતિમાં ઉત્તમરૂપે ઉત્પન્ન થાય છે. અપુકાયમાં તે તે મહાન તીર્થોદક (તીર્થજલ) રૂપે ઉત્પન્ન થાય છે. તેઉકાયમાં મંગલદીપ આદિરૂપે ઉત્પન્ન થાય છે.વાયુકાયમાં હોય ત્યારે મલયાચલ પર્વતના વસંતઋતુકાલીન મૃદુ. શીતલ અને સુગંધી વાયુ વગેરેરૂપે ઉત્પન્ન થાય છે. વનસ્પતિકાયમાં હોય ત્યારે ઉત્તમ પ્રકારના ચંદન, કલ્પવૃક્ષ, પારિજાત, આમ્ર, ચંપક, અશોક વગેરે વૃક્ષના રૂપમાં અથવા ચિત્રાવેલ, દ્વાક્ષાવેલ, નાગવેલ વગેરે પ્રભાવશાળી ઔષધિઓમાં ઉત્પન્ન થાય છે. બેઇન્દ્રિયમાં દક્ષિણાવર્ત શંખ, શુક્તિકા, શાલિગ્રામ આદિમાં ઉત્પન્ન થાય છે. આ રીતે તેઇન્દ્રિય, ચરિંદ્રિય અને પંચેન્દ્રિય તિર્યંચમાં સર્વોત્તમ પ્રકારના હાથીરૂપે અથવા સારાં લક્ષણોવાળા અશ્વરૂપે થાય છે. આ રીતે ઔદિયક ભાવની અવસ્થાઓ પણ તેમને સર્વથી શ્રેષ્ઠ કોટિની પ્રાપ્ત થાય છે. ८० વળી, કર્મના ક્ષયોપશમ કે, ક્ષયથી ઉત્પન્ન થતા સમ્યક્ત્વાદિ ગુણો પણ તેમના વિશેષ પ્રકારના હોય છે. અન્ય જીવો દર્શનમોહનીયના ક્ષયોપશમ કે ક્ષયથી સામાન્ય બોધિને પામે છે. જ્યારે અરિહંતના આત્માઓ દર્શનમોહનીય કર્મના ક્ષયોપશમ કે ક્ષયથી સર્વ જીવોને શાસન પમાડવાની ઈચ્છારૂપ વરબોધિને પામે છે. અન્ય જીવો ઘાતિકર્મના નાશથી કેવળજ્ઞાનાદિ ગુણો પ્રાપ્ત કરીને મોક્ષમાં જાય છે. જ્યારે અરિહંતના આત્માઓ કેવળજ્ઞાન પામી તીર્થની સ્થાપના કરીને, અનંતા જીવોને ત૨વાનો માર્ગ બતાવી મોક્ષમાં જાય છે. આ રીતે માર્ગદેશકાદિ ગુણો પણ તેમના વિશેષ હોઈ તેઓ લોકોત્તમ પુરુષ કહેવાય છે. આ પદ બોલતાં આવા લોકોત્તમ પુરુષને સ્મરણમાં લાવી, તેમના ગુણો પ્રત્યે આદર અને અહોભાવ ઉલ્લસિત કરીને નમસ્કાર કરતાં એવી ભાવનાનો સ્રોત વહાવીએ કે - “હે જગતવત્સલ પિતા ! આપ જેમ લોકોત્તમ પુરુષ બન્યા છો, તેમ આપને કરાતો મારો સામાન્ય પટ્ટા નમસ્કાર લોકોત્તમપણાનું કારણ બનો !’” Page #108 -------------------------------------------------------------------------- ________________ નમોત્થ ણં સૂત્ર लोगनाहाणं ( नमोऽत्थु णं) (મારો નમસ્કાર થાઓ.) - ૮૧ લોકના 30નાથ એવા પરમાત્માઓને ભવ્ય જીવો બે પ્રકારના હોય છે. ૧. સામાન્ય ભવ્ય (દુર્વ્યવ્ય), ૨. વિશિષ્ટ ભવ્ય. ધર્મની રુચિરૂપ બીજનું વાવેતર જેમાં થઈ શકે છે, તેને આસન્ન ભવ્ય (વિશિષ્ટ ભવ્ય) કહેવાય છે. ભગવાન આવા વિશિષ્ટ ભવ્ય જીવોના નાથ છે. નાથ તેને કહેવાય, જે યોગ અને ક્ષેમ કરે. 31બીજાધાનયુક્ત ભવ્ય જીવોને પરમાત્મા પ્રાથમિક કક્ષાના ધર્મથી માંડી છેક મોક્ષ સુધીનું સુખ પ્રાપ્ત કરાવી આપે છે. આ રીતે અપ્રાપ્તને પ્રાપ્ત કરાવવા દ્વારા ભગવાન તેમનો યોગ કરે છે અને ઉપદેશ પ્રદાનાદિ દ્વારા પ્રાપ્ત થયેલા ધર્મનું રક્ષણ કરવા રૂપે ક્ષેમ કરે છે, માટે આસન્નભવ્ય (નજીકમાં મોક્ષે જનારા) જીવોના ભગવાન નાથ છે. ધર્મ પ્રત્યેની વાસ્તવિક રુચિરૂપ બીજાધાન જેનામાં નથી થયું, તેવા જીવો પણ ધર્મ કરે છે. ધર્મના ફળને જણાવતો ભગવાનનો ઉપદેશ સાંભળીને કે ભગવાનનો બાહ્ય વૈભવ જોઈને દ્રવ્યથી દીક્ષા પણ લે છે. તેના કારણે તેમને અલ્પકાળ માટે સુખ-સમૃદ્ધિયુક્ત દેવાદિ ભવોની પ્રાપ્તિ પણ થાય છે અને દુઃખને આપનાર નરકાદિ ભવોથી તેનું રક્ષણ પણ થાય છે. તોપણ બીજાધાન વિનાના આ જીવો સુખની પરંપરાને સર્જનાર આધ્યાત્મિક ગુણો પ્રાપ્ત કરી શકતા નથી કે નથી દોષની પરંપરા ચલાવનાર રાગાદિ દોષોથી અટકી શકતા તેથી પરમાત્મા સાચા અર્થમાં આવા જીવોના નાથ બની શકતા નથી. જ્યારે બીજાધાનવાળા ભવ્ય જીવો તો એકવાર પણ ભગવાનને નાથ તરીકે સ્વીકારીને, તેમની આજ્ઞા અનુસાર ધર્મક્રિયા કરે, તો તેનાથી તેમને સદ્ગતિની પરંપરા પ્રાપ્ત થાય છે, ક્ષમાદિ ગુણોનું સર્જન થાય છે અને દુઃખને આપનાર 30. નાથ શબ્દની વિશેષ સમજ માટે જુઓ - સૂત્રસંવેદના ભા. ૨ - જગચિંતામણિ સૂત્રનું બીજું પદ. 31. બીજાધાન : કોઈપણ વ્યક્તિની ઔચિત્યપૂર્ણ વિશિષ્ટ ધર્મક્રિયાને જોઈને ધર્મક્રિયાવિષયક વિશેષ કોઈ સમજ ન હોવા છતાં તે ધર્મ પ્રત્યેનો આદર, તે આદરના કારણે થતી પ્રશંસા તે બીજાધાન છે. ત્યારબાદ આવો ધર્મ હું કઈ રીતે કરી શકું ? તેવી ચિંતા તે ધર્મનો અંકુરો છે. ધર્મવિષયક શ્રવણ તે કાંડ છે. શાસ્ત્રવિહિત ક્રિયાઓ નાળ છે. ક્રિયા દ્વારા થયેલી દેવ-માનવાદિની સંપત્તિ તે પુષ્પ છે. મોક્ષ એ ફળ છે. આ રીતે બીજાધાન થયા પછી ઉત્તરોત્તર સિદ્ધિરૂપી ફળની પ્રાપ્તિ થાય છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૨ રાગાદિ ભાવોનું વિસર્જન થાય છે. આ રીતે ક્રમે કરીને ગુણની પ્રાપ્તિ અને દોષના નાશથી આત્મા સિદ્ધિગતિને પણ પ્રાપ્ત કરે છે. આથી જ ભગવાન વિશિષ્ટ ભવ્યજીવરૂપ લોકના નાથ કહેવાય છે. ૮૨ આ પદ બોલતાં વાસ્તવિક સુખને પ્રાપ્ત કરાવનાર અને પ્રાપ્ત થયેલ સુખનું રક્ષણ કરનાર પરમાત્માને હૃદયસિંહાસને સ્થાપન કરી, નમસ્કાર કરતાં ભાવના ભાવીએ કે - “હે કરુણાનિધિ ! અનાદિકાળથી અનાથ એવા મારા માટે આપ સાચા અર્થમાં નાથ બનો !” એ દિયાળ (નમોઽત્યુ ળ) - લોકનું હિત કરનારા પરમાત્માઓને (મારો નમસ્કાર થાઓ.) અહીં લોક શબ્દથી ‘પંચાસ્તિકાયરૂપ લોક’ ગ્રહણ કરવાનો છે. અરિહંત પરમાત્મા ધર્માસ્તિકાયાદિ પાંચે દ્રવ્યોનું હિત કરનારા છે તેમ કહીને, તેમની હિતકામના સીમાતીત છે, તેમ જણાવ્યું છે. અહીં પ્રશ્ન થાય કે, ભગવાન જીવજગતનું હિત કરે. છે તે તો બરાબર છે, પરંતુ પુદ્દગલાદિ જડ દ્રવ્યોનું ૫૨માત્મા હિત કઈ રીતે કરી શકે ? વ્યવહારનયથી અને નિશ્ચયનયથી હિતની વ્યાખ્યા જુદી જુદી છે. વ્યવહારનય બાહ્ય પ્રવૃત્તિ ઉપર હિતાહિતનો વિભાગ કરે છે, જ્યારે નિશ્ચયનય સ્વપરિણામથી હિતાહિતનો વિભાગ કરે છે, આથી વ્યવહારનયથી જીવમાં જ હિતની સંભાવના હોઈ ભગવાન જીવનું જ હિત કરનાર કહેવાય છે; પરંતુ નિશ્ચયનયથી જે વિષયમાં હિતનો પરિણામ પ્રવર્તે છે, તે સર્વનું હિત કરનાર પરમાત્મા કહેવાય છે. પરમાત્માનો હિતનો પરિણામ ચર-અચર સર્વ લોકને આશ્રયીને પ્રવર્તે છે, માટે પ્રભુને પંચાસ્તિકાયરૂપ લોકનું હિત કરનારા કહ્યા છે. કોઈપણ પદાર્થનું હિત આ રીતે થાય · - ૧. જે વસ્તુ જે સ્વરૂપે છે, તે જ સ્વરૂપે તેને જોવી (યથાવસ્થિત-સમ્યગ્ દર્શન) ૨. જે વસ્તુ જેવી છે, તે વસ્તુને તેવી જ કહેવી (સમ્યક્પ્રરૂપણા) ૩. અને તે વસ્તુને હાનિ ન થાય તેનું અહિત ન થાય તે રીતે વર્તવું. (સભ્યશ્ચેષ્ટા પ્રવર્તન). Page #110 -------------------------------------------------------------------------- ________________ તમોત્યુ ણં સૂત્ર ભગવાન કેવળજ્ઞાન દ્વારા જગતવર્તી સર્વ પદાર્થને જેવા છે તેવા જુએ છે. જે રીતે જુએ છે, તે જ રીતે તે પદાર્થનું પ્રતિપાદન કરે છે અને ભાવિમાં તેનું અહિત ન થાય તે રીતે સર્વ દ્રવ્યો સાથે વર્તન કરે છે. આ રીતે તેઓ સર્વ દ્રવ્યોનું હિત 2 કરનારા છે. જિજ્ઞાસા : પરમાત્મા યથાર્થ દર્શનાદિ દ્વારા ધર્માસ્તિકાયાદિનું હિત કરે છે, તેમ કહ્યું, પરંતુ ધર્માસ્તિકાયાદિમાં હિત જેવું કાંઈ થતું જ નથી છતાં પરમાત્માને હિત કરનારા કેમ માની શકાય ? તૃપ્તિ: અન્યનું હિત થાય કે ન થાય; પરંતુ બીજાનું ભલું કરવાની ભાવનાથી જેઓ પ્રયત્ન કરે છે તેને વ્યવહારમાં તેના હિત કરનારા જ કહેવાય છે. તો વળી, જે બીજાના અહિતની ભાવનાથી પ્રવૃત્તિ કરે છે તેને વ્યવહારમાં પણ તેના અહિત કરનારા જ કહેવાય છે. જેમ, એક મા-બાપે બાળકના હિત માટે ખૂબ સુંદર સંસ્કાર આપવા પ્રયત્ન કર્યો, પરંતુ બાળકની યોગ્યતા ન હોવાથી તે સંસ્કારોને ન ઝીલી શક્યું, તોપણ તે મા-બાપને બાળકનું હિત કરનારા જ કહેવાય છે. તે જ રીતે એક શિકારીએ શિકાર કરવાની ભાવનાથી એક પક્ષી પર બાણ છોડ્યું, પરંતુ ચાલાક પક્ષી બાણના અવાજથી ઊડી ગયું; તેથી મર્યું નહિ. છતાં પણ બાણ મારનાર શિકારીને વ્યવહારથી પણ સૌ કોઈ વધ કરનાર કહે છે અને વધજન્ય પાપ પણ તેને લાગે છે. તેમ કદાચ આપણી માન્યતા મુજબ જડ પદાર્થનું હિત થતું ન હોય તોપણ તે પદાર્થનું યથાર્થ દર્શન, યથાર્થ કથન અને તેની સાથે ઉચિત પ્રવર્તન કરવાથી પ્રભુ તેના હિત કરનાર કહેવાય છે. વસ્તુના યથાર્થ દર્શન વિના તે વસ્તુનું હિત કરી શકાતું નથી. મોહાધીન સંસારી જીવો તે પદાર્થને યથાર્થરૂપે જોતા નથી અને તેના કારણે જ પોતાનાથી જુદા એવા દેહ, ધન આદિ ભાવોને પોતાનાથી અભિન્ન (પોતાની સાથે એકમેક) હોય તેમ માને છે અને બોલે છે. વળી, જગતના ભાવો જીવને સુખ પણ નથી આપતા કે દુઃખ પણ નથી આપતા, છતાં તેઓ આ દેહ, ધનાદિ પદાર્થો મને સુખ કે દુઃખ આપે છે, તેમ માને છે અને કહે છે આથી જ પોતાને અનુકૂળ અને પોતે સારા માનેલા પદાર્થોમાં રાગ કરે છે, પોતાને પ્રતિકૂળ અને પોતે જેમાં ખરાબની કલ્પના કરી હોય તેમાં દ્વેષ કરે છે અને પોતાને જેની 32. तदेवंविधाय लोकाय हिताः । यथावस्थितदर्शनपूर्वकं सम्यकप्ररुपणाचेष्टया तदायत्यबाधनेनेति च । इह यो यं याथात्म्येन पश्यति, तदनुरूपं च चेष्टते भाव्यपायपरिहारसारं, स तस्मै तत्त्वतो हित इति हितार्थः । - લલિતવિસ્તરા Page #111 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૨ , સાથે લેવા-દેવા નથી, તેની ઉપેક્ષા કરે છે. આ રીતે મોહાધીન સંસારી જીવો વસ્તુ પ્રત્યેના પોતાના ઔચિત્યનો વિચાર કર્યા વગર રાગ-દ્વેષાદિના ભાવો કરીને કર્મ બાંધી પોતાનું પણ અહિત કરે છે અને પર પદાર્થો સાથે પણ યથાતથા વર્તી તેનું પણ અહિત કરે છે. જ્યારે વીતરાગ પરમાત્મા જગતના તમામ પદાર્થોને યથાર્થરૂપે જુએ છે. અને જોઈને જગત આગળ તે પદાર્થના સ્વરૂપનું યથાર્થ પ્રતિપાદન પણ કરે છે. વળી તે પદાર્થ સાથે વર્તન કરતાં તેઓ તેમાં રાગ-દ્વેષ કે ગમો-અણગમો કરી, કર્મ બાંધી પોતાના આત્માનું પણ અહિત કરતા નથી અને તે સર્વ વસ્તુ પ્રત્યે ઔચિત્યપૂર્ણ વર્તન કરી અન્યનું અહિત પણ કરતા નથી. આ પદ બોલતાં જ થાય કે, સાચા અર્થમાં બીજાનું તો નહિ, પરંતુ પોતાના આત્માનું પણ હિત આપણે કરી શકતા નથી. જ્યારે અરિહંતભગવંતો પોતાના આત્માનું તો હિત કરે છે. તદુપરાંત સમસ્ત જીવ-જગત અને જડ-જગતનું પણ હિત કરે છે. - પરમ હિતકારક પરમાત્માને નમન કરતાં આપણે યાચના કરીએ કે – “હે જગતના હિતકારક પરમાત્મા ! આપને કરેલો નમસ્કાર અમારામાં પણ સર્વનું હિત કરવાનું સામર્થ્ય પ્રગટ કરાવનાર થાઓ !” જોન-પર્ફવાઇi (નમોડવુ vi) - લોક માટે પ્રદીપ તુલ્ય પરમાત્માઓને (મારો નમસ્કાર થાઓ.) અહીં લોક શબ્દથી વિશિષ્ટ સંજ્ઞી એવા સમ્યગ્દષ્ટિ જીવો જ ગ્રહણ કરવાના છે. પરમાત્માની દેશના સાંભળી મિથ્યાત્વરૂપી અંધાપાનો નાશ કરી, જેણે સમ્યજ્ઞાનરૂપી ચક્ષુ પ્રાપ્ત કરી હોય તેવા વિશિષ્ટ સંજ્ઞી જીવો માટે એટલે કે દૃષ્ટિનો સમ્યગુ ઉઘાડ થયો હોય તેવા સમ્યગ્દષ્ટિ જીવો માટે જ ભગવાન પ્રદીપ તુલ્ય છે, બીજા માટે નહિ કેમ કે, ચક્ષુ વિનાનો અંધ જેમ દીપકની સહાયથી પણ રૂપ જોઈ શકતો નથી, તેમ સમ્યગ્દર્શનના પરિણામ વિનાનો જીવ, પરમાત્માના વચનરૂપ પ્રદીપથી પણ તત્ત્વમાર્ગને જોઈ શકતો નથી. તેથી કહ્યું છે કે, આ જ્ઞાનનાં કિરણોને ઝીલવાની શક્તિ સમ્યગ્દષ્ટિમાં જ છે, મિથ્યાદૃષ્ટિમાં નથી. કેમ કે, મિથ્યાષ્ટિઓ ભગવાનના ઉપદેશાત્મક વચનને Page #112 -------------------------------------------------------------------------- ________________ નમોત્થ ણં સૂત્ર સાંભળે છે, તોપણ તે વચનના પરમાર્થને સંવેદી શકતા નથી. તે વચનમાં રહેલા સૂક્ષ્મ ભાવો તેમના ધ્યાનમાં આવતા નથી. તેથી તેમને માટે ભગવાન પ્રદીપ તુલ્ય થઈ શકતા નથી. તેમાં તે જીવોની યોગ્યતાનો અભાવ જ કારણ છે; પરંતુ ભગવાનની શક્તિનો અભાવ કારણ નથી. અન્ય કોઈ ઉપદેશક હોય તો તેવું બને કે, છદ્મસ્થતાના કારણે કે પુણ્ય-પ્રકર્ષના અભાવના કારણે સામેનો જીવ યોગ્ય હોય છતાં તેના ઉપર પૂર્ણ ઉપકાર ન કરી શકે; પરંતુ પ્રકૃષ્ટપુણ્ય અને કેવળજ્ઞાનના સ્વામી ભગવાન માટે આવું બનતું નથી. અહીં પ્રશ્ન થાય કે, માત્ર સમ્યગ્દષ્ટિ માટે જ ભગવાનને પ્રદીપ તુલ્ય કેમ કહ્યા અને ભગવાનના વંચનથી જેમના મિથ્યાત્વનો નાશ થવાનો છે, તેવા જીવો માટે ભગવાનને પ્રદીપ તુલ્ય કેમ ન કહ્યા ? જીવમાં જ્યાં સુધી મિથ્યાત્વની હાજરી છે, ત્યાં સુધી ભગવાનના વચનને યથાર્થરૂપે સમજવાની શક્તિ જીવમાં આવતી જ નથી, આવા મંદ મિથ્યાત્વી જીવો જ્યારે ભગવાનના વચનને સાંભળે છે, ત્યારે દેશનાથી તેમને જ્ઞાનચક્ષુની પ્રાપ્તિ થાય છે. પ્રાપ્ત થયેલાં આ ચક્ષુથી પદાર્થનું સ્થૂલથી દર્શન કરી શકે છે અને આ રીતે પદાર્થના દર્શનથી તેમનું મિથ્યાત્વ નષ્ટ થાય છે અને તેમનામાં સમ્યગ્દર્શન ગુણની પ્રાપ્તિ થાય છે, પછી જ .તે ભગવાનના વચનમાં યથાર્થ શ્રદ્ધા કરી શકે છે અને તેના સૂક્ષ્મ ભાવોને જાણી શકે છે, માટે આવા જીવો માટે જ ભગવાન પ્રદીપ તુલ્ય બની શકે છે, અન્ય માટે નહિ. ૮૫ સમ્યગ્દષ્ટિ જીવો માટે પ્રદીપ તુલ્ય પ૨માત્માને આ પદ દ્વારા ભાવથી નમસ્કાર કરી ભાવના ભાવીએ કે - - “હે લોકાલોક પ્રકાશક પરમાત્મા ! આપને કરેલો આ નમસ્કાર અમારામાં સમ્યગ્દર્શન ગુડ્ડાને પ્રગટાવી અમને સન્માર્ગ બતાવવા સમર્થ બનો !” लोगपज्जो अगराणं ( नमोऽत्थु णं) પરમાત્માઓને (મારો નમસ્કાર થાઓ.) - લોકને પ્રદ્યોત કરનારા લોક શબ્દથી અહીં વિશિષ્ટ બુદ્ધિના ધારક, ગણધ૨૫દને યોગ્ય એવા જીવો જ ગ્રહણ કરવાના છે કેમ કે, ‘પ્રશ્નેન ઘોતતે કૃતિ પ્રદ્યોત:' પ્રકૃષ્ટરૂપે પ્રકાશવું તે પ્રદ્યોત છે અને પ્રકૃષ્ટપણાથી જે પ્રકાશ કરે તે પ્રદ્યોતક છે. આ રીતે માત્ર ગણધરો માટે જ પરમાત્મા પ્રદ્યોતક છે. કેમ કે, પરમાત્માને અહીં ‘સામાન્ય Page #113 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૨ પ્રકાશ કરનારા' નથી કહ્યા, પરંતુ અહીં તો પરમાત્માને માત્ર “વા, વિવાહ વા, યુવે વા' - આ ત્રણ પદ દ્વારા સમસ્ત જગતનું દર્શન કરાવી શકે તેવા પ્રદ્યોતક-મહાપ્રકાશક કહ્યા છે. ભગવાન તો સમસ્ત જગત માટે આવો પ્રકૃષ્ટ પ્રકાશ કરનાર છે, પણ બીજ બુદ્ધિના માલિક ગણધરો સિવાય કોઈની તાકાત નથી કે, માત્ર આ ત્રણ પદો સાંભળી વિશિષ્ટ પ્રકારના જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ કરી સમસ્ત જગતને અને જગતવર્તી પદાર્થોને યથાર્થ જાણી શકે અને જાણીને માત્ર એક જ અંતર્મુહૂર્તમાં સમસ્ત દ્વાદશાંગીની રચના કરી શકે. ગણધરભગવંતો જ આ રીતે તીર્થકરના પ્રથમ શિષ્ય થવાનું પુણ્ય અને ક્ષયોપશમ લઈને આવ્યા હોય છે, તેથી ભગવાનનાં વચનો તેમને માટે વિશિષ્ટ પ્રકારના જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમરૂપ પ્રદ્યોતને કરનારાં બને છે. આ પદ બોલતાં યોગ્યતા અનુસાર પરમ ઉપકાર કરનાર પરમાત્મા પ્રત્યે અત્યંત પૂજ્ય બુદ્ધિને ધારણ કરી, હૃદયને તે ભાવોથી ભીંજવી નમસ્કાર, કરવાનો છે અને નમસ્કાર કરતાં એવી પ્રાર્થના કરવાની છે કે – ' “લોકપ્રદ્યોતક હે નાથ ! આપને કરાતો આ નમસ્કાર અમારામાં એવી યોગ્યતા પ્રગટાવો કે, જેથી આપ અમારા માટે પણ પ્રદ્યોતક બની રહો.” “લોગરમાણ આદિ પાંચ પદો દ્વારા સ્તોતવ્ય એવા અરિહંતભગવંતનો સામાન્ય ઉપયોગ બતાવ્યો. અહીં સામાન્ય ઉપયોગ કહેવાનું કારણ એ છે કે, શ્રુત અને ચારિત્રરૂપ ધર્મમાં શ્રતધર્મ તે સામાન્ય ધર્મ છે. ભગવાન લોકમાં ઉત્તમ છે. લોકના નાથ બને છે, લોકનું હિત કરે છે, લોકના પ્રદીપક કે પ્રદ્યોતક બને છે, તે ઉપદેશરૂપ શ્રતધર્મની અપેક્ષાએ છે. આ શ્રતધર્મ ચારિત્રધર્મની અપેક્ષાએ સામાન્ય ધર્મ છે, માટે આ પાંચ પદોરૂપ “સામાન્ય ઉપયોગ સંપદા' બતાવી. હવે આ રીતે ભગવાન સામાન્ય ઉપયોગી કઈ રીતે બન્યા? તેનું મૂળ કારણ શું, તે જણાવતી પાંચ પદોની પાંચમી ‘ઉપયોગ હેતુ” સંપદા બતાવે છે. અમદા (નમોજુ w) - અભયને આપનારા અર્થાત્ અભયદાતા પરમાત્માઓને (મારો નમસ્કાર થાઓ.) . “અભય” એટલે ભય વગરની અવસ્થા, જે ચિત્તની વિશિષ્ટ સ્વસ્થતારૂપ આત્માનો એક પરિણામ છે. આ સ્વસ્થતા એ મોક્ષમાર્ગનું પહેલું કદમ છે. તેને ધૃતિ=ધીરજ પણ કહેવાય છે. મોક્ષને અનુકૂળ એવા ચક્ષુ, માર્ગ, શરણ Page #114 -------------------------------------------------------------------------- ________________ તમોત્થ શું સૂત્ર અને સમ્યગ્દર્શનાદિ ધર્મોની ભૂમિકા તૈયાર કરવા માટે આ વૃત્તિ કે ચિત્તની સ્વસ્થતા અતિ જરૂરી છે. ધર્મસાધનાની શરૂઆત ચિત્તની સ્વસ્થતાથી થાય છે, ચિત્તની સ્વસ્થતા ભયોની નિવૃત્તિથી થાય છે અને ભયની નિવૃત્તિ પૂર્ણ અભયભાવે રહેલા પરમાત્મા પ્રત્યેના બહુમાનથી થાય છે. આ રીતે અભયનો પરિણામ પરમાત્મા પ્રત્યેના બહુમાનથી થતો હોવાથી પરમાત્મા જ અભયદાતા-અભયને આપનારા કહેવાય છે. આ પદ દ્વારા, આ રીતે અભયને આપનારા પરમાત્માને નમસ્કાર કરવામાં આવ્યો છે. સંસારવર્તી સર્વ જીવોને સાત પ્રકારના ભયોની સતામણી સતત હોય છે. કેટલાક જીવોને આ ભયો વ્યક્તરૂપે સતાવતા હોય છે, તો કેટલાક જીવોને પુણ્યના ઉદયકાળમાં આ ભયો અવ્યક્તરૂપે રહેલા હોય છે. જ્યાં સુધી ચિત્તમાં ભયનો પરિણામ વર્તતો હોય છે, ત્યાં સુધી ચિત્ત સ્વસ્થ રહેતું નથી. જીવ જ્યારે ભયોથી મુક્ત થઈ કંઈક અંશે પણ અભયભાવને પામે છે, ત્યારે જ અનાદિ સંસારમાં પ્રથમવાર તેને સ્વસ્થતાનો અનુભવ થાય છે. ચિત્તની આ સ્વસ્થતા એ જ મોક્ષસાધક ધર્મની શરૂઆત છે. ભવનિર્વેદ એ જ ભગવદ્ધહુમાન : ચિત્તની આ સ્વસ્થતાનું કારણ છે ભગવાનનું બહુમાન અને ભગવદ્ બહુમાન એટલે ભવનિર્વેદ.4 મોહનીય કર્મ મંદ થતાં, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે 33. ૧. ઈહલોક ભય સમાન જાતિવાળા તરફથી ભય. દા.ત. મનુષ્યને મનુષ્યનો ભય. ૨. પરલોક ભય: અન્ય જાતિવાળા તરફથી ભય. દા.ત. મનુષ્યને પશુનો ભય. ૩. આદાન ભય: પોતાનું કંઈક લૂંટાઈ જવાનો ભય. ૪. અકસ્માતુ ભય:બાહ્ય નિમિત્ત વિના જ ઘરમાં કેબહાર, રાત્રે કેદિવસે કોઈપણ સમયે અથવા એવા કોઈ પણ સ્થાનમાં એકાએક ભય ઊભો થાય તે અથવા અકસ્માત થનારા કાર્યનો ભય. ૫. આજીવિકા ભય પોતાની આજીવિકા બંધ થઈ જવાનો કે તેમાં વિક્ષેપ પડવાનો ભય. ૩. મરણ ભય : મૃત્યુનો ભય. |. ૭. અપયશ ભય: પોતે કરેલ કોઈ પ્રવૃત્તિથી અપયશનો ભોગ બનવાનો ભય. 34. મનિર્વેચેવ વિહુમાનત્વત્િ | - લલિતવિસ્તરા साम्प्रतं भवनिर्वेदद्वारेणार्थतो भगवद्बहुमानादेव विशिष्टकर्मक्षयोपशमभावादभयादिधर्म सिद्धेः, तद्व्यतिरेकेण नैःश्रेयसधासम्भवाद्, भगवन्त एव तथा तथा सत्त्व कल्याणहेतवः इति प्रतिपादयन्नाह 'अभयदयाण' मित्यादि सूत्र पञ्चकम् । इह भयं सप्तधा इहपरलोकाऽऽदानाकस्मादाजीवमरणाश्लाघाभेदेन । एतत्प्रतिपक्षतोऽभयमिति विशिष्टमात्मनः स्वास्थ्यम्, निःश्रेयसधर्मभूमिकानिबन्धनभूता धृतिरित्यर्थः । - લલિતવિસ્તરા Page #115 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૨ પ્રાપ્ત થયેલા ભગવાનનાં વચનના આધારે જીવને સંસારની વાસ્તવિકતાનો ખ્યાલ આવે છે. જન્મ સાથે જોડાયેલું મૃત્યુ, સંયોગો સાથે સંકળાયેલા વિયોગો, સંપત્તિના કારણે આવતી વિપત્તિઓ વગેરેનો વિચાર કરતાં આ સંસાંર અસાર લાગે છે, આથી જ તેને સંસાર ઉપર કંટાળો આવે છે. સંસાર ઉપર કંટાળાનો આ પરિણામ તે જ ભવનિર્વેદનો પરિણામ છે. અને સંસારનો કંટાળો એ જ વીતરાગ પ્રત્યેના બહુમાનનો પરિણામ છે. ८८ સંસાર પ્રત્યે જ્યાં સુધી રાગ તીવ્ર હોય છે, ત્યાં સુધી સંસા૨થી તદ્દન વિપરીતભાવમાં રહેલા ભગવાન પ્રત્યે જીવને બહુમાન થઈ શકતું નથી; પરંતુ સંસારની વાસ્તવિકતા વિચારતાં જ્યારે ભવનો રાગ કાંઈક ઘટે છે અને આત્મા પ્રત્યેનું લક્ષ્ય બંધાય છે, ત્યારે જ આત્માના મહાસુખને પામેલા ભગવાન ઉપર બહુમાનનો પરિણામ થાય છે અને રાગથી ભરેલા સંસાર ઉપર અરુચિ કે અણગમો થાય છે. આ સંસાર પ્રત્યેનો અણગમો તે જ વીતરાગ પ્રત્યેનો બહુમાનભાવ છે. આ રીતે ભગવાન પ્રત્યે જેને બહુમાન થયું હોય તે જ ભગવાનનાં વચનોને યત્કિંચિત્ પણ વિચારી શકે છે. ભગવાનનાં વચનોને વિચારતાં સમજાય છે કે, ‘વાસ્તવિક રીતે બાહ્ય કોઈ પદાર્થમાં મને સુખી કે દુ:ખી કરવાની તાકાત નથી. સુખ-દુ:ખ તો મારા મન ઉપર નિર્ભર છે, અમુક કલ્પના કરવાથી એક પદાર્થ સુખદાયક લાગે છે જ્યારે અન્ય કલ્પના કરવાથી તે જ પદાર્થ દુ:ખદાયક બની જાય છે. વ્યવહારથી જે સારા-નરસાની પ્રાપ્તિ થાય છે, તે પણ મારાં કર્મના કારણે છે. મારાં કર્મ સિવાય આ જગતમાં મને કોઈ સુખ કે દુ:ખની સામગ્રી આપી શકતું નથી. વળી, મૃત્યુ પણ શરીરનું થાય છે, આત્માનું નહીં. હું આત્મા છું અને આત્મા તો અમર છે. વળી, યશ-અપયશ, સંપત્તિ-વિપત્તિ, આ સર્વ ભાવો કર્માધીન છે. કર્મકૃત આ ભાવોથી મારે મૂંઝાવાની કોઈ જરૂર નથી. કર્મનો નાશ થતાં આ ભાવો જરૂર નાશ પામવાના છે.’ અને કર્મનો ઉદય ચાલુ હોય ત્યારે પણ હું મારા દોષોથી જ દુ:ખી છું અને ગુણોથી જ સુખી છું. જો હું મારા દોષોનો નાશ કરી શકું તો હું સુખી જ છું. આ રીતે વિચાર કરતો જીવ કાંઈક ભયરહિત થઈ સ્વસ્થતાનો અનુભવ કરી શકે છે. આમ ભગવદ્ બહુમાનથી જીવ આંશિક ચિત્તની સ્વસ્થતા પ્રાપ્ત કરે છે. ચિત્તની આ સ્વસ્થતા તે ‘ધૃતિ’ છે અને આ ધૃતિથી જ જીવ સાચા સુખના માર્ગને શોધી શકે છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ તમોત્શ ણં સૂત્ર ૮૯ દૃષ્ટાંત દ્વારા ‘અભય' આદિની સમજણ : ‘અભય’ની અવસ્થાને સમજવા માટે શાસ્ત્રમાં એક દૃષ્ટાંત બતાવ્યું છે : ‘કોઈ મુસાફર એક ભયાનક જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. તેવામાં ચોર-ડાકુઓએ તેને લૂંટી લીધો. તેની બધી સંપત્તિ, ખાવા-પીવાનું આદિ લઈ, તેના હાથ-પગ બાંધી, આંખે પાટા બાંધી, ખૂબ માર મારી તેને અધમૂઓ કરી બેભાન અવસ્થામાં જંગલની વચ્ચે એક ઊંડા ખાડામાં નાંખી લુટારાઓ ભાગી ગયા. બે-ત્રણ દિવસ પછી મુસાફરને ભાન આવ્યું. તેની ચારે બાજુ ઘોર અંધારું હતું, વરસાદ વરસી રહ્યો હતો, પોતે હાલી કે ચાલી શકતો નહોતો, તેના પ્રત્યેક અંગમાં અસહ્ય વેદના થઈ રહી હતી. તેને આંખ સામે મોત દેખાતું હતુ, અત્યંત નિ:સહાયતાની લાગણી અનુભવતો, ભયભીત અવસ્થામાં આ મુસાફર સપડાઈ ગયોતો. તેવામાં પૂર્વના કોઈ શુભ કર્મોના પરિણામે તેને એક પરિચિત અવાજ સંભળાયો. ‘ચિંતા ન કર, હું આવી ગયો છું – તને બહાર કાઢું છું' - આ સાંભળતાં પેલા મુસાફરને હળવાશ થઈ, તેનો ભય ઓછો થયો. તેને થયું, ‘હાશ ! હવે ચિંતા નથી. આ પુરુષના સહારે હું હવે અહીંથી છૂટી શકીશ, નિર્ભયપણે જંગલ પાર કરી શકીશ.' ભૌતિક જગતની તીવ્ર આસક્તિના કારણે સંસારી જીવ પણ કષાયો અને સાત પ્રકારના ભયોથી સતત ભયભીત રહેતો હોય છે. તે જ્યારે અભયભાવે રહેલા અસીમ શક્તિવાળા પરહિતમાં રત અને મહાનંદથી યુક્ત પરમાત્માનાં દર્શન કરે છે, બહુમાનપૂર્વક તેમનાં વચનોનો વિચાર કરે છે, ત્યારે તે વચનોના બળે તેનું મન કાંઈક સ્વસ્થ થાય છે; તેને લાગે છે કે, “હું પણ કષાયોથી મુક્ત થઈ શકીશ”. પરિણામે ભય ઓછો થાય છે અને તેને ધૃતિની પ્રાપ્તિ થાય છે. ધૃતિપૂર્વક ભગવાનનાં વચન અનુસાર પ્રવૃત્તિ કરતાં ભયાવહ સંસારમાંથી મુક્તિ મેળવવાનો માર્ગ પણ તેને મળે છે. આ ભૂમિકામાં ભવનિર્વેદ અને ભગવાન પ્રત્યેના બહુમાનની સાથે સાથે જીવમાં જે અનાદિકાળથી તત્ત્વનો દ્વેષ વર્તતો હતો તેનો અંત આવે છે અને જીવમાં તત્ત્વનો અદ્વેષ પ્રગટે છે. તે તત્ત્વનો માર્ગ વિચારવા પ્રયત્નશીલ બને છે. તેનામાં તત્ત્વપ્રાપ્તિની ઝંખના પ્રગટે છે. આમ છતાં તત્ત્વમાર્ગ વિષયક તેનો બોધ આ ભૂમિકામાં ઘણો જ ઝાંખો હોય છે. આ બોધને યોગની પ્રથમ દૃષ્ટિ મિત્રાદ્દષ્ટિ35 પ્રાયોગ્ય બોધ કહેવાય છે. અહીં તત્ત્વનો અદ્વેષ ગુણ આવે 35. યોગદૃષ્ટિ : મોક્ષમાર્ગ સાથે જોડાણ કરાવે તેવી મન-વચન-કાયાની પ્રવૃત્તિને યોગમાર્ગ કહેવાય છે. આવા યોગમાર્ગનું દર્શન જેનાથી થાય તેવા સભ્યોધને યોગદ્દષ્ટિ કહેવાય છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૨ છે અને ખેદ નામનો દોષ જાય છે. પૂ.આનંદઘનજી મહારાજે આ ભૂમિકાનું વર્ણન કરતાં જણાવ્યું છે, - સંભવદવ તે ઘેર સેવો સવે રે લહિ પ્રભુ સેવન ભેદ... સેવન કારણ પહેલી ભૂમિકા રે અભય-અખેદ અદ્વેષ. અરિહંત પરમાત્મા જ “અભય” આદિના દાતા: શૂરવીર અને પરાક્રમી રાજાઓ જેમ પોતાના તે ગુણોને કારણે શત્રુઓને પરાસ્ત કરવાની શક્તિ ધરાવતા હોવાથી નિર્ભય થઈને રાજ્ય કરે છે અને પ્રજાને પણ નિર્ભય બનાવી શકે છે. તેમ પ્રભુ પણ શૌર્યાદિ શ્રેષ્ઠ ગુણોના સ્વામી હોવાથી ન વિચારી શકાય તેવી શક્તિ ધરાવે છે. આવી અચિંત્ત્વ શક્તિ હોવાને કારણે જ તેઓ મોદાદિ શત્રુઓથી સદા નિશ્ચિત નિર્ભય હોય છે. સદા અભય ભાવમાં રહેલા હોય છે. આ રીતે સ્વયં અભય ભાવમાં સ્થિત હોવાથી જ પરમાત્મા અન્ય આશ્રિતોને અભય આપી શકે છે.36 બીજા કોઈ “અભય” ને પામેલા નથી માટે અભયને આપી શકતા નથી. આથી જ એક માત્ર પરમાત્માથી જ જીવને અભયની પ્રાપ્તિ કે અભયની સિદ્ધિ થઈ શકે છે. આથી જ પરમાત્માને અભયદાતા કહેવાય છે. આ જ રીતે પરમાત્મામાં ગુણનો પ્રકર્ષ હોવાથી, તે અચિત્ત્વ શક્તિથી યુક્ત હોવાથી, તે તે ભાવે અવસ્થિત હોવાથી અને પરાર્થપરાયણ હોવાથી પરમાત્મા જ આગળ કહેવાશે તે ચક્ષુ-માર્ગ-શરણ અને બોધીના પણ દાતા છે. સામાન્ય કેવળી કે ગુરુથી પણ ક્યારેક અભયભાવની પ્રાપ્તિ થાય છે, પણ મૂળસ્રોતની અપેક્ષાએ તો તે પણ અંતે અરિહંત દ્વારા જ પ્રાપ્ત થયેલી છે, કેમ યોગદષ્ટિનો પ્રારંભ થતાં જીવનું વલણ ભૌતિક ક્ષેત્રથી પાછું વળી આધ્યાત્મિક ક્ષેત્ર તરફ ઢળે છે. મિત્રાદષ્ટિ: આધ્યાત્મિક વિકાસની પ્રથમ ભૂમિકાને મિત્રાદષ્ટિ કહેવાય છે. આ દૃષ્ટિમાં રહેલા જીવને યોગમાર્ગવિષયક અતિ મંદ બોધ થાય છે, આમ છતાં આ બોધથી તેને ભવનો વૈરાગ્ય થાય છે. ભગવાન પ્રત્યે બહુમાનનો પરિણામ થાય છે અને આત્મહિતની ચિંતા અહીંથી શરૂ થાય છે. આત્મહિતની ચિંતારૂપ સાચો મિત્ર મળતાં જીવ કંઈક નિર્ભય બને છે. જીવને અભય બક્ષનાર બોધરૂપ મિત્રની પ્રાપ્તિ આદિ થાય છે, માટે તેને મિત્રાદષ્ટિ કહેવાય છે. 36. अतोऽस्य गुणप्रकर्षरूपत्वादचिन्त्यशक्तियुक्तत्वात् तथाभावेनावस्थितेः सर्वथापरार्थकरणाद्, भगवद्भ्य एव सिद्धिरिति । तदित्थंभूतमभयं ददत्तीत्यभयदा । Page #118 -------------------------------------------------------------------------- ________________ તમોત્હ ણં સૂત્ર કે, ગુર્વાદ પણ જે અભય પ્રાપ્તિનો માર્ગ બતાવે છે, તે સ્વયં નથી બતાવતા. તે ભગવાનના વચનથી જ બતાવી શકે છે. તેથી અરિહંત જ અભયદાતા છે. અભયદાતા પરમાત્માને નમસ્કાર કરતાં પ્રભુ પાસે પ્રાર્થના કરવાની છે કે, “સર્વ જીવોને અભય અર્પનારા હે પ્રભુ ! સતત ભયોથી ઘેરાયેલા મને પણ આપ ભયથી મુક્ત કરી સર્વ પ્રકારે નિર્ભય બનાવો ” चक्खुदयाणं ( नमोऽत्थु णं) પરમાત્માઓને (મારો નમસ્કાર થાઓ.) ૯૧ - દિવ્યદૃષ્ટિરૂપ ચક્ષુને આપનારા ચક્ષુ દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારની છે. તોપણ અહીં ભગવાનને આ બંને ચક્ષુથી જુદા જ એક વિશિષ્ટ ચક્ષુના દાતા કહ્યા છે. આ ચક્ષુ એટલે તત્ત્વનો બોધ કરાવવામાં કારણભૂત બને તેવો, તત્ત્વની શ્રદ્ધારૂપ આત્માનો પરિણામ. જે મિથ્યાત્વ મોહનીય આદિ કર્મોના ક્ષયોપશમથી થનારો ભાવ છે. આ શ્રદ્ધા પ્રગટતાં તત્ત્વની રુચિ” ઉત્પન્ન થાય છે એટલે કે આત્મહિતકર ધર્મ કરવાનો અભિલાષ જાગૃત થાય છે. અભય પ્રાપ્ત થવાથી સાધકનું ચિત્ત સ્વસ્થ થાય છે અને તેને કારણે તે કદર્શનાભર્યા સંસારને કાંઈક જાણી શકે છે. આ સંસારથી અલગ કોઈક સુખનો માર્ગ પણ છે, તેને જાણવાની સાધકને ઈચ્છા થાય છે. વારંવાર વિચારતાં તેને લાગે છે કે, કષાયથી યુક્ત મારા પરિણામથી જ હું દુઃખી છું અને કષાયરહિત શુદ્ધ પરિણામ જ મારા સુખનું કારણ છે, તોપણ આ ભૂમિકામાં હજુ એટલો સૂક્ષ્મ બોધ નથી, સુખનો રસ્તો હજુ સ્પષ્ટ દેખાતો નથી, આમ છતાં ભગવાનની કૃપાનું પાત્ર બની સાધક આ વિષયમાં જેમ જેમ વધુ વિચારે છે, તેમ તેમ મોહનીયકર્મના પડલો ભેદાય છે, તેને કારણે તત્ત્વમાર્ગનો વિશેષ બોધ થાય છે. સુખ આ માર્ગે વાથી જ મળશે, તેવી શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. આ શ્રદ્ધાનો પરિણામ તે જ ‘ચક્ષુ' છે. તત્ત્વની શ્રદ્ધાનો આ પરિણામ તે ધર્મ પ્રત્યેની રુચિનો પરિણામ છે. ‘એક માત્ર ધર્મ જ એવો છે કે, મારા કષાયો દૂર કરી મને સુખ આપશે.' તેવી કંઈક 37. रुचिः-करणाभिलाषः । अत्र चक्षुः विशिष्टमेवात्मधर्म्मरूपं तत्त्वावबोधनिबन्धन श्रद्धास्वभावं ગૃહ્યતે; - લલિતવિસ્તરા Page #119 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૨ પ્રતીતિ આ ભૂમિકામાં થાય છે. આના કારણે સુંદર ધર્મ કરનાર આત્માને જોઈ આનંદ આવે છે, તેની પ્રશંસા કરવાનું મન થાય છે. આ શ્રદ્ધાનો પરિણામ હજુ તેવો તીવ્ર નથી કે, જે તત્ત્વદર્શન કરાવે, તોપણ તત્ત્વદર્શનનું કારણ બને તેવો તો છે જ. શત્રુંજયનો ડુંગર ચઢતાં જેમ આદીશ્વર દાદાનાં દર્શન થઈ જતાં નથી, તોપણ સહેલાઈથી ડુંગર ચઢવાની શરૂઆત કરનાર યાત્રિકને શ્રદ્ધા તો હોય જ છે કે, હવે ટૂંક સમયમાં દાદાનાં દર્શન થશે; તેમ ચક્ષુસ્વરૂપ ક્ષયોપશમને પામી જીવે હજુ કાંઈ ઉપશમ સુખની અનુભૂતિ કરી નથી, તોપણ ‘હું નક્કી સુખી થઈશ' તેવું તેને લાગવા માંડે છે, કેમ કે, અહીં તેને ઉપશમભાવ સ્વરૂપ મોક્ષનો માર્ગ દેખાય છે. ૯૨ શ્રદ્ધારૂપ આ પરિણામ પ્રાપ્ત થતાં આ આત્મા તત્ત્વજ્ઞો પાસે જાય છે, તત્ત્વવિષયક અનેક પ્રશ્નો પૂછે છે, તત્ત્વપ્રાપ્તિનાં ઉપાયો જાણે છે, આત્માની શુદ્ધિરૂપ તત્ત્વને પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ સાધકોની ઔચિત્યપૂર્ણ પ્રશંસા કરે છે અને પોતે પણ અનેક શુભ અનુષ્ઠાનો કરે છે. આ ભૂમિકામાં તત્ત્વને જાણવાને અભિમુખ = તત્ત્વને જાણવા તરફ લઈ જતી જિજ્ઞાસા પ્રગટે છે. આ તાત્ત્વિક જિજ્ઞાસા તત્ત્વ પ્રાપ્તિનું પ્રબળ કારણ છે. અહીં અભયની ભૂમિકા કરતાં કાંઈક વિશેષ બોધ હોય છે. આ બોધ યોગની બીજી દષ્ટિ - તારાદૃષ્ટિમાં38 થયેલા બોધ જેવો કહેવાય છે. = પૂર્વે દૃષ્ટાંતમાં બતાવેલ ખાડામાં પડેલ વ્યક્તિને જ્યારે ખાડામાંથી બહાર કાઢવામાં આવે છે અને તેની આંખ પરના પાટા ખોલવામાં આવે છે, ત્યારે તેને પોતાના ગામ જવાનો માર્ગ સ્પષ્ટ દેખાય છે. કેમકે, તેની ચક્ષુ આંખ ખૂલી ગઈ હોય છે. તેમ જ્યારે યોગમાર્ગને જોવાને અનુકૂળ તત્ત્વની જિજ્ઞાસારૂપ અંત:ચક્ષુ ખૂલે છે ત્યારે જ સાધક ક્રમે કરીને યોગમાર્ગને સ્પષ્ટ જોઈ શકે છે - જાણી શકે છે. આ ભૂમિકા પ્રાપ્ત થયા પૂર્વે પણ જીવ ધર્મક્રિયા તો કરતો હતો; પરંતુ તે કષાયોના ઉપશમથી થયેલા આત્મિક સુખને પામવા નહિ. ચક્ષુની પ્રાપ્તિ પછી થતો ધર્મ પહેલાં કરતાં જુદો જ હોય છે. 38. તારાદષ્ટિ : મિત્રાદ્રષ્ટિ કરતાં બોધની માત્રા અહીં થોડી અધિક હોય છે. આથી જ અહીં તત્ત્વવિષયક વિશેષ જિજ્ઞાસા થાય છે. આ તત્ત્વમાર્ગ જ માહ્ય માટે હિતકારક છે - તેવી શ્રદ્ધારૂપી ચક્ષુની પ્રાપ્તિ જીવને અહીં થાય છે. ભવવૈરાગ્યની માત્રા વધે છે. આથી સુખકારક સંસાર પણ દુઃખકારક લાગે છે; ઔચિત્યાદિ ગુણોનો વિકાસ થાય છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ તમોત્થ સૂત્ર અભયની જેમ તત્ત્વના બોધમાં કારણભૂત એવી આ શ્રદ્ધારૂપી ચક્ષુ પણ પરમાત્મા દ્વારા જ પ્રાપ્ત થાય છે કેમ કે, ભગવાન સર્વજ્ઞ વીતરાગ છે અને કેવળજ્ઞાનરૂપ વિશિષ્ટ ચક્ષુથી તેઓ સર્વ પદાર્થોને જુએ છે. આવાં વિશિષ્ટ ચક્ષને ધારણ કરનારા હોવાથી જ પરમાત્મા તત્ત્વદર્શનના કારણભૂત ચક્ષુનું પ્રદાન કરી શકે છે. જેની પાસે આવાં ચક્ષુ નથી, તેઓ બીજાને આવાં ચક્ષુ આપી પણ શકતા નથી. જો કે, ધર્મરુચિરૂપ આ ચક્ષુ કાળ, સ્વભાવ, ભવિતવ્યતા આદિની અપેક્ષા ચોક્કસ રાખે છે. તોપણ ભગવાનની કૃપા વિના તે પ્રાપ્ત થતાં નથી. આ જગતમાં તત્ત્વમાર્ગનો પ્રકાશ પાથરવાનું કામ માત્ર પરમાત્માએ જ કર્યું છે અને તેમની કૃપાનું પાત્ર બનેલા જીવો જ આ પ્રકારે સંસારને જોઈ શકે છે, બીજા નહિ. આથી જે પ. પૂ. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મ. સા. એ પોતાના સ્તવનમાં કહ્યું છે : કાળ, સ્વભાવ, ભવિતવ્યતા, તે સઘળા તુજ દાસો રે, મુખ્ય હેતુ તું મોક્ષનો, એ મુજ સબળ વિશ્વાસ રે...... શ્રદ્ધારૂપ ચક્ષુ વિનાના આંધળા અનંતકાળથી સંસારમાં રખડે છે. જ્યારે તેઓ પરમાત્માની કૃપાનું પાત્ર બને છે, ત્યારે જ તેને આવાં વિશેષ ચક્ષુની પ્રાપ્તિ થાય છે. પછી તેને સંસારમાં વધુ ભટકવું પડતું નથી. આ પદ બોલતાં કેવલ્યચક્ષુને પામેલા પરમાત્માને નજર સમક્ષ લાવી સાધક વિચારે કે – શ્રદ્ધારૂપ નેત્ર વિનાનો હું અનંતકાળથી આમથી તેમ . ભટકતો દુ:ખનું ભાજન ન્યો છું. સુદાતા હે વિભુ ? આપજે કરાતો આ નમસ્કાર અને શ્રદ્ધા?ય જશુના પ્રદાનમાં સહાયક બનો !” માદિયા (મોડધુ ) - માર્ગને આપનારા પરમાત્માઓને (મારો નમસ્કાર થાઓ.) અરિહંત પરમાત્મા માર્ગ દાતા છે. આ માર્ગ બીજો કોઈ નહિ; પરંતુ મોક્ષનગર સુધી પહોંચાડે તેવી ચિત્તની સરળ પરિણતિ છે એટલે કે તત્ત્વઅતત્ત્વના વિભાગને અનુકૂળ ચિત્તના અવક્રગમન સ્વરૂપ છે. 39. इह मार्गः चेतसोऽवक्रगमनं, भुजङ्गमगमननलिकायामतुल्यो विशिष्टगुणस्थानावाप्तिप्रगुणः स्वरसवाही क्षयोपशमविशेषः । हेतु-स्वरूप-फल शुद्धा सुख Page #121 -------------------------------------------------------------------------- ________________ ૯૪ સૂત્રસંવેદના-૨ ગાઢ મિથ્યાત્વમોહનીયના ઉદયને કારણે અનાદિકાળથી જીવનું ચિત્ત વક્ર(વાંકુ) ચાલતું હતું. જેને કારણે દુઃખના કારણભૂત સંસાર તથા સંસારની સામગ્રી જીવને સારી લાગતી હતી અને સુખકારક આત્મા, આત્માના ગુણો અને અધ્યાત્મની સામગ્રીની જીવ ઉપેક્ષા કરતો હતો. દુઃખદાયક વસ્તુને સુખદાયક માનવી અને સુખદાયક વસ્તુની ઉપેક્ષા કરવી તે ચિત્તની વક્રતા છે. પૂર્વનાં બન્ને પદોમાં જોયું કે, ભવથી વિરક્ત થયેલો, જીવ ભગવાનની કૃપાનું પાત્ર બને છે. ભગવાનની કૃપાથી નિર્ભય બનેલા સાધકનું ચિત્ત કંઈક સ્વસ્થ બને છે. સ્વસ્થ ચિત્તે તત્ત્વની (સાચા સુખ અને તેનાં કારણોની) વિચારણા કરતાં પ્રાપ્ત થયેલા કર્મના ક્ષયોપશમથી તત્ત્વની શ્રદ્ધા પ્રગટે છે અને શ્રદ્ધાને માર્ગે આગળ જતાં સાચા સુખનો માર્ગ મળે છે. સાચા સુખનો = હેતુ-સ્વરૂપફળથી શુદ્ધ એવા સુખનો આ માર્ગ એ જ ચિત્તનું “અવક્રગમન.” સાપ જેમ પોતાના દરમાં શરીર છોલાઈ જવાના ભયથી વાંકી ચાલનો ત્યાગ કરી સીધો ચાલે છે, તેમ ચિત્તની સરળતારૂપ માર્ગ મળી જતાં સાધક પણ મિથ્યાત્વજન્ય કદાગ્રહનો, કુટિલતાઓનો અને કુમાન્યતાઓનો ત્યાગ કરી જ્યાં સાચું સુખ છે, તેવા માર્ગે ચાલવાનું શરૂ કરે છે. આ માર્ગે ચાલતાં તેને સાનુબંધન મિથ્યાત્વમોહનીયકર્મનો ક્ષયોપશમ થાય છે. આ ક્ષયોપશમના કારણે આગળ વધતાં જીવને સમ્યગ્દર્શનગુણની પ્રાપ્તિ થાય છે, આથી જ માર્ગ પ્રાપ્તિના આત્મિક પરિણામને વિશિષ્ટ ગુણસ્થાનકની પ્રાપ્તિ કરાવનાર ક્ષયોપશમ કહ્યો છે. વળી, પ્રાપ્ત થયેલો આ માર્ગ સ્વરસવાણી હોય છે. સ્વરસવાહી એટલે સ્વેચ્છાથી જ મોક્ષમાર્ગમાં ગમન કરાવે તેવો ક્ષયોપશમ અથવા સ્વ એટલે 40. ચિત્તનું વક્રગમન ક્લિષ્ટ મિથ્યાત્વમોહનીયકર્મના ઉદયથી થાય છે. ક્લિષ્ટ મિથ્યાત્વમોહનીય એટલે અનુબંધવાળું મિથ્યાત્વમોહનીય કર્મ અર્થાત્ જેની પરંપરા સતત ચાલે એવું મિથ્યાત્વ મોહનીયકર્મ. આ કર્મનો ઉદય થતાં જીવની બુદ્ધિ ભ્રમિત થાય છે, ઊંધી માન્યતા થાય છે, તેથી દુઃખકારક વિષયોની પાછળ જીવ દોડે છે. તેનાથી પુનઃ તેવા કર્મો બાંધે છે. આમ, કર્મબંધની સાંકળ ચાલ્યા જ કરે તેને સાનુબંધકર્મ કહેવાય છે. 41. જે કર્મનો ક્ષયોપશમ નવા કર્મના ક્ષયોપશમને કરાવે તે સાનુબંધ કર્મનો ક્ષયોપશમ છે. ચિત્તનું સરળ ગમન સાનુબંધ મિથ્યાત્વમોહનીયકર્મના ક્ષયોપશમથી થાય છે. આ કર્મનો ક્ષયોપશમ બુદ્ધિને નિર્મળ કરે છે. તેને કારણે માન્યતા બદલાય છે, વિષયો દુઃખકારક લાગે છે, સંસાર અસાર લાગે છે અને તેને કારણે હવે થતી પરિણતિ-ચિંતન નવાં નવાં કર્મનો ક્ષયોપશમ ઉત્પન્ન કરાવી ગુણની દિશામાં આગળ વધારે છે. Page #122 -------------------------------------------------------------------------- ________________ નમોત્થ ણં સૂત્ર આત્માનો તથા આત્મિક ક્ષમાદિ ગુણોનો અને રસ એટલે લગાવ, રુચિ (interest). આમ આત્માભિમુખ બનવું કે આત્મિક ગુણોને કેળવવાનો રસ વહન કરવો તે સ્વરસવાહીતા છે. અહીં સુખને પ્રાપ્ત કરાવનારા પોતાના ક્ષમાદિ ગુણો તથા જ્ઞાનાદિ ગુણો તરફનું વલણ શરૂ થાય છે. ૯૫ અનાદિની વક્રતાના કારણે જીવનું વલણ પુદ્ગલથી પ્રાપ્ત થતાં સુખ તરફ હતું; પરંતુ માર્ગની પ્રાપ્તિ થતાં જીવનું વલણ બદલાય છે. તેને સમજાય છે કે, સુખ બહાર નહિ અંદર છે, તેથી તેનામાં આત્મિક ગુણોની પ્રાપ્તિનો રસ પેદા થાય છે. આ તેની સ્વરસવાહીતા છે અથવા મોક્ષમાર્ગની પ્રાપ્તિ છે. માર્ગની પ્રાપ્તિ થતાં સાધકને કષાયજન્ય પૌદ્ગલિક સુખ અને દુઃખ કાલ્પનિક છે તે સમજાય છે અને કષાયના ઉપશમમાં જ વાસ્તવિક સુખ છે, નિષ્કષાય અવસ્થા જ સુખનું સાધન છે, તે વાત સહજપણે સમજાય છે. આથી જ માર્ગની પ્રાપ્તિવાળા જીવને શ્રેષ્ઠ કોટિના સાંસારિક સુખમાં પણ ક્યાંય મહત્ત્વબુદ્ધિ રહેતી નથી. સુખકારી આ માર્ગના દર્શનને જ અન્ય મહાત્માઓ “સુખા” શબ્દથી સંબોધે છે. અભય અને ચક્ષુની જેમ માર્ગના દાતા પણ અરિહંતપરમાત્મા જ છે. અભય અને ચક્ષુની પ્રાપ્તિ પછી મોહનીયકર્મનો વિશેષ પ્રકારે ક્ષયોપશમ થવાથી જીવનો બોધ બળવાન બને છે, તેનામાં તત્ત્વને સાંભળવાની ઇચ્છા પ્રગટે છે અને તેને ચિત્તના અવક્રગમનરૂપ માર્ગની પ્રાપ્તિ થાય છે. આ બળવાન બોધ એટલે યોગમાર્ગની ત્રીજી બલાષ્ટિ2. આવા માર્ગની પ્રાપ્તિ પહેલાં જીવ કદાચ ક્યારેક ધર્મ તો કરતો હોય છે; પરંતુ તે ધર્મ કોઈક આશંસાથી કે વિચારશૂન્યતાથી જ કરાતો હોય છે, પરંતુ સંસારથી પર એવા મોક્ષ તત્ત્વ પ્રત્યે જ્યારે તેને રુચિ જાગે છે ત્યારપછી તેની ધર્મક્રિયા આત્મશુદ્ધિ અને ગુણવૃદ્ધિને કરાવનારી થાય છે. આ મોક્ષ તત્ત્વ પ્રત્યેની રૂચિ તે જ ચિત્તની સરળતા છે. આવી ચિત્તની સરળતા પ્રાપ્ત થયા પહેલાં ગુણવાન ગુર્વાદિનો યોગ પણ તેને સમ્યગ્દર્શનનો પરિણામ પ્રગટાવી શકતો નથી. ‘હા’ તે પહેલાં પ્રાપ્ત થયેલો ગુરુનો ઉપદેશ કે શાસ્ત્રાભ્યાસાદિ અનાદિની વાંકી ચાલનો ત્યાગ કરાવી માર્ગને પ્રાપ્ત કરાવવાનું કારણ બની શકે છે. 42. બલાદષ્ટિ : પહેલી બે દૃષ્ટિ કરતાં અહીં વિવેકની માત્રા વધુ હોય છે. માર્ગવિષયક બોધ બળવાન હોય છે. આથી તેને બલાષ્ટિ કહેવાય છે. આ ભૂમિકામાં રહેલો જીવ અનાદિ વક્રતાનો ત્યાગ કરી અવક્રપણે યોગમાર્ગમાં આગળ વધે છે. Page #123 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૨ આ પદ બોલતાં શ્રેષ્ઠ માર્ગને પામી, મોક્ષમાં ગયેલા પરમાત્માને સ્મૃતિમાં લાવી નમસ્કાર કરતાં પ્રભુ પાસે પ્રાર્થના કરીએ કે - ૯૬ “હે નાથ ! અનાદિકાળથી માર્ગ ભૂલેલા અમોને આપ સાચો માર્ગ બતાવી તેના પર આગળ વધવાનું સામર્થ્ય આપો !” सरणदयाणं ( नमोऽत्थु णं) (મારો નમસ્કાર થાઓ.) - શરણ આપનારા પરમાત્માઓને શરણ આપવું એટલે રક્ષણ કરવું. ભયથી પીડિત આત્માની સુરક્ષા કરવી, તેને શાંતિ મળે, તે નિર્ભય બને તેમ કરવું; તે શરણ છે. આ સંસારમાં સાચા અર્થમાં શાંતિ, સુરક્ષા કે નિર્ભયતા તત્ત્વચિંતનથી જ પ્રાપ્ત થઈ શકે છે. આથી તત્ત્વચિંતન એ જ ખરેખર શરણ છે. આત્માદિ તત્ત્વના ચિંતન વિના, તેની વિશેષ પ્રકારે વિચારણા કર્યા વિના ક્યાંય શાંતિ મળી શકે તેમ નથી. ભવવૈરાગ્યથી જ્યારે ભગવાન પ્રત્યે બહુમાનનો ભાવ પ્રગટે છે, ત્યારે સાધક આત્માનું ચિત્ત સ્વસ્થ બને છે. સ્વસ્થ ચિત્તે આત્માદિ તત્ત્વની જિજ્ઞાસા થતાં તેનામાં એક શ્રદ્ધાનો પરિણામ પ્રગટ થાય છે. તત્ત્વની રુચિરૂપ આ શ્રદ્ધાથી ચિત્તની સરળતારૂપ માર્ગની પ્રાપ્તિ થાય છે. માર્ગ પ્રાપ્ત થતાં કષાયોની મુક્તિમાં વાસ્તવિક સુખ છે તેવું જણાય છે. આથી બુદ્ધિમાન આત્મા તે માર્ગવિષયક ઊંડું ચિંતન કરે છે, તત્ત્વને સવિશેષ જાણવાની ઈચ્છા રાખે છે. આ વિશેષ જાણવાની ઈચ્છાને અન્ય દર્શનકાર (ગોપેન્દ્રપરિવ્રાજક) ‘વિવિદિષા’ કહે છે. તેનાથી જ હવે તત્ત્વશ્રવણ કરવાની ઉત્કંઠા જાગે છે. સાચા અર્થમાં ધર્મશ્રવણની ભૂમિકા અહીં પ્રગટ થાય છે. તત્ત્વચિંતન કે ધર્મશ્રવણની આ ભૂમિકા તે જ સાચા અર્થમાં શરણ છે, કેમ કે, જીવને જેનાથી સુખ મળવાનું છે, જેનાથી તેના આત્મભાવની સુરક્ષા થવાની છે, તે સમ્યગ્દર્શનાદિ ગુણોની પ્રાપ્તિ આ તત્ત્વચિંતનથી થવાની છે. આત્માદિ તત્ત્વનું ચિંતન કરવાથી તત્ત્વ સંબંધી શુશ્રુષા, શ્રવણ, ગ્રહણ, ધારણા', વિજ્ઞાન, ગ્રહ, અપોહ અને તત્ત્વાભિનિવેશ સ્વરૂપ બુદ્ધિના આઠ ગુણો પ્રગટ થાય છે. આ આઠ ગુણો પ્રગટ્યા પછીની ધર્મશ્રવણની ક્રિયા, પૂર્વની 43. ૧. શુશ્રુષા : તત્ત્વ સાંભળવાની ઈચ્છા. સાચું સુખ કયું કહેવાય ? આત્માનું સુખ કઈ રીતે પ્રાપ્ત થાય ? આવી જિજ્ઞાસાથી જિનવાણીના શ્રવણની ઈચ્છા તે શુશ્રુષા છે. પરંતુ Page #124 -------------------------------------------------------------------------- ________________ નમોહ્યુ ણં સૂત્ર ધર્મશ્રવણની ક્રિયા કરતાં વિશિષ્ટ પ્રકારની હોય છે. પૂર્વમાં ધર્મશ્રવણની ક્રિયાથી થોડા શુભ ભાવો થયા હોય છે; પરંતુ વિશિષ્ટ પ્રકારનો હેય-ઉપાદેયનો વિવેક તો અહીં જ પ્રગટ થાય છે. આ વિવેકને કારણે સંસારના સર્વશ્રેષ્ઠ ગણાતા સાંસારિક ભાવો તેને તુચ્છ લાગે છે. નરેન્દ્ર કે ચક્રવર્તી ભોગવે તેવા ભોગ પ્રત્યે પણ તેને આસક્તિ થતી નથી. બલ્કે તેમાં નરકાદિના દુઃખનાં દર્શન થાય છે અને આત્મોપકારક સંયમાદિ ભાવો તેને સુંદર લાગે છે. સંયમાદિ ભાવો પ્રાપ્ત કરવા માટે જ મન સદા ઝંખતું હોય છે. અહીં સમ્યગ્દર્શનની ખૂબ નજીકની ભૂમિકા સંપન્ન થાય છે. યોગની ચોથી દૃષ્ટિ દિપ્રાદષ્ટિને યોગ્ય બોધની અહીં પ્રાપ્તિ થાય છે. ૯૭ તત્ત્વચિંતનરૂપ આ શરણ આપનારા પણ અરિહંત જ છે. કેમ કે, તેઓ સર્વ પ્રકારે તત્ત્વભૂત આ અવસ્થાને પામેલા છે.. તેઓ સ્વયં સર્વાંશે રાગાદિ જૈનોએ જિનવાણી સાંભળવી જોઈએ અથવા બધા વ્યાખ્યાનમાં જાય છે, તેથી આપણે પણ જઈએ. વ્યાખ્યાનમાં તર્કો તથા નવી નવી વાતો ઘણી આવે છે. માટે વ્યાખ્યાન સાંભળવાં જોઈએ. આ રીતે જિનવાણીના શ્રવણની ઈચ્છા તે શુશ્રુષા નથી. ૨. શ્રવણ - વિનયાદિપૂર્વક, જ્ઞાનના સંપૂર્ણ ઉપયોગપૂર્વક એક એક શબ્દને તત્ત્વપ્રાપ્તિનું કા૨ણ બને તે રીતે સાંભળવું. ૩. ગ્રહણ - સાંભળેલા શબ્દો કાનને અડીને જતા ન રહે, પણ તત્ત્વની સમજ પ્રાપ્ત થાય તે રીતે એકે એક શબ્દોનો મર્મ સમજવો, · ૪. ધારણા – ગ્રહણ કરેલાં સર્વ વાક્યોને પૂર્વાપરના અનુસંધાન પૂર્વક મનમાં ધારી રાખવાં. ૫. વિજ્ઞાન - પૂર્વે ગ્રહણ કરેલા એ તત્ત્વનું અજ્ઞાન, વિપર્યય અને સંશયાદિના ધ્વંસપૂર્વકનું જ્ઞાન. ૬. ગ્રહ – વિશેષ ચિંતન કરવાના કા૨ણે મનમાં થાય કે, આ વસ્તુ આ રીતે કેમ છે ? જેમ કે, અહિંસા જ ધર્મ છે, તો શ્રાવકને બાહ્યથી હિંસારૂપ જિનપૂજાનું વિધાન કેમ ? આવી જિજ્ઞાસા થવી તે. અથવા તત્ત્વવિષયક સામાન્ય જ્ઞાન તે ઊહ. ૭. અપોહ – મનમાં થયેલી શંકાનાં સમાધાનો મળે તેવો વિશેષ બોધ. અથવા તત્ત્વવિષયક વિશેષ બોધ. ૮. તત્ત્વાભિનિવેશ - આ પદાર્થ આ રીતે સત્ય જ છે તેવો નિર્ણય = સ્થિર મન્તવ્ય. 44. દિપ્રાદૃષ્ટિ : પ્રથમ ત્રણ દૃષ્ટિ કરતાં અહીં માર્ગવિષયક બોધ ઘણો વિશિષ્ટ હોય છે. તત્ત્વવિષયક ઊંડુ ચિંતન હોય છે. સદ્બુદ્ધિનો વિકાસ પણ સારા પ્રમાણમાં થાય છે. સમ્યગ્દર્શનની ખૂબ નજીકની ભૂમિકા અહીં પ્રાપ્ત થાય છે. આમ છતાં હજુ સમ્યગ્દર્શનના અભાવના કારણે આ બોધ દીપકના પ્રકાશ જેવો અસ્થિર હોય છે, માટે આ દૃષ્ટિનું નામ દિપ્રાદ્યષ્ટિ કહેલ છે. Page #125 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૨ શત્રુથી સુરક્ષિત છે, અને અન્યને સુરક્ષિત કરવામાં તત્પર છે. આ સ્વરૂપે પરમાત્માને જોવાથી અને તેમનું ચિંતન, મનન કે ધ્યાન કરવાથી આપણને અશરણદશામાં મૂકનારા રાગાદિ ભાવો અને તેને ઉત્પન્ન કરનારાં કર્મો નાશ પામે છે, આ રીતે નિમિત્તભાવે પરમાત્મા જ આપણું સાચું શરણ છે. ૯૮ શરણ આપનારા આ પરમાત્માને સ્મૃતિપટમાં લાવી, સર્વથા રાગાદિ શત્રુના વિજેતા પરમાત્મા પ્રત્યે બહુમાનભાવ પ્રગટ કરી નમસ્કાર કરતાં પરમાત્માને પ્રાર્થના કરીએ કે - હે નાથ ! અનંતકાળથી અશરણદશામાં ભટકતા એવા અમોને આપ શા આપી સાચા સુખના સ્વામી બનાવો !” बोहिदयाणं ( नमोऽत्थु णं) બોધિ / સમ્યગ્દર્શનને આપનારા પરમાત્માઓને (મારો નમસ્કાર થાઓ.) - બોધિ એટલે સમ્યગ્દર્શન. ‘જિનેશ્વરભગવંતે જે પદાર્થ જે પ્રકારે કહ્યો છે તે તેમ જ છે' તેવી અડગ શ્રદ્ધા એ સમ્યગ્દર્શન છે. આ પરિણામ તત્ત્વના વિશિષ્ટ ચિંતનથી પ્રાપ્ત થયેલ મિથ્યાત્વ મોહનીયકર્મના ક્ષય, ઉપશમ કે, ક્ષયોપશમથી થાય છે, આથી જ વિશિષ્ટ તત્ત્વચિંતનરૂપ શરણનું ફળ બોધિની પ્રાપ્તિ છે. મન અને આત્મા ઉપર જ્યારે ગાઢ મિથ્યાત્વનો પ્રભાવ હોય છે ત્યારે તેનામાં રાગ-દ્વેષના ભાવો અતિ પ્રબળપણે વર્તતા હોય છે. આ તીવ્ર રાગદ્વેષના પરિણામને 45ગ્રંથિ કહેવાય છે. ગ્રંથિ એટલે એક પ્રકારનો પૂર્વગ્રહ કે, જેના કારણે જીવ પોતાની માન્યતાને બદલી શકતો નથી. અનાદિકાળથી જીવને ભૌતિક પદાર્થોમાં સુખ છે એવો એક પૂર્વગ્રહ પેદા થઈ ગયો છે તેની આ ગાંઠ તેને આત્મવિકાસ કરવા દેતી નથી. દોરામાં પડેલી 45. ગંતિ ત્તિ સુવુબ્મો, વડધળનુાંતિ ન । जीवस्स कम्मजणिओ घणरागद्दोसपरिणामो ।। ગ્રંથિ એટલે ગાંઠ. આત્મા ઉપર પડેલા રાગ-દ્વેષના ઘન સંસ્કારને ગ્રંથિ કહે છે. આ ગાંઠ કેવા પ્રકારની છે, તેને સમજાવવા શાસ્ત્રમાં ગ્રંથિના ચાર વિશેષણો આપ્યાં છે. કર્કશ=કાથીની દોરી વગેરેમાં પડેલી ગાંઠને છોડવા જતાં જેમ હાથ છોલાઈ જાય છે,તેમ વિચિત્ર અને વિલક્ષણ પરિણામસ્વરૂપ આ રાગાદિ કષાયોને કાઢતાં દમ નીકળી જાય તેવો હોય છે. ઘન=રેશમી ગાંઠ જેમ તેલ અને મેલ ચઢતા નક્કર થઈ જાય તેમ કર્મના અનુબંધોને કારણે આ રાગાદિ ઘન થતા જાય છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ તમોત્યુ ણં સૂત્ર ૯૯ ગાંઠ જેમ સોયને આગળ વધવા દેતી નથી, તેમ આ ગ્રંથિની હાજરીમાં જીવ સત્યતત્ત્વને જોઈ, આત્મિક વિકાસમાં આગળ વધી શકતો નથી. જ્ઞાનશક્તિથી ઈન્દ્રિયોના માધ્યમે પદાર્થના બાહ્ય રૂપ-રંગનું જ્ઞાન પ્રાપ્ત કરે તોપણ તીવ્ર રાગાદિના કારણે તેમાં રહેલી નશ્વરતા, આત્મભિન્નતા અને આત્મા માટે અનુપકારિતા આદિ ધર્મનું જ્ઞાન થઈ શકતું નથી. કોઈકવાર કોઈક મહાપુરુષોના વચનામૃતથી સ્ત્રી, સંપત્તિ આદિ ભૌતિક પદાર્થો નશ્વર છે, આત્માને રાગાદિ ભાવોથી મલિન કરનાર છે, કર્મનો બંધ કરાવી દુર્ગતિમાં લઈ જનાર છે વગેરે વાતો સમજાય છે, કાંઈક શ્રદ્ધા પણ ઉપજે છે, તોપણ ગ્રંથિની હાજરીમાં મિથ્યાત્વના ઉદયકાળમાં આ ભૌતિક સુખ સામગ્રી છોડવા યોગ્ય છે, આત્મા માટે અહિતકર છે તેવું સ્પષ્ટ સંવેદન થતું. નથી. જેમ કે, પાંચ ઇન્દ્રિયના અનુકૂળ વિષયોનો ભોગ આત્મા માટે અહિતકર છે; છતાં મિથ્યાત્વની હાજરીમાં તેનું સુખપ્રદરૂપે જ સંવેદન થાય છે આથી જ શાસ્ત્રીય પરિભાષામાં આ અવસ્થાને અવેદ્ય-સંવેદ્ય પદ6 કહેવાય છે. સાપને જોઈને આ સાપ મારનાર છે તેવું સંવેદનાત્મક જ્ઞાન થતાં જીવ સાપથી ડરે છે, તેનાથી દૂર ભાગે છે. તે જ રીતે સ્ત્રી, સંપત્તિ આદિ હેય પદાર્થોનું હેયરૂપે જ્ઞાન થતાં જો આત્માને તેનાથી દૂર રહેવાની ઈચ્છા થાય, તો કહેવાય કે પદાર્થનું યથાર્થ સંવેદન થયું. પરંતુ સમ્યગ્દર્શનની ગેરહાજરીમાં પાપક્રિયા કે પાપના સાધનભૂત સ્ત્રી, સંપત્તિ આદિમાં “આ મારા રાગનું કર્મબંધનું કે, મારી દુર્ગતિનું કારણ બની શકે તેમ છે.” એવો ભય કે, એવી સંવેદના જીવને થતી નથી. આથી તે હિતકારી વૈરાગ્યાદિ ગુણોની ઉપેક્ષા કરી અહિતકારી સ્ત્રી, સંપત્તિ આદિમાં જ પ્રવૃત્તિ કર્યા કરે છે. આ બધું મિથ્યાત્વનો ઉદય, બોધિની અપ્રાપ્તિ, ગાઢ રાગદ્વેષરૂપી ગ્રંથિની હાજરી કે અવેદ્ય-સંવેદ્ય પદને કારણે જ થાય છે. રૂઢ ઝીણા રેશમી દોરામાં ઘણા સમયથી પડેલી ગાંઠ જેમ રૂઢ થઈ જાય છે, તેમ અનાદિકાળથી વર્તતા રાગાદિના પરિણામો અત્યંત રૂઢ થઈ જાય છે. ગૂઢ અતિઝીણા રેશમના દોરામાં ઘણા સમયની પડેલી ગાંઠ જેમ દેખાતી જ નથી, તેમ જીવમાં મિથ્યાત્વના કારણે થયેલ બુદ્ધિના વિભ્રમથી આ રાગાદિ ભાવો દોષરૂપે દેખાતા નથી અને એ દોષરૂપ ભાવો ક્યાંથી ઊઠે છે, કયા નિમિત્તે પ્રગટ થાય છે અને આત્માનું કઈ રીતે અહિત કરે છે, તે સમજાતું જ નથી. અવેદ્ય-સંવેદ્ય પદ - જે વસ્તુનું જ સ્વરૂપે સંવેદન થવું જોઈએ, તે રૂપે સંવેદન ન થતાં જુદા સ્વરૂપે સંવેદન થાય, તે અવેદ્યસંવેદ્ય પદ છે. મિથ્યાત્વની હાજરીમાં તેની અચૂક હાજરી હોય છે અને સમ્યગ્દર્શન પ્રાપ્ત થતાં તે નાશ પામે છે. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ સૂત્રસંવેદના-૨ પત્થર જેમ અથડાતો-કૂટાતો કોઈકવાર અનાયાસે ગોળ થઈ જાય છે, તેમ ભવમાં ભટકતાં ભટકતાં દુઃખોને સહન કરતાં કરતાં જ્યારે જીવની મિથ્યાત્વમોહનીયાદિ કર્મસ્થિતિ કાંઈક મંદ થાય છે; ત્યારે જીવને કંઈક શુભભાવની પ્રાપ્તિ થાય છે અને ત્યારે રાગ, દ્વેષ, ક્રોધ આદિથી થતી આત્માની પીડા તેને સમજાય છે. તેમજ સંસારની વાસ્તવિકતાનો તે વિચાર કરી શકે છે. તેના કારણે “સંસારમાં સુખ છે” – એવો અનાદિકાળનો ભ્રમ ઓછો થતાં સંસાર પ્રત્યેનો રાગ ઘટતો જાય છે અને ભવથી પાર પામેલા ભગવાન ઉપર તેને બહુમાન થાય છે. આ પરિણામને જ્ઞાની પુરુષો ચરમ યથાપ્રવૃત્તિકરણકહે છે. આ તત્ત્વચિંતનના માર્ગે આગળ વધતાં નિકટ મુક્તિગામી આત્માને તથા પ્રકારના કર્મના ક્ષયોપશમથી 48અપૂર્વકરણ અને 4 અનિવૃત્તિકરણનો અધ્યવસાય પ્રગટે છે. કુઠારાઘાત (કુહાડીના ઘા) સમાન આ અધ્યવસાયથી આત્મા રાગ-દ્વેષની તીવ્ર ગ્રંથિને ભેદે છે અને મિથ્યાત્વમોહનીયકર્મનો ક્ષય, ક્ષયોપશમ કે ઉપશમ કરે છે. આ રીતે રાગવૈષના પરિણામરૂપ ગ્રંથિન ભેદ થવાથી જીવન બધિની પ્રાપ્તિ થાય છે. બોધિની પ્રાપ્તિથી ખોટા અનુભવો, ખોટી માન્યતાઓ આદિ સર્વથા દૂર થાય છે. “હા” હજુ અહીં પણ જ્ઞાનાવરણીયકર્મના ઉદયના કારણે જ્ઞાનમાં કચાશ હોઈ શકે છે; પરંતુ સમ્યક્ત્વ ગુણની પ્રાપ્તિ પછી હેય-ઉપાદેયના વિવેકમાં થોડી પણ કચાશ રહેતી નથી. બાહ્ય દુન્યવી પદાર્થોના જ્ઞાનમાં કદાચ ન્યૂનતા હોઈ શકે, પરંતુ પોતાના અંતરંગ ભાવોને ઓળખવામાં તો જીવ હવે લગભગ ભૂલ નથી કરતો. બોધિની ગેરહાજરીમાં મિથ્યાદૃષ્ટિ આત્માને જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી 47. યથાપ્રવૃત્તિકરણ – અનાદિકાળથી અથડાતા-ફૂટાતા જે કાંઈક શુભ ભાવો થાય છે. તેને યથાપ્રવૃત્તિકરણ કહે છે. યથાપ્રવૃત્તકરણ કરતાં કરતાં મિથ્યાત્વમોહનીયકર્મની ૩૯ કોડાકોડીથી અધિક સ્થિતિનો નાશ કરી જીવ અન્તઃ કોડાકોડીની સ્થિતિવાળો બને છે. 48. અપૂર્વકરણ - પૂર્વે કદી ન આવ્યો હોય તેવો અપૂર્વ કોટીનો અધ્યવસાય પ્રગટે તે અપૂર્વકરણ છે. આ કરણ દ્વારા જ આત્મા રાગ-દ્વેષની તીવ્ર ગાંઠને ભેદી શકે છે. 49. અનિવૃત્તિકરણ - જે પરિણામને કારણે આત્મા સમ્યગ્દર્શન ગુણ પ્રાપ્ત કર્યા વિના પાછો ન ફરે તેવો વિશિષ્ટ કોટીનો અધ્યવસાય તે અનિવૃત્તિકરણ કહેવાય છે. (આ કરણો વખતે કર્મમાં કેવા ફેરફારો થાય છે, વગેરે બાબત કર્મગ્રંથ-રમાંથી જોવી અથવા પરમતેજ ભા. રમાંથી જોવું.) Page #128 -------------------------------------------------------------------------- ________________ નમોલ્થ સૂત્ર ૧૦૧ ઘણા વિષયનું વિશાળ જ્ઞાન પ્રાપ્ત થઈ શકે. વિવિધ વિષયોની તે સુંદર છણાવટ કરી શકે, તોપણ તેનું જ્ઞાન આત્મા માટે હિતકર બનતું નથી. આત્મિક દૃષ્ટિએ તેનાથી કાંઈ જ લાભ થતો નથી. માટે તે ઝાંઝવાના જળ જેવું મિથ્યા હોય છે, જ્યારે સમ્યગ્દષ્ટિને તો આત્માનું સંવેદન હોવાથી પોતાના હિત-અહિતને સંપૂર્ણપણે તે જાણે-સમજે છે. નાનું બાળક, ભલે વિશેષ કાંઈ ન જાણતું હોય છતાં પણ પોતાને થતાં સુખ-દુઃખના સંવેદનને તે બરાબર અનુભવે છે. અગ્નિમાં ભૂલેચૂકે હાથ પડી જાય તો દુઃખનું સંવેદન થવાથી બાળક રડવા માંડે છે, આમ ઊંડી સમજ ન હોવા છતાં જેમ બાળક પોતાનાં સુખ-દુઃખને અનુભવી અને સમજી શકે છે, તેમ સમ્યગ્દષ્ટિ આત્માને ઊંડો શાસ્ત્રબોધ ન હોય તોપણ પોતાના હિતઅહિતનું વેદન કરવામાં, પોતાના-પરિણામોનો વિવેક કરવામાં તેની બુદ્ધિ કુશાગ્ર હોય છે. સ્વમાં પ્રગટેલા વિવેકને કારણે સમ્યગ્દષ્ટિ આત્મા હેયને હેય તરીકે અને ઉપાદેયને ઉપાદેય તરીકે, આત્મા માટે હિતકર વસ્તુને હિતકર તરીકે અને અહિતકરને અહિતકર તરીકે સમજે છે, સ્વીકારે છે અને સંવેદે છે. સમ્યગુદર્શનના લક્ષણ : . બોધિની પ્રાપ્તિ થતાં જ આત્મામાં સમ્યગ્દર્શન સાથે અવિનાભાવી એવો આસ્તિક્ય નામનો ગુણ પ્રગટે છે. આત્મા, પુણ્ય, પાપ, પરલોક આદિ તત્ત્વો ભગવાને જે પ્રકારે કહ્યાં છે, તે પ્રકારે જ છે તેની દૃઢ શ્રદ્ધા હોવી તે આસ્તિક્ય છે. આત્મા આદિ તત્ત્વો ઉપર શ્રદ્ધા ઉત્પન્ન થવાને કારણે જીવને અન્ય જીવો પણ પોતાના જેવા દેખાય છે. પોતાને જે સુખ-દુઃખની અનુભૂતિ થાય છે તેવી જ બીજાને થતી હશે એવું સમજાય છે. તેથી તે કષાયોથી ગ્રસ્ત એવી પોતાની જાતને અને અન્ય જીવોને થતી બાહ્ય-અંતરંગ પીડા અને વ્યથાને સ્વયં સમજી શકે છે. બીજાના દુ:ખ જોઈ તેને સ્વયં પણ દુ:ખ થાય છે. તેને દૂર કરવાનો પરિણામ થાય છે. આમ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પછી સાધકમાં સ્વ-પરના દ્રવ્યભાવ દુ:ખે જોઈ તેને દૂર કરવાની ઇચ્છારૂપ અનુકંપાનો (દયાનો) પરિણામ પ્રગટે છે. અનુકંપાથી દ્રવિત હૃદયવાળો સાધક જ્યારે સંસાર તરફ દૃષ્ટિ કરે છે ત્યારે આખો સંસાર, તેની તમામ પ્રવૃત્તિઓ તેને સ્વ-પરની દ્રવ્ય અને ભાવ હિંસાથી વ્યાપ્ત દેખાય છે. આ જોઈ તેને સંસાર પ્રત્યે તિરસ્કાર થાય છે અને આવા નિર્ગુણ સંસારમાંથી ભાગી છૂટવાની તીવ્ર ઈચ્છા સ્વરૂપ નિર્વેદનો પરિણામ થાય છે. Page #129 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૨ નિર્વેદનો પરિણામ થયા પછી જીવને જ્યાં અનંતકાળ સુધી સુખની પ્રાપ્તિ થવાની છે અને જ્યાં કદી હિંસા વગેરે પાપો કરવાના નથી, અને જ્યાં પોતાના તરફથી કદી કોઈને દુઃખ થવાનું નથી, તેવા મોક્ષની તીવ્ર અભિલાષારૂપ સંવેગનો પરિણામ થાય છે. ૧૦૨ સંસારથી અતીત એવી મોક્ષની ઈચ્છા થતાં જ જીવમાં ક્રોધાદિ કષાયોની ખણજ અને વિષયોની તૃષ્ણાના ઉપશમસ્વરૂપ પ્રશમનો પરિણામ પ્રગટ થાય છે. અભયાદિ ભાવોની જેમ બોધિનો પરિણામ પણ પ૨માત્માની કૃપાથી જ પ્રાપ્ત થાય છે. એટલે જ અરિહંતપરમાત્માને બોધિદાતા કહેવાય છે. અભયાદિની પ્રાપ્તિ સાથે પ્રાપ્ત થતા ગુણો : અપુનર્બંધકદશામાં યોગની પહેલી દૃષ્ટિમાં તત્ત્વ પ્રત્યેનો દ્વેષ દૂર થાય છે જેના કારણે બીજી દૃષ્ટિમાં તત્ત્વની જિજ્ઞાસા થાય છે. તેના બળથી ત્રીજી દૃષ્ટિમાં તત્ત્વ અતત્ત્વના વિભાગ માટે પ્રયત્ન થાય છે. જે ચિત્તના અવક્રગમનરૂપ યોગની ત્રીજી દૃષ્ટિ છે. ત્યારંપછી તત્ત્વશ્રવણની ભૂમિકા પેદા થાય છે અને વિવિદિષા પ્રગટે છે જે યોગની ચોથી દૃષ્ટિ છે. તત્ત્વને જાણવાના આ પ્રબળ યત્નથી ‘ભગવાને જે કહ્યું તે જ સાચુ છે' એવો અભિનિવેશ નિર્ણય થાય છે. આ જ બોધિ છે. જે તત્ત્વની શ્રદ્ધારૂપ સમ્યગ્દર્શન છે, વિજ્ઞપ્તિ છે. = અભયની પ્રાપ્તિથી માંડીને બોધિની પ્રાપ્તિ સુધીના આ પાંચે ભાવો એકબીજામાં કાર્યકારણરૂપ છે, આથી જ જીવને જો અભયની પ્રાપ્તિ થાય તો તેના ઉત્તરોત્તર ફળસ્વરૂપે તે છેક બોધિ સુધી પહોંચે છે. બોધિની પ્રાપ્તિ થયા પછી જીવને દૃઢ નિર્ણય થાય છે કે, સર્વ કર્મરહિત રાગાદિ ઉપદ્રવોથી રહિત એવી મારી પોતાની અવસ્થા જ, આત્માનું શુદ્ધ સ્વરૂપ જ સુખરૂપ છે અને તેને પ્રાપ્ત કરવા માટે મારે સતત રાગાદિને દૂર કરવાનો યત્ન કરવો જોઈએ. આત્માના શુદ્ધ-સુખમય સ્વરૂપને પામવાનો આ જ ઉપાય છે. અરિહંતપરમાત્મા આ ઉપાય અપનાવીને જ સિદ્ધ થયા છે અને 50. पञ्चकमप्येतदपुनर्बन्धकस्य यथोदितस्य, अस्य पुनर्बन्धके स्वरूपेणाभावात् । इतरेतरफलमेतदिति નિયમ:, અનીદશસ્ય તત્ત્વાયોાત્ । નજીવમુમમય, ચક્ષુર્વાડમા[મ્..... ત્યાદિ । - લલિત વિસ્તા Page #130 -------------------------------------------------------------------------- ________________ તમોત્યુ ણં સૂત્ર ૧૦૩ તેમને આ ઉપાય આપણને બતાવ્યો છે. તેથી અરિહંતે દર્શાવેલા માર્ગ ઉપર ચાલવાથી જ મારી મુક્તિ થશે - હું સુખી થઈશ. સુખ સંબંધી આવી સ્પષ્ટ અને નિર્મળ દષ્ટિ પ્રાપ્ત થવી એટલે જ બોધિની પ્રાપ્તિ થઈ કહેવાય છે. અનાદિકાળથી સંસારમાં ભટકતાં ભટકતાં જીવ જ્યારે અપુનબંધક અવસ્થાને પ્રાપ્ત કરે છે ત્યારે તેને સંસારની વાસ્તવિકતા સમજાતા વિષયો વિષ જેવા લાગે છે. ત્યારે તેનામાં અભયાદિ પાંચે ભાવોને પ્રાપ્ત કરવાની યોગ્યતા આવે છે. શાસ્ત્રમાં આ યોગ્યતાને લોકોત્તર અમૃતના આસ્વાદસ્વરૂપ કહી છે કારણ કે, જીવ આ જ અવસ્થામાં વિષયોના ઉપભોગથી ભિન્ન પ્રકારના અતીન્દ્રિય સુખનો થોડોક પણ આસ્વાદ કરી શકે છે. અમૃત જેમ કદી પણ નહિ સંતોષાયેલી તરસ છીપાવે છે, તેમ અહીં પ્રાપ્ત થતું ઉપશમનું સુખ જીવની અનાદિકાળથી અતૃપ્ત - નહિ સંતોષાયેલી વિષયોની તૃષ્ણાને શાંત પાડે છે. તેથી જ શાસ્ત્રકારોએ આ અવસ્થાને લોકોત્તર ભાવઅમૃતના આસ્વાદ તુલ્ય કહી છે. આ લોકોત્તર ભાવામૃતના આસ્વાદ તુલ્ય જે યોગ્યતા છે, તે ઔદાર્યાદિ ગુણસ્વરૂપ છે. જીવમાં આ અભયાદિની યોગ્યતા પણ પ્રગટી છે કે નહિ, તે તેનામાં વર્તતા 2ઔદાર્ય, દાક્ષિણ્ય, પાપજુગુપ્સા, નિર્મળબોધ અને જનપ્રિયત્વ ગુણોથી જાણી શકાય છે. અભયાદિ ભાવોની પ્રાપ્તિની યોગ્યતારૂપ. જે આ ઔદાર્યાદિ ગુણો પ્રગટ થાય છે, તે સંસારની નિર્ગુણતાના ભાનપૂર્વકના હોય છે. આથી જ આ 51. योग्यता · चाफलप्राप्तेस्तथाक्षयोपशमवृद्धिः, लोकोत्तरभावामृतास्वाद्पा वैमुख्यकारिणी विषयविषाभिलाषस्य । न चेयमपुनर्बन्धकमन्तरेणेति भावनीयम् । लोकोत्तरभावा = विहितौदार्य्यदाक्षिण्यादयः - લલિત વિસ્તરો 52. ૧. ઔદાર્ય અનાદિકાલીન તુચ્છ વૃત્તિનો, ક્ષુદ્ર વૃત્તિનો ત્યાગ કરી હૃદયને વિશાળ બનાવવું તે ઔદાર્ય છે. હું અને મારું - આ વૃત્તિનો ત્યાગ કરી સર્વને પોતાનાં માનવાં, પોતાની સર્વ શક્તિ અને સર્વ સામગ્રીનો સર્વ માટે સદુપયોગ કરવાની ભાવના રાખવી. સર્વ પ્રત્યે ઔચિત્યપૂર્ણ વર્તન કરવું. વડીલો પ્રત્યે બહુમાન, નાનાં પ્રત્યે વાત્સલ્યભાવ રાખવો. દીનઅનાથ કે દુઃખગ્રસ્ત જીવો ઉપર દયા રાખવી. આ સર્વ ભાવો ઔદાર્યગુણને કારણે થાય છે, કેમ કે ઉદારતા ગુણ પ્રગટે તો જ અન્યના દુઃખનો વિચાર આવે છે અને પોતાના સુખને ગૌણ કરી શકાય છે. આ ગુણ જ રાગાદિને મંદ કરી આત્મિક આનંદ આપે છે. ૨. દાક્ષિણ્યઃ સર્વને અનુકૂળ રહેવાની ભાવના તે દાક્ષિણ્ય છે. આ ગુણને કેળવવા ધીરતા, સ્થિરતા, ગંભીરતા આદિ ગુણોને કેળવવાની અને ઈર્ષા આદિ દોષોનો ત્યાગ કરવાની અત્યંત જરૂર રહે છે. બીજાને અનુકૂળ રહેવાનો પરિણામ સ્વ-ઈચ્છાના Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ સૂત્રસંવેદના-૨ ઔદાર્યાદિ ગુણો ધીમે ધીમે વૈષયિક સુખની આસક્તિને ઘટાડી, વૈરાગ્યાદિ ગુણોને પ્રગટાવી, વિશિષ્ટ પ્રકારના ચારિત્રાદિ ગુણને પ્રાપ્ત કરાવી આત્મિક આનંદનો અનુભવ કરાવે છે. આ પદ બોલતાં જ કલ્યાણના અદ્વિતીય કારણભૂત સમ્યગ્દર્શનગુણ પ્રાપ્ત કરાવનારા અરિહંત પરમાત્માને નજર સમક્ષ લાવી, તેમના આ મહાન ઉપકારને યાદ કરીને, અંતરના ભાવથી નમસ્કાર કરીને પરમાત્મા પાસે પ્રાર્થના કરીએ કે - હે ક્ષાયિક સમ્યક્તના સ્વામી ? આય અનાદ મિથ્યાત્વનો સંપૂર્ણ નાશ કસવી અમોને યા ક્ષાવિકભાવનું સમ્યગ્દર્શન પ્રાપ્ત કરાવો ” અભયાદિ ભાવોની વિવિધ પ્રકારે વિચારણા : આત્મિક વિકાસ માટે અભયાદિ આ પાંચ પદો અતિ મહત્ત્વનાં છે. તાત્વિક આક્રમણને દૂર કરે છે અને પોતાની ઈચ્છાનો સહજતાથી ત્યાગ કરનાર આત્મા જ વાસ્તવિક આનંદને પામી શકે છે ૩. પાપજુગુપ્સા પાપ પ્રત્યેનો તિરસ્કાર, અજ્ઞાનાદિ દોષોને કારણે ક્યાંય પણ પાપનું સેવન થઈ ગયું હોય, પૂર્વભવમાં કે આ ભવમાં જે જે પાપો કર્યા હોય, તે સર્વ પાપનું અંતઃકરણપૂર્વક પ્રાયશ્ચિત્ત કરવું એ પાપજુગુપ્સા છે. આ પાપ જુગુપ્સાનો પરિણામ લોકોત્તર ભાવામૃત છે. કેમકે તે પાપવૃત્તિ અને પાપપ્રવૃત્તિથી આત્માને દૂર રાખે છે. પાપવૃત્તિ અને પાપપ્રવૃત્તિ અટકતાં કર્મનો રોધ તથા નાશ થાય છે અને આત્મા લોકોત્તર કોટિના ગુણોનો આનંદ માણી શકે છે. ૪. નિર્મળબોધ : સ્વચ્છ બોધ. જે બોધ દુઃખકારક વિષયોથી દૂર રાખી સુખકારક શાસ્ત્ર તરફ પ્રવૃત્તિ કરાવે, તે નિર્મળ બોધ છે. બોધ નિર્મળ થતાં શાસ્ત્રને જાણવાની જિજ્ઞાસા જાગે, શાસ્ત્રજ્ઞ પાસે જવા મન પ્રેરાય, શાસ્ત્ર-શ્રવણ કરી તેના પર ઊંડું ચિંતન થાય, સૂક્ષ્મ સૂક્ષ્મતર તત્ત્વનું જ્ઞાન થાય, જેને કારણે મિથ્યાત્વાદિ કર્મો નબળાં પડે, ક્રોધાદિ કષાયો શાંત થાય, સમ્યક્તાદિ ગુણો પ્રગટે અને તેથી જ નિર્મળ બોધવાળો આત્મા લોકોત્તર આનંદને માણી શકે. ૫.જનપ્રિયત: લોકને પ્રિય થવું, લોકચાહના મેળવવી તે જનપ્રિયત્ન છે. પણ આજનપ્રિયત્ન નિર્દોષ જોઈએ. કોઈપણ જાતના આશંસાદિ દોષ વિના માત્ર આત્મકલ્યાણની ભાવનાથી કરાતું ઔચિત્યપૂર્ણ વર્તન અનેકની પ્રીતિનું કારણ બને છે. આ ગુણવાળા આત્માનાં અનુષ્ઠાનો, તેની પ્રત્યેક ક્રિયાઓ અનેક જીવોને ધર્મ તરફ પ્રેરે છે, ધર્મબીજનું આધાન કરાવે છે અને પોતાને પણ ધર્મભાવની વૃદ્ધિ કરાવી છેક મોક્ષ સુધી પહોંચાડે છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ તમોત્થ ણં સૂત્ર ધર્મપ્રાપ્તિનાં આ પાંચ પગથિયાં છે, આથી આ પાંચે ભાવોને યથાર્થ રીતે સમજી મુમુક્ષુ આત્માએ પ્રાથમિક કક્ષામાં આ પાંચ ભાવોની પ્રાપ્તિ માટે જ યત્ન કરવો જરૂરી છે કેમ કે, આ પાંચ ભાવોની પ્રાપ્તિ વિના વાસ્તવિક ધર્મનો પ્રારંભ થઈ શકતો નથી. ૧૦૫ અભયાદિ પાંચે ભાવોને સાંખ્યમતવાળા મહર્ષિ ગોપેન્દ્ર; ધૃતિ, શ્રદ્ધા, સુખા, વિવિદિષા અને વિજ્ઞપ્તિ આ શબ્દોથી ઓળખાવે છે. તેઓ પણ નિવૃત્તપ્રકૃતિ અધિકારવાળા પુરુષને જ આ થાય છે, તેવું માને છે. સંક્ષિપ્તમાં આ પાંચે ભાવોને મનમાં ઉપસ્થિત કરવા માટે શાસ્ત્રમાં જુદી જુદી રીતે, જુદાં જુદાં સ્થાને અને જુદા જુદા દર્શનકારોએ જે રીતે બતાવ્યા છે, તે પેજ નંબર-૧૦૬ પર આપેલ કોઠામાં જુઓ. અભયથી માંડી બોધિની પ્રાપ્તિ કરાવવા સ્વરૂપ સામાન્યથી પ્રભુએ જીવો ઉપર શું ઉપકાર કર્યો છે, તે જોયું. શ્રુતધર્મની અપેક્ષાથી ચારિત્ર એ વિશેષ ધર્મ છે. માટે હવે ચારિત્રધર્મની પ્રાપ્તિ કરાવવા દ્વારા ભગવાન વિશેષથી શું ઉપકાર કરે છે, તે હવે પછીનાં પાંચ પદો રૂપ છઠ્ઠી વિશેષ ઉપયોગ સંપદામાં બતાવે છે - ધમ્મતવાળું (નમોઽત્યુ ō) - ધર્મનેં આપનારા પરમાત્માઓને (મારો નમસ્કાર થાઓ.) = ધર્મથી અહીં ચારિત્રધર્મને આપનારા પરમાત્માને નમસ્કાર કરવામાં આવ્યો છે. ભગવાન ચારિત્રધર્મના દાતા છે, પણ કઈ રીતે ? કેમ કે - ચારિત્ર અંતરંગ પરિણામરૂપ છે અને અંતરંગ પરિણામનું પ્રદાન સીધું થઈ શકતું નથી. માટે સૌ પ્રથમ પ્રભુ ભવ્યાત્મામાં તાત્ત્વિકકોટિના ધર્મશ્રવણની યોગ્યતા પ્રગટાવે છે. (આ યોગ્યતાં પણ ગુણવાન પરમાત્મા પ્રત્યેના બહુમાનથી જ પ્રગટ થાય છે.) ત્યાર પછી દેશના દ્વારા ભવ્યાત્માને સંસારનો વૈરાગ્ય ઉત્પન્ન કરાવી તેને તાત્ત્વિકકોટિના ધર્મનું પ્રદાન કરે છે. આ ધર્મ તે દેશચારિત્ર અને સર્વચારિત્ર એમ બે પ્રકારનો છે. 53. નિવૃત્ત-પ્રકૃતિ અધિકાર એટલે કર્મપ્રકૃતિનો અધિકાર જે પુરુષ ઉપરથી ઊઠી ગયો છે, અર્થાત્ કર્મ હવે પુરુષનો પરાભવ કરી શકતું નથી. કર્મની ચાલે હવે પુરુષ ચાલતો નથી તેવા પુરુષને જ આ ભાવોની પ્રાપ્તિ થાય છે, તેમ તેઓનું માનવું છે; જે આપણને માન્ય છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ | અભય ચક્ષુ માર્ગ શરણ બોધિ • ભયોની નિવૃત્તિ | ધર્મની રુચિરૂપ શ્રદ્ધા- મોક્ષમાર્ગે ગમન | ઉપશમ સુખની પ્રાપ્તિ | હેય-ઉપાદેયનો પૂર્ણ વિવેક • ચિત્તની સ્વસ્થતા | ધર્મપ્રશંસા ] ચિત્તની અવક્રતા | બુદ્ધિના ૮ ગુણોનો વિકાસ વેદ્ય-સંવેદ્ય પદની પ્રાપ્તિ • ભવનો નિર્વેદ | ધર્મકરણ અભિલાષ સ્વરસવાહિતા | વિશિષ્ટ તત્ત્વચિંતન સમ્ય પ્રકારે તત્ત્વનું દર્શન • ભગવદ્ બહુમાન - માર્ગનું દર્શન - વિશિષ્ટ ગુણોની ગ્રંથિભેદ -આસ્તિક્યાદિ ગુણોની પ્રાપ્તિ પ્રાપ્તિ ગુણ | તત્ત્વ અષ તત્ત્વજિજ્ઞાસા તત્ત્વશુશ્રષા | તત્ત્વશ્રવણ તત્ત્વ-અભિનિવેશ દૃષ્ટિ | મિત્રા તારા દીપ્રા સ્થિરા બોધ" | સામાન્ય બળવાન બોધ | તીવ્ર બોધ સ્થિર બોધ કોના જેવો તૃણાગ્નિ જેવો છાણાગ્નિ જેવો કાષ્ઠાગ્નિ જેવો દીપક જેવો રત્નદીપક જેવો અન્ય મતે | ધૃતિ સુખા વિવિદિષા વિજ્ઞપ્તિ સૂત્રસંવેદના-૨ બલા . કિંઈક બોધ , શ્રદ્ધા Page #134 -------------------------------------------------------------------------- ________________ તમોત્યુ ણં સૂત્ર ૧૦૭ શ્રેષ્ઠકોટિનો ચારિત્રધર્મ એ આત્માની સર્વથા મોહરહિત અવસ્થાસ્વરૂપ છે. સર્વથા મોહરહિત આત્માનો પરિણામ, નિષ્પાપ પ્રવૃત્તિથી પ્રાપ્ત થાય છે અને નિષ્પાપ પ્રવૃત્તિ ભગવાને બતાવેલ સમિતિ-ગુપ્તિ આદિરૂપ ક્રિયાકલાપથી પ્રાપ્ત થાય છે, આ ક્રિયાકલાપ માટે સાધુવેશ અત્યંત જરૂરી છે, આથી જ સાધુવેશના પરિધાનપૂર્વક સમિતિ-ગુપ્તિના પાલન દ્વારા સર્વથા મોહરહિત થવા માટેનો અંતરંગ યત્ન તે જ શ્રમણધર્મ કે સર્વચારિત્ર છે. આ જગતમાં ધર્મ તો ઘણા છે, પરંતુ સૂક્ષ્મ પ્રકારે હિંસાદિ પાપોના નિવર્તન સ્વરૂપ ચારિત્રધર્મ તો સર્વજ્ઞના શાસન સિવાય ક્યાંય જોવા મળે તેવો નથી. આ શ્રમણધર્મ કર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થનારી આત્માનો શુદ્ધ પરિણામ છે, જે કોઈપણ જીવને પીડા નહિ કરવાના પરિણામસ્વરૂપ છે માટે જ શાસ્ત્રમાં તેને “સકલસત્ત્વહિતાશયવૃત્તિ” (જીવ માત્રનું હિત કરવાની ભાવના) સ્વરૂપ અમૃત કહેલ છે. નાનામાં નાના જીવને પણ પીડા ન થાય, તેના આત્માનું અહિત ન થાય તેની તકેદારી સાધુ જીવનમાં સર્વદા રાખવામાં આવે છે. આથી તે અમરણ અવસ્થારૂપ મોક્ષનું સાક્ષાત્ કારણ છે માટે તે ભાવને અમૃત તરીકે ઓળખાવ્યો છે. આવા પ્રકારના સાધુધર્મની તીવ્ર ઈચ્છા હોવા છતાં જ્યાં સુધી તે સ્વીકારવાની શક્તિ ન આવે ત્યાં સુધી તે શક્તિને પ્રગટ કરવા અણુવ્રતથી (નાનામાં નાના વ્રતથી) માંડી શ્રાવકની અગિયારમી શ્રમણભૂત પ્રતિમા સુધીની સર્વ ધર્મસાધના શ્રાવકધર્મરૂપ છે. એટલે આ શ્રાવકધર્મ પણ સાધુધર્મના સ્વીકારની ભાવનાપૂર્વક નાનાં નાનાં વ્રતોમાં કરાતા યત્નથી પ્રાપ્ત થાય છે, અન્યથા નહિ. જો કે આવા શ્રેષ્ઠકોટિના ધર્મની પ્રાપ્તિમાં મનુષ્યજન્મ, સદ્ગુરુનો સંયોગ, સ્વયોગ્યતા આદિ કારણો ચોક્કસ કાર્ય કરે છે, તોપણ તે સર્વ કારણમાં મહત્ત્વનું કારણ છે ધર્મશ્રવણની યોગ્યતા. ધર્મશ્રવણની યોગ્યતા વિના ગુરુ54. साधुधर्मा पुनः सामायिकादिगतविशुद्धक्रियाभिव्यङ्ग्यः सकलसत्त्वहिताशयामृतलक्षण; स्वपरिणाम વ ! ' - લલિત વિસ્તા 55. श्रावकधर्मोऽणुव्रताधुपासकप्रतिमागतक्रियासाध्यः साधुधर्माभिलाषातिशयरूपः आत्मपरिणामः । - લલિત વિસ્તરો Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ સૂત્રસંવેદના-૨ સંયોગાદિ ચારિત્રધર્મ સુધી પહોંચાડી શકતા નથી અને આ ધર્મશ્રવણની યોગ્યતા ભવનિર્વેદમાંથી પ્રગટેલ ભગવાનના બહુમાનથી પ્રાપ્ત થાય છે માટે ભગવાન ચારિત્રધર્મના દાતા કહેવાય છે. - આ પદ બોલતાં ચારિત્રધર્મના દાતા પરમાત્માનું સ્મરણ કરી, તેમના પ્રત્યે અત્યંત કૃતજ્ઞતા ભાવને પ્રગટ કરીને નમસ્કાર કરતાં પ્રાર્થના કરીએ કે - હે નાથ ! આયે તો ઉચ્ચતમ ચારિત્રઘર્મનું પ્રદાન જગતને કર્યું છે. આપને કરાતો આ નમસ્કાર મારામાં ચારિત્રઘર્મની યોગ્યતા પ્રગટાવો !' ભગવાન ચારિત્રધર્મ આપનારા છે, તે પૂર્વપદમાં જોયું. હવે પ્રભુ આપણને ચારિત્રધર્મને કઈ રીતે આપે છે, તે આ પદ દ્વારા આપણે જોઈએ - ઘમ્મસયા (મોડલ્થ i) - ધર્મના દેશક પરમાત્માઓને (મારો નમસ્કાર થાઓ.) સંસારની અસારતા સમજાવી ચારિત્રધર્મની પ્રાપ્તિને યોગ્ય દેશનાને આપનાર પરમાત્માને આ પદ દ્વારા નમસ્કાર કરવામાં આવે છે. અનંતકાળથી જીવ સંસારમાં રાચી-માચીને રહ્યો છે. આ સંસારનો ત્યાગ કરવાનું મન તેને ત્યારે જ થાય કે, જ્યારે સંસારની વાસ્તવિકતાનો તેને ખ્યાલ આવે !... આથી જ પરમાત્મા સૌ પ્રથમ ધર્મદેશનામાં આ સંસાર આત્મા માટે કેટલો અહિતકર છે, તેનાથી જીવ કેવી રીતે દુઃખી થાય છે વગેરે બાબતો સમજાવી ભવ્યાત્માઓને સંસારથી વિમુખ કરે છે. ' આવા આત્માને પરમાત્મા કહે છે કે, “હે ભવ્યાત્મન્ ! તને પ્રાપ્ત થયેલ આ મનુષ્યભવ કેટલો દુર્લભ છે, તેનો વિચાર કર ! આવા દુર્લભ મનુષ્યભવને પ્રાપ્ત કરીને પરલોક પ્રધાન ધર્મની સાધના કરવામાં જ શ્રેય છે. ધર્મની સાધના કર્યા વિના આ દુઃખદ સંસારનો અંત આવી શકે તેમ નથી ! આવી ધર્મસાધના કરવા તું સન્શાસ્ત્રનો અભ્યાસ કર ! શાસ્ત્રજ્ઞો પાસે જઈને શાસ્ત્રના મર્મને તું સમજ ! શાસ્ત્રના મર્મને સમજવા તારા ચિત્તને અનિત્યાદિ ભાવોથી ભાવિત કર ! અનિત્ય ભાવને સમજવા તું પુષ્પમાલા અને ઘટના દૃષ્ટાંતનો વિચાર કર ! ૧૦૦૦ રૂ. ની Page #136 -------------------------------------------------------------------------- ________________ નમોત્થ ણં સૂત્ર પુષ્પમાલા સાંજે કરમાઈ જતાં તને ખેદ થતો નથી અને ૧૦ રૂ. નો ઘડો ફૂટી જતાં તું દુ:ખી થાય છે કેમ કે, પુષ્પમાલા સાંજે કરમાઈ જવાની છે તે વસ્તુ તે સ્વીકારેલી છે અને ઘડાનો નાશ તત્કાળ થવાનો છે, તે વાત તેં સ્વીકારી નથી માટે તું દુઃખી થાય છે. સંસારના સર્વ ભાવો નશ્વર છે, છતાં તેનો અસ્વીકાર જ તને દુઃખી કરે છે, તે વાતને તું વારંવાર વિચાર ! જેથી નશ્વર સંસાર તને મૂંઝવશે નહિ અને તું કદી દુઃખી થઈશ નહિ. ૧૦૯ આ સંસારની અનિત્યતા તને સમજાઈ જશે તો તારી ઘણી ખોટી અપેક્ષાઓનો અંત આવી જશે. તારી અપેક્ષાઓ ઘટશે તો તારી ખોટી ઉત્સુકતાઓ શમી જશે. ઉત્સુકતાનું શમન થતાં તારામાં સ્થિરતા આવશે અને સ્થિરતા આવતા તો તું પરમ આનંદને પ્રાપ્ત કરી શકીશ. હે આત્મન્ ! જ્યાં સુધી તારી ખોટી અપેક્ષાઓ ન ઘટે ત્યાં સુધી તું ભગવાનની આજ્ઞાની અપેક્ષા રાખ, કેમ કે, ‘ધમ્મો જિણાણમાણા' જિનની આજ્ઞા ધર્મ છે. ભગવાનની આજ્ઞા અનુસાર ક્ષમાદિ ગુણોને પ્રગટ કરવા પ્રયત્ન કર. ક્ષમાદિ ગુણો જેનાથી પ્રાપ્ત થાય તેવી જ ક્રિયામાં રસપૂર્વક ભાગ લે. જે ક્રિયાથી દોષ પોષાય અને ગુણનું શોષણ થાય, તેવી ક્રિયાથી તું દૂર રહે. હે ભવ્યજીવ ! દુરંત સંસારનું સર્જન થાય તેવા પ્રવચનના માલિન્યથી તું દૂર રહે. તારી એક પણ પ્રવૃત્તિ એવી ન હોવી જોઈએ કે, જેનાથી તારક તીર્થંકર કે તીર્થંકરે બતાવેલા ધર્મની નિંદા થાય. તારા નિમિત્તે નિગ્રંથ ગુરુભગવંતો પ્રત્યે કોઈને લેશ પણ દ્વેષ થાય, તારાથી આવું કાંઈ ન થાય માટે તુ જ્ઞાનીપુરુષની નિશ્રામાં રહે. તારા આત્મભાવોને સદા જોતો રહે. આત્મભાવને પ્રાપ્ત કરવા તું સંયમના યોગોનું સતત સેવન કર. જ્ઞાનીપુરુષ પાસે શાસ્ત્ર સાંભળ, તેને ચિંતન કરવા સતત તેનું પરિશીલન કર. સંયમની સાધના કરતાં ક્યાંય અરતિ આદિ ભાવો થાય તો સદ્ગુરુને શરણે ચાલ્યો જા. શાસ્ત્રવચનરૂપ મંત્રોનો જાપ કર ને વિવિધ પ્રકારના તપરૂપ ઔષધનું તું સેવન કર. આનાથી તારાં ક્લિષ્ટ કર્મનો વિનાશ થશે, તારો આત્મા નિર્મળ થશે અને તું શાશ્વત સુખને પ્રાપ્ત કરી શકીશ.” આ રીતે ભવિરક્ત આત્માને ભગવાન ચારિત્રધર્મની ઉત્તરોત્તર અવસ્થા અને તેના ફળનું દર્શન કરાવી ચારિત્રધર્મને પ્રાપ્ત કરાવનાર ઉપદેશ આપે છે. આ પદ બોલતાં ધર્મદેશના આપીને જગત ઉપર મહાન ઉપકાર કરનાર Page #137 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૨ પરમાત્માને સ્મૃતિપટ પર લાવી, તેમના પ્રત્યેના અત્યંત કૃતજ્ઞભાવથી ચિત્તને વાસિત બનાવી નમસ્કાર કરતાં પ્રાર્થના કરીએ કે - ૧૧૦ “હે નાચ્ ! બહુમાનપૂર્વક કરાયેલો આ નમસ્કાર અમોને તમારા વચનાનુસાર પૂર્ણ જીવન જીવવાનું સામર્થ્ય આપો !” આવા ભાવથી કરાયેલો નમસ્કાર ધર્મદેશનાના અમલમાં વિઘ્ન કરનારાં કર્મનો વિનાશ કરીને ધર્મમાર્ગમાં વીર્યનું પ્રવર્તન કરાવે છે. દેશના દ્વારા ભગવાન જ ચારિત્રધર્મને આપનારા છે, તેવું કહેવાનું કારણ શું ? તે જણાવતા કહે છે થમ્બનાયાળું (નમોઽત્યુ ળ) - ચારિત્રધર્મના નાયક પરમાત્માઓને (મારો નમસ્કાર થાઓ.) શ્રેષ્ઠકોટિના ચારિત્રધર્મના નાયક પ૨માત્મા છે, માટે જ તેઓ દેશના દ્વારા અન્યને ચારિત્રધર્મ આપનારા કહેવાય છે. આ જગતમાં ધર્મ કરનારા આત્માઓ તો ઘણા છે, પરંતુ ચારિત્રધર્મના સ્વામી કે નાયક કહી શકાય તેવા તો માત્ર અરિહંતભગવંતો જ છે કેમ કે, નાયકપણાને યોગ્ય જે ગુણો જોઈએ તે ગુણો તો અરિહંતોમાં જ હોય છે. આથી જ ચારિત્રધર્મના નાયક પરમાત્મા જ ચારિત્રધર્મને આપનારા છે; એમ કહેવું યથાર્થ છે. નાયકના મુખ્ય ચાર ગુણો હોય છે, તે આ પ્રમાણે : ૧. વશીકરણ ઃ જેના જે માલિક હોય તેને તે વસ્તુ સંપૂર્ણ વશ હોવી જોઈએ. ૨. ઉત્તમની પ્રાપ્તિ : વસ્તુના માલિકને મળેલી વસ્તુ પણ સામાન્ય ન જોઈએ પરંતુ શ્રેષ્ઠ કોટિની હોવી જોઈએ. ૩. ફળના ભોક્તા : વસ્તુનો માલિક પ્રાપ્ત વસ્તુના ફળનો ભોક્તા પણ હોવો જોઈએ. ૪. વિઘ્નાભાવ : નાયકને વસ્તુના ઉપભોગમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન આવવું ન જોઈએ તો તે સાચા અર્થમાં તેનો નાયક ગણાય. સામાન્યથી સ્ત્રી, સંપત્તિ આદિના નાયક તો ઘણા હોય છે, તોપણ આ સ્ત્રી કે સંપત્તિનો આ માલિક છે તેમ બહુમાન સાથે ત્યારે જ કહેવાય કે, જો તે સ્ત્રી Page #138 -------------------------------------------------------------------------- ________________ તમોત્યુ સૂત્ર ૧૧૧ કે સંપત્તિ તેને વશ હોય. વળી, તે સ્ત્રી કે સંપત્તિ સામાન્ય નહિ, પરંતુ શ્રેષ્ઠ કોટિની પ્રાપ્ત થયેલી હોય અને તે સ્ત્રી કે સંપત્તિના ઉપભોગનું સુખ તે માણી શકતો હોય. અકાળે તેનો વિનાશ ન થાય તેવી હોય અને તેના ઉપભોગમાં કોઈ પ્રકારનું વિઘ્ન આવે તેવી ન હોય. ધર્મના નાયક પણ તેમને જ કહેવાય કે જેમને * ધર્મ વશ હોય અર્થાત્ ધર્મ જેમને આત્મસાત્ થયેલો હોય. * વળી, તે ધર્મ સામાન્ય નહિ પણ વિશિષ્ટ કોટિનો પ્રાપ્ત થયેલો હોય. * તેઓ પૂર્ણ કક્ષાએ ધર્મના ફળનો ઉપભોગ કરી શકતા હોય અને * તેમને પ્રાપ્ત થયેલા ધર્મમાં કદી વિઘ્ન આવતું ન હોય. ૧. વશીકરણ: કોઈ પણ વસ્તુ વશ ત્યારે થાય છે, જ્યારે તેને વિધિપૂર્વક ગ્રહણ કરવામાં આવે. ભગવાને સંપૂર્ણ વિધિપૂર્વક સંયમ જીવનનો સ્વીકાર કર્યો હતો. તેઓએ સંયમ પૂર્વે કે પછી પોતાનું જે સમયે જે ઔચિત્ય હોય, તે ઔચિત્યનું પૂર્ણ પાલન કરીને સંયમજીવન વહન કરેલ. વળી, સંયમજીવન ગ્રહણ કર્યા પછી પણ તેમાં કોઈ દોષ (અતિચાર) ન લાગી જાય, તેની પૂર્ણ કાળજી રાખી હતી. સંપૂર્ણ સંયમ પોતાને આત્મસાતું થયા પછી (ફળ મળ્યા પછી) તેઓએ યોગ્ય આત્માઓને તેનું પ્રદાન કર્યું હતું. વળી, જ્યારે જ્યારે અન્યને પ્રદાન કરવાનું હોય ત્યારે અન્ય મુનિઓની જેમ તેમને કોઈનાં વચનની અપેક્ષા રાખવી પડતી નહોતી, માટે પરમાર્થથી પરમાત્માએ ધર્મને વશ કરેલો હતો. ૨. ઉત્તમની ધર્મની પ્રાપ્તિ : ચારિત્રના અસંખ્ય પ્રકારો છે. તે સર્વ પ્રકારોમાં પરમાત્માએ શ્રેષ્ઠ એવું ક્ષાયિક ભાવનું (યથાખ્યાત) ચારિત્ર પ્રાપ્ત કર્યું હતું. જો કે, સામાન્ય કેવળીને પણ આ જ ચારિત્ર હોય છે, તોપણ વિશિષ્ટ પ્રકારના તથાભવ્યત્વના કારણે તીર્થકરના આત્મામાં એટલું વિશેષ છે કે, તેઓ આ ચારિત્રને પામી વિશિષ્ટ કોટિનો પરાર્થ સાધી શકે છે, આથી પશુ-પક્ષી જેવાં હીન યોનિવાળાં પ્રાણીઓને પણ તેઓ ધર્મ પમાડી શકે છે. ૩. ઉત્કૃષ્ટ ફળના ભોક્તા : ઉત્કૃષ્ટધર્મની આરાધનાના ફળ સ્વરૂપે તીર્થકરનામકર્મના ઉદયથી પ્રાપ્ત થયેલ અષ્ટપ્રાતિહાર્ય આદિ સમૃદ્ધિ, વાણીના ૩૫ ગુણો, વિશિષ્ટકોટિનું રૂપ, યશ આદિ સમૃદ્ધિનો ઉપભોગ તીર્થકરને હોય Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ સૂત્રસંવેદના-૨ છે, આ સર્વોત્તમ ઋદ્ધિની પ્રાપ્તિ દેવ-દેવેન્દ્રો માટે પણ અશક્ય હોય છે. તેથી પરમાત્મા જ સાચા અર્થમાં ધર્મના નાયક છે. ૪. ધર્મમાં વિઘાતનો અભાવ : પરમાત્માએ ઉત્તમ ધર્મની આરાધના કરી ચોક્કસ ફળ આપે તેવું સર્વથી શ્રેષ્ઠ પુણ્ય બાંધ્યું હોવાથી અને પાપકર્મનો સર્વથા નાશ કર્યો હોવાથી તેમણે હવે વિઘ્ન કરનાર કોઈ તત્ત્વ જ રહ્યું નથી, તેથી ધર્મમાં વિઘાતનો અભાવ છે. તેથી તેઓ જ ધર્મના નાયક છે. આ ચારે ચાર હેતુઓના અવાંતર બીજા ચાર-ચાર56 કારણો પણ લલિતવિસ્તરા ગ્રંથમાં દર્શાવ્યા છે. જિજ્ઞાસુઓએ ત્યાંથી જાણી લેવા આ પદ બોલતાં સર્વશ્રેષ્ઠ સંયમના સ્વામી અરિહંત પરમાત્માને નજર સમક્ષ લાવી હૃદયના ભાવથી પરમાત્માને પ્રણામ કરીને પ્રાર્થના કરીએ કે - “હે નાથ ! આપને કરાતો આ નમસ્કાર અમોને પણ શ્રેષ્ઠ ' ચારિત્રના સ્વામી બનાવો.” ધર્મના નાયક પણ જો ધર્મરથના સારથિ ન બને તો અન્યને ચારિત્રધર્મમાં પ્રવર્તાવી શકતા નથી, આથી હવે તેનું વિવેચન કરતાં કહે છે - થમ-સારીvi (નમોજુ w) - ચારિત્રધર્મના સારથિ એવા પરમાત્માઓને (મારો નમસ્કાર થાઓ.) જે વ્યક્તિ રથનું સમ્યક્ પ્રકારે પ્રવર્તન, પાલન અને દમન કરે તેને રથનો સારથિ કહેવાય છે, તેમ જે સ્વ અને પરમાં સંયમધર્મનું પ્રવર્તન, પાલન અને દમન કરે તે સંયમરૂપ રથનો સારથિ કહેવાય છે. અરિહંતભગવંતો પોતાનામાં અને અન્યમાં શ્રેષ્ઠકોટિના ચારિત્રધર્મનું પ્રવર્તન, પાલન અને દમન કરી શકે છે, માટે તેઓ ચારિત્રધર્મના સારથિ છે. 56. મૂળ હેતુ પ્રત્યેકના ૪-૪ અવાંતર હેતુઓ ૧. ધર્મવશીકરણ - વિધિ સમાસાન’ - નિરતિચારપાનને થોચિતતાને અપેક્ષા માવ ૨. ઉત્તમધર્મપ્રાપ્તિ - ક્ષયિષપ્રાપ્તિ - પાર્થસંપાદન ઢીને પ્રવૃત્તિ - તાવ્યત્વ ૩. ધર્મફલ યોગ - સકસી - પ્રતિહાર્યો" - ૩ઃારમ' - તાધિપત્ન ૪. ધર્મવિધાતાભાવ - અવશ્યપુવીનત્વ - પિવાનુપતિ-પપક્ષમાવે - अहेतुकविघातासिद्धि Page #140 -------------------------------------------------------------------------- ________________ તમોત્યુ ણં સૂત્ર ૧૧૩ સારથિ બનીને પરમાત્મા ધર્મરૂપી રથનું પ્રવર્તન, પાલન અને દમન કઈ રીતે કરે છે તે જોઈએ - પ્રવર્તનઃ ભગવાન ચારિત્રનું સમ્યફ પ્રવર્તન કરી શકે છે, તેનું મૂળ કારણ તેમનું વિશેષ પ્રકારનું તથાભવ્યત્વ છે. આવું વિશિષ્ટ તથાભવ્યત્વ જ્યારે નજીકમાં મોક્ષ પ્રાપ્ત કરાવે તેવું બને છે, ત્યારે મોહની પક્ક ઢીલી પડે છે, મન પૌલિકભાવથી પાછું વળી આત્મભાવને અભિમુખ બને છે. આ કારણે જ મિથ્યાત્વ મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિને ન બાંધવા રૂપ અપુનબંધકપણાને પ્રભુ પામે છે. ત્યારે જ તાત્ત્વિક ધર્મની શરૂઆત થાય છે. ધર્મમાર્ગમાં ઉત્તરોત્તર સમ્યગુ યત્ન વધતાં ચારિત્રમાર્ગમાં પ્રવર્તાવે તેવું સમ્યગુ જ્ઞાન પ્રગટે છે. જ્ઞાનથી વિરતિની પ્રાપ્તિ થાય છે. વિરતિધર્મના પાલનથી મોહનો વિનાશ થાય છે અને મોહનો નાશ થતાં પ્રભુને ક્ષાયિકભાવનું ચારિત્ર પ્રાપ્ત થાય છે, જે આત્માનો સ્વભાવિક ભાવ છે. આ ભાવ પ્રાપ્ત થતાં પરમાત્મા પોતાના આત્માને સંયમધર્મમાં ઉપાદાનભાવે પ્રવર્તાવે છે અને અન્યના આત્માને ઉપદેશાદિ દ્વારા નિમિત્તભાવે સંયમમાર્ગમાં પ્રવર્તાવી શકે છે. પાલન : રથના સમ્યગું પ્રવર્તનનું મૂળ કારણ જેમ તેના અંગભૂત અશ્વાદિનું સમ્યગૂ પ્રકારે પાલન-પોષણ વગેરે છે, તેમ અંતરંગ ભાવચારિત્રના પ્રવર્તનનું મૂળ કારણ તેનાં અંગભૂત મહાવ્રતો, સમિતિ, ગુપ્તિ આદિ બાહ્ય ક્રિયાઓનું સમ્યનું પાલન છે. પરમાત્મા ભાવચારિત્રના કારણભૂત સમિતિ, ગુપ્તિ અને મહાવ્રતોનું યથાયોગ્ય પાલન કરે છે અને ઉપદેશ આદિ દ્વારા અન્યને પણ તે તે ક્રિયામાં પ્રવર્તાવે છે. આ રીતે સંયમનાં અંગોનું યોગ્ય પાલન કરતા અને કરાવતા પ્રભુ સાચા અર્થમાં ધર્મના સારથિ છે. દમન : રથનું પાલન અને પ્રવર્તન કરવા ઉપરાંત ખોટા માર્ગે જતા અશ્વોનું દમન કરી તેઓને સાચા માર્ગે લઈ જનારને જેમ રથનો સારથિ કહેવાય છે, તેમ આત્મધર્મથી ઉન્મુખ જતી ઈન્દ્રિય અને મનને બાહ્યભાવોથી વાળી આત્મભાવમાં સ્થિર કરનારને ધર્મરથનો સારથિ કહેવાય છે. વરબોધિની પ્રાપ્તિથી પ્રારંભી પરમાત્મા આત્મધર્મથી વિપરીત પ્રવર્તતાં મન અને ઈન્દ્રિયને અટકાવી આત્મધર્મને અભિમુખ પ્રવર્તાવે છે. તથા મન અને ઈન્દ્રિયના નિગ્રહમાં વિઘ્ન કરનાર ચારિત્રમોહનીયકર્મનો નાશ કરી છેક યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ સુધી પહોંચી જાય છે. આમ તેઓ પોતાની ઇન્દ્રિય આદિનું દમન કરનારા છે અને Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ સૂત્રસંવેદના-૨ ઉપદેશ દ્વારા અન્યના મન-ઇન્દ્રિયાદિનું દમન કરાવનારા પણ છે. - આ રીતે પ્રવર્તન, પાલન અને દમનના યોગથી પરમાત્મા જ ધર્મના સારથિ છે. જો કે, બીજા આત્માઓ પણ ચારિત્રધર્મમાં પ્રવર્તન, પાલન અને દમન તો કરે છે, તોપણ ધર્મના સારથિ તો તીર્થકર જ કહેવાય છે કેમ કે, તેઓ સ્વયં ચારિત્રધર્મમાં પ્રવર્તે છે અને ઉપદેશ દ્વારા અન્યને પ્રવર્તાવે છે. ધર્મરથના શ્રેષ્ઠ સારથિ પરમાત્માને પ્રણામ કરતાં પ્રાર્થના કરીએ કે - “હે નાથ ! આપ અમારા ઘર્મથના સારથિ બની અમોને છેક મોક્ષ સુધી પહોંચાડો ! લૌકિક વ્યવહારમાં જેમ કહેવાય છે કે, શ્રીકૃષ્ણ જેના સારથિ બને તેના વિજયમાં કોઈ શંકા 'રહેતી નથી તેમ હે નાથ ! આપ જો મારા ઘર્મસારથિ બનો તો પછી ભવપાર પામવામાં મને કોઈ શંકા રહેશે નહિ !” થ-વર-રીડરા-વવિઠ્ઠીvi (નમોડલ્થ ) - ધર્મના શ્રેષ્ઠ ચાતુરંત ચક્રવર્તી એવા પરમાત્માઓને (મારો નમસ્કાર થાઓ.) ચારિત્રધર્મ એ જ શ્રેષ્ઠ ચક્ર છે. ચક્રવર્તીનું ચક્ર રત્ન જેમ શત્રુનો વિનાશ કરી ચક્રવર્તીને છ ખંડના સ્વામી થવામાં સહાયક બને છે, તે જ રીતે ચારિત્રધર્મરૂપી ચક્ર પણ અંતરંગ શત્રુનો વિનાશ કરી, ચાર ગતિના પરિભ્રમણની પરાધીનતાને દૂર કરી આત્માને અનંત જ્ઞાનાદિ ગુણસંપત્તિના સ્વામી બનાવે છે. માટે તે ચાર ગતિનો અંત કરનાર ચાતુરંત ચક્ર કહેવાય છે. જો કે, ચાર ગતિઓ તો શાશ્વતી છે, નિત્ય રહેવાની છે, તોપણ જેના અંતરમાં ચારિત્રધર્મ પરિણામ પામે છે, તે આત્મા આ ચાર ગતિમાંથી બહાર, નીકળી જાય છે, તે રૂપે તે આત્મા ચાર ગતિનો અંત કરનાર થાય છે. ચક્રવર્તીનું ચક્ર તો આ લોકમાં અને તે પણ પુણ્ય હોય ત્યાં સુધી જ સાથે રહે છે. અવિવેકી આત્માઓ માટે તો તે પરલોકમાં નરકાદિ ગતિનાં ભયંકર દુઃખોનું કારણ પણ બને છે. વળી, ચક્રીનું ચક્ર દ્રવ્ય-ભાવપ્રાણનું ઘાતક પણ છે; જ્યારે ધર્મરૂપી ચક્રરત્ન આલોકમાં પણ સુખ આપે છે અને પરલોકમાં સદ્ગતિની પરંપરાઓ સર્જી પ્રાંતે મોક્ષના અનંતાં સુખોને પ્રાપ્ત કરાવે છે, અને સદા માટે તે ઉભયપ્રાણનું રક્ષણ કરનાર છે. આથી જ ધર્મચક્ર શ્રેષ્ઠ ચક્ર છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ તમોત્યુ સૂત્ર ૧૧૫ આ ચારિત્રધર્મ જ શ્રેષ્ઠ છે, તેનું કારણ તે ત્રિકોટિ પરિશુદ્ધ છે. એટલે ચારિત્રનો આદ્ય ભાગ, મધ્ય ભાગ અને અંતિમ ભાગ, ત્રણે ભાગ અવિસંવાદિ છે અથવા કષ, છેદ અને તાપરૂપ ત્રિકોટિથી પરિશુદ્ધ છે. ધર્મનો આદ્ય ભાગ એટલે અપુનબંધક અવસ્થા, આ દશામાં સ્વીકારેલી દ્રવ્યવિરતિ પણ કલ્યાણનું કારણ છે. ધર્મનો મધ્યમ ભાગ એટલે સમ્યગ્દષ્ટિપણું તે કાળમાં સ્વીકારેલ વ્રત-નિયમો પણ આત્મશુદ્ધિનું કારણ બને છે અને ધર્મનો અંતિમ ભાગ એટલે સર્વ સંવરભાવનું ચારિત્ર, તે તો નિયમા મોક્ષનું કારણ બને છે; માટે આ ધર્મરૂપ ચક્ર જ જગતમાં શ્રેષ્ઠ છે અને આ શ્રેષ્ઠ ચક્રને ધારણ કરનારા પરમાત્મા જ શ્રેષ્ઠ ચાતુરંત-ચક્રવર્તી છે. વળી, આ ચાર ગતિનો અંત દાન, શીલ, તપ અને ભાવરૂપ ચાર પ્રકારના ધર્મથી પણ થાય છે. તાત્ત્વિકકોટિના દાનધર્મના કારણે જ ધનાદિની મહામૂચ્છરૂપ અતિરૌદ્ર મહામિથ્યાત્વ નાશ પામે છે. શીલના પાલનથી સંયમગુણ પ્રગટ થતાં અવિરતિનું પાપ અટકે છે. તપ ધર્મના પાલનથી મન અને ઈન્દ્રિયનો સંયમ થતાં કર્મનો વિનાશ થાય છે અને ભાવધર્મના પાલનથી મન પૌદ્ગલિક ભાવોથી પાછું વળી આત્મભાવમાં સ્થિર થાય છે. આ રીતે 57. ત્રિકોટિ પરિશુદ્ધ એટલે કષ, છેદ અને તાપ પરીક્ષાથી ઉત્તીર્ણ = શુદ્ધ : (a) કષપરીક્ષા શુદ્ધઃ આ સુવર્ણ અસલી છે કે નકલી, તેની તપાસ માટે તેને કસોટી પત્થર ઉપર ઘસવામાં આવે છે. જો યોગ્ય રેખા થાય તો તે સુવર્ણને કષ પરીક્ષાથી શુદ્ધ ગણાય છે. તેમ જે ધર્મશાસ્ત્રમાં હિંસા, જૂઠ આદિ પાપસ્થાનકોનું નિષેધરૂપે અને ધ્યાન, સ્વાધ્યાય, તપ આદિ સ&િયાનું વિધાનરૂપે કથન જોવા મળે તે શાસ્ત્રોને કષ-પરીક્ષાથી શુદ્ધ શાસ્ત્રો કહેવાય છે. (b) છેદ-પરીક્ષા શુદ્ધઃ જેમ સોનાને વધુ તપાસ માટે છીણીથી કાપવામાં આવે અને અંદરમાં પણ જો તે શુદ્ધ જણાય તો તે છેદ-પરીક્ષાથી ઉત્તીર્ણ કહેવાય; તેમ જ શાસ્ત્રમાં બતાવેલા બાહ્ય આચાર-અનુષ્ઠાનો તેમાં બતાવેલ વિધિ-નિષેધને અનુકૂળ - હોય તે શાસ્ત્ર છેદ-પરીક્ષા શુદ્ધ કહેવાય. (c) તાપ-પરીક્ષા-શુદ્ધઃ જેમ વધુ તપાસ માટે કે સંપૂર્ણ શુદ્ધિ જાણવા માટે અગ્નિના તાપમાં ઓગાળતાં જે સોનું જરા પણ ઝાંખુ ન પડે, પરંતુ વધુ તેજસ્વી બને તે સોનું તાપ-પરીક્ષા શુદ્ધ કહેવાય છે. તેમ જ ધર્મમાં પૂર્વોક્ત બન્ને શુદ્ધિની સાથે જીવાદિ તત્ત્વો એવી રીતે કહ્યાં હોય કે જેના કારણે બંધ-મોક્ષ આદિની વ્યવસ્થા યથાર્થપણે ઘટી શકે, તે ધર્મશાસ્ત્ર તાપ-પરીક્ષામાં શુદ્ધ કહેવાય. જે ધર્મ આ ત્રણે પરીક્ષાથી શુદ્ધ હોય તે સાચો ધર્મ કહેવાય. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ સૂત્રસંવેદના-૨ ચાર પ્રકારના ધર્મ દ્વારા અંતરંગ શત્રુનો વિનાશ થાય છે. આવાં શ્રેષ્ઠ દાન, શીલ, તપ અને ભાવના સ્વામી પરમાત્મા શ્રેષ્ઠ ધર્મના પરમોત્કૃષ્ટ ચક્રવર્તી છે. આ પદ બોલતાં શ્રેષ્ઠ ધર્મરૂપી ચક્ર દ્વારા ચાર ગતિનો નાશ કરનાર પરમાત્માને હૃદયસ્થ કરી પ્રણામ કરતાં પ્રાર્થના કરીએ કે - “હે નાથ ! આપને કરેલા આ નમસ્કારથી અમો પણ આ શ્રેષ્ઠ ચારિત્રધર્મરૂપી ચક્રના સ્વામી બની ચાર ગતિનો અંત કરનાર બનીએ.” ચારિત્રધર્મનું પ્રદાન કરવારૂપે વિશેષ ઉપકાર કરનારા અરિહંતભગવાન કેવા સ્વરૂપે રહેલા છે તે બતાવતાં સાતમી સકારણ સ્વરૂપ સંપદા કહે છે - સMડિય-વર-ના-હંસા-થરાઇi (નમોજુ vi) - નાશ ન પામે એવા શ્રેષ્ઠ જ્ઞાન અને દર્શનને ધારણ કરનાર પરમાત્માઓને (મારો નમસ્કાર થાઓ.) સમગ્ર ઘાતિકર્મોનો વિનાશ કરી પરમાત્માએ પોતાના કેવળજ્ઞાન અને કેવળદર્શન ગુણને પ્રગટ કર્યા છે. જ્ઞાન એ જીવનો સ્વભાવ છે. તેથી સર્વ જીવોમાં જ્ઞાન તો હોય જ છે; પરંતુ કર્મના આવરણને કારણે તે ઓછા વધતાં – અંશે પ્રગટ થાય છે. આથી જ સંસારીજીવ જગતવર્તી સર્વ પદાર્થોને જોઈ પણ શકતા નથી અને પદાર્થોને જોવામાં તે કર્મથી અવરાયેલું જ્ઞાન સંસારી જીવને ક્યાંક તો અલના પમાડે છે, જ્યારે અરિહંતપરમાત્માએ સાધના કરીને જ્ઞાન અને દર્શન ગુણને ઢાંકનારાં ઘાતિકર્મોનો સર્વથા નાશ કર્યો અને કોઈનાથી ક્યારેય સ્કૂલના ન પામે તેવા લોકાલોક પ્રકાશક શ્રેષ્ઠજ્ઞાન અને દર્શન ગુણ પ્રગટ કર્યા છે. આથી જ તેઓ કોઈ પણ પ્રકારની સ્કૂલના વિના એક જ સમયમાં સર્વ દ્રવ્ય, સર્વ ક્ષેત્ર, સર્વ કાળ અને સર્વ ભાવને જોઈ શકે જાણી શકે છે. પરમાત્માને પ્રાપ્ત થયેલું જ્ઞાન જેમ અપ્રતિહત છે, તેમ શ્રેષ્ઠ પણ છે કેમ કે, આ ગુણને કારણે જ અનંતી લબ્ધિઓ અને અનંતી સિદ્ધિઓ પ્રગટ થાય છે. આવા અપ્રતિહત અને શ્રેષ્ઠ કેવળજ્ઞાન અને કેવળદર્શન ગુણને ધારણ કરનારા પરમાત્માને આ પદ દ્વારા આપણે નમસ્કાર કરવાનો છે. અહીં પરમાત્માને જ્ઞાન અને દર્શન બન્ને ગુણથી યુક્ત કહ્યા તેનું કારણ Page #144 -------------------------------------------------------------------------- ________________ તમોત્યુ સૂત્ર ૧૧૭ છે કે, જ્ઞાન પદાર્થના વિશેષ બોધસ્વરૂપ છે અને દર્શન એ પદાર્થના સામાન્ય બોધસ્વરૂપ છે. આમ તો પદાર્થના વિશેષ બોધમાં સામાન્ય બોધનો સમાવેશ થઈ જ જાય છે. તેથી ભગવાનને માત્ર “વરનાથરાઈ' કહ્યા હોત તો ચાલી શકત, આમ છતાં પણ જગતવર્તી તમામ પદાર્થો સામાન્ય અને વિશેષ બંને ધર્મથી યુક્ત છે, તેથી શેયમાં (વસ્તુમાં) બંને ધર્મો હોઈ વિશેષ ધર્મને જાણનાર જ્ઞાન અને સામાન્ય ધર્મને જાણનાર દર્શન ગુણથી યુક્ત પરમાત્મા છે એમ કહ્યું છે. આ પદ બોલતાં વિશિષ્ટ પ્રકારની સાધના કરી, કેવળજ્ઞાન અને કેવળદર્શન ગુણોને પ્રાપ્ત કરનારા પરમાત્માને સ્મૃતિપટ પર લાવી નમસ્કાર કરતાં પ્રભુ પાસે પ્રાર્થના કરીએ કે – “હે નાથ ! આપે જેમ સાઘના દ્વારા કર્મનાં પડેલો હટાવી કેવળજ્ઞાન અને કેવળદર્શનનો પ્રકાશ પ્રાપ્ત કર્યો, તેમ આપજે કરાતો આ નમસ્કાર અમારા માટે પણ કેવળજ્ઞાનાદિ ગુણોનું અમોઘ કાર બનો !” કેવળજ્ઞાન-કેવળદર્શન છઘસ્થપણાના નાશ વગર શક્ય નથી. તેથી હવે તેની વાત જણાવે છે. * વિય-છેડમા (નમોડલ્થ ) - વ્યાવૃત્ત છદ્મવાળા (જેમનાં ઘાતિકર્મો નિવૃત્ત થયાં છે તેવા) પરમાત્માઓને (મારો નમસ્કાર થાઓ.) જે આચ્છાદિત કરે - ઢાંકે તેને છ% કહેવાય છે. આ વ્યુત્પત્તિ પ્રમાણે જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ આત્મગુણોને ઢાંકનાર ઘાતિકર્મો તે જ છ% છે. જેમનાં ઘાતિકર્મો સર્વથા નાશ પામ્યાં છે, તે ભગવાન જ વ્યાવૃત્ત છદ્મવાળા છે. જ્ઞાનાવરણીયકર્મ આત્માના જ્ઞાનગુણને ઢાંકે છે. દર્શનાવરણીયકર્મ આત્માના દર્શનગુણને ઢાંકે છે. મોહનીયકર્મ આત્માના સમ્યગ્દર્શન અને અનંત ચારિત્ર ગુણને ઢાંકે છે અને અંતરાયકર્મ દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય ગુણને ઢાંકે છે. બીજી રીતે વિચારીએ તો; છદ્મ એટલે દોષો કે, રાગાદિ કષાયો. જેમના આ કષાયો સર્વથા નાશ પામ્યા છે તે ભગવાન જ વ્યાવૃત્ત છદ્મવાળા છે. આ પદ બોલતાં જેમના સમસ્ત દોષ નાશ પામ્યા છે અને આથી જ જેમનું વચન નિઃશંકપણે સ્વીકારવા યોગ્ય છે અને જેઓ સમસ્ત જગત માટે પૂજનીય છે, તેવા પરમાત્માને હૃદયસ્થ કરી પ્રણામ કરતાં પ્રાર્થના કરીએ કે - Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ સૂત્રસંવેદના-૨ “હે નાથ ! બહુમાનપૂર્વક આપને કરાયેલો આ નમસ્કાર અમાણ રાગ, દ્વેષ, અજ્ઞાન આદિ દોષના નાશને કારણે બનો !” આ પદ બોલીને પરમાત્માને નમસ્કાર કરી, તેમના વચનને અનુસરી, હું પણ આવા ભાવને પામું; એવો ભાવ વ્યક્ત કરવાનો છે. આ બન્ને પદો દ્વારા સ્તોતવ્ય સંપદાની “સકારણ સ્વરૂપ સંપદા કહેવાઈ. સકારણ એટલા માટે કહેલ છે કે, જ્યારે ભગવાન શ્રેષ્ઠ જ્ઞાન-દર્શનને ધારણ કરનારા થાય છે, ત્યારે જ સ્તુતિ કરવા યોગ્ય થાય છે અને વર જ્ઞાનદર્શનધરપણું છ% (છાઘસ્થિકભાવ) ગયા વિના પ્રાપ્ત થતું નથી. હવે પછીનાં પદો દ્વારા ભગવાને જે ફળ પ્રાપ્ત કર્યું છે, તે જ ફળ તેઓ પોતાના ભક્તને આપે છે, તે જણાવતાં - “આત્મતુલ્ય-પરફલ-કર્તુત્વ' નામની આઠમી સંપદાને કહે છે - . નિપાપ નાવિયા (નમોજુ ) ; (અંતરંગ શત્રુઓને) જીતનારા અને જીતાડનારા પરમાત્માઓને (મારો નમસ્કાર થાઓ.) આ સંસારમાં પ્રાપ્ત થતાં જન્મ, મરણ, આધિ, વ્યાધિ આદિ સર્વ દુઃખોનું મૂળ કારણ રાગ, દ્વેષ આદિ અંતરંગ શત્રુઓ છે. શ્રી તીર્થંકરદેવે આ શત્રુઓને સ્વયં જીતી લીધા છે અને સદુપદેશ આદિ દ્વારા યોગ્ય આત્માઓને આ કષાયોથી જીત મેળવવામાં માર્ગદર્શન આપવારૂપે સહાય પણ કરી છે, તેથી તે અંતરંગ શત્રુને જીતનાર અને જીતાડનાર બન્ને કહેવાય છે. જૈનશાસનમાં ઈશ્વરતત્ત્વની આ મહાનતા છે કે, તેઓ ઉપાસના કરનાર આત્માને પોતાના તુલ્ય જ બનાવે છે. પરમાત્માએ સ્વયં તો રાગાદિના વિજયની સર્વશ્રેષ્ઠ સાધના કરી, પરંતુ યોગ્ય એવા અનેક આત્માઓને પણ આ રાગાદિના સકંજામાંથી મુક્ત કરાવી પોતાના જેવા જ બનાવ્યા છે, બનાવે છે. તિof તારા (નમોહ્યુ ) - સંસાર સાગરથી તરેલા અને બીજાને તારનારા એવા પરમાત્માઓને (મારો નમસ્કાર થાઓ.) પરમાત્મા સ્વયં તો સંસારસાગરથી તરેલા છે જ; પરંતુ ધર્મદેશના અને ગુણસંપન્નતા દ્વારા અનેકને સંસારસાગરથી તારનારા પણ છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી પરમાત્માનો મોક્ષ તો નિશ્ચિત હોય છે, તોપણ પરમ કૃપાળુ Page #146 -------------------------------------------------------------------------- ________________ તમોત્યુ ણં સૂત્ર ૧૧૯ પરમાત્મા અન્ય જીવો માટે પણ મોક્ષમાર્ગ નિરંતર ચાલુ રહે તે હેતુથી ધર્મતીર્થની સ્થાપના કરે છે અને જીવનકાળ દરમ્યાન ધર્મનો ઉપદેશ આપી અનેક જીવોને સંસારસાગરથી તારે પણ છે. વૃદ્ધા વોદયાdi (નમોજુ vi) - સ્વયં બોધને પામેલા અને અન્યને બોધ કરાવનારા એવા પરમાત્માઓને (મારો નમસ્કાર થાઓ.) અજ્ઞાનરૂપી અંધકારમાં ડુબેલા આ જગતમાં શ્રી તીર્થંકરદેવો અન્ય કોઈના ઉપદેશ વિના જ સ્વસંવેદિત જ્ઞાન વડે જીવાદિ તત્ત્વોને જાણે છે તથા બીજાઓને પણ તેનો બોધ કરાવે છે, તેથી તેઓ બુદ્ધ અને બોધક કહેવાય છે. મુત્તા મોગ (નમોજુ ) - કર્મોથી મુક્ત થયેલા અને અન્યને કર્મથી મુક્ત કરાવનારા પરમાત્માઓને (મારો નમસ્કાર થાઓ.) વિચિત્ર પ્રકારના વિપાકોને આપનારાં વિવિધ કર્મોનાં બંધનોથી પરમાત્મા પ્રયત્ન કરીને સ્વયં કર્મથી મુક્ત થયા છે અને અન્યને કર્મથી મુક્ત થવાનો માર્ગ બતાવેવા દ્વારા કર્મથી મુક્ત કરાવે છે. આ ચાર પદો દ્વારા પરમાત્માની લોકોત્તમ ચાર અવસ્થા દર્શાવી છે, તે આ રીતે - મોહરૂપ મહાશત્રુને જીતવા પરમાત્મા શુક્લધ્યાન ઉપર આરૂઢ થાય છે. મોહની એક એક પ્રકૃતિને પરાસ્ત કરતાં પ્રભુ નવમા ગુણસ્થાનકે આવે છે. સ્થિર અને નિશ્ચળ ધ્યાન દ્વારા બાકી રહેલા કષાયો અને સૂક્ષ્મ લોભનો નાશ કરીને વિભુ રાગાદિ શત્રુના પરમ વિજેતા બને છે. શત્રુની એવી શક્તિ નથી કે, હવે તેઓ ક્યાંયથી પણ પ્રવેશી શકે. આમ દસમા ગુણસ્થાનકના અંતે પરમાત્મા મોહના પરમ વિજેતા બનવા સ્વરૂપ જીત અવસ્થાને પામે છે. મોહનો નાશ થવાથી વધુ સ્થિર અને નિશ્ચલ બનેલા પરમાત્મા જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયકર્મની પાછળ પડી જાય છે. બારમા ગુણસ્થાનકના અંતે તેને પણ જડ મૂળથી ખતમ કરી તેઓ દોષસાગરને પૂર્ણ તરી જાય છે. આમ બારમા ગુણસ્થાનકના અંતે પરમાત્મા તીર્ણ અવસ્થાને પામે છે. દોષનો સર્વાશે નાશ થતાં પ્રભુને તેરમા ગુણસ્થાનકે જાજવલ્યમાન કેવળજ્ઞાન અને કેવળદર્શનનો પ્રકાશ પ્રગટ થાય છે. તેને કારણે ચરાચર જગતનો તેમને બોધ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ સૂત્રસંવેદના-૨ થાય છે અને તે રૂપ બુદ્ધ અવસ્થા પ્રભુને પ્રાપ્ત થાય છે. સાથોસાથ પ્રકૃષ્ટ પુણ્યના અનુભવ સ્વરૂપ તીર્થંકર નામકર્મનો ઉદય પણ થાય છે. ઘાતકર્મસ્વરૂપ પાપકર્મનો નાશ, પ્રબળ પુણ્યનો ઉદય અને સ્વગુણોના સંપૂર્ણ પ્રાગટ્ય પછી અલ્પ આયુષ્ય બાકી રહે ત્યારે, પરમાત્મા બાકી રહેલાં અધાતિકર્મનો નાશ કરવા શૈલેશીકરણ કરે છે. તેરમા ગુણસ્થાનકે તેઓ શુક્લધ્યાનના ત્રીજા પાયા ઉપર અને ચૌદમા ગુણસ્થાનકે શુક્લધ્યાનના ચોથા પાયા ઉપર આરૂઢ થઈ પરમાત્મા અયોગીપણાને પામે છે અને યોગનો નિરોધ કરી સર્વ કર્મથી મુક્ત થાય છે. આ રીતે ઉત્તરોત્તર ગુણનો વિકાસ કરી પરમાત્મા છેક મોક્ષ સુધી પહોંચે છે, જ્યારે તેઓ સંસારમાં હતા ત્યારે દેશનાદિ દ્વારા જગતને રાગાદિથી જીતાડનારા વગેરે હતા અને મોક્ષમાં ગયા પછી પણ તેમના વચનનું કે મૂર્તિ આદિનું નિમિત્ત લઈને લોકો, મોહને જીતી સંસારસાગરને તરી, કેવળજ્ઞાનને પામી સર્વકર્મથી મુક્ત થાય છે, તેથી પરમાત્મા માટે જ “જિણાણે જાવયાણ આદિ વિશેષણો યોગ્ય છે. આ ચાર પદો બોલતાં રાગાદિને જીતેલા અને જીતાડનારા, તરેલા અને તારનારા, બોધ પામેલા અને પમાડનારા, મુક્ત થયેલા અને મુક્ત કરનારા પરમાત્માને યાદ કરી નમસ્કાર કરતાં પ્રાર્થના કરીએ કે – હે નાથ ! આયે ગાદિ શત્રુઓને સહજતાથી જિત્યા છે. અમને પણ તેની ઉપર વિજય મેળવવામાં, આપ સહાય કરો. હે પ્રભુ ! આપ આ ભયંકર સંસાર સાગરથી તરી ગયા છો અમને પણ તેને તરવા સક્ષમ બનાવો. બુદ્ધ બનેલા હે વિભો ! આપ અમારી બુદ્ધિને પણ નિર્મળ કરી અમને પણ નિર્બઘ અવસ્થાનો સ્વાદ ચખાડો !” આ ચાર પદો દ્વારા “આત્મતુલ્ય પરફલ-કર્તુત્વ" - પોતાના સરખા બીજાને બનાવનાર નામની આઠમી સંપદા કહેવાઈ. જે ફળ પોતાને મળ્યું છે, તે જ ફળ બીજાને પ્રાપ્ત કરાવવા સ્વરૂપ પરમાત્માનો પરમ ઉપકાર સદા સ્મરણમાં રહે તો પરમાત્મા પ્રત્યેનો અહોભાવ, આદરભાવ અત્યંત વધી જાય. દીર્ઘદૃષ્ટિવાળા વિચારક પુરુષને પરમાત્માનું આટલું સ્વરૂપ જાણ્યા પછી પણ એવી જિજ્ઞાસા થઈ શકે છે કે, આવા પણ પરમાત્મા અંતમાં કયા અક્ષય Page #148 -------------------------------------------------------------------------- ________________ તમોત્યુ સૂત્ર ૧૨૧ ગુણ અને રૂ૫ ફળને પ્રાપ્ત કરે છે. તે જણાવવા ત્રણ પદની નવમી “પ્રધાનગુણ અપરિક્ષય-પ્રધાનફલાપ્તિઅભય સંપદા' (મોક્ષ ફળપ્રાપ્તિ સંપદા) બતાવે છે. અથવા અરિહંતભગવંતો જે મોક્ષાવસ્થાને પામ્યા છે, તેનું હવે સ્વરૂપ બતાવે છે. સત્રશૂiાં સāરિસીdi (નમોજુ ) - સર્વને જાણનારા અને સર્વને જોનારા એવા પરમાત્માઓને (મારો નમસ્કાર થાઓ.) સર્વને જાણે (સાકાર ઉપયોગ) તે સર્વજ્ઞ અને સર્વનું દર્શન (નિરાકાર ઉપયોગ) કરે તે સર્વદર્શી. ભગવાન જગતવર્તી સર્વ પદાર્થને જાણે છે તથા જુએ છે. જો કે – “સહિયવરના થરા' - આ પદ દ્વારા પરમાત્મા અપ્રતિહત જ્ઞાન-દર્શનને ધારણ કરનારા છે, તેમ કહ્યું. તેનાથી ભગવાનમાં શ્રેષ્ઠ જ્ઞાન અને દર્શન ગુણ છે, તે તો કહેવાઈ જ ગયું હતું. તોપણ સર્વ પદાર્થ વિષયક પરમાત્માનું જ્ઞાન અને દર્શન મોલમાં ગયા પછી પણ સદાકાળ માટે સાથે જ રહેનાર છે. મોક્ષમાં ગયા પછી પણ પ્રાપ્ત થયેલા આ પ્રધાન ગુણનો પરિક્ષય (લેશ પણ નાશ) થતો નથી, તે જણાવવા અત્રે પુનઃ તેનો ઉલ્લેખ કર્યો છે. અર્થાત્ તીર્થંકર અવસ્થામાં અને સિદ્ધાવસ્થામાં બન્નેમાં આ ગુણ હોય છે તેમ જણાવ્યું. सिव-मयल-मरुअ-मणंत-मक्खय-मव्वाबाह-मपुणरावित्तिસિદ્ધિફિ-નામધેયં તાપ-સંપત્તાdi (નમોજુ vi) - શિવ, અચલ, અરુજ, અનંત, અક્ષય, અવ્યાબાધ અને જ્યાંથી પુનરાગમન ન કરવું પડે તેવી સિદ્ધિગતિ નામના સ્થાનને પ્રાપ્ત કરેલા પરમાત્માઓને (મારો નમસ્કાર થાઓ.). હવે આ (સિદ્ધ થયેલા) અરિહંતભગવંતો સદાકાળ કેવાં સ્થાનમાં રહે છે, તે જણાવે છે - અરિહંત પરમાત્મા સર્વ કર્મનો ક્ષય કરી જે સ્થાનમાં જાય છે, તે સ્થાનને સિદ્ધિગતિ (મોક્ષ) કહેવાય છે. વ્યવહારનયની દૃષ્ટિથી અરિહંતભગવંતો સિદ્ધ થયા બાદ લોકના અંતે સિદ્ધશીલાથી એક યોજન દૂર જે લોકાંત છે, તેનાથી નીચે યોજનના ૨૪મા ભાગમાં રહે છે. એટલે સિદ્ધશીલાથી યોજનના ૨૩ ભાગ ગયા પછી છેલ્લા ભાગમાં રહે છે. Page #149 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૨ નિશ્ચયનય (સમભિરૂઢનય)ની દૃષ્ટિથી સિદ્ધના આત્માઓ પોતાના આત્મામાં જ રહે છે, એટલે તેઓ સ્વ ગુણમાં આનંદ માણે છે. માટે સિત્ર-માવિ વિશેષણો અરિહંતપરમાત્મામાં ઘટે છે. ૧૨૨ સિવ-મયત્ન આદિ વિશેષણો સિદ્ધ થયેલા અરિહંતભગવંતના છે, છતાં વ્યવહારનયથી સ્થાન અને સ્થાનીનો અભેદ કરી અહીં તે વિશેષણો સિદ્ધિગતિનાં બતાવ્યાં છે. દા.ત. જે નગરના લોકો ઉદાર, ગંભીર આદિ ગુણોથી યુક્ત હોય તે નગ૨ી ગુણિયલ કહેવાય છે. તેમ શિવ, અચલ આદિ ગુણયુક્ત સિદ્ધના આત્માઓ જે સ્થાનમાં રહે છે, તે સ્થાનને પણ વ્યવહારથી શિવાદિ ગુણયુક્ત કહેવાય છે. અનંતકાળથી સંસારી જીવો જે ચાર ગતિરૂપ સંસારમાં રહે છે, તે સ્થાન સિદ્ધિગતિ કરતાં પૂર્ણ વિરોધવાળું અવિ-ઉપદ્રવોથી ભરેલું છે. આ બન્ને સ્થાનની સરખામણી કરીએ તો સિદ્ધિગતિનો આદર અત્યંત વૃદ્ધિમાન થાય જ અને ઉપદ્રવાદિથી કંટાળેલાને ઉપદ્રવવિનાના સ્થાન પામવાની અભિલાષા થાય અને તે માટેનો પ્રયત્ન પણ ચાલું થાય છે. શિવ - આખો સંસાર અશિવ અને ઉપદ્રવોથી ભરેલો છે. સંસારમાં એક સ્થાન એવું નથી જ્યાં બાહ્ય કે અંતરંગ ઉપદ્રવ ન હોઈ શકે. નરકગતિ તો ભયંકર ઉપદ્રવોથી ભરેલી છે. તિર્યંચમાં પણ ભૂખ-તરસ રોગ, મરણ આદિના ઉપદ્રવો ચાલુ જ રહે છે. મનુષ્ય ગતિમાં પણ ચોરી, લૂંટ-ફાટ, રોગ, શોક આદિ બાહ્ય અને રાગાદિ દોષો જન્મ અંતરંગ સંક્લેશો સતત રહે છે. દેવ ભવમાં બાહ્ય પીડાઓ કદાચ ઓછી છે તોપણ મરણનો ભય તથા ઇર્ષ્યા, અસૂયા, અસંતોષ, આવેગ આદિ દોષો જન્ય દુઃખો તો ત્યાં પણ પરેશાન કરે જ છે. માટે આ સંસારમાં ક્યાંય એવું સ્થાન નથી જ્યાં જીવને કોઈપણ પ્રકારના ઉપદ્રવો ન હોય. જ્યારે સિદ્ધિગતિ એક એવું સ્થાન છે જ્યાં નથી બાહ્ય ઉપદ્રવો કે નથી અંતરંગ ઉપદ્રવો કેમકે, આ બન્ને ઉપદ્રવનું મૂળ કારણ કર્મ અને કષાયોનો ત્યાં સર્વથા અભાવ હોય છે. આથી જ સિદ્ધિગતિ શિવ એટલે પરમ કલ્યાણરૂપ છે. પૂર્ણ ઉપદ્રવ વિનાની અવસ્થારૂપ છે. અચલ – જ્યાં સુધી આત્મા સ્વયં સુખ ભોગવવા સમઁર્થ નથી ત્યાં સુધી સુખને માણવા તેને શરીર અને મનની જરૂર પડે છે. આ શરીર સડન-પડનના Page #150 -------------------------------------------------------------------------- ________________ તમોત્યુ સૂત્ર ૧૨૩ સ્વભાવવાળું છે તેના રૂંવાટે રૂંવાટે રોગો ભરેલા છે. ક્યારે કયો રોગ ટપકી પડે ખબર પડતી નથી. સિદ્ધના જીવોને સુખ માણવા શરીર કે મનની ક્યારેય જરૂર પડતી નથી. અનંત શક્તિના સ્વામી તેઓ કોઈની સહાય વિના સદા અનંતા આનંદને માણી રહ્યા છે. શરીર આદિના સંગ વિનાના હોવાથી જ સિદ્ધના જીવો અરુજ એટલે કે, રોગ વિનાના હોય છે. આથી જ સિદ્ધિગતિ પણ અરુજ કહેવાય છે. देह मनोवृत्तिभ्यां भवति शारीर मानसेदुःखे । तदभावे तदभावं सिद्धं सिद्धस्य सिद्धी सुखं ।। - પ્રશમરતિ અરુજ – કોઈ સ્થાન જો સુખદાયક હોય તો ત્યાં રહેવા મળ્યા પછી ત્યાંથી કોઈને ખસવાનું મન નથી થતું. પરંતુ સંસારમાં એવું કોઈ સ્થાન જ નથી જ્યાં સદા માટે સ્થિર થઈ શકાય. કોઈ પણ સ્થાનથી મન હોય કે ન હોય ખસવું જ પડે છે. બાહ્ય રીતે પણ ખસવું પડે છે અને અંતરંગ ભાવોમાં પણ સ્થિર રહી શકાતું નથી મનના ભાવો પણ સતત ફરતા રહે છે. સિદ્ધિગતિ એક જ એવું સ્થાન છે જ્યાં સુખનો પાર નથી અપાર આનંદ છે અને વળી આ સ્થાનથી બાહ્ય કે અંતરંગ રીતે ક્યારેય ખસવાનું નથી. માટે જ સિદ્ધિગતિને અચલ કહેવાય છે. અનંત - અનાદિકાળથી પ્રવર્તતા સંસારના સુખદ કે દુઃખદ સર્વ ભાવો અંતવાળા છે, જ્યારે સિદ્ધિગતિને પામેલા સર્વ આત્માઓના જ્ઞાનાદિ ગુણો અનંત છે, તેમને પ્રાપ્ત થયેલ અવ્યાબાધ સુખ અનંત છે અને તેમને અનંતકાળ સુધી ત્યાં જ રહેવાનું છે, માટે સિદ્ધિગતિ અનંત છે. અર્થાત્ આ ગતિનો ક્યારેય અંત નથી. અક્ષય - સંસારનાં દેવી સુખો પણ ક્ષય પામવાવાળાં-નાશવંત છે. સદાસ્થાયી નથી, પરંતુ સિદ્ધિગતિ એ આત્માની શુદ્ધ અવસ્થાસ્વરૂપ છે. સ્વભાવભૂત આ અવસ્થાની પ્રાપ્તિ થયા પછી તેનો કોઈ રીતે ક્ષય થતો નથી, માટે તે અક્ષય છે. અહીં સ્થિતિનો નાશ નથી. અવ્યાબાધ - શરીર અને કર્મ સાથે આત્મા જ્યાં સુધી જોડાયેલો છે, ત્યાં સુધી કર્મના કારણે શારીરિક અને માનસિક અનેક પ્રકારની પીડાઓ સતત થતી રહે છે, પરંતુ સિદ્ધિગતિમાં પીડા કરનાર શરીર, મન કે કર્મ કશું જ નથી, માત્ર અમૂર્ત આત્મા છે. અમૂર્તપણું હોવાથી જ ત્યાં કોઈ બાધા હોતી નથી. Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ સૂત્રસંવેદના-૨ અપુનરાવૃત્તિ - સંસારમાં તેનાં તે સ્થાનોમાં પુનઃ પુનઃ જીવ પરિભ્રમણ કર્યા કરે છે. મોક્ષમાં ગયેલા જીવોને પુનઃ સંસારમાં આવવાનું નથી, પુનઃ જન્મ લેવાનો નથી, ત્યાં જ અનંત અનંતકાળ સુધી સ્વગુણમાં જ રમણતા કરવાની છે. માટે સિદ્ધિગતિ અપુનરાવૃત્તિ ગુણયુક્ત છે. આવા સિદ્ધિગતિ નામના સ્થાનને પરમાત્માએ પ્રાપ્ત કરેલ છે. આ પદો બોલતાં દુઃખભર્યા સંસારથી તદ્દન વિરોધી મહાસુખના સ્થાનભૂત મોક્ષ અને ત્યાં રહેલા મહાસુખમાં મહાલતા પરમાત્માને નજર સમક્ષ લાવી તેમને પ્રણામ કરતાં પ્રાર્થના કરીએ કે - “હે નાથ ! આપને કરેલો આ નમસ્કાર અમોને શીધ્ર આવા ગુણોના સ્થાનભૂત સિદ્ધિગતિને પ્રાપ્ત કરાવો. !” નમો નિVIN નિમિયા - ભયોને જેમણે જીત્યા છે, તેવા જિનોને મારો નમસ્કાર થાઓ. જન્મ-મરણ અને સંયોગ-વિયોગથી સર્જાયેલા આ સંસારમાં કોઈ સ્થાન એવું નથી, કે જ્યાં ભય ન હોય ! દેવલોકમાં જન્મ થયો અને મહાસુખની પ્રાપ્તિ થઈ ત્યાં પણ મૃત્યુનો ભય હોય છે. સારામાં સારી વ્યક્તિનો સંયોગ થયો, ખૂબ આનંદ થયો; પરંતુ ત્યાં પણ વિયોગનું દુઃખ તો નિશ્ચિત હોય છે. સંસારમાં ચોમેર દૃષ્ટિપાત કરીએ તો જણાય કે – સંસાર આખો ભયથી ભરેલો છે, કોઈ સ્થાન એવું નથી, જ્યાં સાત ભયોમાંનો એક પણ ભય ન હોય. ભગવાને આ સારાય સંસારને અલવિદા આપી પરમ આનંદદાયક મોક્ષને પ્રાપ્ત કર્યો છે, તેથી હવે તેમને મરણનો, વિયોગનો કે અન્ય કોઈ પણ પ્રકારનો ભય નથી, કેમ કે, ભયનું મૂળ કારણ છે કર્મસંયોગવાળો સંસાર, અને ભગવાન તેનાથી જ મુક્ત થયા છે, આથી તેઓ ભયમુક્ત છે. વળી, રાગ-દ્વેષને જીતેલા હોવાથી તે જિન છે. રાગાદિના વિજેતા અને ભયમુક્ત ભગવાનને મારો નમસ્કાર થાઓ. આ પદ બોલતાં સાધક વિચારે કે, આ સંસારમાં રહેલા લગભગ સર્વે જીવો ભયથી વિહવળ થઈને આમતેમ ભટકે છે એક સારા પ્રભુ જ સર્વથા ભયથી મુક્ત હોઈ સ્વસ્થ અને સ્થિર છે. અભયભાવમાં રહેલા છે Page #152 -------------------------------------------------------------------------- ________________ તમોત્થ ણં સૂત્ર નાથ ! હું આપને ભાવથી પ્રણામ કરી, આ ભયોથી મનને મુક્ત કરી નિર્ભય બનાવવાની સહૃદય પ્રાર્થના કરું છું.” ૧૨૫ આવા ભાવપૂર્વક કરેલો નમસ્કાર; સાધક આત્માને તત્કાળ ભયમાંથી ઉગારી નિર્ભય, સ્વસ્થ અને શાંત બનાવે છે, આથી જ જ્યારે કોઈ આપત્તિ આવે ત્યારે ખાસ આ પદનો જાપ કરવામાં આવે છે. ભાવપૂર્વકનો આ જાપ ભય પ્રાપ્ત કરાવનાર પાપકર્મનો નાશ કરાવી નિર્ભયતાના કારણભૂત પુણ્યકર્મના ઉદયમાં સહાયક બને છે. આ સૂત્રનું પ્રથમ પદ ‘નમોઽત્યુ ણં’તેમાં નમો શબ્દ મૂકેલો અને અહીં પણ નમો શબ્દ મૂક્યો છે, તેનું પ્રયોજન એ છે કે, - આદિથી અંત સુધીનાં સર્વ પદોમાં ‘નમો' શબ્દનું જોડાણ કરવાનું છે, તેમ જણાવવું છે. તેત્રીસ વિશેષણો દ્વારા ભાવ અરિહંતોને નમસ્કાર કર્યો, હવે તે અરિહંતો પ્રત્યેની વિશેષ ભક્તિના કારણે, તેમની વિશેષ ઉપસ્થિતિ માટે હવે ત્રણે કાળના સર્વ દ્રવ્ય તીર્થંકરોને નમસ્કાર કરતાં કહે છે. जे अ अइया सिद्धा, जे अ भविस्संति णागए काले । સંપફ અ વટ્ટમાળા, સન્થે તિવિદેળ વામિ ।। - જે (અરિહંતો) वंद्रामि ભૂતકાળમાં સિદ્ધ થયા છે, જેઓ ભવિષ્યકાળમાં સિદ્ધ થશે અને વર્તમાનકાળમાં જેઓ (દ્રવ્યઅરિહંતરૂપે) વિદ્યમાન છે, તે સર્વે અરિહંતોને હું ત્રિવિધથી વંદન કરું છું. આજ સધીના અનંતા ભૂતકાળમાં અનંતા અરિહંત ભગવંતો થયા છે. ભવિષ્યકાળ પણ અનંતો છે અને તેમાં પણ અનંતા અરિહંતો થવાના છે. તે અરિહંતોની પૂર્વાપર અવસ્થારૂપ દ્રવ્ય અરિહંતો છે. આ ગાથા દ્વારા ત્રણે કાળના દ્રવ્ય અરિહંતોને ત્રિવિધે નમસ્કાર કરવાના છે. જિજ્ઞાસા : અહીં દ્રવ્યજીન તરીકે ભૂતકાળમાં થયેલા અને ભવિષ્યમાં થનારા જિનોને ગ્રહણ કરવા યોગ્ય છે; પરંતુ વર્તમાન કાળમાં વિચરતા દ્રવ્ય જિન તરીકે કોને લેવાનાં ? તૃપ્તિ : ધર્મ સંગ્રહની વૃત્તિમાં આ ગાથાનો અર્થ કરતાં જણાવ્યું છે કે, “અતીતકાળે જે સિદ્ધ થયા છે (વર્તમાનમાં અન્ય ગતિમાં રહેલા) જે ભવિષ્યમાં સિદ્ધ થશે અને વર્તમાનમાં જન્મેલા છતાં જે છદ્મસ્થપણે વિચરે છે, તે ત્રણે Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ સૂત્રસંવેદના-૨ કાળના દ્રવ્યજિનને હું ત્રિવિધ યોગથી વંદન કરું છું” આના ઉપરથી નક્કી થાય છે કે, અહીં ભવિષ્યના દ્રવ્ય જિન તરીકે અંતિમ ભાવ સિવાયના ભાવમાં રહેલા અરિહંત લેવાના છે અને વર્તમાનમાં વિહરતાનો અર્થ અંતિમ ભવમાં જન્મેલા અને જ્યાં સુધી કેવળજ્ઞાન નથી થતું ત્યાં સુધી સ્થપણે રહેલ દ્રવ્ય જિનને વર્તમાનમાં વિચરતાં દ્રવ્ય અરિહંત તરીકે ગ્રહણ કરવાના છે. આજ સુધીના ભૂતકાળમાં અનંતી ઉત્સર્પિણી અને અવસર્પિણી થઈ છે. તે સર્વ ઉત્સર્પિણી-અવસર્પિણીમાં ભરત-ઐરાવતમાં અનંતીવાર ર૪-૨૪ તીર્થકરો અને મહાવિદેહમાં અનંતા તીર્થકરો થયા છે. ભૂતકાળ જેમ અનંતો છે, તેમ ભવિષ્યકાળ પણ અનંતો છે, તેનો કોઈ છેડો નથી. ભૂતકાળની જેમ અનંત ભવિષ્યમાં અનંતા તીર્થકરો હજુ થવાના છે. વર્તમાનમાં પણ પાંચેય મહાવિદેહમાં હજારો તીર્થકરના આત્માઓ જન્મી ચૂક્યા છે અને દ્રવ્ય જિન તરીકે અનેક અવસ્થાઓમાં તેઓ વિદ્યમાન છે. તે દ્રવ્યજિનોને આ પદ દ્વારા સ્મૃતિમાં લાવવાના છે. આ પદ બોલતાં વિતી ગયેલો લાંબો ભૂતકાળ અને થનારો અનંતો ભવિષ્યકાળ અને વર્તમાનકાળ, ત્રણેને ઉપસ્થિત કરી તે તે કાળે થયેલા ને થતા થનારા; ભલે કદથી, વયથી ભિન્ન છતાં સત્તા સ્વરૂપે) ગુણસંપત્તિથી સમાન એવા અનંતા અરિહંતોને નજર સમક્ષ લાવી, તેમના ગુણથી મનને ઉપરંજિત કરી, વાણીથી આ શબ્દો બોલી અને કાયાથી બે હાથ જોડી, મસ્તક નમાવી નમસ્કાર કરતા વિચારવું કે, “હે અરિહંત પરમાત્મા ! આપના નેતા ગુણોનું જ્ઞાન મેળવવાની મારી કોઈ શક્તિ નથી પણ મારી અલ્પમતિથી આ સૂત્ર દ્વારા આપના ગુણોનો મને કાંઈક પરિચય થયો છે. આપની તે ગુણસંપત્તિને હું ભાવથી નમન કરું છું.” આ રીતે ઉપકારીને નમસ્કાર કરીને જ જીવ મોક્ષમાં જવા માટેની યોગ્યતા સંપાદન કરી શકે છે. ત્રણે કાળના દ્રવ્ય જિનોના વંદનની આ ગાથા પહેલાં જુદી હતી, એટલે કે આ સૂત્ર સાથે જોડાયેલી નહોતી. ત્યારપછીના ગીતર્થ ગુરુભગવંતોને યોગ્ય લાગતા અહીં જોડી હોય તેમ લાગે છે. Page #154 -------------------------------------------------------------------------- ________________ જાવંતિ ચેઈયાઈ સૂત્ર સૂત્ર પરિચય : આ સૂત્રમાં સર્વ ચૈત્યોને વંદના કરવામાં આવેલ છે, તેથી તેનું બીજું નામ સવ્ય ચેઈયવંદણ સૂત્ર' છે. • ચૈત્યવંદનના પ્રારંભમાં “જે કિચિ” સૂત્ર બોલી તારક સર્વ તીર્થ અને તીર્થમાં રહેલાં જિનબિંબોને વંદના કરવામાં આવે છે. ત્યાર પછી પરમાત્માના સભૂત ગુણોના ઉત્કીર્તન માટે નમોડયૂણે સૂત્ર બોલાય છે. તેનાથી ભગવાન પ્રત્યેનો અહોભાવ અત્યંત વધતાં પરમાત્માનાં સર્વ ચૈત્યોને વંદના કરવાની અભિલાષા જાગૃત થાય છે. આ ભાવનાને સંતોષવા સાધક ચૈત્યવંદનમાં નમોકલ્યુર્ણ સૂત્ર બોલ્યા પછી આ સૂત્ર બોલી સર્વ ચૈત્યોને વંદન કરે છે.) આ સૂત્ર શ્રાદ્ધપ્રતિક્રમણ (વંદિત સૂત્રોમાં પણ ૪૪મી ગાથાસ્વરૂપ છે. મૂળ સૂત્ર : जावंति चेइयाई, उड्डे अ अहे अ तिरिअलोए अ । सव्वाइं ताई वंदे, इह संतो तत्थ संताई ।।१।। પદ-૪: સંપદા-૪: અક્ષર-૩૫ Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ સૂત્રસંવેદના-૨ અન્વય સહિત સંસ્કૃત છાયા અને શબ્દાર્થ : उड्डे अ अहे अतिरिअलोए अ जावंति चेहयाई । ऊर्ध्वं चाधश्च तिर्यग्लोके च यावन्ति चैत्यानि । ઉર્ધ્વલોકમાં, અધોલોકમાં અને તિર્જીલોકમાં જેટલાં ચૈત્યો છે, इह संतो (अहं) तत्थ संताई ताई सव्वाइं वंदे । इह सन् (अहं) तत्र सन्ति तानि सर्वाणि वन्दे । . અહીં રહેલો હું ત્યાં રહેલાં તે સર્વને વંદન કરું છું. વિશેષાર્થ : નાવંતિ રેફવું, ૩ ૩ અરે ય તિરિત્રઉદ્ગલોકમાં, અધોલોકમાં અને તિસ્કૃલોકમાં જેટલાં ચૈત્યો' છે. ઉર્વલોકમાં - સમભૂલા પૃથ્વીથી ૯00 યોજન ઉપર ગયા પછીના ભાગને ઉદ્ગલોક કહેવાય છે. તેમાં મેરુપર્વતના વનોમાં જે ચૈત્યો છે તથા વૈમાનિક દેવોના આવાસોમાં જે જિનચૈત્યો છે, તે ઉદ્ગલોકનાં ચૈત્યો કહેવાય છે. અધોલોકમાં - સમભૂલા પૃથ્વીથી ૯૦૦ યોજનથી નીચેના ભાગને અધોલોક કહેવાય છે. અધોલોકમાં ભવનપતિદેવોના આવાસોમાં તથા મહાવિદેહક્ષેત્રના અધોગ્રામમાં જે જે જિનચૈત્યો છે, તેને અધોલોકનાં ચૈત્યો કહેવાય છે. તિર્જીલોકમાં - ઉદ્ગલોક અને અધોલોકની વચમાં રહેલા ભાગને તિર્થાલોક કહેવાય છે. તિર્જીલોકમાં જે દ્વીપો, સમુદ્રો, પર્વતો, દ્રહો, નદીઓ, વૃક્ષો, વનો, કુંડો આદિ છે, ત્યાં જેટલાં જિનચૈત્યો છે, તેને તિષ્ણુલોકનાં ચૈત્યો કહેવાય છે. 1. – વિનોવિં ચં નિનસમાત ચૈત્ય શબ્દનો અર્થ જિનમંદિર, જિનપ્રતિમા અને જિનરાજની સભાનું ચોતરાયુક્ત વૃક્ષ થાય છે. Page #156 -------------------------------------------------------------------------- ________________ જાવંતિ ચેથાઈં સૂત્ર ૧૨૯ સંધ્યારૂં તારું વળે, રૂદ સંતો તત્વ સંતાડું - અહીં રહેલો (હું) ત્યાં રહેલાં તે સર્વ ચૈત્યને વંદન કરું છું. તે સર્વ ચૈત્યને હું અહીંથી વંદના કરું છું,’ આમ કહેવાનું કારણ એ છે કે, સર્વ ચૈત્યોને વંદના કરવાની ઈચ્છા તો છે, પરંતુ પોતાની શક્તિ એટલી નથી કે, તે તે સ્થળે જઈ સદેહે વંદના કરી શકે, તેથી જ ત્રણે લોકમાં રહેલાં સર્વ ચૈત્યોને સ્મૃતિપટપર લાવી, “પરમાત્માની ગેરહાજરીમાં આ ચૈત્યો જ મારા ભવનિસ્તારનું કારણ છે, મારા શુભભાવો પેદા કરવાનું પ્રબળ નિમિત્ત છે, આ ચૈત્યનાં દર્શન દ્વારા જ મારા આત્માનાં દર્શન કરી હું મારા આત્માનું કાંઈક હિત કરી શકીશ. માટે પરમ ઉપકારી આ ચૈત્યોને, અહીં રહીને પણ હું વંદના કરી મારા આત્માને કૃતાર્થ કરું.” આવા ભાવ સાથે, આવી શુભ સંવેદનાપૂર્વક આ સૂત્ર બોલવામાં આવે તો આત્મા કોઈક વિશિષ્ટ ભાવોને પ્રાપ્ત કરી, મહાન કર્મનિર્જરા કરી શકે છે. શ્રી ઠાણાંગસૂત્રની ટીકામાં લખ્યું છે કે - મત્તી નિવેરા રિવત્તિ પુત્રસંસિયા મા | શ્રી જિનેશ્વર ભગવંતની ભક્તિથી ભૂતકાળના અનેક જન્મોમાં બાંધેલાં કર્મો નાશ પામે છે. એ જ કારણે, કર્મનિર્જરાના વિશેષ ઉપાયરૂપ વિરતિ સ્વીકારવામાં અસમર્થ એવાં દેવતાઓ ભગવદ્ભક્તિના માધ્યમથી ઘણાં કર્મોની નિર્જરા સાધે છે. એમને માટે એ પરમાત્મભક્તિ સૌથી સરળ અને સહેલું કર્મક્ષયનું સાધન છે. આ સૂત્ર બોલતાં સાધક વિચારે કે, “આ સર્વ ચૈત્યોને સદેહે વંદના કરવાની તો મારી શક્તિ નથી, તો પણ મહાપુરુષોથી રચિત આ સૂત્રના સહારે હું સર્વ ચૈત્યોને સ્મામાં લાવું. ભાવથી તેમને નમસ્કાર કર્યું અને મારા ભવનો વિસ્તાર કરું.” Page #157 -------------------------------------------------------------------------- ________________ જાવંત કે વિ સાહુ સૂત્ર સૂત્ર પરિચય : આ સૂત્રમાં ભરત, ઐરાવત અને મહાવિદેહ ક્ષેત્રમાં રહેલા, ત્રણ દંડથી વિરામ પામેલા, સર્વ સાધુ ભગવંતોને વંદના કરવામાં આવી છે. તેથી તેનું બીજું નામ “સવ્વસાહુવંદણ' સૂત્ર છે. આ સૂત્રનો ઉપયોગ મુખ્યપણે ચૈત્યવંદનની ક્રિયામાં અને વંદિત્તાસૂત્રની ૪૫મી ગાથા તરીકે થાય છે. ચૈત્યવંદનની ક્રિયામાં વિશેષ પ્રકારે અરિહંતના ગુણોની સ્તવનાસ્વરૂપ નમોડયૂણે સૂત્ર બોલ્યા પછી પ્રણિધાનમુદ્રામાં આ સૂત્ર બોલવામાં આવે છે. પરમાત્માની ભાવભક્તિ કરવાનું કાર્ય અતિકપરું છે. મુનિભગવંતો પ્રભુની પ્રતિપત્તિ પૂજા કરી આ કપરું કાર્ય કરી રહ્યા છે આ સૂત્રો દ્વારા સાધક પોતાનામાં ભાવભક્તિ કરવાનું પ્રતિપત્તિ પૂજા કરવાનું સામર્થ્ય પેદા થાય તે માટે ભાવભક્તિ કરી રહેલા સર્વ સાધુઓને વંદન કરે છે. સાધુભગવંતો પણ શ્રેષ્ઠ કોટિના સર્વ સાધુભગવંતોને નજર સમક્ષ લાવી તેમના જેવી શ્રેષ્ઠ નિષ્કષાયભાવની ભક્તિ પોતાનામાં પણ પ્રગટે એવા ભાવ સાથે વંદના કરે છે. ભાવપૂર્વક આ સૂત્ર બોલવાથી સાધકમાં સમ્યગુ ચૈત્યવંદન કરવાનું મહાસામર્થ પ્રગટે છે. દરેક ક્રિયાઓમાં ભગવાનની આજ્ઞાનું પ્રાધાન્ય આપવાની વૃત્તિ વધતી જાય છે અને મુનિભાવ પ્રત્યેની પૂજ્યબુદ્ધિથી પોતાના પણ મુનિપણાનાં પ્રતિબંધક કર્મો શિથિલ થાય છે, ભક્તિનું તત્કાળ અપેક્ષિત ફળ આ જ છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ મૂળ સૂત્ર ઃ જાવંત કે વિ સાહૂ સૂત્ર ખાવંત. જે વિસાદૂ, મરદેરવવ-મહાવિવેદે ગ । सव्वेसिं तेसिं पणओ, तिविहेण तिदंड - विरयाणं ।। ૫૪-૪ : સંપદા-૪ : અક્ષર-૩૮ અન્વય સહિત સંસ્કૃત છાયા અને શબ્દાર્થ : भररवय-महाविदेहे अ जावंत के वि साहू । भरतैरवत - महाविदेहे च यावन्तः केऽपि साधवः । ભરત, ઐરવત અને મહાવિદેહક્ષેત્રમાં જે કોઈ સાધુભગવંતો છે, तिदंड - विरयाणं तेसिं सव्वेसिं तिविहेण पणओ || त्रिदण्ड- विरतेभ्यः तेभ्यः सर्वेभ्यः त्रिविधेन प्रणतः ।। ત્રણ દંડથી વિરામ પામેલા, તે સર્વ (સાધુભગવંતો)ને, (મન, વચન અને કાયા : એમ) ત્રણ પ્રકાર(ના યોગ)થી હું નમેલો છું. અર્થાત્ હું નમસ્કાર કરૂં છું. વિશેષાર્થ : जावंत के वि साहू, भरहेरवय - महाविदेहे अ ઐ૨વતક્ષેત્ર અને મહાવિદેહક્ષેત્રમાં જે કોઈપણ સાધુ ભગવંતો છે. ૧૩૧ - ભરતક્ષેત્ર, ૪૫ લાખ યોજન પ્રમાણ મનુષ્યલોક છે. તેમાં ભરત, ઐરવત અને મહાવિદેહક્ષેત્રરૂપ ૧૫ કર્મભૂમિઓ છે. આ કર્મભૂમિમાં જન્મેલા મનુષ્યને જ સાધુપણાને યોગ્ય પરિણામો થઈ શકે છે. કર્મભૂમિ સિવાય અન્ય સ્થળે જન્મેલા માટે આવાં પરિણામ શક્ય નથી. તેથી કહે છે - ભરત, ઐરવત અને મહાવિદેહક્ષેત્રમાં જે કોઈપણ સાધુ ભગવંતો છે. 1. અઢી દ્વીપ અને બે સમુદ્ર પ્રમાણ મનુષ્યક્ષેત્ર છે. આ અઢી દ્વીપમાં સૌથી મધ્યમાં ૧ લાખ યોજન પ્રમાણ જંબૂદ્વીપ છે. તેને ફરતો ૨ લાખ યોજન પ્રમાણ લવણસમુદ્ર છે. તેને ફરતો ૪ લાખ યોજન પ્રમાણ ધાતકીખંડ છે. તેને ફરતો ૮ લાખ યોજન પ્રમાણ કાલોદધિસમુદ્ર છે અને તેને ફરતો ૧૬ લાખ યોજન પ્રમાણ પુષ્કરાવર્ત નામનો દ્વીપ છે કે, જે દ્વીપની બરાબર મધ્યમાં માનુષોત્તર પર્વત સુધી જ મનુષ્યોની વસ્તી છે. એટલે તે દ્વીપ અર્ધો ગણાય છે. તેની બહાર કોઈપણ મનુષ્યના જન્મ કે મરણ થતાં નથી. આમ Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ अ - (૬) - પણ અહીં “ચ” શબ્દ “અપિ” (પણ) અર્થમાં છે. તેનાથી એ કહેવું છે કે, કર્મભૂમિમાં રહેલા સાધુ ભગવંતોને તો વંદના છે જ, પરંતુ દેવે કરેલા સંહરણ આદિથી અકર્મભૂમિમાં કોઈ સાધુ ભગવંત લઈ જવાયા હોય કે, નંદીશ્વરાદિ તીર્થની યાત્રાર્થે જે કોઈ જંઘાચરણ, વિદ્યાચરણ આદિ લબ્ધિસંપન્ન મુનિઓ ગયા હોય તેઓને પણ વંદના કરવામાં આવી છે. આવા પ્રયોગ દ્વારા શાસ્ત્રકારની સાધુ માત્રને વંદન કરવાની ભાવના વ્યક્ત થાય છે. સૂત્રસંવેદના-૨ સન્થેસિં તેમિ પળો, તિવિદેખ ત્તિવંડ-વિયાળું - ત્રણ દંડથી વિરામ પામેલા તે સર્વને ત્રણ યોગથી હું નમેલો છું. આત્માને જે દંડે - દુઃખી કરે, તેને દંડ કહેવાય છે. પાપ પ્રવૃત્તિમાં પ્રવર્તતાં મન, વચન અને કાયાના યોગો આત્માને અશુભ કર્મનો બંધ કરાવી, દુર્ગતિઓમાં ભટકાવી દુઃખી કરે છે, માટે તેને દંડ કહેવાય છે. મન, વચન અને કાયારૂપ આ ત્રણ શક્તિઓ જીવને મળે છે. જ્ઞાનીપુરુષો આ ત્રણ શક્તિઓનો સાધના ક્ષેત્રમાં સદુપયોગ કરી આત્માના અનંત આનંદને હાંસલ કરે છે અને અજ્ઞાની જીવો કાલ્પનિક સુખોની પાછળ, ઈન્દ્રિયોને સંતોષવાની પાછળ અને આત્માથી ભિન્ન એવા શરીર આદિને શણગારવાની પાછળ આ શક્તિનો દુરુપયોગ કરી, આ જ શક્તિ દ્વારા દુરંત સંસાર ઊભો કરે છે. આ રીતે મહાન પુણ્યોદયે પ્રાપ્ત થયેલા આ યોગોને સંસારીઓ દંડસ્વરૂપ બનાવે છે. જંબુદ્રીપની એક બાજુ (૨+૪+૮+૮) કુલ ૨૨ લાખ યોજન પ્રમાણ ક્ષેત્રમાં મનુષ્યની ઉત્પત્તિ થાય છે અને બીજી બાજુ પણ ૨૨ લાખ યોજન પ્રમાણ ક્ષેત્રોમાં મનુષ્યો હોય છે. તેથી જંબુદ્રીપ સહિત (૧+૨૨+૨૨) કુલ-૪૫ લાખ યોજન પ્રમાણ મનુષ્યલોક છે. આ અઢી દ્વીપમાં ૧૫ કર્મભૂમિ, ૩૦ અકર્મભૂમિ અને ૫૬ અંતર્લીપો આવેલા છે. ૩૦ અકર્મભૂમિ અને ૫૬ અંતર્દીપોમાં યુગલિક મનુષ્યો ઉત્પન્ન થાય છે, જેઓ સાધુપણું પ્રાપ્ત કરી શકતા નથી. ૧૫ કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલા મનુષ્યો જ આ સાધુપણાને પ્રાપ્ત કરી શકે છે. આ ૧૫ કર્મભૂમિઓ નીચે પ્રમાણે છે – જંબુદ્રીપમાં ૧ ભરત ૧ ઐરવત અને ૧ મહાવિદેહ ધાતકીખંડમા ૨ ભરત ૨ ઐરવત અને ૨ મહાવિદેહ અર્ધપુષ્કરવ૨દ્વીપમાં ૨ ભરત ૨ ઐરવત અને ૨ મહાવિદેહ ૫ ભરત +૫ ઐવત + ૫ મહાવિદેહ = ૧૫ કર્મભૂમિ કુલ + + Page #160 -------------------------------------------------------------------------- ________________ જાવંત કે વિ સાહૂ સૂત્ર ૧૩૩ જ્યારે જ્ઞાની પુરુષો આ સંસાર અને સંસારનાં સુખો પ્રત્યે સદા ઉદાસીન રહે છે. તેઓ સમજે છે કે - મન, વચન અને કાયાને સ્વેચ્છાએ પ્રવર્તાવવાથી પાછું મારે જ દંડવું પડશે. તેથી તેઓ સ્વેચ્છાએ પ્રવર્તતાં મન, વચન, કાયાને અટકાવીને પરમ કલ્યાણકારી સુખનો સાચો રાહ બતાવનારા પરમાત્માના વચન અનુસાર મન, વચન, કાયાને પ્રવર્તાવે છે. પરમાત્માનાં વચનોને સમજવા શાસ્ત્રનો અભ્યાસ કરે છે. શાસ્ત્રની પૂરી જાણકારી પોતાને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ગીતાર્થ ગુરુભગવંતોને આધીન થઈને જીવે છે. અર્થાતુ તેમની નિશ્રામાં વિચરે છે. કેમકે, તેઓ જાણે છે કે, ભગવાનના વચનથી વિરુદ્ધ લેશ પણ પ્રવૃત્તિ થશે તો ચોક્કસ કર્મબંધ થશે અને કર્મને ભોગવતાં પાછું દુઃખ ભોગવવું પડશે. આથી જ સંસારથી અત્યંત ભયભીત થયેલા મુનિ ભગવંતો જ્યાં સુધી સ્વયં ગીતાર્થ ન બને ત્યાં સુધી શાસ્ત્રજ્ઞ પુરુષના શરણે રહે છે. તેમનાં વચન અનુસાર સમિતિ-ગુપ્તિમાં પ્રયત્ન કરે છે, શરીરના ધર્મો પણ અનાસક્ત ભાવે બજાવે છે. આવા મુનિ ભગવંતો ત્રણ દંડથી વિરામ પામેલા કહેવાય છે. આ સૂત્ર બોલતાં; ત્રણ દંડથી વિરામ પામેલા, ભગવાનના વચન અનુસાર જીવન જીવનારા મુનિ ભગવંતને નજર સમક્ષ લાવી – ગુણવાન ગુરુભગવંતો પ્રત્યે પૂજ્ય ભાવ રાખી, આવા ગુરુભગવંતોને હું નમું છું; તેવાં વચનો ઉચ્ચારી અને કાયાને નમન યોગ્ય મુદ્રામાં સ્થિર કરી હું આ સાધુભગવંતોને નમસ્કાર કરું છું, તેવો ભાવ વ્યક્ત કરવાનો છે. આ રીતે ભાવપૂર્વક મુનિને નમસ્કાર કરવાથી, મુનિ પ્રત્યે પૂજ્યભાવ વધુ ઉલ્લસિત થાય છે, જેના દ્વારા નમસ્કાર કરનારના સંયમ બાધક કર્મોનો વિનાશ થાય છે, સાધુપણા માટેનું સત્ત્વ ખીલે છે, અને તેથી મોક્ષમાર્ગ ગમન વધુ વેગીલું બને છે. જિજ્ઞાસા ? અરિહંતની વંદનાસ્વરૂપ ચૈત્યવંદનમાં સાધુભગવંતોને વંદના માટેનું આ સૂત્ર બોલવું યોગ્ય છે ? તૃપ્તિ : સાધકને અરિહંતની શ્રેષ્ઠ કોટિની વંદના કરવાની તીવ્ર ભાવના છે, પણ ઉત્તમ સામગ્રીથી કે સુંદર શબ્દોથી પરમાત્માની સ્તવના કરનાર સાધકનું એવું સત્ત્વ નથી કે, પોતે પરમાત્માની આજ્ઞાનું તેમના એકેક વચનનું Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ સૂત્રસંવેદના-૨ પૂર્ણ પાલન કરવા સ્વરૂપ ભગવાનની શ્રેષ્ઠ કોટિની પ્રતિપત્તિપૂજા કરી શકે. આ પૂજાનું સામર્થ્ય પોતાનામાં આવે તેટલા માટે જ ભગવાનની સ્તવના કરતાં, જે મુનિભગવંતો આવી શ્રેષ્ઠ કોટીની ભગવાનની પૂજા કરી રહ્યા છે, તે મુનિભગવંતોને સ્મૃતિપથમાં લાવી શ્રેષ્ઠ કોટિની પ્રતિપત્તિપૂજાના અભિલાષ-પૂર્વક તેમને વંદના કરે છે. આમ ચૈત્યવંદનમાં મુનિભગવંતોને વંદના કરવી તે પણ યોગ્ય લાગે છે. આ સૂત્ર બોલી ભગવાનની આજ્ઞા અનુસાર પ્રવૃત્તિ કરનારી સર્વ સાધુ ભગવંતોને વંદના કરી સાધક વિચારે છે - ધન્ય છે આ મુનિ ભગવંતોને, જે પૂર્ણપણે ભગવાનની આજ્ઞા અનુસાર જીવન જીવે છે. તેથી આજ્ઞાપાલનpય શ્રેષ્ઠ ભક્તિ તો તેઓ જ કરે છે, હું તો માત્ર દ્રવ્યથી જ ભગવાનની ભક્તિ કરું છું, પરંતુ આ મુનિ ભગવંતોને વંદના કરતાં મારામાં યક્ષ એવી શક્તિ આવે. મારું એવું સજ્જ ખીલે કે, હું ય સ્માત્માની પ્રતિત્તિપૂજા કરી, કર્મ અપાવી સંસારસાગનો પાર પામી શકું !” 2. પ્રતિપત્તિ પૂજાની વિશેષ સમજણ માટે ‘ભૂમિકા' જુઓ. Page #162 -------------------------------------------------------------------------- ________________ ઉવસગ્ગહર સૂત્ર સૂત્ર પરિચય : ઉપસર્ગોને હરનારું આ એક અતિ મહિમાવંત સૂત્ર છે. જૈન શાસ્ત્રોની પ્રથા પ્રમાણે પ્રાકૃત ભાષામાં ઘણા શ્લોકથી બનેલા મંત્રતુલ્ય સૂત્રોને “સ્તોત્ર' કહેવાય છે. તેમ આ સૂત્ર પણ એક સ્તોત્ર છે. આ વિષમકાળમાં ધર્મમાર્ગ અનેક વિદ્ધ અને ઉપસર્ગવાળો હોય છે. તે વખતે આર્તધ્યાનાદિ અશુભ ધ્યાનનું નિવારણ કરવા માટે અને ધર્મમાર્ગને નિષ્કટક બનાવવા માટે આ સ્તોત્રનું સ્મરણ-જાપ-ધ્યાનાદિ અમોઘ નિવડે છે. એવા અનેક મહાપુરુષોનો અનુભવ હોવાથી “ઉવસગ્ગહર' = “ઉપસર્ગોને હરનારું એવું તેનું નામ “યથા નામ તથા ' એ ઉક્તિ મુજબ સાર્થક થયેલું છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનની પુણ્ય પ્રકૃતિ વિશિષ્ટ છે. ગઈ ઉત્સર્પિણીમાં જ્યારે શ્રી દામોદર તીર્થકરના વચનથી અષાઢી શ્રાવકે પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા ભરાવી ત્યારથી તેમની પૂજા-ભક્તિ ચાલી આવે છે, વળી, તેમના અધિષ્ઠાયક દેવો આજે પણ જાગૃત છે. આ દરેક કારણોને લક્ષ્યમાં લઈને આ સ્તોત્રમાં વિશેષ પ્રકારથી શ્રી પાર્શ્વનાથ ભગવાનની અને તેમની સાથે સાથે તેમના પ્રત્યે અનન્ય ભક્તિભાવવાળા શ્રીધરણેન્દ્ર અને પદ્માવતીદેવીની ભક્તિ-સ્મૃતિ કરાઈ છે. ભક્તિરસને વહન કરતાં આ સ્તોત્ર દ્વારા શ્રદ્ધાસંપન્ન સાધક આધ્યાત્મિક અને 1. તો તુ યજ્ઞોમાનં - પંચાશક પાયમાલાલ શો - ચૈત્યવંદન મહાભાષ્ય Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ સૂત્રસંવેદના-૨ ભૌતિક આપત્તિઓને ટાળી, પ્રભુ સાથે નકય સાધી શકે છે અને તે દ્વારા આત્મિક ઉન્નતિના શિખરો સર કરતો તે સિદ્ધિ ગતિ સુધી પહોંચી શકે છે. આ સ્તોત્રની રચના કાર્યવશાત્ થઈ હતી જ્યારે શ્રીસંઘમાં વ્યંતરકૃત ઉપદ્રવ શરૂ થયો ત્યારે અંતિમ શ્રુતકેવલી ચૌદ પૂર્વધર શ્રીભદ્રબાહુસ્વામીએ શ્રીસંઘના એ વ્યંતરકૃત ઉપદ્રવના નિવારણ માટે આ સ્તોત્ર રચ્યું હતું. ભદ્રબાહુસ્વામીના (સાંસારિક) ભાઈ વરાહમિહીર જૈનધર્મના કટ્ટર વિરોધી હતા. ભદ્રબાહુસ્વામીની ચોમેર પ્રસરતી કીર્તિને તેઓ સહી શકતા નહિ. એકવાર રાજાને ત્યાં પુત્રરત્નનો જન્મ થયો. સમગ્ર લોકો પુત્રજન્મના આનંદને વ્યક્ત કરવા આવ્યા; પરંતુ જૈન સાધુનો આચાર ન હોવાથી, ભદ્રબાહુસ્વામી ત્યાં આવ્યા નહિ. આ તકનો લાભ લઈ વરાહમિહીરે રાજાને વાત કરી કે, “આપને ત્યાં પુત્રજન્મ થયો છે, તે ભદ્રબાહસ્વામીને ગમ્યું નથી. તેથી તે પુત્રને આશિષ આપવા પણ આવ્યા નથી.” પૂ. ભદ્રબાહુસ્વામી સુધી આ વાત પહોંચી. તેમણે રાજાને જણાવ્યું કે, જે પુત્રનું સાતમે દિવસે બિલાડીથી મૃત્યુ થવાનું હોય, તે પુત્રના જન્મોત્સવમાં આવવાનું શું પ્રયોજન ? રાજાએ પુત્રની સુરક્ષા માટે ગામમાંથી સર્વ બિલાડીઓ દૂર કરાવી, છતાં બિલાડીના આકારના આગળા(ભૂગળ)થી (નકુચાથી) બાળકનું મૃત્યુ થયું. આચાર્યની વાત સત્ય ઠરી. ત્યારબાદ લોકોમાં વરાહમિહીરની નિંદા થવા લાગી અને ભદ્રબાહુની કીર્તિ વધુ ફેલાવા લાગી. આથી આવેશમાં આવી વરાહમિહીરે ઘોર તપશ્ચર્યા પ્રારંભી. નિયાણું કરી તે વ્યતર જાતિમાં ઉત્પન્ન થયો. છળ શોધી જૈન સંઘમાં અત્યંત ઉપદ્રવ કરવા લાગ્યો. આ ઉપદ્રવનું નિવારણ, એ જ ઉવસગ્ગહરી સ્તોત્રની રચનાનું નિમિત્ત બન્યું. આ સ્તોત્રની અનેકવિધ વિશેષતાઓમાં એક વિશેષતા એ છે કે, તેમાં અઢાર અક્ષરનો ‘મિસT પાસ વિસર વદ નિા 1િ' નામનો એક અત્યંત ફળદાયક મંત્ર મૂકવામાં આવ્યો છે. તે ધરણેન્દ્ર અને પદ્માવતીથી અધિષ્ઠિત છે. આજે પણ એકાગ્રચિત્તે આ મંત્રનો જાપ કરવાથી સર્વ આપત્તિઓ ટળે છે. જેમ આ મંત્ર શક્તિદાયક છે તેમ એ મંત્રથી યુક્ત આ આખું સ્તોત્ર પણ વિશિષ્ટ શક્તિ ધરાવે છે, પૂર્વમાં આ સ્તોત્ર બોલતાં દેવતાઓ હાજરાહજૂર થતાં; પરંતુ ભૌતિક સુખના ઇચ્છુક જીવો દ્વારા તેનો દુરુપયોગ થતો જોઈ આ સ્તોત્રની અમુક ગાથાઓ ભંડારી દેવામાં આવી છે. આજે પણ કેટલાક સ્થાને આ ગાથાઓ જોવા મળે છે પણ પૂર્વાચાર્યો દ્વારા તેની શક્તિ સંહરાઈ ગઈ છે. Page #164 -------------------------------------------------------------------------- ________________ ઉવસગ્ગહરં સૂત્ર ૧૩૭ આથી અને વળી આપણું પુણ્ય અતિ અલ્પ હોવાથી અત્યારે દેવો તેનાથી પ્રત્યક્ષ થતા નથી. આ સ્તોત્રની રચનાકૃત વિશેષતા એ છે કે, તેની પ્રથમ ગાથામાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની ૮૦ પ્રકારે સ્તુતિ થાય છે. બીજી ગાથામાં ૪૦ પ્રકારે સ્તુતિ થાય છે. ત્રીજી, ચોથી અને પાંચમી ગાથામાં બીજા ૪ પ્રકાર મળીને સમગ્ર સ્તોત્ર વડે કુલ (૮૦૮૪૦૮૪=) ૧૨૮૦૦ પ્રકારે શ્રી પાર્શ્વનાથ ભગવંતની સ્તુતિ થાય છે. જે સ્તોત્રમાં માત્ર પાંચ જ ગાથાઓ વડે આટલી બધી રીતે સ્તુતિ થઈ શકે તે સ્તોત્ર કેટલું મહિમાશાળી હોય તે સામાન્ય બુદ્ધિથી પણ સમજી શકાય તેવું છે. આ ઉપરાંત આ સ્તોત્રમાં અર્થમાં થોડો ફેરફાર કરીને શ્રી પાર્શ્વયક્ષ, ધરણેન્દ્ર દેવ તથા પદ્માવતી દેવીને અનુલક્ષીને પણ સ્તવના થઈ શકે છે. વળી, આ સ્તોત્ર શ્રી નમસ્કાર મહામંત્રના બીજથી વાસિત છે. તેથી તેની પાંચે ગાથાના પહેલા પદોના, પહેલા અક્ષરો ‘ઉવ', ‘વિસ', “ચિટ્ટ', “તુહ” અને “ઈએ અનુક્રમે ઉપાધ્યાય, સાધુ, આચાર્ય, અરિહંત અને સિદ્ધપદના વાચક છે. મહામાંગલિક નવસ્મરણમાં આ સૂત્ર બીજું સ્થાન ધરાવે છે. નવસ્મરણમાં ગણાતા સ્તોત્રોની પ્રાચિનતાનો વિચાર કરીએ તો નવકાર મંત્ર તો શાશ્વત છે અને બાકીના આઠ સ્તોત્રોમાં ઉવસગ્ગહર સ્તોત્ર પ્રાચિનતમ છે. આ સ્તોત્રની ગાથાઓ સંબંધી ઘણા મતભેદો છે, પરંતુ હાલમાં તો આ સ્તોત્રની પાંચ ગાથાઓ પ્રચલિત છે. તેમાં પ્રથમ ગાથામાં જુદાં જુદાં વિશેષણો દ્વારા પાર્શ્વનાથ ભગવાનની સ્તવના-વંદના કરવામાં આવી છે. બીજી ગાથામાં તેમના નામથી અધિષ્ઠિત ‘વિષધર કુલિંગ' મંત્રના પાઠથી કયાં કયાં ફળો પ્રાપ્ત થાય છે, તે જણાવ્યું છે. ત્રીજી ગાથામાં મંત્રની વાત તો દૂર રહો, પરંતુ 2. આ સ્તોત્રની પ્રથમ ગાથામાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની ૮૦ પ્રકારે સ્તુતિ કેવી રીતે રહેલી છે, તેને સામાન્યથી સમજવા માટે આ રીતે ગણત્રી કરવી. સૌ પ્રથમ તો ‘૩વસ દરં પાસ' શબ્દના પાંચ અર્થો છે, ‘મુદ્ધ' શબ્દના બે અર્થો છે, “વિસદરવિનિન્નસિં' શબ્દના ચાર અર્થો છે, તથા “મંાછળ બાવા' “શબ્દના બે અર્થો છે. આ દરેક અર્થોનું combination કરતા પ૪૨૮૪x૨ = ૮૦ અર્થો પ્રાપ્ત થાય. આ સર્વની વિશેષ વિગતો ગુરુગમથી સમજી લેવી. 3. આ અંગેની વિશેષ જાણકારી માટે જૈન સાહિત્ય વિકાસ મંડળ દ્વારા પ્રકાશિત “ઉવસગ્ગહર સ્તોત્ર સ્વાધ્યાય' પુસ્તક જોવું અને “અનેકાર્થ રત્નમંજુષા માંથી ‘અર્થકલ્પલતા વૃત્તિ' જોવી. Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ સૂત્રસંવેદના-૨ પાર્શ્વનાથ ભગવાનને કરેલી પ્રણામ પણ કેટલું વિશિષ્ટ ફળ આપે છે, તેનું વર્ણન છે. ચોથી ગાથામાં તેમના પ્રભાવે પ્રાપ્ત થતો સમ્યગ્દર્શન ગુણ કેટલો વિશિષ્ટ છે, તેનું કથન છે અને પાંચમી ગાથામાં પાર્શ્વનાથ ભગવાનની સ્તવના કરી અંતે દરેક ભવમાં મને બોધિની પ્રાપ્તિ થાઓ, તેવી પ્રાર્થના કરી છે. भूण सूत्र: उवसग्गहरं पास, पासं वदामि कम्म-घण-मुक्कं । विसहर-विस-निनासं, मंगल-कल्लाण-आवासं ।।१।। विसहर-फुलिंग-मंतं, कंठे धारेइ जो सया मणुओ । तस्स गह-रोग-मारी-दुट्ठजरा जंति उवसामं ।।२।। चिट्ठउ दूरे मंतो, तुज्झ पणामो वि बहुफलो होइ । नरतिरिएसु वि जीवा, पावंति न दुक्ख-दोगलं ।।३।। तुह सम्मत्ते लद्धे, चिंतामणि-कप्पपायवब्भहिए । पावंति अविग्घेणं, जीवा अयरामरं ठाणं ॥४॥ इअ संथुओ महायस ! भत्ति-भर-निब्भरेण हियएण । ता देव ! दिज बोहिं, भवे भवे पास ! जिणचंद ।।५।। પદ-૨૦ સંપદા-૨૦ અક્ષર-૧૮૫ અન્વયે સહિત સંસ્કૃત છાયા અને શબ્દાર્થ : उवसग्गहरं-पासं, कम्म-घण-मुक्कं, विसहर-विस-निन्नासं । मंगल-कल्लाण-आवासं पासं वंदामि ।।१।। उपसर्गहर-पार्श्व, कर्म-घन-मुक्तं, विषधर-विष-निर्माशम् । मंगल-कल्याण-आवासं पार्श्व वन्दे ।।१।। ઉપસર્ગોને દૂર કરનાર પાર્થ યક્ષ છે જેને એવા, (અથવા ઉપસર્ગોને દૂર કરનારું સામીપ્ય છે જેમનું એવા) કર્મોના સમૂહથી મૂકાયેલા, સર્પના વિષનો અત્યંત નાશ કરનાર (તથા) મંગલ અને કલ્યાણના સ્થાનભૂત એવા પાર્શ્વનાથ ભગવાનને હું વંદન કરું છું. ||૧|| Page #166 -------------------------------------------------------------------------- ________________ ઉવસગ્ગહરં સૂત્ર जो ओविसहर- फुलिंग- मंतं सया कंठे धारेइ । तस्स गह-रोग-मारी-दुट्ठजरा उवसामं जंति ।।२।। यो मनुजः 'विसहरफुलिंग' मन्त्रं सदा कण्ठे धारयति । तस्य ग्रहरोगमारी-दुष्टज्वरा उपशमं यान्ति ।।२।। જે મનુષ્ય વિષહર કુલિંગ મંત્રને હંમેશા કંઠમાં ધારણ કરે છે, તેના ગ્રહरोग-भारी-छुष्ट ताव शांत थाय छे. ॥२॥ मंतो दूरे चिट्ठ, तुज्झ पणामो वि बहुफलो होइ । जीवा नरतिरिए विदुक्ख - दोगचं न पावंति ।।३। मन्त्रः दूरे तिष्ठतु, तव प्रणामोऽपि बहुफलो भवति । जीवा नरतिर्यक्ष्वपि दुःख- दौर्गत्यं न प्राप्नुवन्ति । । ३ । । ૧૩૯ (ते) मंत्र तो दूर रहो, तमने हरेलो प्रणाम पए। घएगा इजवानी छे. (તેનાથી) જીવો મનુષ્ય કે તિર્યંચગતિમાં પણ દુઃખ અને દૌર્ગત્યને (દારિદ્રયને) प्राप्त उरता नथी. ॥३॥ चिंतामणि- कप्पपायवब्भहिए तुह सम्मत्ते लद्धे । जीवा अविग्घेणं अयरामरं ठाणं पार्वति ॥४॥ चिन्तामणिकल्पपादपाभ्यधिके तंव सम्यक्त्वे लब्धे । जीवाः अविघ्नेन अजरामरं स्थानं प्राप्नुवन्ति ।। ४ ।। ચિંતામણિ (રત્ન) અને કલ્પવૃક્ષથી અધિક તારું સમ્યક્ત્વ પ્રાપ્ત થતાં જીવો નિર્વિઘ્નપણે અજરામર સ્થાનને પ્રાપ્ત કરે છે. II૪॥ महायंस ! भत्ति-भर- निब्भरेण हियएण इअ संधुओ । ता देव ! जिणचंद ! पास ! भवे भवे बोहिं दिज्ज ।। ५ ।। (हे) महायश ! भक्ति-भर- निर्भरण हृदयेन इति (मया) संस्तुतः । तस्मात् (हे) देव ! जिनचन्द्र ! पार्श्व ! भवे भवे बोधं हि ।।५।। હે મહાયશસ્વી ! મેં સંપૂર્ણ ભક્તિ ભાવ સભર હૃદયે આપની સ્તુતિ કરી છે. તેથી હે દેવ ! જિનોમાં ચંદ્ર સમાન શ્રીપાર્શ્વનાથ ભગવંત ! (આપ મને) જન્મોજન્મમાં જિનધર્મની પ્રાપ્તિરૂપ બોધિ આપો. ॥૫॥ Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ સૂત્રસંવેદના-૨ વિશેષાર્થ : ૩વસદરંપાઉં - ઉપસર્ગનો નાશ કરનાર પાર્થ નામનો યક્ષ જેમને છે અથવા જેમનું સામિપ્ય ઉપસર્ગને હરનારું છે તેવા (પાર્શ્વનાથ ભગવાનને હું વંદન કરું છું.) દેવ, મનુષ્ય કે તિર્યંચ સંબંધી ઉપદ્રવોને ઉપસર્ગ કહેવાય છે. ઉપસર્ગને જે દૂર કરે તેને “ઉવસગ્ગહર' કહેવાય છે. આ “ઉવસગ્ગહર” એ “પાસ” શબ્દનું વિશેષણ છે. પાર્શ્વનાથ ભગવાનના અધિષ્ઠાયક પાર્શ્વયક્ષ પાર્શ્વનાથ ભગવાન પ્રત્યે અનન્ય ભક્તિભાવવાળા છે. તેથી જે ભક્તો “આ પ્રભુ દુનિયામાં સૌથી શ્રેષ્ઠ છે. તેઓ જ મારા સુખનું કારણ છે' એવું માની પાર્શ્વપ્રભુની ભક્તિ, આદર, સત્કાર કરે છે તેઓના દેવાદિથી કરાયેલા ઉપસર્ગોને દૂર કરવાનું કાર્ય પાર્શ્વયક્ષ કરે છે. તેથી પાર્શ્વયક્ષને “ઉવસગ્ગહર' = ઉપસર્ગોને નાશ કરનાર કહેવાય છે. ઉવસગ્ગહરંપાસ” એ સામાસિક પદ, ‘પાસ’ એટલે કે પાર્શ્વનાથ ભગવાનનું વિશેષણ છે. આમ આખા પદનો ‘ઉપસર્ગોને હરનાર એવો પાર્શ્વયક્ષ જેની સેવામાં છે, એવા પાર્શ્વનાથ ભગવાનને હું નમસ્કાર કરું છું.' એવો અર્થ પ્રાપ્ત થાય છે. અથવા તો પારં શબ્દનો અર્થ સમીપમ્ કરીએ તો ઉપસર્ગોને દૂર કરનારું સામીપ્ય - સાન્નિધ્ય છે જેમનું એવા પાર્શ્વનાથ ભગવાનને હું નમસ્કાર કરું છું. અહીં ઉપસર્ગહર આ વિશેષણ પાર્શ્વનાથ ભગવાન માટે ન વાપરતાં પાર્શ્વયક્ષ માટે વાપર્યું તેનું કારણ એ છે કે – જેના ભક્તમાં પણ આવી શક્તિ છે, તે ભગવાનમાં તો કેટલી વિશિષ્ટ શક્તિ હોય તે સ્પષ્ટપણે જાણી શકાય છે. ઉપરાંત આવા વિશેષણથી દેવો પણ પરમાત્માના ભક્ત છે, એમ જણાવી પરમાત્માનો પૂજા-અતિશય સૂચવાયો છે. વળી, પોતાના કલ્યાણને ઇચ્છતા આત્માઓ સમજે છે કે – “શ્રેયસ વહુ વિનિ”- કલ્યાણકારી ધર્મની સાધના કરતાં સેંકડો વિઘ્નો આવવાની સંભાવના છે અને પોતાનું એવું સત્ત્વ નથી કે, ઉપસર્ગ કે પરિષહરૂપ વિદ્ગના વાવંટોળ વચ્ચે પણ તે ધર્મમાં સ્થિર રહી શકે, માટે સ્થિરતાપૂર્વક ધર્મમાર્ગે આગળ વધવું હોય તો ધર્મમાં આવતા વિદ્ધને અટકાવવા માટે Page #168 -------------------------------------------------------------------------- ________________ ઉવસગ્ગહરં સૂત્ર પાર્શ્વનાથ પરમાત્માની અસીમ ભક્તિ કરવી જોઈએ કેમકે, પાર્શ્વનાથ ભગવાનની અત્યંત ભક્તિ ક૨વાથી તેમના પ્રત્યે ભક્તિભાવવાળા પાર્શ્વયક્ષ વિઘ્નોનું જરૂ૨ નિવારણ કરે છે, આવી વિચારણાથી તે આત્માઓ પાર્શ્વનાથ ભગવાન પ્રત્યે અત્યંત ભક્તિવાળા બને છે. આમ પાર્શ્વયક્ષ માટે મુકાયેલ આ વિશેષણ સાર્થક જ છે. મ્મવળમુ - ઘનકર્મથી મૂકાયેલા એવા (પાર્શ્વનાથ) ભગવાનને. ઘનકર્મ એટલે ઘાતિકર્મ. પાર્શ્વનાથ ભગવાન જ્ઞાનાવરણીયાદિ ઘાતિકર્મનો નાશ કરી અનંતજ્ઞાનાદિ ગુણસંપત્તિના સ્વામી બન્યા છે. અનંત આનંદમય લોકોત્તર સ્વરૂપને તેમણે પ્રાપ્ત કર્યું છે. આવા સ્વરૂપવાળા પરમાત્માને સ્મરણમાં લાવવાથી, પાર્શ્વનાથ ભગવાન પ્રત્યેનો પૂજ્યભાવ વધે છે. “મારું પણ આ જ સ્વરૂપ છે અને આ પરમાત્માની ભક્તિ કરી મારે પણ આવા સ્વરૂપને પ્રાપ્ત કરવું છે.” તેવી ભાવના વૃદ્ધિ પામે છે. આ વિશેષણ પરમાત્માની આંતરિક સંપત્તિનું સૂચક છે અને તે આપણને આપણી આંતરિક સંપત્તિ પ્રાપ્ત કરાવવા માટેનો આદર્શ પૂરો પાડે છે. જ્ઞાનાવરણીયાદિ કર્મથી રહિત એવા પરમાત્માની ઉપસ્થિતિ કરીને તેમનો જ્ઞાનાતિશય જણાવાયો છે. વિષધરોના વિષનો સંપૂર્ણ નાશ કરનાર विसहर - विस- निन्नासं (પાર્શ્વનાથ ભગવાન)ને, ww ૧૪૧ શ્રદ્ધા અને બહુમાનપૂર્વક પાર્શ્વનાથ ભગવાનનું નામસ્મરણ, નામનો જાપ તેમના અભિષેકનું ન્હવણજલ વિષધર-ઝેરી સર્પ કે નાગના ઝેરનો કે ઝેરી 4. આ પદની વ્યુત્પત્તિ ‘ર્માશિ ધના વ ર્મઘનાઃ । તેભ્યો મુ: ર્મધનમુઃ તમ્' એ રીતે અથવા ‘ઘનિ ૬ તાનિ ર્માળિ ૨ ર્મઘાનિ। તેભ્યો મુ: ર્મધનમુ: તમ્' એ પ્રમાણે થાય છે: ' પહેલી વ્યુત્પત્તિમાં કર્મોને મેઘની ઉપમા આપવામાં આવી છે અને અહીં પાર્શ્વનાથ ભગવાનના આત્માને ચંદ્રની ઉપમા આપીને આ કર્મો તેમને ઢાંકતાં હતાં, તેમાંથી ભગવંત મુક્ત થયા છે, તે જણાવાયું છે. कर्माणि ज्ञानावरणीयाद्यष्ट तानि जीवचन्द्रमसो ज्ञानांशुमण्डलाच्छादकत्वात् घना इव जलदा इव कर्मघनाः । બીજી વ્યુત્પત્તિમાં ‘ઘન’ નો અર્થ દીર્ઘકાલપર્યંત રહેનારાં અથવા બહુ પ્રદેશવાળા - એ પ્રમાણે કરી ઘાતિકર્મોને ‘ઘન’ શબ્દથી અભિપ્રેત કરાયાં છે. घनानि दीर्घकालस्थितिकानि बहुप्रदेशाग्राणि वा यानि घातिकर्माणि तैर्मुक्तं त्यक्तम् । Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ સૂત્રસંવેદના-૨ જંતુથી ચઢેલા ઝેરનો ચોક્કસ નાશ કરે છે. જે ઝેરથી તત્કાળ પ્રાણનો વિયોગ થવાનો હતો તે ઝેર પાર્શ્વનાથ પ્રભુના નામસ્મરણ માત્રથી નાશ પામે છે, માટે જ પ્રભુ વિષધરના વિષનો આમૂલ-નાશ કરનાર કહેવાયા છે. આ સાધના કરવા ઈચ્છતા કેટલાક સાધકોનું સત્ત્વ એવું નથી હોતું કે, બાહ્ય વિપ્નમાં તેમનું મન ટકી શકે. આવા સાધકોને જ્યારે ખબર પડે કે, આ ભગવાનનું સ્મરણાદિ સર્પાદિનાં ઝેર પણ ઉતારી શકે છે, ત્યારે તેમને વિશ્વાસ બેસે છે કે, સામાન્ય વિઘ્નો તો પ્રભુના નામમાત્રથી પણ જરૂર નાશ પામશે. ત્યારે તેઓ પાર્શ્વનાથ ભગવાનની ભક્તિમાં વિશેષ રૂપે જોડાય છે. આ વિશેષણ દ્વારા પરમાત્માનો બાહ્ય પ્રભાવ પણ કેટલો વિશિષ્ટ છે તે જણાવ્યું છે અને વળી વિદ્ગોના નાશક તરીકે પરમાત્માનો અપાયાગમ અતિશય બતાવાયો છે. મ-છાપ-કાવાસ - મંગલ અને કલ્યાણના સ્થાનભૂત (પરમાત્માને), શુભને લાવે અને અશુભને કાપે તે મંગલ છે અને સુખને જે લાવે - સુખને જે આપે તે કલ્યાણ છે. મંગલ એટલે વિપત્તિઓનું ઉપશમન અને કલ્યાણ એટલે સંપત્તિઓનો ઉત્કર્ષ. પાર્શ્વનાથ ભગવાન આવા મંગલ અને કલ્યાણના સ્થાનભૂત છે, તેથી તેમનાં દર્શન, વંદન કે તેમની સેવા કરનાર આત્માઓ પણ મંગલ અને કલ્યાણ પ્રાપ્ત કરે છે. પરમાત્માના વચન અનુસાર જીવન જીવવાથી જ જીવનું કલ્યાણ થાય છે. આ રીતે પ્રભુનો વચનાતિશય પણ પ્રદર્શિત થયો છે. આ વિશેષણ દ્વારા જણાવ્યું કે, જેને ઝેરાદિના બાહ્ય ઉપદ્રવો નથી તેવાને માટે પણ આ ભગવાન મંગલ અને કલ્યાણ કરનારા છે, માટે મંગલ અને કલ્યાણની કામનાવાળાએ પણ આ ભગવાનની ભક્તિ અવશ્ય કરવી જોઈએ. પારં વંલાકિ - આવા પાર્શ્વનાથ ભગવાનને હું વંદન કરું છું. આ શબ્દ બોલતાં સાધકને ચારે વિશેષણથી યુક્ત પરમાત્મા નજર સમક્ષ દેખાવા જોઈએ અને થવું જોઈએ કે, “મોક્ષની સાધના સહેલી નથી, વિઘ્નોથી ભરેલી છે, તો પણ પાર્શ્વનાથ ભગવાનની ભક્તિ કરવાથી સંતુષ્ટ થયેલો પાર્શ્વયક્ષ ચોક્કસ મારાં વિઘ્નો દૂર કરશે, તેથી તેમની ભક્તિમાં તો જોડાવું જ છે. વળી, ભગવાન જેમ સંપૂર્ણ Page #170 -------------------------------------------------------------------------- ________________ ઉવસગ્ગહરં સૂત્ર કર્મથી મુક્ત થયા છે, તે જ રીતે તેમનું ધ્યાન કરીને મારે પણ સર્વકર્મથી મુક્ત થવાનું છે. આ જ મારું સાધ્ય છે. આ સાધ્યને સિદ્ધ કરતાં બાહ્ય-અત્યંતર અનેક વિઘ્નો આવવાનાં છે, પરંતુ જેમના સ્મરણમાત્રથી વિષધરોના વિષનો નાશ થઈ જાય છે, એવા અચિંત્ય સામર્થ્યવાળા તથા મંગલ અને કલ્યાણના સ્થાનભૂત એવા પાર્શ્વનાથ ભગવાન જ મારાં સર્વ વિઘ્નોનો વિનાશ કરી મારા સર્વ કલ્યાણને કરનારા છે.” ૧૪૩ આ રીતે પાર્શ્વપ્રભુનાં દર્શન કરવાથી તેમના પ્રત્યેની ભક્તિ અત્યંત ઉલ્લસિત થાય છે, બહુમાનભાવ વધે છે અને બહુમાનપૂર્વક વારંવાર કરાતી ભક્તિ આત્મિક સુખમાં વિઘ્ન કરનારાં કર્મનો વિનાશ કરી પુણ્યાનુબંધી પુણ્યનું ઉપાર્જન કરાવે છે. તેનાથી ઉત્તરોત્તર ચિત્તની નિર્મળતા થતાં ભક્તિ માટેના અનુકૂળ સંયોગોની વિશેષ પ્રાપ્તિ થાય છે. તેથી વિશેષ ભક્તિ કરી આત્મા સદ્ગતિની પરંપરા દ્વારા પરમપદને પ્રાપ્ત કરી શકે છે. આ ગાથા બોલતાં શુદ્ધ ભાવને પામેલા અને સર્વ જીવો માટે સુખના સ્થાનભૂત પાર્શ્વનાથ પ્રભુને પોતાની સ્મૃતિપટપર સ્થાપિત કરી બે હાથ જોડી, પ્રણામ કરતાં સાધક વિચારે કે,” “હે નાથ ! આપ અચિત્ત્વ શક્તિના સ્વામી છો આપનું સ્મરણ માત્ર બાહ્ય અને અંતરંગ ઝેરનો નાશ કરે છે હે સ્વામી ! અંતરંગ ઝેથી ભરેલા મારા આત્માને આપ નિર્વિષ કરો તેટલી મારી પ્રાર્થના છે.” પાર્શ્વનાથ ભગવાનની સ્તવના કરી, હવે તેમના નામપૂર્વકના મંત્રનો પ્રભાવ કેવો છે, તે જણાવે છે विसहर - फुलिंग मंतं कंठे धारेइ जो सया मणुओ, तस्स गहરોળ-મારી-મુલુના ખંતિ વસામં - જે મનુષ્ય હંમેશા વિષહર ફુલિંગ મંત્રને કંઠમાં ધારણ કરે છે તેના ગ્રહ, રોગ, મારી, દુષ્ટ તાવ આદિ શાંત થઈ જાય છે. દેવથી અધિષ્ઠિત હોય અને પાઠથી જે સિદ્ધ થાય તેને મંત્ર કહેવાય છે. મનન કરનાર આત્માનું સદા રક્ષણ કરે તે મંત્ર છે. ‘વિષહર કુલિંગ’ નામનો 5. મનનાત્ ત્રાયત કૃતિ મન્ત્રઃ । Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ સૂત્રસંવેદના-૨ પાર્શ્વનાથ ભગવાનનો આ મંત્ર, ધરણેન્દ્ર અને પદ્માવતીથી અધિષ્ઠિત છે. આ ગાથામાં મંત્રનું માત્ર નામ આપ્યું છે. આખો મંત્ર આપ્યો નથી. આ આંખો મંત્ર “ હ છ ગઈ નમ પાસ વિસદર વસઇ નિ પુ િહ શ્રીં નમઃ ” સ્વરૂપ સત્તાવીશ અક્ષરનો બનેલો છે. આ સંપૂર્ણ મંત્ર તથા તેની વિધિ ખરેખર તો ગુરુપાસેથી જાણવાની હોય છે. કેમકે, ગુરુભગવંતો સામે રહેલા જીવની યોગ્યતાનું માપ કાઢી, તેની યોગ્યતા પ્રમાણે મંત્રના સેવનની વિધિ (આમ્નાય) આદિનું સૂચન કરી શકે છે. મંત્રોની શક્તિ મહાન હોય છે. યોગ્ય આત્માઓ વિધિવત્ તેની ઉપાસના કરે તો તેના તન-મન-ધનનું રક્ષણ તો થાય છે, પણ તે ઉપરાંત સમાધિ સહિત અનેક ઈચ્છિત સંપત્તિની પ્રાપ્તિ પણ થાય છે અને અયોગ્ય આત્માના હાથમાં મંત્રો જતાં ઘણીવાર સ્વ-પરને મહાન અનર્થનું કારણ પણ બને છે. વિષહર-ફુલિંગ' નામના આ મંત્રને જે મનુષ્ય કંઠમાં સદા ધારણ કરે છે, એટલે આ મંત્રને જેઓ કંઠસ્થ કરીને દિવસ-રાત તેનો જાપ કરે છે, તેનું સ્મરણ કરે છે, તેની ગ્રહકૃત પીડાઓ, મારી-મરકી (પ્લેગ) જેવા રોગો દુષ્ટ તાવ આદિ શાંત થઈ જાય છે. અહીં “મનુજ' શબ્દ લીધો તેનું એક કારણ એ છે કે – મંત્રસાધના મનુષ્ય જ કરી શકે છે માટે અને બીજું કારણ એ છે કે - મંત્રસાધના પણ સર્વ મનુષ્યો કરી શકતા નથી, પરંતુ મન એટલે મંત્ર અને ન એટલે મંત્ર સાધનાની વિધિને જાણનાર “મંત્રજ્ઞ'. મંત્રની વિધિને જાણનાર જો મંત્રની સાધના કરે તો તત્કાળ ફળ મળે છે અને વિધિથી અજ્ઞાત આત્મા મંત્ર-જાપ કરે તો વિશેષ ફળની પ્રાપ્તિ થતી નથી, માટે મૂળમાં “મનુજ' શબ્દ ગ્રહણ કરેલ છે. મંત્રને જણાવી હવે મંત્રનું ફળ જણાવે છે – જે સાધક આ મંત્રનો સદા જાપ કરે છે, તેને શનિ, મંગળ આદિ ગ્રહકત કોઈ તકલીફો હોય અથવા વાત, પિત્ત અને કફના વૈષમ્યથી કોઈ રોગાદિત પીડા હોય અથવા મારી, મરકી જેવા રોગો થયા હોય કે હુનર = દુષ્ટ તાવ=એકાંતરિયો વગેરે તાવ આવતો હોય તો તે શાંત થઈ જાય છે. ‘પુનરા' શબ્દમાં રહેલ કુદ્ર અને નરા બે શબ્દને જુદા પાડીએ તો સુદ નો અર્થ દુષ્ટ માણસોથી અપાતો ત્રાસ અને જરા નો અર્થ કોઈપણ પ્રકારનો તાવ તેવો પણ અર્થ થઈ શકે. Page #172 -------------------------------------------------------------------------- ________________ ઉવસગ્ગહરં સૂત્ર ૧૪૫ મંત્ર બતાવવાનો અર્થ એવો પણ નથી કે, રોગાદિને દૂર કરવા સદા આ મંત્રનો જાપ કરવો જ જોઈએ, પરંતુ આમ કહેવા દ્વારા તો મંત્રનું સામર્થ્ય કેવું વિશિષ્ટ છે, તેને જણાવ્યું છે. વળી કોઈક વાર રોગાદિના કાળમાં સમાધિ ન ટકતી હોય તો અસમાધિકારક આ રોગાદિને ટાળવા માટે સાધક મંત્ર જાપની ઈચ્છા રાખે, તો તે પણ ખોટું નથી. કેમ કે, રોગ સહન કરવા માત્રથી કર્મ ખપતાં નથી. કર્મ તો સમાધિપૂર્વક રોગ સહન કરવાથી ખપે છે. આ ગાથા બોલતાં સાધક વિચારે કે, “મારા પાર્શ્વનાથ પ્રભુનો પ્રભાવ કેવો અદ્દભુત છે. તેમના નામથી અંકિત મંત્રનો જાપ કરતો બાહ્ય પણ સર્વ ઉપદ્રવો શમી જાય છે અને તન-મનને શાંતિ મળે છે. શાંતિ કે સમાધિ માટે હવે મારે બહાર ક્યાંય ભટકવાની જરૂર નથી, માત્ર આ પ્રભુના નામમંત્રનો એકાગ્રચિત્તે જાપ કરું” મંત્ર સાધનાનું ફળ બતાવ્યું, પણ જેઓ મંત્રસાધના કરવા સમર્થ નથી. તેમણે શું કરવું ? તેથી હવે સર્વજન માટે શક્ય એવા પ્રણામનું પણ મહત્ત્વ શું છે, તે જણાવે છે. * વિ૬૩ દૂર સંતો તુ પIIમોડવિ વઘુ હોવું - (તે) મંત્ર તો દૂર રહો, પરંતુ તમને કરેલો પ્રણામ પણ મહાન ફળવાળો છે. પૂર્વ ગાથામાં મંત્રનું માહાત્મ બતાવ્યું. પરંતુ મંત્રની સાધના દરેક વ્યક્તિ કરી શકે તેવું નથી. મંત્રની સાધના તો મહાસાત્ત્વિક અને શૈર્યયુક્ત પુરુષો જ કરી શકે છે. વળી આ મંત્રસાધના સૌ કોઈને ફળ આપે તેવું પણ એકાંતે નથી. મંત્રની વિધિપૂર્વક આરાધના કરનાર પુણ્યવાન આત્માને તેના અધિષ્ઠાયક દેવો તત્કાળ ફળ આપે છે. જ્યારે અન્યને પ્રયત્નથી અને વિલંબથી ફળ મળે છે. આમ મંત્રસાધના માટે વિશેષ સામર્થ્યવાન આત્મા જ યોગ્ય છે, અન્ય નહિ. તો પછી સર્વજન સમુદાય માટે પાર્શ્વનાથ ભગવાન કઈ રીતે ફળદાયક છે. તે જણાવતાં સ્તોત્રકાર કહે છે કે - “મંત્રની વાત તો દૂર રહી, પરંતુ આ પાર્શ્વનાથ ભગવાનને સહૃદયથી કરેલો પ્રણામ માત્ર પણ સામાન્ય નથી, પરંતુ ઘણા ફળને આપનારો છે.” નરસિરિણું વિ નવા, પાવંતિ ન સુવર-હોમરું - (આપને પ્રણામ Page #173 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૨ કરનાર) જીવો; મનુષ્ય અને તિર્યંચ યોનિમાં પણ દુઃખ અને દારિત્ર્ય પ્રાપ્ત કરતા નથી. ૧૪૬ તેવા જે આત્માઓ પાર્શ્વનાથ ભગવાનને વિશિષ્ટ ભાવપૂર્વક પ્રણામ કરે છે, લઘુકર્મી આત્માઓ તો તે ભવમાં જ મોક્ષના સુખને પ્રાપ્ત કરે છે. કર્મના બાહુલ્યના કારણે કદાચ કોઈ આત્માને, તે ભવમાં મોક્ષ ન મળે તો પણ પાર્શ્વનાથ પ્રભુને ભાવપૂર્વક પ્રણામ કરવા માત્રથી તેને એવું વિશિષ્ટ પુણ્ય બંધાય છે કે, જેને કારણે તેને મહાઋદ્ધિ, સમૃદ્ધિથી યુક્ત દેવાદિ ભવોની પ્રાપ્તિ થાય છે. વળી પ્રભુ કૃપાથી આ જીવને એ મળેલી રિદ્ધિ-સિદ્ધિમાં પણ એવી આસક્તિ થતી નથી કે જેથી ભવની પરંપરા વધે. આમ છતાં પરમાત્માને પ્રણામ કર્યા પૂર્વે કોઈ જીવે જો મનુષ્ય કે તિર્યંચનું આયુષ્ય બાંધ્યું હોય તો તેવા આત્માને મનુષ્ય કે, તિર્યંચના ભવમાં ઉત્પન્ન તો થવું પડે છે, પણ તે ભવમાંય તેમને અન્ય મનુષ્ય-તિર્યંચ જેવાં દુ:ખો સહન કરવા પડતાં નથી. આમ તો મનુષ્ય કે, તિર્યંચનો ભવ દુઃખબહુલ હોવાની સંભાવના છે, તો પણ પાર્શ્વનાથ ભગવાનને પ્રણામ કરવાથી જે પુણ્યની પ્રાપ્તિ થઈ હોય છે અને જે પાપના અનુબંધો નબળા પડ્યાં હોય છે, તેને કારણે તે ભવમાં પણ તેને દુઃખ કે દરિદ્રતા આવતી નથી. નર ત્તિરિષુ વિ માં જે વિ=પિ છે, તેનાથી એ અર્થ થાય છે કે, આમ તો મનુષ્ય કે તિર્યંચનો ભવ દુઃખથી ભરપૂર છે, તેમાં દુ:ખ ન આવે તે શક્ય નથી, તો પણ પાર્શ્વનાથ ભગવાનના પ્રણામનો પ્રભાવ એવો છે કે, ત્યાં પણ જીવને દુઃખ કે દૌર્ગત્યતા(દારિદ્રતા-નિર્ધનતાદિ)ની પ્રાપ્તિ થતી નથી. જિજ્ઞાસા : નર તિરિપ્પુ શબ્દ દ્વારા મનુષ્ય અને તિર્યંચગતિમાં દુઃખ-દૌર્ગત્ય પ્રાપ્ત થતું નથી, તેમ કહ્યું. પરંતુ નરકગતિમાં દુઃખ નહિ થાય એવું કેમ ન કહ્યું ? તૃપ્તિ : મનુષ્ય-તિર્યંચના ભવો એવા છે, જ્યાં દુઃખ ન હોય તેવું બની પણ શકે છે. જન્મ લીધા બાદ શાલિભદ્ર જેવા ભાગ્યવાન પુરુષો આજીવન સુખી હોઈ શકે છે. તિર્યંચમાં પણ રાજભવનમાં રહેતા હાથી, ઘોડા આદિના ભવમાં સુખની સંભાવના છે. પરંતુ નરકનો ભવ તો સંપૂર્ણ દુ:ખમય છે, ત્યાં સુખની કલ્પના માત્ર પણ શક્ય નથી. તેથી અહીં નરકગતિ નહિ લીધી હોય તેમ લાગે છે. આ ગાથા બોલતાં સાધક વિચારે, “મનની મક્કમતાપૂર્વક મંત્રજાપ ન થઈ શકે તો પણ કોઈ Page #174 -------------------------------------------------------------------------- ________________ ઉવસગ્ગહરં સૂત્ર ચિંતા નથી. ભાવપૂર્વક આ પરમાત્માને પ્રણામ કરીશ, તો ય મને દુ:ખ કે દુર્ગાત તો નહીં જ મળે. માટે ભાવપૂર્વક પ્રણામ કરવા હું સતત પ્રયત્ન કરું.” ૧૪૭ પ્રણામનું ફળ જણાવ્યા પછી હવે પાર્શ્વપ્રભુથી પ્રાપ્ત થતું સમ્યક્ત્વ કેવું છે ? તે જણાવે છે સુજ્ઞ સમ્મત્તે કે ચિંતામાંન-પ્પપાવવન્મદિણ - ચિંતામણિરત્ન અને કલ્પવૃક્ષથી પણ અધિક પ્રભાવશાળી તારું સમ્યક્ત્વ-સમ્યગ્દર્શન પ્રાપ્ત થયે છતે, સમ્યક્ત્વ આત્માનો ગુણ છે, આમ છતાં મિથ્યાત્વમોહનીયકર્મના આવરણોથી આત્માનો આ ગુણ આચ્છાદિત (ઢંકાયેલો) હોય છે. વાસ્તવિક રીતે ભગવાનનાં દર્શન ક૨વાથી એટલે કે, ગુણવાન પરમાત્માનાં તે સ્વરૂપે દર્શન કરવાથી અથવા તો ભગવાનનાં વચનોને સાંભળવાથી કે સમજવાથી આ મિથ્યાત્વનાં આવરણો નષ્ટ થાય છે અને આત્માનો સમ્યક્ત્વ ગુણ પ્રગટ થાય છે. આ ગુણ પ્રગટ થતાં આત્મા પરમ વિવેકી બને છે. જીવ-અજીવ, પુણ્યપાપ આદિ તત્ત્વોની તેનામાં શ્રદ્ધા પ્રગટે છે, આથી જ તે હેયને હેયરૂપે અને ઉપાદેયને ઉપાદેયરૂપે સ્વીકારે છે. આ ગુણ ભગવાનના નિમિત્તે પ્રગટ થાય છે, માટે અહીં ‘તારું સમ્યગ્દર્શન' એટલે કે ‘ભગવાનનું સમ્યગ્દર્શન' એમ કહ્યું છે. વિશુદ્ધ શ્રદ્ધાસ્વરૂપ સમ્યગ્દર્શન, જગતમાં સર્વશ્રેષ્ઠ ચીજોમાં જેની ગણતરી થાય છે, તેવા ચિંતામણિ રત્ન કે, કલ્પવૃક્ષથી પણ અધિક પ્રભાવવાળું કહ્યું છે, કેમ કે ચિંતામણિ રત્ન કે કલ્પવૃક્ષ પુણ્યવાન આત્માને ભૌતિક ઈચ્છિત સુખો આપી શકે છે. જ્યારે સમ્યગ્દર્શન તો પુણ્યાનુબંધીપુણ્યના સર્જન દ્વારા જ્યાં સુધી મોક્ષસુખ પ્રાપ્ત ન થાય ત્યાં સુધીના અનેક ભવોમાં ભવ્યાત્માને ઉત્તમ ભોગની સામગ્રી તો પ્રાપ્ત કરાવે જ છે અને સાથે સાથે તે શ્રેષ્ઠ સામગ્રીમાં પણ આસક્તિ વગેરે સંક્લેશયુક્ત ભાવોથી જીવને દૂર રાખે છે. ઉજ્જ્વળ પરિણામો પ્રગટાવે છે અને ઔદાર્યાદિ ગુણોની વૃદ્ધિ કરાવી છેક મોક્ષ સુધી પહોંચવામાં સહાયક બને છે. પાવતિ પ્રવિનું નીવા અવરામર ઢાળ - જીવો નિર્વિઘ્ને અજરામર સ્થાન પ્રાપ્ત કરે છે. 6. સમ્યકૃત્વની વિશેષ વ્યાખ્યા માટે જુઓ ‘નમુન્થુણં સૂત્ર'નું ‘બોહિદયાશં’ પદ. Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ સૂત્રસંવેદના-૨ - ચિંતામણિરત્ન અને કલ્પવૃક્ષથી પણ અધિક મહિમાવાળું સમ્યગ્દર્શન જીવને જ્યારે પ્રાપ્ત થાય છે, ત્યારે તે આત્મા કોઈપણ પ્રકારના વિઘ્ન વિના અજરઅમર સ્થાન એટલે કે જ્યાં વૃદ્ધાવસ્થા કે મૃત્યુ નથી એવું મુક્તિરૂપી સ્થાન પ્રાપ્ત કરે છે. એકવાર આ સમ્યગ્દર્શન ગુણ પ્રાપ્ત થયા પછી જેઓ પ્રયત્ન કરીને તેને ટકાવી રાખે છે, તેને મોક્ષમાર્ગે આગળ વધવામાં કોઈ મુશ્કેલી પડતી નથી. મોક્ષમાર્ગમાં વિઘ્ન કરનાર મિથ્યાત્વમોહનીય કર્મ છે. સમ્યગ્દર્શનકાળમાં આ કર્મનો ઉદય થઈ શકતો નથી. આવા જીવો જ્યાં સુધી મુક્તિપદને પ્રાપ્ત કરતા નથી, ત્યાં સુધી સંસારમાં પણ તેઓને દેવ કે, મનુષ્યના ભવમાં પણ જિનધર્મની પ્રાપ્તિ, સદ્ગુરુનો યોગ, ધર્મશ્રવણેચ્છા તથા ધર્મકાર્યો કરવા માટે જોઈતી અનુકૂળતાઓ સાંપડ્યા જ કરે છે અને મુક્તિની પ્રાપ્તિમાં વિઘ્ન થાય તેવા કોઈ સંજોગો ઊભા થતા નથી. તેથી મોક્ષમાર્ગે અવિરત પ્રયાણ ચાલુ રહે છે. જિજ્ઞાસા સમ્યગ્દર્શન પ્રાપ્ત થયા પછી પણ તેનાથી પતન અને ચૌદપૂર્વનું નિગોદગમન તો શાસ્ત્રમાં સંભળાય છે, તો સમ્યક્તને અવિપ્નથી મોક્ષનું કારણ કઈ રીતે કહેવાય ? તૃપ્તિ : સમ્યક્ત પ્રાપ્ત થયા પછી સામાન્ય નિયમ એવો છે કે, સમ્યગ્દષ્ટિ જીવને કોઈ વિઘ્ન નડતું નથી, છતાં સમ્યક્તની પ્રાપ્તિ પછી જે વિપ્ન સાંભળવા મળે છે, તેનું કારણ સમ્યક્ત પ્રાપ્ત થયા પૂર્વે બાંધેલાં નિકાચિત કુકર્મો છે. આ કર્મો જ સમ્યક્તથી જીવનું પતન કરી દુર્ગતિમાં ભ્રમણ કરાવે છે. જો આવાં કર્મો પૂર્વમાં બંધાયાં ન હોય તો સમ્યક્ત ગુણ જ એવો છે કે, જેની હાજરીમાં કોઈપણ પ્રવૃત્તિ કરતાં જીવના પરિણામો મોક્ષને અનુકૂળ જ રહે છે. ઘણીવાર સંસારમાં રહેલા સમ્યગ્દષ્ટિ આત્માઓ, રાગાદિ દોષોની વૃદ્ધિ કરનારી ભોગની કે યુદ્ધ વગેરેની પ્રવૃત્તિ પણ નિકાચિત કર્મના ઉદયના કારણે કરતા હોય છે. પરંતુ ત્યારે પણ આ આત્માઓની મનોદશા જગતના જીવો કરતાં જુદી હોય છે. તેઓ ભોગને રોગ માનતા હોય છે. યુદ્ધાદિની ક્રિયા પણ ઔચિત્યના પાલન માટે જ કરતા હોય છે. આથી આવી ક્રિયા કરતાં પણ તે ભવ્યાત્માઓ કર્મ તો નથી બાંધતા, પરંતુ પૂર્વે બાંધેલા નિકાચિત કર્મનો નાશ જ કરે છે. આથી જ મહામહોપાધ્યાય યશોવિજયજી મહારાજાએ અધ્યાત્મસાર નામના ગ્રંથરત્નમાં કહ્યું છે કે, Page #176 -------------------------------------------------------------------------- ________________ ઉવસગ્ગહરં સૂત્ર विषयाणां ततो बंध-जनने नियमोऽस्ति न । अज्ञानिनां ततो बन्धो-ज्ञानिनां तु न कर्हिचित् ।। सेवते ऽसेवमानोऽपि, सेवमानो न सेवते । ૧૪૯ અધ્યાત્મસાર-૫:૨૪-૨૫ વિષયોના ભોગથી એકાંતે? કર્મબંધની પ્રાપ્તિ છે, તેવો કોઈ નિયમ નથી, કેમકે, અજ્ઞાની આત્માઓ જે વિષયોના ભોગથી કર્મબંધ કરે છે. તે જ વિષયોના ભોગથી જ્ઞાની પુરુષો કર્મનાશ કરે છે.' આથી જ કહ્યું છે કે, વિષયો ઉ૫૨ની આસક્તિવાળો જીવ વિષયોનું સેવન ન કરવા છતાં સેવે છે અને જ્ઞાની પુરુષો વિષયોને સેવતાં છતાં પણ તેમાં આસક્તિ ન હોવાથી સેવતા નથી, એમ કહેવાય. અહીં આ જ વાતને જણાવતાં પૂ. રૂપવિજયજી મહારાજા પંચકલ્યાણકની પૂજામાં જણાવે છે કે - સમ્યગ્દર્શન ગુણને વરેલા તીર્થંકરના આત્માઓ ... ભોગ કરમ ફળ રોગ તણી પરે, 'ભોગવે રાગ નિવારી રે, પરવાળા પરે બાહ્ય રંગ ધરે, પણ અંતર અવિકારી રે... શ્રી જિનરાજ આ ગાથા બોલતાં સાધક વિચા૨ે કે, “આ જગતમાં સર્વશ્રેષ્ઠ વસ્તુ હોય તો પ્રભુ તારું સમ્યગ્દર્શન છે. તારી ભક્તિના પ્રભાવે એકવાર પણ જો આ ગુડ઼ા મને પ્રાપ્ત થઈ જાય તો મારી મોક્ષપ્રાપ્તિ નિશ્ચિત થઈ જાય !” આવી સંવેદના સાથે, આવા ભાવપૂર્વક જો આ ગાથા બોલવામાં આવે તો સાધક આ ગુણને સહજતાથી કેળવી શકે છે. સમ્યક્ત્વનું મહત્વ જણાવી હવે તેની પ્રાર્થના કરે છે. 7. આ વાત નિશ્ચયનયની અપેક્ષાએ છે. નિશ્ચયનયથી પાંચે ઈન્દ્રિયના વિષયો કર્મબંધનું કારણ મનાતા નથી, પરંતુ વિષય ઉપભોગકાળમાં થતો રાગાદિનો પરિણામ કર્મબંધનું કારણ છે. પરમ વિવેકને વરેલા, જડ પદાર્થોને પોતાનાથી ભિન્ન જોતા જ્ઞાનીપુરુષો કર્મોદયથી કદાચ વિષયોમાં પ્રવૃત્તિ કરે, તો પણ તેમાં રંગાતા નથી, આવા અનાસક્ત પુરુષો માટે વિષયો કર્મબંધનું કારણ નથી. જ્યારે વ્યવહારનયની અપેક્ષાએ પાંચે ઈન્દ્રિયના વિષયો કર્મબંધનું કારણ મનાય છે. કેમ કે મોટેભાગે વિવેક વિહીન અજ્ઞાની પુરુષો વિષયના ઉપભોગમાં રાગાદિભાવો કરે છે અને તેનાથી તેને કર્મબંધ થાય છે. જ્યારે બહુલતાને સામે રાખી વ્યવહારનયથી વિષયો કર્મબંધનું કારણ મનાય છે. Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ સૂત્રસંવેદના-૨ इअ संथुओ महायस ! भत्तिभर-निब्भरेण हियएण, ता देव ! વિજ્ઞ વોર્દિ મ મ પાસ નિવેદ ! - હે મહાયશસ્વી ! ભક્તિસભર હૃદયે (આપ) આ રીતે (પૂર્વની ગાથામાં જણાવેલ પ્રકારે) (મારા દ્વારા) સ્તુતિ કરાયા છો, તેથી હે દેવ ! હે જિનોમાં ચંદ્ર સમાન પાર્શ્વનાથ ભગવાન ! (આપ મને) જન્મોજન્મ બોધિ આપો. આ ગાથામાં ત્રણ વિશેષણોથી યુક્ત પાર્શ્વનાથ ભગવાન પાસે સાધક પોતાની સ્તવનાના ફળરૂપે બોધિની યાચના કરે છે. ' અહીં પાર્શ્વનાથ ભગવાનને મહાયશસ્વી, દેવ તથા જિનચંદ્ર - એમ ત્રણ વિશેષણોથી બિરદાવવામાં આવ્યા છે. મદાવ' એટલે મહા-યશસ્વી. સર્વ દિશામાં ફેલાતી પ્રશંસાને યશ કહેવાય છે. તીર્થંકર પરમાત્માઓ મહાસત્ત્વથી યુક્ત હોય છે. તેઓ સ્વયં સંસારસાગરથી તરેલા છે અને અન્યને તારવામાં પ્રબળ નિમિત્ત પૂરું પાડે છે. આવા લોકોત્તર પુરુષનો યશ ત્રણે લોકમાં અને દશે દિશાઓમાં ફેલાયેલો છે. આથી મહાન યશવાળા તેઓને મહાયશસ્વી કહેવાય છે. રેવ' શબ્દ અહીં દેવાધિદેવ માટે વપરાયો છે. જગતમાં સુખ સંપત્તિની અપેક્ષાએ દેવો મહાન ગણાય છે. પરંતુ પરમાત્મા તો આવા દેવોના પણ દેવ છે કેમકે, તેઓ અનંત સુખના સ્વામી છે. અનંત જ્ઞાનાદિ સંપત્તિના માલિક છે, માટે તેઓ જ સાચા અર્થમાં દેવોના પણ દેવ છે. જિયંતી - જિનોમાં ચંદ્ર તે જિનચંદ્રછે. રાગાદિ શત્રુને જે જીતે છે, તેને જિન કહેવાય છે. જિન તરીકે સામાન્ય કેવલિભગવંતો આદિનો સમાવેશ થાય છે. આવા જિનોમાં પણ વિશિષ્ટ ગુણો અને વિશેષ પ્રકારના પુણ્યના કારણે પાર્શ્વનાથ ભગવાન ચંદ્ર તુલ્ય છે, તેથી તેઓ જિનચંદ્ર કહેવાય છે. આ રીતે સાધક પાર્શ્વનાથ ભગવાનને વિવિધ વિશેષણોથી સંબોધી પછી પોતાના ભક્તિસભર હૃદયે પ્રભુ પાસે માંગણી કરે છે કે – ર - “હે દેવ ! આ રીતે એટલે કે પૂર્વની ગાથામાં જે શબ્દો વડે આપનું કે, આપના મંત્ર કે પ્રણામનું માહાભ્ય બતાવ્યું છે, તે શબ્દોથી મારા દ્વારા આપ ભક્તિભરેલા હૃદયથી સમ્યગુ પ્રકારે સ્તવાયેલા છો તે કારણથી અને વળી જે કારણથી આપનું સમ્યકત્વ મોક્ષ સુખ આપે છે, તે કારણથી આપ મને ભવોભવ સમ્યક્ત્વ આપો.” Page #178 -------------------------------------------------------------------------- ________________ ઉવસગ્ગહરં સૂત્ર ભક્તિ ભરેલા હ્રદયે જ્યારે ભક્ત ભગવાન પાસે કંઈક યાચના કરે છે, ત્યારે તે અંતરંગ બહુમાનના પરિણામથી એવી ભાવના ભાવે છે કે - “હે મહાયશવાળા પ્રભુ! આપ અચિંત્ય ક્તિથી યુક્ત છો, આપનું નામ કે મંત્રજાપ પડ઼ા મહાપ્રભાવવંત છે, આપને કરેલો પ્રણામ પડ઼ા ઘણા ફળવાળો છે અને આપનું સમ્યક્ત્વ તો છેક મોક્ષ સુઘી પહોંચાડે છે. માટે આપ જ મારા માટે આરાધ્ય દેવ છો, આપ જ મારા સુખના સાઘન છો, આપ જ મારા કલ્યાણની કારક છો, અપાર એવા આ સંસારમાંથી તારનાર પણ આપ જ છો, આપ જ પ્રાણ છો, ત્રાણ છો, શસ્ત્ર છો. આપ સમ્યગ્દર્શન આદિ ગુણોના સ્વામી હોવાથી તે આપવા સમર્થ છો. તેથી હે દેવાધિદેવ ! માટે આપની પાસેથી બીજું કાંઈ નથી જોઈતું પણ ભવોભવ સન્માર્ગમાં સહાયક બને એવું સમ્યગ્દર્શન મને આપો.” ૧૫૧ મોક્ષનું સ્વરૂપ જેણે જાણ્યું છે અને મોક્ષનું અનન્ય કારણ સમ્યક્ત્વ છે એવું જેને પ્રતીત થયું છે, તેવા આત્માઓને મન આ જગતમાં બોધિ-સમ્યક્ત્વથી ચઢિયાતું કાંઈ હોતું નથી. તે સમજે છે કે, એકવાર પણ જો આ સમ્યગ્દર્શન મને પ્રાપ્ત થઈ જશે તો આ જગતની નાશવંત શ્રેષ્ઠ ચીજો કે ભૌતિક સુખ તો શું, પરંતુ આત્માનું શાશ્વત સુખ પણ મને મળ્યા વિના રહેશે નહિ. તેથી તે પરમાત્માને સંબોધીને કહે છે કે – “આ ભક્તિનું મારે બીજું કોઈ ફળ નથી જોઈતું, પરંતુ જ્યાં સુધી મુક્તિ ન મળે, ત્યાં સુધી દરેક ભવમાં મને બોધિ-સમ્યકૃત્વ આપો.” મુમુક્ષુ આત્મા સમજે છે કે આ બોધિ પણ એમને એમ મળી જાય તેવી ચીજ નથી. લોકોત્તર પુરુષ પાંસે ભાવપૂર્ણ હૃદયથી પુનઃ પુનઃ પ્રાર્થના કરવાથી જ આ વસ્તુ મંને મળી શકે તેમ છે. જો કે, પાર્શ્વનાથ ભગવાન તો વીતરાગ છે. વીતરાગ કદી કોઈને કાંઈ આપતા નથી, તો પણ ભાવપૂર્ણ હૃદયથી કરેલી પરમાત્માની પ્રાર્થના જ તેવા પ્રકારના કર્મનો ક્ષયોપશમ કરાવી, તે ગુણને પ્રાપ્ત કરાવે છે. ‘હા’ પ્રાર્થના સાચા હૃદયની હોવી જોઈએ, શબ્દ માત્ર નહીં અને એ પ્રાર્થનાને અનુરૂપ જીવનમાં યત્ન પણ હોવો જોઈએ. ભાવથી કરેલી પ્રાર્થના અને સ્વશક્તિ અનુસાર તત્ત્વમાર્ગને સમજવાનો અને આચરવાનો પ્રયત્ન જ સાધક માટે જન્માંતરમાં સમ્યક્ત્વની પ્રાપ્તિનું કારણ બને છે. - Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ સૂત્રસંવેદના-૨ ઉવસગ્ગહરં સ્તોત્રના પાર્શ્વયક્ષ, ધરણેન્દ્ર તથા પદ્માવતી પક્ષે કરાએલા અર્થો : ઉવસગ્ગહરં સ્તોત્રની પાંચેય ગાથાઓનો જે રીતે શ્રી પાર્શ્વનાથ સ્વામીને અનુલક્ષીને અર્થ કરાયો છે; તે રીતે શ્રી પાર્શ્વયક્ષ, ધરણેન્દ્ર તથા પદ્માવતીને અનુલક્ષીને પણ અર્થો કરવામાં આવ્યા છે; જે નીચે દર્શાવાય છે. જ્યારે આ રીતે અર્થ કરાય છે ત્યારે પ્રથમ ગાથાનું સંસ્કૃત રૂપાન્તર નીચે મુજબ થાય છે. उपसर्गहरं पार्श्व, पाशां वन्दे काम्यघनमुत्काम् विषधरविषनिर्नाशं, मंगलकल्पाज्ञाऽवासं । અવસાદર પાસું - સમ્યગ્દષ્ટિ આત્માઓના વિઘ્નોનું ઉપશમન કરનાર શ્રી પાર્શ્વયક્ષને 8 પાસું - આ પદ દ્વારા શ્રી પદ્માવતી વાચ્ય છે. જેના હાથમાં પાશ છે તે ‘પાશા.’ એટલે પદ્માવતી. તેને. મ્મઘળમુદ્ર નું સંસ્કૃત રૂપાન્તર હ્રામ્યધનમુમૂ કરવામાં આવે છે. ‘ગમ્ય’ એટલે મનોહર એવું જે ‘ઘન’ એટલે શરીર તેનાથી ‘મુક્’એટલે હર્ષ; જેનાથી જોનારાઓને હર્ષ થાય છે તે ‘હ્રામ્યપનમુા’ તેને. એટલે કે પોતાના દિવ્ય દેહદ્વારા (જોનારાઓને) પ્રમોદ પેદા કરનારીને. વિસદરવિનિન્નાસં - આ પદ દ્વારા શ્રી ધરણેન્દ્ર” વાચ્ય છે. વિષ એટલે પાણી તેને ધારણ કરે તે વિષધર એટલે મેઘ અર્થાત્ કમઠાસુરે વર્ષાવેલ મેઘ તેનું વિષ એટલે પાણી તેનો નાશ કરનારા એટલે પોતાની ફણાના છત્ર વડે તેનું વારણ કરનાર. તે વિષધરવિનિર્માણ અર્થાત્ ધરણેન્દ્ર. તેમને 10 मंगलकल्लाणआवासं 8. પાર્શ્વ; = પાર્શ્વયક્ષ; િિવશિષ્ટમ્ ઉપસર્નર-સમ્યદશાં વિદ્યોપશમıરમ્ । -અનેકાર્થ રત્નમંજૂષામાં અર્થકલ્પલત્તા નામની ‘ઉવસગ્ગહરં’ની વૃત્તિ 9. तथा पाशोऽस्या वामहस्तेऽस्तीत्यभ्रादित्वात् मत्वर्थीये प्रत्यये पाशा- पद्मावती तां च किंविशिष्टाम् ? 'काम्यघनमुत्का' काम्यः कमनीयो घनः शरीरं तेन करणभूतेन भुद् हर्षोऽर्थात् दृष्टणां यस्याः सकाशात् सा काम्यघनमुत्का, दिव्यमपुषा प्रभोदजनिकेत्यर्थः ताम । અ.ક.લ. પૃ.૧૨ 10. विषधरो-जलधरोऽर्थात् कमठासुरसम्बन्धी तस्य विषं जलं निर्नाशयति निजफणातपत्रधारणेन વાતિ (રૂતિ) વિષધરવિનિર્માશો-ધરણેન્દ્રસ્ત હૈં । Page #180 -------------------------------------------------------------------------- ________________ ઉવસગ્ગહરં સૂત્ર આ વિશેષણ શ્રીધરણેન્દ્રને લાગુ પાડવામાં આવે છે. આનું સંસ્કૃત રૂપાંતર મંત્પાજ્ઞાઽપ્રવાસ થાય છે. મંત્ત્વ એટલે મંગલ કરવામાં તત્પર એવી જે આજ્ઞા એટલે ભગવંતનું શાસન, તેનાથી ઞ એટલે સંપૂર્ણ રીતે વાસ એટલે વાસના અથવા ભાવના છે જેની તેને. અર્થાત્ કલ્યાણકારી ભગવંતની આજ્ઞાથી ભાવિત છે મન જેમનું એવા શ્રી ધરણેન્દ્રને11 સંપૂર્ણ ગાથાનો અર્થ આવો થશે ૧૫૩ ઉપસર્ગોનું શમન કરનાર શ્રી પાર્શ્વનાથ યક્ષને, જેના હાથમાં પાસ છે તેવા તથા પોતાના મનોહર શરીર દ્વારા (જોનારાઓને) હર્ષ ઉત્પન્ન કરાવનારી પદ્માવતી દેવીને અને (કમઠાસૂરે વર્ષાવેલ) મેઘના પાણીનું ધારણ કરનારા તથા મંગલ કરવામાં તત્પર એવી ભગવાનની આજ્ઞાથી વાસિત મનવાલા શ્રી ધરણેન્દ્રને હું વંદન કરું છું. ગાથા ૨ જી આ ગાથાનો પાર્શ્વયક્ષ, ધરણેન્દ્ર તથા પદ્માવતીના પક્ષમાં થતો અર્થ ભગવંત શ્રી પાર્શ્વનાથના પક્ષમાં દર્શાવેલ અર્થથી વિભિન્ન નથી તેથી તે અહીં ટાંકેલ નથી.12 ગાથા ૩ જી આ ગાથાનો અર્થ નીચે મુજબ કરવામાં આવે છે : (પ્રસ્તુત) મન્ત્ર તો દૂર રહો, તમારૂં એટલે કે પાર્શ્વયક્ષ, પદ્માવતી તણા ધરણેન્દ્રનું ‘પ્રણામ’ એટલે કે ‘પ્રસાદાભિમુખપણું’ પણ બહુફલદાયક થાય છે. અહીં ‘પ્રણામ’નો અર્થ ‘પ્રસાદ અભિમુખપણું’ કરવામાં આવેલ છે. ‘તવ’ પદમાં વપરાએલી ષષ્ઠી કર્તામાં ષષ્ઠી છે એટલે તેનો અર્થ ‘તમે કરેલો પ્રસાદ’ એ પ્રમાણે થાય છે.13 એટલે કે તમારા પ્રસાદાભિમુખપણામાત્રથી જ, જે મનુષ્યો તિર્યંચ જેવા જે 11. मङ्गलकल्याणावासमिति प्राग्वत् अथवा मङ्गलकल्पा श्रेयस्करणप्रगुणा या आज्ञा- भगवच्छासनं तया आसमन्तात् वासना वासी वा भावना यस्य तं, कल्याणकारिभगवदाज्ञाभावितમનમિત્યર્થ:। તાંસ્ત્રીનપિ વન્દે-મિમિ । અ. ક. લ. પૃ. ૧૨. 12. पार्श्वयक्ष-पद्मावती-धरणेन्द्रस्तवपक्षेऽपि तुल्यैव व्याख्या प्रस्तुतमन्त्रस्य तत्त्रयेण अधिष्ठितत्वात् । 13. तव पार्श्वयक्षस्य, पद्मावत्या धरणेन्द्रस्य प्रणामोऽपि बहुफलो भवति । 'प्रणमनं प्रणामः प्रह्वत्वं प्रह्वीभावः, प्रसादाभिमुख्यमिति यावत् । अत्र तवेति कर्तरि षष्ठी । तथा तव प्रभावमात्रादेव Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ સૂત્રસંવેદના-૨ છે તે નૃપશુઓ એટલે કે પશુપ્રાય બાલ-ગોપાલ-ખેડૂત વગેરે પણ દુ:ખ કે દારિદ્રને પામતા નથી. એટલે કે ઉપર જણાવેલા નૃપશુઓ ઘણું કરીને દુ:ખિત જ હોય છે. પરંતુ માત્ર તમારા પ્રસાદથી તેઓ પણ નિરંતર સુખી બને છે. ગાથા ૪ થી તુ - આ પદનો અર્થ ‘તમારું' એ પ્રમાણે થાય છે. એટલે કે પાર્શ્વયક્ષનું, પદ્માવતીનું તથા ધરણેન્દ્રનું. सम्मत्ते આ પદનો અર્થ છે સાંમત્ય, સંમતપણું, વલ્લભપણું.14 એટલે ચિન્તામણિ અને કલ્પવૃક્ષથી પણ અધિક એવું તમારૂં વલ્લભપણું પ્રાપ્ત થયે છતે. चिन्तामणिकप्पपायवब्भहिए આ પદનો બીજો પણ અર્થ કરવામાં આવે છે. ચિન્તાળિ પ એટલે ચિન્તામણિ સમાન પાય એટલે પાનક-પીણું અને વઘ્ન એટલે વત્સ્ય-ભોજન તેને માટે હિ - હિતકારી એટલે અનુકૂલ. આખા પદનો અર્થ-ચિન્તામણિ સમાન એટલે કે મનચિંતિત રસને પૂરવામાં તત્પર એવા જે ભોજન અને પાન તે મેળવી આપનાર એવું તમારૂં વલ્લભપણું પ્રાપ્ત થયે છતે. અથવા તો-જ્જે વિન્તાળિ' પદને ‘ન્દ્રે અશ્વિન્તા' એ રીતે કરી આગળ ‘ળિ પપાયવમતિ' પદ ગોઠવવાથી નીચે પ્રમાણે અર્થ થાય. ‘અચિન્તા’ એટલે ચિન્તા વિનાના, અર્થાત્ નિશ્ચિન્ત અને ળિ એટલે કર્યેતન આદિ રત્નો. તેનાથી કલ્પ એટલે રચના છે જેની મળત્વ એટલે કે રત્નોના ઘડેલા. પાય એટલે પાત્ર અર્થાત્ સ્થાલી આદિ ભાજનો તેમાં વક્ર્મ એટલે ભોજન તેનાથી. અથવા તે માટે હિતકારી એવું તમારું સંમતપણું. ભાવાર્થ એ કે તમારા પ્રસાદથી જેઓ સુભગ છે તેઓ નિશ્ચિન્ત હોવાથી રત્નમય પાત્રોમાં ભોજન કરનારા હોય છે. 15 नरास्तियश्च इव नरतिर्यञ्चः पशुप्राया बालगोपालकृषीवलादयस्तेष्वपि मध्ये जीवाः प्राप्नुवन्ति न दुःखदौर्गदत्यम् । ते हि प्रायो दुःखिता एवोपलभयन्ते । केवलं त्वत्प्रसादात् तेऽपि सततं સુવિતા વ સ્વ: રૂતિ માથાર્થ: અ. કે. લ. પૃ. ૧૮. 14. સમ્મતસ્ય વહુમતસ્ય માવ: સામ્પ્રત્યે વાછમ્યમિત્યર્થઃ તસ્મિન્ । અ. ક. લ. પૃ. ૧૮. 15. अथवा पीयत इति पायः वल्भो-भोजनं चिन्तामणिकल्पौ मनश्चिन्तितरसपूरणप्रवणत्वा Page #182 -------------------------------------------------------------------------- ________________ ઉવસગ્ગહરં સૂત્ર દાળ આ પદનો અર્થ છે ‘પદને,' ‘શ્રેષ્ઠ સામ્રાજ્ય આદિને.' ‘સ્થાન' શબ્દથી ‘રાજ્ય આદિ પદ’ એવો અર્થ કેવી રીતે લેવો ? એ શંકાનું સમાધાન એ છે કે અસાધારણ એવા વિશેષણના સમાર્થ્યથી એવો અર્થ થઈ શકે છે અને તે વિશેષણ છે ‘અયરામાં'1 16 ‘અવરામર’ આ પદનો અર્થ કરવા પૂર્વે આ પદની નિષ્પત્તિ ‘અય+રામા+રા' થી થાય છે. ‘અયઃ એટલે અનુકૂલ એવું ભાગ્ય તેના વડે ‘રામા’ એટલે રમણીય ‘રા’ એટલે દીપ્તિ છે જેમાં તે ‘અયરામાં’17પુરુષને ઉત્કૃષ્ટ ભાગ્યના યોગે જ રાજ્ય આદિ પદમાં અત્યંત દીપ્તિ ઉત્પન્ન થાય છે. અર્થાત્ જે તેમને સમ્મત હોય છે તે અનુકૂળ ભાગ્યથી સમેત એવા રાજ્યાદિક પદને પામે છે.18 આખી ચોથી ગાથાનો અર્થ આ પ્રમાણે થાય ૧૫૫ - ‘ચિન્તામણિ જેવા ભોજન મેળવી આપનાર તમારું વલ્લભપણું પ્રાપ્ત થયે છતે (સાધક) અનુકૂળ ભાગ્યથી યુક્ત એવા રાજ્યાદિક પદને પામે છે. ગાથા. ૫ મી આ ગાથાના પાર્શ્વયક્ષ, પદ્માવતી તથા ધરણેન્દ્ર પક્ષમાં ત્રણ જુદા જુદા અર્થો થાય છે. અહીં પ્રથમ પાર્શ્વયક્ષના પક્ષે શું અર્થ થાય છે તે વિચારીએ. चिन्तारत्नतुल्यौ यौ पायवल्भौ ताभ्यां हितः - अनुकूलः तत्सम्पादकत्वात् तस्मिन् । यदि वा अकारलोपात् अचिन्ता- निश्चिन्ता मनः प्रयासवर्जिता इति जीवानां विशेषणम् । मणिभिः कर्केतनाद्यैः कल्पः कल्पनंरचना येषां तानि मणिकल्पानि, रत्नघटितानीत्यर्थः । तथाविधानि यानि 'पाय' त्ति पात्राणि - स्थाल्यादिभाजनानि तेषु वल्भो भोजनं तेन कृत्वा तस्मै वा हिते, तव સામ્મત્ત ત્વત્પ્રસારસુમરાનામેશ્વર્યશતિયા રભમયપાત્રેષુ મોનનોષપત્તેઃ । અ. ક. લ. પૃ. ૨૦. 16. સ્થાનં-પર્વ પ્રાગ્યસામ્રાજ્યાવિમ્ । अथ कथं स्थानशब्देन राज्यादिकं लभ्यते ? અસાધારળવિશેષળસામર્થ્યવિતિ નૂમ: । તરૢ વિશેષળ ‘અયરામર’ ત્તિ । અ. ક. લ. પૃ. ૨૦. 17. ગય: અનરું દેવં તેન રામા-રમળીયા રા-દીપ્તિયંત્ર તવ્યરામરમ્ । અ. ક. લ. પૃ. ૨૦. 18. उत्कृष्टभाग्यवशाद्धि राज्यादिक एव पदे दीप्तिरतितरामुत्पद्यते पुरुषाणाम्, यस्तव सम्मतो भवेत સોડનુજ્યેવાન્વિત રાજ્યાપિવમવાન્નોતીત્યાતમ્। અ. ક. લ. પૃ. ૨૦. Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ સૂત્રસંવેદના-૨ - ૧. પાર્શ્વયક્ષના પક્ષે : पास આ પદનો અર્થ છે હે પાર્શ્વયક્ષ ! जिणचंद- આ પદ પાર્શ્વયક્ષનું વિશેષણ છે અને તેનો અર્થ છે જિન એટલે કે શ્રી અહંતુ ભગવંત તે જ ચન્દ્રની જેમ આફ્લાદક છે જેને તે જિનચન્દ્ર19 महायसभत्तिभरनिब्भरेण हियएणપાર્શ્વયક્ષ પક્ષમાં એ ‘મહાસ !' એ પદને સંબોધન ન ગણતાં સમસ્ત પદનો જ એક ભાગ ગણવામાં આવે છે. અને અર્થ નીચે મુજબ કરવામાં આવે છે: મહાય !' એટલે મહાયશસ્વી, અહીં પ્રસંગથી શ્રી પાર્શ્વનાથ સ્વામી સમજવા. તેમના પ્રત્યેની ભક્તિના સમૂહથી છલકાતા હૃદયે આ પ્રમાણે મેં તમને એટલે કે પાર્શ્વયક્ષને સ્તવ્યા.20 + રેવ આ પદનો અર્થ છે હે વત્તરજાતીય દેવ !21, પાર્શ્વયક્ષના પક્ષે આખી ગાથાનો અર્થ આ પ્રમાણે થશે - “હે જિનચંદ એવા પાર્શ્વયક્ષ ! મહા યશસ્વી એવા પાર્શ્વનાથ ભગવાન પ્રત્યેની ભક્તિના સમૂહથી છલકાતા હૃદયે મેં તમને આ પ્રમાણે સ્તવ્યા છે તેથી હે દેવ મને ભવોભવ બોધિ આયો ” જિજ્ઞાસા : પાર્શ્વયક્ષ પાસે બોધિની પ્રાર્થના કરવી તે શું અનુચિત નથી ? કારણ કે બોધિ તો શ્રી જિનેન્દ્ર ભગવંતો પાસે માગવાની હોય. 19. નિન ર્વ શ્રીમદ ઈંન્નેવ વન્દ્રતીતિ વન્દ્ર માર્ગો યાસો નિનવ તસ્ય સમ્બોધનમ્ અ. ક. લ. પૃ. ૨૦. 20. इति संस्तुतः त्वं महायशाः प्रस्तावाद् भगवान् पार्श्वनाथः तत्र विषये योऽसौ મિરૌંત્રપરા હૃથેન મનસી / અ. ક. લ. પૃ. ૨૦. 21. સેવ ચન્તરંગાતીય ! અ. ક. લ. પૃ. ૨૦. Page #184 -------------------------------------------------------------------------- ________________ ઉવસગ્ગહરં સૂત્ર ૧૫૭ તૃપ્તિ : આવી પ્રાર્થના અનુચિત નથી. કારણ કે, પૂર્વાચાર્યોએ “વંદિતુ' સૂત્રની ૪૭મી ગાથામાં “સવિઠ્ઠી સેવા રિંતુ સમાદિ વ વોહિં ચ પદ દ્વારા આવી યાચના કરેલ છે. આ યક્ષ સમ્યગુદૃષ્ટિ નથી એવું પણ નથી. કારણ કે તે પરમ આહત છે તે જણાવવા તેનું વિશેષણ “જિનચંદ્ર' મૂકવામાં આવેલ છે.22 ૨. પદ્માવતી દેવીના પક્ષે : પદ્માવતી પક્ષમાં આ ગાથાનો અર્થ જુદી રીતે થાય છે. તે પક્ષમાં જે અર્થ કરવામાં આવે છે તે માટે ગાથાના અન્વયમાં નીચે મુજબ પરિવર્તન કરવામાં આવે છે. इति संस्तुता उ मम अयशोभक्तिभरनिर्भरे । (आयसंभक्तिभरनिर्भरे !) न हितदे ! न तस्मात् देवते ! असुबोधिं भवे भवे प्रास्य जय चन्द.. તિ સંસ્તુતા' નો અર્થ છે આ પ્રમાણે તને મેં સ્તવી. ‘' એ સંબોધન અર્થમાં નિપાત છે. “ત્તિ સંસ્તુતો’ અને ‘૩ની સંધિ થતાં “તિ સંસ્તુતો ફિય સંથો] પદ સિદ્ધ થાય છે.23 - “મમ' નો અર્થ છે હારી. આ પદનો સંબંધ આગળ આવનારા ‘સુવધિ' સાથે છે. अयशोभक्तिभरनिर्भरे अथवा आयसभक्तिभर्रनिर्भरे - આ પદનો અર્થ નીચે મુજબ છે :‘ગયા:' એટલે અપકીર્તિ. અથવા તો ‘માય' એટલે ધન આદિનો લાભ તેને ન્તિ' એટલે નાશ કરનારા તે. ‘બાયસ' એટલે શત્રુઓ. તેમનું ‘મરૂ' એટલે ભંજન કરવું, નાશ કરવો, તે વિષયમાં ‘પર' એટલે અતિ આગ્રહ. તેનાથી ‘નિર્મર' એટલે પૂર્ણ એવી હે દેવિ 24 22. ન વીમદ્ વધિપ્રાર્થનમનોવિતીમુન્નુત્તે “સવિઠ્ઠી સેવા” (વંદિત્તસૂત્રે ૪૭) રૂતિ पूर्वाचायैरपि भणनात् । न चायं न सम्यग्दृष्टिः परमार्हतत्वात् तथा विशेषणमुक्तमाचार्येण ‘નિવિંદ ત્તિ / અ. ક. લ. પૃ. ૨૦. 23. ૩ઃ તિ નિપાતઃ સોધને | સભ્યો સંસ્તુતો રૂત્તિ | અ. ક. લ. પૃ. ૨૦. 24. अयशोभक्तिभरनर्भरेण अयशः-अपकीर्तिः, आयं धनादिलाभं स्यन्ति समापयन्तीति आयसाः शत्रवः तस्य तेषां वा भक्ति: मञ्जनं तत्र विषये यो भरः अत्याग्रहः तेन निर्भरा पूर्णा तस्या નમસ્ત્રમ્ અવશોમિનિમરે ! ગાયમમિનિમરે ! વી | અ. ક. લ. પૃ. ૨૦. Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ સૂત્રસંવેદના-૨ ર હિત ન બે ‘ન' નિષેધ અર્થ ન બતાવતાં પ્રસ્તુત અર્થને જ બતાવે છે. દા.ત. દેવદત્ત દુષ્ટ નથી એમ નથી. અર્થાત્ દુષ્ટ જ છે. તે રીતે અહીં પણ હિત કરનારી નથી એમ નહીં અર્થાત્ હિત કરનારી. હિત એટલે અનુકૂલ વસ્તુઓ. તે ભક્તોને આપનારી તે હિતવી તેનું સંબોધન હિન્દુ 25 તા' ના અર્થમાં કંઈ ફેરફાર નથી. ‘તા' એટલે તેથી. ફેવરે ! આનું સંસ્કૃત રૂપાન્તર છે તે ! અર્થાત્ દેવિ ! પદ્માવતિ 26 સુત્રોfધ – સુંદર એવી બોધિ તે ‘સુવો' તેનાથી વિપરીત તે ‘સુનય' અર્થાત્ કતીર્થિકોને અભિપ્રેત એવી બોધિ યા તો અતિચારવાળા-દોષોવાળી-બોધિ. તેને 27 ૧ બવ – ભવે દવે – આવે અવે પદનો અર્થ પૂર્વવતું જ છે. ભવોભવ, પ્રત્યેક ભવમાં. પાસ – આનું સંસ્કૃત રૂપાન્તર છે પ્રાય. પ્રાર્થનો અર્થ છે સંપૂર્ણ રીતે દૂર કર 28 નિ – આનો અર્થ છે જય પામ. સર્વોત્કર્ષપણે વર્ત 29 ચંદ્ર – એટલે દીપ્તિમાન થા. પોતાના માહાત્મથી ચિરકાળપર્યત શોભાવાન બન 30 25. ‘જ' દિયા ‘’ ત્તિ “ નનો પ્રકૃતાર્થ મયતઃ” રૂત્તિ ચાયત્ર હિતેરે ! પ તુ હિતરે ! હિતમ્ અનુર્જ વસ્તુ મમ્યો રાતીતિ હતા તસ્ય સામગ્નમ્ એ. કે. લ. પૃ. ૨૦. 26. રેવ તિ રેતે ! પતિ ! વિ ! વ્યત્યય (સિદ્ધ ૮-૪-૪૪૭) કૃતિ પ્રકૃતિવચનાત્ - શૌરર્સની વિનાપિ તરસ્ય : / અ. ક. લ. પૃ. ૨૦. 27. શમના વોષિઃ સુવધિઃ સુવધિસુવધિ: તીર્થમિપ્રેતા સાતિવાર વા વોધિરત્યર્થ: તામ્ | અ. ક. લ. પૃ. ૨૦. 28. પાતિ પ્રાપ્ત-પ્રવર્ષે ક્ષિપ-નિર/રુ અ. ક. લ. પૃ. ૨૦. 29. તથા ‘ના’ તિ નય સર્વોપેંગ વર્તàત્યર્થ: / અ. ક. લ. પૃ. ૨૦. 30. વન્દ્ર તીર્થસ્વ, માહીત્યેન વિષે શ્રાતિ ભાવ: | અ. ક. લ. પૃ. ૨૦. Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ ઉવસગ્ગહરં સૂત્ર પદ્માવતી દેવીના પક્ષે આખી ગાથાનો અર્થ આ પ્રમાણે થાય છે - અપયશ અથવા શત્રુઓનો નાશ કરવામાં અતિ આગ્રહથી પરિપૂર્ણ ! હિત કરનારી ! દેવી ! તું આ પ્રમાણે સ્તવાઈ છે. તેથી મારી સુબોધિથી વિપરીત એવી બોધિને તું ભવોભવ સંપૂર્ણ રીતે દૂર કર. અને જય પામ તથા દિપ્તિમાન થા. ૩. ધરણેન્દ્ર પક્ષે : ધરણેન્દ્ર પક્ષમાં આ ગાથાનો અન્વય આ રીતે થાય છે. इति संस्तुतो महायशोभक्तिभरनिर्भरैनः ! हृदयगेन ! तस्मात् देव देहि बोधिं भवे भवे પાર્શનિનવન્દ્ર ! અહીં ‘ત્તિ સંસ્તુતઃ' પદના અર્થમાં કંઈ પરિવર્તન કરાયું નથી. महायशोभक्तिभरनिर्भरैनः । મહાય:' એટલે મહાયશસ્વી શ્રી પાર્શ્વનાથ તેમની “પત્તિ' એટલે સેવા તેનો મર' એટલે અતિશય. તેનાથી નિર્મર' એટલે ભાર વિનાનું-અલ્પ જેવું. “નિઃ' ' એટલે પાપ અર્થાત્ મહાયશસ્વી શ્રી પાર્શ્વનાથની ભક્તિના અતિશયથી અલ્પ થઈ ગયું છે પાપ જેનું એવા 31 ઢોર ! હૃદય એટલે છાતી તેનાથી ચાલનારા તે “હૃદયગ” એટલે સર્ષો તેના ‘રૂન' એટલે સ્વામી તે “યોન !' અર્થાત્ નાગોના રાજા ધરણેન્દ્ર !32 . લેવા ભવનપતિના ઇન્દ્ર 33 देह बोधिं भवे भवे - આ પદોના અર્થોમાં કશું જ પરિવર્તન નથી. पासजिणचंद 31. तथा महायशाः श्रीपार्श्वनाथस्तस्य भक्तिः-सेवनं तस्याः भरः अतिशयस्तेन निर्भर-भररहितम्, મન્યમૂતતિ થાવત્ | નિ:-પાપં યસ્ય તસ્વામગ્ન માયશોમિનિમરના અ. ક. લ. પૃ. ૨૩. 32. हृदयेन-उरसा गच्छन्ति इति हृदयगा उरगास्तेषामिनः स्वामी नागराजो धरणेन्द्रः तस्यामन्त्रणं हे હૃદયોને ! અ. ક. લ. પૃ. ૨૩. 33. રેવ ! પવનપતીન્દ્ર ! અ. ક. લ. પૃ. ૨૩. Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ સૂત્રસંવેદના-૨ ‘પાસ’ (પા) એટલે કર્મબન્ધ. તેને જીતનારા તે પાસનળ' એટલે સુવિહિત સાધુઓ, તેમના પ્રત્યે ચન્દ્ર જેવા તે ‘પાસનળવંદ' એટલે સુવિહિત સાધુઓ પ્રત્યે ચન્દ્રની જેમ ઉપસર્ગોના તાપને દૂર કરવા વડે આલાદક અથવા તો પાશથી એટલે તે નામના આયુધથી જય પામનારી અર્થાત્ શત્રુઓને વશ કરનારી તે ‘પના ' એટલે પદ્માવતી. પોતે તેના પતિ હોવાથી તેને આલાદ આપનાર તે ‘પાનિઘંદ્ર' એટલે ધરણેન્દ્ર !34 ધરણેન્દ્ર પક્ષમાં પાંચમી ગાથાનો અર્થ આ રીતે થાય છે - , - મહાયશસ્વી (શ્રી પાર્શ્વનાથ)ની ભક્તિના સમૂહથી અલ્પ થઈ ગયું છે પાપ જેનું એવા ! નાગોના રાજા ! સુવિહિત સાધુઓ માટે ચન્દ્ર સમાન ! યા તો પદ્માવતીને આહ્વાદ આપનાર ! ભવનપતીન્દ્ર (શ્રીધરણેન્દ્ર !) આ રીતે તમે સ્તવાયા છો તેથી ભવોભવ મને બોધિ આપો. આ પ્રમાણે પાર્શ્વયક્ષ, પદ્માવતી તથા ધરણેન્દ્ર પક્ષમાં પાંચ ગાથાના જુદા જુદા જે અર્થો થાય છે તે દર્શાવવામાં આવ્યા. આ અર્થો દ્વારા આ રચના કેટલી વિશિષ્ટ છે તેની કાંઈક ઝાંખી થઈ શકે છે. બાકી તો આ સ્તોત્રની સંપૂર્ણ રચનાના અર્થ પણ અચિન્ય છે અને તેનું સામર્થ્ય પણ અચિજ્ય છે. 34. पाशं कर्मबन्धं जयतीत्यचि पूर्ववत् णे च, पासजिणा-पाशजेतारः सुविहितसाधवस्तान् प्रति चन्द्र इवोपसर्गतापनिर्वापणेनाह्लादकत्वात् तस्यामन्त्रणं हे पासजिणचंद ! यदि वा पाशेन जयति शत्रून् - वशं नयति इति प्राकृते पासजिणा-पद्मावती तां चन्दति-आह्लादयति भर्तृत्वात् ર લેવી તસ્ય સમ્ફોધનમ્ ! અ. ક. લ. પૃ. ૨૩. Page #188 -------------------------------------------------------------------------- ________________ - જયવીયરાય સૂત્ર (પ્રાર્થના સૂત્ર) સૂત્ર પરિચય : આ સૂત્રમાં મોક્ષમાર્ગે આગળ વધવા માટે અત્યંત ઉપયોગી ભવનિર્વેદ આદિ આઠ વસ્તુની ભગવાન પાસે માંગણી કરવામાં આવી છે, માટે તેનું બીજું નામ, પ્રાર્થના સૂત્ર” છે. વળી આ માંગણીઓ મનની એકાગ્રતાપૂર્વક અને દૃઢ નિશ્ચય સાથે કરવાની છે, માટે તેને પ્રણિધાન સૂત્ર' પણ કહેવાય છે. આ સૂત્ર બોલતાં પહેલાં સૌના ખ્યાલમાં રહેવું જોઈએ કે (૧) પ્રાર્થના કરનાર સાધક કેવો હોવો જોઈએ ? (૨) પ્રાર્થના કરવા યોગ્ય ચીજો કેવી હોવી જોઈએ ? અને (૩) પ્રાર્થના કોની પાસે કરવાની છે ? આ સૂત્રમાં જે ચીજો માંગવાની છે તે સંસાર રસિક જીવો માટે નકામી છે; પરંતુ જેને સંસારથી છૂટવાની સાધના કરવી છે, તેવા અપુનબંધકાદિ જીવો માટે જ આ ચીજો ઉપયોગી છે. માટે આ સૂત્ર બોલતાં પહેલાં સાધકે સૌ પ્રથમ તો જાતને પૂછવું જોઈએ કે, સંસાર ઉપરથી કંટાળો આવ્યો છે ? મને મોક્ષ ગમે છે ? મોક્ષની મને ઝંખના જાગી છે ? અને જો આ ત્રણે પ્રશ્નોનો જવાબ “હા” છે તો જ હું આ માંગણી કરવાનો અધિકારી છું. મારે આ માંગણી જેની તેની પાસે કરવાની નથી. પરંતુ અચિંત્ય શક્તિયુક્ત, પરહિતમાં રત, ભવથી અલિપ્ત એવા અરિહંત પરમાત્મા પાસે કરવાની છે. વળી, એવી દઢ શ્રદ્ધા હોવી જોઈએ કે, “આવા નાથ પાસે માંગવાથી મને આ ચીજો જરૂર મળશે જ.” Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ સૂત્રસંવેદના-૨ જે માંગવાનું છે, તે પણ ઉત્તમ ગુણસંપત્તિનું કારણ બને તેવી શ્રેષ્ઠ ચીજો છે જગતમાં આના કરતાં ઉત્તમ અન્ય કોઈ વસ્તુ નથી. આટલું ખ્યાલમાં રહે તો આ સૂત્ર બોલતાં હૃદયમાં અલૌકિક ભાવો પ્રગટ્યા વિના રહે નહિ. જયવીયરાય સૂત્ર એટલે પરમાત્મા સાથે જાણે અંતરની વાતો કરીને, આંતરિક પ્રીતિ અને મનોરથોને શબ્દદેહ આપવાનું સૂત્ર. આ સૂત્રના પહેલાં બે પદો દ્વારા સાધક પરમાત્માને પોતાના હૃદય મંદિરમાં સ્થાપન કરે છે. ત્યારપછી પોતાની નજીકમાં જ રહેલા પરમાત્માને સંબોધન કરીને કહે છે કે, “હે નાથ મારું સામર્થ્ય નથી કે, મોક્ષની સાધના માટે જરૂરી ભવનિર્વેદ આદિ ગુણો હું આપબળે મેળવી શકું, તેથી આપના પ્રભાવે જ મને આ ગુણો પ્રાપ્ત થાઓ !” નમોહન્દુ ' આદિ સૂત્રના માધ્યમે ભગવાનની ભક્તિ કરવાથી ભગવાન પ્રત્યેનો બહુમાનભાવ, ભક્તિભાવ, પૂજ્યભાવ અત્યંત વધી જાય છે. ત્યારે લાગે છે કે – “આ જગતમાં આનાથી વિશેષ સામર્થ્યવાળું બીજું કોઈ નથી. સર્વ ગુણના ધારક, સર્વ સુખના કારક આ પરમાત્મા જ છે. તેથી મારા વાસ્તવિક સુખનાં સાધનો પણ ત્યાંથી જ મળશે.” આવા બહુમાનથી આ સૂત્ર દ્વારા સાધક, પરમાત્માને પ્રાર્થના કરે છે કે - “હે ભગવાન ! મને આપના પ્રભાવથી - ૧. ભવનો નિર્વેદ સંસારથી કંટાળો ૫. ગુરુજનની પૂજા ૨. મોક્ષમાર્ગનું અનુસરણ ૬. પરોપકારનું કારણ ૩. ઈષ્ટફળની સિદ્ધિ ૭. સુગુરુનો યોગ ૪. લોકવિરુદ્ધનો ત્યાગ ૮. સુગુરુના વચનનું હંમેશ પાલન આ આઠ વસ્તુઓ મળો.” આ આઠે માંગણીઓ મોક્ષાંગ છે – મોક્ષની પ્રાપ્તિ કરવા માટેના અંગો = સાધનો છે. તેને સૂચવતી આ સૂત્રની પહેલી બે ગાથાઓ ઉપર યાકિની મહત્તરાસુનુ આચાર્ય ભગવંત શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ લલિતવિસ્તરા ગ્રંથમાં વિવરણ કરેલું છે. તે બે ગાથાઓ ગણધરકૃત છે અને બાકીની ગાથાઓ પૂર્વાચાર્યકૃત છે, જે તેઓને ઉચિત લાગતાં આ સૂત્રમાં ઉમેરાઈ છે. તેમાં પાંચ માંગણીઓ છે. તેથી કુલ-૧૩ ગુણોની પ્રાર્થના આમાં કરાઈ છે. Page #190 -------------------------------------------------------------------------- ________________ જયવીયરાય સૂત્ર ૧૬૩ છેલ્લો સંસ્કૃત શ્લોક લઘુશાંતિ-સ્તવના તથા બૃહચ્છાતિ સ્તવનાના અંતમાં પણ બોલાય છે તથા માંગલિક પ્રસંગોની પૂર્ણાહુતિમાં પણ તેનો ઉપયોગ થાય છે. આ સૂત્રનો ઉપયોગ ખાસ મધ્યમ કે ઉત્કૃષ્ટ ચૈત્યવંદન કરતાં थाय छे. भूण सूत्र: जय वीयराय ! जग-गुरु !, होउ ममं तुह पभावओ भयवं ।। भव-निव्वेओ, मग्गाणुसारिआ, इट्ठफल-सिद्धी ।।१।। लोग-विरुद्ध-शाओ, गुरुजण-पूआ परत्थकरणं च । सुहगुरु-जोगो, तव्वयण-सेवणा आभवमखंडा ।।२।। वारिजइ जइ वि नियाणबंधणं वीयराय ! तुह समये । तह वि मम हुज सेवा, भवे भवे तुम्ह चलणाणं ।।३।। दुक्ख-क्खओ, कम्म-क्खओ, समाहिमरणं च बोहि-लाभो अ । संपजउ मह एअं, तुह नाह ! पणामकरणेणं ॥४॥ . सर्वमङ्गलमाङ्गल्यं, सर्वकल्याणकारणम् । . प्रधानं सर्वधर्माणां, जैनं जयति शासनम् ।।५।। ५४-२० : संपहा-२० : १२-१८१ અન્વય સહિત સંસ્કૃત છાયા અને અર્થ : जय वीयराय ! जग-गुरु !, भयवं ! तुह पभावओ ममं भव-निव्वेओ, मग्गाणुसारिआ, इट्ठफल-सिद्धि, लोग-विरूद्धचाओ, गुरुजण-पूआ, परत्थकरणं सुहगुरु-जोगो आभवमखण्डा तव्वयणसेवणा च होउ ।।१-२।। जय वीतराग ! जगद्गुरो ! भगवन् ! तव प्रभावतः मम भव-निर्वेदः, मार्गानुसारिता, इष्टफल-सिद्धिः, लोकविरुद्ध-त्यागः, गुरुजन-पूजा, परार्थकरणं, शुभगुरु-योगः, आभवं अखण्डा तद्वचन-सेवना च भवतु ।।१-२।। હે વીતરાગ ! હે જગતના ગુરુ ! આપનો જય થાઓ. હે ભગવંત ! આપના પ્રભાવથી મને ભવનિર્વેદ, માર્ગાનુસારપણું, Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ સૂત્રસંવેદના-૨ ઈષ્ટફળની પ્રાપ્તિ, લોકવિરુદ્ધ કાર્યનો ત્યાગ, ગુરુજનની પૂજા, પરાર્થકરણ, સદ્ગુરુનો યોગ અને તેમના વચનની સેવા - (આ સર્વે) મોક્ષ ન મળે ત્યાં સુધી અખંડિતપણે પ્રાપ્ત થાઓ. वीयराय ! जइ वि तह समये नियाण-बंधणं वारिजइ । तह वि मम भवे भवे तुम्ह चलणाणं सेवा हुन ।।३।। वीतराग ! यद्यपि तव समये निदान-बन्धनं वार्यते ।। तथापि मम भवे भवे तव चरणयोः सेवा भवतु ।।३।। હે વીતરાગ ! જો કે આપના શાસ્ત્રમાં નિયાણું કરવાનો નિષેધ કરેલ છે, તોપણ મને ભવોભવ આપના ચરણોની સેવા પ્રાપ્ત થાઓ. नाह ! तुह पणाम-करणेणं मह दुक्ख-क्खओ, कम्मक्खओ। समाहि-मरणं च बोहि-लाभो अ एअं संपजउ ।।४।। નાથ ! તવ પ્રણામ-રન મમ ૩-ક્ષ:, #ર્મ-ક્ષય: | समाधिमरणं च बोधि-लाभश्च एतद् सम्पद्यताम् ।।४।।, .. હે નાથ ! આપને પ્રણામ કરવાથી મને દુઃખનો ક્ષય, કર્મનો ક્ષય, સમાધિમરણ અને બોધિનો લાભ – એ (સર્વ) પ્રાપ્ત થાઓ. सर्वमङ्गलमाङ्गल्यं, सर्वकल्याणकारणम् । सर्वधर्माणां प्रधान, जैनं शासनं जयति ।।५।। સર્વ મંગલોમાં માંગલ્યભૂત, સર્વ કલ્યાણોના કારણભૂત, સર્વ ધર્મોમાં પ્રધાનભૂત એવું જૈનશાસન જય પામે છે. વિશેષાર્થ : નય વીરાય ! - હે વીતરાગ' ! આપનો જય થાઓ ! હે વીતરાગ ! આ શબ્દ દ્વારા ભગવાનને સંબોધન કરવામાં આવ્યું છે. સંબોધન દૂર રહેલી વ્યક્તિને નજીકમાં બોલાવવા માટે તેમજ નજીકમાં રહેલી વ્યક્તિનું ધ્યાન ખેંચવા વપરાય છે. ભગવાન તો આપણાથી સાત રાજલોક દૂર 1. વીતરાગ - वीतोऽपेतो रागो यस्य स वीतरागः - વિત એટલે ચાલ્યો ગયો છે રાગ જેનો તે વીતરાગ. Page #192 -------------------------------------------------------------------------- ________________ જયવીયરાય સૂત્ર છે, તો પણ ભક્તિભાવથી અને જ્ઞાનના ઉપયોગથી ભગવાનને હૃદય-મંદિરમાં સ્થાપન કરવા માટે આ શબ્દ દ્વારા પ્રભુને સંબોધીને ભક્ત કહે છે કે, “હે વીતરાગ ! ઔપનો જય થાઓ !” જો કે વીતરાગ પરમાત્માએ રાગાદિ શત્રુ ઉપર સ્વયં વિજય મેળવેલો જ છે. તો પણ, જેમ વિજયવંત રાજા પાસે જતો પ્રજાવર્ગ જ્યારે રાજાને કહે છે, ‘હે રાજન્ ! આપનો જય થાઓ ! આપનો વિજય થાઓ !' ત્યારે આ શબ્દો રાજાના જયને પ્રાપ્ત કરાવવા માટે નથી બોલાતા, પરંતુ રાજા પ્રત્યેના આદર અને બહુમાનપૂર્વક રાજાના રાજ્યના વિસ્તારની ઈચ્છાથી બોલાય છે, તે જ રીતે ભગવાન માટે બોલાયેલા આ શબ્દો ભગવાન પ્રત્યેના આદર અને બહુમાનભાવને વ્યક્ત કરનારા છે, વળી આ શબ્દ દ્વારા સાધક એવી ઈચ્છા વ્યક્ત કરે છે કે, ભગવાનનું શાસન આ જગતમાં વિસ્તાર પામો ! અર્થાત્ ઘણા જીવો ભગવાનના આ શાસનને સ્વીકારી અનંતકાળનું સુખ મેળવો !. અથવા આ શબ્દો દ્વારા સાધક પરમાત્માને વિનંતી કરે છે - “હે નાથ ! આપ મારા હ્રદય મંદિરમાં બિરાજો ! આપની આજ્ઞાને મારા ચિત્તમાં પ્રવર્તાવો, જેથી અનંતકાળથી અડ્ડો જમાવીને બેઠેલા પેલા મોહમાતંગનો (મોહરૂપી જંગલી હાથીનો) મને કોઈ ભય ન રહે. આજ સુધી મારા ઉપર આક્રમણ કરી તેણે મને ઘણી રીતે પીડા પમાડી છે. આજ સુધીના હુમલામાં સદા તેનો જ વિજય થયો છે. પણ હે નાથ ! જો આપ મારી સાથે હશો, મારા મન મંદિરમાં પધાર્યા હશો, તો મોહની તાકાત નથી કે, મને હરાવી શકે. આપની હાજરીમાં હવે મારો વિજય ` નક્કી છે.” આ જ ભાવમાં પૂજ્ય મહોપાધ્યાય યશોવિજયજી મહારાજાએ કહ્યું છે. તુજ વિના મેં બહુ દુઃખ લહ્યાં તુજ મિલે તે કેમ હોય રે ? તું મુજ હૃદયગિરિમાં વસે સિંહ જો પરમ નિરીહ રે. ૧૬૫ કુમત માતંગના જૂથથી તો કિશી પ્રભુ મુજ બિહ રે... ? - (સીમંધરસ્વામીના ૧૨૫ ગાથાના સ્તવનની ૧૧મી ઢાળ) આવા ભાવો પૂર્વક સાધક વાસ્તવમાં તો પ્રભુના જય દ્વારા મોહ સામેના યુદ્ધમાં Page #193 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૨ પોતાનો જ જય ઈચ્છે છે. પોતાની ચિત્તભૂમિ ઉપર મોહ અને વીતરાગનાં વચનની વચ્ચે જે યુદ્ધ થાય છે તેમાં વીતરાગના વચનનો જય ઇચ્છે છે. ૧૬૬ ગુરુ - હે જગતના ગુરુ (આપનો વિજય થાઓ.) તત્ત્વને યથાર્થ સ્વરૂપે જે કહે તે ગુરુ છે. ધર્માસ્તિકાય આદિ પાંચ દ્રવ્યો જ્યાં છે, તેને જગત કહેવાય છે. પંચાસ્તિકાય સ્વરૂપ જગત જે સ્વરૂપે રહેલું છે, તે સ્વરૂપે જગતને જોઈ, લોક આગળ તેનું યથાર્થ કથન જે કરે છે, તેને જગતના ગુરુ કહેવાય છે. ભગવાન કેવળજ્ઞાન. દ્વારા જગતના પદાર્થોને યથાર્થરૂપે જુએ છે અને જેવું જુએ છે, તેવું જ જગત આગળ વચનાતિશય દ્વારા કથન પણ કરે છે. એટલે પરમાત્માને જગતના ગુરુ કહ્યા છે. ૫૨માત્માને ગુરુ તરીકે સંબોધિત કરવાથી તેમના કેવળજ્ઞાન અને માર્ગદેશકતા નામના બે મહાન ગુણો સૂચિત થાય છે. પૂર્વ વાક્યથી જેમ રાગાદિ શત્રુથી વિજયની આશંસા વ્યક્ત કરી છે, તેમ’‘હે જગતના ગુરુ તમારો જય થાઓ,' એમ કહેવા દ્વારા પરમાત્માને પોતાના હૃદયમંદિરમાં પધરાવવાનો પ્રયત્ન કરાય છે અને તેમની પાસે અજ્ઞાનતા આદિ શત્રુઓ પર વિજય મેળવવાની આશંસા વ્યક્ત કરાઈ છે. અહીં ‘વિયરાય' શબ્દ પ્રભુના સ્વરૂપને દર્શાવે છે તો ‘જગગુરુ' શબ્દ પ્રભુ સાથેના સાધકના સંબંધને દર્શાવે છે. ભવનિર્વેદ આદિ આઠ વસ્તુની માંગણી કરવી છે તે મુખ્યરૂપે આંતરિક ભાવો છે. અનાદિ કાળથી અવળી ચાલે ચાલતા આત્માનો તે પૌદ્ગલિક સુખ પ્રત્યેનો ઢાળ બદલાવી ત્યાંથી પાછો વાળી આત્માભિમુખ બનાવવો એ સહેલું કાર્ય નથી, આવું કાર્ય પોતાના સામર્થ્યથી થઈ શકે તેવું પણ નથી. આથી જ સાધક આવું કાર્ય પાર પાડવા અનંત શક્તિના સ્વામી પરમાત્માને ‘ભયવં’ કહી સંબોધે છે. ભક્તિના તારથી પ્રભુને ખેચી સાત રાજ લોક દૂર રહેલા પ્રભુને પોતાના હ્રદય સિંહાસન ઉપર સ્થાપન કરે છે. અને આ રીતે નિકટ આવેલા પ્રભુને વિનંતી કરે છે ‘હે ભગવાન આપ ગુણોના ભંડાર છો, કરૂણાના સાગર છો, અચિંત્ય શક્તિથી યુક્ત છો. તેથી હે પ્રભુ ! આપ મારા મનમંદિરમાં પધારો અને ભક્તિપૂર્ણ હૃદયે કરાતી મારી પ્રાર્થનાને આપ સાંભળો ! 2. મૃતિ-વિશતિ તત્ત્વ જ્ઞતિ ગુરુઃ । Page #194 -------------------------------------------------------------------------- ________________ જયવીરાય સૂત્ર ૧૬૭ રોડ મને તુE Tમાવો ભવં ! - “હે ભગવાન ! મને તમારા પ્રભાવથી (ભવનિર્વેદ આદિની) પ્રાપ્તિ થાઓ !” ભય શબ્દ ભગવાનનો વાચક છે. આ ‘મા’ સંબોધનવાચક શબ્દ છે. હૃદયમંદિરમાં બિરાજમાન ભગવાનને સંબોધીને પ્રાર્થના કરતાં સાધક કહે છે કે - “હે ભગવાન! તમારા પ્રભાવથી મને ભવનિર્વેદ આદિ વસ્તુની પ્રાપ્તિ થાઓ !” પ્રભાવનો અર્થ છે પ્રસાદ-કૃપા. ઉપાસ્ય તત્ત્વ પ્રત્યેનો અત્યંત બહુમાનનો ભાવ, અંતરંગ ભક્તિનો ભાવ તે જ ખરેખર પ્રસાદ છે, તે જ તેમની કૃપા છે. આ બહુમાનભાવરૂપ કૃપા ગુણોની પ્રાપ્તિમાં વિઘ્ન કરનાર કર્મનો વિનાશ કરી, ગુણોને પ્રાપ્ત કરાવી સાધકને સાધનાના માર્ગમાં આગળ વધારી શકે છે. દ્રોણાચાર્ય પ્રત્યેના બહુમાન અને અંતરંગ ભક્તિના ભાવથી જેમ એકલવ્ય દ્રોણાચાર્યની ધનુર્વિદ્યાને પામી શક્યો, તેમ ભગવાન પ્રત્યેનો ભક્તિભાવ, તેમના પ્રત્યેનું બહુમાન સાધકને જરૂર આ ગુણોમાં આગળ વધારી શકે છે. આપના પ્રભાવથી મને આ મળો, તેમ કહેવાથી માનાદિ કષાયને પણ સ્થાન મળતું નથી. કરોડોની સંપત્તિ સ્વપ્રયત્નથી પ્રાપ્ત કરનાર કુળવાન પુત્ર કદી કહેતો નથી કે, “આ મારું છે કે મેં આ મેળવ્યું છે,” પણ કહે છે કે, “આ વડીલોનું છે, તેમની કૃપાથી મળ્યું છે.” આમ કહેવાથી માનકષાય ઘટે છે, નમ્રતાદિ ગુણોનો વિકાસ થાય છે. ગુણપ્રાપ્તિનો આ જ માર્ગ છે. ભગવાન તો વીતરાગ છે. રાગી પુરુષની જેમ તેઓ કોઈને આપવાની ઈચ્છાવાળા પણ હોતા નથી અને કોઈને આપતા પણ નથી. સિદ્ધાંતને જાણનાર આત્મા આ વસ્તુ ચોક્કસ સમજે છે, સાથે એ પણ સમજે છે કે, ભલે ભગવાન નથી આપતા, તો પણ ભગવાનના નિમિત્ત વિના જીવ શુભ ભાવમાં પ્રયત્ન કરી શકતો નથી અને શુભ ભાવ વિના અશુભ ભાવથી બાંધેલાં કર્મનો વિનાશ થતો નથી. આમ આ ગુણોની પ્રાપ્તિમાં ભગવાન જ નિમિત્ત છે. વળી, 3. મયુર્વ - મોડ-જ્ઞાન માદાભ્ય-ચણો વૈરાગ્ય-પુષિ રૂપ-વીર્ય-પ્રયત્વેચ્છાથી-થર્મેશ્વર-નિષ | ‘ભગ’ શબ્દ સૂર્ય, જ્ઞાન, માહાભ્ય, યશ, વૈરાગ્ય, મુક્તિ, રૂપ, વીર્ય, પ્રયત્ન, ઈચ્છા, લક્ષ્મી, ધર્મ, ઈશ્વર અને યોનિ અર્થમાં વપરાય છે. તેમાં સૂર્ય અને યોનિ છોડી બાર પ્રકારના અર્થ જેને લાગુ પડે છે, તેને ભગવાન કહેવાય છે. Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ સૂત્રસંવેદના-૨ . ગુણ માટેની પ્રાર્થના ગુણવાન પાસે જ કરાય. તેથી “ભગવાનથી મને આ સર્વ પ્રાપ્ત થાઓ.” એમ કહેવું તે યોગ્ય જ છે. આ પદ બોલતાં શ્રેષ્ઠ કોટિના રૂપવાળા. પરમ ઐશ્વર્યવાળા અને કેવળજ્ઞાનાદિ ગુણોવાળા ભગવાન મારી સામે છે, મારા હૃદયમાં બિરાજમાન છે. તેવી કલ્પના કરીને, તેમના પ્રભાવથી જ મને આ ગુણો મળવાના છે, તેવા પાક્કા વિશ્વાસ અને શ્રદ્ધાપૂર્વક સાધક પ્રાર્થના કરતાં કહે છે કે, “હે ભગવંત ! માટે સુખી થવું છે. સાચું સુખ મોક્ષમાં છે તે હું જાણું છું અને મોક્ષમાર્ગે ગુફા વિના ચલાતું નથી માટે જ આય પાસે આ ગુની હું સહૃદય પ્રાર્થના કરું છું. હૃદયપૂર્વકની મારી આ પ્રાર્થનાને આય સાંભળજો ! અને તે કૃપાનિધાન ! કૃપા કરીને મને આ ગુણોનું દાને કરજો.” હવે સાધના માટે સૌ પ્રથમ જે ગુણની ખાસ જરૂર છે તેની માંગણી કરતાં કહે છે. ભવનિત્રેગો - ભવનો કંટાળો. “હે ભગવાન ! તમારા પ્રભાવથી મને ભવનિર્વેદની પ્રાપ્તિ થાઓ.” ભવનિર્વેદ એટલે સંસારનો કંટાળો, સંસાર પ્રત્યે અણગમો, સંસારથી ભાગી છૂટવાની ઈચ્છા, સંસારનું અબહુમાન. ભવ એટલે સંસાર. જ્યાં સુધી આત્મા સંસારમાં છે, ત્યાં સુધી તેને એક ભવમાંથી બીજા ભવમાં જન્મ લેવો પડે છે. જન્મતાંની સાથે જ જીવનો શરીર સાથે સંબંધ થાય છે. શરીરના કારણે તેને અનેક જરૂરિયાતો ઊભી થાય છે. તે જરૂરિયાતને પૂરી કરવા તેને અથાગ પ્રયત્ન કરવો પડે છે. વિવેક વિનાનો આત્મા તે પ્રયત્નથી પુનઃ નવાં કર્મો બાંધે છે અને કર્મ બાંધીને અનંતાં દુઃખોનું ભાજન બને છે. દુઃખોને સહન કરતાં ક્યાંક પુણ્ય બાંધે છે અને તેનાથી ક્વચિતુ ક્યાંક સુખ મળે છે, તે સુખ પણ કાલ્પનિક અને દુઃખની હળવાશ (અલ્પકાળ માટે દુઃખનો પ્રતિકાર) માત્ર હોય છે. આમ છતાં મિથ્યાત્વને કારણે જેની મતિ ભ્રમિત થઈ ગઈ છે, સંસારનાં કષાયજન્ય સુખ સિવાય આત્માનું સુખ જેણે કદી જોયું જ નથી, તેને આ દુઃખની હળવાશરૂપ ભૌતિક સુખ જ પારમાર્થિક લાગે છે, તે જ સારભૂત લાગે છે. તે સુખમાં પરાધીનતા, ભય, શ્રમ આદિ અનેક દુઃખો હોવા છતાં તેને તે Page #196 -------------------------------------------------------------------------- ________________ જયવીયરાય સૂત્ર ૧૬૯ કદી દેખાતાં પણ નથી, આથી ભૌતિક સુખસામગ્રીની પ્રાપ્તિમાં જ તેને આનંદ આવે છે અને તેની અપ્રાપ્તિમાં તેને દુઃખ થાય છે. આ રીતે અનંતકાળથી પરિભ્રમણ કરતાં કર્મમલના નારા સાથે પુણ્યોદય પ્રગટે છે, ત્યારે કોઈક મહાપુરુષનો સુયોગ થાય છે. તેમના મુખે ધર્મશાસ્ત્રનું શ્રવણ કરવા મળે છે. ત્યારે તેને આ સંસારની વાસ્તવિકતાનો ખ્યાલ આવે છે. “સંસારનાં પરાધીન સુખો કરતાં આત્માનું સ્વાધીન સુખ જ સાચું છે. ધનસંપત્તિ આદિનાં ભયયુક્ત સુખ કરતાં જ્ઞાનાદિ ગુણસંપત્તિનું નિર્ભય સુખ ઉત્તમ છે. રાગાદિજન્ય સ્ત્રીના સુખ કરતાં ઉપશમભાવનું આત્માનું સુખ વધુ આનંદદાયક છે'; આવું સમજાય છે. વળી, આવાં ભૌતિક સુખમાં મૂંઝાઈને જ નરક-તિર્યંચ ગતિનાં અનંતાં દુઃખો વેઠવાં પડે છે. આજે મળેલાં આ સુખો પણ આત્મા માટે કદર્થના કરનારાં છે. તે કર્મ બંધાવી વળી પાછા અનેક ભવની પરંપરાનું સર્જન કરનારાં છે.” આવું સમજવાને કારણે તે સુખોથી છૂટવાની કંઈક ઈચ્છા પણ થાય છે. આમ છતાં, અનાદિકાળના કુસંસ્કારો, વિષયોમાં જ સુખ માણવાની કુટેવ અને કષાયોને જ સુખના સાધનભૂત માનવાની વૃત્તિના કારણે સાધક પાછો તેમાં પ્રવૃત્ત થતાં ત્યાં આસક્ત થઈ જાય છે. આ સુખનો ત્યાગ કરવાની તેની ભાવના નાશ પામી જાય છે. સંસારના મોહમાંથી મુક્તિ મેળવવાની તેની ઈચ્છા નામશેષ થઈ જાય છે અને વળી પાછો તે દુઃખી થાય છે. પોતાની આ અવસ્થા જોઈ તેને લજ્જા આવે છે. પણ... આમાંથી બહાર આવવાની પોતાની શક્તિ તેને જણાતી નથી. તેથી જ આ પદ બોલતાં તે પ્રભુને પ્રાર્થના કરતાં કહે છે... “હે નાથ ! મારા ઉપર કૃપા કરો અને વિષય-કષાયથી ભરેલાં આ સંસાર ઉપર મને અણગમો ઉત્પન્ન કરાવો. જેથી મોક્ષ અને તેના અનંતો સુખ માટે હું કાંઈક યત્ન કરી શકું. જ્યાં સુધી મારો આ સંસારનો રાગ ઘટશે નહિ, તેની આસક્તિ ઓછી થશે નહિ; ત્યાં સુધી મને ઘર્મમાં રસ પડશે નહિ, તેમાં રુચિ વઘશે નહિ અને મારાં કર્મનો અંત આવશે નહિ. તેથી હે પ્રભુ ! સૌ પ્રથમ આપ મને બીજું કાંઈ નહિ, પણ એક માત્ર ભવનો વૈરાગ્ય પ્રાપ્ત કરાવો. જેથી સાચા અર્થમાં હું ઘર્મની શરૂઆત કરી શકું !” Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ સૂત્રસંવેદના-૨ - જિજ્ઞાસા : સંસારના રાગી આત્માઓ માટે આ માંગણી યોગ્ય છે. પરંતુ જેઓ સંસારથી વિરક્ત છે અને મોક્ષમાર્ગ માટે સતત યત્ન પણ કરે છે, તેવા આત્માઓ માટે આ માંગણી શું યોગ્ય છે ? તૃપ્તિ સંસારથી વિરક્ત થયેલા આત્માઓ માટે પણ આ માંગણી કરવી યોગ્ય છે, કેમકે, ભવનિર્વેદનો પરિણામ તરતમતાના ભેદથી અનેક પ્રકારનો છે. આ માંગણી દ્વારા જે કક્ષાનો ભવનિર્વેદ પ્રાપ્ત થયો હોય તેનાથી ઉપરની કક્ષાનો ભવ-વૈરાગ્ય પ્રાપ્ત કરવા માટે આ માંગણી યોગ્ય જ છે. ' ' વળી, વિષયો અને કષાયો એ પણ સંસાર (ભવો જ છે. માટે વિષયની આસક્તિ અને કષાયની પરાધીનતા સંપૂર્ણ નષ્ટ ન થાય ત્યાં સુધી પણ આ માંગણી કરાય છે. ટૂંકમાં ભવનિર્વેદની આ માંગણી ભવનિર્વેદ જેને પ્રાપ્ત નથી થયો, તેને પ્રાપ્ત કરવા અને જેને પ્રાપ્ત થઈ ગયો છે, તેને તેનાથી ઊંચી કક્ષાનો ભવનિર્વેદ પ્રાપ્ત કરવા માટે યોગ્ય જ છે. - ભવનિર્વેદ આવ્યા પછી મોક્ષમાર્ગ ઉપર ચાલવાની યોગ્યતા પ્રાપ્ત થાય છે, માટે હવે માર્ગના અનુસરણની બીજી માંગણી કરતાં કહે છે - ISજુલારિયા - (મોક્ષ) માર્ગને અનુસરવાપણું.” “હે ભગવંત ! આપના પ્રભાવથી મને મોક્ષમાર્ગનું અનુસરણ પ્રાપ્ત થાઓ !” કર્મ અને કષાયરહિત આત્માની શુદ્ધ અવસ્થા તે મોક્ષ છે અને તેને પ્રાપ્ત કરવાનો તપ-સંયમ આદિરૂપ ઉપાય તે મોક્ષમાર્ગ છે. આ મોક્ષમાર્ગને અનુસરવું તે માર્ગાનુસારિતા છે. 4 मार्गः चेतसोऽवक्रगमनं, भुजङ्गमगमननलिकायामतुल्यो विशिष्टगुणस्थानावाप्तिप्रगुणः स्वरसवाही क्षयोपशमविशेषः । માર્ગની આવી વ્યાખ્યા “નમોડત્યુ ' સૂત્રમાં કરેલી છે. સાપ સામાન્યથી વાંકુ ચાલવાના સ્વભાવવાળો છે; પરંતુ નલિકામાં (પાઈપમાં) પ્રવેશ કરતાં જેમ તે સીધો ચાલે છે તેમ અનાદિ કાળથી જીવ વિષય કષાયરૂપ અવળા માર્ગે ચાલવાના સ્વભાવવાળો છે, આવો જીવ પણ કર્મની લઘુતાને પામી જ્યારે મોક્ષમાર્ગ પ્રાપ્ત કરાવનારા શાસ્ત્રો અનુસાર સીધો ચાલે છે ત્યારે તેની આ સીધી ચાલને માર્ગ કહેવાય છે. પોતાના ગુણોને પ્રગટાવનારું તેનું આ સીધું ગમન મોહની કર્મના ક્ષયોપશમથી થાય છે માટે તેને “ક્ષયોપશમ વિશેષ' કહેવાય છે (આની વિશેષ સમજણ નમોડસ્તુ'માંથી મેળવી લેવી અહીં સાધક ભગવાન પાસે પોતે આવા-માર્ગને અનુસરે એવી માંગણી | પ્રાર્થના રજૂ કરે છે. Page #198 -------------------------------------------------------------------------- ________________ જયવીયરાય સૂત્ર મોહની પરાધીનતાના કારણે અનાદિકાળથી જીવો અનંત સુખને આપનાર મોક્ષમાર્ગની ઉપેક્ષા કરીને વિષય અને કષાયરૂપ સંસારના માર્ગે ચાલે છે. આ જ જીવની વક્રતા છે, આ જ જીવની અનાદિની અવળી ચાલ છે. ૧૭૧ મોહનીય કર્મ નબળું પડે છે અને કોઈ ઉત્તમ પુરુષનો યોગ થાય, ત્યારે તેમનાં વચનથી કુમાર્ગ-સુમાર્ગનો બોધ થાય છે અને કુમાર્ગ છોડી સન્માર્ગે ચાલવાની ભાવના જાગે છે. આમ છતાં ભૌતિક સુખનું આકર્ષણ મોક્ષમાર્ગમાં ટકવા દેતું નથી. આથી આ પદ બોલી સાધક પ્રભુ પાસે પ્રાર્થના કરતાં કહે છે કે – ‘હે નાથ ! અનાદિકાળનું મારું જે કુમાર્ગે ગમન છે, અનાદિકાળની જે મારી અવળી યાલ છે, તેને અટકાવી આપ મને મોક્ષમાર્ગ તરફ ગમન કરાવો ! આપ મારી વૃત્તિ અને પ્રવૃત્તિને મોક્ષમાર્ગ તરફ વાળો 'હે પ્રભુ ! મેં ધર્મ તો ઘણીવાર કર્યો છે, પરંતુ તે પણ આ લોક કે પરલોકના સુખ માટે જ. તપ-ત્યાગ પણ ઘણા કર્યા છે, थए। તેય માનાદિ કષાય માટે. પરંતુ મૂઢ એવા મેં આજ સુધી ધર્મ કરી આત્માના આનંદને પામવાનું લક્ષ્ય બાધ્યું જ નથી, માટે જ હે નાથ ! હું હજુ પણ આ દુ:ખ ભર્યા સંસારમાં ભટક્યા કરું છું. તેથી હે વિભુ ! સૌ પ્રથમ મને આપ આત્માભિમુખ બનાવો ! આત્માના આનંદ માટે તપ-ત્યાગમાં પ્રયત્ન કરાવો, તો જ મારામાં માર્ગાનુસારતા નામનો ગુડ્ડા પ્રગટ થશે !.’ જિજ્ઞાસા : માર્ગાનુસારિતા નામનો આ ગુણ જેને પ્રાપ્ત થઈ ગયો છે, તેના માટે આ માંગણી શું યોગ્ય છે ? તૃપ્તિ : આ માર્ગાનુસારિતા પણ તરતમતાના ભેદથી અનેક પ્રકારની છે. જેને સામાન્ય કક્ષાની માર્ગાનુસારિતા પ્રાપ્ત થઈ છે, તે તેના કરતાં વિશેષ પ્રકારની માર્ગાનુસારિતા માટે માંગણી કરે તે યોગ્ય જ છે. જ્યાં સુધી મોક્ષની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી દરેક ભવમાં આનાથી અધિક અધિક કક્ષાની માર્ગાનુસારિતા મને મળો ! આવી પ્રાર્થના જ તે ભાવોમાં વધુ પ્રયત્ન કરાવે છે, તેના પ્રત્યેની પ્રીતિ વધારે છે અને તે ભાવોના સંસ્કારોને વધુ સુદૃઢ બનાવે છે. જેથી આ ભવમાં તો તે વસ્તુ મળે છે, પરંતુ જન્માંતરમાં પણ તેની પ્રાપ્તિ સુલભ બને છે. મિથ્યાત્વ-મોહનીય-કર્મની મંદતા થતાં, જ્યારે જીવ અપુનર્બંધકદશાને પ્રાપ્ત કરે છે, ત્યારે આ ગુણનો પ્રારંભ થાય છે અને સમ્યક્ત્વ, દેશવિરતિ, Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ સૂત્રસંવેદના-૨ સર્વવિરતિ, નિરતિચાર સંયમ અને નિર્વિકલ્પ અવસ્થામાં ઉત્તરોત્તર આ ગુણની વૃદ્ધિ થતાં જ્યારે જીવ અયોગી અવસ્થામાં સર્વ સંવરભાવનું સંયમ પ્રાપ્ત કરે છે, ત્યારે આ ગુણની પરાકાષ્ઠા પ્રાપ્ત થાય છે. આ ગુણની પરાકાષ્ઠા પ્રાપ્ત કરવા માટે તે તે ભૂમિકાના સાધક માટે આ માંગણી યોગ્ય છે. મોક્ષમાર્ગમાં સહાયક સામગ્રી મળે તો જ સાધક મોક્ષમાર્ગે નિર્વિબે આગળ વધી શકે છે, માટે મોક્ષમાર્ગમાં અનુકૂળ સામગ્રીરૂપ હવે ત્રીજી ઈષ્ટફળ સિદ્ધિની માંગણી કરાય છે. રૂપસિદ્ધિ - ઈષ્ટફળની સિદ્ધિ, મનોવાંછિત ફળની પ્રાપ્તિ. “હે ભગવંત ! મને આપના પ્રભાવથી ઈષ્ટફળની પ્રાપ્તિ થાઓ.” શ્રાવક કે સાધુને માટે સર્વોત્કૃષ્ટ વસ્તુ હોય તો એ મોક્ષ છે. એ અંતિમ ફળ જ એને ઇચ્છિત છે. એ મોક્ષની પ્રાપ્તિમાં અંતરાયભૂત કર્મોના ઉદયકાળમાં સમાધિ ન રહે ત્યારે સમાધિ માટે વિનોને દૂર કરવાની ઇચ્છા એ સાધક માટે આનુષંગિક ઈષ્ટ છે. આમ મોક્ષમાર્ગે આગળ વધવામાં જે ઉપયોગી બને, જેનું પરિણામ સુંદર આવે, જેનાથી મોક્ષમાર્ગમાં કોઈ અવરોધ ઊભો ન થાય તેવી વસ્તુની પ્રાપ્તિ તે અહીં ઈષ્ટફળ સિદ્ધિ છે. જે વસ્તુ મળ્યા પછી મોક્ષમાર્ગમાં નિર્વિને ચાલી શકાય અને જો તે વસ્તુ ન મળે, તો મોક્ષમાર્ગનું પ્રયાણ અટકી પડે, તેવી જે કોઈ પણ ચીજ હોય તે અહીં *ઈષ્ટફળ” તરીકે એટલે કે મનોવાંછિત તરીકે ગ્રહણ કરવાની છે. આવી ઈષ્ટફળની સિદ્ધિ”ની માંગણી આ પદથી કરાઈ છે. . કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી મહારાજ ઈષ્ટફળ સિદ્ધિની વ્યાખ્યા કરતાં કહે છે કે, ઈષ્ટફળસિદ્ધિ એટલે આલોકના અભિમત = ઇચ્છિત અર્થની 5. ઈહલૌકિક સામગ્રીઓ ઈષ્ટરૂપે અને અનિષ્ટરૂપે બન્નેરૂપે પ્રાપ્ત થઈ શકે છે. જે વસ્તુની પ્રાપ્તિથી રાગાદિની વૃદ્ધિ થાય, વિષયોમાં આકર્ષણ વધે તે અનિષ્ટ વસ્તુ છે અને જેની પ્રાપ્તિથી દાન, શીલ અને વૈરાગ્યાદિ ભાવોની વૃદ્ધિ થાય, મોક્ષમાર્ગનો પ્રયત્ન વૃદ્ધિ પામે તે ઈષ્ટ વસ્તુ છે. 6. ઈષ્ટફલસિદ્ધિ - સિદ્ધિમિમતાર્થનષ્પત્તિ: પેઢૉવિકી, થોપૃહીતી ચિત્તસ્વટ્ઝ भवति तस्माञ्चोपादेयप्रवृत्तिः । . - થોરા तथा इष्टफलसिद्धिः = अविरोधिफलनिष्पत्तिः, अतो हीच्छाविघाताभावेन सौमनस्यं, तत उपादेयादरः, न त्वयमन्यत्रानिवृत्तौत्सुक्यस्य, इत्ययमपि વિક્ર્બનવઃિ = ધર્મની વૃદ્ધિમાં અવિરોધી એવા સાંસારિક ફળની નિષ્પત્તિ તે ઇષ્ટફળ સિદ્ધિ - લલિતવિસ્તરા Page #200 -------------------------------------------------------------------------- ________________ જયવીયરાય સૂત્ર ૧૭૩ પ્રાપ્તિ કે જેનાથી ચિત્તે સ્વસ્થ રહે - નિરાકુળ રહે અને તે ચિત્તની સ્વસ્થતાથી ઉપાદેય એવા ધર્મમાં પ્રવૃત્તિ થઈ શકે છે. આમ ધર્મની વૃદ્ધિમાં વિજ્ઞભૂત ન બનતા ઉપકારક બને તેવી ઈહલૌકિક ફળની પ્રાપ્તિને ઈષ્ટફળની સિદ્ધિ કહેવાય છે. વળી, જેનું પરિણામ ઇષ્ટ (મોક્ષરૂપ અંતિમ ઇષ્ટ) આવવાનું હોય તે ઇષ્ટ. જેનું પરિણામ અનિષ્ટ-ખરાબ આવવાનું હોય તે અનિષ્ટ. બીજી રીતે વિચારીએ તો ભવ નિર્વેદ, માર્ગાનુસારીપણું અકબંધ ટકી રહે, મોક્ષમાર્ગે આગળ વધી શકાય અને તેમાં આડે આવતા અવરોધ ટળે તે માટેની માગણી તે ઇષ્ટફળ સિદ્ધિની પ્રાર્થના બને. સંસાર છોડવો જ છે, મોક્ષમાર્ગે ચાલવું જ છે; પણ પુણ્યની કમી છે, અનુકુળતા ગોઠવાતી નથી. એ જરા ગોઠવાઈ જાય તો હું ઝટ સંસાર છોડી શકું. આ માટેની કામના. તે ઇષ્ટફળ સિદ્ધિ છે. ભવથી વિરક્ત આત્માને સાંસારિક પદાર્થો કરતાં પણ ધર્મનું મહત્ત્વ વધુ હોય છે, તોપણ જ્યાં સુધી તેનામાં સમસ્ત સંસારનો ત્યાગ કરી સંયમજીવન સ્વીકારવાની શક્તિ ન આવે ત્યાં સુધી સંસારમાં રહીને પણ ધર્મ કરવાની ઉત્કટ ઈચ્છા હોય છે. તેમ છતાં ગમે તેવા સંયોગ કે સામગ્રીમાં તે મનને સ્વસ્થ રાખી શકતો નથી. કોઈકવાર જીવન માટે જરૂરી એવો ધન વગેરેનો અભાવ, તેના મનને સતત ચિંતાથી વ્યગ્ર રાખે છે, તો વળી, કોઈકવાર વિષયોની આસક્તિ મનને વ્યથિત કરતી હોય છે. આવી પરિસ્થિતિમાં પોતાના મનને સ્વસ્થ અને સમાધિમાં રાખી ધર્મમાર્ગમાં આગળ વધવા સાધક આ પદ બોલી પરમાત્માને પ્રાર્થના કરતા કહે છે, “હે નાથ ! હું પામર છું. જેથી સંયમ સ્વીકારી શકતો નથી અને સંસામ્રાં સંપત્તિ કે સ્ત્રી વગેરે વિના ચાલે તેવું નથી, તેથી કમનસીબે કમાવા તો જવું પડે છે, સ્ત્રી, સંપત્તિ આદિ ભાગ્ય પ્રમાણે જ મળવાના છે. તો શું તે નાથ ! આપની કૃપાથી સંપત્તિ એવી મળો છે, જેનાથી ધર્મસાધનામાં ક્યાંય અવંટોળ જ થાય. નાથ ! આપની કૃપાથી ન્યાયનીતિપૂર્વક એટલું જ મળી રહો, જેથી હું સામાયિક આદિ ધર્મક્રિયા સ્વસ્થ ચિત્તે કરી શકું. વળી, અનેક અનર્થથી Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ સૂત્રસંવેદના-૨ બચવા માટે લગ્ન તો કરવો પડશે - કો’ક જે કો’ક પાત્ર સાથે જોડાવું તો પડશે. તો યક્ષે હે પ્રભુ ! આપના પ્રભાવથી મને એવા પાત્રનો સંયોગ થાય કે - જેથી મારું મન મોક્ષમાર્ગથી લેશ ય ખસે નહિ. ” આ રીતે શ્રાવક મોક્ષમાર્ગમાં મનને ટકાવવા સ્ત્રી, ધન કે નિરોગી શરીર આદિની માંગણી કરે અને સાધુ મોક્ષમાર્ગની સાધનામાં સાધનભૂત શરીરને ટકાવવા નિર્દોષ ભિક્ષા કે યોગ્ય સ્વાથ્ય આદિની માંગણી કરે તો તેને પણ *ઈષ્ટફળસિદ્ધિ' રૂપે ગણી શકાય છે. કારણ કે ભવવિરક્ત આત્માને લૌકિક પદાર્થોની અપેક્ષા કરતાં ધર્મની પ્રગતિની અપેક્ષા વધારે હોય છે, માટે ધર્મમાં સહાયક બને તેવા લૌકિક પદાર્થની માંગણી “ઈષ્ટફળસિદ્ધિ' તરીકે કરાય છે. આ રીતે અંતઃકરણપૂર્વક પરમાત્મા પાસે માંગણી કંરવાથી તેવા પ્રકારનો વિશિષ્ટ ક્ષયોપશમ થાય છે અને કર્મ નિકાચિત ન હોય તો ઈષ્ટની પ્રાપ્તિ થઈ પણ શકે છે. ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ થતાં ચિત્ત સ્વસ્થ બને છે અને નિરાકુળપણે મોક્ષના કારણભૂત ધર્મમાર્ગમાં આગળ વધી શકાય છે. શ્રી જૈનશાસનમાં દુઃખાદિને ટાળવા માટે તંત્ર, મંત્ર, યંત્ર અને સ્તોત્રાદિ સર્વ છે. પરંતુ તે મુક્તિના અર્થી માટે છે. કારણ કે, મુક્તિના અર્થીને જે કાંઈ કરવાનું છે, તે મુક્તિ માટે કે મુક્તિ મેળવવાની સાધનામાં આવતા અવરોધને ટાળવા માટે કરવાનું છે. જેનામાં મુક્તિની કામના-અર્થીપણું નથી, જેને ભવવૈરાગ્ય ગમતો પણ નથી, એવા મિથ્યાદૃષ્ટિને આ મંત્ર, તંત્ર કે યંત્ર આપવામાં આવે તો, અનંતલબ્લિનિધાન શ્રીગૌતમસ્વામી જેવાએ ઋષિમંડલ સ્તોત્રમાં લખ્યું છે કે, “મિથ્યાત્વવાસિને ર વાદિત્યા પ પ ' મિથ્યાત્વથી વાસિત મતિ વાળાને મંત્રાદિ આપવાથી એક એક પદ દીઠ બાળહત્યાનું પાપ લાગે છે. જિજ્ઞાસા : વીતરાગપરમાત્મા પાસે રાગવર્ધક સ્ત્રી, ધન કે નિરોગી શરીર આદિની માંગણી કરવી શું યોગ્ય છે ? તૃપ્તિ ઃ ભગવાન પાસે સાંસારિક સુખને ભોગવવા કે મજા માણવા સ્ત્રી, ધનાદિની માંગણી કરવાની નથી, પરંતુ જેમને મોક્ષની સાધના કરવી છે પણ એવું સત્ત્વ નથી કે સર્વ સંગનો ત્યાગ કરી સંયમ સ્વીકારી શકે. તેથી સંસારમાં રહેલા તેને ધનાદિની જરૂર પડે છે આ ચીજો જ્યાં સુધી ન મળે ત્યાં સુધી તેના કારણે મનની સ્વસ્થતા ટકાવી શકાય તેવી સ્થિતિ નથી, જેમનું મન સંક્લેશથી ઘેરાયેલું રહેતું હોય, આધિ-વ્યાધિ-ઉપાધિઓથી મન આર્ત Page #202 -------------------------------------------------------------------------- ________________ જયવીયરાય સૂત્ર રૌદ્રધ્યાનમાં ખેંચાઈ જતું હોય, ત્યારે સાધના માટે અને અશુભ ધ્યાનથી બચવા માટે માત્ર મનની સ્વસ્થતા જાળવવા પૂરતી આ માંગણી કરવામાં આવે તો તે અયોગ્ય નથી કારણ કે, સાધક આ સામગ્રીઓની માંગણી સંસાર પોષવા માટે કરતો નથી, પરંતુ સાધનાના એક અંગરૂપે કરે છે. ભવથી વિરક્ત અને મોક્ષમાર્ગની સાધના કરવાની ઈચ્છાવાળા સાધકને મનની સ્વસ્થતા પણ દુન્યવી સુખ ભોગવવા માટે જોઈતી નથી, પરંતુ મનની વ્યગ્રતામાં ધર્મની આરાધના સુંદર થઈ શકે તેમ નથી, માટે ધર્મમાર્ગમાં આગળ વધવા અને સ્થિરતાપૂર્વક આરાધના કરવા પૂરતી જ તેની આ માંગણી છે. ૧૭૫ વળી જે શ્રાવક કે સાધુને વર્તમાનમાં કોઈપણ પ્રતિકૂળતા નથી, તો પણ ભવિષ્યમાં મોક્ષમાર્ગના વેગિલા ગમનમાં વિઘ્ન કરનાર કોઈ પ્રતિકૂળતા ન આવે તેવી ઈચ્છાથી તે આ માંગણી કરે તો તે પણ યોગ્ય છે. કેમ કે, ભક્તિપૂર્વકની આવી પ્રાર્થના ઈષ્ટ પદાર્થની પ્રાપ્તિનું કારણ બને છે. મોક્ષમાર્ગમાં ચાલતાં સાધકને પણ અનાદિ કુટેવો-કુસંસ્કારો ક્યારેક લોકવિરુદ્ધ કાર્યમાં પ્રવર્તાવે છે અને ધર્મીજન જો લોકવિરુદ્ધ કાર્યમાં પ્રવર્તે તો ધર્મનું લાઘવ થાય છે, આથી હવે પ્રભુ પાસે ચોથી માંગણી લોકવિરુદ્ધના ત્યાગની કરે છે. ોવિરુદ્ધગ્રાો - લોકમાં જે વિરુદ્ધ છે તેનો ત્યાગ. “હે વીતરાગ ! મને તમારા પ્રભાવથી શિષ્ટજનો જેને વિરુદ્ધ માનતા હોય તેવા લોકવિરુદ્ધ કાર્યનો ત્યાગ કરાવો.” લોક શબ્દથી અહીં સામાન્ય લોક નહિ સમજતાં શિષ્યલોક-સજ્જનલોક સમજવાનો છે. સજ્જનલોકમાં જે કાર્ય નિંદનીય ગણાતું હોય, સજ્જન લોક જે કાર્યનો વિરોધ કરતા હોય અને આ લોક અને પરલોકમાં જે ખરાબ ફળને આપનાર હોય તેવાં હિંસા, જૂઠ, ચોરી, દુરાચાર આદિ કાર્યોને લોકવિરુદ્ધ કાર્ય કહેવાય છે. તદ્ઉપરાંત સામાન્યજન જેને અતિ ખરાબ નથી માનતા, તેવાં નિંદા, હાસ્ય, મશ્કરી આદિ કાર્ય પણ સજ્જનલોકમાં નિષિદ્ધ ગણાય છે, માટે ધર્માત્માએ આવાં કાર્યનો પણ ત્યાગ કરવો જોઈએ. ધર્માત્માઓ ધર્મ સાથે સંકળાયેલા હોય છે, તેઓ જ્યારે લોકવિરુદ્ધ કાર્યો કરે ત્યારે શિષ્ટ લોકને પણ થાય કે, આ લોકોનો ધર્મ જ આવો હશે, તેમાં Page #203 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૨ આવું આવું કરવાની છૂટ હશે ? એટલે લોવિરુદ્ધ કાર્ય કરનાર જિનનો ભક્ત માત્ર પોતાનું હીણું દેખાડે છે તેમ નહિ, પરંતુ પોતાના નિમિત્તે ઉત્તમ એવા ધર્મની પણ કિંમત ઘટાડે છે. વળી ધર્મનું લાઘવ કરનારી આવી પ્રવૃત્તિથી ધર્માત્માને પણ અત્યંત ક્લિષ્ટ કર્મ બંધાય છે. આથી ધર્મમાં પ્રવૃત્તિ કરતાં પહેલાં લોકવિરુદ્ધ કાર્યનો ત્યાગ કરવો અત્યંત જરૂરી છે. લોકવિરુદ્ધ કાર્ય7 : ૧. સર્વજનની નિંદા : કોઈનું પણ ઘસાતું બોલવું તે નિંદા છે. બે જણ ભેગા થઈને જેની વાત કરતા હોય તે વ્યક્તિ આવીને ઊભી રહે તો તે વખતે વાત પલટવી પડે તો સમજવું કે તે નિંદા છે. નિંદા સૌને અપ્રિય છે. નિંદકને જ્ઞાનીઓએ ‘પીઠનું માંસ ખાનાર' કહ્યા છે. સામાન્ય જનમાં પણ કહેવાય છે - ‘કરશે પારકી તો જશે નારકી.' આવા કડક શબ્દોથી નિંદાને વગોવી હોવા છતાં અનાદિ અભ્યાસના કારણે નિમિત્ત મળતાં, પોતાનો ઉત્કર્ષ બતાવવા, અન્યને નીચા પાડવા કે સહનશક્તિના અભાવને કારણે અથવા એક કુટેવના કારણે ક્યારેક ધર્માત્મા પણ બીજાની નિંદા કરવા લાગે છે. ૧૭૬ સામાન્યજનની નિંદા પણ લોકવિરુદ્ધ છે, તો જેઓ ઘણા જનને માન્ય છે, અનેકને પૂજનીય અને આદરણીય છે, તેવા ગુણસંપન્ન ઉત્તમ પુરુષોની નિંદા તો અત્યંત લોકવિરુદ્ધ કહેવાય છે. આવા પુરુષોની નિંદા કરવાથી ઘણો મોટો વર્ગ નિંદકનો વિરોધી બને છે. વળી, સામી વ્યક્તિના દુઃખનો વિચાર જ ન કરવો તે હૈયાની કઠોરતા છે. હૈયાની આ કઠોરતા વિના નિંદા જેવું લોકવિરુદ્ધ કાર્ય ક્યારેય થતું નથી અને કઠોર હૈયાવાળા ધર્મ માટે યોગ્ય ગણાતા નથી. નિંદાનું ફળ : નિંદાથી ક્યારેય લાભ તો થતો નથી ઉપરથી અપરંપાર નુકસાન જ 7. લોકવિરૂદ્ધ કાર્ય - સવ્યસ્ત ચેવ નિવા, વિસેસઓ તદ્દ ય મુળસમિદ્વાળું । उजुधम्मकरणहसणं, रीढा जणपूयणिज्जाणं ।। ८ ।। बहुजणविरुद्धसंगो, देसादाचारलंघणं चेव । उव्वणभोगो अ तहा, दाणाइ वियऽणं अन्नेउ ।। ९ ।। साहुवसणंमि तोसो, सइ सामत्थंमि अपडिआरो य । एमइआइँ इत्थं लोगविरुद्धाई णेआई ।। १० ।। - પંચાશક-૨ 8. पिट्ठिमंसं न खाइज्जा ||૪૭|| - અધ્યયન-૮ તથા ‘વૃષ્ટિમાંસં’ પરોક્ષોષજીર્તનરૂપ ‘ન વાવેત’ ન માપેત - શ્રી દશવૈકાલિક સૂત્ર (હારિભદ્રીય ટીકા) ..... Page #204 -------------------------------------------------------------------------- ________________ જયવીયરાય સૂત્ર ૧૭૭ ભોગવવાનાં આવે છે. નિંદકને કોઈ ચાહતા નથી. એ સૌને અપ્રિય બને. તેનો કોઈ વિશ્વાસ પણ ન કરે. નિંદકને ઉપકારીઓની પણ નિંદા કરતાં વાર ન લાગે, કેમકે, ઊંડે ઊંડે પોતાને એ મહાન માનતો હોય છે. એ અભિમાન એની પાસે બધાં જ પાપ કરાવે છે. પરિણામે એ કર્મથી ભારે થાય છે. એને બધે અપયશ મળે છે, એની ઉજ્વળ કીર્તિ નાશ પામે છે. સ્વજન, પરજન, લોકજન બધા એનાથી દૂર-દૂર થાય છે. તેથી એ એકલવાયો બની હતાશ બને છે અને ક્યારેક એમાંથી આત્મઘાતના પંથે સંચરી જતો હોય છે માટે ક્યારેય સાધકે નિંદાના માર્ગે ન જવું જોઈએ. આ નિંદાના કુસંસ્કારોને કાઢવા સાધક, આ પદ બોલી પરમાત્માને પ્રાર્થના કરે છે – “હે નાથ ! આપના પ્રભાવથી મારી આ નિંદાનો રસ નીચોવાઈ જાવ !” ૨. ઋજુધર્મકરણ હસન : ધર્મક્રિયામાં અલ્પ બુદ્ધિવાળા જીવોની સ્વબુદ્ધિ અનુસાર કરવામાં આવતી ધર્મક્રિય ઉપર હસવું – મશ્કરી વગેરે કરવું. સજ્જન પુરુષો હંમેશા એ રીતે પ્રયત્નશીલ હોય કે, તેઓ કોઈની પણ ભૂલ જુએ તો આત્મીયતાથી (વાત્સલ્યથી) તેની તે ભૂલ સુધારવા યત્ન કરે. યત્ન કરવા છતાં જો સામેની વ્યક્તિ ન સુધરે તો માધ્યસ્થભાવે તેની ઉપેક્ષા કરે, પરંતુ તેની મશ્કરી કે ઉપહાસ તો ન જ કરે. આથી જ ધર્મવિષયક જે જીવોની પૂર્ણ સમજ નથી, તેવા નૂતન ધર્માત્માની કોઈ અયોગ્ય પ્રવૃત્તિ જોઈ ઉપહાસ કરવો, તેના ઉપર તૂટી પડવું, તે લોકવિરુદ્ધ કાર્ય છે. ૩. લોકમાન્યનું અપમાન : લોકપૂજ્ય રાજા, મંત્રી, શેઠ, તેમના ગુરુ વગેરેનો તિરસ્કાર કરવો – મશ્કરી વગેરે કરવું; તે લોકવિરુદ્ધ કાર્ય છે. ૪. બહુજનવિરુદ્ધ સંગ : જેણે પોતાની નિંદનીય પ્રવૃત્તિ દ્વારા ઘણા લોકોનો વિરોધ વહોર્યો હોય, તેવા લોકો સાથેની સંગતિ કરવાથી ધર્મની લઘુતા થાય છે અને પોતે પણ કોઈકવાર મુશ્કેલીમાં મુકાય છે. આથી આવા લોકોના સંગસ્વરૂપ લોકવિરુદ્ધનો ધર્માત્માએ ત્યાગ કરવો જોઈએ. ૫. દેશાચારલંઘનઃ જે દેશાદિમાં રહેતા હોઈએ તે દેશને અનુરૂપ ધર્માત્માના આચારો હોવા જોઈએ. તે દેશ-ગામ-કુલ વગેરેમાં પ્રસિદ્ધ આચારોનું ઉલ્લંઘન કરવું તે પણ લોકવિરુદ્ધ છે. માટે વિવેકીએ તેનો પણ ત્યાગ કરવો જોઈએ. ૯. ઉલ્મણ ભોગઃ ગૃહસ્થ જીવનમાં સર્વથા ભોગનો ત્યાગ કદાચ ન થઈ શકે તો પણ ધર્મજને ઈન્દ્રિયોના વિષયોમાં અંધ બનીને, નિર્લજ્જપણે ભોગમાં પ્રવૃત્તિ Page #205 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૨ કરવી કે વસ્ત્ર વગેરેથી હલકા માણસો કરે તેવી શરીરની શોભા કરવી એ લોકવિરુદ્ધ કાર્ય છે, આથી વિવેકીએ તેનાથી દૂર રહેવું જોઈએ. ૧૭૮ ૭. પોતે કરેલા દાનાદિ સત્કાર્યોને ગાવા નહિ : પોતે કરેલા સત્કાર્યોની પોતે જ પ્રશંસા કરવી એ લોક વિરુદ્ધ કાર્ય તો છે જ, પણ તે ઉપરાંત પોતાના કરેલા સત્યકાર્યના જાતે જ વખાણ કરવાથી સત્કાર્યથી મળેલું પુણ્ય વેચાઈ જાય છે. કેરીના ગોટલાની જેમ જ દાન કરનારે પોતાનું સુકૃત અંદરમાં ભંડારી દેવું જોઈએ. તો જ એ દાન એના માટે કલ્યાણરૂપ વૃક્ષનું મૂળ બને છે. : ૮. સજ્જનના સંકટમાં સંતોષ : કોઈપણ સજ્જન આપત્તિમાં આવે તેવું પ્રાયઃ ધર્મી આત્મા વિચારે નહિ. તે જ રીતે રાજા. આદિ તરફથી સારા માણસોને આવેલી આપત્તિમાં આનંદ પામવો તે લોકવિરુદ્ધ કાર્ય છે. ૯. સામર્થ્ય હોવા છતાં અપ્રતિકાર : સારા માણસોએ જો પોતાની શક્તિ હોય તો અવશ્ય કોઈપણ વ્યક્તિ ઉપર આવેલી આપત્તિઓને દૂર કરવા પ્રયત્ન કરવો જોઈએ. આર્થિક સંકડામણ હોય તો ધનથી, રોગાદિથી રિબામણા થતી હોય તો સેવા આદિથી કે કૌટુંબિક કોઈ તકલીફ હોય તો સારી સલાહ આપવા આદિ અનેક રૂપે બીજાને સહાયક બનવું જોઈએ; પરંતુ બીજાની આપત્તિઓની ઉપેક્ષા તો ક્યારેય ન કરવી જોઈએ. આથી જ શક્તિ હોતે છતે કોઈની આપત્તિનો પ્રતિકાર ન કરવો તે લોકવિરુદ્ધ કાર્ય છે. આ દરેક પ્રકારનાં લોકવિરુદ્ધ કાર્યોને નજર સમક્ષ રાખી કોઈપણ પ્રકારનું લોકવિરુદ્ધ કાર્ય પોતાના જીવનમાં સેવાઈ ન જાય તે માટે સાધક પરમાત્માને આ પદ બોલી પ્રાર્થના કરે છે કે - “હે નાથ ! અનાદિ ફુટેવોને કારણે સ્વયં તો શક્તિ નથી કે આ નિંદા આદિ લોવિરુદ્ધ કાર્યથી બચી શકું, તો પણ હે પરમાત્મા ! તમારા પ્રભાવથી મારામાં એવું સામર્થ્ય પ્રગટ થાઓ, જેથી લોવિરુદ્ધ કાર્યનો હું ત્યાગ કરી શકું !” આસન્ન ઉપકારી માતા-પિતા કે વડીલ વર્ગની ભક્તિ કર્યા વિના મોક્ષમાર્ગમાં આગળ વધી શકાતું નથી. આથી હવે પાંચમી માંગણી પ્રભુ પાસે ‘ગુરુજનપૂજા'ની કરાય છે. . Page #206 -------------------------------------------------------------------------- ________________ જયવીયરાય સૂત્ર ૧૭૯ ગુરુનનપૂના - ગુરુજનોની પૂજા. “હે વીતરાગ ! તમારા પ્રભાવથી મને ગુરુજનોની પૂજા કરવાનો અવસર પ્રાપ્ત થાઓ !' ‘ગુરુજન’થી અહીં માતા, પિતા અને વિદ્યાગુરુ, ત્રણેયના સંબંધીઓ, ઉપરાંત વૃદ્ધો અને ધર્મોપદેશકો આદિ વડીલજન લેવાના છે. મોક્ષમાર્ગની સાધનામાં જેમ લોકવિરુદ્ધ પ્રવૃત્તિનો ત્યાગ જરૂરી છે, તેમ નજીકનાં ઉપકારી એવા માતા, પિતા, કલાચાર્ય આદિનો વિનય, બહુમાન અને ભક્તિનો ભાવ પણ આવશ્યક છે. કેમકે, માતા-પિતા આદિ આ લોકના પ્રત્યક્ષપણે ઉપકારી છે. જેઓ પ્રત્યક્ષ ઉપકારી માતા-પિતા આદિની કૃતજ્ઞભાવે સેવા નથી કરતાં તેઓ પરોક્ષ ઉપકારી પ્રભુના ઉપકારને કઈ રીતે સમજી શકશે ? આથી દેવ અને ગુરુની પૂજા કરતાં પૂર્વે ગુરુજનપૂજાની માંગણી કરી છે. વડ઼ીલજનની પૂજાથી વિનયગુણનો વિકાસ થાય છે. માન-કષાયનો વિનાશ થાય છે, સ્વાર્થવૃત્તિ તૂટે છે, કૃતજ્ઞતા ગુણની વૃદ્ધિ થાય છે અને લોકોત્તર ધર્મની આરાધનાની ભૂમિકા પણ આ લૌકિક ધર્મથી સંપન્ન થાય છે. આ રીતે વડીલ વર્ગનું સન્માન જાળવીને કરાતો ધર્મ ગૌરવ પામે છે. લોક પણ આવા ધર્માત્માના ધર્મને વખાણે છે. ગુરુજનની પૂજાનું વર્ણન કરતાં યોગબિંદુ ગ્રંથમાં જણાવ્યું છે કે, ગુરુ વર્ગને ત્રિસંધ્યાએ નમન કરવું, તે આવે ત્યારે ઊભા થવું, તેમની સામે અત્યંત નમ્ર થઈને બેસવું, અસ્થાને તેઓના નામનું ઉચ્ચારણ પણ ન કરવું, તેમનામાં કોઈ દોષ હોય તો બોલવા કે સાંભળવા પણ નહિ, શ્રેષ્ઠ વસ્ત્ર, પાત્રનું તેમને પ્રદાન કરવું, તેમના આસન આદિનો પોતે ઉપભોગ ન કરવો, તેમની સંપત્તિનો પોતાના સ્વાર્થ માટે ઉપયોગ ન કરવો, તેમને ઈષ્ટ હોય તે કાર્ય જ કરવું, ધર્મને છોડી તેમને જે અનિષ્ટ હોય તેનો ત્યાગ કરવો. વડીલોનું ઔચિત્ય સાચવીને જ જો ધર્મ કરાતો હોય અને તો પણ વડીલોની ધર્મ ક૨વા સંબંધી અનિચ્છા હોય તો ધર્મનો ત્યાગ ન કરવો કેમ કે, ધર્મ જ સ્વ-૫ર સૌનું હિત કરવા સમર્થ છે. આ ગુરુજનની પૂજા પણ કષાયોની મંદતા થયા વિના થઈ શકતી નથી અને 9. ગુરુજન - ગુરવદ્ય યદ્યપિ ધર્માચાર્યા ો—ને, તથાપી, માતા-પિતાઽડયોઽષિ વૃદ્ઘો । યો. સ્વો. વૃ. પ્ર. ૩ માતા-પિતા જ્યાડડચાર્ય:, તેમાં જ્ઞાતયસ્તથા વૃદ્ધા | ધર્મોપવેદારો, ગુરૂવર્ગ: સતાં મતઃ । યોગબિંદુ-શ્લો. ૧૧૦ Page #207 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૨ કષાયોની મંદતા ભગવાનની કૃપા વિના પ્રાપ્ત થતી નથી. તેથી જ સંસારથી વિરક્ત થયેલો આત્મા ભગવાન પાસે પ્રાર્થના કરે છે, ૧૮૦ “હે પરમેશ્વર ! આપની કૃપાથી મારા માનાદિ કષાયો નષ્ટ થાઓ અને મને ગુરુજનની પૂજાનો સુઅવસર હંમેશા પ્રાપ્ત થાઓ !!” સ્વાર્થી-સંકુચિત મનોવૃત્તિવાળી વ્યક્તિ લોકોત્તરમાર્ગ ઉપર ચાલી શકતી નથી, માટે આવી વૃત્તિને ત્યજી હૃદયને વિશાળ બનાવવા અને ઔદાર્યાદિ ગુણોને કેળવવા હવે પરાર્થકરણની છઠ્ઠી માંગણી કરાય છે. પત્થરાં હૈં - અને પરોપકારનું કારણ “હે વીતરાગ ! આપના પ્રભાવથી મારામાં પરોપકાર વૃત્તિ પ્રગટે એવી કૃપા કરો.” પ૨ એટલે બીજા, અર્થ એટલે પ્રયોજન અને કરણ એટલે ક૨વું. આમ, બીજાનું કાર્ય કરવું, તે ‘પરાર્થકરણ’ અથવા પરોપકાર કહેવાય છે. બીજાને ઉપયોગી થવું, બીજાને સહાયક થવું, પોતાની તન, મન અને ધનની શક્તિ બીજાના કામે લગાડવી તે પરાર્થકરણ10 છે. પરાર્થકરણ નામનો આ ગુણ જીવનમાં સારભૂત છે. જેમનામાં પરાર્થકરણ નથી, તેવા આત્માઓ કદી લોકોત્તર ધર્મને પામી શકતા નથી. કેમ કે, સ્વાર્થ કે સંકુચિત વૃત્તિનો ત્યાગ કર્યા પહેલાં કદી ધર્મની શરૂઆત જ થતી નથી. ધર્મ કરનાર આત્મામાં હંમેશા હૃદયની કોમળતા અને વિશાળતા અતિ જરૂરી છે. આ બન્ને ગુણો પાર્થકરણ ગુણવાળા આત્મામાં જ હોઈ શકે છે. લલિતવિસ્તરામાં પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ તો આ ગુણને ‘પૌરુષચિહ્ન11 કહ્યું છે અર્થાત્ પુરુષાર્થની નિશાની કહી છે. જેનામાં પરાર્થકરણ નથી, તે આત્માઓ સાચા અર્થમાં પુરુષાર્થવાળા જ નથી. કેમકે, તેમનો પુરુષાર્થ તેમના જ આત્માનું હિત કરી શકતો નથી. એટલે જેને આત્માનું હિત કરવું છે, તેવા આત્માએ પરોપકાર નામના આ ગુણનો અવશ્ય વિકાસ ક૨વો જોઈએ. મોક્ષ પ્રકૃષ્ટ કોટિના પુરુષાર્થથી પ્રાપ્ત થાય છે અને સત્પુરુષાર્થની વૃદ્ધિ 10. ‘પરાર્થરાં ૬ પરપ્રયોનનારિતા ૬' 11. પરાર્થરળ ૨ સત્ત્વાર્થરાં હૈં નીવજોસાર, પૌરુષિમંતત્। લલિતવિસ્તરા ટીકા - લલિતવિસ્તરા - Page #208 -------------------------------------------------------------------------- ________________ જયવીયરાય સૂત્ર પરાર્થક૨ણથી થાય છે. જ્યાં સુધી સ્વાર્થનો ત્યાગ કરી પરાર્થે પ્રયત્ન ન પ્રારંભાય ત્યાં સુધી મોક્ષમાર્ગમાં ઉપયોગી અને આત્માનું હિત કરી શકે તેવો પુરુષાર્થ થઈ શકતો નથી, આથી શાસ્ત્રકારે તેને સાચા અર્થમાં પુરુષાર્થ જ કહ્યો નથી; આથી સ્વ-પુરુષાર્થની સફળતાને ઈચ્છતા સાધકે પરાર્થકરણ કરવું જ જોઈએ. ૧૮૧ આ પરાર્થકરણ પણ દ્રવ્ય-ભાવ કે લૌકિક-લોકોત્તર ભેદથી બે પ્રકારે થાય છે. બાહ્ય રીતે વસ્ત્ર, પાત્ર, ધન આદિની જરૂરિયાતવાળા આત્માઓને તે તે આપીને જે પરોપકાર કરાય છે, તેને દ્રવ્યપરાર્થકરણ કહેવાય છે અને કોઈપણ આત્માને નિઃસ્વાર્થભાવે ધર્મમાં જોડવો, તેના જ્ઞાનાદિ ગુણોના વિકાસ માટે પ્રયત્ન કરવો તે ભાવપરાર્થકરણ છે. પ્રારંભિક કક્ષામાં સાધક મર્યાદિત ક્ષેત્રમાં એટલે પોતાને જૈની સાથે સંબંધ છે, તેવાં સ્વજનો, સ્વજ્ઞાતિજનો આદિને જીવન જરૂરિયાતની વસ્તુ આપીને ધર્મમાર્ગમાં સહાયક બની આ પરોપકાર કરે છે અને આ જ પરોપકારની પરાકાષ્ઠાને પામેલા અરિહંતના આત્માઓ કોઈપણ પ્રકારના સ્વાર્થ વિના જગતના જીવ માત્રનું હિત કરવા ધર્મમાર્ગનો ઉપદેશ આપે છે, આ ભાવ-પરાર્થકરણ છે. આ ‘પરાર્થકરણ’ ગુણ વિના લોકોત્તર ધર્મની આરાધના ક્યારેય થઈ શકતી નથી. આ પદ બોલતાં સાધક પ્રભુને પ્રાર્થના કરે છે કે, “હે નાથ ! અનાદિકાળથી પ્રવર્તતી આ સ્વાર્થ અને સંકુચિત વૃત્તિ મને પરોપકારમાં પ્રવર્તતા અટકાવે છે. ઔદાર્યાદિ ગુણોમાં વિઘ્ન કરે છે. હે નાથ ! આપ કૃપા કરો ! અને સ્વાર્થ પ્રઘાન મારા દોષોનો વિનાશ કરો !” જિજ્ઞાસા : પાર્થકરવાથી કેવા લાભો થાય ? તૃપ્તિ : પાર્થકરવાથી ઉદારતા આવે છે, સીર્યની ઉત્કટતા પ્રાપ્ત થાય છે, સંકુચિત કે સ્વાર્થવૃત્તિનો ત્યાગ થાય છે, પરોપકારી પુરુષનો યશ સર્વત્ર ફેલાય છે તેમનું વચન અને વર્તન સર્વ લોકને ગ્રાહ્ય બને છે અને તે અનેકને ધર્મપ્રાપ્તિનું કારણ બને છે. વળી, નિરાશંસ ભાવે પરાર્થ કરનાર આત્માને પુણ્યાનુબંધીપુણ્યનો બંધ થાય છે, જે ભવાંતરમાં તેને ઉત્તમ સંયોગોની પ્રાપ્તિ કરાવે છે. ઉપરોક્ત છ માંગણી લૌકિક સૌંદર્યસ્વરૂપ છે કેમ કે, લોક પણ એવું માને છે કે, ધર્મી આત્મામાં આ છ ગુણો અવશ્ય હોવા જોઈએ. વળી, ધર્મ મોક્ષ માટે જ કરવો જોઈએ તેમ સર્વ આસ્તિક દર્શનકારો પણ માને છે અને મોક્ષ પ્રત્યેનો Page #209 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૨ લગાવ ભવની વિરક્તિ વિના શક્ય નથી, તેથી જ ભવનિર્વેદ આદિ છએ ગુણો લોકોત્તર ધર્મની આરાધના માટે તો જરૂરી છે જ, પરંતુ લૌકિક ધર્મની આરાધના માટે પણ અત્યંત જરૂરી છે. શક્તિ અને સંયોગાનુસાર આ છ ગુણો જેનામાં દેખાતા નથી, તેવા આત્માઓ કદાચ બાહ્યથી ધર્મ કરતા હોય તો પણ તેનો તે ધર્મ, ધર્મસ્વરૂપ ન બનતાં, અધર્મસ્વરૂપ બની જાય છે. ૧૮૨ લૌકિક સૌંદર્યસ્વરૂપ ગણાતી આ છ માંગણી ભગવાન પાસે કરી. હવે લોકોત્તર ધર્મની આરાધના માટે જેની અત્યંત જરૂર છે, તેવા `‘શુભ ગુરુનો યોગ' આદિની માંગણી કરતાં કહે છે - સદ્ગુરુ સાથેનો યોગ. (વિશિષ્ટ ચારિત્રસંપન્ન આત્મા सुहगुरुजोगो સાથેનું પોતાનું જોડાણ.) - “હે વીતરાગ ! આપના પ્રભાવથી મને સદ્ગુરુ સાથેનો સુયોગ પ્રાપ્ત થાઓ !” જેઓ કંચન-કામિનીના સર્વથા ત્યાગી છે, અહિંસા આદિ મહાવ્રતોનું અણિશુદ્ધ પાલન કરે છે, નિર્દોષ આહાર-પાણીથી જીવનનો નિર્વાહ કરે છે, ઉત્સર્ગ-અપવાદમય ભગવાનનાં શાસ્ત્રોને જાણી તેને અનુરૂપ જીવન જીવે છે, તેવા વિશિષ્ટ ચારિત્ર સંપન્ન આત્મા જ સુગુરુ કહેવાય છે. આવા ગુરુ સાથેનો યોગાવંચક ભાવે થતું જોડાણ તે જ સુગુરુનો યોગ છે. આવા આ સાતમી માંગણીમાં બે શરતો છે. (૧) ગુરુ તે સુગુરુ જોઈએ અને (૨) સુગુરુ સાથે પણ સુયોગ જોઈએ. આમ કહેવાનું કારણ એ છે કે, આ જગતમાં ગુરુ પણ બે પ્રકારના છે અને ગુરુ સાથે સંબંધ પણ બે પ્રકારે થાય છે. ઉપ૨ વર્ણવેલા ગુરુના ગુણોથી જે યુક્ત છે, તેઓ સુગુરુ કહેવાય છે અને જેઓ માત્ર વેષધારી છે, ગુરુ તરીકેના ગુણો જેનામાં નથી તે કુગુરુ કહેવાય છે. તે કુગુરુ સ્વયં કલ્યાણના માર્ગે પ્રયત્નવાળા ન હોવાથી તેઓ અન્યને પણ કલ્યાણને માર્ગે પ્રવર્તાવી શકતા નથી. કોઈકવાર ઉપદેશ આપી કોઈ પાસે સત્કાર્ય કરાવે તોપણ સ્વયં તેઓમાં તે ભાવ નહિ હોવાના કારણે ઉપદેશની પણ તેવી અસર થઈ શકતી નથી. આથી જ કલ્યાણકામી આત્માનો સુગુરુ સાથેનો યોગ-સંબંધ થવો જોઈએ. કેમકે, ‘ભાવાત્ ભાવ: પ્રસૂત્તે' ભાવથી ભાવની ઉત્પત્તિ થાય છે. સુગુરુ સાથેનો સંબંધ પણ બે રીતે થઈ શકે છે. એક સુયોગ અને બીજો કુયોગ. ગુણવાન ગુરુ સાથે ગુણપ્રાપ્તિની ઈચ્છાથી કે આત્મહિતની ઈચ્છાથી જે સંબંધ થાય છે, તેને સુયોગ કહેવાય છે અને સુગુરુ સાથે માનાદિની ઈચ્છાથી, Page #210 -------------------------------------------------------------------------- ________________ જયવીયરાય સૂત્ર ૧૮૩ સુખ સગવડતાની ઈચ્છાથી કે અન્ય કોઈ સંસારી આશંસાથી યોગ થાય તેને કુયોગ કે વંચક યોગ કહેવાય છે. આત્માને ઠગનારો, આત્માનું અહિત કરનારો સંબંધ એટલે વંચક-યોગ. ગુણવાન આત્મા સાથે પણ સ્વાર્થના કારણે સગવડતા માટે, રોગ નિવારણાર્થે કે માનાદિ કષાયના પોષણ માટે જે સંબંધ બંધાય છે તે આત્માનું અહિત કરનારો હોવાથી તેને વંચક-યોગ કહેવાય છે. અનાદિ કાળથી આ સંસારમાં પરિભ્રમણ કરતાં કદાચ આપણને અનંતીવાર તીર્થકર જેવા શ્રેષ્ઠ ગુરુ મળ્યા હશે, પરંતુ તેઓની સાથે પણ તુચ્છ આશયોથી જોડાણ કર્યું હોવાના કારણે આવા વંચક-યોગને કારણે શ્રેષ્ઠ ગુરુ મળ્યા હોવા છતાંય આપણું ઠેકાણું નથી પડ્યું. ઘણીવાર તો આવા સંબંધને કારણે ભવભ્રમણ અટકવાને બદલે વધી પણ જાય છે. જેમ કોઈ અજ્ઞાની સોનાના બદલે પિત્તળ કે રત્નના બદલે કાચના ટૂકડા મેળવી ઠગાય છે, તેમ આવા સંબંધ બાંધનારા જીવો પણ આત્મહિતકર સદ્ગુરુનો યોગ થવા છતાં સાંસારિક ભાવોથી ઠગાય છે. ગુણરત્નોની પ્રાપ્તિ થાય તેવા સ્થાનથી પણ સ્વઈચ્છાની કે તુચ્છ ઇચ્છાની પૂર્તિ કરી સંતોષ માને છે. આથી જ તેને માટે આ યોગ વંચકયોગ બને છે. જે સંબંધ આત્માનું હિત કરનારો, સન્માર્ગમાં પ્રેરક અને પૂરક બનનારો, રાગાદિ ભાવોથી વેગળા રાખી વૈરાગ્યાદિ ભાવોની વૃદ્ધિ કરનારો હોય છે તેને સુયોગ અથવા અવંચક-યોગ કહેવાય છે. ગુણવાન ગુરુ સાથે આવો સંબંધ જોડાય તો જરૂર આત્માનું હિત થાય છે. ઉત્તરોત્તર ગુણવૃદ્ધિ દ્વારા આત્માનો વિકાસ થાય છે. સુગુરુ સાથેનો આવો સુયોગ્ય સંબંધ જ છેક મોક્ષ સુધી પહોચાડી શકે છે, પરંતુ સંસાર પોષક કોઈપણ ભાવનાથી થએલો સંબંધ મોક્ષ સુધી પહોંચાડી શકતો નથી. જેમ અત્યંત રોગીને પથ્ય વસ્તુ પણ ગુણકારી થતી નથી. તેમ સંસારના અતિરસિયા ભારે કર્મી જીવોને સદ્ગુરુનો યોગ પણ ગુણકારી થતો નથી માટે જ સુગુરુ સાથે સુયોગ કરવા ભવનિર્વેદ આદિ ગુણો પ્રાપ્ત કરવા ખાસ જરૂરી છે. ભવનિર્વેદ આદિ ગુણોનો આત્મામાં જેમ જેમ વિકાસ થતો જાય છે, તેમ તેમ આત્માને હિતમાર્ગમાં જોડનાર ગુરુની સાચી ઓળખાણ થાય છે, આત્મહિતનો માર્ગ બતાવનાર ગુરુ ઉપકારક લાગે છે, મોક્ષસાધક તેમનાં વચનો સાંભળવાનું મન થાય છે, તેમનાં વચન ઉપર વિશ્વાસ બેસે છે. “આ જ પરમ હિતને કરનાર છે, સન્માર્ગદર્શક આ જ ગુરુ છે,' તેવું બુદ્ધિમાં સ્થિર થાય Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ સૂત્રસંવેદના-૨ છે. તેમના એક એક વચનને તીવ્ર જિજ્ઞાસા સાથે સાંભળે છે, સાંભળીને તે રીતે જીવન જીવવા યત્ન પણ કરે છે, પરંતુ હજુ એવી શક્તિ નથી આવી કે, તેમના વચન પ્રમાણે પૂર્ણ જીવન જીવી શકે ! તેથી તદ્ વચન સેવનાની પુનઃ પુનઃ પરમાત્મા પાસે માંગણી કરે છે. આવા આત્માને થયેલો સુગુરુનો યોગ તે યોગાવંચક-યોગ કહેવાય છે. સુગુરુ સાથેના આવા યોગને સાધવા ભવનો રાગ ઘટાડવો પડે છે. માનાદિ કષાયોની માત્રા મંદ કરવી પડે છે. મનને સમજાવવું પડે છે કે, આ જ મારે સર્વસ્વ છે, આ જ મને સન્માર્ગ પ્રાપ્ત કરાવનાર છે. હું તો અજ્ઞાની અને અબુધ છું, આ ગુણવાન વ્યક્તિની અનુકૂળતા તે જ મારી અનુકૂળતા છે, તેમની પ્રસન્નતા તે જ મારી પ્રસન્નતા છે, તેમનો સંતોષ તે જ મારો સંતોષ છે, આવું થાય તો સુગુરુનો યોગ સફળ થાય. પાપોદયના કારણે મોટા ભાગે જીવને સુગુરુની પ્રાપ્તિ જ થતી નથી. અને પુણ્યોદયથી ક્યારેક સુગુરુની પ્રાપ્તિ થાય ત્યારે પણ વિષયોની આસક્તિ, માનાદિ કષાયોની પ્રબળતા આવા ગુરુ સાથે સુયોગ થવા દેતી નથી. શરીરથી તેમની સાથે રહેવા છતાં તેમના પ્રત્યેની શ્રદ્ધા અને સમર્પણનો ભાવ પ્રગટાવવા દેતી નથી. મુમુક્ષુ આત્મા સમજે છે કે, આ વસ્તુ પોતાના સામર્થ્યથી થઈ શકે તેમ નથી. તેથી જ તે આ પદ બોલી પ્રભુને પ્રાર્થના કરે છે કે, “હે વીતરાગ / અનાદિ સંસારમાં ખંડતા ગુરુ તો ઘણીવાર મળ્યા પરંતુ મુગુરુ આજ સુધી મળ્યા નથી અને યુયોદયથી ક્યારેક મળ્યા તો કષાયોના કારણે તેમની સાથે સુયોગ્ય સંબંધ બાંધી શકયો નથી, માટે જ આજ સુધી મારું કલ્યાણ નથી થયું. હે નાથ ! આપને વિનતી કરું છું. આપના પ્રભાવથી મને સુગુરુજી પ્રાપ્તિ થાય. મારા માનાદિ કષાયો મંદ થાય અને તેમના પ્રત્યે મારું નમ્રતાભર્યું વિજયસભર વર્તન થાય. તેમના પ્રત્યેનો મારો શ્રદ્ધા અને સમર્પાનો ભાવ દિન-પ્રતિદિન વૃદ્ધિમાન થાય !” હૃદયના ભાવથી કરાતી આ માંગણી તેવા પ્રકારના કર્મનોં હ્રાસ કરાવી, આત્માને લઘુકર્મી બનાવી, છેક તીર્થકર જેવા ગુરુની સાથે સુયોગ કરાવે છે. આવા સુગુરુના સુયોગથી અનુભવ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, ભૂલોનું ભાન થાય છે, અહંકારનો નાશ થાય છે અને સુંદર જીવનની પ્રેરણાઓ સતત મળ્યા કરે છે. Page #212 -------------------------------------------------------------------------- ________________ જયવીયરાય સૂત્ર ૧૮૫ શુભ ગુરુનો યોગ થયા પછી પણ તેમના વચનનું પાલન કરવું તે અત્યંત દુષ્કર છે અને તેમના વચનનું પાલન કર્યા વગર દુષ્કર એવા સંસારસાગરને તરી શકાય તેમ નથી. તેથી સાધક હવે પરમાત્મા પાસે તદ્ વચન-સેવનારૂપ આઠમી માંગણી કરે છે. તત્રયાસેવU - ચારિત્રસંપન્ન સદ્ગુરુના વચનનું સેવન કરવું. અર્થાત્ તેમના વચનને અનુસરવું. “હે વીતરાગ ! મને તમારા પ્રભાવથી સદ્ગુરુ ભગવંતોનાં વચનોનું, તેમની આજ્ઞાનું પાલન કરવાનું સામર્થ્ય પ્રાપ્ત થાઓ !” વિશિષ્ટ ચારિત્ર સંપન્ન. આત્માઓ સત્યવ્રતથી યુક્ત હોય છે. તેથી તેઓ કદી અસત્ય બોલતા નથી. તેઓ જે બોલે છે, તે સર્વજ્ઞકથિત જ હોય છે. વળી, તેઓ કરુણાયુક્ત હોવાથી કદી કોઈનું અહિત થાય તેવું બોલતા નથી. આથી આવા મહાપુરુષના વચનની ઉપાસના ઉલ્લસિત હૃદયે થાય તો જ આત્મકલ્યાણ થાય; આવું મુમુક્ષુ આત્મા સમજે છે, તેથી જ તે સદા ગુરુના વચનને ઝંખે છે, ગુરુનો આદેશ થતાં પોતાનું અહોભાગ્ય માને છે, ભૂખ્યાને ભોજનની જેમ ગુરુની અનુશાસ્તિ તેને અતિપ્રિય લાગે છે. ગુરુ જ્યારે કંઈક પણ તેના આત્માના હિતની વાત કરે, ત્યારે પોતાના સદ્ભાગ્યની સીમા માને છે અને તેને લાગે છે કે “હું આજે ધન્ય બન્યો. આજે હું કૃતપુણ્ય થયો, ગુરુની મારા ઉપર કેટલી કૃપા કે આજે તેઓશ્રી સ્વમુખે મારા આત્મહિતની વાત કરી રહ્યા છે. આ વચનને મારે ઝટ અમલમાં મૂકવું જોઈએ. મહાન નિધાન તુલ્ય આ વચનનું મારે સંરક્ષણ કરવું જોઈએ, તેને જીવનનો મંત્ર બનાવવો જોઈએ.” આવી ઈચ્છા હોવા છતાં સવીર્યના અભાવના કારણે તે ગુરુવચનને અમલમાં મૂકી શકતો નથી. તેથી તે આ પદ બોલી પરમાત્માને પ્રાર્થના કરે છે – હે નાથ ! સદગુરુ મળ્યાં, તેમનો વચનો સાંભળવા મળ્યાં યા એવી શક્તિ નથી કે, તેનું ૧ પાલન કરી શકું. તેથી હે વીતરાગ ! આપની કૃપાથી મારામાં એવું બળ પ્રગટ થાઓ કે - આ ગુરુ ભગવંતના વજનની હું પૂર્ણ ઉપાસના કરી શકું. તેમની હિતશિક્ષા પ્રમાણે મારા જીવનને સુધારી શકું. તેમની આજ્ઞાનું પૂરું પાલન કરી માર મોહનીય આદિ કર્મોનો હું વિનાશ કરી શકું ?' આંતરિક સંવેદના સાથે બોલાયેલાં આ વચનો કર્મનો વિનાશ કરી Page #213 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૨ . . સીર્યની વૃદ્ધિનું કારણ બને છે અને વૃદ્ધિ પામેલું વીર્ય (ઉત્સાહ) ગુરુના વચનની સેવનામાં સહાયક બને છે. ૧૮૬ આમવમાંડા - હે વીતરાગ ! જ્યાં સુધી ભવમાં (સંસારમાં) છું, ત્યાં સુધી (આપના પ્રભાવથી ભવનિર્વેદ આદિ ભાવો) અખંડિતપણે મને પ્રાપ્ત થાઓ ! સાધક સમજે છે કે, ભવનિર્વેદ આદિ આઠે ભાવો જ્યાં સુધી પ્રાપ્ત નહિ થાય ત્યાં સુધી આ ભયાવહ સંસારનો કોઈ રીતે અંત આવશે નહિ, વળી, આ ઉત્તમ ભાવો એક વાર પ્રાપ્ત થઈ જાય તો પણ ચાલે તેવું નથી. જ્યાં સુધી મોક્ષ ન મળે ત્યાં સુધી તે તે ભૂમિકામાં, તે તે ભાવોની ચોક્કસ જરૂર છે જ. તેથી પરમપદેચ્છુ સાધક આ પદ બોલી પ્રભુને પ્રાર્થના કરે છે કે, - ‘હે નાથ ! આ આઠ અમૂલ્ય ગુણો મને માત્ર આ ભવમાં જ મળે તેવું મારે નથી જોઈતું, પરંતુ જ્યાં સુધી મારો મોક્ષ ન થાય, ત્યાં સુધી માટે જેટલા ભવો કરવા પડે તે તમામ ભવોમાં આ આઠ વિશિષ્ટ ગુણો મને મળો ! હવે મારો કોઈ ભવ એવો ન હોવો જોઈએ કે, જ્યાં મારી પાસે આ આઠ ગુણો ન હોય !” આ પદો દ્વારા જેને આ આઠ ગુણો પ્રાપ્ત નથી થયા, તેઓ તે ગુણોને પ્રાપ્ત કરવા માટે પ્રાર્થના કરે છે અને જેને કાંઈક અંશે પણ આ ગુણો પ્રાપ્ત થયા છે, તેઓ તેનાથી ઉપરની કક્ષાના ગુણોને પ્રાપ્ત કરવા માટે પ્રાર્થના કરે છે. આ રીતે પુનઃ પુનઃ પ્રાર્થના કરવાથી તે તે ગુણો પ્રત્યેનો આદર પ્રગટે છે, તે ગુણો પ્રાપ્ત કરવાની તીવ્ર ઝંખના જાગે છે, ગુણો પ્રત્યેનો આદર જ દોષના રાગને ઘટાડે છે અને દોષ પ્રત્યેના અનાદરના વલણથી બાંધેલાં કર્મોનો વિનાશ કરે છે. કર્મોનો વિનાશ થવાથી ઉપર ઉ૫૨ની ભૂમિકાના આ ગુણોનું પ્રગટીકરણ થાય છે. આથી વારંવાર આ રીતે પ્રાર્થના કરવી યોગ્ય જ છે. આ રીતે પ્રાર્થના કરતાં પણ આટલું ખાસ યાદ રાખવું કે, શબ્દપ્રયોગ કરવા માત્રથી આ ચીજો મળી જાય તેવો નિયમ નથી, પરંતુ આ શબ્દપ્રયોગ કરતાં ભગવાન અને ભગવાનના ગુણો પ્રત્યેની જેની રુચિ વધતી જાય; વળી, પ્રાર્થિત ચીજો મેળવવાની તાલાવેલી જાગે, તેનાથી જ પોતાનો આત્મિક વિકાસ જણાય અને તેથી જ ગદ્ગદ્ હૈયે ભક્તિના તીવ્ર ભાવથી જે વ્યક્તિ આ શબ્દપ્રયોગ કરે, તેને તે સમયે કર્મનો એવો ક્ષયોપશમ થાય છે કે, જેથી તેને આ ચીજો મળે. Page #214 -------------------------------------------------------------------------- ________________ જયવીરાય સૂત્ર ૧૮૭ જેઓ આવા તીવ્ર ભાવવાળા નથી, પણ પ્રકૃતિથી ભદ્રક પરિણામવાળા છે, ભગવાન કે, પ્રાર્થિત ચીજોનું વિશેષ સ્વરૂપ જાણતા નથી, પરંતુ “આ ચૈત્યવંદન સંસારનો નાશ કરી મોક્ષને પ્રાપ્ત કરાવનાર છે, તેવું ભગવાને કહ્યું છે, તેથી મારે કરવું જોઈએ, - આવા સામાન્ય ભાવવાળા છે, વળી સંયોગ મળે તો પોતાની બુદ્ધિ અનુસાર વિશેષને જાણવાની ઈચ્છાવાળા છે, તેવા આત્માને આ ચૈત્યવંદન સામાન્ય પુણ્યબંધ અને કર્મનિર્જરા રૂપ સામાન્ય લાભનું કારણ થાય છે. જેને કારણે ભવિષ્યમાં સારા સંયોગો પામી તેઓ ચોક્કસ વિશેષ લાભને પ્રાપ્ત કરી શકે છે. જેઓ આવા પણ નથી, પરંતુ માત્ર કુળમર્યાદાથી કે ગતાનુગતિક રીતે માત્ર આ શબ્દો બોલીને જ ચૈત્યવંદનની ક્રિયા કરે છે, તેઓની આ ક્રિયા સફળ થતી નથી. આ બે ગાથાઓ ગણધરકૃત છે અને હવે પછીની ગાથાઓ ત્યાર પછીના ગીતાર્થ ગુરુ ભગવંતોની બનાવેલી છે. પરંતુ ભાવવૃદ્ધિનું કારણ હોઈ પાછળથી અહીં તેનો પ્રક્ષેપ થયો છે. . वारिजइ जइवि नियाणबंधणं वीयराय ! तुह समये तहवि मम # સેવા મ મ તુહ વUIvi - હે વિતરાગ ! જો કે, તમારા સિદ્ધાંતમાં નિયાણું કરવાનો નિષેધ કરાયો છે, તો પણ ભવોભવ તમારાં ચરણોની સેવા મને પ્રાપ્ત થાઓ ! ધર્મના બદલામાં આ લોક કે પરલોક સંબંધી કોઈપણ ભૌતિક સુખની આકાંક્ષા-ઈચ્છા કે, માંગણી કરવી તે નિદાન કહેવાય છે. જેને સિદ્ધાંત પ્રમાણે સઘળોય ધર્મ નિરાકાંક્ષ ભાવે કરવાનો છે, તેથી આવી પણ માંગણી પ્રથમ નજરે જોતાં તો નિદાનસ્વરૂપ જ લાગે, તોપણ વાસ્તવિક રીતે જોતાં તે નિયાણું નથી. કેમ કે - શાસ્ત્રમાં ભૌતિક આકાંક્ષાને “નિયાણું કહેલ છે. પરંતુ આધ્યાત્મિક સુખ માટે ઉપયોગી ચીજની આકાંક્ષાને નિયાણું કહેલ નથી. મોક્ષ અનિચ્છા સ્વરૂપ છે. તેથી કોઈપણ પ્રકારની ઈચ્છા કે, માંગણી મુમુક્ષુ માટે યોગ્ય નથી. તોપણ જ્યાં સુધી આત્મામાં મોહનું અસ્તિત્વ છે, ત્યાં સુધી કોઈને 12. નિદાન ધર્મના બદલામાં આ લોક કે પરલોક સંબંધી ભૌતિક સુખની માંગણી કરવી તે નિદાન છે. તેના ત્રણ પ્રકાર છે. ૧. રાગગર્ભિત, ૨. શ્રેષગર્ભિત, ૩. મોહગર્ભિત. Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ સૂત્રસંવેદના-૨ . કોઈ ઈચ્છાઓ તો થયા જ કરે છે અને અપ્રશસ્ત ઈચ્છાઓ સાધક આત્માને પણ કર્મ બંધાવી ભવમાં ભટકાવે છે. માટે આવી અપ્રશસ્ત ઈચ્છાઓનો અંત લાવવા અને પ્રશસ્ત ગુણોને પ્રગટાવવા અમુક ભૂમિકા સુધી આ માંગણીઓ જ આત્મા માટે ઉપકારક છે. આવી પ્રશસ્ત માંગણી દ્વારા જ સાધક મોહને મહાત (નાશ) કરીને, ગુણપ્રાપ્તિ માટે ચોક્કસ પ્રકારનો પ્રયત્ન કરી શકે છે. આમ જ્યાં સુધી મોહનું સામ્રાજ્ય છે, ત્યાં સુધી આવી માંગણી કરવી તે સાધક માટે યોગ્ય જ છે. આથી જ સાધક કહે છે - “સિદ્ધાંતમાં નિયાણું કરવાની ‘ના’ કહી છે. તેથી મારે કોઈ આકાંક્ષા રખાય જ નહિ. આમ છતાં અન્ય વસ્તુઓની આકાંક્ષા હું છોડી શકું છું, પરંતુ “તમારા ચરણની સેવા મને પ્રાપ્ત થાઓ” – આવી આકાંક્ષા હું છોડી શકતો નથી, કેમ કે, તેના વિના મારું કલ્યાણ શક્ય નથી.” ચરણની સેવા એટલે માત્ર પગસ્વરૂપ કાયાની સેવાની જ અહીં માંગણી નથી કરી, પરંતુ પરમાત્માના ચરણ એટલે ચારિત્રની અથવા ચરણ એટલે આપે જે તત્ત્વમાર્ગનું (આજ્ઞાનું) નિરૂપણ કર્યું છે, તેના (આજ્ઞાના) યથાર્થ પાલનરૂપ તત્ત્વકાયની મને પ્રાપ્તિ થાઓ, તેવી અહીં માંગણી કરવામાં આવી છે. જો કે સદ્ગુરુના વચન સચ્ચારિત્રના પાલન સ્વરૂપ જ છે. તેથી તદ્દીન સેવનાની માંગણીમાં આ માંગણી આવી જ જાય છે. તો પણ “ભગવાનનાં ચરણોની સેવા મને ભવોભવ મેળો” તેવી માંગણી અત્યંત ભાવવૃદ્ધિનું કારણ બને તેવી છે. તેથી આ રીતે પુનઃ કરાતી પ્રાર્થના દોષરૂપ નથી. વળી, ભગવાનનાં ચરણની સેવા તે સજ્ઞાન અને સ&િયાસ્વરૂપ મોક્ષમાર્ગની આસેવના છે, તેથી પુનઃ પુનઃ કરાતી આ માંગણી વર્તમાનમાં પણ જ્ઞાનને અનુરૂપ ઉત્તમ આચરણમાં શક્તિ અનુસાર યત્ન કરાવે છે. તેથી પણ આવી માંગણી યોગ્ય જ છે. ૧. રાગગર્ભિત : “મારા તપના પ્રભાવથી મને ચક્રવર્તીની સ્ત્રી જેવું સ્ત્રીરત્ન મળો.” રાગના કારણે કરેલ સંભૂતિમુનિના આ નિયાણાને રાગગર્ભિત નિદાન કહેવાય છે. ૨. દ્વેષગર્ભિત : “મારા તપનું કોઈ ફળ હોય તો હું ભવોભવ ગુણસેનને મારનારો થાઉં.' આવા દ્વેષથી કરેલા અગ્નિશર્માના નિયાણાને દ્વેષગર્ભિત નિયાણું કહેવાય છે. ૩. મોહગર્ભિતઃ ધર્મથી જ ભૌતિક સુખ મળે છે, તેવું સાંભળ્યું હોય તેથી એવું નિયાણું કરે કે, મને ભવોભવ ધર્મ મળો, જેથી દુન્યવી સુખો મળે અને સારી રીતે મોજ કરી શકાય. આ મોહગર્ભિત નિયાણું છે. Page #216 -------------------------------------------------------------------------- ________________ જયવીયરાય સૂત્ર ૧૮૯ આ દરેક પદો બોલતાં તે તે શબ્દમાં રહેલા ઉત્તમ ભાવોનું જ્ઞાન જોઈએ, તે તે ભાવો પ્રત્યે અત્યંત આદર જોઈએ. સર્વ શ્રેષ્ઠ કોટિના આ ગુણો જેનામાં છે, તેવા પરમાત્મા પાસે નતમસ્તકે, વિનમ્ર ભાવે આ ચીજો મારે માંગવાની છે અને પ્રાર્થના બાદ આજ્ઞા અનુસાર મારે તે ગુણો પ્રાપ્ત કરવા યત્ન પણ કરવાનો છે. આવું માનનાર સાધકને આ પદો દ્વારા ચોક્કસ પ્રકારે તે તે ગુણોનો લાભ પણ થાય છે. જેઓ આ શબ્દો બોલે છે પણ શબ્દમાં રહેલા ઉત્તમ ભાવોને જોતા કે અનુભવતા નથી, તે ભાવો પ્રત્યે જેને આદર નથી, યથાશક્ય તે માટેનો પ્રયત્ન નથી, તેઓને આ ચીજોની પ્રાપ્તિ સંભવિત નથી. ભગવાન પાસે ચરણ સેવાની માંગણી કર્યા પછી પણ સ્વઈષ્ટની સિદ્ધિ માટે કાંઈક વિશેષ માગણી કરતાં સાધક જે કહે છે, તે હવે જણાવે છે – दुक्खक्खओ कम्मक्खओ, समाहिमरणं च बोहिलाभो अ । સંપર મદ , તુદ નાદ ! પI/મરણમ્ - હે નાથ ! આપને પ્રણામ કરવાથી મારાં દુઃખનો નાશ થાઓ, મારાં કર્મોનો નાશ થાઓ (અ) મને સમાધિમરણ તથા સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાઓ. તુવેરવિવો - દુઃખનો નાશ. “હે નાથ ! આપને પ્રણામ કરવાથી મારાં દુઃખનો ક્ષય થાઓ.” દુઃખ તો જગતના જીવમાત્રને ગમતું નથી, તેથી સર્વ કોઈ જીવો દુઃખના નાશને તો ઈચ્છે જ છે, પરંતુ ધર્માત્મા જે દુઃખનાશને ઈચ્છે છે, તે જગતના જીવો કરતાં ભિન્ન પ્રકારનું છે. જગતના જીવોને કોઈ જ દુઃખ નથી જોઈતું, જ્યારે મુમુક્ષુ આત્માને મોક્ષમાર્ગમાં બાધક બને, સ્વસમાધિને હાનિ પહોંચે તેવું જ દુઃખ નથી જોઈતું. તેથી જ તે આ પદ બોલી પરમાત્માને પ્રાર્થના કરે કે, “હે પ્રભો ! હું હજુ નિ:સત્ત્વ છું. માટે સાથના જ કરવી છે, પરંતુ સાધનાના માર્ગમાં વિશ્નો આવતાં હું અસ્થિર થઈ જાઉં છું, મન અનેક સંકલ્પ-વિકલ્પમાં અટવાઈ જાય છે, તેથી જ સાધનામાં સ્થિર થવાતું નથી. તેથી હે નાથ ! સાધનાના માર્ગમાં વિન્ન કરનારા માણું દુઃખો નાશ પામો અથવા તેની સામે લડવાની શક્તિ પ્રાપ્ત થાઓ !” અહીં દુઃખના ડરથી દુઃખ ટાળવાની માંગણી નથી, પરંતુ ધર્મમાર્ગમાં Page #217 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૨ આવતાં વિઘ્નોનો ભય છે અને તેવાં વિઘ્નકા૨ક દુઃખો જ અહીં ટાળવાની વાત છે અને તેથી જ કહે છે “હે નાથ ! જ્યાં સુધી પ્રાપ્ત દુ:ખોને હું પૂરી સમાધિ અને સ્વસ્થતાથી સહન ન કરી શકું, દુઃખની હાજરીમાં મોક્ષમાર્ગની સાધના કરવાનું સામર્થ્ય મારામાં ન આવે ત્યાં સુધી મારાં તેવાં દુઃખો નાશ પામો, એવી મારી પ્રાર્થના છે.” ૧૯૦ - મોક્ષની સાધના કરનારો સાધક વિવેકી હોય છે, તેથી સંસારીજીવો જે રીતે દુ:ખથી ડરે છે અને તેના નાશ માટે યત્ન કરે છે તેવા પ્રકારના દુઃખના નાશ માટે સાધક યત્ન પણ કરતો નથી કે તે માટે પ્રાર્થના પણ કરતો નથી; પરંતુ જે દુ:ખો પોતાની સમાધિમાં બાધક બને છે તેવા બાહ્ય દુ:ખો અને વિષયની વિહ્વળતા તથા કષાયોની પરાધીનતાના અત્યંતર દુઃખોને જ ટાળવાની તેની ભાવના હોય છે. તે સમજે કે વૈષયિક-કાષાયિક ભાવો કર્મબંધનું કારણ છે. કર્મનો સંબંધ આત્માને સંસારમાં જકડી રાખે છે અને સંસારમાં રહેલા જીવોને વારંવાર જન્મ લેવો પડે છે, જન્મ થતાં શરીર સાથે સંબંધ થાય છે, શરીરને કારણે સેંકડો જરૂરિયાત ઊભી થાય છે, શરીરને કારણે સ્વજનો સાથે, સમાજ સાથે નાતો બાંધવો પડે છે, આ બધા સંબંધો સાચવવા માટે પણ અનેક પ્રકારનાં દુ:ખો સહન કરવા પડે છે. આથી જ વિવેકી આત્માને વિષય-કષાય અને તેને ઉત્પન્ન ક૨ના૨ સંસારની સર્વ સામગ્રી દુઃખરૂપ લાગે છે. પુણ્યના ઉદયથી સુંદર શરીર મળ્યું હોય, બેસુમાર સંપત્તિ મળી હોય કે વિવેકસંપન્ન સ્ત્રી, પુત્રાદિ પરિવારરૂપે મળ્યાં હોય તો પણ તે સંયોગ અંતે દુઃખરૂપ હોઈ વિવેકી ધર્માત્મા ભગવાનને પ્રાર્થના કરે છે, ‘હે નાથ ! દુઃખને ઉત્પન્ન કરનાર આ સર્વ વૈષયિક-કાષાયિક ભાવો નાશ પામો !' દુઃખનો ક્ષય કર્મના ક્ષય વિના શક્ય નથી. તેથી હવે અગિયારમી માંગણી સ્વરૂપે સાધક કહે છે... વો - કર્મનો ક્ષય. “હે નાથ ! આપને પ્રણામ કરવાથી મારાં કર્મનો નાશ થાઓ !” ધર્માત્મા બરાબર સમજે છે કે, જ્યાં સુધી આ કર્મો છે, ત્યાં સુધી દુઃખ તો આવવાનાં જ છે, તેથી દુઃખના નાશ માટે કર્મનો નાશ અત્યંત જરૂરી છે, માટે તે ભગવાનને પ્રાર્થના કરે છે કે - “હે નાથ ! આપને કર્નેલા પ્રણામથી દુઃખનાં કારણભૂત મારાં કર્મોનો નાશ થાઓ !” Page #218 -------------------------------------------------------------------------- ________________ જયવીયરાય સૂત્ર ૧૯૧ જિજ્ઞાસા : કર્મના ક્ષયથી દુઃખનો ક્ષય થવાનો જ છે, તો દુઃખક્ષયની માંગણી જુદી કેમ કરી ? તૃપ્તિ કર્મના ક્ષયથી દુઃખનો નાશ થવાનો છે, તે બરાબર છે. પરંતુ કર્મનો ક્ષય સાધના કર્યા વિના થઈ શકતો નથી અને સાધના મનની સ્વસ્થતા વિના થતી નથી. અલ્પસત્ત્વવાળા સાધકો ગમે તેવા સંયોગમાં મનની સ્વસ્થતા ટકાવી શકતા નથી, તેથી અહીં દુઃખના ક્ષયથી સાધનામાં વિઘ્ન કરનાર દુઃખનો નાશ માંગ્યો છે, સર્વ દુઃખનો નહિ, વિષ્ન કરનાર દુ:ખના ક્ષયથી મનની સ્વસ્થતા પ્રાપ્ત થશે તેથી સાધના થશે અને તેનાથી કર્મનો ક્ષય થશે માટે આ માંગણી યોગ્ય જ છે. કર્મનો ક્ષય; સમાધિ અને બોધિથી થાય છે. તેથી હવે તેની માંગણી કરે છે. સમાદિકરળ અને સમાધિપૂર્વકનું મરણ. “હે નાથ ! આપને પ્રણામ કરવાથી મને “સમાધિ મરણ” પ્રાપ્ત થાઓ !” સમાધિ = દુઃખ અને સુખના સંયોગમાં સમાન બુદ્ધિ, ચિત્તની સ્વસ્થતા. સુખના સંયોગમાં રાગ-ઉત્સુક્તાદિ કૃત ચિત્તની વિહ્વળતા નહિ અને દુઃખના સમયમાં દ્વેષ, અરુચિ કે, અણગમાકૃત ચિત્તની વિહ્વળતા નહિ. જો કે, વિશેષ પ્રકારના સુખ-દુઃખમાં મનને સ્વસ્થં રાખવું, સમાધિમાં રાખવું તે મુશ્કેલ છે. તેમાંય મરણ વખતે તો માનસિક અને શારીરિક વેદનાઓ અસહ્ય હોય છે. આ વેદના વચ્ચે મનને સમાધિમાં રાખવું કપરું બને છે, વળી અંત સમયે જો મન સમાધિમાં ન રહે તો સદ્ગતિ થતી નથી અને સદ્ગતિ વિના ધર્મસાધના સુંદર રીતે થઈ શકતી નથી. આધિ, વ્યાધિ, ઉપાધિથી ઘેરાયેલા આ સંસારમાં સમાધિ અતિદુર્લભ છે. તેમ જ સમાધિના અખૂટ ભંડારસમા અરિહંત પરમાત્મા પાસે તેની માંગણી કરવાથી તે અવશ્ય પ્રાપ્ત થાય છે. જ્યારે સમાધિ વગરના અન્યદેવ કે મનુષ્યો પાસે સમાધિની માગણી સફળ નથી થતી. આથી જ આ પદ બોલતાં સાધક પ્રભુને પ્રાર્થના કરે છે - “હે ભગવાન ! તમને કરેલા પ્રણામથી મને સમાધિ મરણની પ્રાપ્તિ થાઓ !.. જેથી મારે સંસારમાં પુનઃ પુનઃ ભટકવું ન પડે.” જિજ્ઞાસા ? અહીં સમાધિમય જીવન ન માગતાં સમાધિમરણ માંગ્યું તેનું કારણ શું ? તૃપ્તિ ઃ પ્રાણીમાત્રને મરણનું દુઃખ અસહ્ય હોય છે. મરણ વખતે તે જ આત્મા સમાધિ રાખી શકે, જેણે જીવન દરમ્યાન સમાધિ માટે પ્રયત્ન કર્યો Page #219 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૨ હોય. તેથી સમાધિમરણની માંગણી કરી સાધક સમગ્ર જીવનકાળની સમાધિ માંગી લેવા ઈચ્છે છે. તેમજ જીવનની સમાધિ માટે જરૂરી દુ:ખનો ક્ષય કર્મનો ક્ષય પહેલા જ માંગી લીધો છે એ બધી માંગણીઓ જેના માટે જરૂરી હતી એ સમાધિ મરણ હવે માંગ્યું છે, કારણ કે જેનો અંત સુધર્યો એનું બધું જ સુધર્યું. સમાધિ મ૨ણ મળશે તો સદ્ગતિ મળશે ફરી સમાધિમય જીવનને ફરી સદ્ગતિની પરંપરા મળશે અને અંતે મોક્ષ પ્રાપ્તિ શીઘ્ર થશે. ૧૯૨ સમ્યગ્દર્શન એ પાયાનો ગુણ છે. પાયા વગર ઈમારત ચણી શકાતી નથી. તેથી પાયાના ગુણ તરીકે એ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ માટે પરમાત્માને પ્રાર્થના કરે છે. बोहिलाभो अ અને બોધિલાભ. 11 “હે નાથ ! આપને કરેલા પ્રણામથી મને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાઓ.' બોધિ એટલે સમ્યગ્દર્શન અથવા જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ રત્નત્રયી તેનો લાભ એટલે પ્રાપ્તિ. સાધનાનું મૂળ સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન પ્રાપ્ત થયા પછી જ જ્ઞાન અને ક્રિયા મોક્ષનું કારણ બને છે. જ્યાં સુધી મિથ્યાત્વરૂપ મલ નાશ પામતો નથી અને જીવને સમ્યક્ત્વ પ્રાપ્ત થતું નથી, ત્યાં સુધી ગમે તેટલી સારી ધર્મક્રિયા કરે કે ગમે તેટલું શાસ્ત્રજ્ઞાન મેળવે, તો પણ તે જ્ઞાન અને ક્રિયા મોક્ષનું કારણ બની શકતી નથી. તેથી જ સાધક આ પદ બોલી પરમાત્માને પ્રાર્થના કરતાં કહે છે કે, “હે પ્રભો ! જ્યાં સુધી મિથ્યાત્વરૂપ વિષનું વમન નહિ થાય અને સમ્યક્ત્વ રૂપ અમૃતનું સિંચન નહિ થાય ત્યાં સુધી તારા શાસનની, તારી આજ્ઞાની સાચી ઓળખ નહિ થાય, શાસનની ઓળખ વિના તેનું યથાર્થ પાલન નહિ થાય, આજ્ઞાના પાલન વિના કર્મનો નાશ નહિ થાય અને કર્મનાશ વિના મુક્તિ મળશે નહિ; તેથી હે નાથ ! આપ મારા મિથ્યાત્વનો નાશ કરાવી મને બોધિની પ્રાપ્તિ કરાવો ” હવે જે ૫૨માત્માના શાસનથી આ બધું મળે છે, તે પરમાત્માના શાસન પ્રત્યેના સદ્ભાવને વ્યક્ત કરતાં કહે છે I 'सर्वमङ्गलमाङ्गल्यं, सर्वकल्याणकारणम् । प्रधानं सर्वधर्माणां, जैनं નયતિ શાસનમ્ - સર્વ મંગલોમાં મંગલરૂપ, સર્વ કલ્યાણનું કારણ તથા સર્વ - Page #220 -------------------------------------------------------------------------- ________________ જયવીયરાય સૂત્ર ૧૯૩ ધર્મોમાં પ્રધાન એવું શ્રીજિનશાસન ત્રણે લોકમાં વિજયવંતું વર્તે છે. જૈનધર્મ સર્વમંગલમાં શ્રેષ્ઠ મંગલ છે. કેમ કે, જગતનાં (લૌકિક) મંગલો જીવને કંઈક અંશે જ મંગલરૂપ બને છે. જ્યારે જૈનશાસન એટલે ભગવાનની આજ્ઞા, (લોકોત્તર-ભાવમંગલ) સર્વાંશે જીવને માટે મંગલરૂપ બને છે. જે કાર્યમાં ભગવાનની આજ્ઞા ભળે છે, તે કાર્ય ચોક્કસ મંગલરૂપ બન્યા વિના રહેતું નથી અને સારું કામ પણ આજ્ઞાના અભાવમાં મંગલરૂપ બની શકતું નથી. જૈનધર્મ સર્વ કલ્યાણનું કારણ છે. કલ્ય સુખ અને તેને આપે તે કલ્યાણ. સંસારનાં સર્વશ્રેષ્ઠ સુખો પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી મળે છે અને આ પુણ્ય પરમાત્માની આજ્ઞાના પાલનથી બંધાય છે. તેથી અનુત્તર કે રૈવેયકમાં પ્રાપ્ત થનારા દૈવિક સુખો કે શાલિભદ્ર જેવા માનવીય સુખો અને અંતે મોક્ષરૂપ મહાસુખની પ્રાપ્તિ પણ જૈનશાસનની આરાધનાથી જ થાય છે, તેથી જૈનશાસન સર્વકલ્યાણનું કારણ છે. . જૈનધર્મ સર્વ ધર્મમાં પ્રધાન ધર્મ છે, કેમકે, - દુનિયામાં ધર્મો તો ઘણા છે અને તે સર્વ ધર્મો દુઃખનાશ અને સુખપ્રાપ્તિનો ઉપાય તો બતાવે છે, પરંતુ અત્યંત સૂક્ષ્મ રીતે અને પરિપૂર્ણ સુખનો માર્ગ તો જૈનશાસન જ બતાવી શકે છે, વળી જૈનશાસન સ્યાદ્વાદને સ્વીકારે છે. તેથી સર્વધર્મનો સમાવેશ પોતાનામાં કરી શકે છે. જ્યારે અન્ય ધર્મો વસ્તુતત્ત્વને એકાંતે સ્વીકારનારા છે, તેથી તે ધર્મમાં બીજાનો સમાવેશ થઈ શકતો નથી, તે કારણથી પણ જૈનધર્મ જ સર્વથી શ્રેષ્ઠ છે. આવું જૈનશાસન જયવંતુ વર્તે અર્થાત્ તેનો જયજયકાર થાઓ ! જૈનશાસન પ્રત્યેની અત્યંત ભક્તિને વ્યક્ત કરતાં સાધક અંતે કહે છે, “આવું જૈનશાસન અત્યંત વિસ્તાર પામો ! ઘણા આત્માઓમાં આ જૈનશાસન પ્રતિષ્ઠિત થાઓ ! અથવા આ જિનની આજ્ઞા મારા હૃદયમાં હંમેશા રહો.” પોતાના આત્મામાં જેને શાસન પ્રત્યે અનુરાગ પેદા થયો હોય, શાસનની કલ્યાણકારિતા પ્રતિષ્ઠિત થયેલી હોય, તે જ આત્મા બીજાના આત્મામાં પણ એની પ્રતિષ્ઠા ઈચ્છે, એનો જગતમાં વિસ્તાર ઝંખે... 13. મંગલની વ્યાખ્યા “નવકાર સૂત્ર'માંથી જોવી. Page #221 -------------------------------------------------------------------------- ________________ અરિહંતચેઈયાણં સૂત્ર સૂત્ર પરિચય : આ સૂત્ર દ્વારા અરિહંતનાં ચૈત્યને વંદના કરવા સ્વરૂપ ચૈત્યવંદન કરાય છે. આથી તેનું બીજું નામ “મૈત્યસ્તવછે. શાસ્ત્રમાં શુભભાવની પ્રાપ્તિ અને વૃદ્ધિના અનેક ઉપાયો જણાવ્યા છે, પણ તેમાં સર્વશ્રેષ્ઠ ઉપાય છે, અરિહંત પરમાત્માની ભક્તિ. સાક્ષાતુ વિચરતા અરિહંત પરમાત્માની ભક્તિ જેમ ઉત્તમ ફળ આપે છે, તેમ તેમની મૂર્તિ, મંદિર કે સૂપ આદિની ભક્તિ પણ શુભભાવોને પ્રગટાવી સાધકને છેક મોક્ષ સુધી પહોંચાડી શકે છે. આથી જ આ સૂત્રમાં અરિહંતનાં ચૈત્યનાં વંદન, પૂજન, સત્કાર આદિના ફળરૂપે બોધિ અને બોધિના ફળરૂપે મોક્ષને પ્રાપ્ત કરવાના પ્રણિધાનપૂર્વક કાઉસ્સગ્નમાં રહેવાનો સંકલ્પ કરાય છે. અપેક્ષાએ વિચારીએ તો મન-વચન-કાયાની એકાગ્રતાપૂર્વક શુભધ્યાનમાં લીન થવાના પ્રયત્નરૂપ આ કાયોત્સર્ગની ક્રિયા જ ચૈત્યવંદન છે. કેમ કે મન-વચનકાયાની ગુપ્તિવાળો આત્મા જ વીતરાગ ભાવની વધુ નજીક જઈ શકે છે, તો પણ આ શુભધ્યાનનું કારણ “નમોહ્યુ ણ' આદિ સૂત્રો છે, તેથી તેને પણ ચૈત્યવંદન કહેવાય છે. ચૈત્યવંદનની ક્રિયા એ કોઈ સામાન્ય ક્રિયા નથી. પણ મોક્ષના મહાન આનંદની અનુભૂતિ કરાવનારી ક્રિયા છે. આ ક્રિયા દ્વારા સાધકે પોતાની સર્વ Page #222 -------------------------------------------------------------------------- ________________ અરિહંત ચેથાણ સૂત્ર ૧૯૫ ચિત્તવૃત્તિઓને શાંત કરી, મનને એકાગ્ર કરી, પરમાત્માના ધ્યાનમાં લીન થવાનું છે. પરમાત્માના ધ્યાનમાં એકાકાર કેવી રીતે થવાય, તેની સમુચિત વિધિ આ સૂત્રમાં બતાવી છે. નાટક ભજવતાં પહેલાં જેમ કોઈ સારો અભિનેતા તેની એવી પ્રેક્ટિસ કરે છે કે, જેથી તે તે ભાવોથી પોતે ભાવિત બની પ્રેક્ષકને પણ તે ભાવમય બનાવી શકે. તેવી જ રીતે ચૈત્યવંદન જેવી દુષ્કર ક્રિયા કરતાં પહેલાં સાધક પણ ચૈત્યવંદનને અનુરૂપ પોતાના ચિત્તને તૈયાર કરવા માટે જ “નમોલ્યુશં” આદિ સૂત્રોનાં એક એક પદોને યથાયોગ્ય રીતે બોલે છે અને બોલીને તે અરિહંતના ગુણોથી હૃદયને ભાવિત કરે છે. આવી રીતે ભાવિત થયા પછી તે ઊભો થઈને પગને જિનમુદ્રામાં, હાથને યોગમુદ્રામાં અને દૃષ્ટિને જિનપ્રતિમા ઉપર સ્થિર કરીને, આ સૂત્ર બોલી કાયોત્સર્ગની પ્રતિજ્ઞા કરે છે. કાયોત્સર્ગમાં રહીને પરમાત્મામય બનવારૂપ પરમાત્મા સાથે એકમેક થવારૂપ ચૈત્યવંદન કરવું અતિ દુષ્કર છે. આ સૂત્રમાં એ દુષ્કર કાર્યની સિદ્ધિ માટે અત્યંત સહાયક બને તેવાં પાંચ સચોટ સાધનો બતાવ્યાં છે. તેના પ્રયોગપૂર્વક કાયોત્સર્ગ કરાય તો એક કુશળ ધનુર્ધરની જેમ લક્ષ્યને આંબી શકાય છે. તે પાંચ સાધનો એટલે જ સતત વૃદ્ધિ પામતાં શ્રદ્ધા, મેધા, ધૃતિ, ધારણા અને અનુપ્રેક્ષાનાં પરિણામો (ભાવો). આવાં ભાવોસહિત કરાયેલો કાઉસ્સગ્ગ, ક્રમશ: વીતરાગભાવની પ્રાપ્તિ કરાવી આપે છે. સામાન્યથી જોતાં આ સૂત્રમાં માત્ર કાયોત્સર્ગ કઈ રીતે કરાય તે જણાવ્યું છે, પરંતુ તેના માધ્યમે મોક્ષાભિલાષી વિચારક અને જિજ્ઞાસ આત્માને તો ધર્મની કોઈપણ ક્રિયા કેવી રીતે કરવી જોઈએ તેનું સુંદર માર્ગદર્શન મળી રહે છે. આ નાના સૂત્રમાં ભરેલાં ઊંડાં રહસ્યોને જાણી તે તે ભાવપૂર્વક જો આ સૂત્ર બોલાય અને જો શ્રદ્ધા આદિ ભાવો જીવ માટે સહજ બની જાય તો તે જીવ કાયોત્સર્ગ અને અન્ય પણ ક્રિયાઓ દ્વારા આત્મિક ઉન્નતિના શિખરો સર કરી શકે. મૂળ સૂત્ર : अरिहंतचेइयाणं करेमि काउस्सग्गं । - वंदण-वत्तियाए. पूअण-वत्तियाए सक्कार-वत्तियाए Page #223 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૨ सम्माण - वत्तियाए बोहिलाभ-वत्तियाए निरुवसग्ग-वत्तियाए सद्धाए मेहाए धीइए धारणाए अणुप्पेहाए वड्ढमाणीए, ठामि काउस्सग्गं । ૧૯૬ पह- १५ : संपा-३ : खक्ष२-८९ અન્વય સહિત સંસ્કૃત છાયા અને શબ્દાર્થ : अरिहंतचेइयाणं वंदण-वत्तियाए, पूअण-वत्तियाए, सक्कार - वत्तियाए, सम्माण - वत्तियाए, बोहिलाभ-वत्तियाए, निरुवसग्ग-वत्तियाए । अर्हत्चैत्यानां वंदन-प्रत्ययं, पूजन-प्रत्ययं, सत्कार- प्रत्ययं, सन्मान-प्रत्ययं, बोधिलाभ-प्रत्ययं, निरुपसर्ग-प्रत्ययं । અરિહંત ચૈત્યોના વંદન નિમિત્તે, પૂજન નિમિત્તે, સત્કાર નિમિત્તે, સન્માન નિમિત્તે, બોધિલાભ નિમિત્તે, મોક્ષ નિમિત્તે काउस्सगं करेमि । कायोत्सर्गम् करोमि । હું કાયોત્સર્ગ કરું છું. (હવે કાયોત્સર્ગ કેવી રીતે કરે છે, તેનું વર્ણન કરતાં કહે છે -) वड्ढमाणीए सद्धाए, मेहाए, धीइए, धारणाए, अणुप्पेहाए काउस्सग्गं ठामि । वर्धमानया श्रद्धया, मेधया, धृत्या, धारणया, अनुप्रेक्षया कायोत्सर्गं तिष्ठामि । વધતી જતી શ્રદ્ધાથી, મેધાથી, ધૃતિથી, ધારણાથી અને અનુપ્રેક્ષાથી હું કાયોત્સર્ગમાં રહું છું. સંપદાઓના નામ - હેતુ ➡ ૧ અલ્યુપગમ સંપદા : अरिहंत चेइयाणं करेमि काउस्सग्गं આ પદો દ્વારા કાઉસ્સગ્ગ કરવાની પ્રતિજ્ઞા સ્વીકારાય છે માટે તેને અશ્રુપગમ સંપદા કહેવાય છે. Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ અરિહંતચેઈયાણં સૂત્ર ૧૯૭ ૨ નિમિત્ત સંપદા : . वंदणवत्तियाए पूअणवत्तियाए सक्कारवत्तियाए सम्माणवत्तियाए बोहि लाभवत्तियाए निरुवसग्गवत्तियाए । આ પદો કાઉસગ્ન કરવાનું નિમિત્ત સૂચવે છે તેથી તેને નિમિત્ત સંપદા કહેવાય છે. ૨ હેતુ સંપદા : सद्धाए मेहाए धिईए धारणाए अणुप्पेहाए वड्डमाणीए ठामि काउस्सग्गं ।। આ સાત પદોમાં કાઉસ્સગ્ન સમ્યગૂ રીતે નિષ્પન્ન થાય તેના ઉપાયો દર્શાવ્યા છે, તેથી તેને હેતુ સંપદા કહેવાય છે. વિશેષાર્થ : રિહંતરેફયારેમિ - અહંતુ ચૈત્યોના (વંદનાદિ નિમિત્તે) હું કાયોત્સર્ગ કરું છું. જેઓ રાગ-દ્વેષ આદિ દોષોથી રહિત છે, અનંત જ્ઞાનાદિ ગુણોથી સહિત છે, વળી દેવ અને દેવેન્દ્રો પણ જેમની આઠ મહાપ્રાતિહાર્યથી પૂજા કરે છે તેમને અરિહંત' કહેવાય છે. આ અરિહંત પરમાત્માની મૂર્તિ, મંદિર કે સૂપ આદિને “ચૈત્ય' કહેવાય છે. નિર્વિકારી અરિહંત પરમાત્માની પ્રતિમાનું દર્શન યોગ્ય આત્માના ચિત્તમાં આલ્લાદ ઉત્પન્ન કરે છે, સમાધિભાવને પ્રગટાવે છે અને ચિત્તપ્રસન્નતાનું કારણ બને છે. ચિત્તના શુભભાવનું કારણ બનતું હોઈ અરિહંતની પ્રતિમાને ચૈત્ય કહેવાય છે. 1. અરિહંતની વિશેષ સમજ માટે જુઓ “નવકાર મંત્ર.' - સૂત્રસંવેદના ભા. ૧ 2. વિત્તમ્ - અન્ત:કર, તસ્ય ભાવ: વા, વદવિચૂક્ષ ગ ('વદઢાJિ :ગ્ન, પા. 4१-१२३) कृते 'चैत्यं' भवति । तत्रार्हतां प्रतिमाः प्रशस्तसमाधिचित्तोत्पादकत्वादर्हचैत्यानि भण्यन्ते । - લલિતવિસ્તરા ચિત્ત શબ્દને ગમ્ પ્રત્યય લાગીને આ શબ્દ બન્યો છે. તેનો અર્થ વિત્ત એટલે અંતઃકરણ અને તેનો ભાવ તે ચૈત્ય અથવા ચિત્તનું કર્મ (કાર્ય) તે ચૈત્ય છે (અથવા) ચૈત્યં નિનો: / તવિ-G– અભિધાન ચિંતામણી કોષ કર્મનો અર્થ ક્રિયા પણ થાય છે, ત્યારે ચિત્તની = અંત:કરણની ક્રિયા તે ચૈત્ય. અરિહંતની પ્રતિમા પ્રશસ્ત સમાધિવાળા ચિત્તને ઉત્પન્ન કરે છે. તેથી અરિહંતની પ્રતિમાને ચૈત્ય કહેવાય છે. Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ સૂત્રસંવેદના-૨ , અથવા - અરિહંત પ્રભુના ગુણોનું જ્ઞાન થતાં અરિહંત પરમાત્મા પ્રત્યે ચિત્તમાં અત્યંત ભક્તિભાવ ઉલ્લસિત થાય છે. આ ભક્તિભાવથી પ્રેરાઈને ભક્ત, પ્રભુ પ્રતિમાનું નિર્માણ કરે છે. આ રીતે પ્રતિમા એ ચિત્તના ભાવનું કાર્ય છે. તેથી પણ અરિહંતની પ્રતિમાને ચૈત્ય કહેવાય છે. ટૂંકમાં શુભ ચિત્તનું કારણ અથવા શુભ ચિત્તનું કાર્ય બંને હોવાથી અરિહંતની પ્રતિમા “ચૈત્ય” કહેવાય છે. આનો અર્થ એ થયો કે - આ પ્રતિમાના દર્શનથી જેના હૃદયમાં શુભભાવ પ્રગટે છે અથવા દર્શન, વંદનાદિ દ્વારા જેઓ શુભભાવને પ્રગટાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, તેના માટે આ પ્રતિમા ચૈત્ય બને છે, પરંતુ પ્રતિમાને જોઈ જેઓને શુભભાવ થતા નથી અને પૂજનસત્કારાદિ દ્વારા જેઓ શુભભાવ માટે યત્ન પણ કરતા નથી તેમના માટે આ પ્રતિમા ચૈત્ય કહેવાતી નથી. આ પદ બોલતાં “નમોલ્યુ શંમાં અરિહંતના જે ગુણો જણાવ્યા છે, તેવા સ્વરૂપવાળા અરિહંત પરમાત્માની આ પ્રતિમા છે અને “આ પ્રતિમાના વંદન, પૂજનાદિથી પ્રાપ્ત થતાં ફળો મને આ કાયોત્સર્ગથી પ્રાપ્ત થાઓ !” આવો ભાવ પ્રગટ કરવાનો છે. આવા ભાવપૂર્વક કાયોત્સર્ગ કરવાથી કાયોત્સર્ગમાં મનવચન-કાયાની વિશેષ પ્રકારે એકાગ્રતા પ્રાપ્ત થાય છે. એકાગ્રતાપૂર્વકનું અરિહંતનું ધ્યાન અરિહંતના ગુણોનો આંશિક આસ્વાદ કરાવે છે. રેમ ૩ ' એટલે કે “હું કાયોત્સર્ગ કરું છું.” આ પદનું જોડાણ ‘નિવેસ-વત્તિયાણ' પદ પછી કરવાનું છે. તેનાથી “અરિહંત ચૈત્યોના વંદનાદિ નિમિત્તે હું કાયોત્સર્ગ કરું છું.” એવો અન્વયે પ્રાપ્ત થશે. આમ તો કાયોત્સર્ગની ક્રિયા તો હજી “અન્નત્થ' સૂત્ર બોલ્યા પછી કરવાની છે, તો પણ અહીં આવો પ્રયોગ ક્રિયાની સન્મુખતા જણાવવા માટે કરાયો છે. વંતા-વત્તિયા - વંદન નિમિત્તે (હું કાયોત્સર્ગ કરું છું.) અરિહંત ચૈત્યના વંદનથી જે ફળ પ્રાપ્ત થાય છે, તે ફળ પ્રાપ્ત કરવા માટે હું કાયોત્સર્ગ કરું છું. વંદુ : અનંત ગુણના ધારક અરિહંત પરમાત્મા પ્રત્યેના બહુમાન ભાવને પ્રગટ કરનારી મન, વચન, કાયાની પ્રવૃત્તિને વંદન કહેવાય છે. “પરમાત્મા 3. કાયોત્સર્ગ સંબંધી વિશેષ વિગત માટે જુઓ – “સૂત્રસંવેદના' ભા. ૧ માં “અન્નત્થ સૂત્ર.” Page #226 -------------------------------------------------------------------------- ________________ અરિહંતચેઈયાણં સૂત્ર ૧૯૯ મહાન છે અને તેમની અપેક્ષાએ હું હીન કક્ષાનો છું તેવો મનનો પરિણામ, નમો જિણાણ' આદિ બહુમાનભાવને વ્યક્ત કરનારી વાણીનો વ્યાપાર કે બહુમાનભાવને પ્રગટ કરતી બે હાથ જોડી, માથું નમાવી, ઢીંચણને વાળવા વગેરે રીતે કરાતી કાયાની ક્રિયાને વંદન કહેવાય છે. આ રીતે બહુમાનપૂર્વક પરમાત્માને વંદના કરવાથી ચિત્ત આલાદિત થાય છે. વીતરાગભાવ તરફ મન ઢળે છે. તેના ફળ સ્વરૂપે સાંસારિક પદાર્થોનું આકર્ષણ ઘટે છે. પુનઃ પુનઃ વંદના કરવાથી પરમાત્મા સાથે ચિત્તનું અનુસંધાન થતાં. અનાદિકાલીન રાગ, દ્વેષ, મોહ અને અજ્ઞાનના કુસંસ્કારો નાશ પામતા જાય છે અને આત્મા પરમાત્મભાવની ખૂબ નજીક જઈ શકે છે. આ રીતે આત્માનું પરમાત્મભાવ તરફનું પ્રસર્પણ તે જ સાચા અર્થમાં વંદના છે. વત્તિયા=નિમિત્તે, “નિમિત્ત શબ્દ, કારણ અને ફળ બે અર્થમાં વપરાય છે. અહીં “નિમિત્ત' શબ્દ ફળ અર્થમાં ગ્રહણ કરેલ છે. એટલે કે, વંદનાદિ પદો સાથે જોડાયેલ “નિમિત્ત' શબ્દ એ સૂચવે છે કે, “હું વંદનાદિના ફળને પ્રાપ્ત કરવા માટે કાયોત્સર્ગ કરું છું.” આ પદ બોલતાં સાધક વિચારે કે, “આ પ્રતિમાને વંદના કરી અનેક ભવ્યાત્માઓએ પોતાના આત્મા ઉપર છવાયેલા મિથ્યાત્વના મલને દૂર કરી સઍગ્દર્શનના શુદ્ધ ભાવોને પ્રાપ્ત કર્યા હશે ! અજ્ઞાનના વડલો ભેદી, સમ્યગુજ્ઞાનનો પ્રકાશ પ્રાપ્ત કર્યો હશે ! રાગાદિ દોષોને દૂર કરી વૈરાગ્યભાવની વૃદ્ધિ કરી હશે ! હે નાથ ! હું તેમના તે તે ભાવોની અનુમોદના કરું છું અને આ કાયોત્સર્ગ દ્વારા તેવા ભાવો મને મળો તેવી ભાવના ભાવું છું.” જિજ્ઞાસા : “વંદનાદિ નિમિત્તે હું કાયોત્સર્ગ કરું છું” - એમ બોલી કાયોત્સર્ગ કરવાથી શું વંદનાદિનું ફળ મળી શકે ? 4. નિમિત્ત શબ્દના બે અર્થ થાય છે . કારણ - દા. ત. ઉપાદાન સાથે ચોક્કસ નિમિત્ત મળે ત્યારે કાર્ય થાય' - અહીં નિમિત્ત શબ્દ કારણવાચી છે. i ફળ, પ્રયોજન - દા. ત. “કર્મક્ષય નિમિત્તે તપ કરું છું.” આમાં તપસ્યાનું પ્રયોજન, ફળ કર્મક્ષય છે, અહીં નિમિત્ત શબ્દ ફળવાચી છે. Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ સૂત્રસંવેદના-૨ તૃપ્તિઃ હા, ચોક્કસ મળી શકે. કારણ કે જૈનશાસન કરણ, કરાવણ અને અનુમોદનનું સરખું ફળ માને છે અને પરમાત્માની ભક્તિરૂપ વંદન-પૂજનસત્કાર આદિની અનુમોદના માટે આ કાયોત્સર્ગ કરવામાં આવે છે. આથી કાયોત્સર્ગથી વંદનાદિનું ફળ જરૂર મળી શકે; પરંતુ એટલું ધ્યાનમાં રહેવું જોઈએ કે, આ કાયોત્સર્ગ વંદનાદિની અનુમોદનાર્થે છે, પરંતુ અનુમોદના સાચી તે કહેવાય છે કે, જેની અનુમોદના કરાય, તેમાં યથાશક્તિ પ્રયત્ન પણ હોય તો ! એટલે વંદનાદિ દ્વારા જેમ રાગાદિ દોષોથી દૂર થઈ વીતરાગાદિ ભાવને સન્મુખ થવા પ્રયત્ન કરાય છે, તેમ કાયોત્સર્ગ કાળમાં પણ મન-વચનકાયાની એકાગ્રતા કેળવી વીતરાગભાવને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરાય તો જરૂર કાયોત્સર્ગથી તે ફળ મળી શકે છે. પરંતુ શબ્દ બોલવા માત્રથી ફળ મળી શકતું નથી. પૂર-વત્તિયાણ, સંદર-વત્તિયા - પૂજન નિમિત્તે, સત્કાર નિમિત્તે (હું કાયોત્સર્ગ કરું છું.) અરિહંત પરમાત્માના પૂજનથી અને સત્કારથી પ્રાપ્ત થનાર ફળ મેળવવા માટે હું કાયોત્સર્ગ કરું છું. પૂજન : કેસર, ચંદન, કસ્તૂરી, જળ, પુષ્પ, ધૂપ, દીપક આદિ ઉત્તમ સામગ્રીથી પરમાત્માની પૂજા કરવી તે પૂજન છે. સત્કાર : કિંમતી વસ્ત્રો કે ઉત્તમકોટિનાં રત્નજડિત સુવર્ણનાં અલંકારો વગેરેથી પરમાત્માની ભક્તિ કરવી તે સત્કાર છે. બાહ્ય સામગ્રીના રાગને તોડવા માટે વંદન કર્યા પછી પણ શ્રાવકો શ્રેષ્ઠ સામગ્રીથી – ઉત્તમ વસ્ત્ર અલંકારોથી - પરમાત્માની ભક્તિ કરે છે, કેમ કે પીગલિક વસ્તુઓ પ્રત્યેનો જે રાગ છે તે રાગ નબળો ન પડે ત્યાં સુધી વિતરાગભાવને સન્મુખ થઈ શકાતું નથી. જડ પુદ્ગલોના આશ્રયે શુભ-અશુભ ભાવ કરવા ટેવાયેલા સાધકો ઉત્તમ પ્રકારની પૂજન અને સંસ્કારની સામગ્રી લઈને જ્યારે પરમાત્માની ભક્તિમાં લીન બને છે, ત્યારે તેઓ અનેક ભવોમાં એકત્રિત કરેલાં કુકર્મોનો વિનાશ 5. પત્તી નિવાઈi fasતિ પુષ્યવિયા મા ! -ઠાણાંગસૂત્ર ટીકા Page #228 -------------------------------------------------------------------------- ________________ અરિહંતચેઈયાણં સૂત્ર કરે છે, રાગાદિના કુસંસ્કારોને શિથિલ કરે છે, શ્રેષ્ઠ કોટિના પુણ્યનો અનુબંધ કરે છે અને ગુણસંપત્તિના સ્વામી બને છે. આ પદ બોલતાં સાધક વિચારે કે, “ઉત્તમ દ્રવ્યોથી, કિંમતી વસ્ત્ર અને અલંકારોથી આ પ્રતિમાઓનું પૂજન-સત્કાર કરી અનેક મોક્ષેચ્છુ જીવોએ પોતાના કર્મમલને દૂર કરી આત્માને નિર્મલ કર્યો હશે ! જડ પદાર્થોના રાગને તોડી આત્માને વીતરાગભાવ ભણી લઈ ગયા હશે. કેટલાક ઉત્તમ આત્માઓ તો વળી પ્રભુ પ્રતિમાના સ્પર્શ કરતાં કરતાં કેવળી પડ઼ા થયા હશે. હે સ્વામી ! હું તે સર્વેના તે તે ઉત્તમ ભાવોની અનુમોદના કરું છું અને આ કાયોત્સર્ગથી મને પણ તેવા ગુણો પ્રાપ્ત થાય તેવી ભાવના ભાવું છું.” ૨૦૧ જિજ્ઞાસા : શ્રાવક તો સાક્ષાત્ પૂજન અને સત્કાર કરીને તેનું ફળ મેળવે જ છે, તો તેને તે નિમિત્તે કાયોત્સર્ગ શા માટે કરવાનો ? અને આરંભાદિથી રહિત એવા સાધુને આરંભવાળા પૂજન-સત્કા૨ ક૨વાનાં નથી; તો સાધુએ કાયોત્સર્ગ દ્વારા તેની અનુમોદના શા માટે કરવાની ? તૃપ્તિ : જેમ ધનના લોભી જીવને જે પ્રકારે ધન વધુ મળે તે પ્રકારે વધુ ધન મેળવવાની ઈચ્છા રહે છે, તેવી જ રીતે મોક્ષાર્થી જીવને મોક્ષના કારણભૂત ભગવાનની ભક્તિનો લાભ જે રીતે વધુ મળે તે રીતે વધુ લાભ મેળવવાની ઈચ્છા રહે છે. આથી જ સાક્ષાત્ ભગવાનની ભક્તિ કર્યા પછી પણ પોતે કરેલી ભક્તિથી સંતોષ નહીં પામનાર શ્રાવક, બીજાએ કરેલ પૂજન-સત્કાર આદિરૂપ ભક્તિની અનુમોદનાર્થે કાયોત્સર્ગ કરે છે. શ્રાવક જ્યારે પૂજન આદિ સાક્ષાત્ કરે છે, ત્યારે તેમાં સ્વરૂપહિંસા હોવાથી આરંભ-સમારંભ તો ચોક્કસ હોય છે, તો પણ શ્રાવકને મહારંભ-સમારંભથી છૂટવાનો ઉપાય પણ આ પૂજન આદિ છે. એટલે શ્રાવક માટે તે કર્તવ્ય બની જાય છે. તદુપરાંત શ્રાવક અત્યારે એવી ભૂમિકામાં છે કે, તે ઉત્તમ દ્રવ્યોના આધારે જ ઉત્તમ ભાવો નિષ્પન્ન કરી શકે છે. રાગાદિને પરવશ બનેલો શ્રાવક Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ સૂત્રસંવેદના-૨ સંસારના ક્ષેત્રે સારા દ્રવ્યનો ઉપયોગ કરીને સ્વયં તો રાગાદિથી પીડાય છે, પરંતુ અન્યના રાગાદિનું નિમિત્ત પણ બની જાય છે; પરંતુ શ્રાવક જ્યારે ઉત્તમ દ્રવ્યોથી ભગવાનની ભક્તિ કરે છે, ત્યારે ભગવાન સ્વયં રાગરહિત હોવાથી ભગવાન તરફથી રાગ વૃદ્ધિનું કોઈ કારણ તેને પ્રાપ્ત થતું નથી. પરંતુ ઉત્તમ દ્રવ્યોથી કરાયેલી પરમાત્માની ભક્તિ, રાગાદિ રહિત પરમાત્મા પ્રત્યે વિશેષ પ્રીતિ પ્રગટાવે છે. પ્રીતિપૂર્વકની આ ભક્તિ જ જીવને પરમાત્માના વિતરાગાદિ ગુણો તરફ લઈ જાય છે. ધીમે ધીમે ઉત્કૃષ્ટ થતી આ ભક્તિ ભવ્યાત્માને સંપૂર્ણ રાગાદિ રહિત વીતરાગ સ્વરૂપ બનાવી દે છે. વીતરાગ બની તે ઉત્તમ આત્મા સર્વ કર્મને ખપાવી મોક્ષમાં જાય છે. મોક્ષમાં જતાં જ તેના તરફથી જગતના જીવ માત્રને અભયની પ્રાપ્તિ થાય છે. હવે તેના તરફથી કોઈ જીવને ભય રહેતો નથી, તેથી સર્વ જીવને પોતાના તરફથી નિર્ભય બનાવવાનો આ ઉત્તમ માર્ગ છે. આથી જ શ્રાવકો માટે સાક્ષાત્ પૂજનાદિ કરવાની ભગવાનની આજ્ઞા છે. મુનિ ભગવંતો તો દ્રવ્ય વિના પણ ઉત્તમ ભાવો દ્વારા ભક્તિ કરી શકે છે. તેથી તેમના માટે દ્રવ્યભક્તિનું વિધાન નથી, તો પણ ઉપદેશ દ્વારા પ્રેરણા આપવામાં અને કાયોત્સર્ગ દ્વારા અનુમોદના કરવામાં તેમને કોઈ બાધ નથી. મુનિ ઉપદેશ દ્વારા ભવ્યાત્માઓને પ્રભુ ભક્તિમાં જોડે છે, ત્યારે પણ તેમનો ઉપદેશ આરંભ-સમારંભની અનુમતિનો નથી હોતો, પરંતુ ભગવાનની ભક્તિના ફળના વર્ણન દ્વારા શ્રાવકને ભક્તિની ભાવનામાં પ્રેરણા કરવાનો જ હોય છે. આથી જ ઉપદેશ આપતાં તેઓ ખૂબ જ સાવધાની રાખે છે કે, ક્યાંય તેમની વાણીથી આરંભ-સમારંભની અનુમતિ ન આવી જાય. વળી ભગવદ્ભક્તિ દ્વારા જે ફળ શ્રાવકને અપેક્ષિત છે, તે જ ફળ મુનિને પણ અપેક્ષિત છે, માટે મુનિ શ્રાવકના પૂજનાદિની અનુમોદના કરી શકે છે. આમ સાધુએ ઉપદેશ આપવો પણ યોગ્ય છે અને પૂજન આદિથી થતા ભાવોની અનુમોદના કરવી પણ યોગ્ય છે. આથી જ તે પૂજન-સત્કારથી થનારા ભાવોની નિષ્પત્તિ=પ્રાપ્તિ માટે અત્યંત ઉચિત એવો કાયોત્સર્ગ કરે છે. સમાજ-વત્તિયાણ - સન્માન નિમિત્તે (હું કાયોત્સર્ગ કરું છું.) અરિહંત ચૈત્યોનાં સન્માનથી પ્રાપ્ત થનારાં ફળ મેળવવા માટે હું કાયોત્સર્ગ કરું છું. Page #230 -------------------------------------------------------------------------- ________________ અરિહંતચેઈયાણં સૂત્ર પૂજન અને સત્કાર કર્યા પછી પણ પરમાત્માની ભાવ-ભક્તિમાં વિશેષ પ્રકારે ઉપયોગવાળા બનવા માટે, અરિહંત પરમાત્માના ગુણોનું સ્મરણ કરાવતાં, તેમની શ્રેષ્ઠતાનું વર્ણન કરતાં, તેમની ઉપકારિતાને યાદ કરાવતાં, મહાપુરુષોએ રચેલાં સ્તવન, સ્તુતિ, સ્તોત્ર કે ગીતાદિથી પરમાત્માની વિશેષ પ્રકારે ભક્તિ કરવી, તે સન્માન છે. મહાપુરુષોએ રચેલાં અર્થગંભી૨ સ્તોત્રાદિના સહારે સાધક, પરમાત્મા સાથે જ્યારે તાદાત્મ્ય ભાવને સાધવા પ્રયત્ન કરે છે, ત્યારે તે સાધક દુન્યવી સુખોને ક્યાંય ઓળંગી જાય તેવા મહાઆનંદને પ્રાપ્ત કરી શકે છે. તે વખતની તેની અનુભૂતિના શબ્દો જ તેની સાખ પૂરે છે. “હમ મગન ભયે પ્રભુ ધ્યાનમેં, ધ્યાનમેં ધ્યાનમેં ધ્યાનમેં... બીસર ગઈ દુવિધા તન-મન કી, અચિરાસુત ગુણ ગાન મેં...” “દુ:ખ દોષગ ક્રૂરે ટળ્યા રે.... સુખ સંપદશું ભેટ ધીંગ ધણી માથે કીનો રે..., કુણ ગંજે નર ખેટ” ૨૦૩ “આવી વિશિષ્ટ રચનાઓ દ્વારા મહાપુરુષોએ જે આત્માનો આનંદ પ્રાપ્ત કર્યો અને તેના દ્વારા તેમણે જે કર્મની નિર્જરા કે વિશિષ્ટ પુણ્યનો બંધ કર્યો, તે સર્વે ફળ મને આ કાયોત્સર્ગથી મળો ! એવી ભાવના કાયોત્સર્ગ કરતાં કરવાની છે. આ પદ બોલતાં સાધક વિચા૨ે કે, " ‘આ પ્રતિમાની સ્તવના કરી કેટલા યોગ્યજીવોએ કેવી સુખદ સંવેદના કરી હશે ! કેવો અપૂર્વ આનંદ અનુભવ્યો હશે ! તે દ્વારા તેઓએ કેવા વિશિષ્ટ ગુણો પ્રાપ્ત કર્યા હશે ! હે પ્રભુ ! હું તેમના તે તે ભાવોની અનુમોદના કરું છું અને આ કાઉસ્સગ્ગ દ્વારા મને પણ તેવા જ ભાવોનો લાભ થાય તેવી ભાવના ભાવું છું” “વંતળવત્તિયા” ઈત્યાદિ પદો બોલતાં - વંદન, પૂજન અને સત્કારના કાળમાં જે જે વિશેષ ભાવો થવાની સંભાવના છે તે ભાવોની અનુમોદના માટે, “હું કાયોત્સર્ગ કરું છું અને કાયોત્સર્ગ કરીને મારે તે ભાવોથી થનારું ફળ મેળવવું છે” - તે વાત મનમાં દૃઢ કરીને, જો તે તે પદોનું ઉચ્ચારણ થાય તો તે વખતે જ વિશિષ્ટ ભાવો હૃદયને સ્પર્શી શકે છે. માટે કાયોત્સર્ગથી મને Page #231 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૨ આ ફળ પ્રાપ્ત થાઓ ! એવા લક્ષ્ય સાથે તે તે પદો બોલવાનાં છે. હવે વંદન, પૂજન, સત્કાર અને સન્માન આદિથી પણ કયું ફળ જોઈએ છે ? તે જણાવતાં કહે છે ૨૦૪ વોહિલ્ટામવત્તિયાણ - બોધિલાભના નિમિત્તે (હું કાયોત્સર્ગ કરું છું.) બોધિરૂપ ફળની પ્રાપ્તિ માટે હું કાયોત્સર્ગ કરું છું. મુમુક્ષુ આત્માનું અંતિમ લક્ષ્ય મોક્ષ હોય છે. મુમુક્ષુ સમજે છે કે, મોક્ષ એમને એમ પ્રાપ્ત ન થાય. મોક્ષ માટે સૌ પ્રથમ તો પોતાના આત્મામાં સમ્યગ્દર્શન ગુણ પ્રગટાવવો પડે. સમ્યગ્દર્શન આવ્યા વિના કોઈ જીવનો ક્યારેય મોક્ષ થયો નથી. હા ! ચારિત્ર વિના મોક્ષ મળી શકે છે, પરંતુ સમ્યગ્દર્શન વિના તો મોક્ષ ન જ મળે. આથી જ આ પદ બોલતાં સાધક વિચારે કે, kr * આ કાયોત્સર્ગથી મને વંદન-પૂજન-સત્કાર અને સન્માનનું અન્ય કોઈ ફળ હ પણ બોધિની પ્રાપ્તિરૂપ ફળ મળો.” જિજ્ઞાસા : શ્રાવક કે સાધુપણાની ભૂમિકામાં રહેલા આત્માઓ જ પ્રાયઃ કરીને ચૈત્યવંદન કરે છે અને તેમને તો સમ્યગ્દર્શન ગુણ પ્રગટ થયેલા જ હોય છે, તો તેમણે આ બોધિરૂપ ફળ માટે કાયોત્સર્ગ શા માટે કરવાનો ? તૃપ્તિ : સાધુ ભગવંતો અને શ્રાવકો પણ કાયોત્સર્ગ દ્વારા બોધિરૂપ ફળને ઈચ્છે છે. કારણ કે, શુદ્ધિના ભેદે સમ્યગ્દર્શનના અસંખ્ય પ્રકારો છે. ચતુર્થ ગુણસ્થાનકથી પ્રારંભી સંપૂર્ણ શુદ્ધ કક્ષાનું સમ્યગ્દર્શન જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પોતાને જે ભૂમિકાનું સમ્યગ્દર્શન પ્રાપ્ત થયું હોય તેનાથી ઉપરની ભૂમિકાના સમ્યગ્દર્શન માટે અને પ્રાપ્ત થયેલા સમ્યગ્દર્શનને ટકાવવા માટે આ માંગણી યોગ્ય જ છે. વળી વ્યવહારથી અપુનર્બંધક અવસ્થાને પામેલા સાધકો પણ ચૈત્યવંદનની ક્રિયા કરે છે. તેમને સમ્યગ્દર્શન પ્રાપ્ત થયું હોતું નથી, તેથી તેઓ તો આ પદ બોલી કાયોત્સર્ગના ફળરૂપે સમ્યગ્દર્શનની માંગણી ચોક્કસ કરી શકે છે. 6. दंसणभट्ठो भट्ठो दंसणभट्ठस्स नत्थि निव्वाणं । सिज्झति चरणरहिया, दंसणरहिया न सिज्झति ।। સમ્યગ્દર્શનથી પડેલો તે પડેલો જ છે. કેમ કે સમ્યગ્દર્શનથી પડેલાને મોક્ષ મળતો નથી. ચારિત્ર વિનાની વ્યક્તિ મોક્ષમાં જઈ શકે છે, પણ સમ્યગ્દર્શન વિના કોઈ સાધકને મોક્ષ મળતો નથી. - સંબોધ સિત્તરી Page #232 -------------------------------------------------------------------------- ________________ અરિહંતચેઈયાણં સૂત્ર ૨૦૫ તદુપરાંત બોધિલાભનો અર્થ “જૈનધર્મની પ્રાપ્તિ પણ થાય છે જેનધર્મ સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન, સમ્યક્યારિત્ર સ્વરૂપ રત્નત્રયી છે. આ રત્નત્રયીની આરાધના વિના ક્યારેય કોઈનો મોક્ષ થઈ શકતો નથી, માટે મુમુક્ષુ આત્મા મોક્ષના સાધનરૂપે આ રત્નત્રયીની પ્રાપ્તિ મને આ કાયોત્સર્ગથી થાઓ, તેવી ઈચ્છા રાખે છે. જેમને પ્રાથમિક કક્ષાનો આ ગુણ પ્રાપ્ત થઈ ચૂક્યો હોય તેવા આત્માઓ પણ તેનાથી ઉપરની કક્ષાના બોધિ આદિની પ્રાપ્તિ માટે કાયોત્સર્ગ દ્વારા આ ફળની ઈચ્છા રાખી શકે છે. કેમ કે શુદ્ધિના ભેદે બોધિના અસંખ્ય પ્રકારો છે. હવે બોધિલાભ પણ શા માટે જોઈએ છે ? તે બતાવતાં કહે છે – નિવસા-વત્તિયા - મોક્ષના નિમિત્તે (હું કાયોત્સર્ગ કરું છું.) મોક્ષરૂપ ફળની પ્રાપ્તિ માટે હું કાયોત્સર્ગ કરું છું. સામાન્યથી પણ સમ્યગ્દર્શનને પામેલા આત્માઓ સમજે છે કે, આ સંસારનું મૂળ કારણ જો કોઈ હોય તો (મોહાધીન) ઈચ્છાઓ છે. આ ઈચ્છાને આધીન થયેલો જીવ અનેક કર્મને બાંધે છે. કર્મને કારણે તે શરીરાદિના સંબંધમાં આવે છે. શરીરના કારણે જન્મ, મરણ, રોગ, શોક આદિની પીડાઓ ઊભી થાય છે, તેનો નાશ કરવા વળી નવી ઈચ્છાઓ થાય છે; આમ ચક્કર ચાલ્યા જ કરે છે. આથી જ સંસારની વાસ્તવિકતાને સમજતાં સાધકને જ્યાં કોઈ ઈચ્છા નથી, કોઈ ઉપદ્રવ નથી, તેવા અનિચ્છારૂપ-નિરુપદ્રવરૂપ મોક્ષને મેળવવા માટે જ બોધિ જોઈએ છે. આ પદ બોલતાં સાધક વિચારે કે, “મારે પરમ આનંદ, પરમ સુખ જોઈએ છે. તે મોક્ષની પ્રાપ્તથી મળવાનું છે માટે હે પ્રભુ ! આ કાયોત્સર્ગના ફળરૂપે માટે અન્ય કાંઈ જોઈતું નથી માત્ર મને મોક્ષ આપો અને તેના કારછાય બોધિ આયો !” કાયોત્સર્ગનું મુખ્ય પ્રયોજન મોક્ષ છે. મોક્ષ બોધિ વિના મળતો નથી. જો કે બોધિની પ્રાપ્તિ માટે શાસ્ત્રમાં અનેક ઉપાયો જણાવ્યા છે, પણ તેમાં સર્વ શ્રેષ્ઠ ઉપાય પરમાત્માની ભક્તિ છે. વંદન, પૂજન, સત્કાર કે સન્માનરૂપ ભગવાનની Page #233 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૨ ભક્તિ મોક્ષમાર્ગને સમજવાની શક્તિ આપે છે. વંદનાદિથી પ્રગટેલી પ૨માત્મા પ્રત્યેની અંતરંગ પ્રીતિ તીવ્ર કોટિના રાગાદિ ભાવોનો વિનાશ કરાવી તત્ત્વ માર્ગે ચાલવાની તાકાત આપે છે. તત્ત્વમાર્ગની સમજ, તત્ત્વમાર્ગનું અનુસરણ બોધિ છે. આથી જ ચૈત્યવંદન કરનાર સાધક વંદનાદિના ફળરૂપે બોધિ અને બોધિના ફળરૂપે મોક્ષની આકાંક્ષા રાખે છે. ૨૦૬ ઉત્કૃષ્ટ ફળના પ્રણિધાનપૂર્વક કરાતો આ કાયોત્સર્ગ સતત વૃદ્ધિ પામતા શ્રદ્ધા, મેધા, ધૃતિ, ધારણા અને અનુપ્રેક્ષારૂપ સાધનોના આસેવનપૂર્વક જ સફળ થાય છે. આથી જ - કાયોત્સર્ગની સફળતાનું પહેલું સાધન ‘શ્રદ્ધા' કેવી હોવી જોઈએ તે બતાવે છે (વકુમાળિÇ) સત્ક્રાÇ - શ્રદ્ધાથી (વધતી જતી શ્રદ્ધાથી હું કાયોત્સર્ગમાં રહું છું.) શ્રદ્ધાનો” અર્થ છે નિજ અભિલાષા. પરમાત્માના ગુણોની યથાર્થ ઓળખ થતાં પરમાત્મા પ્રત્યે બહુમાનભાવ પ્રગટ થાય છે. આ બહુમાનભાવના કારણે શરમ કે 7.ચૈત્યવંદન કરવા માટે કેવી શ્રદ્ધા જોઈએ. તે જણાવતાં લલિતવિસ્તરામાં નીચે પ્રમાણે લક્ષણો બતાવ્યાં છે ૧.તત્ત્વાનુસરણ : મિથ્યાત્વ મોહનીય કર્મના ક્ષયોપશમથી શ્રદ્ધા નામનો ગુણ પ્રગટતાં સ્વાભાવિક રીતે જ જીવાદિ નવતત્ત્વ પ્રત્યેનું વલણ શરૂ થાય છે. આશ્રવાદિ હેય તત્ત્વોને છોડવાની તેમજ સંવરાદિ ઉપાદેય તત્ત્વોને સ્વીકારવાની ભાવના જાગે છે. આથી જ આશ્રવનો રોધ કરનાર અને સંવરભાવને પ્રાપ્ત કરાવનાર ચૈત્યવંદનની ઈચ્છા થાય છે. ૨. આરોપનાશ : શ્રદ્ધાને કારણે આત્મિક (વાસ્તવિક) સુખની કાંઈક અનુભૂતિ થાય છે, આથી જ ‘આત્માથી ભિન્ન જડ પદાર્થો મારા સુખ-દુઃખનું કારણ છે,’ તેવો મિથ્યાત્વના કારણે થતો આરોપ (ભ્રમ) નાશ પામે છે અને આત્મિક સુખને અધિક મેળવવાની ઝંખના જાગે છે. શ્રદ્ધાથી સમજાય છે કે, પૂર્ણ સુખને પામેલા પરમાત્માની ભક્તિથી આત્મિક સુખ પ્રાપ્ત થાય છે, માટે હું પુનઃ પુનઃ ચૈત્યવંદન કરું, આ રીતે ચૈત્યવંદન કરવાની ભાવના શ્રદ્ધા નામના ગુણથી થાય છે. ૩. સત્પ્રતીતિ : શ્રદ્ધા નામના ગુણથી એક વિશ્વાસ પ્રગટે છે કે, મારા સુખ અને દુઃખનું કારણ મારાં કર્મ જ છે. કર્મ અને કર્મના ફળનું આ જગતમાં અસ્તિત્વ છે જ. કર્મને કારણે જ આ બધાં બંધનો છે. આ કર્મનાશનો ઉપાય પરમાત્માની ભક્તિ છે. આથી જ આ પરમાત્માની અનેક પ્રકારે ભક્તિ કરીને મારા કર્મને ખપાવું. આવી ભાવનાપૂર્વક ચૈત્યવંદન કરવાની ઈચ્છા તે શ્રદ્ધા છે. ૪. ચિત્તકાલુષ્યનો નાશ : જેમ જળાશયમાં નાંખેલું જલકાંત મણિ પાણીના કાલુષ્યને દૂર કરી Page #234 -------------------------------------------------------------------------- ________________ અરિહંતચેઈયાણં સૂત્ર ૨૦૭ બલાત્કારથી નહીં, પરંતુ સ્વયં ચૈત્યવંદન કરવાની જે ઈચ્છા પ્રગટે છે, તે શ્રદ્ધા છે. આ શ્રદ્ધા મિથ્યાત્વ મોહનીય કર્મના ક્ષય, ક્ષયોપશમ કે ઉપશમથી પ્રગટ થાય છે. મોહનીય કર્મની પક્કડ જેમ જેમ ઢીલી પડે છે, તેમ તેમ ચિત્તમાંથી રાગાદિની મલિનતા દૂર થાય છે. બુદ્ધિ નિર્મળ બને છે અને પરમાત્માના ગુણોનું યથાર્થ જ્ઞાન થાય છે. પરમાત્મા પ્રત્યેના જ્ઞાનપૂર્વકના બહુમાનથી “આવા વિશિષ્ટ ગુણસંપન્ન સ્વામી મને મળ્યા છે” તેવો ચિત્તમાં આસ્લાદ થાય છે, મન પ્રફુલ્લિત બને છે, શરીર રોમાંચિત થાય છે, આ રીતે અંતરંગ બહુમાનપૂર્વક ભગવાનની ભક્તિ કરવાની જે ભાવના તે જ શ્રદ્ધા છે. શ્રદ્ધાના પરિણામ પૂર્વક જ્યારે ચૈત્યવંદનની ક્રિયાનો પ્રારંભ થાય, ત્યારે ચૈત્યવંદનનાં સૂત્રોના એક એક શબ્દો જેમ જેમ બોલાતા જાય તેમ તેમ હૈયું અરિહંતના ભાવથી ભાવિત થતું જાય અને અંતે જ્યારે વાસ્તવિક ચૈત્યવંદન સ્વરૂપ કાયોત્સર્ગ કરવામાં આવે અને પ્રભુ સાથે એકરૂપ થઈ જવાય ત્યારે સમજાય કે ચૈત્યવંદનની આ ક્રિયા કેટલી સુંદર છે ! કેવી ઉત્તમ છે ! સંસારની સુખસભર ક્રિયામાં કેવા રાગાદિના સંક્લેશો છે અને ધર્મની નાની ક્રિયામાં પણ ઉપશમભાવનો કેવો આનંદ છે સુખરૂપ આ સંવેદનાઓના કારણે શ્રદ્ધાનો પરિણામ વૃદ્ધિમાન થાય છે અને પુનઃ પુનઃ આ ક્રિયા કરવાનો અભિલાષા જાગે છે. આ જ વધતી જતી શ્રદ્ધા છે અને આવા શ્રદ્ધાના પરિણામપૂર્વક કાયોત્સર્ગ થાય તો જ તે મોક્ષના અંતિમ ફળ સુધી પહોંચાડી શકે છે. સામાન્યથી ચૈત્યવંદન કરવાની ઈચ્છા તો ઘણીવાર ઘણા જીવોને થાય છે. પણ ઊંડાણથી વિચારીએ તો ખ્યાલ આવે કે, આ ઈચ્છાની પાછળ ઘણીવાર તો કોઈક મોહજન્ય સુખની અભિલાષા અથવા ઓઘસંજ્ઞા કે લોકસંજ્ઞા જ કારણ તરીકે પ્રવર્તતી હોય છે. આવી ઈચ્છાથી કરાયેલ કાયોત્સર્ગ શ્રદ્ધાના પરિણામ વિનાનો હોવાથી તે શ્રેષ્ઠ કોટિના બોધિ આદિ ફળને આપી શકતો નથી. આ પદ બોલતાં સાધક વિચારે કે – “પરમાત્મા પ્રત્યેનું બહુમાન અંતરમાં પ્રગટ્યું છે ? આ જળને સ્વચ્છ કરે છે, તેમ આ શ્રદ્ધારૂપી રત્ન પણ ચિત્તમાં રહેલા સંશયાદિ દોષોને દૂર કરી ચિત્તને સ્વચ્છ બનાવે છે. સંશયાદિ દોષ નાશ પામતાં ભગવાને બતાવેલા મોક્ષમાર્ગ ઉપર અત્યંત આદર થાય છે. હૃદય આ માર્ગથી ભાવિત થાય છે, તેથી જ ચૈત્યવંદનાદિ શુભ ક્રિયાનો અભિલાષ થાય છે. Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ સૂત્રસંવેદના-૨ ક્રિયા કરીને કર્મોના મલથી મલિન આત્માને નિર્મળ કરવાની ભાવના જાગૃત થઈ છે ? વીતરાગના આલંબને રાગાદિ દોષોને દૂર કરવાની ઈચ્છા છે ? જો આ ભાવ અંદરમાં છે તો જ વાસ્તવિક શ્રદ્ધાનો પરિામ છે, તો જ મારો કાયોત્સર્ગ સફળ છે ! અંદરમાં આ ભાવ નહિ આવે તો કાયોત્સર્ગ સફળ નહિ બને ! માટે શ્રદ્દાના પરિણામને પ્રગટાવવા હું પ્રયત્ન કરું.” કાયોત્સર્ગ એ માત્ર શ્રદ્ધાપૂર્વક સામાન્યથી સૂત્રો બોલી જવાની ક્રિયા નથી, પરંતુ મનમાં બોલાતા શબ્દના મર્મને પકડી, તેમાં લીન થવા માટેની એક વિશિષ્ટ ક્રિયા છે. માટે તેમાં એકલી શ્રદ્ધા નહિ પણ મેધાની પણ જરૂર છે. આથી જ હવે કાયોત્સર્ગની સફળતાનું બીજું સાધન ‘મેધા' કેવી હોવી જોઈએ તે બતાવે છે. - મેન્નાઇ - મેધાથી (વધતી જતી મેધાથી હું,કાયોત્સર્ગ કરું છું.) મેધાનો અર્થ છે શાસ્ત્રને સમજી શકાય તેવી કુશળ બુદ્ધિ. સૂત્રોના તાત્પર્યને સમજવાનો તીવ્ર અને સૂક્ષ્મ માનસિક યત્ન. કાયોત્સર્ગ આવી મેધાથી કરવાનો છે, પણ જડતાથી નથી કરવાનો. સમ્યગ્ શ્રદ્ધામાંથી પ્રગટેલી નિર્મળ બુદ્ધિ આત્માનું અહિત કરે તેવાં અર્થશાસ્ત્ર અને કામશાસ્ત્રની ઉપેક્ષા કરાવી આત્મહિતકર ધર્મશાસ્ત્રમાં પ્રવૃત્તિ કરાવે છે. રોગની ગંભીરતા સમજાતાં દર્દીને જેમ દવાની અનિવાર્યતા જણાય છે, તેમ જ્ઞાનાવરણીય અને દર્શનમોહનીય કર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થયેલી નિર્મળ બુદ્ધિના કારણે સાધકને આત્માનું હિત કરે, સાચા સુખનો માર્ગ બતાવે તેવા ભગવાનના વચનરૂપ શાસ્ત્રને સમજવાની ઝંખના જાગે છે. તેની શાસ્ત્રોને સમજવાની ઝંખના પણ શબ્દ માત્રમાં સીમિત ન થતાં, શાસ્ત્રના એક-એક શબ્દોના સૂક્ષ્મ ભાવો તથા શબ્દની પાછળ સંતાયેલાં ઊંડાં તત્ત્વોના સંશોધન માટે પ્રયત્ન કરાવે છે. નિર્મળ બુદ્ધિથી પ્રગટેલી આંતરસૂઝના કારણે જ તે સાધક, શાસ્ત્રજ્ઞ અને ગીતાર્થ એવા સદ્ગુરુને શોધે છે. સદ્ગુરુનો યોગ થયા પછી સમ્યક્ પ્રકારે તેમની ઉપાસના કરે છે. તેમની કૃપાનું પાત્ર બની વિધિવત્ શાસ્ત્રનો અભ્યાસ કરી શાસ્ત્રોમાં રહેલા સૂક્ષ્મ ભાવોને સ્પર્શવા પ્રયત્ન કરે છે. Page #236 -------------------------------------------------------------------------- ________________ અરિહંતચેઈયાણં સૂત્ર ૨૦૯ આ રીતે મેધાના પરિણામ પૂર્વક ચૈત્યવંદનાદિ સૂત્રોનો અભ્યાસ કરીને ચૈત્યવંદન કરનાર સાધક સૂત્રના એકે એક પદમાં આત્માને ઉપકારક, આત્માને આનંદદાયક ઘણા ભાવોનું દર્શન કરી શકે છે. આથી સૂત્રાર્થના વિષયમાં તે દિન-પ્રતિદિન વિશેષ પ્રકારે મેધાને પ્રવર્તાવે છે. તેથી તેની બુદ્ધિ વિશેષ સૂક્ષ્મ બને છે. આ રીતે વધતી જતી મેધાથી આ કાયોત્સર્ગ કરાય તો જ તે ઈષ્ટફળસિદ્ધિનું કારણ બની શકે છે. પરંતુ આવી બુદ્ધિ કે બુદ્ધિપૂર્વકના પ્રયત્ન વિના જડતાથી કરાયેલો કાયોત્સર્ગ ઈષ્ટફળસિદ્ધિનું કારણ બનતો નથી. જડતાનો અર્થ અહીં બુદ્ધિ માત્રનો અભાવ ન સમજતાં શબ્દના મર્મને પ્રાપ્ત કરવાના વિશેષ પ્રયત્નનો અભાવ સમજવો. આથી એ વસ્તુ નિશ્ચિત થઈ કે કાયોત્સર્ગને સફળ બનાવવા માટે મનની શૂન્યતા તો ન ચાલે, પરંતુ સૂત્ર કે સૂત્રના સામાન્ય અર્થની માત્ર વિચારણા પણ ન ચાલે. કાયોત્સર્ગની સફળતા માટે તો બુદ્ધિપૂર્વક શબ્દના વિશેષ ભાવને સમજી તે ભાવમાં લીન થવા વિશેષ પ્રયત્ન કરવો જોઈએ. આ પદ બોલતાં સાધક વિચારે કે, કાયોત્સર્ગમાં બોલાતાં આ એક એક પદો તેના ભાવ સુધી પહોંચવા બોલવાનો છે. જ્યાં સુધી કાબ્દના સૂક્ષ્મ ભાવોને સમજી તે ભાવોમાં લીન થવા હું યત્ન નહિ કરું ત્યાં સુધી આ કાયોત્સર્ગ, મારી ઈષ્ટફળસિદ્ધિનું કારણ નહિ જેની શકે ? તેથી મેળેલી સર્વ બદ્રિનો ઉપયોગ કરી આ પદો એવી રીતે બોલું કે જેના કારસે તે પદોના મર્મને પામી તે ભાવોમાં હું લીન થવા યત્ન કરી શકું. ” 8. ચૈત્યવંદન કરવા માટે કેવી બુદ્ધિ જોઈએ. તે જણાવતાં લલિતવિસ્તરામાં “મેધા’નાં નીચે પ્રમાણે લક્ષણો બતાવ્યા છે – ૧. સન્શાસ્ત્રમાં પ્રવૃત્તિ: “આ જગતમાં જાણવા યોગ્ય કાંઈ હોય તો આત્મહિતકર શાસ્ત્રો છે. માટે મળેલી બુદ્ધિ અને શક્તિનો પૂર્ણ ઉપયોગ કરી મારે આ શાસ્ત્રોને સમજવા પ્રયત્ન કરવો જોઈએ.” આવું જ્ઞાન નિર્મળ બુદ્ધિથી થાય છે. ૨. અસલ્શાસ્ત્રમાં અવજ્ઞા આ બુદ્ધિના કારણે જ રાગાદિ દોષોની વૃદ્ધિ કરાવે તેવા કુશાસ્ત્ર પ્રત્યે અત્યંત અણગમો અને અરુચિ થાય છે. ૩. ગુરુ વિનયથી પ્રાપ્ત ઃ નિર્મળ બુદ્ધિથી સમજાય છે કે, શાસ્ત્રજ્ઞાન સદ્ગુરુ પ્રત્યેના બહુમાનભાવથી પ્રાપ્ત થાય છે. સદ્ગુરુના બહુમાન વિના શાસ્ત્ર ભણતાં કદાચ શાસ્ત્રના Page #237 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૨ શ્રદ્ધા અને મેધાપૂર્વક ચૈત્યવંદન કરનાર સાધકને પણ સૂત્રનાં રહસ્યોને જાણીને સૂત્રાર્થના માધ્યમે પ્રભુ સાથે એક રૂપ થવા ધૃતિની અત્યંત જરૂર પડે છે. આથી જ હવે કાયોત્સર્ગનું ત્રીજું સાધન ‘ધૃતિ' કેવી હોવી જોઈએ. તે બતાવે છે ૨૧૦ શ્રીફળ - ધૃતિથી (વધતી જતી ધૃતિથી હું કાયોત્સર્ગ કરું છું.) ધૃતિથી કાયોત્સર્ગ કરવાનો છે, એટલે રાગાદિની વિહ્વળતા વિના મનમાં દુઃખાદિની ચિંતાથી રહિત બની, કૃતનિશ્ચયી બનીને, કાયોત્સર્ગ ક૨વાનો છે. ધૃતિ એટલે મનનું પ્રણિધાન કે અંતરંગ પ્રીતિ. મેધાથી કાયોત્સર્ગમાં આત્માને ઉપકારક ઘણા ભાવો દેખાય છે. આથી જ આ ભાવો મારે પ્રાપ્ત કરવા યોગ્ય છે, તેવી અંતરંગ પ્રીતિ પ્રગટ થાય છે. મનના પ્રણિધાનપૂર્વકની આ અંતરંગ પ્રીતિ એ જ ધૃતિ છે. જ્યાં સાચી પ્રીતિ હોય છે, ત્યાં ધૃતિ અવશ્ય હોય છે. ભોગમાં જેને પ્રીતિ હોય છે, તેવા સમજુ લોકો ભૌતિક સુખ માટે ધીરજપૂર્વક નિરંતર પ્રયત્ન કરતા લોકમાં દેખાય છે. જો કે ભૌતિક ક્ષેત્રમાં પ્રીતિ મોહનીય કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલી હોય છે. જેને કારણે ત્યાં પ્રીતિ સાથે રાગાદિજન્ય વ્યાકુળતા-વિહ્વળતા આદિ ભાવો પણ જોવા મળે છે. પરંતુ શ્રદ્ધા અને મેધાપૂર્વક થયેલી ચૈત્યવંદન પ્રત્યેની પ્રીતિ અને તેનાથી પ્રગટેલી ધૃતિ ચારિત્રમોહનીયકર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થયેલી હોય છે. આનાથી ચૈત્યવંદન કરનાર સાધકને ચૈત્યવંદનકાળમાં રાગાદિકૃત, વ્યગ્રતા, કે વિહ્વળતાદિ ભાવો સતાવતા નથી. આથી તે એકાગ્રતાપૂર્વક નિશ્ચિતતાથી દૃઢ પ્રયત્ન કરી શકે છે. રાગાદિકૃત વિહ્વળતાના અભાવના કારણે ધૃતિ પ્રાપ્ત સાધકમાં દીનતા કે ઉત્સુકતા હોતી નથી. ધૃતિ પ્રાપ્ત થવા પૂર્વે સાધક મેધાથી જોયેલા ભાવોની શબ્દોનું જ્ઞાન થઈ શકે, પરંતુ શાસ્ત્રોના અપૂર્વ ભાવો જાણી શકાય નહિ, માટે મેધાવી પુરુષ શાસ્ત્રજ્ઞના વિનય-બહુમાનપૂર્વક શાસ્ત્રાભ્યાસ કરે છે. ૪. શાસ્ત્ર પ્રત્યે મહાન ઉપાદેય ભાવ : દ્રવ્ય રોગથી પીડાતા દર્દીને જેમ દવા અત્યંત ઉપાદેય લાગે છે, તેમ નિર્મળ બુદ્ધિના કારણે ભાવરોગના નાશના ઉપાયરૂપ શાસ્ત્રો (ચૈત્યવંદનના સૂત્રો) અત્યંત ઉપાદેય લાગે છે. એટલે કે આદર કરવા યોગ્ય લાગે છે, ગ્રહણ કરવા યોગ્ય લાગે છે. Page #238 -------------------------------------------------------------------------- ________________ અરિહંતચેઈયાણં સૂત્ર સ્પર્શનાપૂર્વક ચૈત્યવંદનની ક્રિયા કરવા ઈચ્છતો હોય, તે માટે યત્ન પણ કરતો હોય છતાં કોઈકવાર રાગાદિની આકુળતાના કારણે જ્યારે તે ભાવને સ્પર્શી શકતો નથી, ત્યારે વિવેકપૂર્ણ વિચારણાના અભાવે દીનતા આવી જાય છે અને ‘ક્યારે આ ભાવોને સ્પર્શી હું આત્માનો આનંદ માણી શકીશ,' તેવા પ્રકારની ઉત્સુકતા પણ થઈ જાય છે. ૨૧૧ પરંતુ ધૃતિમાન આત્માને ‘મારું શું થશે ? આવા વિશિષ્ટ ભાવને હું ક્યારે પામી શકીશ ?' આવી દીનતા નથી આવતી. તે તો વધુને વધુ મનોરથો કરે છે કે “ગમે ત્યારે પણ આ ક્રિયાથી જ હું આ ભાવો સુધી પહોંચીને આત્માનો આનંદ માણી શકીશ ! તેથી હજી વધુ પ્રયત્ન કરું ! મારા પ્રયત્નની હજી કચાશ છે ! મારાં કર્મ હજી ભારે છે ! તેથી જ હું આ ભાવોને પામી શક્યો નથી ! પરંતુ પ્રયત્ન વધુ કરીશ તો જરૂર આ ભાવ મને પ્રાપ્ત થશે.” - વિવેકપૂર્વકની આ વિચારણાના કારણે દીનતા તો નથી આવતી, પરંતુ ઓછા પ્રયત્ને વધુ ફળ મેળવવાની ઈચ્છારૂપ ઉત્સુકતા પણ આવતી નથી. દીનતા કે ઉત્સુકતા નિર્વિચારકને જ આવી શકે છે. પ્રયત્ન ઓછો કરવો અને વધુ ફળની ઈચ્છા રાખવી તે નિર્વિચારકતાનું પ્રદર્શન છે. વળી આ ધૃતિ ધીર-ગંભી૨ આશય સ્વરૂપ છે. ધૃતિ ધીર-ગંભી૨ આશયરૂપ હોવાના કારણે જ ધૃતિમાન વ્યક્તિ પદાર્થના ઊંડાણ સુધી જઈ શકે છે અને જોયેલા ભાવોને પ્રાપ્ત કરવા અથાગ પ્રયત્ન પણ કરી શકે છે. આથી જ શાસ્ત્રકારોએ આ કૃતિને ચોક્કસપણે કલ્યાણ અર્પનાર ચિંતામણિ રત્નની પ્રાપ્તિ તુલ્ય કહી છે. જેમ ચિંતામણિ રત્ન મળતાં જ સંસારી જીવોને વિશ્વાસ બેસે છે કે, હવે મારી દરિદ્રતા જશે અને હું શ્રીમંત થઈશ. જોકે ચિંતામણિ મળવા માત્રથી દરિદ્રતા નાશ પામતી નથી. પરંતુ વિધિવત્ તેનું સેવન કે તેની ઉપાસના કર્યા પછી તે પુણ્યવાનને ઈચ્છિત ફળ આપે છે. તો પણ ચિંતામણિ મળતાં જ જેમ વિશ્વાસ થાય છે કે ‘હવે મારું દારિદ્રચ ગયું.’ તેમ ધૃતિપૂર્વક ચૈત્યવંદન કરનારને પણ વિશ્વાસ થાય છે કે, દરિદ્ર અવસ્થા તુલ્ય આ સંસાર હવે મારો વધુ સમય રહેશે નહિ. 9. ચૈત્યવંદન કરવા માટે કેવી ધી૨જ જોઈએ. તે જણાવતાં લલિતવિસ્તરામાં ‘ધૃતિ’ના નીચે પ્રમાણે લક્ષણો બતાવ્યા છે – (૧) દીનતા-ઉત્સુકતાનો અભાવ, (૨) ધીર-ગંભીર આશયરૂપતા Page #239 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૨ આથી જ હવે તેને સાંસારિક દુઃખોની ચિંતા નથી રહેતી, હવે તો તેને ખાતી હોય છે કે હું ચૈત્યવંદન કરવાથી નક્કી સુખી થઈશ. એથી જ એ નિશ્ચિત હોય છે. આ વિશ્વાસને કારણે તે ચૈત્યવંદન જેવું અતિ કપરું કામ પણ ગંભીરતાથી અને ધીરજપૂર્વક પાર પાડી શકે છે. બુદ્ધિથી દેખાતા ભાવોને હૃદય સુધી પહોંચાડવા, આત્મામાં તેની સંવેદનાઓ પ્રગટ કરવી આ બધું આસાન નથી. તેના માટે અથાગ પરિશ્રમ અને અત્યંત ધીરજની જરૂર છે, તેથી જે સાધકે ધૃતિ ગુણ કેળવ્યો હોય તે નક્કી કરે છે કે, `હું દીન થયા વિના, ધીરજથી આ ક્રિયામાં આવતાં સૂત્રના એક એક પદોની વિચારણા એવી રીતે કરું કે, જેથી આ ક્રિયાના ફળ સુધી પહોંચી શકું.’ આ પદનું ઉચ્ચારણ કરતો સાધક વિચા૨ે કે, ૨૧૨ - “કાયોત્સર્ગની આ ક્રિયા તો જ સફળ થાય જો હું તેમાં ઘીરતા અને ગંભીરતાપૂર્વક યત્ન કરું તો ! થોડો પ્રયત્ન કરી, મને હજુ આં ક્રિયાનું ફળ કેમ ન મળ્યું એવી ઉછાંછળા વૃત્તિ ધારા કરું કે આટલું કરું છું તો ય હજુ ફળ કેમ મળતું નથી આવી દીનતા લાવું તો હું આ ક્રિયાનું ફળ નહિ પામી શકું. તેથી ધૈર્ય ઘારણ કરી ગંભીરતાપૂર્વક એવો યત્ન કરું જેથી શીઘ્ર ક્રિયાના ફળને પામી શકું.” ધૃતિપૂર્વક કાયોત્સર્ગ કરનાર પણ સૂત્ર-અર્થાદિની ધારણા ન કરી શકે તો તેનો કાયોત્સર્ગ સફળ થતો નથી. આથી જ, કાયોત્સર્ગનું ચોથું સાધન ‘ધારણા’ કેવી હોવી જોઈએ. તે જણાવે છે ધારĪાણુ - ધારણાથી (વધતી જતી ધારણાથી હું કાયોત્સર્ગ કરું છું.) ધારણા એટલે અવિચ્યુતિ અર્થાત્ અવિસ્મરણ. ક્રિયામાં આવતાં સૂત્રો, તેના અર્થ, આલંબન અને મુદ્રા આદિના પૂર્ણ સ્મરણપૂર્વકનો ક્રિયા ક૨વાનો ભાવ તે ધારણા છે. ધારણાયુક્ત જીવને સૂત્રાદિ સંબંધી લેશ પણ વિસ્મરણ હોતું નથી. કાયોત્સર્ગ કરતાં જે સૂત્ર બોલાઈ રહ્યાં હોય, તે સૂત્ર, તેના અર્થ ઉપર અને સૂત્રાર્થથી વાચ્ય જે અરિહંતાદિ પદાર્થ છે તેના ઉપર ક્રમિક અનુસંધાનપૂર્વક પૂરતું ધ્યાન આપવું તે ધારણા છે. ચૈત્યવંદનના પ્રારંભથી અંત સુધીનાં એકએક પદો અને તેના ભાવોને એકવાક્યતાથી સ્મૃતિમાં લાવીને કાયોત્સર્ગ કરાય તો ધારણાપૂર્વકનો કાયોત્સર્ગ કહેવાય. W Page #240 -------------------------------------------------------------------------- ________________ અરિહંત ચેઈયાણં સૂત્ર ૨૧૩ ધારણાપૂર્વક ક્રિયા કરવાથી આત્મા ઉપર ક્રિયાના દઢ સંસ્કારો પડે છે. ક્યારેય પણ આ કર્યું કે ન કર્યું, આ સૂત્ર બોલ્યા કે ન બોલ્યા તેવી શંકા કે ભ્રમ આદિ થતાં નથી. ધારણાના કારણે જેમ તે સૂત્રાદિનું સ્મરણ થાય છે તેમ ધારણાથી એવી ચિત્તપરિણતિ તૈયાર થાય છે કે, તે જીવ વસ્તુના ક્રમને યથાયોગ્ય રીતે પકડી શકે છે. એટલે ક્રમ મુજબ સૂત્રના પ્રત્યેક શબ્દો, તેના અર્થ અને તેનાથી પ્રાપ્ત થતા પદાર્થ ધારી શકાય છે. જેમ ઉત્તમ પ્રકારનાં મોતીઓને પરોવનાર વેપારી જાણે છે કે, કયા પછી કયું મોતી પરોવીશ તો માળા દેખાવમાં સુંદર થશે. તેથી તે જ ક્રમે તે મોતીને ગોઠવવાનું ખ્યાલમાં રાખે છે, લેશ પણ ભૂલ કરતો નથી. તેથી જ સુંદર પ્રકારની માળા તૈયાર થાય છે. તેમ ચૈત્યવંદન કરનાર આત્મા પણ શાસ્ત્રમાં જે રીતે ચૈત્યવંદન કરવાનું કહ્યું છે, તે જ રીતે બરાબર ધ્યાનમાં રાખીને ધારણાપૂર્વક સૂત્રના એક એક શબ્દો બોલતાં પરમાત્મા સાથે આત્માનું અનુસંધાન કરવાનો પ્રયત્ન કરે છે. આથી ચૈત્યવંદન કાળમાં સાધક અલૌકિક આનંદને માણી શકે છે. તેથી તે વિષયમાં કરાયેલી તેની ધારણા દિન-પ્રતિદિન વધતી જાય છે. આ રીતે વધતી જતી ધારણાથી ભાવપૂર્વક કરાતી આ ચૈત્યવંદનની ક્રિયા અમૃતઅનુષ્ઠાનરૂપ બને છે. ધારણાનો' આ પરિણામ પણ જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી પ્રગટ થાય છે. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી પ્રગટ થયેલો “ધારણા” નામનો ગુણ મુખ્યત્વે ત્રણ ભેદવાળો હોય છે; ૧. ચૈત્યવંદનના સૂત્ર બોલતી વખતે દરેક સૂત્રમાં પરસ્પર એકવાક્યતા જોડીને આખા સૂત્રથી અખંડ શાબ્દબોધ થાય તે રીતે બોધ કરવા માટે સૂત્ર અને અર્થનો ઉપયોગ રાખવો તે અવિશ્રુતિરૂપ ધારણા છે. ૨. ચૈત્યવંદન આદિ કરતાં બોલાતા સૂત્રના ચિત્તમાં પડતા સંસ્કાર પછીના 10. ચૈત્યવંદન કરવા માટે કેવી યાદશક્તિ જોઈએ. તે જણાવતાં લલિતવિસ્તરામાં “ધારણાના નીચે પ્રમાણે લક્ષણો બતાવ્યા છે – ૧. અવિશ્રુતિ, વાસના અને સ્મૃતિ ધારણાનાં આ ત્રણ પ્રકારો છે. સાંભળેલી અને જાણેલી વાતને અમુક સમય સુધી ભૂલવી નહિ તે અવિસ્મૃતિ. અવિસ્મૃતિથી આત્મા ઉપર એક જાતના સંસ્કાર પડે છે, તેને વાસના કહેવાય છે અને આ વાસનાને કારણે નિમિત્ત મળતાં તે વસ્તુનું સ્મરણ પુનઃ થાય તેને સ્મૃતિ કહેવાય છે. Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ સૂત્રસંવેદના-૨. સૂત્ર બોલતી વખતે સંસ્કારરૂપે અવસ્થિત રહેવા તે વાસનારૂપ ધારણા છે ૩. ચૈત્યવંદન આદિમાં ઉત્તરોત્તર સૂત્રો બોલતી વખતે પૂર્વ પૂર્વના સૂત્રોનું અનુસંધાન કરીને એકવાક્યતાથી ઉપસ્થિત થાય તે રીતે ઉપયોગ પ્રવર્તે, તે સ્મૃતિરૂપ ધારણા છે. ધારણા ચિત્તની વિશિષ્ટ પરિણતિ છે. તેમાં જે ક્રમથી દરેક પૂર્વ પૂર્વના સૂત્રોની સાથે ઉત્તર-ઉત્તર(ના સૂત્રો)નું અનુસંધાન હોય છે, તે જ ક્રમથી દરેક સૂત્રોના ભાવને પણ ધારણ કરીને ભગવાન પ્રત્યેનું બહુમાન વધતું જાય એવી આનુપૂર્વી સહિતની ચિત્તપરિણતિ હોય છે. જેમ કોઈ વ્યક્તિ કોઈ પિક્સર કે સીરીયલ માણવા બેઠી હોય તો પૂર્વ પૂર્વના પ્રસંગો સાથે ઉત્તર ઉત્તરના પ્રસંગોનું અનુસંધાન જોડી શકે એવી ધારણાશક્તિવાળી હોય તો જ તે પિક્ટરને જાણી અને માણી શકે, તેમ ચૈત્યવંદનની ક્રિયા પણ સફળ કરવી હોય તો તેમાં બોલાતા સૂત્રો, તેના એકએક પદો અને તેના અર્થનું મંદિથી અંત સુધીનું જોડાણ કરી, તેને અનુરૂપ ભાવો કરવાની ધારણા શક્તિ હોવી જોઈએ. જે વ્યક્તિ આ રીતે સુત્રાર્થ વગેરેની ધારણા પૂર્વક ચૈત્યવંદનની ક્રિયા કરે છે તે ક્રિયાની મધુરતાનો અનુભવ કરી તેનો આનંદ માણી શકે છે. આ પદ બોલતાં સાધક વિચારે છે કે, , “જો નાટક જેવી તુચ્છ ક્રિયા પણ સાયંત સ્મૃતિમાં રહે તો જ આનંદ આવે છે, તો શ્રેષ્ઠ એવી ચૈત્યવંદજી ક્રિયા માટે તો શું કહેવું ? આ ક્રિયા પણ મારે એવી રીતે કરવી જોઈએ કે જેથી સર્વ સૂત્રો અને તેના અર્થ સાવૅત સ્મૃતિમાં રહે. તો જ આ ક્રિયાનો આનંદ માણી શકાય તેથી મારે સૂત્રનું એક એક પદ એવી રીતે બોલવું જોઈએ કે, તે ક્રમ મુજબ બરાબર સ્મૃતિમાં રહે.” શ્રદ્ધા, મેધાદિ દ્વારા સૂત્રોના જે ભાવો અનુભવ્યા છે તેનાં ઊંડાં રહસ્યોને પ્રાપ્ત કરવા, પ્રાપ્ત થયેલા તે ભાવોને વધુ દઢ કરવા, તથ ઉત્તરોત્તર તે ભાવને તીવ્ર કરી મોક્ષમાર્ગ સુધી પહોંચવા અનુપ્રેક્ષાની અત્યંત જરૂર છે. આથી જ હવે કાયોત્સર્ગનું પાંચમું સાધન “અનુપ્રેક્ષા” કેવી હોવી જોઈએ તે બતાવે છે - Page #242 -------------------------------------------------------------------------- ________________ અરિહંતઈયાણં સૂત્ર ૨૧૫ ભુપેદા - અનુપ્રેક્ષાથી (વધતી જતી અનુપ્રેક્ષાથી હું કાયોત્સર્ગ કરું છું.) મનુ એટલે પાછળ, અને પ્રેક્ષા એટલે પ્રકૃષ્ટપણાથી જોવું. વાચના, પૃચ્છના, પરાવર્તના દ્વારા એકવાર જે સૂત્રનું જ્ઞાન મેળવ્યું છે, આત્મહિતકર જે પદાર્થો જાણ્યા છે, તે જ પદાર્થોને વારંવાર વિચારવા, તેને બારીકાઈથી જોવા, તેના ઉપર ઊંડું ચિંતન કરવું, સૂક્ષ્માતિસૂક્ષ્મ ચિંતન દ્વારા તે ભાવોમાં લીન થવા પ્રયત્ન કરવો તે અનુપ્રેક્ષા' છે. ભગવાનના ગુણોથી આત્માને વાસિત કરવા માટે કરાતી ચૈત્યવંદનની ક્રિયા હું કઈ રીતે કરું કે જેથી વિતરાગ સાથે હું એકમેક બની જાઉ ? મારામાં પણ પરમાત્મા જેવી વીતરાગતા પ્રગટ થાય' - આ રીતે પરમાર્થનું ચિંતન કરવું તે અનુપ્રેક્ષા છે. 11. ચૈત્યવંદન કરવા માટે કેવા પ્રકારની અનુપ્રેક્ષા જોઈએ. તે જણાવતાં લલિતવિસ્તરામાં અનુપ્રેક્ષાના નીચે પ્રમાણે લક્ષણ બતાવ્યાં છે – ૧. અનુભૂત પદાર્થોનો અભ્યાસ વિશેષ વાચના, પૃચ્છના, પરાવર્તના દ્વારા કોઈપણ પદાર્થનું જ્ઞાન મેળવ્યા પછી જ્યારે તેના ઉપર અનુપ્રેક્ષા કરાય છે, ત્યારે તે પદાર્થ અત્યંત અભ્યસ્ત થઈ જાય છે. ૨. પરમ સંવેગનું પ્રગટીકરણ : ચૈત્યવંદન સૂત્રના એક એક પદો પરમાત્માના લોકોત્તમ સ્વરૂપને બતાવનાર છે, તેની અનુપ્રેક્ષા પરમાત્મભાવને પ્રાપ્ત કરવાની ઈચ્છારૂપ સંવેગને પ્રગટાવે છે. ૩. દઢ સંવેગભાવ:વળી અનુપ્રેક્ષા કરવાથી આ સંવેગનો પરિણામ દૃઢ-દઢતર થતો જાય છે. ૪. ઉત્તરોત્તર વિશેષ સંપ્રત્યાકાર હૃદયસ્થા - તત્ત્વભૂત પદાર્થની જેમ જેમ અનુપ્રેક્ષા વધે છે, તેમ તેમ “એ તત્ત્વ એમ જ છે” એવી પોતાને પ્રતીતિ થાય છે. અનુપ્રેક્ષા પૂર્વે જ્ઞાનીના વચનના કારણે ત્યાગ કરવા યોગ્ય વસ્તુ ત્યાગ કરવા જેવી અને આદરવા યોગ્ય વસ્તુ આદારવા જેવી લાગતી હતી પણ અનુપ્રેક્ષા પછી જ્ઞાની કહે છે, માટે નહિ પરંતુ પોતાને જ તે વસ્તુ તેવી સંવેદય છે. ૫. કેવળજ્ઞાન સન્મુખચિત્તધર્મનું પ્રાગટ્ય: સર્વજ્ઞ કથિત શાસ્ત્રના સર્વ શબ્દોમાં એવી તાકાત છે કે જો તેની ઉપર ઊંડી અનુપ્રેક્ષા કરાય તો તે આત્મનિરિક્ષણ દ્વારા દોષોનું સ્પષ્ટ દર્શન કરાવે અને તેને કાઢવાની ભાવના પ્રગટાવે. જેના પરિણામે દોષના નિરોધમાં અને ગુણોને પ્રગટ કરાવવામાં શુદ્ધ-આત્મતત્ત્વની અનુભૂતિ, કેવળજ્ઞાન આદિની પ્રાપ્તિ દ્વારા જે ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી સહજ યત્ન ચાલુ થાય છે. આ યત્ન દ્વારા દોષોનો નાશ થવાથી ગુણોની સાહજિક આંદમય સંવેદનાઓ થાય છે મોક્ષમાં વિશ્રાંત થાય છે. Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ સૂત્રસંવેદના-૨ ચૈત્યવંદન સંબંધી આવી અનુપ્રેક્ષાથી વિશેષ પ્રકારના નિર્લેપભાવવાળા ચિત્તનો સંપ્રત્યય થાય છે એટલે કે નિર્લેપ ચિત્તની અનુભૂતિ-પ્રતીતિ થાય છે. આવી અનુભૂતિ ક્ષપકશ્રેણી મંડાવી શકે તેવો નિર્લેપભાવ પણ પ્રગટ કરી શકે છે. આથી જ કહ્યું છે કે અનુપ્રેક્ષાના બળથી જીવને ભવિષ્યમાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ સુલભતાથી થાય છે. કોઈ પણ પદાર્થની અનુપ્રેક્ષા માટે સૌ પ્રથમ તે પદાર્થનો પરિચય મેળવવો જોઈએ. તે માટે યોગ્ય ગુરુ પાસે વિનયપૂર્વક તેની વાચના લઈ, તેમાં ઊઠેલા સંદેહના નિવારણ માટે પૃચ્છના કરવી જોઈએ. પછી તે પદાર્થને સ્થિર કરવા પુનઃ પુનઃ તેનું પરાવર્તન કરવું જોઈએ. પરાવર્તનથી પરિચિત થયેલા પદાર્થના ઊંડાણ સુધી પહોંચવા, તેનાં રહસ્યોને આત્મસાત્ કરવા, ચિંતનીય પદાર્થમાં લીન બનવા, પરાવર્તન પછી અનુપ્રેક્ષા કરવામાં આવે છે. પરિચિત પદાર્થની પુનઃ પુનઃ અનુપ્રેક્ષા કરવાથી તે પદાર્થ વધુ અભ્યસ્ત થાય છે. નવા નવા અનેક અર્થ ઝૂરે છે. ચિત્ત સહજતાથી તેમાં એકાગ્ર બને છે. અન્ય વિકલ્પો શાંત પડે છે. આથી આત્મા શુભ ધ્યાનમાં લીન બને છે. શુભ ધ્યાન દ્વારા દોષોનું ઉન્મેલન અને ગુણોનું પ્રગટીકરણ થાય છે. તેનાથી સાધકને આત્મભાવની કાંઈક અનુભૂતિ થાય છે. જેના પરિણામે તેનામાં શુદ્ધ આત્મ સ્વરૂપને પામવાની ઇચ્છારૂપ સંવેગ પ્રગટે છે. વિશેષ અનુÈક્ષાથી સંવેગ દઢ થાય છે. આમ કરતા કરતાં સાધક કેવળજ્ઞાનની અત્યંત નિકટ જઈ શકે છે. તેથી કહ્યું છે કે, કેવળજ્ઞાનને ખૂબ નજીક લાવવાનો કીમિયો આ અનુપ્રેક્ષા છે. શાસ્ત્રકારોએ આ અનુપ્રેક્ષાને રત્નશોધક અગ્નિ જેવી કહી છે. જેમ ઘણા સમયથી ખાણમાં પડેલું મેલું રત્ન અગ્નિમાં નાંખતાં શુદ્ધ થઈ જાય છે, તે જ રીતે અનુપ્રેક્ષારૂપ અગ્નિ પ્રજ્વલિત થતાં કર્મ કચરાથી મલિન થયેલો, રાગાદિ દોષોથી દૂષિત થયેલો આત્મા પણ શુદ્ધ-શુદ્ધતર થઈ પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરી શકે છે. અનુપ્રેક્ષા અમૃત છે. અનુપ્રેક્ષાથી કેવા કેવા લાભો થાય છે તે તો અનુપ્રેક્ષા કરનારા આત્માઓ જ સમજી શકે છે. પરંતુ શાસ્ત્ર કહે છે, જે સાચા અર્થમાં એક પણ પદની અનુપ્રેક્ષા કરતાં આવડી જાય તો શાસ્ત્રના એક એક પદોમાં કષાયોને કાઢી, વિષયોની વાસનાને વિદારી આત્મજ્ઞાન કરાવવાનીઅનુભવજ્ઞાન સુધી પહોંચાડવાની તાકાત છે. Page #244 -------------------------------------------------------------------------- ________________ અરિહંતચેઈયાણં સૂત્ર આ પદ બોલતાં સાધક વિચારે કે - “સંસારનો નિસ્તાર કરી જો મારે મોક્ષમાં જવું હશે તો આ અનુપ્રેક્ષા વિના ચાલશે જ નહિ. તેથી ચૈત્યવંદનના એક એક પદનો અભ્યાસ કરી, તેની ઊંડી અનુપ્રેક્ષા કરી એક એક પદ એવી રીતે બોલું કે જેને કારણે અરિહંતાદિમાં લીન બની આત્માનો આનંદ અત્યારે જ માણી શકું !” વજ્રમાળી! – વૃદ્ધિ પામતાં (શ્રદ્ધાદિ વડે હું કાયોત્સર્ગ કરું છું.) ૨૧૭ કાયોત્સર્ગના સાધનભૂત શ્રદ્ધા આદિ જે ભાવો છે તે તે જ અવસ્થાવાળા નહિ; પરંતુ વૃદ્ધિ પામતા લેવાના છે. એકવાર શ્રદ્ધા, મેધા આદિનો જે ભાવ થયો તે તેટલો ને તેટલો નહિ, પરંતુ દિન-પ્રતિદિન તેમાં વિકાસ અને વૃદ્ધિ થવી જોઈએ. સતત વૃદ્ધિ પામતાં આ શ્રદ્ધા-મેધાદિનાં પરિણામો જ એવા છે કે, તપૂર્વક ચૈત્યવંદનાદિની ક્રિયા કરવાથી આત્મા એક અપૂર્વ આનંદને પ્રાપ્ત કરી શકે છે. આથી જ સાધ તે માર્ગે આગળ વધતો વધતો છેક અપૂર્વકરણની મહાસમાધિને પ્રાપ્ત કરીને, તેના દ્વારા ક્ષપકશ્રેણી માંડી ઘનઘાતિ કર્મોના સમૂહનો નાશ કરી, કેવળજ્ઞાનની મહાન લક્ષ્મીને પ્રાપ્ત કરી શકે છે. આથી જ આ શ્રદ્ધાદિ પરિણામોને અપૂર્વકરણરૂપ મહાસમાધિના બીજ(કારણ) કહ્યા છે. જિજ્ઞાસા : કાયોત્સર્ગ કરતાં આ કાયોત્સર્ગ હું શ્રદ્ધાદિથી કરું છું, તેવું સૂત્ર દ્વારા બોલવાની શી જરૂર ? તૃપ્તિ : આ રીતે બોલવાથી મનમાં એક પ્રણિધાન થાય છે કે, મારે આ કાયોત્સર્ગ એમને એમ કરી જવાનો નથી, પણ શ્રદ્ધાદિના પરિણામપૂર્વક કરવાનો છે. જો તે રીતે હું કાયોત્સર્ગ કરીશ તો જ મારો કાયોત્સર્ગ સફળ થશે. ‘હા’ એવું બને કે તે શ્રદ્ધાદિના પરિણામમાં તરતમતા ચોક્કસ હોઈ શકે. કોઈક વાર આ શ્રદ્ધાદિનો પરિણામ મંદ મંદતર પણ હોઈ શકે છે અને કોઈક વાર તે જ પરિણામ તીવ્ર-તીવ્રતર પણ હોઈ શકે, કોઈપણ પ્રકારના શ્રદ્ધાદિ પરિણામપૂર્વક કાયોત્સર્ગ થાય તો જ બોલેલું સાર્થક કહેવાય, નહિ તો આ શબ્દ પ્રયોગ નકામો ઠરે અને બુદ્ધિમાન કદી આવો નિરર્થક શબ્દપ્રયોગ ન કરે. Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ સૂત્રસંવેદના-૨ આ વનાળી' પદ પૂર્વના દરેક પદ સાથે જોડવાનું છે. એટલે વધતી જતી શ્રદ્ધાથી, વધતી જતી મેધાથી, વધતી જતી વૃતિથી, વધતી જતી ધારણાથી અને વધતી જતી અનુપ્રેક્ષાથી એમ અર્થ કરવાનો છે. ટામિન વડિલ્સ - હું કાયોત્સર્ગમાં રહું છું. આ પદથી કાયોત્સર્ગનો સ્વીકાર કરાય છે. પૂર્વમાં “કરેમિ પદ દ્વારા હું કરીશ, એમ કહી ક્રિયાની સન્મુખતા બતાવી હતી. હવે ક્રિયાની અત્યંત નિકટતા હોવાથી, ક્રિયાકાળ અને સમાપ્તિકાળનો અત્યંત અભેદ હોવાથી હું કાયોત્સર્ગમાં રહું છું' તેમ કહ્યું છે. આ પદ બોલતા સાધક એક સંકલ્પ કરે છે કે, “ભગવંત ! આ કાયોત્સર્ગની ક્રિયા હું વધતી જતી શ્રદ્ધા . આદિ ભાવપૂર્વક કરવા માંગુ છું. શ્રદ્ધા આદિ ભાવ સાથે આ ક્રિયા કરવી કપરી છે. તોય હે પ્રભુ ! આપ એવી કૃપા વરસાવજો એવા આશીર્વાદ અર્ધજો કે મારી આ પ્રતિજ્ઞા અણીશુદ્ધ પાણી હું પ્રભુમય બની શકું.” Page #246 -------------------------------------------------------------------------- ________________ કલ્યાણ-કંદં સૂત્ર સૂત્ર પરિચય : આ સૂત્રની પ્રથમ ગાથામાં પાંચ જિનેશ્વરભગવંતને ભક્તિપૂર્વક વંદના કરવામાં આવી છે, તેથી તેને “પંચ જિનસ્તુતિ” પણ કહેવાય છે. આ સૂત્ર ચાર સ્તુતિ સ્વરૂપ છે. આવી રચનાને થોયનો જોડો કહેવાય છે. તેની પ્રથમ ગાથામાં અધિકૃત જિનની સ્તુતિ (સ્તવન) છે. જે પરમાત્માને ઉદ્દેશીને દેવવંદન કરાતું હોય, તે પરમાત્માના ગુણની સ્તવનાને અધિકૃત જિનસ્તવના કહેવાય છે. પરમાત્મા પ્રત્યે ભક્તિભાવની વૃદ્ધિ માટે કરાતાં ચૈત્યવંદનમાં પ્રથમ “નમોલ્યુ ' સૂત્ર દ્વારા પરમાત્માના ગુણોનું સ્મરણ કરવામાં આવે છે. ત્યારપછી તેમના વંદન, પૂજન, સત્કાર આદિથી થતા લાભ માટે કાયોત્સર્ગ કરાય છે ત્યારબાદ વિશેષ ભક્તિભાવથી અધિકૃતજિનની આ પ્રથમ સ્તુતિ બોલવામાં આવે છે. ચોવીસ તીર્થંકર ભગવંતો ગુણથી સરખા છે. તેથી અધિકૃત જિન જેમ ઉપકારક છે, તેમ ગુણની દૃષ્ટિએ ચોવીસે પણ જિનેશ્વરો જગતના જીવો માટે ઉપકારક છે. તેથી અધિકૃતજિનની સ્તુતિ કર્યા પછી, આ ચોવીસે જિનની સ્તવના કરવા માટે લોગસ્સ' સૂત્ર બોલી કાયોત્સર્ગ કરી સર્વ જિનના ગુણગાન સ્વરૂપ બીજી સ્તુતિ બોલાય છે. ભગવાન જેમ સંસારસાગરથી તારનાર છે, તેમ તેમના વચનરૂપ શ્રુતજ્ઞાન પણ ભવ્ય જીવોને સંસારસાગરથી તારવામાં પ્રબળ નિમિત્ત છે. તેથી Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ સૂત્રસંવેદના-૨ ચોવીસજિનની બીજી સ્તુતિ કર્યા પછી શ્રુતજ્ઞાન પ્રત્યેની ભક્તિની વૃદ્ધિ માટે શ્રુતસ્તવ (પુફખરવરદી સૂત્ર) બોલી, કાયોત્સર્ગ કરી શ્રુતજ્ઞાનના મહત્ત્વને બતાવતી ત્રીજી સ્તુતિ (થાય) બોલવામાં આવે છે. સન્માર્ગમાં પ્રવૃત્ત થયેલ વ્યક્તિને વિઘ્નો આવવાની ઘણી સંભાવના છે. જૈનશાસન પ્રત્યે ભક્તિવાળા દેવ-દેવીઓ સંઘના ભક્તોની વૈયાવચ્ચ કરવામાં તથા શાસન ઉપર આવતાં વિનોને દૂર કરવામાં ઉદ્યમશીલ હોય છે. આથી જ તેમના સ્મરણ દ્વારા તેમને વિઘ્ન નિવારણ આદિમાં સહાય કરવા માટે શાસનસેવક દેવ-દેવીની (યક્ષ-યક્ષિણીની) સ્તવનારૂપે ચોથી સ્તુતિ બોલવામાં આવે છે. આ રીતે આ સૂત્ર ચાર વિભાગમાં વહેંચાયેલું છે. આ કોય સવારના પ્રતિક્રમણમાં હંમેશા તથા દેવસિક પ્રતિક્રમણમાં માંગલિક પ્રતિક્રમણ વખતે બોલાય છે. મૂળ સૂત્ર : कल्लाण-कंद-पढमं जिणिंद, संतिं तओ नेमिजिणं मुणिंदं । पासं पयासं सुगुणिक्क-ठाणं, भत्तीइ वंदे सिरिवद्धमाणं ।।१।। સાર-સંસાર-સમુદ-પાર, पत्ता सिवं दितु सुइक्क-सारं । सव्वे जिणिंदा सुर-विंद-वंदा, VT-વશી વિસાવવા સારા નિત્રા-મજે વર-ના-ખું, પvirfસવાલેસ-વાડુ- . मयं जिणाणं सरणं बुहाणं, નમામિ નિતિન-ખરા પારૂ Page #248 -------------------------------------------------------------------------- ________________ શ્રી કલ્લાણ-કંદ સૂત્ર कुंदिंदु-गोक्खीर - तुसार-वन्ना (ण्णा), सरोज- हत्था कमले निसन्ना (ण्णा) । वाएसिरी पुत्थय वग्ग - हत्था, सुहाय सा अम्ह सया पसत्था ।।४ ॥ અન્વયાર્થ સહિત સંસ્કૃત છાયા : कल्लाणकंदं पढमं, जिणिदं संतिं, तओ मुणिदं नेमिजिणं, पयासं पासं, सुगुणिक्कठाणं सिरिवद्धमाणं भत्तीइ वंदे ॥ १ ॥ । कल्याणकन्दं प्रथमं, जिनेन्द्रं शान्तिं, ततः मुनीन्द्रं नेमिजिनं, प्रकाशं पार्श्व, सुगुणैकस्थानं श्रीवर्धमानं भक्त्या वन्दे ।।१।। ૨૨૧ કલ્યાણના કંદ સમાન પ્રથમ જિનેશ્વર (ઋષભદેવ ભગવાન)ને, જિનોમાં ઈન્દ્ર સમાન શ્રીશાંતિનાથ ભગવાનને, ત્યારપછી મુનિઓમાં ઈન્દ્ર સમાન શ્રીનેમિનાથ ભગવાનને, પ્રકાશને કરનારા શ્રીપાર્શ્વનાથ ભગવાનને (અને) સદ્ ગુણોના એક સ્થાનભૂત શ્રીવર્ધમાનસ્વામીને હું ભક્તિથી વંદન કરું છું. ॥૧॥ अपार-संसार-समुद्द- पारं पत्ता, सुरविंद-वंदा, कल्ला - वल्लीण विसाल-कंदा सव्वे जिणिंदा सुइक्कसारं सिवं दिंतु ॥२॥ अपार-संसार-समुद्रपारं प्राप्ताः, सुरवृन्दवन्दिताः, कल्याण-वल्लीनां विशालकन्दाः सर्वे जिनेन्द्राः श्रुत्येकसारं शिवं ददतु । । १ । । અપાર એવા સંસાર સમુદ્રના પારરૂપ મોક્ષને જેમણે પ્રાપ્ત કર્યો છે, તેવા, દેવોના સમુદાયથી વંદાયેલા અને કલ્યાણરૂપી વેલના વિશાળ કંદ સમાન સર્વે भिनेन्द्रो ( भने) श्रुतिना खेड सार३५ शिव (सुख) खायो. ॥२॥ निव्वाण - मग्गे वर जाण - कप्पं, पणासियासेस- कुवाइ इ-दप्पं, बुहाणं शरणं, तिजग-प्पहाणं जिणाणं मयं निचं नमामि ||३|| निर्वाण-मार्गे वर-यान-कल्पं, प्रणाशित - अशेष- कुवादि-दर्पं, बुधानां शरणं, त्रिजगत्-प्रधानं जिनानां मतं नित्यं नमामि । । ३ । । મોક્ષમાર્ગમાં શ્રેષ્ઠ વાહન તુલ્ય, સમસ્ત કુવાદીઓના અભિમાનનો જેમણે સંપૂર્ણ નાશ કર્યો છે એવા, પંડિત પુરુષોને શરણભૂત, (અને) ત્રણ જગતમાં શ્રેષ્ઠ એવા શ્રી જિનેશ્વરભગવંતના મતને હું નિત્ય નમસ્કાર કરું છું. Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ સૂત્રસંવેદના-૨ હિંદુ-વસવીર-તુલા-avy, સરોન-હત્યા, તેમ નિસત્રા, પુત્યય-વ-હત્યા, પસંસ્થા ના વારિરી ફસા સુહાય (મવડ) iાજા कुन्देन्दु-गोक्षीर-तुषार-वर्णा, सरोजहस्ता, कमले निषण्णा, पुस्तक-वर्गहस्ता, प्रशस्ता सा वागीश्वरी नः सदा सुखाय (भवतु) ।।४।। મોગરાનું પુષ્પ, ચંદ્રમા, ગાયનું દૂધ અને બરફ જેવા શ્વેત વર્ણવાળી, હાથમાં કમળને ધારણ કરનારી, કમળની ઉપર બેઠેલી, હાથમાં પુસ્તકના સમૂહને ધારણ કરનારી (તથા જગતમાં પ્રસિદ્ધ એવી તે સરસ્વતી દેવી સદા અમારા સુખ માટે થાઓ. જા વિશેષાર્થ : कल्लाणकंदं पढमं जिणिंदं संतिं तओ नेमिजिणं मुणिंदं : કલ્યાણના મૂળ તુલ્ય પ્રથમ જિનને, જિનોમાં ઈન્દ્ર સમાન શાંતિનાથ ભગવાનને અને ત્યાર પછી મુનિઓમાં ઈન્દ્ર તુલ્ય નેમિનાથ ભગવાનને (હું ભક્તિથી વંદન કરું છું.) कल्लाणकंदं पढमं : કલ્યાણ' એટલે સુખ અને કંદ એટલે મૂળ. સંપૂર્ણ સુખ મોક્ષમાં પ્રાપ્ત થાય છે, એટલે મોક્ષ એ પૂર્ણ કલ્યાણરૂપ છે અને મોક્ષનું સુખ જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી દેવ અને મનુષ્યભવમાં જે ભૌતિક કે આધ્યાત્મિક સુખની સામગ્રીઓ પ્રાપ્ત થાય છે, તે પણ અપેક્ષાએ કલ્યાણરૂપ છે. આ બન્ને પ્રકારના કલ્યાણની પ્રાપ્તિ ધર્મથી જ થાય છે. આ અવસર્પિણીકાળમાં કલ્યાણનું કારણ બને એવા ધર્મતીર્થની સ્થાપના શ્રી ઋષભદેવ પરમાત્માએ કરેલી છે. આથી જ અહીં ઋષભદેવ ભગવાનને કલ્યાણના મૂળ તરીકે સંબોધ્યા છે. આ પદ દ્વારા કલ્યાણના મૂળ સમાન ઋષભદેવ ભગવાનને ભક્તિથી વંદના કરી, તેમની પાસે આપણા કલ્યાણની કામના વ્યક્ત કરવાની છે. जिणिंद संतिं : ત્યારપછી જિનોમાં ઈન્દ્ર તુલ્ય શાંતિનાથ ભગવાનને વંદના કરવામાં આવે છે. રાગ-દ્વેષને જે જીતે તેને જિન કહેવાય છે. શ્રુતજિન, અવધિજિન, મનપર્યાય જ્ઞાન જિન, કેવળીજિન વગેરે અનેક પ્રકારના જિનો છે. તે સર્વે 1. “કન્યા'-ન્યો-મોક્ષતમતિ-પ્રતીતિ ત્યાનમ્ | કલ્ય=મોક્ષ; મોક્ષને પ્રાપ્ત કરાવે તે કલ્યાણ. Page #250 -------------------------------------------------------------------------- ________________ શ્રી કલ્યાણ-કંદ સૂત્ર ૨૨૩ જિનોમાં ભગવાન ઈન્દ્ર તુલ્ય છે. કેમ કે તેઓએ સ્વયં રાગાદિ શત્રુઓ ઉપર વિજય મેળવ્યો છે અને અનેક આત્માઓને રાગાદિ શત્રુ ઉપર વિજય મેળવવાનો માર્ગ બતાવ્યો છે. જિનોમાં ઈન્દ્ર તુલ્ય અને નામ પ્રમાણે ગુણવાળા શાંતિનાથ ભગવાન કષાયથી સંતપ્ત આત્માને પરમ શાંતિની પ્રાપ્તિ કરાવે છે. नेमिजिणं मुर्णिदं : ત્યાર પછી મુનિઓમાં ઈન્દ્ર તુલ્ય નેમિનાથ ભગવાનને વંદના કરવામાં આવે છે. મુનિ તેને કહેવાય કે, જે સંસારથી વિરક્ત થઈ સતત મોક્ષ મેળવવા માટે પુરુષાર્થ કરતા હોય. આવા મુનિઓમાં પણ નેમિનાથ ભગવાન ઈન્દ્ર તુલ્ય છે, કેમ કે, જીવ માત્ર પ્રત્યેની અત્યંત કરુણાથી, ભરયુવાન વયે, જેઓએ નવ-નવ ભવની પ્રીતિવાળી રાજીમતિનો સહજતાથી ત્યાગ કરી મહાસત્ત્વપૂર્વક સંયમજીવનને સ્વીકારી અને ચોપ્પનમાં દિવસે જ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી ધર્મતીર્થની સ્થાપના કરી હતી. આવા બાલબ્રહ્મચારી નેમિનાથ ભગવાનનું ધ્યાન મુનિઓ માટે પણ પરમ કલ્યાણનું કારણ બને છે. આ પદ દ્વારા મુનિઓમાં ઈન્દ્ર તુલ્ય નેમિનાથ ભગવાનને આદર અને બહુમાનપૂર્વક કરેલો નમસ્કાર બ્રહ્મચર્યના પાલનમાં વિઘ્ન ઉત્પન્ન કરનાર કર્મોનો નાશ કરી, પરમ બ્રહ્મને પ્રાપ્ત કરાવે છે. પા પા સુળિલોડા, મીફ વંદે સિરિdદ્ધમાખi : પ્રકાશ કરનારા પાર્શ્વનાથ ભગવાનને (અને) સારા ગુણોના એક સ્થાનભૂત એવા શ્રીવર્ધમાનસ્વામીને ભક્તિપૂર્વક હું વંદન કરું છું. પારં પાર્સ: પાર્થ પ્રભુ જ્યારે ગર્ભમાં હતા ત્યારે તેમના પુણ્ય પ્રભાવથી અમાસની અંધારી રાત્રે પણ વામા માતા સર્પને જોઈ શક્યાં હતાં. આ રીતે પ્રભુ દ્રવ્યથી પ્રકાશક બન્યા. વળી, કેવળજ્ઞાન પામી દેશના આપવા દ્વારા પરમાત્માએ જગતના જીવોને જડની આસક્તિથી થતાં ઉપદ્રવો અને જીવ સાથેના મોહકૃત સંબંધોથી થતી પીડાઓમાંથી છૂટીને પરમ સુખને પ્રાપ્ત કરવાનો રાહ બતાવ્યો. આ રીતે પરમાત્મા ભાવથી પ્રકાશક બન્યા. ભાવથી પ્રકાશક એવા પાર્શ્વનાથ પરમાત્માનું વંદન, ભાવપ્રકાશ સ્વરૂપ સન્માર્ગને પ્રાપ્ત કરવામાં આવતાં વિઘ્નોનો નાશ કરી સન્માર્ગમાં ચાલવા માટેના વીર્યની વૃદ્ધિ કરે છે. सुगुणिक्क-ठाणं सिरिवद्धमाणं भत्तीइ वंदे : જન્મથી માંડીને શ્રીવીરપરમાત્માની એક એક અવસ્થા અને તેમની એક એક Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ સૂત્રસંવેદના-૨ ક્રિયા વિશિષ્ટ ગુણોનું દર્શન કરાવે છે. જન્મ થતાંની સાથે ૧ કરોડ અને ૬૦ લાખ કળશોથી દેવ અને દેવેન્દ્રો જન્મ મહોત્સવ ઊજવે છે. ત્યારે નાયગરાના ધોધ જેવો પાણીનો પ્રવાહ એક દિવસના (એક પ્રહરના જ) પરમાત્મા ઉપર પડવા છતાં પરમાત્માના મુખ ઉપર લેશ પણ ભયાદિનો વિકાર દેખાતો નથી. શ્રેષ્ઠ પુણ્યથી મળેલ વિપુલ ભોગ-સામગ્રી વચ્ચે જીવન જીવવા છતાં પરમાત્માને ક્યાંય રાગ સ્પર્શી શક્યો નથી. સંસારમાં નિકાચિત ભોગાવલી કર્મોના ઉપભોગ કાળે પણ તેઓ પરમ અનાસક્ત રહે છે. પોતાને સંસારમાં ક્યાંય પણ રાગ સ્પર્શતો નથી, તો પણ તેમની ફરજો બજાવવામાં, ઔચિત્યનું પાલન કરવામાં ક્યાંય ઊણપ દેખાતી નથી. પિતારૂપે, પુત્રરૂપે કે પતિરૂપે જ્યારે જે કાર્ય કરવાયોગ્ય હોય ત્યારે તેઓ તે કાર્ય કષાયરૂપ વિકાર વિના અદા કરે છે.. . પરમાત્મા સંસારમાં રહે છે ત્યાં સુધી તો તેઓ આવા શ્રેષ્ઠ ગુણોના સ્વામી છે જ, પરંતુ જ્યારે તેમનાં ભોગાવલી કર્મો પૂરાં થાય છે અને મહાસત્ત્વથી તેઓ સંયમ જીવનનો સ્વીકાર કરે છે, ત્યારે પણ લોકોત્તર શ્રેષ્ઠ પ્રકારના ક્ષમાદિ દશ ગુણોને તેમજ બીજા અનેક ઉત્તમ ગુણોને ધારણ કરે છે. અંતે તેઓ સાધના કરી ઘાતકર્મોનો નાશ કરે છે અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી તો તીર્થકર તરીકે તેમણે જગત ઉપર અપૂર્વ ઉપકાર કર્યો છે. આમ સ્પષ્ટ છે કે, વર્ધમાનસ્વામીમાં અનેક પ્રકારના સદ્ગુણો એકી સાથે રહેલા હતા. આ ગાથા બોલતાં સાધક ઋષભદેવ આદિ પાંચે તીર્થકરોને સ્મૃતિપટ પર સ્થાપિત કરી, તેમના તે તે ગુણો પ્રત્યે આદર અને બહુમાનભાવ ધારણ કરી બે હાથ જોડી મસ્તક નમાવી વંદન કરતાં પ્રભુને પ્રાર્થના કરે કે "હે પ્રભુ ! આપના પ્રત્યેની ભક્તિનું ફળ મને બીજું કાંઈ જોઈતું નથી માત્ર આપનામાં રહેલા ગુણો મારામાં પણ પ્રગટે એટલી મારી પ્રાર્થના છે.” જિજ્ઞાસા: ગુણો સર્વ સારા હોવા છતાં અહીં માત્ર “ગુણ' શબ્દ ન વાપરતાં સુગુણ' શબ્દ વાપર્યો છે, તેનું કારણ શું ? તૃપ્તિઃ આ સંસારમાં ગુણ તરીકે જેનો ઉલ્લેખ થઈ શકે તેવા ગુણો તો ઘણા છે, પરંતુ તે સર્વ ગુણને સગુણ કહેવાતા નથી, પરંતુ જે ગુણો આત્મા માટે ઉપકારક હોય અને પરંપરાએ મોક્ષનું કારણ બની શકે તેવા હોય, તેવા ગુણો જ સુગુણ કહેવાય છે. Page #252 -------------------------------------------------------------------------- ________________ શ્રી કલ્યાણ-કંદં સૂત્ર ૨૨૫ ઔદાર્ય, દાક્ષિણ્ય, ગાંભીર્ય, સહિષ્ણુતા, નમ્રતા વગેરેને ગુણો ચોક્કસ છે; પરંતુ આ ગુણોનો ઉપયોગ આધ્યાત્મક સુખ મેળવવા માટે જેમ થાય છે તેમ ભૌતિક સુખ મેળવવા માટે પણ થઈ શકે છે. દા.ત. સંસારને સારો રાખવા સહનશીલતા કેળવાવી જોઈએ. ભોગની ભૂખ પૂરી કરવા નમ્રતા ઉપયોગી બને છે, માનમોભાને વધારવાની લાલસા છીપાવવા ઔદાર્ય આદિની જરૂર પડે છે. ધંધો વિકસાવવા પ્રામાણિકતા જરૂરી બની રહે છે. તો વળી, સંયુક્ત કુટુંબની મોજ માણવા ગંભીરતા આદિ આવશ્યક બની જાય છે. આવા સાંસારિક કાર્યો સર કરવા માટે વિકસાવાયેલા ગુણો પરંપરાએ તો કષાયની પુષ્ટી અને સંસારની વૃદ્ધિમાં જ પરિણમે છે માટે તેને સુગુણો નથી કહેવાતા. પરંતુ સાધકને જ્યારે સંસારના વાસ્તવિક સ્વરૂપને જાણી તેનાથી છૂટવાનું મન થાય છે અને તે માટે તે જે ગુણો વિકસાવે છે. જે ગુણોથી તેને આત્મિક આનંદની અનુભૂતિ થાય છે અને પૌદ્ગલિક સુખથી છૂટવાનું મન થાય છે તે ગુણો ગુણ કહેવાય છે. આવા ગુણોથી સંસારનો ઉચ્છેદ શક્ય બને છે. પ્રભુના ક્ષમા ઔદાર્યાદિ સર્વ ગુણો આવા સુગુણ હતા તે ગુણોના મૂળમાં ભવનિર્વેદ હતો માટે અહીં “ગુણ' શબ્દ ન વાપરતાં “સુગુણ' શબ્દ વાપર્યો છે. અધિકૃત જિનની સ્તવના કરીને હવે ચોવીશ જિનની સ્તવના કરતાં કહે છે - પાર-સંસાર-સમુદ-પાર પત્તા - અપાર એવા સંસાર સમુદ્રના પારને પામેલા. (સર્વે જિનેન્દ્રો મને મોક્ષ સુખ આપો.) સમુદ્રમાં જેમ પાણીનો પાર નથી તેમ વિષય કષાયને આધીન થયેલા જીવોનો આ સંસારમાં જન્મ-મરણથી ક્યારેય પાર આવતો નથી. માટે સ્તુતિકારે સંસારને સાગર સાથે સરખાવ્યો છે. અરિહંત પરમાત્મા આ સંસારના સ્વરૂપને યથાર્થરૂપે જાણે છે, જાણીને તેઓ તેનાથી વિરક્ત બને છે અને કષાયથી મુક્ત થઈ અપાર એવા આ સંસારના પણ પારને પામી જાય છે. એટલે કે, સાધના દ્વારા કર્મના બંધનોને તોડી, જન્મ મરણની જંજીરનો નાશ કરી પરમસુખમય એવા મોક્ષસુખને પ્રાપ્ત કરે છે અને અનેકને મોક્ષમાં જવાનો સાચો રાહ પણ બતાવે છે. રાગાદિને વશ પડેલા આપણે, આ સંસારમાં અનંતકાળથી અટવાઈએ છીએ. જ્યારે મહાસાત્ત્વિક તીર્થકરના આત્માઓ રાગાદિનાં બંધનો તોડી સંસારનો પાર પામી ગયા છે. આ સ્વરૂપે પરમાત્માને સ્મૃતિમાં લાવવાથી Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ સૂત્રસંવેદના-૨ ભગવાન પ્રત્યેનો આદર પ્રગટે છે અને તે આદર જ આપણામાં રાગાદિની પરવશતામાંથી મુક્ત થવાનું સામર્થ્ય પ્રગટાવે છે. હવે સર્વે જિનેશ્વરોને ઉદ્દેશીને સાધનાના અંતિમ ફળ સ્વરૂપ મોક્ષની માંગણી કરતાં સાધક કહે છે કે - સિવ લિંતુ સુદઢસારં - આવા જિનેશ્વરો મને) શ્રુતિના એક સારભૂત એવો મોક્ષ આપો ! “અપાર સંસારના પારને પામેલા હે જિનેશ્વરો ! આપ મને શાસ્ત્રના સારભૂત, કર્ણપ્રિય અને અતિ પવિત્ર એવો મોક્ષ આપો !” સુફસારં કૃત્યેસરમ્ એટલે શ્રુતિના એક સારભૂત. શ્રુતિ એટલે શાસ્ત્ર. શાસ્ત્રના સર્વ શબ્દો પાપથી મલિન આત્માને નિર્મળ બનાવવા માટે છે. આત્માની નિર્મળતા સંયમથી પ્રાપ્ત થાય છે અને સર્વશ્રેષ્ઠ-સર્વસંવરભાવનું સંયમ મોક્ષમાં છે, માટે મોક્ષનું સુખ એ જ શ્રુતનો એક સાર છે, લોકમાં પણ કહેવાય છે કે, “વિદ્યા યા વિમુરે” તે જ વિદ્યા છે જે મુક્તિ અપાવે છે. આમ શિવસુખને અહીં શ્રુતિના એક એટલે કે, અદ્વિતીય સાર તરીકે વર્ણવ્યું છે. વળી, શ્રુતિનો અર્થ કાન પણ થાય છે અને કાનથી સાંભળવા યોગ્ય ઘણી વસ્તુમાં પણ શ્રેષ્ઠ=સારભૂત; કાંઈ હોય તો એક માત્ર મોક્ષ છે, કેમ કે મોક્ષનાં સુખનું વર્ણન કાનને અત્યંત પ્રિય થાય તેવું છે. વળી શુન્ચેસર એવી સંસ્કૃત છાયા કરીએ તો તેનો અર્થ “પવિત્રતાના એક શ્રેષ્ઠ સારરૂપ' થાય. ‘વ’ એટલે શુદ્ધિ અથવા પવિત્રતા. તે બે પ્રકારની છે - દ્રવ્યશુચિ અને ભાવશુચિ. તેમાં સ્નાનાદિથી જે શરીરની શુદ્ધિ કરાય છે, તેને દ્રવ્યશુચિ કહેવાય છે અને આત્મામાંથી વિષય-કષાયના ભાવો દૂર કરાયા તેને ભાવશુચિ કહેવાય છે. સર્વ કર્મમળથી રહિત મોક્ષ એ શ્રેષ્ઠ પ્રકારની ભાવશુચિ સ્વરૂપ છે. આ પદ દ્વારા સાધક સર્વ જિનેશ્વરોને પ્રાર્થના કરે છે કે, આવો મોક્ષ મને આપો. 2. “સુફ#સાર” ની સંસ્કૃત છાયા બે રીતે થઈ શકે છે. મૃત્યેકસીરમ્ અથવા તો લુચ્ચે સીરમ્ શ્રુ શ્રવણે' શ્ર ધાતુ શ્રવણ અર્થમાં વપરાય છે. 3. શુ તિ શ્રુતિઃ જે સંભળાય છે, જે સાંભળવા યોગ્ય છે, તે શ્રુતિ છે. કૃતિ=વેદ શ્રુત્તિ=કાન અને કૃતિકશાસ્ત્ર Page #254 -------------------------------------------------------------------------- ________________ શ્રી કલ્લાણ-કંદ સૂત્ર सव्वे जिनिंदा सुरविंदवंदा, कल्लाण-वल्लीण विसालकंदा દેવગણે પણ જેમને વંદન કર્યા છે અને જેઓ કલ્યાણકારી વેલના વિશાલ કંદ સમાન છે તે સર્વે જિનેશ્વરો (મને મોક્ષસુખ આપો.) ૨૨૭ - વિશિષ્ટ બુદ્ધિ અને શક્તિથી યુક્ત હોવાથી દેવોને વિબુધ કહેવાય છે. સમ્યગ્ પ્રકારની બુદ્ધિને ધારણ કરનારા દેવો પોતાની બુદ્ધિથી પરમાત્મામાં રહેલા લોકોત્તમ ગુણોને જાણે છે. તેથી જ તેમને પરમાત્મા પ્રત્યે અત્યંત અહોભાવ થાય છે. હૈયું તેમના ગુણો પ્રત્યે ઓવારી જાય છે. આથી વંદન, પૂજન, સત્કાર, સન્માન, ગીત, નૃત્ય, વાજિંત્ર વગેરે અનેક પ્રકારે તે પરમાત્માની ભક્તિ કરે છે. આ પદ બોલતાં આ રીતે દેવોનો સમૂહ જેઓને વંદન કરતો હોય એવા પરમાત્માને ઉપસ્થિત ક૨વાથી આપણામાં પણ ભગવાન પ્રત્યે અપૂર્વ ભક્તિ અને બહુમાનનો ભાવ ઉત્પન્ન થાય છે. વળી, સર્વ અરિહંત ભગવંતો કલ્યાણકારી-સુખકારી વેલડીના વિશાળ મૂળ સમાન છે. મૂળીયા જેટલા વિશાળ અને મજબૂત હોય વૃક્ષ તેટલું વધુ સમય ટકે છે. અરિહંત ભગવંતોની જેઓ નિરાસભાવે ભક્તિ કરે છે તેમના વચનનું યથાર્થ પાલન કરે છે તેઓ પુણ્યાનુબંધી પુણ્યનું અર્જન કરે છે. આ પુણ્ય ઉત્તરોત્તર ભૌતિક સુખ અપાવવા દ્વારા, આંત્મિક શુદ્ધિ કરાવી સાધકને પરમપદ સુધી પહોંચાડે છે. આમ પરમપદ સુધી પહોંચવાનું પરમ કારણ પ્રભુ હોવાથી પ્રભુને કલ્યાણરૂપ વૃક્ષનામૂળ કહેવાય છે. આ ગાથા બોલતાં સાધક વિચારે કે - “હું સંસારમાં ડૂબેલો છું મારા પ્રભુ તેના પારને પામી ગયા છે. પુણ્યહીન એવો હું દેવોની પાછળ દોડું છું જ્યારે પુણ્યવાન એવા દેવતાઓ મારા પ્રભુની પાછળ દોડે છે, ભાવપૂર્વક ભક્તિ કરે છે. હે નાથ ! આપની ક્તિ અને આપનું પુણ્ય અમાપ છે તેથી જ પ્રભુ આપને એક પ્રાર્થના કરું છું આપ મને સર્વસુખના ઘામ તુલ્ય શિવ | મોક્ષને આપો !” હવે શ્રુતજ્ઞાનની સ્તવના કરતાં કહે છે निव्वाण - मग्गे वरजाण - कप्पं મોક્ષ સુધી લઈ જનાર શ્રેષ્ઠ યાનપાત્ર (વિમાન) તુલ્ય (શ્રુતજ્ઞાનને હું નમસ્કાર કરું છું.) Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ સૂત્રસંવેદના-૨ આત્માની કર્મરહિત, કષાયરહિત અને શરીરાદિના બંધનથી રહિત પરમ આનંદમય, પરમ સુખમય અવસ્થા મોક્ષ (નિર્વાણ) છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ મોક્ષમાર્ગ છે. તેમાં નિશ્ચયનયથી તો દર્શન-જ્ઞાન-ચારિત્ર ભેગા મળીને જ મોક્ષનું કારણ બને છે, જ્યારે વ્યવહારનયથી તો મોક્ષને પ્રાપ્ત કરવામાં કારણભૂત દર્શન, જ્ઞાન અને ચારિત્રની કોઈ એક ક્રિયા પણ મોક્ષનું કારણ બને છે. આ બન્નેમાંથી કોઈપણ પ્રકારનો માર્ગ જ્ઞાનથી જ જાણી શકાય છે, માટે અહીં જ્ઞાનને મુખ્યપણે મોક્ષમાર્ગનું શ્રેષ્ઠ યાન એટલે વાહન કહ્યું છે. વળી જ્ઞાન થયા પછી શ્રદ્ધા થાય છે અને શ્રદ્ધા અનુસાર પ્રવર્તન એ જ ચારિત્ર છે, આથી જ જ્ઞાનને મોક્ષમાર્ગે આગળ વધવા માટેનું શ્રેષ્ઠ યાન કહ્યું છે. શ્રેષ્ઠ વાહન જેમ શીધ્ર ઈષ્ટ સ્થાને પહોંચાડે છે, તેમ જેઓ ભગવાનના વચનરૂપ શ્રેષ્ઠ યાનનું અવલંબન લે છે, તે આત્માઓ પણ શીધ્ર ઈષ્ટ સ્થાને પહોંચે છે. પાસિયાસ-વીરૂ - સઘળા કુવાદીઓના અભિમાનનો જેણે સમૂળગો નાશ કર્યો છે એવા જિનમતને હું નમસ્કાર કરું છું.) સત્ય શું છે' - એ રૂપ તત્ત્વ જાણવાની ઇચ્છાથી શાસ્ત્રોની – સિદ્ધાંતની ચર્ચા કરવી તે વાદ છે. શાસ્ત્રાનુસાર આ વાદ કરનારને વાદી કહેવાય છે. જ્યારે મલિન આશયથી કે પોતાની ખોટી વાતને પણ સાચી ઠરાવવા માટેની ચર્ચા તે કુવાદ કહેવાય છે અને આવી ચર્ચા કરનારને કુવાદી કહેવાય છે. કુવાદીઓ મોટે ભાગે મિથ્યાભિમાનમાં રાચતા હોય છે. પોતાના અલ્પ અને મિથ્યાજ્ઞાનથી તેમને પોતે જ્ઞાની છે એવો ભ્રમ હોય છે. આ ભ્રમના કારણે તેઓ સર્વજ્ઞ કથિત શાસ્ત્રોના અનેકાન્તવાદ કે સ્યાદ્વાદને સમજી શકતા નથી અને પોતાની ટૂંકી દૃષ્ટિથી પદાર્થનું મૂલ્યાંકન કરી જગતમાં આત્મા એકાન્ત નિત્ય છે. બ્રહ્મ સિવાય આ જગતમાં બીજું કાંઈ છે જ નહિ વગેરે વગેરે કુવાદો પ્રવર્તાવે છે. આ કુવાદો પ્રમાણે જગતની વ્યવસ્થા કોઈ રીતે સંગત થતી નથી. આત્માને એકાંતે નિત્ય માનનાર કુવાદીઓ પદાર્થના બદલાતા પર્યાયો. તેનો વિનાશ વગેરે ઘટાવી શકતા નથી. તો વળી, આત્માને એકાંતે અનિત્ય માનનારાની અપેક્ષાએ કર્મના સિદ્ધાંતો કાર્ય-કારણની વ્યવસ્થા બદલાતા પર્યાયોમાં પણ એક જ દ્રવ્યની અનુવૃત્તિ વગેરે ઘટાડી શકાતા નથી. આથી જ એકાંતવાદીઓના સિદ્ધાંતો કે તેમની પ્રરૂપણા અને વાસ્તવિકતા વચ્ચે ઘણો ભેદ (ફરક) જોવા મળે છે. આમ છતાં મિથ્યા અભિમાનથી તેઓ કહે છે Page #256 -------------------------------------------------------------------------- ________________ શ્રી કલ્લાણ-કંદં સૂત્ર કે, અમે જે કહીએ છે તે જ સાચું છે અને અમે જે મોક્ષમાર્ગ કે પદાર્થ વ્યવસ્થા બતાવીએ છીએ તે જ સુંદર અને સુસંગત છે. ૨૨૯ આ તેમનું અભિમાન ત્યાં સુધી જ ટકે છે કે જ્યાં સુધી અનેકાન્તના સિદ્ધાન્તમાં નિષ્ણાત એવા જૈનાચાર્યોની સામે તે વાદમાં ઉતરતા નથી. તેમની સાથે વાદ કરવા જાય તો તેમના કુતર્કોને ક્યાંય સ્થાન જ મળતું નથી, કેમકે જગતની સર્વ વ્યવસ્થા અનેકાન્તમય જ છે. અનેકાન્તના આ સિદ્ધાંતને સ્વીકાર્યા વિના જગતની દૃષ્ટ વ્યવસ્થા કોઈ રીતે સંગત થાય તેમ નથી. આત્માને દ્રવ્યથી નિત્ય અને પર્યાયથી અનિત્ય માને તો જ એક ભવથી બીજા ભવમાં ગમનાગમન, તથા બાલ્યવયમાંથી યુવાન વય અને યુવાન અવસ્થામાંથી વૃદ્ધત્વને પામતાં જીવો જે દેખાય છે તે ઘટી શકે છે, આત્માને એકાન્તે નિત્ય કે એકાન્તે અનિત્ય માનતા આ વસ્તુ કોઈ રીતે સંગત થઈ શકતી નથી. વળી, અનેકાન્ત દૃષ્ટિથી પદાર્થનું દર્શન કરવામાં આવે તો રાગાદિ ભાવોને નષ્ટ કરી સમતા આદિ ભાવો સિદ્ધ કરી શકાય છે. જેના કારણે ખોટા કજીયા, મનના સંક્લેશો દૂર કરી શાંતિ-સમાધિથી જીવન જીવી શકાય છે. અનેકાન્તનો આ સિદ્ધાંત અબાધિત છે અને તેનો સ્વીકાર આત્મહિતનું કારણ છે. જેઓ સ્યાદ્વાદના આ સિદ્ધાંતને સ્વીકારતા નથી અને તેની સામે કુતર્કો કરે છે તે આત્મહિતથી તો વંચિત રહે છે પરંતુ તેઓ લાંબો સમય સત્ય સામે ટકી શકતા પણ નથી. અંતે સત્યનો વિજય થાય છે અને અસત્યને પકડનારનો પરાજય થાય છે. ત્યારે જેનું અભિમાન પણ ટકતું નથી. આથી જ જિનમતને કુવાદીના દર્પનો નાશ કરનાર કહ્યું છે. જિનમતની આવી અવિસંવાદી પ્રરૂપણાની સામે કુવાદીઓ લાંબી ચર્ચા ન કરી શકવાના કારણે અંતે નિરુત્તર થઈ નષ્ટ અભિમાનવાળા તેઓ ઊંચું જોવા પણ સમર્થ નથી બનતા. - મયં નિાળ સરળ વુદ્ઘાળું - પંડિતોને શ૨ણભૂત એવા જિનેશ્વરોના સિદ્ધાંતને (હું નમસ્કાર કરું છું.) જેઓ વસ્તુતત્ત્વને યથાર્થ જાણી શકે છે, તે બુધ એટલે પંડિત કહેવાય છે. પરમાત્માનો સિદ્ધાંત અનેકાન્તસ્વરૂપ છે, તે ઉત્સર્ગ અને અપવાદમય છે. વળી, તેમાં એકે એક પદાર્થોનું મૂલ્યાંકન નય સાપેક્ષ ક૨વામાં આવ્યું છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને આશ્રયીને તેમાં અલગ અલગ વિધાનો પણ જોવા મળે Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ સૂત્રસંવેદના-૨ . છે. આથી સિદ્ધાંતની વાતોમાંથી ક્યારે ઉત્સર્ગમાર્ગનો આશ્રય લેવો અને ક્યારે અપવાદ માર્ગનો આશ્રય લેવો ? વળી, આ શાસ્ત્રનું કથન કયા નયથી છે ? અને કયા નયથી પદાર્થ જોવો તે મારા માટે હિતકારક છે, આ બાબતો સિદ્ધાંતના જ્ઞાન વગર સામાન્ય જન સમજી શકે તેમ નથી. તેને સૂક્ષ્મ દૃષ્ટિવાળા પંડિતો જ જાણી શકે છે અને તેઓ જ સર્વજ્ઞ સિદ્ધાંતની પરીક્ષા કરી યથાર્થસ્વરૂપે સ્વીકારી શકે છે. અન્ય પુરુષો તો આ સિદ્ધાંતને સમજી પણ શકતા નથી તો સ્વીકારવાની તો વાત જ ક્યાં ? આથી જ ભગવાનનો મત પંડિત પુરુષો માટે જ શરણભૂત છે. | જિજ્ઞાસા: જિનમત પંડિત માટે જ શરણ છે, મંદબુદ્ધિવાળા માટે નહિ ? તો મંદબુદ્ધિવાળાએ શું કરવું ? તૃપ્તિ : જિનમતને સમજવાની તીક્ષ્ણ બુદ્ધિ જેઓની નથી તેવા આત્માઓએ ગીતાર્થોનું-વિદ્વાનોનું શરણ સ્વીકારવું જોઈએ. તેઓ શાસ્ત્રાનુસાર જે માર્ગ બતાવે તે માર્ગે ચાલવું જોઈએ, તો જ કલ્યાણ થઈ શકે, અન્યથા નહિ. આથી જ ભગવાને સાધનાના બે જ માર્ગ બતાવ્યા છે. કાં તો સ્વયં ગીતાર્થ બનો એટલે શાસ્ત્રના જ્ઞાતા બનો અથવા જ્યાં સુધી તમો ગીતાર્થ ન બની શકો ત્યાં સુધી ગીતાર્થ ગુરુ ભગવંતની નિશ્રામાં રહીને સાધના કરો. નમામિ નિરું તિનપા - ત્રણ જગતમાં પ્રધાન - એટલે ત્રિલોકમાં જે શ્રેષ્ઠ છે તે (જિનમતને) હું નિત્ય નમસ્કાર કરું છું. આ જગતમાં મત એટલે દર્શન શાસ્ત્રો, ધર્મ ગ્રંથો તો ઘણાં છે અને તે ગ્રંથો જગતમાં રહેલા પદાર્થોનું વર્ણન પણ કરે છે પરંતુ તેમનું તે વર્ણન અપૂર્ણ અને એક દૃષ્ટિકોણથી પદાર્થને જોઈને કરેલું હોય છે. જ્યારે જૈનશાસ્ત્રો જગતવર્તી સર્વ પદાર્થોનું વર્ણન અનેક દૃષ્ટિકોણથી કરે છે. આ જગતમાં રહેલા સૂક્ષ્મ અને બાદર જીવોનું તથા રૂપી અને અરૂપી પદાર્થોનું યથાર્થ દર્શન જૈન ગ્રંથો કરાવે છે. વળી જૈનશાસ્ત્રો આત્માદિ સર્વ પદાર્થોને એક દૃષ્ટિકોણથી નહિ પણ અનેક દૃષ્ટિથી પદાર્થને વર્ણવે છે. પદાર્થ વિષયક આવું વર્ણન અન્યત્ર ક્યાંય જોવા મળતું નથી. માટે સ્વર્ગ, પાતાલ અને મનષ્યલોકરૂપ આ ત્રણ જગતમાં જૈનશાસન પ્રધાન છે. તેનો જોટો ક્યાંય જોવા મળે તેવો નથી. 4. જીવ જ વિહારો, વીમો ની નિસ્સીનો માગો . इत्तो तइय विहारो, नाणुण्णाओ जिणवरिंदेहिं ।। - પંચાશક-૧૫(૩૧ Page #258 -------------------------------------------------------------------------- ________________ શ્રી કલ્યાણ-કંદ સૂત્ર ૨૩૧ આવા જિનમતને હું હંમેશા મન, વચન અને કાયાથી નમસ્કાર કરું છું. તેના પ્રત્યેનો આદર અને બહુમાન હરપળ હું ધારણ કરું છું. શ્રુતજ્ઞાનની સ્તવના કરી, હવે તેની અધિષ્ઠાત્રી સરસ્વતી દેવીની સ્તવના કરતાં કહે છે. कुंदिंदु-गोक्खीर-तुसार-वत्रा, सरोज-हत्था, कमले निसन्ना વાસિત પુત્વય-વપ-સ્થા, સુદાય સા કમ્ફ સયા પત્થા - મચકુંદના (મોગરાના) ફૂલ, ચંદ્રમા, ગાયનું દૂધ અને બરફના કણિયા જેવા વર્ણવાળી (શ્વેત કાયાવાળી), એક હાથમાં કમળ અને બીજા હાથમાં પુસ્તકના સમૂહને ધારણ કરનારી, કમળ ઉપર બેઠેલી (તથા) પ્રશસ્ત-ઉત્તમ તે વાગેશ્વરી દેવી (સરસ્વતી દેવી) સદા અમારા સુખ માટે થાઓ. (અમને સદા સુખ આપનારી થાઓ.) સરસ્વતી દેવી ગીતરતિ (ગીતશા) નામના ઇન્દ્રની પટરાણી છે. શ્રુતજ્ઞાન પ્રત્યે તેમને અતિ આદર છે તેઓ શ્રુતજ્ઞાન અને શ્રુતજ્ઞાનીની વિશેષ પ્રકારે ભક્તિ કરે છે ‘ગાવૃતિ પુન્ યર્તિ' એ ન્યાયે તેમનામાં કેવા ગુણો રહેલા હશે તે તેમના દેહના વર્ણન દ્વારા જ જણાઈ આવે છે. તેમના શરીરનો વર્ણ ગૌર છે અને તે પણ સામાન્ય નહિ મચકુંદનો ફૂલ, ચંદ્રમા, ગાયના દૂધ અને ઝાકળ બિંદુ-પાણીનાં કણિયા જેવું વિશિષ્ટ ગૌરવર્ણ છે. જો કે મૃતદેવીનો દેહ શ્વેત વર્ણનો છે, તેવું એક દૃષ્ટાંત દ્વારા જણાવી શકાય તેવું હતું, છતાં ગ્રંથકારે ચાર દૃષ્ટાંત આપ્યાં છે. તેની પાછળ કોઈ અગમ્ય કારણ હોવું જોઈએ, પણ તેનો કોઈ ઉલ્લેખ મળ્યો નથી. આમ છતાં આવી કલ્પના થઈ શકે છે કે - - મચકુંદનું ફૂલ જેમ શ્વેત છે, સાથે સુગંધી પણ છે. તેમ આ સરસ્વતીદેવીનું શરીર જેત તો છે, સાથે શીલાદિ ગુણોથી સુગંધિત પણ છે. - ચંદ્ર જેમ શ્વેત છે, સાથે સૌમ્ય છે, તેમ ચંદ્રના જેવી ઉજ્વળ શ્વેતવર્ણવાળી આ દેવી શ્વેતવર્ણ સાથે સૌમ્યાકૃતિવાળી પણ છે. અને શ્રુતજ્ઞાનરૂપી ગુણનું પ્રદાન કરનારી છે. - ગાયનું દૂધ જેમ શ્વેત છે અને સાથે પવિત્રને ગુણકારી પણ છે, તેમ શ્વેતવર્ણા આ દેવીનું જીવન ગાયના દૂધની જેમ પવિત્ર પણ મનાય છે. અને Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ સૂત્રસંવેદના-૨ શ્રુતજ્ઞાનરૂપી ગુણનું પ્રદાન કરનારી છે. બરફ જેમ શ્વેત છે, સાથે કઠણ અને કોમળ (પાણીરૂપે) પણ થઈ શકે છે, તેમ આ દેવી પણ શ્રુતના દ્રોહીઓ પ્રત્યે કઠોર અને શાસન-ભક્તો પ્રત્યે કોમળ પણ થઈ શકે છે. - આ રીતે શ્વેતવર્ણવાળી આ દેવીમાં ગુણની સુગંધ, સૌમ્યતા, પવિત્રતા, કઠોરતા, કોમળતા આદિ ગુણો પણ છે, તેવું જણાવવા આ દૃષ્ટાન્તો આપ્યાં હોય તેમ લાગે છે. જિજ્ઞાસા : વાગેશ્વરી દેવીના શરીરાદિનું આવું વર્ણન શા માટે ? તૃપ્તિ : સરસ્વતીદેવીનું જેમણે ધ્યાન કરવું છે તેમની માટે આ વર્ણન આકૃતિ વગેરે અતિ ઉપયોગી બને છે માટે આ રીતે અહીં વર્ણન કર્યું જણાય છે. હવે સરસ્વતી દેવી કેવી રીતે બેઠાં છે અને હાથમાં શું છે તે બતાવે છે સરોન-દત્યા, મહે-નિસન્ના અને પુત્થય-વા-હત્યા પસત્યા સરસ્વતીદેવી શ્વેત કમળ ઉપર બિરાજમાન છે, તેમના એક હાથમાં પવિત્રતાને સૂચવતું કમળ છે અને બીજા હાથમાં જ્ઞાનનું પ્રતીક પુસ્તકોનો સમૂહ છે. આથી જ જણાય છે કે, તેમના હૈયામાં જ્ઞાનનું બહુમાન છે અને જ્ઞાનીને સહાય કરવાનો ગુણ છે. - પસત્થા એટલે પ્રશસ્તા, ઉત્તમ, વખણાયેલા અથવા જગ-પ્રસિદ્ધ. સરસ્વતીદેવી જૈન-જૈનેતર જગતમાં પણ અતિ પ્રસિદ્ધિને પામેલા છે. અનેક શ્રુતપ્રેમીઓ સદા તેમની પ્રશંસા કરે છે. તેમને નમસ્કાર, પૂજન આદિ પણ કરે છે. અને શ્રુતજ્ઞાનનો અભ્યાસ કરતાં તો તેમને સૌ કોઈ અચૂક યાદ કરે છે. મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા, શ્રી કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યસૂરિ મહારાજા જેવા અનેક મહાપુરુષોએ આ સરસ્વતીદેવીની સાધના કરી અને સાધનાથી સિદ્ધ થયેલ તે સરસ્વતીદેવીએ તેમને શાસ્ત્રોની રચના કરવામાં અનેક રીતે સહાય પણ કરી છે, આથી જ ઉપાધ્યાયજી મહારાજાએ તો પોતાના સર્વ ગ્રંથોના પ્રારંભમાં સૌ પ્રથમ ૐ કાર દ્વારા તેમને સ્મૃતિમાં લાવી નમસ્કાર કર્યો છે. આવા પ્રકારની સરસ્વતીદેવી પાસે પ્રાર્થના કરતાં ગ્રંથકારશ્રી કહે છે 5. હૈં એ સરસ્વતીદેવીનો બીજ મંત્ર છે. Page #260 -------------------------------------------------------------------------- ________________ શ્રી કલ્યાણ-કંદં સૂત્ર ૨૩૩ સુદાય સ સયા - “હે મા સરસ્વતી ! અમે સૌ જ્ઞાનના અભિલાષી છીએ, શ્રુતજ્ઞાન અમારો શ્વાસ અને પ્રાણ છે. મા શારદા આમાં અમને તમારી સહાય જોઈએ છે. આપ અમને શ્રુતજ્ઞાનમાં સહાય કરો અને તે દ્વારા અમારા સુખનું કારણ બનો ! મા તારા પ્રભાવે જ અનેક મહાપુરુષોએ... આજ સુધી શ્રુતજ્ઞાનરૂપ ગંગોત્રીમાં સ્નાન કરી પરમ આસ્લાદ પ્રાપ્ત કર્યો છે, આપની સહાયથી તેઓ શ્રેષ્ઠ કોટીના શ્રુતજ્ઞાન દ્વારા આધ્યાત્મિક સુખના સ્વામી બન્યા છે, માટે આપની પાસે માંગવાનું મન થાય છે કે – હે વાગેશ્વરી દેવી ! તું અમારા સુખ માટે થા ! હે મા શારદા ! અમારા સુખનું કારણ જ્ઞાન છે. આ જ્ઞાનની પ્રાપ્તિમાં આવતા વિનો જ અમોને દુ:ખી કરે છે, આપ અમારા આ વિનોને દૂર કરી અમોને પરમ સુખના માર્ગે ચાલવામાં મદદ કરો, મા ! તારી પાસેથી અમારે બીજું કોઈ સુખ જોઈતું નથી માત્ર એક જ્ઞાનના સુખમાં સહાય મળે તેટલી જ અમારી પ્રાર્થના છે. આ રીતે પ્રાર્થના કરતાં કે તેમનું સ્મરણ માત્ર કરતાં મહાસાત્ત્વિક અને પુણ્યશાળી આત્માઓને સરસ્વતીદેવી પ્રત્યક્ષ થઈને શ્રુત-રચના આદિના કાર્યોમાં અત્યંત સહાય કરે છે: વિશિષ્ટ સાધના કરવાથી અલ્પ-સત્ત્વવાળા પુણ્યાત્માઓને દર્શન આપી, તેમને સહાય કરે છે. કોઈકવાર તે પ્રત્યક્ષરૂપે સહાય નથી કરતી, તો પણ શ્રુત પ્રાપ્તિના ભાવથી શ્રુતદેવીને કરાયેલી સ્તુતિ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયમાં અને જ્ઞાનવૃદ્ધિમાં કારણ (નિમિત્ત) બને છે. સમ્યજ્ઞાન મોક્ષનો માર્ગ બતાવે છે. સાચું સુખ મોક્ષમાં છે, એટલે સમ્યજ્ઞાન દ્વારા સાચા સુખની પ્રાપ્તિની પ્રાર્થના આ સ્તુતિમાં છે, એમ કહી શકાય. આ ગાથા બોલતાં સાધક સરસ્વતી દેવીના બાહ્ય અને અંતરંગ સ્વરૂપને સ્મરણમાં લાવે અને ભાવપૂર્ણ હૃદયે તેમને ઉપરમાં જણાવ્યું તે રીતે પ્રાર્થના કરતાં વિચારે કે, સ્વર્ગલોકની સાહ્યબી વચ્ચે પછા જડ પદાર્થોના ઝાકઝમાળને છોડી જે સરસ્વતીદેવી શ્રુત માટે ભક્તિવાળા થયા છે તે શ્રુતદેવીની સહાય મેળવી હું પણ શ્રુતજ્ઞાનના માર્ગે આગળ વધી આત્મિક સુખને શીધ્ર પામું.” Page #261 -------------------------------------------------------------------------- ________________ સંસારદાવાનલ સ્તુતિ સૂત્ર પરિચય : આ સૂત્ર ચાર થોયના જોડા સ્વરૂપ છે. તેની પ્રથમ ગાથામાં વીર ભગવાનની સ્તુતિ કરેલી છે. તેથી આ સૂત્રનું બીજું નામ “વીર જિન સ્તુતિ છે. આ સ્તુતિની રચનાત્મક વિશેષતા એ છે કે, તે જોડાક્ષર વિનાની સમસંસ્કૃત પ્રાકૃત ભાષામાં છે. આ સૂત્રની રચના પ્રકાંડ વિદ્વાન, ૧૪૪૪ ગ્રંથના રચયિતા પ. પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ કરી છે. તે અંગે જાણવા જેવું મળે છે કે, તેમના બે શિષ્ય હંસ અને પરમહંસ બૌદ્ધ સાધુઓ દ્વારા હણાયા હતા. બે મહાવિદ્વાન શિષ્યોના અવસાનથી પ. પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મ. સા. ને અત્યંત દુઃખ થતાં તેઓએ બૌદ્ધો સાથે વાદ ચાલુ કર્યો. તે વાદમાં એવું નક્કી થયું કે, જે હારે તેને ઊકળતા તેલની કડાઈઓમાં બાળી મારવામાં આવશે. છ મહિનાને અંતે પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મ. નો વિજય થયો, પરંતુ શિષ્યોના અવસાન અને બૌદ્ધ સાધુઓના વ્યવહારથી તેઓશ્રી અત્યંત આવેશમાં આવી ગયા. આ વાતની જાણ થતાં, તેમના ગુરુએ શિષ્યના આવેશને ઠારવા, તેને ઉપશમ ભાવમાં લાવવા અને હિંસાથી અટકાવવા સંક્ષેપમાં ચારિત્રને જણાવનારી ગુખ માસમ્મી આદિ ૯ ભવોનું વર્ણન કરતી ત્રણ ગાથા લખીને મોકલી. તેનાથી તેમનો ક્રોધ શાંત થયો અને ૧૪૪૪ બૌદ્ધ સાધુને મારવાના સંકલ્પથી બંધાયેલ કર્મની શુદ્ધિ માટે પ્રાયશ્ચિતરૂપે તેમણે ૧૪૪૪ ગ્રંથોની રચના કરવી એવું નક્કી થયું. ગ્રંથરચનાનો Page #262 -------------------------------------------------------------------------- ________________ શ્રી સંસારદાવાનલ સ્તુતિ પ્રારંભ થયો, ૧૪૪૦ ગ્રંથો રચાઈ ગયા. ત્યાં તો તેમનું આયુષ્ય પૂર્ણ થવા આવ્યું. છેલ્લે આ સંસા૨દાવાની ચાર ગાથાઓ સ્વરૂપ ચાર ગ્રંથોની રચનાનો પ્રારંભ કર્યો. ત્રણ ગાથાની રચના થઈ, ચોથી ગાથાનું એક ચરણ લખાયું અને આયુષ્ય પૂર્ણ થઈ ગયું. ત્યારે સંઘ એકત્રિત થયો અને સંઘના વિદ્વાનોએ તેઓના અભિપ્રાય મુજબ ‘ભવિરહ’થી અંકિત છેલ્લાં ત્રણ ચરણો પૂર્ણ કર્યાં. જાણવા મળ્યા મુજબ ત્યારથી આ ત્રણ ચરણો પખી, ચૌમાસી કે સંવત્સરી પ્રતિક્રમણમાં સૌ સાથે મળીને બોલે છે. ૨૩૫ તેની પહેલી ગાથામાં ચાર વિશેષણોથી અલંકૃત વીર ભગવાનની સ્તુતિ કરવામાં આવી છે. બીજી ગાથામાં સર્વ ભગવાનનાં ચરણકમળોની કેવી વિશિષ્ટ વ્યક્તિઓ ઉપાસના કરે છે અને ઉપાસના કરનારને કેવાં ફળ મળે છે, તે જણાવવા દ્વારા સર્વ જિનની સ્તુતિ કરવામાં આવી છે. ત્રીજી ગાથામાં વી૨ ભગવાનના આગમને સાગર સાથે સરખાવી, આગમમાં સાગરની જેમ કેવી વિશેષતાઓ છે, તે જણાવીને શ્રુતજ્ઞાનની સ્તવના કરવામાં આવી છે અને ચોથી ગાથામાં શ્રુતદેવીની સ્તુતિ કરીને તેની પાસે ‘ભવિરહ’ની માંગણી કરવામાં આવી છે. ભવિરહ શબ્દ આ કૃતિ પૂ.આ.શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાની છે તેનો સૂચક છે. આત્મશુદ્ધિના ઉપાયરૂપ આ પ્રતિક્રમણની ક્રિયા વર્તમાન શાસનાધિપતિ પ્રભુવીરથી પ્રાપ્ત થઈ છે. તેઓ પ્રત્યેનાં કૃતજ્ઞભાવને વ્યક્ત કરવા તથા આ ક્રિયા દ્વારા પોતાના આત્માની જે શુદ્ધિ થઈ છે, તેનો આનંદ વ્યક્ત ક૨વા શ્રાવિકાઓ રોજ દૈવસિક અને રાઈએ પ્રતિક્રમણમાં છ આવશ્યક પૂર્ણ થતાં આ સ્તુતિ બોલે છે. શ્રાવકો ત્યારે ‘નમોડસ્તુ વર્ધમાનાય’ અને ‘વિશાલ-લોચન’ની સ્તુતિ બોલે છે. વળી, ક્યારેક આ સ્તુતિઓનો ઉપયોગ થોયના જોડા તરીકે પણ થાય છે. તથા પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણમાં આ સ્તુતિ સજ્ઝાયના સ્થાને બોલાય છે. મૂળ સૂત્ર : સંસાર-વાવાનજી-વાદ-નીર, સંમોદ-વૃષ્ટી-દરને સમીર । માયા-રસા-દ્વારળ-સાર-સીર, નમામિ વીર શિરિ-સાર-ધીર ।।।। Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ सूत्रसंवहना-२ . . भावावनाम-सुर-दानव-मानवेन, चूला-विलोल-कमलावलि-मालितानि ।। ___ संपूरिताभिनत-लोक-समीहितानि, कामं नमामि जिनराज-पदानि तानि ।।२।। बोधागाधं सुपद-पदवी-नीर-पूराभिरामं, जीवाहिंसाविरल-लहरी-संगमागाहदेहं । चूला-वेलं गुरुगम-मणी-संकुलं दूरपारं, सारं वीरागम-जलनिधिं सादरं साधु सेवे ।।३।। आमूलालोल-धूली-बहुल-परिमलाऽऽलीढ-लोलालिमाला . झंकाराराव-सारामलदल-कमलागार-भूमिनिवासे ! । छाया-संभार-सारे ! वरकमल-करे ! तार-हाराभिरामे !, वाणी-संदोह-देहे ! भव-विरह-वरं देहि मे देवि ! सारं ।।४।। ५४-१७ : संपा-१७ : अक्षर-२५२ अन्वयार्थ : संसार-दावानल-दाह-नीरं સંસારરૂપી દાવાનળના દાહને શમાવવા માટે પાણી સમાન, संमोह-धूली-हरणे-समीरं મોહરૂપી ધૂળને દૂર કરવા માટે પવન સમાન; माया-रसा-दारण-सार-सीरं, માયારૂપી પૃથ્વીને ખેડવામાં ઉત્તમ હળ સમાન, गिरि-सार-धीरं वीरं नमामि ।।१।। મેરુ પર્વત જેવા ધીર શ્રીવીરપ્રભુને હું નમસ્કાર કરું છું. I/૧ भावावनाम-सुर-दानव-मानवेन-चूला-विलोल-कमलावलि-मालितानि; (૪) ભાવથી નમેલા સુરેન્દ્રો, દાનવેન્દ્રો, માનવેન્દ્રોના મુગટમાં રહેલી य५५ भवानी श्रेरिथी पूजयेद। (छ). Page #264 -------------------------------------------------------------------------- ________________ શ્રી સંસારદાવાનલ સ્તુતિ સંપૂરિતાભિનત-જો-સમીહિતાનિ, નમસ્કાર કરનારા લોકોના મનોરથો જેમણે સારી રીતે પૂર્ણ કર્યા છે. તાનિ-નિનરાન-પાનિ ામં નમામિ ।।શા તે જિનેશ્વરના ચરણોમાં હું અત્યંત નમસ્કાર કરું છું. ॥૨॥ નોધાભાષી, સુપ૬-૫૬વી-નીર-પૂરાભિરામ, આગમરૂપી સમુદ્ર બોધથી ખૂબ ઊંડો છે, પદોની રચનારૂપ તેનો જળ સમૂહ મનને હરી લે તેવો સુંદર છે, जीवाहिंसाविरल- लहरी - संगमागाहदेहं । નિરંતર જીવદયાની વાતોરૂપ તરંગોના સંગમ વડે અગાધ (વિશાળ) ગંભીર દેહવાળો; ૨૩૭ ચૂહા-વે, ગુરુગમ-મળી-સંધુ, દૂરપાર', ચૂલિકારૂપ તટવાળો છે, ઉત્તમ અને એકસરખા આલાપકરૂપ મણિઓથી ભરપૂર છે (અને) તેનો પાર પામવો અત્યંત દુષ્કર છે, સાર વીરામ-નનિધિ સાવર સાધુ સેવે ।। શ્રેષ્ઠ એવા તે શ્રીવીરપ્રભુના આગમરૂપી સમુદ્રને હું આદરપૂર્વક સારી રીતે સેવું છું. IIII આમૂળાહોલ-પૂછી-વહુ-પરિમાડઽહીઢ-ોહિમા-વંશરારાવसारांमलदल - कमलागारभूमिनिवासे' ! મૂલ પર્યંત કાંઈક ડોલવાથી ખરેલા મકરંદની અત્યંત સુગંધમાં મગ્ન થયેલા ચપળ ભ્રમરવૃંદના ઝંકાર શબ્દથી યુક્ત એવા ઉત્તમ નિર્મળ પાંખડીવાળા કમલના ઘરની ભૂમિ પર વાસ કરનારી ! છાયા-સંમાર-મારે ! કાંતિના સમૂહથી ઉત્તમ ! वरकमल5-રે ! સુંદર કમલ છે જેના હાથમાં એવી ! તાર-દારામિરામેજ ! દેદીપ્યમાન હારથી સુશોભિત ! વાળી-સંવોદ-દે! કવિ ! વાણીના સમૂહરૂપ દેહવાળી ! હે દેવી ! Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ સૂત્રસંવેદના-૨ सारं भव-विरह-वरं मे देहि ।।४।। - શ્રેષ્ઠ એવું ભવવિરહરૂપ (મોક્ષનું) વરદાન મને આપો. જો વિશેષાર્થ : સંસાર-દાવાનલાહ-નીર - સંસારરૂપી દાવાનલના દાહને ઓલવવામાં-બુઝાવવામાં પાણી તુલ્ય. (વીર પરમાત્માને હું નમસ્કાર કરું છું.) કર્મયુક્ત અને કષાયયુક્ત આત્માની અવસ્થાને સંસાર કહેવાય છે. અહીં સંસારને દાવાનલની ઉપમા આપી છે અને વીરપ્રભુને દાવાનલને ઓલવનાર પાણીની ઉપમા આપી છે. દાવાનલ જેમ જંગલનાં ઝાડ-પાન અને પ્રાણીઓને બાળીને, દુઃખી કરે છે, તેમ આ સંસારમાં સતત વર્તતા રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ આદિ કષાયો ચિત્તમાં નવા નવા સંક્લેશો ઉત્પન્ન કરાવી જીવોને બાળે છે. સંસારમાં પ્રાયઃ એક ક્ષણ એવી નથી હોતી, કે જ્યારે જીવો કષાયોને શમાવી આત્માનો આનંદ-આત્માનું સુખ માણી શકે, એટલે જ જ્ઞાની પુરુષોએ સંસારને દાવાનલની ઉપમા આપી છે. જંગલમાં પ્રગટેલા દાવાનલને ઓલવવા માટે જેમ તેના પ્રમાણમાં પાણીના પ્રવાહની જરૂર પડે છે. તે જ રીતે આ સંસારરૂપી દાવાનલ પણ પરમાત્માની વાણીરૂપ પાણીના પ્રચંડ પ્રવાહથી જ શાંત થઈ શકે છે. યોગ્ય આત્માઓ ભગવાનની વાણીને જેમ જેમ સમજતા જાય છે, તેમ તેમ તેમના હૃદયમાં જડ એવા વિષયો પ્રત્યે વિરક્તિનો પરિણામ પ્રગટે છે અને જીવો પ્રત્યે મૈત્રીભાવ પ્રાદુર્ભાવ પામે છે, તેને કારણે રાગ, દ્વેષ આદિ કષાયોના સંક્લેશો શાંત થાય છે. ઉપશમભાવનો આનંદ આત્મા અનુભવી શકે છે. આ માર્ગે વિશેષ વિશેષ પ્રયત્ન કરતાં આ જીવ સંસારના તમામ સંતાપોથી મુક્ત બની મહાઆનંદયુક્ત મોક્ષસુખને પામી શકે છે. આથી જ અહીં વિર ભગવાનની વાણીનો વીર ભગવાન સાથે અભેદ કરી વિર ભગવાનને પાણીની ઉપમા આપી છે. 1. આ ગાથામાં નમક ક્રિયાપદ છે અને વીર તેનું કર્મ છે. (૧) સંસાર-લાવીન-વાદની (૨) સંમોદ-ધૂસ્ત્રી-દરો-સમીર (૩) માય-રસા-વાર-સાર-સીર (૪) રિ-સાર-ધીરે એ પદો ‘વીર' નાં વિશેષણો છે. Page #266 -------------------------------------------------------------------------- ________________ શ્રી સંસારદાવાનલ સ્તુતિ જિજ્ઞાસા : અહીં સંસારને દાવાનલ તુલ્ય કહ્યો, પરંતુ પુણ્યોદયથી પ્રાપ્ત સુખ-સગવડતા ભર્યા સંસારને દાવાનલ તુલ્ય કઈ રીતે કહેવાય ? ૨૩૯ તૃપ્તિ : સુખ-સગવડતાથી ભરેલો પણ આ સંસા૨ વાસ્તવમાં દાવાનલ જેવો જ છે. કેમ કે, સૌને ગમતાં, મમતા કે લાગણી આદિના ભાવો વર્તમાનમાં પણ ભય, ચિંતા, વિહ્વળતા, આકુળતા આદિરૂપ દાહ ઉત્પન્ન કરે છે, તેથી આત્મા માટે તો તે પીડાકારક જ છે. દારૂના નશામાં શ૨ી૨ને થતી પીડા જેમ અનુભવાતી નથી, તેમ મોહના નશાને કા૨ણે જ જીવને દેહકૃત કે, રાગાદિકૃત પીડાઓ અનુભવાતી નથી. વળી આ બાહ્ય સગવડો કર્મ બંધાવી ભાવિમાં અગવડો ઊભી કરે છે. ભગવાનના વચનાનુસાર સાધના કરી જીવ જ્યારે મોહને મંદ કરે છે અને જ્યારે કષાયના ઉપશમનો આનંદ અનુભવે છે, ત્યારે જ સુખદ સંસાર પણ કેટલી કદર્થનાથી યુક્ત છે, તે વાત તેને સ્પષ્ટ સમજાય છે. તેથી સુખભર્યો કે દુઃખભર્યો સંસાર દાવાનલ સમાન જ છે. સંમોદ-ધૂહી-દરને સમીર - મોહરૂપી ધૂળને ઉડાડવા માટે પવન જેવા (વી૨ પ૨માત્માને હું નમસ્કાર કરું છું.) જે કર્મના ઉદયથી જીવ યોગ્ય-અયોગ્યનો, હિત-અહિતનો વિચાર ન કરી શકે તે મોહનીયકર્મ છે. આ કર્મ જ્યારે પ્રબળ માત્રામાં પ્રવર્તતુ હોય ત્યારે તેને સંમોહ કહેવાય છે. અહીં મોહને ધૂળની ઉપમા આપી છે અને વીર વીભુને તે ધૂળને દૂર કરનાર પવનની ઉપમા આપી છે. ‘હું આત્મા છું અને પુદ્ગલો મારાથી જુદા છે,' તેવું જ્ઞાન મોહનીય કર્મ થવા દેતું નથી. આથી જ જીવ પૌદ્ગલિક ચીજોને પોતાની માને છે, પુદ્ગલથી જ સુખ છે તેવું માની, તેમાં જ રચ્યોપચ્યો રહી અનેક પ્રકારના ક્લિષ્ટ કર્મરૂપ રજથી આત્માને ખરડે છે, માટે જ મોહને ધૂળની ઉપમા આપી છે. અનંત સંસારમાં ભટકતાં ભટકતાં જીવ જ્યારે કોઈપણ રીતે ભગવાનના વચનનું - વાસ્તવિક તત્ત્વનું ચિંતન કરે છે ત્યારે તેને સંસા૨ની વાસ્તવિકતાનો ખ્યાલ આવે છે. તેનામાં પોતાના શુદ્ધ સ્વરૂપની કાંઈક સમજ પ્રાપ્ત થાય છે. ભગવાનના સ્વરૂપની વિચારણા, તેમના ગુણવૈભવનું જ્ઞાન અને ગુણથી પ્રાપ્ત થતાં સુખની સમજ તેનામાં ધીમે ધીમે પરમાત્મા પ્રત્યેની પ્રીતિ પ્રગટાવે છે. પ્રીતિપૂર્વકની, ભાવપૂર્વકની ભક્તિ મોહનીયકર્મને નબળું પાડે છે. તેથી ‘પુદ્ગલમાં સુખ છે,’ તેવી માન્યતા નાશ પામે છે. ‘આત્મામાં જ સુખ છે અને તે સુખ ગુણથી પ્રાપ્ત થાય છે, તેવો બોધ થતાં જીવ ક્ષમાદિ ગુણ માટે અથાગ પ્રયત્ન કરે છે. Page #267 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૨ તેનાથી મોહનીય કર્મનો નાશ થાય છે અને ક્ષાયિક ભાવના ગુણો પ્રગટ થાય છે. જે આત્માને અનંતકાળ માટે સુખી કરે છે. આ રીતે પ્રચંડ પવન ફુંકાતા જેમ ધૂળના ઢગલા ય વિખરાઈ જાય છે, તેમ પરમાત્માના વચનથી થએલું તેમના સ્વરૂપનું જ્ઞાન, તેના માધ્યમે થયેલું પોતાના સ્વરૂપનું ભાન અને તેની પ્રાપ્તિ માટે થતું શુદ્ધ સ્વરૂપનું-પરમાત્માનું ધ્યાન મોહરૂપી ધૂળને દૂર કરે છે. ૨૪૦ માયા-રસા-વારળ-સાર-સી હળરૂપ. (વીર પરમાત્માને હું નમસ્કાર કરું છું.) – માયારૂપી પૃથ્વીને ખેડવામાં શ્રેષ્ઠ માયા એટલે કપટ, વંચકતા, ઠગવું – આ બધા સમાનાર્થી શબ્દ છે અને માયાનો બીજો અર્થ વક્રતા થાય છે. સામાન્યથી લોકો એવું માને છે કે, માયા-કપટ કરનાર જીવ બીંજાને ઠગે છે, પરંતુ જ્ઞાની પુરુષો કહે છે કે, માયા કરનાર બીજાને ઠગે કે ન ઠગે, પોતાની જાતને તો ઠગે જ છે, માયા કરી, કર્મ બાંધી તે જીવ સ્વયં પોતાના આત્માનું જ અહિત કરે છે, પોતાના આત્માને જ તે દુઃખી કરે છે. માયાનો બીજો અર્થ છે વક્રતા. અનાદિકાળથી જીવને સુખની ઈચ્છા હોવા છતાં તે સુખ પ્રાપ્તિના સાચા રસ્તે ચાલતો નથી, આ જ તેની વક્રતા છે. આત્મા પોતાના ક્ષમાદિ ગુણોથી જ સુખી થઈ શકે છે. તો પણ અંતરમાં રહેલી માયા આ ક્ષમાદિ ગુણોની ઉપેક્ષા કરાવી કાષાયિક ભાવો તરફ લઈ જાય છે. ગુરુભગવંતનાં વચનોનું શ્રવણ કરીને ક્યારેક જીવ ધર્મકાર્યનો પ્રારંભ પણ કરે છે, ત્યારે પણ આ માયા, દોષ નાશ અને ગુણપ્રાપ્તિરૂપ ધર્મના ફળને પામવા દેતી નથી, બલ્કે માન આદિ દોષોનું પોષણ કરાવે છે. પૃથ્વીનું વિદારણ-ભેદન જેમ તીક્ષ્ણ હળ વિના સંભવિત નથી, તેમ અનાદિકાળથી આત્મામાં પ્રવર્તતી માયાનું વિદારણ ભગવાને બતાવેલા સન્ક્રિયારૂપ માર્ગ વિના સંભવિત નથી. શાસ્ત્રજ્ઞાનને પ્રાપ્ત કરી, સાધક 2. માયા એ જ રસા તે માયા-રસા, તેનું દારણ તે માયા-રસા-વારળ. તેને માટે સાર-સીર, માયારસા-વારળ-સાર-સીર. માયા એટલે છલ, કપટ, દગો કે શાક્ય. કેટલાક કર્મને પણ અવિદ્યા કે માયાના નામથી ઓળખે છે. તે અર્થ પણ અહીં સંગત છે. રસ એટલે પૃથ્વી કે ધરતી. વારળ-તોડવાની ક્રિયા. દારવું એટલે વિદારવું, તોડવું, ટૂકડા કરવા કે ફાડી નાખવું. તેની જે ક્રિયા તે વારળ. સાર-ઉત્તમ. સૌર-હળ, હળનો અગ્રભાગ કે જેના વડે પૃથ્વી ખોદાય છે. જમીનમાં કઠણ પડો ઉત્તમ પ્રકારના હળ વડે જલદી તૂટી જાય છે. તેમ શ્રીમહાવીર પ્રભુ માયારૂપી પૃથ્વીનાં પડો શીવ્રતાથી તોડનારા છે. Page #268 -------------------------------------------------------------------------- ________________ શ્રી સંસારદાવાનલ સ્તુતિ જ્યારે ક્રિયાના માર્ગે જોડાય છે, ત્યારે પ્રારંભમાં આ ક્રિયાઓ તેને કષ્ટકારી લાગે છે. સમય અને શક્તિના નિરર્થક વ્યય સમાન લાગે છે, પરંતુ જ્ઞાન અને શ્રદ્ધાપૂર્વક વારંવાર આ ક્રિયાઓ કરતાં તેનાથી ઘણા શુભ ભાવો પ્રગટ થાય છે. શુભ ભાવમાં સ્થિરતા આવતાં પૌદ્ગલિક આનંદ તુચ્છ અને વિડંબનારૂપ લાગે છે. પરિણામે અશુભ ભાવો નાશ પામે છે અને મનના વિકલ્પો ઘટતા જાય છે. સમતા આદિ અનેક ગુણોનો સાક્ષાત્ અનુભવ થાય છે. આત્મા પોતાનો વાસ્તવિક આનંદ અનુભવી શકે છે. આથી માયા ટળે છે, કર્મનાં બંધનો નાશ પામે છે અને આત્મા પરમસુખના સાગરમાં ડૂબે છે. ૨૪૧ આ રીતે પ્રભુએ બતાવેલા શુભ-અનુષ્ઠાનો માયારૂપી ભૂતળને ભેદવામાં હળ સમાન છે. જિજ્ઞાસા : અહીં સંસારને દાવાનળ કહ્યો, મોહને ધૂળ કહી અને માયાને પૃથ્વીની ઉપમા આપી. આ ત્રણે ભાવો અલગ છે કે સંસારરૂપ છે ? તૃપ્તિ : વાસ્તવમાં મોહ કે માયા સંસારથી કોઈ ભિન્ન ભાવ નથી. સંસાર સ્વરૂપ જ છે. આમ છતાં અનંત દોષયુક્ત સંસારને ભિન્ન ભિન્ન સ્વરૂપે યાદ કરવા સંસાર, મોહ અને માયા જુદાં બતાવ્યાં લાગે છે અને વીર ભગવાનનું ધ્યાન, તેમના વચનાનુસારી જીવન કે સન્ક્રિયા - આ ત્રણેય, ઉપરોક્ત ત્રણેય ભાવોને નિર્મૂળ કરી શકે છે. માટે જ (આ ત્રણેય ભગવાન સંબંધી હોઈ) ભગવાનને તેનો નાશ કરનાર પાણી, પવન અને હળની ઉપમા આપી છે. નમામિ વીર શિરિ-સર-થીમાં - (પર્વતોમાં) શ્રેષ્ઠ એવા મેરુપર્વત જેવા ધીર, વીર ભગવાનને (હું) નમસ્કાર કરું છું. પ્રચંડ પવનથી જેમ મેરુ ડગતો નથી તેમ અનેક પ્રકારના ઉપસર્ગ અને પરિષહોની ઝડીઓ વરસવા છતાં મહાવીર્યયુક્ત પ્રભુ પોતાના સાધનામાર્ગથી લેશ પણ ચલાયમાન થતા નથી. સર્વ સ્થિતિમાં જેઓ સમતાભાવમાં લીન રહે છે, તે વીર પ્રભુને હું નમસ્કાર કરું છું. આ ચાર વિશેષણોના સ્મરણપૂર્વક ભગવાનને નમસ્કાર કરવાથી તે તે ગુણોથી યુક્ત ભગવાન પ્રત્યે અત્યંત બહુમાનભાવ થાય છે અને તે તે ગુણોનું બહુમાન જ અજ્ઞાન આદિ દોષોનો નાશ કરાવી ગુણપ્રાપ્તિનું કારણ બને છે. આ ગાથા બોલતાં સાધક વિચા૨ે કે, Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ સૂત્રસંવેદના-૨ . “હે પ્રભુ ! આ સંસારરૂપી દાવાનળમાં બળતાં એવા મને તારી વાણીરૂપ પાણી વિના કોઈ ઠારી શકે તેમ નથી, મોહની ધૂળથી ખરડાયેલા મને તારા સ્વરૂપના ચિંતન, મનન કે ઘ્યાન વિના કોઈ ચોક્ખો કરી શકે તેમ નથી અને મારામાં રહેલી માયા કે વક્રતાના ભાવને તારા દર્શાવેલા શુભાનુષ્ઠાનો સિવાય કોઈ કાઢી શકે તેમ નથી. તેથી મેરૂ જેવા ઘીર હે નાથ ! હૃદયના ઊંડાણથી આપને નમસ્કાર કરી વિનવું છું કે, મારાં મન-વચન-કાયાના યોગોને તારા વચનાનુસાર પ્રવર્તાવી શકું એવું બળ આપજો” વીરભગવાનની સ્તુતિ કર્યા પછી બીજી ગાથામાં ચોવીશ ભગવાનની સ્તુતિ કરતાં કહે છે. માવાવનામ-સુર-હાનવ-માનવેન-ચૂહા-વિહોણ-ક્ષમાહિ मालितानि ભાવથી નમેલા સુરેન્દ્રો, દાનવેન્દ્રો અને નરેન્દ્રોના મુગટમાં રહેલી ચપલ કમળની શ્રેણીવડે પૂજાયેલા॰ (એવા જિનેશ્વરોનાં ચરણકમલોને હું નમસ્કાર કરું છું.) આ જગતમાં ભૌતિકસુખની પરાકાષ્ઠા દેવલોકમાં છે. તેમાં પણ સર્વશ્રેષ્ઠ ભૌતિકસુખ દેવોના ઇન્દ્રો-દેવેન્દ્રો પાસે હોય છે. મનુષ્યલોકના શ્રેષ્ઠ સુખો નરેન્દ્રો અને ચક્રવર્તીઓ પાસે હોય છે. આવા દેવેન્દ્રો, દાનવેન્દ્રો અને નરેન્દ્રો પણ પ્રભુના ચરણકમળને ભાવપૂર્ણ હૃદયે નમસ્કાર કરે છે. કેમકે, તેઓ સમજે છે કે, ‘પ્રભુ પાસે જે અનંતું આધ્યાત્મિક સુખ છે તે જ સાચું સુખ છે, તે જ કાયમી રહેનારું છે અને દુઃખની ભેળસેળ વિનાનું સુખ છે. તેમના સુખ આગળ અમારા ભૌતિક સુખના ખડકલા પણ કોઈ કિંમતના નથી. વળી, અમારું આ સુખ ક્યારે જશે અને તેમાં કયું દુ:ખ આવી પડશે તેની અમને કોઈ ખબર નથી. માટે અમારે પણ આવું સુખ જોઈતું નથી; પરંતુ પ્રભુ પાસે જે સુખ છે તે 3. આ ગાથામાં નમામિ ક્રિયાપદ છે અને બિનરાન-પનિ તેનું કર્મ છે. 4. - भावावनाम-सुर-दानव-मानवेन- चूला-विलोल-कमलावलि-मालितानि (8) (૨) સંપૂરિતામિનત-જો-સમીહિતાનિ (૩) તાનિ, પદો તે ‘નિનરાન-પનિ’ નાં વિશેષણો છે. - ભાવ એટલે સદ્ભાવ કે ભક્તિ. તેના વડે નમેલા, તે માવાવનામ અને તેવા સુર-વાનવ-માનવેન એટલે સુર, વાનવ અને માનવના ફૅન-સ્વામી, પતિ. તેમની પૂરૂ એટલે શિર-શિખા કે શિરનું Page #270 -------------------------------------------------------------------------- ________________ શ્રી સંસારદાવાનલ સ્તુતિ ૨૪૩ જ સુખ જોઈએ છે. તે માટે જ પ્રભુની ઉત્તમત્તાને યાદ કરી, તેમના સુખનું સ્મરણ કરી દેવેન્દ્રો આદિ તેવા સુખની શક્તિ પોતાનામાં પણ પ્રગટે તેવી આંતરિક ભાવનાથી પ્રભુના ચરણ કમળને પ્રણામ કરે છે. પ્રભુના ચરણે તેઓ જ્યારે મસ્તક નમાવે છે ત્યારે તેમના મસ્તક ઉપર જે મુગુટ છે અને તેમાં પૂર્ણ ખીલેલા જે કમળો છે તે નીચે ઢળે છે ત્યારે આ કમળો પ્રભુના ચરણને સ્પર્શ કરે છે. આ દશ્ય જોતાં એવું લાગે છે કે જાણે પ્રભુના ચરણકમળને આ મુગુટના કમળો પૂજી રહ્યા છે. દેવેન્દ્રો આદિ પ્રભુના ચરણ કમળને નમે છે, તે દર્શાવી હવે ભાવપૂર્વક નમસ્કાર કરનાર લોકોને આ ચરણની સેવા શું ફળ આપે છે, તે જણાવે છે – संपूरिताभिनत-लोक-समीहितानि कामं नमामि जिनराज પલાનિ તાનિ - નમન કરનારા લોકોના મનોવાંછિત જેનાથી સારી રીતે પૂર્ણ કરાયા છે, તે જિનેશ્વરપરમાત્માના ચરણકમળને હું અત્યંત નમસ્કાર કરું અનિચ્છારૂપ મોક્ષને પામેલા પરમાત્માની ભક્તિ જ એવા પ્રકારની છે કે, જે દુઃખના મૂળ સમાન ઈચ્છાઓને ઉપશમાવે શાંત પાડે, તો પણ જેઓ પ્રાથમિક કક્ષાના સાધક છે, તેવા સાધકને પ્રારંભમાં મોક્ષની સાધના કરતાં કોઈ વિઘ્ન આવે તો તે વિપ્નને દૂર કરવાની અને મોક્ષમાર્ગમાં ઉપકારક સામગ્રી મેળવવાની ઈચ્છા પણ થાય છે. આવા પ્રકારની ઈચ્છાની પૂર્તિ માટે તે પરમાત્માની પૂજા કરે, પરમાત્માનો જાપ કરે, પરમાત્માની સ્તવના કરે કે, પરમાત્માનાં ચરણોનું ધ્યાન કરે, તેનાથી એવું પુણ્ય બંધાય છે કે, જેનાથી પોતાની જરૂરિયાતની સર્વ સામગ્રી તેને સંપન્ન થાય છે. વિશેષથી તો એ ફાયદો થાય છે કે, પ્રાપ્ત થયેલ ભૌતિક સામગ્રીમાં તેને આસક્તિ થતી નથી અને આધ્યાત્મિક સામગ્રીઓ આત્મવિકાસમાં સહાયક બન્યા વિના રહેતી નથી. આ સામગ્રીઓના સહારે વૈરાગ્યાદિ ગુણોની વૃદ્ધિ કરી, વિરતિ આભૂષણ-મુગટ. તેમાં રહેલી વિસ્ત્રોત્ર-માવ િવિશેષ પ્રકારે ડોલતી કમળોની પંક્તિ-હાર, તેના વડે મસ્કતનિ-પૂજાયેલાં. આ પદ નિન/ન-પનિનું વિશેષણ છે. 5. સંપૂરત-સમ્યફ-પૂરિત, સારી રીતે પૂરેલાં, પૂર્ણ કરેલાં. અમિનતસ્ત્રો-સમીતિનિ-નમન કરનાર જનોનાં મનોવાંછિતો.મ-સારી રીતે નત-નમેલા,ોવા-માણસો.જે માણસો સારી રીતે નમેલા છે, તે ગમનતો. સમીરહિત-એટલે સ+હિત-સારી રીતે ઈચ્છેલું. અભિષ્ટ, અભિલષિત કે મનોવાંછિત એ તેના પર્યાયવાચી શબ્દો છે. આ પદ પણ નિનરીન-પાનિ નું વિશેષણ છે. Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ સૂત્રસંવેદના-૨ ધર્મને પ્રાપ્ત કરી, ક્રમિક વિકાસ કરતો સાધક વીતરાગ બની વિદેહ અવસ્થા (મોક્ષ) પ્રાપ્ત કરી શકે છે. આથી જ અહીં પ્રભુના ચરણકમળને મનોવાંછિત ફળ આપનારા કહ્યાં છે. આ ગાથા બોલતાં સાધક દેવેન્દ્ર આદિથી પૂજાતાં પ્રભુના ચરણકમળને સ્મૃતિપટ પર સ્થાપિત કરી તેને અત્યંત ભાવથી નમસ્કાર કરતાં વિચારે કે, “આ પ્રભુના ચરણોની સેવા કેવી સુંદર છે. જેઓ, ભાવથી તેને સેવે છે તેને ઇચ્છાનું દુ:ખ ઉઠતું જ નથી અને કેદાચ કર્મવશ કોઈ ઇચ્છા જાગે તો પૂર્ણ થયા વિના રહેતી નથી હું પણ આ ચરણોની ઉપાસના કરી મારા આત્મિક સુખની ઇચ્છા પૂર્ણ કર્યું.” ચોવીસ ભગવાનની સ્તુતિ કરી. હવે ત્રીજી ગાથામાં શ્રુતજ્ઞાનની સ્તુતિ કરતાં કહે છે – વાંધાધું, સુપ-પલવી-નીર-પૂરમરા - બોધથી ઊંડો', સારાપદોની રચનારૂપ પાણીના પૂરથી મનોહર. (એવા વીર પ્રભુના આગમરૂપ સમુદ્રને હું એવું છું.) - વિરપ્રભુનું આગમ એક સાગર જેવું છે. ઊંડા સાગરના તળ સુધી પહોંચવું સામાન્ય જીવો માટે મુશ્કેલ હોય છે. માત્ર કોઈક મરજીવા જ ત્યાં સુધી પહોચી શકે છે, તેમ આગમના એક-એક પદો અનંતા અર્થથી ભરેલા હોય છે. સામાન્ય માણસ તેના તાગને પામી શકતો નથી કારણ કે શાસ્ત્રના એક વચનને પણ યથાર્થરૂપે સમજવું તેના ઊંડાણ સુધી પહોંચવું અતિ મુશ્કેલ હોય છે. મરજીવા જેવા કોઈક મહાબુદ્ધિ સંપન્ન વ્યકિત જ તેના રહસ્ય સુધી પહોંચી શકે છે. આથી જ કહ્યું છે કે જિનાગમ સમુદ્રની જેમ બોધથી ઊંડો છે - અગાધ છે. 6. આ ગાથામાં ‘સેવે' ક્રિયાપદ છે અને વીરામ-નનિધેિ તેનું કર્મ છે અને (૨) વોથા Tધ (૨) સુપદ્-પદ્રવી-નીર-પૂરખરામ (३) जीवाहिंसाविरल-लहरी-संगमागाहदेहं (૪) ચૂા-વેન્ટ્સ (૫) પુરુમ-મuી સંજુ (૬) દૂરપાર (૭) સાર, એ પદો વીરામ-નનિધિ નાં વિશેષણો છે. 7. વોય એટલે જ્ઞાન. તેના વડે કરીને જે મધ-ઊંડું છે તે વાંધા Tધ આ પદ વીરા TH-નનિધિ નું વિશેષણ હોવાથી દ્વિતીયા વિભક્તિથી યોજાયેલું છે. 8. સુષુ-પદ-સારું પદ તે સુપ. તેની પદવી એટલે યોગ્ય ગોઠવણ તે સુ-પવી. તે રૂપી નીરના પૂર એટલે સમૂહ વડે પરામ=મનોહર, તે સુપર-પદવી-નીર-પૂરામરામ - આ પદ પણ વિરપ્રભુના આગમરૂપ સમુદ્રનું વિશેષણ છે. Page #272 -------------------------------------------------------------------------- ________________ શ્રી સંસારદાવાનલ સ્તુતિ ૨૪૫ પાણીના સમૂહથી ભરેલો જલનિધિ જેમ જોતાં જ મનોહર લાગે છે, તેમ સુંદર પદોની રચનારૂપ પાણીથી ભરેલો આગમરૂપ સમુદ્ર પણ પ્રથમ નજરે જ આકર્ષક લાગે છે. કેમકે, આગમમાં આવતાં પદોની રચના લયબદ્ધ, સુંદર શબ્દોથી સુશોભિત છે. વળી આત્મભાવનું પ્રકાશન કરતાં, સર્વને હિતનો માર્ગ બતાવતાં અને જગતનું યથાર્થ સ્વરૂપ જણાવતાં આ પદો પ્રીતિ પેદા કરાવે તેવાં છે. નીવહિંસાવિર દરી-સંપાદિદં - (સમુદ્ર જેમ તરંગોલહરીઓના કારણે અંત વિનાનો લાગે છે તેમ જિનાગમ તેમાં) નિરંતર આવતી જીવદયાના સિદ્ધાંતોની વાતરૂપ તરંગોના સંગમથી અગાધ એટલે અંત વિનાનો લાગે છે. સમુદ્રમાં નિરંતર આવતી લહરીઓના કારણે સમુદ્ર જેમ અગાધ એટલે કે, વિશાળ દેહવાળો દેખાય છે, તેનો ક્યાંય અંત દેખાતો નથી. તેમ જૈન સિદ્ધાંતમાં આવતા અહિંસકભાવના દ્યોતક પદોના સંયોગથી જૈન સિદ્ધાંત પણ અગાધ દેહવાળો દેખાય છે. , દ્રવ્ય અને ભાવહિંસાથી પીડિત જગતને જોઈને, તે હિંસાથી જગતના સર્વ જીવાને બચાવવા જ ભગવાને જૈનશાસનની સ્થાપના કરી છે. આથી જૈન શાસ્ત્રનું એક પણ પદ એવું નથી કે, જેમાં દ્રવ્યથી કે ભાવથી અહિંસાનો ઉલ્લેખ કર્યો ન હોય. પછી ભલે તેમાં દાન, શીલ, તપ કે ભાવની વાત હોય, જ્ઞાન કે ક્રિયાની વાત હોય કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની વિચારણા હોય. આ સર્વ વાતનું તાત્પર્ય તો હિંસાથી બચી અહિંસકભાવ તરફ જવા માટેનું હોય છે. 9. નીવની હિંસતે નીવહિંસા. વરસ્ટ - નિરંતર, જે છૂટું-છવાયું હોય તે વિરત્ર કહેવાય છે. તેથી વિરહનો અર્થ તેના પ્રતિપક્ષી ભાવમાં નિરંતર-આંતરા-વિનાનું થાય છે. દરી-તરંગ કે મોજું. સંગમ જોડાણ. જ્યાં એક મોજું શમે ત્યાં બીજું ઊઠતું હોય અને બીજું શમે ત્યાં ત્રીજું ઊઠતું હોય ત્યાં હરીનો સામથયેલો ગણાય છે. આવી ક્રિયા જ્યાં નિરંતર ચાલી રહી હોય તે વિર૮-ર-સંગમ કહેવાય છે અને આ રીતે જ્યાં નિરંતર લહરી-સંગમ થતો હોય-મોજાં ઊછળતાં હોય ત્યાં કોઈને પણ પ્રવેશ કરવો મુશ્કેલ પડે છે, તેથી તે પદ-દજેમાં પ્રવેશ ન થઈ શકે તેવા દેહવાળો કહેવાય છે. સામાન્યજન તેમાં પ્રવેશી શકતા નથી મરજીવાજ સમુદ્રમાં ઊંડે ઉતરી શકે છે તેમ આગમરૂપી સમુદ્રમાં ગીતાર્થ જ ડૂબકી મારી શકે છે. 10. ગણધર ભગવંતોએ રચેલ આચારાંગાદિ સિદ્ધાંત (દ્વાદશાંગી)માં ૧૮૦૦૦ વગેરે ડબલ ડબલ પદો હોય છે. એક પદમાં ૫૧,૦૮,૮૪,૬૨૧ ૧/૨ શ્લોક આવે છે, માટે આગમને અગાધ કહેવાય છે. Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ સૂત્રસંવેદના-૨, વળી, જૈન આગમમાં બતાવેલા માર્ગ પ્રમાણે જીવવાથી સૂક્ષ્મ કે બાદર કોઈપણ જીવની દ્રવ્યથી કે ભાવથી મન-વચન કે કાયાથી અને કરણ કરાવણ કે અનુમોદનથી હિંસા ન થાય તેવી રીતે સંપૂર્ણ જીવન વ્યતીત કરી શકાય છે, આવી અહિંસાની વાતો કે અહિંસાનું સંપૂર્ણ આચરણ કરી શકાય તેવી વ્યવસ્થા જૈન શાસ્ત્રમાં બતાવી છે. અહિંસાનો સિદ્ધાંત તો સર્વ ધર્મોમાં સ્વીકારાયો છે; પરંતુ જીવોને થતી પીડાનું સૂક્ષ્મતમ વર્ણન તથા તે તે જીવોની હિંસાથી કઈ રીતે બચવું તેઓને થતી પીડાઓથી કેમ અટકવું તેના ઉપાયોનું વર્ણન જે રીતે જૈનશાસ્ત્રોમાં છે તેવું અન્યત્ર જોવા મળતું નથી. ચૂળ-વે, ગુરુમ-મ-સં@11 દૂરપાર સાર - ચૂલિકારૂપી મોટી વેલાઓ જેમાં છે, મોટા અને સરખા પાઠરૂપી મણિથી જે વ્યાપ્ત છે, જેનો કિનારો દૂર છે શ્રેષ્ઠ (એવા તે વીર પ્રભુના આગમને હું સમ્યગુ પ્રકારે સેવું છું.) ઘૂા-વેરું : પૂનમના દિવસે જ્યારે સમુદ્રમાં ભરતી આવે છે, ત્યારે પાણી ઘણું ઊંચુ, ઊંચુ ઉછળતું હોય છે, એને વેલા કહેવાય છે. આવી લહેરીઓથી પણ જલધિ નયનરમ્ય લાગે છે. તે જ રીતે જૈનાગમરૂપ સમુદ્રમાં પણ આગમગ્રંથોની રચના કર્યા પછી તે શાસ્ત્રોના ભાવોને વિશેષ પ્રકારે દર્શાવવા ચૂલિકાની રચના કરવામાં આવે છે. આવી ચૂલાઓથી જૈનાગમરૂપી સાગર પણ અત્યંત સુંદર લાગે છે. ગુરુમ-મળી-સં@૪ : સાગરને રત્નાકર કહેવાય છે. કેમ કે તેના તળિયે અનેક જાતના બહુમૂલ્ય અને નયનરમ્ય રત્નો પલ્લાં છે. તે જ રીતે જૈનાગમરૂપી સમુદ્ર મોટા અને સરખા આલાપકરૂપી મહામૂલા રત્નોથી ભરેલો છે. રત્ન જેમ મહાસમૃદ્ધિનું કારણ બને છે. તેમ આ આલાપકો આત્માની ગુણસમૃદ્ધિનું કારણ બને છે, આથી જ જૈનાગમનું મૂલ્ય અમૂલ્ય છે. દૂરપારં : વિશાળ પટ ઉપર પથરાયેલ સમુદ્રનો પાર=છેડો દુઃખે કરીને પામી શકાય છે, તેમ અનંત અર્થથી ભરેલાં શાસ્ત્રોનાં રહસ્યને પામવા ખૂબ મુશ્કેલ હોય છે. તીક્ષ્ણ બુદ્ધિવાળા ચૌદ પૂર્વધર સિવાય ભગવાનના શાસ્ત્રોનો પાર કોઈ પામી શકતું નથી. ચૌદ પૂર્વધર પણ શબ્દથી પ્રાપ્ત પદાર્થના અનંતા ભાવો જાણવા છતાં પણ બીજા અનંતા ભાવોને જાણી શકતા નથી. અનંતા ભાવોને જાણવાની શક્તિ તો સર્વજ્ઞ ભગવાન સિવાય કોઈની નથી. 11. ગુરુ એવો ગમે તે ગુરુ-મે તે રૂ૫ મળી અને તેના વડે સંજુ તે પુરુ-મ-ળી-સંશુ. આ પદ પણ વીરાગમનું વિશેષણ છે. મળી શબ્દ દીર્ધાન્ત પણ મળે છે. Page #274 -------------------------------------------------------------------------- ________________ શ્રી સંસારદાવાનલ સ્તુતિ ૨૪૭ સાર : સાર શ્રેષ્ઠ. ભગવાનનું “આગમ' સર્વ દર્શનોમાં શ્રેષ્ઠ છે કેમ કે, તેમાં આત્મા આદિ સર્વ પદાર્થનું, સર્વ નથી એટલે સર્વાગીણ વર્ણન કરેલ છે. આસ્તિક સર્વ ધર્મના સિદ્ધાંતોમાં આત્મા પુણ્ય-પાપ-પરલોક આદિની વાતો આવે છે. સંસારની અસારતા અને મોક્ષની શ્રેષ્ઠતાનું વર્ણન પણ હોય છે, પણ તે એક નય એટલે એક દૃષ્ટિકોણથી હોય છે. બીજા અનેક દૃષ્ટિકોણથી તેને જોવાનું બાકી રહે છે. આટલી તેમની અપૂર્ણતા છે, આથી સર્વ નયોથી સર્વ પદાર્થોને પરિપૂર્ણ જોનાર જૈન સિદ્ધાંત જ શ્રેષ્ઠ છે. વીરામ-ગનિધિ સહિર સાધુ સેવે - વિરભગવાનના આગમરૂપ સાગરને હું સમ્યગૂ પ્રકારે સેવું છું.' વસ્તુતત્ત્વને જે સ્પષ્ટ સ્વરૂપે વ્યક્ત કરે તેને “આગમ12 કહેવાય છે. અથવા વીર પ્રભુને સાડા બાર વર્ષની સાધનાના અંતે કેવળજ્ઞાન પ્રગટ થયું. કેવળજ્ઞાનના પ્રકાશમાં તેમને સારા ય જગતને યથાર્થરૂપે જોયું પોતાના પ્રથમ શિષ્ય ગૌતમસ્વામીની જિજ્ઞાસાને સંતોષવા ત્રણ શબ્દોમાં તેમણે જગત જેવું છે તેવું જણાવ્યું બીજબુદ્ધિના સ્વામી ગૌતમાદિ ગણધરોએ તેના આધારે દ્વાદશાંગીની રચના કરી તે દ્વાદશાંગીને આગમ કહેવાય છે. ત્યારપછીના મહાન મૃતધર પુરુષોએ આ આગમના આધારે અનેક ગ્રથો, ધર્મશાસ્ત્રો રચ્યા. કાળક્રમે જેમાના ઘણા નષ્ટ થઈ ગયા બહુ થોડા બચ્યા. છતાં પણ બચેલા આ શાસ્ત્રો એટલા બધા છે કે જેનો અભ્યાસ કરવામાં આવે તો જીવન ઓછું પડે. મોજુદ શાસ્ત્ર વચનોને પોતાની બુદ્ધિ અને શક્તિ અનુસાર સમજવા પ્રયત્ન કરવો, સમજાયેલાં તત્ત્વો પ્રત્યેની તીવ્ર શ્રદ્ધા રાખવી અને શક્તિ અનુસાર શાસ્ત્ર બતાવેલા આત્મહિતકર કાર્યમાં પ્રવૃત્તિ કરવી અને અહિતકર બાબતથી નિવૃત્ત થવું, તે જૈનાગમનું આદરપૂર્વકનું સુંદર આસેવન છે. જિજ્ઞાસા ? અસાર સંસારને ય સાગર સાથે સરખાવ્યો અને શ્રેષ્ઠ એવા શ્રુતજ્ઞાનને પણ સાગર સાથે સરખાવ્યું. વિરોધી ધર્મવાળી બે ચીજોને એક ઉપમાથી કઈ રીતે વ્યક્ત કરી શકાય ? તૃપ્તિ ? કોઈપણ વસ્તુનાં સારાં-નરસાં બે પાસાં હોય છે. સમુદ્રનું પણ સારું પાસે તપાસીએ તો તે અનેકરૂપે સુંદર જણાય છે. તેના પાણીની ઊંડાઈ, અપાર પાણીનો સમૂહ, નિરંતર આવતી પાણીની લહરીઓ, ભરતીનો સમય, તેમાં રહેલાં રત્નો, આ બધું જોતાં સમુદ્ર ચોક્કસ અનેક લોકોના અંતરને આકર્ષે છે અને તેથી 12. મા-સમત્તાત્ જગતે વસ્તુતમનેને ત્યામ: Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ સૂત્રસંવેદના-૨ ઘણા લોકો ખાસ દરિયો જોવા જાય છે, તેમાં સહેલ પણ કરે છે. આવાં સારાં પાસાંને નજર સમક્ષ રાખીને જ સમુદ્રને શ્રુત સાથે સરખાવ્યો છે. વળી, તેના ખરાબ પાસાંનો વિચાર કરીએ તો તેમાં આવતાં આવર્તા, વચ્ચે વચ્ચે રહેલા પર્વતો, મગરમચ્છો, પાણીની ખારાશ વગેરે સમુદ્રના દુર્ગુણો ઘાતક પણ છે. તે અપેક્ષાએ સંસારને સમુદ્રની ઉપમા આપી છે, તે પણ યોગ્ય જ છે. આ ગાથા બોલતાં વિશાળ પટ ઉપર પથરાયેલ અતિ ઊંડો એવો આગમરૂપ સાગર નજર સમક્ષ આવે અને આ જોઈ સાધક આનંદ વિભોર બની વિચારે કે, “મારા પરમપિતા પરમેશ્વર મોક્ષમાં ગયા, પણ મારી માટે કેટલી મૂડી મૂકીને ગયા છે. આ જગતમાં સગી મા કે બાપ પણ જે કાર્ય ન કરે તે કાર્ય મારા પ્રભુએ કર્યું છે. મારે સુખી થવું હોય તો માટે એક જ કાર્ય કરવાનું છે. આ આગમરૂપ સાગરમાં ડુબકી મારવાનું, તેના ઊંડાણ સુધી પહોંચવાનું, ત્યાં રહેલા દૈત્નોને નિહાળવાનું અને તે રત્નો લઈ તેને અનુસાર જીવન જીવવાનું. જો આટલું કરીશ તો હું જરૂર આ સંસારમાં પણ સુખનો અનુભવ કરી પરંપરાએ પરમસુખના ધામ સુધી પહોંચી શકીશ” હવે ચોથી ગાથામાં શ્રુતદેવતા પાસે સંસારના ઉચ્છેદની માંગણી કરે છે - आमूलालोल-धूली-बहुल-परिमलाऽऽलीढ-लोलालिमाला IRIRાવ-સાર/ મલ્ટમા રમૂપિનિવાસે - મૂળ પર્યંત કાંઈક ડોલવાથી ખરેલા મકરંદની અત્યંત સુગંધમાં મગ્ન થયેલા ચપળ ભ્રમર વંદના ઝંકાર શબ્દથી યુક્ત, ઉત્તમ નિર્મળ પાંખડીવાળા કમલઘરની ભૂમિમાં વાસ કરનારી. (હે સરસ્વતી દેવી ! મને મોક્ષનું વરદાન આપો.) 13. આ ગાથામાં દિ એ ક્રિયાપદ છે, ભવ-વિરહ-વરં કર્મ છે અને તેની માંગણી શ્રુતદેવી પાસે કરવામાં આવી છે. તેથી તેવી ને સંબોધન થયેલું છે અને (१) अमूलालोल-धूली-बहुल-परिमलाऽऽलीढ-लोलालिमालाझंकाराराव-सारामलदलकमला गारभूमिनिवासे ! (૨) છાયા-સંમાર-સારે ! (૩) વર૦-૧રે (૪) તાર-હારામિરા ! (૧) વાળી-સંતોદન !, એ પદો તેવી ના વિશેષણો છે. , 14. સામૂ- મૂલ-પર્યત, ગાત્રોન્ઝ કંઈક ડોલી રહેલું, તે મૂછાત્રોય મૂલની પૂર્વે વપરાયેલો આ Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૪૯ શ્રી સંસારદાવાનલ સ્તુતિ સૌ પ્રથમ શાસ્ત્રો પ્રત્યે પરમ ભક્તિવાળી અને શ્રુતની અધિષ્ઠાત્રી સરસ્વતી દેવી ઈંટ, માટીના બંધિયાર બંગલામાં નથી રહેતી, પરંતુ તે નિર્મળ પાંદડાંવાળા, કંઈકે ડોલતા અને ડોલવાના કારણે ચોમેર ફેલાયેલી મકરંદની સુગંધથી આકર્ષાઈને આવેલા ભ્રમર વૃંદો જ્યાં મધુર ઝંકાર અવાજ (ગૂંજન) કરી રહ્યા છે, તેવા કમળના ઘરમાં રહે છે. આ કમળના ઘરનું વાતાવરણ જ એવું છે કે, પાંચ ઇન્દ્રિયને અત્યંત સુખ થાય. કમળના કારણે શોભા એવી થાય છે કે, આંખ આકર્ષાયા વિના ન રહે. કમળોની સુગંધ એવી પ્રસરે છે, નાક તરબતર થયા વિના ન રહે. આ સુગંધથી આકર્ષાયેલા ભ્રમરોનો મધુર ગુંજારવ કર્ણપ્રિય બન્યા વગર રહેતો નથી તો કમળનો મુલાયમ સ્પર્શ સ્પર્શેન્દ્રિયને આહલાદિત કર્યા વિના રહેતો નથી. આવા કમળના ઘરમાં સરસ્વતી દેવી રહે છે. સરસ્વતી દેવીના ઘરનું વર્ણન કર્યા પછી હવે તેના દેહનું વર્ણન કરતાં કહે છે કે છાયા-સંમાર-સારે ! વરવ0િ-રે ! તાર-હારમરાને ! - કાંતિના સમૂહથી શ્રેષ્ઠ15, જેના હાથમાં શ્રેષ્ઠ કમળ છે તેવી અને દેદીપ્યમાન હારથી મનોહર16. (એવી હે સરસ્વતી દેવી ! મને મોક્ષ આપો.) સરસ્વતી દેવીનું આખું શરીર દેવી તેજથી દીપી રહ્યું છે. જેના કારણે જોનારને તે અત્યંત પ્રિય લાગે છે. વળી, તેમના એક હાથમાં શ્રેષ્ઠ કમળ છે ઉપસર્ગ મર્યાદા કે હદને સૂચવે છે અને સ્ટોસ્ટની પૂર્વે વપરાયેલો તે જ ઉપસર્ગ માં લગભગ અથવા કંઈકનો અર્થ બતાવે છે. આ વિશેષણ કમલને ઉદ્દેશીને લગાડવામાં આવ્યું છે. ઘૂટી એટલે રજ, પરાગ કે મકરંદ, તેની વહુ-પરિમ૦-ઘણી સુગંધમાં. શાસ્ત્રીઢ-આસક્ત, મગ્ન, ચોંટી ગયેલી. ઢોસ્ટમાસ્ત્ર-ઢોસ્ટ એવા ઢિઓની મા. ોસ્ટ-ચપલ. ત્રિ-ભ્રમર. મા-હાર, પંક્તિ કે શ્રેણિ, તેના ગ્રંવાર શબ્દથી યુક્ત. સાર-ઉત્તમ. અ૪-૮-૮-ગમસ્ત્ર-નિર્મલ. - પાંખડીઓવાળું, રુમ-તે અમ-૮-. તે રૂપ મા IRપૂમિ-રહેવાની જગા. તેમાં નિવાસવાસ કરનારી. આ આખું સામાસિક પદ લેવાનું વિશેષણ છે, તે સંબોધનાર્થે મૂકાયેલું હોવાથી નિવાસે ! એવો પ્રયોગ કર્યો છે. 15. છાયા-કાન્તિ, પ્રભા કે દીપ્તિ. તેનો સંમાર-સમૂહ કે જથ્થો. તેના વડે સારા-ઉત્તમ, શ્રેષ્ઠ, રમણીય. આ પદ પણ વ! નું વિશેષણ અને સંબોધન હોવાથી છાયા-સંમાર-સાર ! એવો પ્રયોગ થયેલો છે. 16. તાર એવો જે દર તેના વડે મરીમાં, તે તાર-ટાઈમરીમ. તા-સ્વચ્છ, નિર્મલ કે દેદીપ્યમાન. હાર-કંઠનું આભૂષણ. મરી-મનોહર. આ પણ વિ! નું વિશેષણ હોવાથી સંબોધનરૂપ છે. Page #277 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૨ . અને કંઠમાં દેદીપ્યમાન હાર છે. આવા ઉત્તમ અલંકાર અને હાથમાં ફૂલને કા૨ણે તેમના શરીરની શોભામાં અત્યંત અભિવૃદ્ધિ થઈ છે. ૨૫૦ શ્રુતદેવીનું બાહ્ય શરીર કેવું છે, તેનું વર્ણન કરી, હવે તેનું આત્મસ્વરૂપ (અંતરંગ સ્વરૂપ) કેવું છે, તે જણાવીને પ્રાર્થના કરતાં કહે છે . વાળી-સંવોદ-તેદે! ભવ-વિરહ-વાં વૃત્તિ મે તેવી સાર - વાણીના સમૂહરૂપ દેહવાળી ! હે દેવી ! તું મને સારભૂત એવા મોક્ષનું વરદાન આપ. “વાણીનો સમૂહ જ જેનું શરીર છે અર્થાત્ દ્વાદશાંગી જ જેનું શરીર છે. તેવી હે શ્રુતદેવી ! તું મને શ્રેષ્ઠ એવો મોક્ષ આપ !” અથવા સરસ્વતી દેવી સદા માટે શ્રુતજ્ઞાન પ્રત્યે ઉપયોગવાળી અને શ્રુત પ્રત્યે પ્રીતિવાળી હોવાના કા૨ણે આ શ્રુતદેવીને વાણીના સંદોહરૂપ દેહવાળી કહી છે. આવા પ્રકારની શ્રુતદેવીને બુદ્ધિસ્થ કરીને સાધક કહે છે કે, “હે મા શારદા ! મને તારામાં વિશ્વાસ છે, શ્રદ્ધા છે, શ્રુતની ભક્તિથી તું તો મોક્ષ પ્રાપ્ત કરીશ જ, પરંતુ મને પણ તારા જેવી શ્રુતભક્તિ પેદા કરાવવા દ્વારા ભવનો અત્યંત વિરહ અર્થાત્ મોક્ષ પ્રાપ્ત કરાવ !” જો કે સરસ્વતી દેવી સંસારમાં છે, ભૌતિક સુખોને પામેલી છે, તેથી પ્રથમ નજરે જોતાં તેની પાસે આવી માંગણી યોગ્ય ન લાગે, તો પણ પરમાર્થથી વિચારીએ તો જરૂર સમજાય કે, શ્રુત પ્રત્યેની તીવ્ર ભક્તિ જ તેને તો ટૂંક સમયમાં ‘ભવવિરહ’ રૂપ મોક્ષને પ્રાપ્ત કરાવશે અને જેઓ તેની ઉપાસના કરશે, તેનો જાપ કે ધ્યાન ક૨શે, તેને પણ આ શ્રુતદેવી શ્રુતજ્ઞાનમાં અનેક રીતે સહાયક થશે, આથી જ નિર્વિઘ્ને શ્રુતની સાધના કરતો સાધક ભવની પરંપરાને તોડી મોક્ષના મહાસુખને પામી શકશે. માટે શ્રુતદેવી પાસે આવી પ્રાર્થના કરવી યોગ્ય જ છે. આ ગાથા બોલતાં સાધક વિચારે કે, “દૈવિક સુખો વચ્ચે પટ્ટા સરસ્વતી દેવીને શ્રુત પ્રત્યે કેવી સુંદર ભક્તિ છે. શ્રુતજ્ઞાન અને શ્રુતજ્ઞાનીની સુરક્ષા માટે તે કેવા સજાગ છે. જેઓ તેમનો જાપ કરે છે, તેમનું ધ્યાન કરે છે તેમને તેઓ સહાય કરે છે. હું પડ઼ા શ્રુતાનની પ્રાપ્તિ માટે મા શારદાનું સ્મરણ કરું અને તેમની પાસે. ભવિરહનું વરદાન માંગુ” Page #278 -------------------------------------------------------------------------- ________________ પુફખરવરદી સૂત્ર સૂત્ર પરિચય : દીપક જેમ પ્રકાશ રેલાવે છે, તેમ જગતના સર્વ ભાવોને શ્રુતજ્ઞાન પ્રકાશિત કરે છે. જંગતના સર્વ ભાવોને દીપકની જેમ પ્રકાશિત કરનાર તે શ્રુતજ્ઞાનની આ સૂત્રમાં સ્તવના કરવામાં આવી છે; તેથી તેનું બીજું નામ “શ્રુતસ્તવ' છે. અરિહંત પરમાત્માનું વચન એ જ શ્રુતજ્ઞાન છે. કેવલજ્ઞાન પામ્યા (તીર્થકર નામકર્મનો વિપાકોદય થયા) બાદ તીર્થંકરભગવંતો ગણધરપદને યોગ્ય આત્માઓને, જગતના પદાર્થને યથાર્થ સ્વરૂપે જણાવનાર ત્રિપદીનું પ્રદાન કરે છે. આ ત્રિપદીના શ્રવણમાત્રથી તેમના આત્મામાં જ્ઞાનાવરણીયકર્મનો વિશિષ્ટ પ્રકારનો ક્ષયોપશમ થાય છે. તેનાથી તેઓ જગતના ભાવોને યથાર્થરૂપે જાણી શકે છે. જાણેલા આ ભાવોમાંથી અભિલાપ્ય=કહી શકાય તેવા ભાવોને શબ્દ રૂપે રચે છે. શબ્દાત્મક આ રચનાને દ્વાદશાંગી કહેવાય છે. આ દ્વાદશાંગી તે દ્રવ્યશ્રત છે અને તે દ્વાદશાંગીના અભ્યાસથી અથવા યોગાભ્યાસથી થતો જ્ઞાનાવરણીયકર્મનો ક્ષયોપશમ તે ભાવકૃત છે. આ સૂત્રમાં ભાવકૃતના કારણભૂત એવા દ્રવ્યશ્રતની સ્તવન કરવામાં આવી છે. દુનિયાના વિચારક જીવો જ્ઞાનની મહત્તાને સમજે છે. આથી તેઓ સ્કૂલ, કૉલેજ વગેરેના માધ્યમે જ્ઞાન માટે અથાગ પ્રયત્ન કરે છે, તો પણ પ્રયત્નથી પ્રાપ્ત થયેલું તે વ્યાવહારિક જ્ઞાન તેઓને આત્મજ્ઞાન પ્રાપ્ત કરાવી શકતું નથી. Page #279 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૨. સાચું સુખ ક્યાં છે તે સમજાવી શકતું નથી, માત્ર વૈષયિક સુખો કેમ મેળવવાં, કેમ ભોગવવાં, તેનાં સાધનો કઈ રીતે પૂરાં પાડવાં અને વિષય-કષાયની સંતુષ્ટિથી થતો મનનો આનંદ કેમ ટકાવવો તે જણાવે છે; માટે તેને મિથ્યાજ્ઞાન કહેવાય છે. ૨૫૨ આ સૂત્રમાં આવા મિથ્યાજ્ઞાનની સ્તવના નથી, પરંતુ આત્મજ્ઞાન પ્રાપ્ત કરાવે, સર્વ સ્થિતિમાં મનને સ્વસ્થ-પ્રસન્ન રાખે, માત્ર વર્તમાનકાળમાં નહિ, પરંતુ અનંતકાળ સુધી સુખ પ્રાપ્ત કરાવે તેવા સમ્યગ્ શ્રુતજ્ઞાનની સ્તવના કરવામાં આવી છે. આ સૂત્રમાં જે રીતે શ્રુતજ્ઞાનનું મહત્વ દર્શાવી તેનું વર્ણન ક૨વામાં આવ્યું છે તે રીતે શ્રુતજ્ઞાનને સ્મરણમાં લાવી, શ્રુતજ્ઞાનની સ્તવના કરવામાં આવે તો શ્રુત પ્રત્યેનો આદર વધતો જાય છે અને શ્રુતાભ્યાસની ભાવના જાગે છે, તે માર્ગે યથાશક્તિ પ્રયત્ન ચાલુ થતાં જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થાય છે, તેનાથી બુદ્ધિ નિર્મળ થાય છે. નિર્મળ બનેલી બુદ્ધિ, શાસ્ત્રમાં રહેલા અલૌકિક ભાવોનું દર્શન કરાવે છે. આ ભાવોના દર્શનથી અંતર આલ્લાદિત થાય છે, ખોટા વિકલ્પો શમી જાય છે, મન શાંત થાય છે, ધર્મ અને શુક્લધ્યાનના માર્ગે આત્મા આગળ વધે છે, તેનાથી ઘાતીકર્મનો નાશ કરી આત્મા પોતાના સ્વરૂપનું દર્શન કરી શકે છે. આ રીતે શ્રુતજ્ઞાન દ્વારા ક્રમિક વિકાસ કરતો આત્મા છેક મોક્ષ સુધી પહોંચી શકે છે. આ સૂત્રની પ્રથમ ગાથામાં શ્રુતજ્ઞાનની સ્તવના કરતાં પૂર્વે, શ્રુતજ્ઞાનના ઉદ્ભવ સ્થાનભૂત અરિહંત પરમાત્માની સ્તવના કરવામાં આવી છે. બીજી ગાથામાં અંતરંગ દોષોને દૂર કરી શ્રુતજ્ઞાન કઈ રીતે સદ્દગુણોનો વિકાસ કરાવે છે તથા તેની બાહ્ય સમૃદ્ધિ કેવી છે, તે જણાવ્યું છે. ત્રીજી ગાથામાં ‘આ શ્રુતજ્ઞાન સંસારનાં સર્વ દુઃખોનો નાશ કરાવી આત્માનાં પૂર્ણ આરોગ્યને પ્રાપ્ત કરાવે છે.' તેમ જણાવી સૂત્રકાર પરમર્ષિ જણાવે છે કે, દેવેન્દ્રો અને ચક્રવર્તીથી પૂજાયેલા એવા શ્રુતના સામર્થ્યને જાણીને કોણ પ્રમાદ કરે ? અર્થાત્ જેને શ્રુતજ્ઞાનનું મહત્ત્વ સમજાયું છે, તેવા આત્માઓ તો આ શ્રુતજ્ઞાનની પ્રાપ્તિમાં અને તદનુસાર આચરણમાં લેશ પણ પ્રમાદ અર્થાત્ વિલંબ કરતા નથી. ચોથી ગાથામાં આ શ્રુતજ્ઞાનની વિશાળતા શું છે ? અને તે કયા ગુણોની Page #280 -------------------------------------------------------------------------- ________________ શ્રી પુક્ષ્મરવરદી સૂત્ર વૃદ્ધિ કરે છે વગેરે જણાવી શ્રુતધર પુરુષોની સાક્ષીએ, તેને નમસ્કાર કરવામાં આવ્યો છે અને અંતે સંયમધર્મની વૃદ્ધિ કરનાર અને વિજયવંત એવા શ્રુતધર્મની વૃદ્ધિની આશંસા વ્યક્ત કરી છે. ત્યારપછી શ્રુતજ્ઞાનની આરાધના निमित्ते 'सुअस्स भगवओ करेमि काउस्सग्गं' जोसी खेड नवडारनो अयोत्सर्ग કરાય છે. અહીં ચૈત્યવંદનનો સાતમો અધિકાર કહેવાયો છે. भूण सूत्र : पुक्खरवर - दीवड्ढे, धायइसंडे य जंबूदीवे य । भररवय - विदेहे, धम्माइगरे नम॑सामि ।।१।। ૨૫૩ तम - तिमिर - पडल- विद्धंसणस्स, सुरगण - नरिंद- महिअस्स । सीमाधरस्स वंदे, पफ़्फ़ोडिय- मोहजालस्स ।।२।। जाइ - जरा - मरण - सोग-पणासणस्स, कल्लाण- पुक्खल-विसाल - सुहावहस्स । को देव - दाणव- नरिंद-गणचियस्स, धम्मस्स सारमुवलब्भ करे प्रमायं ? ।। ३ ।। सिद्धे भो ! पयओ णमो जिणमए नंदी सया संजमे । देवं- नाग - सुवन्न- किन्नर - गण - स्सब्भूअ - भावच्चिए || लोगो जत्थ पइट्ठिओ जगमिणं तेलुक्क मयासुरं । धम्मो वड्डउ सासओ विजयओ धम्मुत्तरं वड्डउ ||४॥ सुअस्स भगवओ करेमि काउस्सग्गं, वंदण-वत्तियाए० । ५६ - १७ : संपा-१७ : क्ष२-२०८/२१७ અન્વય સહિત સંસ્કૃત છાયા અને શબ્દાર્થ : पुक्खरवर- दीवड्ढे, धायइसंडे य जंबूदीवे य । पुष्करवरर-द्वीपार्थे, धातकीखण्डे च जम्बूद्वीपे च । પુષ્ક૨વ૨ નામના અર્ધા દ્વીપમાં, ધાતકીખંડમાં અને જંબુદ્રીપમાં અને Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ सूत्रसंवाना-२ . भरहेरवय-विदेहे, धम्माइगरे नमसामि ।।१।। भरत-ऐरवत-विदेहे, धर्मादिकरान् नमस्यामि ।।१।। ભરત, ઐરાવત અને વિદેહ નામના ક્ષેત્રમાં ધર્મની શરૂઆત કરનારાઓને હું નમસ્કાર કરું છું. l/૧ तम-तिमिर-पडल-विद्धंसणस्स, सुरगण-नरिंद-महिअस्स, सीमाधरस्स, पप्फोडिय-मोहजालस्स वंदे ।।२।। तमस्तिमिर-पटल-विध्वंसनं, सुरगण-नरेन्द्र-महितं, . सीमाधरं, प्रस्फोटित-मोह-जालं वन्दे ।।२।। અજ્ઞાનરૂપી અંધકારના પડલોને દૂર કરનાર, દેવ-સમૂહ અને નરેન્દ્રોથી પૂજાયેલ, મર્યાદાને ધારણ કરનાર, (અને) મોહ-(મિથ્યાત્વ)જાલને વિશેષ પ્રકારે તોડી નાંખનાર (શ્રુતધર્મને) હું વાંદુ છું. जाइ-जरा-मरण-सोग-पणासणस्स । जाति-जरा-मरण-शोक-प्रणाशनस्य ।। ४न्म, वृद्धावस्था, मृत्यु (मने) शोनो न।४२।२, कल्लाण-पुक्खल-विसाल-सुहावहस्स । कल्याण-पुष्कल-विशाल-सुखावहस्य ।। પુષ્કળ કલ્યાણ અને વિશાળ સુખદાયક, देव-दाणव-नरिंद-गणश्चियस्स धम्मस्स सारमुलब्भ को पमायं करे ? ।।३।। देव-दानव-नरेन्द्र-गणार्चितस्य धर्मस्य सारमुपलभ्य कः प्रमादं कुर्यात् ? ।।३।। દેવેન્દ્રો, દાનવેન્દ્રો અને નરેન્દ્રોના સમૂહથી પૂજાયેલા (કૃત) ધર્મના સારને पाभीने ओए। प्रभाह ७२ ? ॥3॥ भो ! सिद्धे पयओ भोः ! सिद्धे (जिनमते) प्रयतः है (श्रुत५२ ५२मर्षिभो ! तमे मी) सिद्ध (मेटिनमतमा) हुं प्रयत्नाको डूं. नमो जिणमए नमो जिनमताय Page #282 -------------------------------------------------------------------------- ________________ શ્રી પુફખરવરદી સૂત્ર ૨૫૫ હું (તે સિદ્ધ એવા) જિનમતને નમસ્કાર કરું છું. देवं-नाग-सुवन्न-किन्नर-गण-स्सन्भूअ-भावचिए संजमे सया नंदी વ-ના-સુવર્ણ-કિન્નર--સંસ્કૂત-ભાવતે સંયને તે નિશ્વિ (આવા પ્રકારનો જિનમત હોતે છતે) દેવો, નાગકુમારો, સુવર્ણકુમારો, કિન્નરો આદિના સમુદાયથી સાચા ભાવે પૂજાયેલ એવા સંયમમાં સદા વૃદ્ધિ થાય છે. વળી તે જિનમત કેવો છે ? जत्थ लोगो पइट्ठिओ યત્ર ટો: પ્રતિષ્ઠિત જેમાં લોક=જ્ઞાન કારણરૂપે પ્રતિષ્ઠિત છે. (તથા) तेलुक्क-मयासुरं इणं जगम् (जत्थ पइटिओ) . त्रैलोक्य-मासुरं इदं जगत् (यत्र प्रतिष्ठितः) . ત્રણ લોકના મનુષ્ય તથા (સુર) અસુરાદિના આધારરૂપ આ જગત (જેમાં શેયરૂપે રહેલું છે એવો જિનમત છે) विजयओ धम्मो सासओ वड्डउ , विजयतः धर्मः शाश्वतः वर्धतां (મિથ્યાવાદીઓનો) વિજય કરાવવાપૂર્વક ધર્મ (શ્રુતધર્મ) સદા વૃદ્ધિ પામો. धम्मुत्तरं वड्डउ ।।४।। धर्मोत्तरं वर्धताम् ।।४।। (ચારિત્ર) ધર્મની ઉત્તરમાં (પણ) ધર્મ (શ્રતધર્મ) વધો. Iકા. વિશેષાર્થ : પુરવર-રીવણે, થાયરૂસંડે ય નંબૂવીવે ય - પુષ્કરવર નામના અર્ધા દ્વીપમાં, ધાતકીખંડમાં અને જંબુદ્વીપમાં. તિર્થાલોકની રચના, મધ્યમાં થાળીના આકારવાળા દ્વીપ અને પછી પછી ચૂડીના આકારવાળા સમુદ્રો તથા દ્વીપો વડે થયેલી છે એટલે પ્રથમ દ્વીપ-જમીન છે, તેની આસપાસ સમુદ્ર છે, તેના પછી દ્વીપ-જમીન છે, તેના પછી સમુદ્ર છે અને તેના પછી પાછી જમીન છે વગેરે. આ રચના મુજબ તિÚલોકની વચમાં જંબૂ નામનો દ્વીપ છે કે જેની મધ્યમાં મેરુ નામનો એક મહાન પર્વત Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ સૂત્રસંવેદના-૨ આવેલો છે. તેની આસપાસ સમુદ્ર છે. એના પછી જે જમીન આવેલી છે, તેમાં ધાવડી વૃક્ષનાં વનો વિશેષ હોવાથી તેને ધાતકીખંડ કહેવાય છે. ધાતકીખંડની આસપાસ સમુદ્ર છે. તે સમુદ્ર પછી જે જમીન આવે છે, તેનું નામ પુષ્કરવર દ્વીપ છે, આ દ્વીપ પુષ્કરો એટલે કમળોથી સુશોભિત છે માટે તેને પુષ્કરવર દ્વીપ કહેવાય છે. તેનો અર્ધો ભાગ જ અહીં ગ્રહણ કરવાનો છે. પુષ્કરવર દ્વીપની વચ્ચોવચ ગોળ કિલ્લાના આકારવાળો માનુષોત્તર નામનો એક પર્વત આવેલો છે, જેનાથી પુષ્કરવરદ્વીપના બે ભાગ પડે છે. તેના અંદરના ભાગમાં મનુષ્યની વસતિ છે અને બહારના ભાગમાં મનુષ્યની વસતિ નથી. એટલે જંબુદ્વીપ, ધાતકીખંડ અને અર્ધ પુષ્કરવર દ્વીપ મળીને અઢી દ્વીપ જેટલું મનુષ્ય-ક્ષેત્ર છે. કોઈપણ મનુષ્યનાં જન્મ-મરણ તેટલા ક્ષેત્રમાં જ થાય છે.. મહેરવથ-વિદે - ભરત, ઐરાવત અને વિદેહ નામના ક્ષેત્રમાં ઉપર જણાવેલ અઢી દ્વીપમાં કુલ ૪૫ ક્ષેત્રો છે. તેમાંથી પાંચ ભરત, પાંચ એરવત અને પાંચ મહાવિદેહ એ પંદર ક્ષેત્રો કર્મભૂમિ કહેવાય છે અને બાકીનાં ત્રીસ ક્ષેત્રો અકર્મભૂમિ કહેવાય છે. તીર્થકરો કર્મભૂમિમાં જ જન્મે છે અને કર્મભૂમિમાં જ તેઓ મોક્ષમાર્ગરૂપ ધર્મની સ્થાપના કરે છે. તેથી આ પદમાં ભરતાદિ ક્ષેત્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.' થપ્પાફરે નમામિ - ધર્મની આદિ કરનારાઓને હું નમસ્કાર કરું છું. ભરતાદિ ક્ષેત્રની પંદર કર્મભૂમિમાં જન્મ લઈ, તીર્થંકરપણાને પ્રાપ્ત કરી જેઓએ મૃતધર્મનો પ્રારંભ કર્યો છે, તેવા આજ સુધીમાં થયેલા અનંતા તીર્થકરોને આ પદ દ્વારા નમસ્કાર કરવામાં આવ્યો છે. ' દુર્ગતિમાં પડતાં પ્રાણીને ધારી રાખે તેને ધર્મ કહેવાય છે. આ ધર્મ શ્રત અને ચારિત્રના ભેદથી બે પ્રકારનો છે. તેમાં ભગવાનના વચનનો જેમાં સંગ્રહ થયો છે, તેવાં શાસ્ત્રો કે આગમગ્રંથોને શ્રતધર્મ શ્રુતજ્ઞાન કહેવાય છે અને ભગવાન આ શ્રુતજ્ઞાનની આદિ-પ્રારંભ કરનારા કહેવાય છે. * કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતાં પરમાત્મા ધર્મની દેશના આપે છે. આ ધર્મદેશનાને સાંભળી, બીજ-બુદ્ધિના અને સર્વાક્ષરસંનિપાતિની લબ્ધિના સ્વામી એવા Page #284 -------------------------------------------------------------------------- ________________ શ્રી પુક્ષ્મરવરદી સૂત્ર ગણધરભગવંતો જગતના ભાવોને યથાર્થરૂપે જાણી શકે છે. જાણેલા તે ભાવોને તેઓ શબ્દરૂપે રચે છે. તેમની આ શાબ્દિક રચનાને દ્વાદશાંગી કહેવાય છે. દ્વાદશાંગીની રચના એ જ શ્રુતધર્મનો પ્રારંભ છે. આ દ્વાદશાંગીના વિસ્તારરૂપે ત્યારપછીના ગીતાર્થ ગુરુભગવંતો તેમાંથી અનેક આગમ ગ્રંથો-શાસ્ત્રો-પ્રકરણો વગેરેની રચના કરે છે. આને પણ શ્રુતજ્ઞાન જ કહેવાય છે. ૨૫૭ શબ્દરૂપે રચાયેલાં આ શાસ્ત્રનું શ્રવણ-ચિંતન-મનન આત્માને દુર્ગતિમાં જતાં બચાવે છે, માટે આ શ્રુતજ્ઞાન એ જ અપેક્ષાએ શ્રુતધર્મ છે. ભગવાનનું શાસન આ શ્રુતના આધારે ચાલે છે. આ શ્રુતજ્ઞાનનું અવલંબન લઈ આજ સુધી અનંતા આત્માઓ મોક્ષના મહાસુખને પામ્યા છે. આજે પણ જગતમાં જે કાંઈ સુખ, શાંતિ અને સમાધિ દેખાય છે, તેનું મૂળ કારણ આ શ્રુતજ્ઞાન છે. આવા હિતકર શ્રુતધર્મનું માહાત્મ્ય જેને સમજાયું હોય, તેની પરમ ઉપયોગીતા જેની બુદ્ધિમાં બેઠેલી હોય તે વ્યક્તિને શ્રુતજ્ઞાનનો પ્રારંભ કરનારા પરમાત્મા પ્રત્યે ભક્તિ હોય જ છે. આથી જ તે શ્રુતની સ્તવના કરતાં પહેલાં શ્રુતના પિતા તુલ્ય અરિહંત પરમાત્માને આ પદો દ્વારા વંદના કરે છે. જિજ્ઞાસા : અહીં ધર્મનો પ્રારંભ કરનાર પરમાત્માને વંદના કરી, પરંતુ પરમાત્માને શ્રુતધર્મનો પ્રારંભ કરનારા કઈ રીતે કહી શકાય ? કેમ કે શ્રુતધર્મ તો અનાદિકાળથી છે. તૃપ્તિ : પ્રવાહથી શ્રુતજ્ઞાન અનાદિકાળથી છે તે વાત સાચી છે, તો પણ શ્રુતધર્મનો પ્રારંભ તો છે જ. નદીનું પાણી જેમ સદા વહેતું હોઈ નદી પ્રવાહથી અનાદિ હોવા છતાં પાણીની દૃષ્ટિએ વિચારીએ તો પાણી નીતનવું જ હોય છે. એનું એ જ પાણી સદા માટે નથી હોતું, તે જ રીતે મહાવિદેહ ક્ષેત્રની અપેક્ષાએ વિચારીએ તો જગતમાં શ્રુતજ્ઞાન ભલે અનાદિકાળથી છે, તો પણ અર્થથી એક છતાં શબ્દરચનાની દૃષ્ટિએ તે તે તીર્થંકરની અપેક્ષાએ નવીન દ્વાદશાંગી, નવા નવા ગ્રંથોની રચના થાય છે. તે અપેક્ષાએ શ્રુતની આદિ પણ કહેવાય છે અને ત્રિપદી આપવા દ્વારા તેનો પ્રારંભ કરનાર તીર્થંકરને શ્રુતજ્ઞાનની આદિ કરનારા પણ કહેવાય છે. શ્રુતજ્ઞાન અર્થથી અનાદિ છે અને શબ્દથી શ્રુતજ્ઞાન સાદિ છે અને તે આદિને કરનાર તીર્થંકર પણ છે, એમ કહેવા દ્વારા જેઓ આગમને અપૌરુષેય અને અનાદિ માને છે; તેમની વાતનું ખંડન થાય છે. Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ સૂત્રસંવેદના-૨ , આ ગાથા બોલતાં સાધક વિચારે કે, “પરિમિત ક્ષેત્રમાં રહેલો સૂર્ય જેમ અપરિમિત ક્ષેત્રને પ્રકાશિત કરે છે, તેમ માત્ર અઢી દ્વીપના અતિ પરિમિત ક્ષેત્રમાં જન્મતા કે વિચરતા પરમાત્મા પોતાના શ્રુતજ્ઞાનના કિરણો દ્વારા સંપૂર્ણ વિશ્વને પ્રકાશિત કરે છે. આમ છતાં ઘુવડ જેવો હું કૃતઘર્મના પ્રકાશને પામી શકતો નથી. તે વિશ્લોયતકર ! કૃતઘર પુરુષો ! આપને મસ્તક નમાવી પ્રાર્થના કરું છું કે, આપના જેવી પ્રકાશ પાથરવાની શક્તિ તો મારી પાસે નથી; પરંતુ આપે પાથરેલ પ્રકાશને ઝીલી આત્મકલ્યાણ કરવાની શક્તિ પ્રદાન કરવા કૃપા કરશો.” તમ-તિમિર-પત્ર-વિદ્ધસપાસ - અજ્ઞાનરૂપ અંધકારનો જે નાશ કરે છે (તે શ્રુતજ્ઞાનને હું વંદન કરું છું.) આત્મા ઉપર છવાયેલા અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી જ્ઞાનનો પ્રકાશ રેલાવવાનું કાર્ય શ્રુતજ્ઞાન કરે છે. આથી શ્રુતજ્ઞાનને “તમ-તિમિર'-૫૩૮વિદ્ધસાસ્સ” કહેવાય છે. સાધના ક્ષેત્રમાં આગળ વધવા શ્રુતજ્ઞાન એક દીપકની ગરજ સારે છે. દીપક જેના હાથમાં હોય છે, તે મુસાફર ઘોર અંધારી રાત્રિમાં પણ ઈષ્ટસ્થળે પહોંચી શકે છે. તે જ રીતે શાસ્ત્રરૂપ દીપક જેના હાથમાં છે, તેવા સાધકો અજ્ઞાન ભર્યા સંસારમાંથી પણ આ શાસ્ત્રના આધારે મોક્ષનો માર્ગ શોધી શકે છે. સાધક આત્મા જેમ જેમ સમ્યક પ્રકારે કૃતનો અભ્યાસ કરે છે, શાસ્ત્રના 1. ૧. “ત' એટલે અજ્ઞાન અને તિમિર' એટલે અંધકાર. ‘તમ-તિમિર' એટલે અજ્ઞાનરૂપ અંધકાર. જ્ઞાનાવરણીય કર્મના ઉદયના કારણે જે પદાર્થ જેવો હોય તેવો જણાતો નથી. આવા પ્રકારના બોધનો અભાવ તે જ જીવ માટે અજ્ઞાનરૂપ અંધકાર છે. ૨. “તમ' એટલે અંધકાર અને “તિમિર' એટલે ગાઢ અંધકાર. ગુરુ આદિના ઉપદેશથી કે શાસ્ત્રાભ્યાસથી જે અજ્ઞાન સરળતાથી નાશ પામે તેવું હોય તેને તમ' કહેવાય છે અને વિશેષ પ્રયત્નથી જે અજ્ઞાન નાશ પામે તેવું હોય તેને તિમિર' કહેવાય છે. ૩. “તમ' એટલે બદ્ધ, સ્પષ્ટ અને નિધત્તરૂપ જ્ઞાનાવરણીય કર્મ અને “તિમિર' એટલે નિકાચિત જ્ઞાનાવરણીય કર્મ. બદ્ધ, સ્પષ્ટ અને નિધત્ત પ્રકારના જ્ઞાનાવરણીય કર્મનો આત્મા સાથે સંબંધ તે તમ’ છે અને નિકાચિત કોટિના જ્ઞાનાવરણીય કર્મનો આત્મા સાથેનો સંબંધ તે તિમિર' છે. શ્રુતજ્ઞાન આ ત્રણે પ્રકારના તન-તિમિર' નો નાશ કરે છે. Page #286 -------------------------------------------------------------------------- ________________ શ્રી પુ′′રવરદી સૂત્ર એક એક શબ્દોનું ઊંડુ ચિંતન, મનન કરે છે, તેનાથી પ્રાપ્ત થયેલા ભાવોથી આત્માને ભાવિત કરે છે, તેમ તેમ આત્મા ઉપરથી અજ્ઞાનનાં આવરણો ખસે છે અને સમ્યગ્ જ્ઞાનનો પ્રકાશ પ્રગટે છે. આ પ્રકાશમાં આત્મા જીવ-અજીવ આદિ તત્ત્વોને સમ્યક્ પ્રકારે જાણી શકે છે. ૨૫૯ સમ્યજ્ઞાન પ્રાપ્ત થતાં સાધકની ભૌતિક સુખની ઇચ્છાઓ મોળી પડે છે અને આત્મિક સુખ મેળવવાની ઇચ્છાઓ તીવ્ર તીવ્રતર થતી જાય છે. કષાયોની માત્રા ઘટતી જાય છે અને ઉપશમ ભાવનો આનંદ વધતો જાય છે. અજ્ઞાનની સાથે સંકળાયેલા ઇર્ષ્યા, અસંતોષ, અસહિષ્ણુતા આદિ નકારાત્મક વૃત્તિઓ વિલિન થતી જાય છે અને સંતોષ, સહનશીલતા આદિ સુખદ સદ્ગુણો પ્રગટે છે. જિજ્ઞાસા : શ્રુતજ્ઞાન જો અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરે છે, તો શ્રુતજ્ઞાની એવા પૂર્વધર મહાપુરુષો પણ દુર્ગતિમાં ગયા એવા દાખલાઓ શાસ્ત્રમાં કેવી રીતે સાંભળવા મળે છે ? તૃપ્તિ : પૂર્વધર મહાપુરુષો દુર્ગતિમાં ગયા તેમાં કારણ શ્રુતજ્ઞાન નથી; પરંતુ શાસ્ત્રાભ્યાસ પૂર્વે બાંધેલા અશુભ કર્મના અનુબંધો છે. કેમકે, ચૌદ પૂર્વનો અભ્યાસ કરનારા મહાત્માઓ નિયમા સમ્યષ્ટિ હોય છે. પ૨મ વિવેક સંપન્ન હોય છે. આમ છતાં પૂર્વના બાંધેલા અશુભકર્મના અનુબંધો? જ્યારે ઉદયમાં આવે છે ત્યારે નબળા નિમિત્તોથી પણ તે મહાત્માઓના પાત થાય છે. તેઓ પ્રમાદને પરવશ બને છે. સ્વાધ્યાયનો રસ ઘટે છે. રસગારવ, ઋદ્ધિગારવ કે શાતાગારવને આધીન બની મળેલા સદ્ગુણો ગુમાવી બેસે છે. આમ છતાં શ્રુતજ્ઞાનથી પડેલા શુભ સંસ્કારો નાશ નથી પામતા. અવસર આવે 2. ' तथा एतस्य अशुभानुबन्धस्य प्रभावेण अप्रतिहतशक्तिकत्वेन' बहवः अनन्तसंसारिणः प्राप्तदर्शनाश्चतुर्दशपूर्वधरादयोऽपि इति दृश्यम् श्रुयते हि प्राप्त दर्शनादीनामपि प्रतिपतितानां पुनस्तद्गुणलाभव्यबधानेऽनन्तः कालः समये । तदुक्तं कालमणंतं च सुए अद्धापरिअट्टओ अ देसूणो । ઞાસાયળવદુલ્હાનું વો અન્તર દોડ્।। [આવ. નિ (૩)] स चाशुभानुबन्धमाहात्म्यं विना नोपपद्यते । न ह्यवश्य वेद्यमशुभानुबन्धमन्तरेण प्रकृतगुणभंगे पुनर्लब्धौ कियत्कालव्यवधाने कश्चिदन्यो हेतुरस्ति, ग्रन्थिभेदात् प्रागप्यसकृदनन्त સંસારાર્નનેડચેવ હેતુત્વાત્ । તવાદ - [ઉપવેશપર ૨૮૬] गठिओ आरओ विहु असईबन्धो ण अण्णहा होइ । ता एसो वि हु एवं ओ असुहाणुबंधो । त्ति ।। ।।६२।। - ઉપદેશ રહસ્ય ગાથા ૭૨ ટીકા Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ સૂત્રસંવેદના-૨ ૨ , ત્યારે તે જ શ્રુતજ્ઞાનના સંસ્કારો તેને પતનની ખાઈમાંથી પુન: ઉત્થાનની દિશામાં આગળ વધારી પરમાનંદ સુધી પહોંચાડે છે. આથી જ શ્રુતજ્ઞાન નિરર્થક નથી, સાર્થક જ છે. અહીં એ ધ્યાનમાં રાખવું કે, આ શ્રુતજ્ઞાન તે માત્ર બોલાતાં કે લખાયેલા શબ્દ સ્વરૂપ નથી, પરંતુ શબ્દના સહારે આત્મામાં મોહનીય કર્મના ક્ષયોપશમ સહકૃત જે શ્રુતજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થાય છે, કે જેના આધારે પદાર્થનો યથાર્થ બોધ થાય છે. હેય-ઉપાદેયનો વિવેક પ્રગટે છે તે ક્ષયોપશમ જ વાસ્તવિક શ્રુતજ્ઞાન છે. આ ક્ષયોપશમ ચરમાવર્તકાળમાં જ્યારે જીવના રાગાદિ ભાવમલો ઘટે છે ત્યારે જ થાય છે. જેઓ ચરમાવર્તમાં આવ્યા નથી જેમના રાગાદિ ભાવમલો દૂર થયા નથી તેવા જીવો કોઈ નિમિત્ત લઈ શાસ્ત્રાભ્યાસ કરે તો પણ તેમને શાસ્ત્રજ્ઞાન યથાર્થ બોધ કરાવી હેય-ઉપાદેયનો વિવેક પ્રગટાવી શકતું નથી, પરંતુ તેમાં ખામી શ્રુતજ્ઞાનની નથી હોતી પણ જીવની યોગ્યતાની ખામી હોય છે. આવા જીવો ક્યારેક શ્રુતજ્ઞાનને પામ્યા પછી પણ દુર્ગતિમાં જાય તો તેનું કારણ શ્રુતજ્ઞાન નથી પણ તેમની અયોગ્યતા જ છે. જીવમાં જ્યારે યોગ્યતા ખીલે છે ત્યારે તો શ્રુતજ્ઞાનના બે-ચાર શબ્દ પણ જો કાને પડી જાય અને તેના ઉપર ચિંતન-મનન શરૂ થઈ જાય તો આત્મા એના પરમાર્થને પામી ન્યાલ થઈ જાય છે. મહાપાપી ચિલાતીપુત્રની જ્યારે યોગ્યતા ખીલી અને ભાગ્યોદયે તેને સદ્ગુરુનો ભેટો કરાવ્યો ત્યારે તેમની યોગ્યતા જોઈને ગુરુએ તેમને માત્ર શ્રુતજ્ઞાનના ત્રણ શબ્દ “ઉપશમ-વિવેક-સંવર’ સંભળાવ્યા. ચિલાતીપુત્રે આ ત્રણ શબ્દ ઉપર ચિંતન શરૂ કર્યું “અહો ! મહાનુભાવ ધર્મધ્યાન કરતા હતા, તેમાં મેં અંતરાય કરી ધર્મ પૂક્યો, તો હવે આ ધર્મપદોના અર્થો કયા હશે ?” મારા ઉપર કૃપા કરી તેઓશ્રીએ મને આ ત્રણ પદોમાં ધર્મ આપ્યો છે. આ ત્રણ પદોનો અર્થ શું હશે ? ઊંડો વિમર્શ કરતાં સમજાયું કે, ઉપશમ એટલે ક્રોધનો નિગ્રહ કરવો. ક્રોધને કાબુમાં લેવો. હું ક્રોધથી અંધ બન્યો અને ન કરવાનું કરી બેઠો. હવે, મારે ક્રોધનો સર્વથા ત્યાગ કરવાનો છે અને ઉપશમભાવમાં સ્થિર થવાનું છે. વિવેકનો અર્થ છે સાર-અસારનો – હેય-ઉપાદેયનો વિભાગ. Page #288 -------------------------------------------------------------------------- ________________ શ્રી પુફખરવરદી સૂત્ર ૨૬૧ અસારનો ત્યાગ અને સારનો સ્વીકાર. આ તલવાર અને સુષિમાનું મસ્તક મારા માટે નકામા છે, માટે તેનો ત્યાગ કરી સંયમ ભાવમાં સ્થિર થવું જોઈએ. સંવર નો અર્થ છે આવતાં કર્મને અટકાવવા. જ્યાં સુધી જીવ હાલે છે, વેદે છે, ક્રિયા કરે છે ત્યાં સુધી તે કર્મ બાંધે છે. તેથી સંવર પદનો અર્થ જાણીને તે કાઉસ્સગ્ગ ધ્યાનમાં સ્થિર ઊભો રહ્યો. ફરી ફરી નાસિકાના અગ્ર ભાગ ઉપર દૃષ્ટિ સ્થાપન કરીને મેરુપર્વત માફક અતિનિશ્ચલ-અડોલ બની ત્રણે પદો વિચારવા-ભાવવા લાગ્યો. આ શ્રુતજ્ઞાનનો પ્રભાવ. પોતે મસ્તક કાપેલ હોવાથી શરીરે લોહીથી ખરડાયેલો હોવાથી લોહીની ગંધમાં લુબ્ધ બનેલી તીક્ષ્ણ વજના અગ્રભાગ માફક પ્રચંડ મુખવાળી ધીમેલકીડીઓ શરીરની સર્વ બાજુથી ભક્ષણ કરવા લાગી. તે માટે કહેવાય છે કે, - પગથી માંડીને મસ્તક સુધીના આખા દેહને કીડીઓએ ભક્ષણ કરીને ચાલણી જેવો કાણાં કાણાંવાળો કરી નાંખ્યો. તો પણ ઉપશમ-વિવેક-સંવરરૂપ આત્મધ્યાનમાંથી ચલાયમાન ન થયો. કીડીઓએ તીક્ષ્ણ મુખથી તે મુનિના આખા શરીરમાં ભક્ષણ કરીને જે છિદ્રો પાડેલા હતાં તે સમગ્ર પાપોને બહાર નીકળવા માટે જાણે લાંબા દ્વારો ન હોય તેમ શોભતાં હતા. અઢી દિવસ સુધી તે બુદ્ધિશાળી મુનિ માત્ર ત્રણ પદોરૂપ શ્રુતજ્ઞાન દ્વારા ઉત્તમાર્થની અંતિમ સુંદર આરાધના કરીને સહસાર નામના દેવલોકમાં ગયા. (ઉપદેશમાળા દોઘટ્ટી ટીકા ગાથા-૩૮) આ દેવનો ભવ પૂર્ણ કરી તેઓ મહાવિદેહે જન્મ પામી તે ભવમાં મુક્તિ પામવાના છે. આ પદ બોલી આવા અચિંત્ય શક્તિયુક્ત શ્રુતજ્ઞાનને સ્મૃતિમાં લાવી અહોભાવથી આપણે તેને નમસ્કાર કરવાનો છે. શ્રુતજ્ઞાન અજ્ઞાનનો નાશ કરે છે, તેમ જણાવી હવે આ શ્રુતજ્ઞાનની પૂજા કોણે કરી છે, તે જણાવે છે – સુરેTUT-નરિંદ્ર-મદિયસ - દેવોના સમુદાય અને રાજાઓથી પૂજાયેલા (શ્રુતજ્ઞાનને હું વંદન કરું છું.) જેને ટોચ કક્ષાનાં ભૌતિક સુખો પ્રાપ્ત થયાં છે, મહા ઋદ્ધિ-સમૃદ્ધિના જેઓ સ્વામી છે, બુદ્ધિમાં જેઓ બૃહસ્પતિ તુલ્ય છે, તેવા દેવો અને દેવેન્દ્રો તથા નવનિધાન જેના પગલે પગલે ચાલે છે, ૧૪ રત્નોના જે સ્વામી છે, છ ખંડના જેઓ વિજેતા છે, ૩૨૦૦૦ રાજાઓ જેમનાં ચરણ ચૂમે છે, ૧ લાખ Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ સૂત્રસંવેદના-૨ . અને ૯૨ હજારનું જેને અંતઃપુર (સ્ત્રીઓ) છે, આવા ચક્રવર્તી રાજાઓ પણ શ્રુતજ્ઞાન અને શ્રુતજ્ઞાનીની અનેક પ્રકારે પૂજા-ભક્તિ કરે છે. તેઓ સમજે છે કે -વિડંબણાભર્યા આ સંસારનો નિસ્તાર શ્રુતજ્ઞાન વિના શક્ય નથી. આથી જ તેઓ પોતાના ભોગવિલાસ અને સુખોને છોડી, તીર્થંકરની દેશના સાંભળવા જાય છે. એકાગ્ર ચિત્તે પરમાત્માની દેશના સાંભળે છે. સાંભળેલાં આ વચનોને વારંવાર વિચારે છે, તેના ઉપર ચિંતન-મનન કરે છે. દેવલોકમાં પણ તેઓ યથાશક્તિ શ્રુતનો અભ્યાસ કરે છે. વળી, કૃતધર મહાપુરુષોના સંયમની સુરક્ષા કરે છે, તેમની સ્તવના કરે છે, ગીત, નૃત્ય અને સુગંધી દ્રવ્યથી તેમની પૂજા કરે છે. આ રીતે શ્રુતજ્ઞાનની ઉપાસના કરવાના કારણે તેઓ વિશિષ્ટ ભોગોમાં પણ અલિપ્ત રહી શકે છે. તીવ્ર રાગથી રંગાતા નથી, પરિણામે તીવ્ર કર્મબંધથી તેઓ મુક્ત રહી શકે છે. આ બધો પ્રભાવ સમ્યગ્દર્શન સાથેના સમ્યજ્ઞાનનો છે. સીમાધરક્સ વ - સીમા-મર્યાદાને ધારણ કરાવનારા (શ્રુતજ્ઞાનને) હું વંદન કરું છું. શ્રુતજ્ઞાન જીવનને મર્યાદિત કરે છે. સાધક આત્માના જીવનમાં જેમ જેમ શ્રુતજ્ઞાન પરિણામ પામતું જાય છે, તેમ તેમ સાધક આત્માનું જીવન મર્યાદાપૂર્ણ બનતું જાય છે. તેના ભવની પરંપરા સીમિત થતી જાય છે અને કર્મનો બંધ પણ મર્યાદિત થતો જાય છે. સાધક જેમ જેમ શાસ્ત્રગ્રંથોનું શ્રવણ, વાંચન, ચિંતન, મનન કરે છે, તેમ તેમ તેને હિંસાદિ પાપપ્રવૃત્તિના અપાયોનું જ્ઞાન થાય છે. તેનાથી બંધાતાં કર્મ અને કર્મનાં કટુ ફળોનું તેને ભાન થાય છે. તેને કારણે તેનામાં પાપભીરુતા પ્રગટે છે, તેની સ્વાર્થવૃત્તિ શિથિલ થાય છે, અન્યનાં સુખ-દુઃખ પ્રત્યે એના અંતરમાં સહાનુભૂતિ જાગે છે. આથી જ તે હિંસા, જૂઠ, ચોરી આદિ અનાચારોથી પોતાની જાતને દૂર રાખી આત્મહિતકર, દયા, દાન, તપાદિમાં પ્રવૃત્ત થાય છે. ક્ષમાદિ ગુણોના વિકાસ માટે પ્રયત્ન કરે છે. શ્રુતજ્ઞાનથી પરિણત થયેલા મુનિઓનું જીવન તો વળી અતિ મર્યાદિત હોય છે, કારણ કે એમનું માનસ સમિતિ-ગુપ્તિમય હોય છે. તેઓ પોતાનાં મનવચન-કાયાના યોગોને જરૂર વિના ક્યાંય પ્રવર્તાવતા નથી અને જરૂર પડે પ્રવર્તાવે ત્યારે પણ સમિતિપૂર્વક પ્રવર્તાવે છે. તેથી તેઓ કોઈપણ જીવને પીડા Page #290 -------------------------------------------------------------------------- ________________ શ્રી પુ′′રવરદી સૂત્ર ન થાય તે રીતે નીચું જોઈને ચાલે છે, સર્વના હિતને લક્ષ્યમાં રાખી હિત-મિતપથ્ય એવું સત્ય વચન બોલે છે, નિર્દોષ આહારની ગવેષણા કરે છે, કોઈપણ ચીજને લેતાં-મૂકતાં પણ જોઈને, પ્રમાર્જના કરીને જ લે છે અને મૂકે છે અને સંપૂર્ણ નિર્જીવ ભૂમિમાં જ બિનજરૂરી ચીજોનું પરિષ્ઠાપન-વિસર્જન કરે છે. આ શ્રુતજ્ઞાનને કારણે જ મુનિઓનું જીવન આટલું મર્યાદાવાળું બનવાને કા૨ણે ઘણા કર્મના બંધો અટકે છે અને ભવની પરંપરા પણ ઘટતી જાય છે. આ રીતે શ્રુતજ્ઞાન અમર્યાદિત સંસારને મર્યાદિત કરનાર છે. તેને આદરપૂર્વક કરાયેલો નમસ્કાર મર્યાદાપૂર્વકનું જીવન જીવવામાં સહાયક બને છે. તોડી નાખી છે મોહજાળ જેણે (એવા पप्फोडिय - मोहजालस्स શ્રુતજ્ઞાનને હું વંદન કરું છું. ROM ૨૬૩ અનાદિકાળથી મોહે ‘શરીર એ હું અને બાહ્ય સામગ્રી તે મારી.' આવી મિથ્યા-માન્યતારૂપ જગતમાં એક મોટી જાળ બિછાવી છે. શિકારી જેમ જાળ બિછાવી ભોળા એવા હરણિયાને ફસાવે છે, તેમ મોહ બુદ્ધિમાં મિથ્યા માન્યતા, વિપર્યાસ-ભ્રમ આદિરૂપ જાળને બિછાવી જગતના જીવોને ફસાવે છે, દુ:ખી કરે છે. શ્રુતજ્ઞાન આ મોહની જાળને તોડી નાંખે છે. સાધક ગુરુ આદિના વિનયપૂર્વક જ્યારે શાસ્ત્રાભ્યાસ કરે છે, શાસ્ત્રમાં બતાવેલા માર્ગે સમ્યક્ પ્રકારે જીવાદિ તત્ત્વની ગવેષણા કરે છે અને તત્ત્વના રહસ્યને પામવા તે મથે છે; ત્યારે તેના અંતરમાં પરમ વિવેક પ્રગટે છે, વિવેકપૂર્વક મારે વિશેષ પ્રકારે પ્રયત્ન કરતાં તેનો ભ્રમ ભાંગે છે. શ૨ી૨થી હું કાંઈક જુદો છું, શરીર સાથે કાંઈ લેવા-દેવા નથી; તે સમજાય છે. ભવની સર્વ ચેષ્ટા કર્મકૃત છે, કર્મકૃત વિચિત્રતા,તે મારું સ્વરૂપ નથી. કર્મને કારણે પ્રાપ્ત આ સર્વ અવસ્થા તો માત્ર રંગભૂમિ પર ભજવાતા નાટકના અભિનયરૂપ છે. જેમ નાટકના સ્ટેજ ઉપરનો રાજા કે રંક, શેઠ કે શાહુકાર માત્ર નાટકના કાળ સુધી તે રૂપે રહે છે. તે જ રીતે “કર્મ છે ત્યાં સુધી આ મારી ભિન્ન ભિન્ન અવસ્થાઓ છે, પણ અસલમાં આ સ્વરૂપ મારું નથી. હું તો આનાથી ભિન્ન અનંતજ્ઞાનાદિ સ્વરૂપવાળો આત્મા છું. કર્મજનિત સર્વ પર્યાયો મારાથી ભિન્ન છે.” આવું માનવાને કા૨ણે તેને ક્યાંય મમત્વ થતું નથી. આ મારું છે તેવો ભ્રમ થતો નથી. આથી તેનામાં તે લેપાતો નથી. કોઈ બાહ્યભાવોમાં તેને આસક્તિ થતી નથી, તેનું મન સતત અંતરભાવનેઆત્મભાવને ઝંખે છે. તેને મેળવવા મહેનત કરે છે. બાહ્યભાવમાં અનાસક્તિ અને Page #291 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૨ આત્મિકભાવને મેળવવાની ઝંખના, તે જ દર્શનમોહનીયકર્મે બિછાવેલી ભ્રમ કે બુદ્ધિના વિપર્યાસરૂપ જાળનો નાશ છે. ૨૬૪ મારા અને પરાયાનો ભ્રમ ભાંગતાં સત્ત્વશાળી પુરુષો સંયમના માર્ગે આગળ વધે છે. સંયમ અને તપની સાધના કરતાં વિશિષ્ટ પ્રકારે શાસ્ત્રનો અભ્યાસ કરે છે. શાસ્ત્રયોગ દ્વારા સામર્થ્યયોગને? પ્રાપ્ત કરી એના દ્વારા ચારિત્રમોહનીય કર્મને જડમૂળથી એવી રીતે ખતમ કરી નાંખે છે કે, પુનઃ ક્યારે પણ તેની પ્રાપ્તિ થતી નથી. આ જ મોહનું પ્રસ્ફોટન છે. પુનઃ બંધમાં કે સત્તામાં ક્યાંય ન આવી શકે તેવો મોહનો નાશ તે જ મોહનીયની જાળનું પ્રસ્ફોટન કહેવાય છે. જિજ્ઞાસા : શ્રુતજ્ઞાનને મોહનું સ્ફોટન કરે છે, તેમ ન કહેતા મોહનું પ્રસ્ફોટન કરે છે તેમ શા માટે કહ્યું ? તૃપ્તિ : મોહને થોડા સમય પૂરતો .ઉદયમાં ન આવવા દેવો તે એક અપેક્ષાએ મોહનું સ્ફોટન છે અને સમૂળ મોહનો નાશ કરવો તે પ્રસ્ફોટન છે. ભારેકર્મી આત્માઓ ઘણીવાર સંયમ જીવન સ્વીકારીને શબ્દરૂપે શાસ્ત્રનો અભ્યાસ કરે છે. તેના કારણે ‘કષાયો કરવાથી દુર્ગતિ મળે છે અને દુર્ગતિમાં દુ:ખો સહન કરવાં પડશે,' એવું જ્યારે તેઓ જાણે છે ત્યારે દુઃખના ડરથી અને સુખની ઈચ્છાથી તેઓ પણ જીવનકાળ દરમ્યાન કષાયો ન થાય તેની કાળજી રાખે છે, ત્યારે આપાતથી - પ્રથમ નજ઼રે મોહ ઓછો થયો હોય તેમ લાગે છે. આ મોહનું મોળા પડવું તેને અપેક્ષાએ મોહનું સ્ફોટન કહેવાય છે અને જ્યારે યોગ્ય આત્માઓ કોઈપણ પ્રકારની આશંસા વિના ગુર્વાદિના વિનયપૂર્વક શ્રુતનો અભ્યાસ કરે છે, ત્યારે તે આત્મા શ્રુતજ્ઞાન દ્વારા પદાર્થની વાસ્તવિકતાને જાણી શકે છે. આથી તે જડ પદાર્થોથી, ભૌતિક સમૃદ્ધિથી વિરક્ત બને છે. વૈરાગ્યપૂર્વક ત્યાગના માર્ગે આગળ વધતાં તેને અનુભવજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અનુભવજ્ઞાન દ્વારા તે મોહનીય કર્મનો મૂળથી નાશ કરે છે, ત્યારે શ્રુતજ્ઞાનથી મોહનું પ્રસ્ફોટન થયું એમ કહેવાય છે. શાસ્ત્રાભ્યાસ વિનાના સંસારી જીવો તો બિચારા મોહની જાળને જોઈ પણ શકતા નથી તો ભેદવાની તો વાત જ ક્યાં ? જ્યારે શાસ્ત્રવેત્તા પુરુષો આ ૩. સામર્થ્યયોગની વિશેષ સમજણ માટે “નમોત્થણં સૂત્ર”ની ફૂટનોટ નં. ૧ જોવી. 4. અનુભવ જ્ઞાન : કષાયો જ્યારે શાંત પડે છે, ઉપશમર્ભાવની પ્રાપ્તિ થાય છે, ત્યારે આત્માની કાંઈક ઝાંખી થાય છે. આત્મા પોતાના સ્વભાવને કાંઈક અનુભવી શકે છે. તેને અનુભવ જ્ઞાન કહેવાય છે. Page #292 -------------------------------------------------------------------------- ________________ શ્રી પુફખરવરદી સૂત્ર ૨૬૫ જાળને બરાબર જુએ છે, જાણે છે અને સત્ત્વને ખીલવી તેનો નાશ પણ કરી શકે છે. વિષમકોટિની આ મોહજાળને ભેદવાનું સામર્થ્ય જેનાથી પ્રગટે છે, તે શ્રુતજ્ઞાનને હૃદયના સદ્ભાવપૂર્વક આ પદ દ્વારા આપણે પ્રણામ કરવાનો છે. જિજ્ઞાસા : શ્રુતજ્ઞાનનું કાર્ય તો બોધ કરાવવાનું છે, તેથી શ્રુતજ્ઞાનથી મોહનો નાશ કેવી રીતે થઈ શકે ? તૃપ્તિઃ વાત સાચી છે. શ્રુતજ્ઞાનનું સાક્ષાત્ કાર્ય તો પદાર્થનો સમ્યગુ બોધ કરાવવાનું છે. સમ્યગું પ્રકારે થયેલો પદાર્થનો બોધ જ તે પદાર્થમાં મોહ ઉત્પન્ન થવા દેતો નથી. જડ પદાર્થોમાં જે આસક્તિ થાય છે અને રાગાદિ કષાયો જે મીઠા લાગે છે તેનું કારણ સાચી સમજનો અભાવ છે. શ્રુતજ્ઞાન વસ્તુસ્થિતિનું સાચું જ્ઞાન આપે છે. તેથી જ શ્રુતજ્ઞાનનો અભ્યાસી જડ પદાર્થમાં કદી લપાતો નથી અને આત્માના ગુણોમાં પ્રવૃત્તિ કર્યા વિના રહેતો નથી. શ્રતના સહારે આ સ્વભાવમાં થતી પ્રવૃત્તિ અને વિભાવથી થતી નિવૃત્તિ જ મોહનો નાશ કરે છે. હેય-ઉપાદેય વસ્તુનો બોધ કરાવવો એ શ્રુતજ્ઞાનનું પ્રથમ કાર્ય છે, બોધને અનુસારે જીવનને મર્યાદિત કરવું એ શ્રુતજ્ઞાનનું બીજું કાર્ય છે. મર્યાદિત જીવન દ્વારા મોહનો નાશ કરવો એ શ્રુતજ્ઞાનનું ત્રીજું કાર્ય છે અને અમોહી થઈને જન્મ જરા અને મરણના કારણભૂત કર્મનો નાશ કરવો, એ શ્રુતજ્ઞાનનું ચોથું કાર્ય છે. આ ગાથા બોલતાં સાધક વિચારે કે, “મોઢની માયાજાળને ઓળખાવી અજ્ઞાનના અંઘારાઓને ઉલેચવાની વિશિષ્ટ શક્તિ આ શ્રુતજ્ઞાનમાં રહેલી છે જે જાળમાં દેવેન્દ્રો અને નરેન્દ્રો પણ ફસાઈ જાય છે તેને તોડવાનું કૌવતે માત્ર ને માત્ર આ શ્રુતજ્ઞાનમાં રહેલું છે. વળી મર્યાદા ચૂકીને સર્વ પ્રવૃત્તિઓ કરનારી મારી જાતને મર્યાદામાં રાખવાનું કાર્ય પણ શ્રુતજ્ઞાન કરે છે. ખરેખર આ જ્ઞાન જ મારું રક્ષણ કરનાર છે. હું તેને નમસ્કાર કરું છું અને સદા તેમાં પ્રયત્નશીલ રહેવાનો સંકલ્પ કરું .” હવે શ્રુતજ્ઞાનનું અંતિમ કાર્ય આ પદ દ્વારા જણાવે છે – નાફ-નર-મર-સો-પVIVIક્સ - જન્મ, જરા (વૃદ્ધાવસ્થા), મરણ અને શોકનો નાશ કરનાર. (શ્રુતજ્ઞાનને હું વંદન કરું છું.) Page #293 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૨ આ સંસારમાં સર્વ પ્રાણીઓનાં જન્મ અને મૃત્યુ નિશ્ચિત છે અને જન્મ અને મૃત્યુ વચ્ચે રોગ, શોક, વૃદ્ધાવસ્થા આદિ પણ સંભવિત છે. કોઈપણ પ્રકારના ઉપાયથી જીવો આ જન્મ, મરણ, રોગ કે શોકની ચુંગાલથી બચી શકતા નથી. આ પીડાઓથી મુક્ત થવાનો એક્માત્ર માર્ગ છે શ્રુતજ્ઞાન. ૨૬૬ સાધક જેમ જેમ આ શ્રુતનો અભ્યાસ ફરે છે, તેમ તેમ તેને સમ્યજ્ઞાનનો પ્રકાશ પ્રાપ્ત થાય છે. આ જ્ઞાનના પ્રકાશમાં તે જેમ મોહને ઓળખી શકે છે, તેમ સતત પ્રાપ્ત થતી જન્મની પીડા, મૃત્યુ વખતની મૂંઝવણ અને જન્મ-મૃત્યુ વચ્ચે આવતી રોગ, શોક આદિની પીડાને સમજી શકે, જોઈ શકે છે અને સર્વ પીડાનું કારણ આત્માનો કર્મ સાથેનો સંબંધ છે, તે સ્પષ્ટપણે જાણી શકે છે. આગમોના ભાવોને વારંવાર વિચારતાં તેને પણ સમજાય છે કે, આત્મા, મન, વચન, કાયાના યોગના કારણે જ કર્મ સાથે સંબંધિત થાય છે. આથી જ તે મન, વચન, કાયાના વ્યાપારના ગોપનરૂપ ગુપ્તિના માર્ગે આગળ વધે છે અને બાહ્ય ભાવમાં પ્રવૃત્ત થતા યોગોને અટકાવી આત્મભાવમાં લીન બને છે અને સૂક્ષ્મ રીતે પ્રવર્તતા પણ મન, વચન, કાયાના યોગોને રુંધી સર્વ સંવરભાવના સામાયિક દ્વારા શૈલેશીકરણ કરી-આત્મપ્રદેશોનું હલન-ચલન (કંપન) બંધ કરી-સર્વ કર્મને ખપાવી આત્માના અનંત આનંદને પ્રાપ્ત કરે છે. શ્રુતના અભ્યાસ વિના જન્માદિની પીડાનું અને તેનાં કારણોનું જ્ઞાન થતું નથી અને જ્ઞાન વિના કોઈ પણ જીવ તેના નાશ માટે યત્ન કરતો નથી. આ સર્વ શુભ પ્રયત્નનું મૂળ શ્રુતજ્ઞાન હોઈ શ્રુતજ્ઞાન જ જન્મ, જરા મરણ, શોક આદિ પીડાનું નાશક કહેવાય છે. આવા શ્રુતજ્ઞાનને આ પદ દ્વારા નમસ્કાર ક૨વાનો છે. શ્રુતજ્ઞાન જન્મ, જરા, મરણનો નાશ કરે છે તે જણાવી, હવે તે કેવા પ્રકારનું સુખ આપે છે. તે જણાવે છે 5. કર્મબંધના મુખ્ય ચાર હેતુ છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય ને યોગ, પણ આ ચારે હેતુનો ટૂંકમાં મન-વચન-કાયારૂપ ત્રણ યોગમાં સમાવેશ થઈ જાય.છે અને ચારેયમાં છેલ્લે સુધી યોગ રહે છે. સૌથી છેલ્લે યોગનિરોધ થાય ત્યારે કર્માશ્રવ સંપૂર્ણ બંધ થાય છે. માટે યોગને મુખ્યરૂપે કર્મબંધનું કારણ કહેલ છે. Page #294 -------------------------------------------------------------------------- ________________ શ્રી પુફખરવરદી સૂત્ર ૨૬૭ વા-વાવ-વિસાહ-સુદાવહસ - કલ્યાણરૂપ (આરોગ્ય સ્વરૂપ) એવા પુષ્કળ અને વિશાળ સુખને આપનાર. કલ્ય એટલે આરોગ્ય. શ્રુતજ્ઞાન સંપૂર્ણ અને વિશાળ એવા આરોગ્યરૂપ સુખને પ્રાપ્ત કરાવે છે. ચિકિત્સક શરીરના રોગનું નિદાન કરી આરોગ્યપ્રદ ઔષધના આસેવનની રીત બતાવે છે. આ ઔષધનું આસેવન કરી જેમ શરીરના રોગથી પીડાતા જીવો રોગથી મુક્ત બની આરોગ્યના સુખને અનુભવી શકે છે, તેમ શ્રુતજ્ઞાન સૌ પ્રથમ આત્માને લાગુ પડેલા અજ્ઞાન, મોહ, રાગ, દ્વેષ, કર્મ વગેરે અનંતા રોગોનું ભાન કરાવે છે. ત્યારપછી તે તે રોગને નાબૂદ કરવાના ઔષધ તુલ્ય અનેક શુભાનુષ્ઠાનો, શુભભાવનાઓ, શુભધ્યાન, ક્ષપકશ્રેણિ, યોગનિરોધ આદિ અનેક માર્ગો બતાવે છે. “ શ્રુતજ્ઞાન દ્વારા બતાવેલાં ઔષધ તુલ્ય શુભાનુષ્ઠાનથી સાધક અશુભ ક્રિયાના અભ્યાસને તોડે છે, શુભભાવથી અશુભભાવના સંસ્કારનો નાશ કરે છે. ધર્મધ્યાન દ્વારા આર્ત અને રૌદ્રધ્યાનથી મલિન થયેલા આત્માને નિર્મળ કરે છે. શુક્લધ્યાનના માર્ગે આગળ વધી શપકશ્રેણિ માંડે છે. તેનાથી અજ્ઞાન અને મોહરૂપી રોગનું મૂળથી ઉમૂલન થાય છે, ત્યારે આત્મામાં અનંતજ્ઞાનનો પ્રકાશ થાય છે, અનંત વીર્ય પ્રગટે છે, અનંત ચારિત્ર પ્રાપ્ત થાય છે. ત્યારપછી યોગનિરોધ આદિની પ્રક્રિયા દ્વારા બાકી રહેલાં કર્મનો વિનાશ કરી, આત્મા પોતાના પૂર્ણ આનંદ અને આરોગ્યને પ્રાપ્ત કરે છે. ત્યારે તે પોતાના સ્વાભાવિક સુખમય-આનંદમય સ્વરૂપની અનુભૂતિ કરે છે. આ રીતે શ્રુતજ્ઞાન પૂર્ણ અને વિશાળ એટલે અનંત સુખને પ્રાપ્ત કરાવનાર છે. સુવૈદ્ય બતાવેલું ઔષધ લેવાથી રોગ ચાલ્યો જ જાય એવો નિયમ નથી, પુણ્ય હોય તો જાય, પુણ્ય ન હોય તો ન પણ જાય, ક્યારેક તો વળી તે ઔષધ બીજી પીડાઓ પણ ઊભી કરે છે, જ્યારે શ્રુતજ્ઞાનરૂપી ઔષધથી ભાવરોગ અવશ્ય નાશ પામે છે. જો કર્મ ભારે હોય તો ક્યારે રોગમુક્તિમાં વિલંબ થાય પણ વહેલા મોડા ફળ તો મળે જ. વળી, આ ઔષધની કોઈ આડઅસર પણ નથી હોતી. તેથી ભાવ-આરોગ્યના અર્થીએ તો શ્રુતજ્ઞાન જ્યાં આંગળી ચિંધે એ દિશા પકડી આગળ વધવું જોઈએ. Page #295 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૨ को देव-दानव- नरिंद-गणचियस्स धम्मस्स सारमुवलब्भ करे પમાય ? દેવ, દાનવ અને નરેન્દ્રોનો સમૂહ પણ જેની શ્રદ્ધાપૂર્વક પૂજા કરે છે તે શ્રુતધર્મના સારને પામીને કોણ પ્રમાદ કરે ? (અર્થાત્ કોઈ જ ન કરે.) ૨૬૮ - દેવ-દાનવ અને મહારાજાના ગણો પણ જેની શ્રદ્ધા પૂર્વક પૂજા કરે છે તે શ્રુતધર્મના સારને પામીને કોણ પ્રમાદ કરે ? શ્રુતજ્ઞાન દેવેન્દ્રો, દાનવેન્દ્રો અને નરેન્દ્રોથી પૂજાયેલું છે. વિશિષ્ટ પ્રજ્ઞાવાન પુરુષો જેને મહાન સુખનું અને દુઃખનાશનું કારણ માની પૂજે છે, તે શ્રુતજ્ઞાન કેટલું મહાન હશે ? આવા મહાન શ્રુતના સારને પામીને એટલે કે તેના સામર્થ્યને જાણીને કોણ તેમાં પ્રમાદ કરે ? અર્થાત્ કોઈ ન કરે. ‘જ્ઞાનય શ્રુતજ્ઞાનનું અનંતર સામર્થ્ય અજ્ઞાનને ટાળવાનું, મોહને ઓળખાવવાનું અને કર્મસ્થિતિનું ભાન કરાવવાનું છે અને પરંપર સામર્થ્ય સંયમ માર્ગમાં પ્રવૃત્તિ કરાવવા દ્વારા મોક્ષ સુધી પહોંચાડવાનું છે. આથી જ કહેવાય છે ♥ વિરતિ:' શ્રુતજ્ઞાનની આ શક્તિને જાણીને સાધક સતત શ્રુતજ્ઞાન માટે પ્રયત્ન કરે છે. શ્રુતજ્ઞાન દ્વારા જેટલું જાણવા મળે છે, તેને અનુરૂપ જીવન જીવવા માટે મહેનત કરે છે. પોતાની એક ક્ષણ પણ શ્રુતના ઉપયોગ વિનાની ન જાય તે માટે અત્યંત જાગૃત રહે છે. કેમ કે, તે જાણે છે કે, આ શ્રુત નિર્દિષ્ટ ચારિત્રજીવન જ મારા આત્માનું કલ્યાણ કરનારું છે. આથી જ શ્રુતધર્મના સારને જાણનારા મુનિઓ તેલપાત્રધના દૃષ્ટાંતથી સંયમયોગમાં હંમેશા અપ્રમત્તભાવવાળા રહે છે. - 6. તેલપાત્રધર : ચોરીના ગુના બદલ મોતની સજાને પામેલ શ્રેષ્ઠિપુત્રને રાજાએ કહ્યું, આ તેલથી ભરેલું પાત્ર લઈ, સમગ્ર નગર ફરી એક પણ ટીપું પાડ્યા વિના પાછો ફરે તો તારી સજા હું માફ કરીશ. નગરમાં જોવા યોગ્ય, સાંભળવા યોગ્ય, ખાવા-પીવા યોગ્ય ઘણું હતું. છતાં મોતના ભયથી મુક્ત થવા માટે ચંચળ મનના યુવાને પણ મનને તેલપાત્રમાં સ્થિર કર્યું. મન-વચન-કાયાને એકાગ્ર કરી સ્થિરતાપૂર્વક એક ટીપું પણ નીચે ન પડે તે રીતે યુવાન સમગ્ર નગર ફરી સાંજે રાજમંદિર પાછો ફર્યો. તેની મોતની સજા માફ થઈ. એક જ મરણના ભયે યુવાને જે રીતે મન-વચન-કાયાને સ્થિર કર્યાં. તે જ રીતે અનંતાં મરણનો ભય જેની આંખ સમક્ષ છે, તેવો મુનિ યાવજ્જીવન સંયમના સર્વ યોગમાં મનને સ્થિર રાખી શકે છે. આમ મુનિ તેલ પાત્રધરની જેમ અપ્રમત્તભાવવાળા હોય છે. Page #296 -------------------------------------------------------------------------- ________________ શ્રી પુફખરવરદી સૂત્ર ૨૬૯ મુનિઓ અપ્રમત્તભાવથી શ્રતધર્મ અને ચારિત્રધર્મની આરાધના કરે છે. અપ્રમત્તભાવથી એટલે પ્રમાદને આધીન થયા વિના. “પ્રમાદનો સામાન્ય અર્થ છે આળસ, શૈથિલ્ય, જડતા વગેરે. શાસ્ત્રીય પદ્ધતિથી વિચારીએ તો મોક્ષમાર્ગમાં પ્રવર્તનનો અભાવ કે મોક્ષના ઉપાયોને સેવવામાં આવેલી શિથિલતા પ્રમાદ છે. વિષયોની આસક્તિ, કષાયોની પરવશતા, વ્યસન, નિદ્રા અને વિકથા : આ પાંચ પ્રકારનો પ્રમાદ સાધકને મોક્ષમાર્ગમાં આગળ વધવા દેતો નથી. સમ્યગુ પ્રકારે શ્રુતજ્ઞાન જેને પ્રાપ્ત કર્યું હોય તેવા સાધકો ક્યારેય આ પ્રમાદને પનારે પડતા નથી તેઓને શ્રુતદ્વારા એવા વિશિષ્ટ આનંદની અનુભૂતિ થતી હોય છે કે તેઓને વિષય-કષાયમાં પ્રવૃત્તિ ઝેર જેવી લાગે છે. તેથી તેઓ શ્રતની પ્રાપ્તિમાં કે શ્રુતાનુસાર પ્રવૃત્તિ કરવામાં એકાગ્ર ચિત્તે રત રહે છે. ત્યાંથી તેઓનું ચિત્ત અન્ય સ્થાનોમાં જતું પણ નથી અને ત્યાં પ્રવૃત્તિ કરવામાં તેઓને કંટાળો પણ આવતો નથી. અહીં એ પણ યાદ રાખવું કે, જે જ્ઞાન વિરતિના માર્ગે આગળ ન વધારે, સંવેગ અને નિર્વેદની વૃદ્ધિ દ્વારા સંયમમાર્ગમાં સ્થિર ન થવા દે, તે કહેવાતો શ્રતાભ્યાસ પણ શ્રુતાભાસ છે. આથી જ ચારિત્રમાં દઢતા લાવવાના કે સંયમના પરિણામને વૃદ્ધિમંત બનાવવાના ઉદ્દેશ વગર જેઓ સતત શાસ્ત્રમાં શ્રમ કરે છે, શાસ્ત્રને કંઠસ્થ કરવા કંઠ સૂકવી નાંખે છે, શાસ્ત્રને સમજવા બુદ્ધિનો તીવ્ર ઉપયોગ કરે છે, પરંતુ તે જ્ઞાન ભણીને ચારિત્ર માર્ગમાં દઢ ઉપયોગવાળા થતા નથી, સમિતિ-ગુપ્તિના પરિણામમાં સ્થિરતા લાવતા નથી, સતત માત્ર બાહ્યથી જ ક્રિયાઓ કરે છે; પરંતુ તે ક્રિયાથી કયા ભાવને પ્રગટ કરવાનો છે, તેનું જેઓ લક્ષ રાખતા નથી, તેઓને શાસ્ત્રકારોએ શ્રુત ભણવા છતાં અને ક્રિયા કરવા છતાં પણ પ્રમાદી જ કહ્યા છે. આથી જ અપ્રમત્તભાવ કેળવવા માટે ખૂબ સજાગ રહેવાની જરૂર છે. શાસ્ત્રો ભણી સંમૂચ્છિમની જેમ ચારિત્રની ક્રિયાઓ કરવાની નથી, પરંતુ શાસ્ત્રના એક એક શબ્દ કયા ભાવને બતાવનાર છે ? તે ભાવ મારામાં આવ્યો કે નહિ ? તે ભાવ લાવવા માટે મારે શું કરવું જોઈએ ? આ બધો વિચાર કરી શાસ્ત્રાનુસાર ક્રિયા કરવાની છે. આવી અપ્રમત્ત ભાવની ક્રિયા શાસ્ત્રાભ્યાસપૂર્વક થાય તો જ જ્ઞાનનું ફળ વિરતિ અને વિરતિનું ફળ મોક્ષ મળી શકે, અન્યથા નહિ. આ ગાથા બોલતાં સાધક વિચારે કે, શ્રુતજ્ઞાનની શક્તિ અચિત્ત્વ છે. ચિંતામણી રત્ન કે કલ્પવૃક્ષ Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ સૂત્રસંવેદના-૨ પણ જે કાર્ય ન કરી શકે તે કાર્ય શ્રુતજ્ઞાન કરે છે. શ્રુતરરાજ મારા અસાદિ અનેક દોષોને ટાળવા મારા જન્મોજન્મના દુ:ખોને દૂર કરવા અને મને પરમસુખ સુધી પહોંચાડવા સમર્થ છે. મારું સદ્ભાગ્ય છે. દેવ-દેવેન્દ્રો પણ જેની ભક્તિ કરે છે એવા શ્રુતજ્ઞાનને બુદ્ધિ દ્વારા સ્પર્શ કરવાનો મને અવસર પ્રાપ્ત થયો છે. હવે સંયોગ અને શક્તિ અનુસાર આ શ્રુતજ્ઞાનને આરાધું, તેને સમજવા માટે મારી બુદ્ધિનો પૂર્ણ ઉપયોગ કરું, શ્રુતજ્ઞાનને વંદન કરી એવી અભિલાષા વ્યક્ત કરું છું કે મારા એક એક આત્મપ્રદેશો આ શ્રુતના રંગથી રંગાઈ જાય અને મારું જીવન તદનુસાર પ્રવર્તે.” ‘બુદ્ધિમાન આત્મા શ્રુતજ્ઞાનમાં પ્રમાદ ન કરે' - તેમ જણાવીને, હવે આવા શ્રુતજ્ઞાન વિષયક પોતે પણ શું કરે છે, તે જણાવે છે. સિદ્ધ મો ! પયો નમો નિળમÇ - હે પરમર્ષિઓ ! તમે જુઓ, સિદ્ધ એવા જિનમતમાં પ્રયત્નવાળો હું (જિનમતને) નમસ્કાર કરું છું. અહીં ‘ભો !’ શબ્દ દ્વારા શ્રુતધર ૫૨મ-મહર્ષિઓને આમંત્રણ આપી, તેમની સાક્ષીએ સાધક જણાવે છે કે, “હું શ્રુતના સામર્થ્યને જાણું છું, તેથી સિદ્ધ એવા જિનમતમાં હું દૃઢ પ્રયત્ન કરું છું” સિદ્ધે (ખિળમÇ) - જિનમતસ્વરૂપ શ્રુતજ્ઞાન સિદ્ધ છે. ‘સિદ્ધ’ શબ્દના ત્રણ અર્થ થાય છે. (૧) સિદ્ધ એટલે અવશ્ય ફળ આપનાર. જિનમતમાં બતાવેલા માર્ગે ચાલવાથી મોક્ષરૂપી ફળ અવશ્ય મળે છે, તેથી તેને સિદ્ધ કહેવાય. (૨) સિદ્ધ એટલે પ્રતિષ્ઠિત - સર્વમાં રહેલું. આત્માદિ સર્વ પદાર્થો અનંત ધર્માત્મક છે. અનંત ધર્માત્મક વસ્તુને કોઈ એકાદ ધર્મથી જોવાથી તેનું યથાર્થ જ્ઞાન થઈ શકતું નથી, આથી જ જેઓ કોઈ એકાદ ધર્મને આગળ કરીને આત્માદિ પદાર્થોને જુએ છે, તેઓના જ્ઞાનમાં અધૂરાશ છે. જૈનમત સર્વનયથી પદાર્થને જોનાર હોઈ તે પૂર્ણ છે અને વળી જૈનમત સર્વનયથી વ્યાપ્ત હોઈ સર્વ મતનો સમાવેશ જૈનમતમાં થઈ જાય છે. આથી જ પ. પૂ. ઉપાધ્યાયજી મ. સા. એ એક સ્તવનમાં ગાયું છે કે - Page #298 -------------------------------------------------------------------------- ________________ શ્રી પુફખરવરદી સૂત્ર ૨૭૧ ‘સર્વ દર્શન તણું મૂળ તુજ શાસનમ્ તેણે તે એક સુવિવેક સુણિયે.” આમ જિનમત સર્વ મતમાં રહેલું છે તેથી પણ તેને સિદ્ધ કહેવું યોગ્ય છે. (૩) સિદ્ધ એટલે પ્રખ્યાત. કષ, છેદ અને તાપ પરીક્ષાથી શુદ્ધ સુવર્ણ જેમ સુવર્ણરૂપે પ્રખ્યાતિ પામે છે, તેમ કષાદિ ત્રણ પરીક્ષાથી શુદ્ધ શાસ્ત્રો જગતમાં પ્રખ્યાતિ પામે છે. અન્ય મતના સિદ્ધાંતો ત્રણે પરીક્ષાથી ઉત્તીર્ણ હોતા નથી. આથી જ તે જૈનમત જેવી પ્રખ્યાતિ પામી શકતા નથી. જૈનમત (જૈન સિદ્ધાંત) મોક્ષના સુખને અવશ્ય અપાવે છે. સર્વ સ્થાનમાં વ્યાપીને રહેલ છે અને સર્વ પરીક્ષામાં ઉત્તીર્ણ થવાના કારણે પ્રસિદ્ધિને પામેલ છે, તેથી તે સિદ્ધ છે. આવા સિદ્ધ જિનમતમાં હું પ્રયત્નવાળો છું. મો! પળો - હે મૃતધર પરમર્ષિઓ ! તમે જુઓ હું શ્રુતમાં પ્રયત્નવાળો બન્યો છું. કેમ કે, હું સમજું છું કે, સંસારનો વિસ્તાર અને મોક્ષની પ્રાપ્તિ મને આ ઋતથી જ થવાની છે માટે જ શાસ્ત્રનો સતત અભ્યાસ કરું છું. તેના ભાવોને સમજવા બુદ્ધિનો પૂર્ણ ઉપયોગ કરું છું. જે જે ભાવોને સમજું છું, તે તે ભાવોને અનુસારે મારા મન-વચન-કાયાને પ્રવર્તાવું છું. 6. કષ-છેદ-તાપ પરીક્ષાથી શુદ્ધ (a) કષ-પરીક્ષા શુદ્ધઃ આ સુવર્ણ અસલી છે કે નકલી, તેની તપાસ માટે તેને કસોટી પત્થર ઉપર ઘસવામાં આવે છે. જો યોગ્ય રેખા થાય તો તે સુવર્ણને કષ પરીક્ષાથી શુદ્ધ ગણાય છે. તેમ જે ધર્મશાસ્ત્રમાં હિંસા, જૂઠ આદિ પાપસ્થાનકોનું નિષેધરૂપે અને ધ્યાન, સ્વાધ્યાય, તપ આદિ સ&િયાનું વિધાનરૂપે કથન જોવા મળે તે શાસ્ત્રોને કષ-પરીક્ષાથી શુદ્ધ શાસ્ત્રો કહેવાય છે. (b) છેદ-પરીક્ષા શુદ્ધ : જેમ સોનાને વધુ તપાસ માટે છીણીથી કાપવામાં આવે અને અંદરમાં પણ જો તે શુદ્ધ જણાય તો તે છેદ-પરીક્ષાથી ઉત્તીર્ણ કહેવાય; તેમ જ શાસ્ત્રમાં બતાવેલા બાહ્ય આચાર-અનુષ્ઠાનો તેમાં બતાવેલ વિધિ-નિષેધને અનુકૂળ હોય તે શાસ્ત્ર છેદ-પરીક્ષા શુદ્ધ કહેવાય. (c) તાપ-પરીક્ષા-શુદ્ધ જેમ વધુ તપાસ માટે કે સંપૂર્ણ શુદ્ધિ જાણવા માટે અગ્નિના તાપમાં ઓગાળતાં જે સોનું જરા પણ ઝાંખુ ન પડે, પરંતુ વધુ તેજસ્વી બને તે સોનું તાપ-પરીક્ષા શુદ્ધ કહેવાય છે. તેમ જ ધર્મમાં પૂર્વોક્ત બન્ને શુદ્ધિની સાથે જીવાદિ તત્ત્વો એવી રીતે કહ્યાં હોય કે જેના કારણે બંધ-મોક્ષ આદિની વ્યવસ્થા યથાર્થપણે ઘટી શકે, તે ધર્મશાસ્ત્ર તાપ-પરીક્ષામાં શુદ્ધ કહેવાય. જે ધર્મ આ ત્રણે પરીક્ષાથી શુદ્ધ હોય તે સાચો ધર્મ કહેવાય. Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ સૂત્રસંવેદના-૨ અતિશય જ્ઞાની પુરુષોને નજર સમક્ષ રાખી આ રીતે બોલવાથી પુનઃ પુનઃ યાદ આવે છે કે, શ્રતધર મહાપુરુષોની સમક્ષ મેં આ સંકલ્પ કર્યો છે. માટે મારાથી હવે શ્રુતજ્ઞાનમાં લેશ પણ પ્રમાદ ન જ કરાય. આ રીતે બોલવાથી ગુણવાન વ્યક્તિને હું પરતંત્ર છું, તેમની આજ્ઞા-ઈચ્છાનુસાર મારે જીવન જીવવાનું છે, તેવો ભાવ પણ જ્વલંત રહે છે. નો નિગમ - હું જિનમતને નમસ્કાર કરું છું. ' સિદ્ધ એવા જિનમતમાં પ્રયત્નવાળો હું જિનમતને નમસ્કાર કરું છું. અર્થાત્ જિનમત પ્રત્યે અત્યંત આદર અને બહુમાનના પરિણામને વ્યક્ત કરનારી બે હાથ જોડી મસ્તક નમાવવારૂપ દ્રવ્યથી નમસ્કારની ક્રિયા કરું છું અને શાસ્ત્રના એક એક શબ્દના જે ભાવ છે, તે ભાવને અનુરૂપ મારા આત્માને બનાવવારૂપ ભાવનમસ્કાર કરું છું. શ્રુત પ્રત્યેની પ્રબળ ભક્તિ જ પુનઃ પુનઃ નમસ્કાર કરાવી અને જિન મતાનુસાર જીવન જીવવાની તીવ્ર ભાવનાને વૃદ્ધિમાન કરે છે. વિશિષ્ટ કોટિનું શ્રુતજ્ઞાન તથા શ્રુતજ્ઞાનના સારને પામેલા મૃતધારા મહાપુરુષોને સ્મૃતિમાં રાખી તેમની સામે શ્રત માટે યત્નવાન હું અત્યંત આદરથી આવા વિશિષ્ટ શ્રુતજ્ઞાનને નમસ્કાર કરું છું. તેવો ભાવ પ્રગટ થવો જોઈએ. તો જ આ પદ બોલતાં શ્રુતને રોકનાર કર્મની નિર્જરા થઈ શકે. હવે જે જિનમતને નમસ્કાર કર્યો તે જિનમત કેવો છે, તેનું વર્ણન કરે છે - નવી સયા સંનને - (જિનમત હોતે છતે) સંયમધર્મમાં સદા વૃદ્ધિ (થાય) છે. ચારિત્રધર્મની વૃદ્ધિ કરવી, એ શ્રુતજ્ઞાનનું મહત્ત્વનું કાર્ય છે. આથી જ યોગ્યાત્માઓ શાસ્ત્રનું અધ્યયન કરી, વૈરાગ્ય પામી સંયમ જીવનને સ્વીકારે છે. સંયમ સ્વીકારીને સમિતિ, ગુપ્તિવાળા મુનિ ભગવંતો આગમ ગ્રંથોનો જેમ જેમ અભ્યાસ કરે છે, તેમ તેમ તેમની સંયમવિષયક પ્રજ્ઞા વિશદ થતી જાય છે. તેથી સંયમના, સમિતિના-ગુપ્તિના સૂક્ષ્મ-સૂક્ષ્મ ભાવો તેમને દેખાતા જાય છે. અને તે તે ભાવને અનુરૂપ તેઓ સમિતિ-ગુપ્તિનું ઉત્તરોત્તર વિશિષ્ટ પાલન કરે છે. જે સંવરભાવને પ્રગટ કરી, કર્મની નિર્જરા કરાવી છેક મોક્ષ સુધી 7. નિ . અહીં સપ્તમી વિભક્તિ છે, તે ચતુર્થી અર્થવાળી છે. તેથી જિનમતને નમસ્કાર કરું છું, એવો અર્થ કરેલ છે. Page #300 -------------------------------------------------------------------------- ________________ શ્રી પુ′′રવરદી સૂત્ર પહોંચવામાં કારણ બની શકે છે. આથી શ્રુતધર્મને ચારિત્રધર્મની વૃદ્ધિનું કારણ કહેલ છે. જે શ્રુતના કારણે સંયમના પરિણામ વૃદ્ધિમાન થાય છે, તે સંયમ કેવું છે તે બતાવતાં કહે છે કે - વેવ-નાળ-સુવન્ન-જિન્નર-ગળ-સ્વમૂત્ર-માવગ્નિપ્ વૈમાનિક દેવો, નાગકુમા૨, સુવર્ણકુમા૨, ભવનપતિ દેવો, (તથા) કિન્નર દેવોના સમૂહ વડે સત્યભાવથી પૂજાયેલ છે. ૨૭૩ W સંયમ જ સુખનું કારણ છે, સંયમ જ ઉપાદેય છે, આવી શ્રદ્ધા હોવાના કારણે જ ચારે નિકાયના દેવો ઉપચારથી નહિ, પરંતુ હૃદયના સાચા ભાવથી સંયમને પૂજે છે, સંયમી આત્માની વિવિધ પ્રકારે ભક્તિ કરે છે, અનેક પ્રકારે તેમને સંયમમાં સહાયક બને છે. મહાન શક્તિવાળા ઈન્દ્રો કે વિકાર વિનાના મનવાળા અનુત્તરવાસી દેવો સતત સંયમને ઝંખે છે. તોપણ તેઓ ચોથા ગુણસ્થાનકથી આગળ જઈ શકતા નથી. આથી જ તેઓ સંયમી આત્મા પ્રત્યે અત્યંત આદરવાળા હોય છે અને પોતાનાં ચારિત્ર-મોહનીય કર્મ ખ઼પાવવા તેમની ભક્તિમાં સદા રત રહે છે. 9. હોનો-નત્ય પટ્ટિયો - જેમાં (જે જિનમતમાં) જ્ઞાન પ્રતિષ્ઠિત છે. લોક શબ્દનો અર્થ જ્ઞાન° થાય છે. એટલે આત્મકલ્યાણ કરે તેવું સર્વ પ્રકારનું જ્ઞાન આ જૈનમતમાં રહેલું છે. જૈન સિદ્ધાંતોની રચના એવા પ્રકારે થયેલી છે કે, તેનો અભ્યાસ કરનાર આત્માને સર્વ વિષયનું જ્ઞાન થાય છે. કોઈ વિષય એવો નથી કે જેની જૈન સિદ્ધાંત ભણનાર આત્માને ખબર ન હોય. પછી ભલે જ્યોતિષ ગ્રંથ હોય કે સંગીત શાસ્ત્ર હોય. શિલ્પશાસ્ત્ર હોય કે વાસ્તુશાસ્ત્ર હોય, સર્વ વિષય સંબંધી જ્ઞાન જૈન સિદ્ધાંતમાંથી મળી શકે છે. વળી, જૈનશાસ્ત્રોની વિશિષ્ટતા એ છે કે તે આ સર્વ જ્ઞાનને આત્મહિતકર બનાવી શકે છે. 8. ‘હોન હોજઃ જ્ઞાનમેવ' લોક=જ્ઞાન સ્વનિરૂપિતજનકતાસંબંધથી વચનરૂપી જિનમતમાં જ્ઞાન પ્રતિષ્ઠિત છે=રહેલું છે. જિનમત=જનક અને જ્ઞાન=જન્ય. Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ સૂત્રસંવેદના-૨ જ્ઞાન જૈનમતમાં રહેલું છે, તેમ કહેવાનું કારણ એ જ છે કે, આ સિદ્ધાંત જ્ઞાનનું કારણ બને છે. જેમ જ્યોતિષ, સંગીત આદિનું જ્ઞાન જે પુસ્તકના માધ્યમે મળે છે, તે પુસ્તકમાં તે વિષયનું જ્ઞાન છે તેમ કહેવાય છે. તેમ સર્વ વિષયનું જ્ઞાન જૈન શાસ્ત્રથી થતું હોઈ આ શાસ્ત્રમાં તેનું જ્ઞાન છે, તેમ કહેવાય છે. અર્થાત્ જેનશાસ્ત્રો (દ્વાદશાંગી)માં દુનિયાના કોઈપણ વિષયનું જ્ઞાન બાકી નથી. નમિvi તે માસુર (ગસ્થ પશિ) - (વળી) મર્યલોક= મનુષ્યલોક, સુરલોક અને અસુરલોક એ ત્રણે લોકસ્વરૂપ આ જગત (પણ) શ્રુતજ્ઞાનમાં પ્રતિષ્ઠિત છે. શ્રુતજ્ઞાન ત્રણે લોક સ્વરૂપ જગતનો બોધ કરાવે છે. તેથી એમ કહી શકાય છે કે, જગત આખું શ્રુતજ્ઞાનમાં રહેલું છે. કેટલાક લોકો માત્ર મનુષ્યલોકને જ જગત તરીકે સ્વીકારે છે, પણ એ ખોટું છે. આ વિશ્વ ત્રણ લોકથી બનેલું છે. મનુષ્યલોક, સુરલોક અને અસુરલોક. આ પ્રમાણે શ્રુતજ્ઞાનથી ઊર્ધ્વ-અધો અને તિર્થાલોક સ્વરૂપ સમગ્ર વિશ્વનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ વિશ્વ કેવું છે ? તેની વ્યવસ્થા કેવી છે ? તેમાં કયા કયા પદાર્થો સમાયેલા છે ? તે પદાર્થો કેવા છે ? તે ક્યારથી છે ? ક્યાં સુધી રહેવાના છે, વગેરે સર્વ બાબતનું જ્ઞાન જૈનશાસ્ત્રથી થાય છે, આથી જ સમસ્ત વિશ્વ શ્રુતજ્ઞાનમાં સમાયેલું છે, તેમ કહેવાય છે. હવે આવા ઉત્તમ કૃતધર્મની વૃદ્ધિની આશંસાથી કહે છે – થmો વડૂ સીસો 2 વિનયો - (ઈતરવાદીઓને) જીતવા દ્વારા શ્રતધર્મ હંમેશ માટે વૃદ્ધિ પામો. 10. અહીં મર્યલોકથી તિચ્છલોક= મનુષ્યલોક લેવાનો છે અને અસુરલોકથી ભવનપતિનો વસવાટ ક્યાં છે તે અધોલોક લેવાનો છે અને સુરલોકસ્વરૂપ ઉદ્ગલોક અધ્યાહારથી ગ્રહણ કરવાનો છે. 11. શેયપણાથી આખું જગત જિનમતમાં પ્રતિષ્ઠિત છે=રહેલું છે. જિનમત=જ્ઞાન અને જગત=વિષય, શેય. 12. અહીં સાસગો શબ્દ ક્રિયાવિશેષણ છે. Page #302 -------------------------------------------------------------------------- ________________ શ્રી પુ′′રવરદી સૂત્ર “મહાન પ્રભાવવાળો આ શ્રુતધર્મ જ્યાં સુધી કેવળજ્ઞાનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી સદા માટે વૃદ્ધિ પામો ! મારું જ્ઞાન સદાકાળ વધતું રહે, તે માટે શ્રુતવિષયક વાચના, પૃચ્છના, પરાવર્તના અને અનુપ્રેક્ષાદિ કરતાં શ્રુતનિર્દિષ્ટ ભાવોને સૂક્ષ્મતાથી જોવાની મને શક્તિ મળો ! તે તે ભાવોનું ઊંડું અવગાહન કરવાનું સામર્થ્ય મળો !” આવી પ્રાર્થના દ્વારા જ્યારે જીવને શ્રુતજ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ પેદા થાય છે, ત્યારે તેને મોક્ષમાર્ગ ઉપર કઈ રીતે ચાલવું, તે માટે કયો પ્રયત્ન કરવો તે વધુ સ્પષ્ટ સ્પષ્ટતર થાય છે અને જીવ ક્ષપકશ્રેણિ માંડી કેવળજ્ઞાનને પણ પ્રાપ્ત કરી શકે છે. ૨૭૫ સૂત્રના અંતે સાધક પોતાની ભાવના વ્યક્ત કરતાં કહે છે કે, “કુમતોનો પરાભવ કરી, તેમની ઉપર વિજય મેળવવા દ્વારા મારા હૈયામાં સદા માટે શ્રુતધર્મની વૃદ્ધિ થાઓ” અનાદિકાળથી આ જગતમાં અનેક પ્રકારના કુમતો પ્રવર્તે છે. આ કુમતો અન્ય સર્વ સ્થાનોમાં તો પોતાનું સામ્રાજ્ય-સ્થાપિત કરે છે પણ આપણા ચિત્ત ઉપર પણ અનાદિકાલીન કુવાસનાઓને કારણે કુમતનું સામ્રાજ્ય જ વિજયવંતુ છે. કુમતથી પ્રભાવિત હોવાના કારણે જ આત્મા શરીરથી ભિન્ન હોવા છતાં આપણને તે જુદો લાગતો નથી. આંપણને તો એવું જ લાગે છે કે, “શરીર એ જ હું”, વળી, શીરાદિનાશવંત હોવા છતાં તે કુવાસનાઓના કારણે શરીરાદિ. શાશ્વત લાગે છે. ક્યારેક બુદ્ધિમાં તેની નશ્વરતા સ્વીકારીએ તોપણ પ્રવૃત્તિ તો એવી જ કરીએ છીએ કે જાણે શરીર શાશ્વત કાળ ટકવાનું હોય. જીવનમાં જે કોઈ પ્રતિકૂળતાઓ આવે છે તે આપણા કર્મના કારણે આવે છે અને અંદરમાં પડેલાં રાગાદિ દોષને કારણે તે પ્રતિકૂળતાઓ દુ:ખકારક લાગે છે. આ વાસ્તવિકતા હોવા છતાં કુમતના સંસ્કારોના કારણે તેમાં આપણને અન્યનો દોષ લાગે છે. આવી પરિસ્થિતિ હોવાથી શ્રુતસ્તવના અંતે સાધક પ્રાર્થના કરે છે કે, “હે પ્રભુ ! કુમતના સંસ્કારોનો નાશ કરતાં મારામાં શ્રુતધર્મની વૃદ્ધિ થાઓ. હું જેમ જેમ શ્રુતાભ્યાસ કરું શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ માટે સ્વાધ્યાયાદિ કરું, એક એક પદ ઉપર ઊંડી અનુપ્રેક્ષા કરું તેમ તેમ કુમતના સંસ્કારો ધીમે ધીમે Page #303 -------------------------------------------------------------------------- ________________ સૂત્રસંવેદના-૨ નબળા પડતા જાય. મારા અંતરમાંથી કુમતનું સામ્રાજ્ય હટતું જાય. આ રીતે જો શ્રુતજ્ઞાનની વૃદ્ધિ થાય તો જ મને સાચી સમજ પ્રાપ્ત થાય. સાચી સમજ પ્રાપ્ત થતાં મારી શ્રદ્ધા તીવ્ર બને અને શ્રદ્ધાની તીવ્રતા દ્વારા હું સમ્યગ્દર્શન આદિ ગુણોને પામી સર્વવિરતિ સુધી પહોંચી શકું. ૨૭૬ પ્રભુ ! આથી જ આજે આપને પ્રાર્થના કરું છું કે જ્યાં સુધી કેવળજ્ઞાનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી સદાકાળ મહાપ્રભાવવાળું આ શ્રુતજ્ઞાન મારામાં વધ્યા કરે. પ્રભુ ! વાચનાદિ દ્વારા પ્રાપ્ત શ્રુતજ્ઞાનથી મને શ્રુતના સૂક્ષ્મભાવોને જોવાની ક્ષમતા પ્રાપ્ત થાઓ” આ રીતે ભાવપૂર્ણ હૃદયે પ્રાર્થના કરવાથી જ્ઞાનાવરણીયાદિ કર્મનો ક્ષયોપશમ થાય છે અને સાધક શ્રુતજ્ઞાન દ્વારા છેક કેવંળજ્ઞાન સુધી પહોંચી શકે છે. ધમ્મુત્તર વઝુડ - (ચારિત્ર) ધર્મની ઉત્તરમાં (પણ શ્રુતધર્મની) વૃદ્ધિ થાઓ. ‘જ્ઞાનસ્ય વિરતિ’- જ્ઞાનનું ફળ વિરતિ છે. સમ્યક્ શ્રુતજ્ઞાનનું ફળ સર્વવિરતિની પ્રાપ્તિ છે. વિરતિ મળ્યા પછી પણ સાધકને કેવળજ્ઞાન સુધી પહોંચવાની ભાવના છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિમાં આ શ્રુતજ્ઞાન એ ૫૨મ સહાયક તત્ત્વ છે. આથી જ સાધક ‘મારું શ્રુતજ્ઞાન વધો' એવી પ્રાર્થના કર્યા પછી આગળ પ્રાર્થના કરતાં કહે છે કે, ‘હે પ્રભુ ! સર્વવિરતિની પ્રાપ્તિ થયા પછી હું ક્યાંય પ્રમાદને આધીન ન બનું હવે મને બધું મળી ગયું છે એમ માની બેસી ન રહું. તે માટે આપને વિનંતી કરું છું કે ચારિત્રધર્મ પ્રાપ્ત થયા પછી પણ ક્ષપકશ્રેણી યોગ્ય શ્રુતજ્ઞાન જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મારામાં ઉત્તરોત્તર શ્રુતજ્ઞાનની વૃદ્ધિ થતી જાય તેવી પ્રભુ મને શક્તિ આપજો ! જિજ્ઞાસા : શ્રુતધર્મની વૃદ્ધિ થાઓ ! ચારિત્ર ધર્મની ઉત્ત૨માંય શ્રુતધર્મ વધો ! આવી પ્રાર્થનાને આશંસા ન કહી શકાય ? - 13. પ્રાતિભજ્ઞાન એ અરુણોદયની જેમ શ્રુતજ્ઞાન અને કેવલજ્ઞાનની વચ્ચેનું જ્ઞાન છે. તે આવ્યા પછી જીવને ટૂંક જ સમયમાં કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આ પ્રાતિભજ્ઞાન શ્રેણિમાં આવે છે, તેની સહાયથી જીવ પ્રચંડ પુરુષાર્થ ફોરવીને પોતાનું લક્ષ્ય સિદ્ધ કરે છે. આત્માની અનુભૂતિને મેળવવા માટેની ક્ષયોપશમજન્ય પ્રકૃષ્ટ બુદ્ધિ, એ જ. પ્રાતિભજ્ઞાન છે. આ જ્ઞાનમાં માર્ગાનુસા૨ી પ્રકૃષ્ટ ઉહ (બુદ્ધિ) હોય છે. Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૭૭ તૃપ્તિ : આ પ્રાર્થના આશંસારૂપ જરૂર છે, પરંતુ આ આશંસા અનાશંસભાવરૂપ મોક્ષનું કારણ બને તેવી છે, માટે મોક્ષના અભિલાષીએ સતત રાખવાની છે. કેમ કે આવી પ્રાર્થનાથી જ મોક્ષનું બીજાધાન થાય છે. નવું નવું જ્ઞાન પ્રાપ્ત કરવાની ભાવનાથી તીર્થંકરનામકર્મ બંધાય છે, આથી શ્રુતવૃદ્ધિની આ પ્રાર્થના આશંસારૂપ હોવા છતાં ઉપાદેય છે. આ ગાથા બોલતાં સાધક શ્રુતજ્ઞાન તથા શ્રુતધર મહર્ષીઓને સ્મૃતિપટ પર બિરાજિત કરી તેમની સાક્ષીએ શ્રુતજ્ઞાનને ભાવપૂર્ણ હૃદયે બે હાથ જોડી મસ્તક નમાવી વંદન કરતાં પ્રાર્થના કરે છે કે, ‘હે પ્રભુ ! આ શ્રુતજ્ઞાન દ્વારા મારામાં હંમેશા ચારિત્રધર્મની વૃદ્ધિ થજો ! ત્રણે જગતનો સ્પષ્ટ બોઘ કરાવનાર આ શ્રુતજ્ઞાન મારામાં માત્ર શબ્દરૂપે હિ; પરંતુ કુમતના કુસંસ્કારો ઉપર વિજય મેળવવા રૂપે વૃદ્ધિ પામજો ! ચારિત્રધર્મ આવી ગયા પછી પણ જ્યાં સુધી કેવળજ્ઞાન ન મળે ત્યાં સુધી મારામાં આ શ્રુતજ્ઞાનની વૃદ્ધિ થયા કરજો !” પ્રાર્થનાથી સંતોષ ન થતાં સાધક આગળ વધી હવે શ્રુતધર્મની આરાધના માટે કાયોત્સર્ગ કરે છે. સુગલ્સ ભાવો રેમિ ઝાકસ્સાં વંવળવત્તિયાણૢ - પૂજ્ય એવા આ શ્રુતધર્મના વંદન-પૂજનાદિ માટે હું કાયોત્સર્ગ કરું છું. ‘મળવો’ એટલે ‘ભગવાન’ તે ‘સુખસ’ વિશેષણ છે. તે શ્રુત ભગવાનના વંદન નિમિત્તે `હું કાઉસ્સગ્ગ કરું છું એવો અર્થ થાય. ‘મળવો’ નો અર્થ ઐશ્વર્યાદિ ગુણવાળું અથવા પૂજ્ય એવો થાય છે. શ્રુતજ્ઞાન ત્રણે જગતને પૂજ્ય છે. ઊર્ધ્વલોકના વૈમાનિક આદિ દેવો, અધોલોકના ભવનપતિ આદિ દેવો તથા તિતિલોકના માનવીઓ આ શ્રુતજ્ઞાનને ભાવથી નમસ્કાર કરે છે, તેની આજ્ઞાને શિરોધાર્ય કરે છે અને તેના પ્રત્યે અત્યંત આદર બહુમાનભાવ ધારણ કરે છે. વળી, આ શ્રુતજ્ઞાન જેનામાં હોય છે, તેનું પુણ્ય એવું પ્રબળ થાય છે કે જેના કારણે તેમને વિશિષ્ટ કોટિના ઐશ્વર્ય, રૂપ, બળ, લક્ષ્મી આદિ પ્રાપ્ત થાય છે. Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ સૂત્રસંવેદના-૨ , અહીં એ વાત ધ્યાનમાં રાખવી કે, શ્રુતજ્ઞાન એ જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી પ્રાપ્ત થતો આત્માનો ગુણ છે. આ ગુણને અવલંબીને ગુણવાન વ્યક્તિને જે ફાયદા થાય છે તે ફાયદા પણ ગુણ-ગુણીનો અભેદ હોવાથી ગુણના જ ગણાય છે. આથી જ ઐશ્વર્ય, રૂપ આદિ વાળો તો શ્રુતજ્ઞાની સાધક બને છે, છતાં અહીં શ્રુતજ્ઞાનને જ ભગવાન કહેવાય છે, પૂજ્ય કહેવાય છે. પૂજ્ય એવા શ્રુતજ્ઞાનના વંદન-પૂજન-સત્કાર સન્માન આદિ નિમિત્તે હું કાઉસ્સગ્ન કરું છું. તે નિમિત્તે કાઉસ્સગ્ન કરું છું એટલે શ્રુતધર્મના વંદનાદિથી અન્યને જે લાભો થયા છે તે લાભો મને પણ મળે તેવી આશંસાપૂર્વક હું કાઉસ્સગ્ન કરું છું. - પુખરવરદી સૂત્ર દ્વારા શ્રુતજ્ઞાનને સ્વર્ય નમસ્કાર વંદન આદિ કર્યા પછી હજુ જેને સંતોષ નથી થતો એવો સાધક શ્રુતજ્ઞાનની વિશેષ ઉપાસના માટે કાયોત્સર્ગ કરે છે, તેના દ્વારા શ્રુતના ઉપાસકોની અનુમોદના કરે છે. આ અનુમોદના દ્વારા પોતાને પણ તેં ફળ પ્રાપ્ત થાય તેવી ઇચ્છા રાખે છે. અહીં વંદુવત્તિવાઈ થી આગળ પૂર્ણ રિહંત રેફયાનું સૂત્ર બોલી તથા અન્નત્ય સૂત્ર બોલી એક નવકારનો કાયોત્સર્ગ કરવામાં આવે છે. આ કાયોત્સર્ગ શ્રતની આરાધના માટે છે. તેથી કાયોત્સર્ગ પાળીને શ્રુતજ્ઞાનના માહાભ્યને બતાવતી થોય બોલવામાં આવે છે. આ કાયોત્સર્ગ કરવાનું કારણ એ છે કે, પંચપરમેષ્ઠીમાં અરિહંત અને સિદ્ધ જ્ઞાનની પરાકાષ્ઠાને પામેલા છે અને આચાર્યાદિ પણ વિશેષ પ્રકારે જ્ઞાનાદિ માટે યત્ન કરનાર છે, તેથી નમસ્કાર મહામંત્રના જાપ દ્વારા તેમને નમસ્કાર કરવાથી તેમનામાં રહેલા જ્ઞાનાદિ ગુણોનું બહુમાન, પોતાના જ્ઞાનાવરણીયકર્મનો નાશ કરાવી જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિનું કારણ બને છે. સુમ બાવો બોલીને જ્યારે કાયોત્સર્ગ કરવામાં આવે ત્યારે આ સૂત્રમાં બતાવેલું શ્રુતજ્ઞાનનું માહાભ્ય બુદ્ધિમાં ઉપસ્થિત હોવું જોઈએ અને આવા શ્રુતની આરાધના માટે હું કાયોત્સર્ગ કરું છું; તેવું ખ્યાલમાં રાખવું જોઈએ, તો જ આ કાયોત્સર્ગનું વિશિષ્ટ ફળ મળી શકે છે. Page #306 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર સૂત્ર પરિચય : ધર્મક્રિયાનું અંતિમ લક્ષ્ય અને ફળ સિદ્ધ અવસ્થા છે. આ સૂત્રમાં સિદ્ધ અવસ્થાનું સ્વરૂપ વર્ણવીને સિદ્ધભગવંતોને નમસ્કાર કરવામાં આવ્યો છે. તેથી આ સૂત્રનું બીજું નામ “સિદ્ધસ્તવ' છે. સિદ્ધ અવસ્થાનું જ્ઞાન, સિદ્ધના આત્માઓનો આનંદ, સિદ્ધ ભગવંતોના સુખની શ્રદ્ધા જ ભવ્યાત્માને ધર્મકાર્યમાં પ્રેરણા પૂરી પાડે છે. ધર્મ કરીને આવું સુખ મને મળવાનું છે, આવી અવસ્થા મને પ્રાપ્ત થવાની છે, આવી સમજ ધર્મમાર્ગમાં ઉત્સાહની વૃદ્ધિ કરે છે. આ સૂત્રની પહેલી ગાથામાં સિદ્ધભગવંતો કેવા છે ? તેમનું જ્ઞાન કેવા પ્રકારનું છે ? તેઓ સંસારના પારને કઈ રીતે પામ્યા વગેરે બતાવવામાં આવ્યું છે. આવા સ્વરૂપે સિદ્ધભગવંતોનું એકાગ્રતાપૂર્વક ધ્યાન કરવામાં આવે તો સાધક ક્રમિક વિકાસ સાધતો છેક સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિ સુધી જરૂર પહોંચી શકે છે. બીજી ગાથામાં આપણા આસન્ન ઉપકારી વીરભગવંતની વિશેષતા જણાવી તેમને વંદના કરવામાં આવી છે. ત્રીજી ગાથામાં આ વિર ભગવાનને પૂર્ણ ભાવથી કરેલો એક પણ નમસ્કાર કેવા ઉત્તમ કોટિના ફળને આપે છે, તે જણાવ્યું છે. ચોથી ગાથામાં બાલબ્રહ્મચારી નેમિનાથ ભગવાનના કલ્યાણકના Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ સૂત્રસંવેદના-૨ સ્થળની માહિતી સાથે તેમને વંદના કરવામાં આવી છે. પાંચમી ગાથામાં ૪-૮૧૦-૨ એમ આંકડાપૂર્વક ચોવીશ ભગવંત તથા અન્ય તીર્થ અને તીર્થકરને પણ વંદના કરવામાં આવી છે. અહીં એટલું ખાસ ધ્યાનમાં લેવું કે, આ સૂત્ર સિદ્ધસ્તવ હોઈ અહીં દરેક ભગવાનની સ્તવના સિદ્ધ સ્વરૂપે કરવાની છે. આ સૂત્રની છેલ્લી બે ગાથા પાછળથી પ્રલિપ્ત હશે તેમ લાગે છે, કેમ કે લલિતવિસ્તરાદિ ગ્રંથમાં તેનું વિવેચન જોવા મળતું નથી. છતાં પૂર્વાચાર્યકૃત આ બંને ગાથાઓને ગીતાર્થ ગુરુભગવંતોએ માન્ય કરેલ હોવાથી દેવવંદનાદિમાં અત્યારે બોલાય છે. આ સૂત્રનો મુખ્ય ઉપયોગ દેવવંદન તથા પ્રતિક્રમણમાં થાય છે. પુખરવરદી સૂત્ર બોલી શ્રતની સ્તવના કર્યા બાદ શ્રુતજ્ઞાનનું અંતિમ ફળ સિદ્ધ અવસ્થા છે. આથી સિદ્ધભગવંતોની સ્તવનાર્થે આ સૂત્ર બોલવામાં આવે છે. મૂળ સૂત્ર : सिद्धाणं बुद्धाणं, पार-गयाणं परंपर-गयाणं । लोअग्गमुवगयाणं, नमो सया सव्व-सिद्धाणं ॥१॥ जो देवाण वि देवो, जं देवा पंजली नमसंति । ત લેવલે-દિગં, સિરસ વંદે મહાવીર સારા इक्को वि नमुक्कारो, जिणवर-वसहस्स वद्धमाणस्स । સંસાર-સારાગો, તારે નવ ના િવ ારૂા. उजिंतसेल-सिहरे, दिक्खा नाणं निसीहिआ जस्स । तं धम्म-चक्कवट्टि, अरिट्ठनेमि नमसामि ।।४।। चत्तारि अट्ठ दस दो य, वंदिआ जिणवरा चउव्वीसं । પરમ-નિટિંગ, સિદ્ધા સિદ્ધિ મમ વિલંતુ હા . પદઃ ૨૦: સંપદા ૨૦ઃ અક્ષર : ૧૭૦ Page #308 -------------------------------------------------------------------------- ________________ २८५ ૨૮૧ શ્રી સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર અવય સહિત સંસ્કૃત છાયા અને શબ્દાર્થ : सिद्धाणं बुद्धाणं, पार-गयाणं परंपर-गयाणं । सिद्धेभ्यः बुद्धेभ्यः, पार-गतेभ्यः परम्पर-गतेभ्यः । સિદ્ધ થયેલા, કેવળજ્ઞાન પામેલા, સંસારના પારને પામેલા, પરંપરાથી મોક્ષને પામેલા. लोअग्गमुवगयाणं, सव्व सिद्धाणं सया नमो ।।१।। लोकाग्रं उपगतेभ्यः, सर्व-सिद्धेभ्यः सदा नमः ।।१।। લોકના અગ્ર ભાગને પામેલા (એવા) સર્વ સિદ્ધોને હું સદા નમસ્કાર કરું છું. जो देवाण वि देवो, जं देवा पंजली नमसंति । यः देवानां अपि देवः, यं देवाः प्राञ्जलयः नमस्यन्ति । જે દેવોના પણ દેવં છે, જેમને દેવો પણ બે હાથ જોડી નમે છે. देवदेव-महिअं तं महावीरं सिरसा वंदे ।।२।। देवदेव-महितं तं महावीरं शिरसा वन्दे ।।२।। (જ) દેવોના દેવ-ઈન્દ્રથી પૂજાયેલા તે મહાવીર સ્વામી ભગવાનને હું મસ્તક નમાવી વંદન કરું છું. जिणवर-वसहस्स वद्धमाणस्स इक्को वि नमुक्कारो । जिनवर-वृषभाय वर्द्धमानाय एकः अपि नमस्कारः । - જિનોમાં વૃષભ તુલ્ય વર્ધમાનસ્વામીને કરેલો એક પણ નમસ્કાર. नरं व नारिं वा संसार-सागराओ तारेइ ।।३।। नरं वा नारी वा संसार-सागरात् तारयति ।।३।। પુરુષને અથવા સ્ત્રીને સંસાર-સાગરથી તારે છે. lill उजिंतसेल-सिहरे जस्स दिक्खा नाणं निसीहिआ । उज्जयन्तशैल-शिखरे, यस्य दीक्षा ज्ञानं नैषेधिकी । - ઉજ્જયંત પર્વતના (ગિરનારના) શિખર ઉપર જેમનાં દીક્ષા, કેવળજ્ઞાન અને મોક્ષ કલ્યાણક થયાં છે. धम्म-चक्कवटिं तं अरिट्ठनेमि नमसामि ।।४।। तं धर्म-चक्रवर्तिनं अरिष्टनेमि नमस्यामि ।।४।। ધર્મના ચક્રવર્તી એવા તે નેમિનાથ ભગવાનને હું નમસ્કાર કરું છું. જો Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ સૂત્રસંવેદના-૨ चत्तारि अट्ट दस दो य, वंदिआ चउव्वीसं जिणवरा । चत्वारः अष्ट दश द्वौ च, वंदिताः चतुर्विंशतिः जिनवराः । ચાર, આઠ, દસ અને બે (આ સ્વરૂપે અષ્ટાપદ ઉપર સ્થાપન કરાયેલા), વંદાયેલા ચોવીશ જિનેશ્વરી, परमट्ठ-निटिअट्ठा, सिद्धा मम सिद्धिं दिसंतु ।।५।। परमार्थ-निष्ठितार्थाः सिद्धाः मम सिद्धि दिशन्तु ।।५।। પરમાર્થને પામેલા, કૃતકૃત્ય થયેલા એવા સર્વ સિદ્ધો ! મને મોક્ષ આપો.પી. વિશેષાર્થ : સિદ્ધા. - 'સિદ્ધ થયેલા, (સિદ્ધપરમાત્માને હું નમસ્કાર કરું છું.) સર્વ કર્મનો ક્ષય કરી જેઓ સિદ્ધિ ગતિને પામ્યા છે તેમને સિદ્ધ કહેવાય છે. આત્મા જ્યાં સુધી કર્મ સાથે સંકળાયેલો હોય છે ત્યાં સુધી તે કર્મને પરાધીન બની ચાર ગતિમાં ભટક્યા કરે છે. નવા નવા શરીર ધારણ કરે છે અને તેના દ્વારા તે અનેક પ્રકારની પીડાઓનો ભોગ બને છે; પરંતુ જ્યારે આત્મા સર્વ કર્મથી મુક્ત થાય છે ત્યારે શરીર સાથે બંધાવવાનું, જ્યાં ત્યાં ભટકવાનું અને દુ:ખી થવાનું બંધ થાય છે અને ત્યારે આત્મા સંપૂર્ણ સ્વાધીન બનીને પોતાના સહજ સુખને માણી શકે છે. આ રીતે સહજ સુખમાં વિલસતાં સિદ્ધ ભગવંતને આ પદ દ્વારા વંદન કરવામાં આવે છે.. સિદ્ધ શબ્દથી યોગસિદ્ધ, મંત્રસિદ્ધ, તપસિદ્ધ, કર્મસિદ્ધ આદિ અનેક સિદ્ધોનો સમાવેશ થઈ શકે છે, તે બધાનું ગ્રહણ ન થાય માટે સિદ્ધ ભગવાનના સ્વરૂપને સ્પષ્ટ કરતું આ બીજું પદ કહે છે – વૃદ્ધા - કેવળજ્ઞાન પામેલા (સિદ્ધભગવંતને હું નમસ્કાર કરું છું.) સિદ્ધ અવસ્થા પ્રાપ્ત થતાં પૂર્વે કર્મનો નાશ કરવા સાધક જ્યારે ક્ષપકશ્રેણી માંડે છે ત્યારે ઉત્તરોત્તર ગુણસ્થાનકમાં આગળ વધતા તે (ચાર ઘાતી કર્મનો ક્ષય કરી) તેરમા સયોગી કેવલી નામના ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે, અને ત્યારે તે કેવળજ્ઞાનાદિ આત્માના ગુણોને પ્રગટ કરે છે. પ્રગટ થયેલા તે ગુણો ત્યારપછી અનંતકાળ સુધી સિદ્ધ અવસ્થામાં પણ સાથે રહે છે. તેથી સિદ્ધ ભગવંતોને “બુદ્ધ' કહેવાય છે. કેવળજ્ઞાન પામેલા સિદ્ધ ભગવંતો ચરાચર જગતને હાથમાં રહેલ પાણીના 1. સિદ્ધાર્જ - સિદ્ધ શબ્દનું વિશેષ સ્વરૂપ નવકારમાંથી જોવું. Page #310 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર ૨૮૩ બુંદની જેમ જોઈ શકે છે. કોઈ પણ દ્રવ્યના કોઈપણ પર્યાયને જોવા હવે તેમને નેત્ર કે પુસ્તક આદિ કોઈની પણ સહાય લેવી પડતી નથી. સર્વદ્રવ્ય, સર્વકાળ, સર્વ જીવો અને જડ પદાર્થો આ બધાની ભૂત-ભાવિ-વર્તમાન સર્વ અવસ્થાઓને તેઓ હરપળે, હરક્ષણે કોઈની સહાય વિના જોઈ શકે છે. સિદ્ધ અને બુદ્ધ એવા પણ ભગવાન કેવા છે, તે અન્ય વિશેષણો દ્વારા કહે છે... પારાવાર - સંસારના પારને પામેલા અથવા સર્વ પ્રયોજન જેમનાં સિદ્ધ થઈ ગયાં છે (તેવા સિદ્ધપરમાત્માને હું નમસ્કાર કરું છું.) | સર્વ કર્મરહિત અને કેવળજ્ઞાનને પામેલા પણ ભગવાન સંસારના પારને પામી ગયા છે, એટલે હવે તેઓ સંસારમાં આવતા નથી અને તેમને કાંઈ પણ કરવાનું બાકી રહેતું નથી. જ્યાં સુધી જીવ કર્મયુક્ત હોય છે અને જ્ઞાનાદિ ગુણોથી રહિત હોય છે ત્યાં સુધી જ તેને સંસારમાં એક સ્થાનથી બીજા સ્થાનમાં ભટકવું પડે છે, ચારગતિના ચકરાવામાં ચકરાવું પડે છે. એક યોનીમાંથી બીજી યોનીમાં જન્મ લઈ મરવું પડે છે. પરંતુ જીવ જ્યારે કેવળજ્ઞાનાદિ ગુણોને પ્રગટ કરી સર્વકર્મથી મુક્ત થઈ સિદ્ધિગતિને પ્રાપ્ત કરે છે ત્યારપછી તેમને આ સંસારમાં પુન: ભટકવું પડતું નથી માટે તેને સંસાર સમુદ્રમાંથી પાર પામેલા કહેવાય છે. “પરથા' નો અર્થ “જેના સર્વ પ્રયોજન સિદ્ધ થઈ ગયા છે” એવો પણ થાય છે. જેને હવે કરવાયોગ્ય કાંઈપણ કરવાનું બાકી ન રહેતું હોય તે કૃતકૃત્ય કે સિદ્ધ કહેવાય છે. સંસારરસિયા જીવોને સાંસારિક સુખો મેળવવા ધનાદિની જરૂર પડે છે અને તે ધનાદિને પ્રાપ્ત કરવા તે સેંકડો પ્રયત્ન કરે છે. જ્યારે સિદ્ધના જીવોને સુખ મેળવવા કાંઈ કરવું પડતું નથી. આ એવા જીવો છે કે જેઓ પરમસુખને પામી ચૂક્યા છે તેને હવે કાંઈ જ કરવાનું બાકી રહેતું નથી. સંસારનો પાર પામેલા સિદ્ધભગવંતો આ અવસ્થાને કઈ રીતે પ્રાપ્ત કરે છે, તે જણાવતાં કહે છે - પરંપરાળપરંપરાએ મોક્ષને પામેલા (સિદ્ધપરમાત્માને હું નમસ્કાર 2. જેઓ એવું માને છે કે, જગતની ઉન્નતિ માટે ભગવાન અવનીતલ ઉપર જન્મ લે છે. જન્મીને અધર્મના નાશ માટે અને ધર્મની ઉન્નતિ માટે કાંઈક કાર્ય કરે છે, તે દર્શનની માન્યતા યોગ્ય નથી, તે આ પદથી સાબિત થાય છે. છે. સ્વેચ્છાવાદી કેટલાક એવું માને છે કે – દરિદ્ર આત્માને જેમ અચાનક રાજ્યની પ્રાપ્તિ Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ સૂત્રસંવેદના-૨ સિદ્ધભગવંતો પરંપરાએ મોક્ષમાં ગયા છે, એટલે ક્રમિક રીતે ગુણનો વિકાસ કરતાં કરતાં તેઓ મોક્ષ સુધી પહોંચ્યા છે. સિદ્ધભગવંતો પણ પૂર્વે-ભૂતકાળમાં આપણા જેવા દોષયુક્ત જ હોય છે. પરંતુ સાધના કરવા દ્વારા તેઓ મિથ્યાત્વાદિ દોષોને ટાળે છે અને સમ્યક્ત્વાદિ ગુણોને પ્રગટાવે છે. આ રીતે ક્રમિક ગુણોનો વિકાસ કરતાં કરતાં જ તેઓ મોક્ષમાં જાય છે. આ રીતે સિદ્ધભગવંતોને સ્મૃતિમાં લાવતાં સાધક આત્માને એક આશ્વાસન મળે છે કે, “સત્તાથી તો હું અને સિદ્ધભગવંતો બંને સરખા જ છીએ, માત્ર તેમણે પોતાનું સ્વરૂપ પ્રગટ કર્યું છે, મારું તે સ્વરૂપ કર્મથી આચ્છાદિત છે. તેમણે જેમ સાધના કરી કર્મોનાં આવરણો દૂર કર્યાં અને ક્રમિક એટલે ચૌદગુણસ્થાનકના ક્રમે ગુણોનો વિકાસ કર્યો અને ગુણનો વિકાસ કરતાં કરતાં તેઓ જેમ મોક્ષ સુધી પહોંચી શક્યા, તેમ હું પણ જો તેમનું આલંબન લઈ પ્રયત્ન કરું તો મિથ્યાત્વાદિ દોષોને ટાળી ગુણનો વિકાસ કરતો કરતો મોક્ષ સુધી પહોંચી શકું.” આમ આ પદ દ્વારા પરંપરાએ મોક્ષને પામેલા સિદ્ધ ભગવંતોને સ્મૃતિમાં લાવી, વંદના કરવાની છે. હવે સિદ્ધભગવંતો ક્યાં રહે છે, તે જણાવે છે - જોગમુવાવાળી - લોકના અગ્રભાગને પામેલા (સિદ્ધપરમાત્માને હું નમસ્કાર કરું છું.) અયોગી અવસ્થાને પ્રાપ્ત કરી જીવ જ્યારે સર્વકર્મથી રહિત થાય છે, ત્યારે તેનો સ્વભાવ ઉર્ધ્વગમનનો હોવાથી તે .દેહનો ત્યાગ કરી તે સમયે જ લોકના અંત ભાગે પહોંચી જાય છે. સર્વકર્મનો ક્ષય, દેહ વિયોગ, ઉર્ધ્વગમન અને લોકાન્તે પહોંચવું : આ ચારે ય કાર્યો એક જ સમયમાં થાય છે. લોકના અંતે એટલે કે ચૌદ રાજલોકમય આ વિશ્વના છેક ઉપરના ભાગથી ૧ યોજન નીચે ૪૫ લાખ યોજન લાંબી-પહોળી, મધ્યમાં આઠ યોજન જાડી અને કિનારે જતાં ઘટતાં ઘટતાં અંતે માત્ર માખીની પાંખ જેટલી પાતળી બની જતી, તવીના જેવી ગોળાકાર, શુદ્ધ સ્ફટીક રત્નની બનેલી, દૂરથી બીજના થઈ જાય છે, તેમ અચાનક કોઈને મોક્ષ મળી શકે છે. આ પદમાં મોક્ષની પ્રાપ્તિ ક્રમિક વિકાસથી થાય છે, એમ બતાવ્યું. એના દ્વારા તે મત પણ યોગ્ય નથી તેમ સાબિત થાય છે. 4. જેઓ એવું માને છે કે, કર્મરહિત આત્મા કોઈપણ અનિયત સ્થાનમાં રહે છે, તે વાત યોગ્ય નથી. તે આ પદ દ્વારા સાબિત થાય છે. Page #312 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર ચંદ્ર જેવી લાગતી સિદ્ધશિલા (ઇષતુ પ્રાગભારા નામની પૃથવી) છે. સામાન્ય રીતે એવું કહેવાય છે કે સિદ્ધના જીવો લોકના અંતે રહેલી સિદ્ધશિલા ઉપર રહે છે પણ હકીકતમાં સિદ્ધના જીવો સિદ્ધશિલાને સ્પર્શીને નથી રહેતા તેઓ લોકના અંતને સ્પર્શીને રહે છે, લોકાન્ત અને સિદ્ધશિલા વચ્ચે એક યોજનનું અંતર છે. આ એક યોજનના ૨૪ ભાગ કરવામાં આવે તો તેમાંથી ૨૩ ભાગદૂર થયા પછીના છેલ્લા / માં ભાગમાં સિદ્ધના જીવો રહે છે. ૧ યોજન = ૮૦૦૦ ધનુષ થાય છે. તેથી સિદ્ધના જીવો સિદ્ધશિલાથી ૭૬૬૬ / ધનુષ ઉપર ગયા પછી લોકાંત સુધીના માત્ર ૩૩૩ / ધનુષ પ્રમાણ ક્ષેત્રમાં રહે છે. તેમની અવગાહનાનો એક ભાગ લોકાંતને સ્પર્શીને રહે છે. ૨૮૫ મો વધુમાં વધુ ૫૦૦ ધનુષની કાયાવાળા જીવો મોક્ષે જાય છે. તેઓ જ્યારે યોગનિરોધ કરે છે ત્યારે તેમના શરીરમાં પોલાણવાળા ભાગમાં જે હવા હોય છે તે નીકળી જાય છે. તેથી આત્મા શરીરના `/ ભાગ જેટલો સંકોચાઈ ૨/૩ ભાગ જેટલામાં જ રહે છે. તેથી ૫૦૦ ધનુષ્યના / ભાગ અર્થાત્ ૩૩૩ '/, ધનુષ જેટલી આત્માની અવગાહના રહે છે. આ ૧ યોજનનો ૧/૪ ભાગ કે ૫૦૦ ધનુષનો / ભાગ ૩૩૩ / ધનુષ્યપ્રમાણ સરખો થાય છે. આ તો થઈ ૫૦૦ ધનુષ્યની કાર્યાવાળા જીવોની વાત, પરંતુ ૭ હાથની કાયાવાળા જીવો પણ તે પ્રમાણે રહે છે. તેમનું પણ મસ્તક લોકાંતે સ્પર્શે છે અને તેમની કાયાના / ભાગમાં આત્મપ્રદેશો સંકોચાઈને શરીરની અવગાહના પ્રમાણે રહે છે. આમ સિદ્ધશિલાથી એક યોજનના ૨૪ ભાગ કરો, તો તેમાંથી ૨૩ ભાગ દૂર ગયા પછી સિદ્ધ થયેલા આત્માઓના સ્થાનની શરૂઆત થાય છે અને જ્યાં છેલ્લો ચોવીસમો ભાગ પૂરો થાય ત્યાં સિદ્ધ આત્માઓનું સ્થાન પૂરું થાય છે. એનાથી આગળ માત્ર અલોકાકાશ જ આવે છે. તેમાં ગતિ સહાયક ધર્માસ્તિકાય નામનું દ્રવ્ય નથી અને સ્થિતિ-સહાયક અધર્માસ્તિકાય નામનું દ્રવ્ય પણ નથી. તેથી સિદ્ધભગવંતો લોકના અગ્રભાગે જઈને ત્યાં સ્થિર રહે છે, પરંતુ અલોકાકાશમાં જતાં નથી. नमो सया सव्व - सिद्धाणं સદા નમસ્કાર કરું છું. આજ સુધીમાં અનંતા આત્માઓ સિદ્ધ અવસ્થાને પામેલા છે, તે સર્વ - (આવા સ્વરૂપવાળા) સર્વ સિદ્ધોને હું Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ સૂત્રસંવેદના-૨ સિદ્ધભગવંતો ગુણથી એક સરખા સ્વરૂપવાળા છે અને સિદ્ધપણું પ્રાપ્ત કર્યા પૂર્વેની અવસ્થાની અપેક્ષાએ શાસ્ત્રોમાં તેના પંદર ભેદ જણાવ્યા છે. તે પંદર ભેદથી યુક્ત અનંતા સિદ્ધોને હું હંમેશા ભાવથી નમસ્કાર કરૂ છું. અહીં સદા નાકારની જે વાત છે, તે દ્રવ્ય નમસ્કારની અપેક્ષાએ નથી. કેમ કે દ્રવ્યથી સતત નમસ્કાર થઈ શકતો નથી, તોપણ સિદ્ધભગવંતો પ્રત્યેનો આદર, તેમના પ્રત્યેની ભક્તિ અને સતત સિદ્ધ અવસ્થાની નજીક જવાનો પ્રયત્ન તે સ્વરૂપ ભાવનમસ્કાર સતત સંભવી શકે છે, આથી જ આ પદ બોલી સાધક આવા ભાવનમસ્કારની આકાંક્ષા વ્યક્ત કરે છે. સાથોસાથ પોતાના જીવનમાં એવી કોઈ પ્રવૃત્તિ ન થઈ જાય જે સિદ્ધ અવસ્થાથી પોતાને દૂર લઈ જાય તેની સતત કાળજી પણ રાખે છે. આ ગાથા બોલતાં સાધક સહજ સ્વરૂપમાં વિલસતા, જ્ઞાનાનંદમાં મહાલતાં, સંસારથી પાર પામેલા અનંતા સિદ્ધોને સ્મૃતિપટ પર સ્થાપિત કરી, ભાવપૂર્ણ હૃદયથી વંદના કરતો વિચારે કે, “ભગવંત આપનું જ સ્વરૂપ છે તે જ સ્વરૂપ માણે છે મારું આ સ્વરૂપ કર્મથી આવરાયેલું છે જ્યારે આપનું પ્રગટ થઈ ગયું છે. આ સ્વરૂપને પ્રગટ કરવાં જ હું આપને વંદન કરું છું અને આ સ્વરૂપની પ્રાપ્તિમાં આપની સહાય મળે તેવી પ્રાર્થના કરું છું !” સર્વ સિદ્ધભગવંતોને નમસ્કાર કરીને હવે સિદ્ધ સ્વરૂપનું જેઓએ જ્ઞાન આપ્યું અને સિદ્ધિગતિનો માર્ગ જેઓએ બતાવ્યો, તે આસ ઉપકારી વીરભગવાનની સ્તુતિ કરતાં કહે છે – નો તેવા વિ તેવો - જે દેવોના પણ દેવ છે એટલે દેવોને પણ જે પૂજનીય છે. સામાન્યજન ઋદ્ધિ, બુદ્ધિ અને શક્તિની વિશેષતાને કારણે ઇન્દ્રાદિ દેવોને મહાન માની તેમની ઉપાસના કરે છે. જ્યારે તે ઋદ્ધિ સંપન્ન દેવો અનંતી શક્તિ અને અજોડ ગુણસમૃદ્ધિને કારણે વીર વિભુને મહાન માની તેમની ઉપાસના કરે છે. પ્રભુ જન્મે ત્યારથી માંડી છેક જીવનના અંત પર્યત તેઓ વિવિધ પ્રકારે પ્રભુ ભક્તિ કરવામાં લીન રહે છે. દેવલોકના સુખ છોડી પ્રભુની સેવામાં હરપળ હાજર રહે છે. તેમના વચનામૃતનું પાન કરી પોતાની જાતને ધન્ય માને છે, તે વચનો ઉપર અવિહંડ આસ્થા ધરાવે છે. દેવભવની Page #314 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર ૨૮૭ મર્યાદાને કારણે જે વચનોનું પાલન તેઓ નથી કરી શકતા તેનો તેમને અત્યંત રંજ રહે છે. જેઓ પ્રભુની આજ્ઞા મુજબ જીવન જીવે છે તેવા મહાત્માઓ ઉપર ખૂબ જ આદર-બહુમાન ધારણ કરે છે. આ રીતે વીર પ્રભુ દેવોથી પૂજનીય હોવાથી દેવોના પણ દેવ છે. નં ફેલા પંની નમંતિ - જેમને દેવતાઓ (વિનયપૂર્વક) બે હાથ જોડી પ્રણામ કરે છે. મહાબુદ્ધિના નિધાન, ભૌતિક સુખની પરાકાષ્ઠાને પામેલા, જગત જેમને મહાન માને છે તેવા દેવ અને દેવેન્દ્રો પણ વીરભગવાનને બે હાથ જોડી નમસ્કાર કરે છે. કેમ કે તેઓ માને છે કે, “આ પરમાત્મા આગળ અમે કાંઈ જ નથી. પરમાત્માની ગુણસંપત્તિ, એમની વીર્યશક્તિ, એમનો આનંદ, એમનું સુખ, કોઈ પણ બાધા વિનાની એમની સ્થિતિ વગેરે અનેક દૃષ્ટિકોણથી પરમાત્માના સુખ આગળ કે તેમના વ્યક્તિત્વ આગળ દેવતાઈ ઋદ્ધિવાળા અમે તણખલાના તાલે પણ આવી શકીએ તેમ નથી. આ ગુણોને મેળવવાનો, આ સુખને પ્રાપ્ત કરવાનો ઉપાય પણ એક જ છે, તેમના પ્રત્યેના આદરપૂર્વક તેમને નમસ્કારાદિ કરવા.” આથી જ સમ્યગ્દર્શનાદિ ગુણોને પામેલા દેવો, દેવેન્દ્રો અત્યંત બહુમાનપૂર્વક બે હાથ જોડી, મસ્તક નમાવી, વીર પરમાત્માને નમસ્કાર કરે છે. તં તેવ-મહિ સિરસા વંદે મહાવીર - દેવોના પણ દેવ એવા ઈન્દ્ર જેમની પૂજા કરે છે તે મહાવીરસ્વામી ભગવાનને હું મસ્તકથી નમસ્કાર વીર તેને કહેવાય જેઓ તપ અને વીર્યથી શોભે છે. ઉપસર્ગો અને પરિષહોને સમભાવે સહન કરીને જેઓએ વિશેષ પ્રકારે કર્મને ખપાવ્યાં છે તે વીર છે. આવા વિર ભગવાન, દેવોના દેવ-ઈન્દ્રથી પણ પૂજાયેલા છે, તેમ જણાવવા દ્વારા જગત પૂજનીય પ્રભુ વીરની મહાનતાનો ખ્યાલ આપ્યો છે. પ્રભુ વીરની મહાનતા જેમને સમજાય તે આત્માઓનો પરમાત્મા પ્રત્યેનો આદર અત્યંત વૃદ્ધિમાન થાય છે અને આદરના કારણે જ સાધકનું મસ્તક ઝૂકી પડે છે. આ ગાથા બોલતાં જે દેવોના દેવ છે અને દેવો જેમને બે હાથ જોડી મસ્તક નમાવી પ્રણામ કરે છે, તે વીર પ્રભુને નજર સમક્ષ લાવી ભક્તિભાવથી પ્રણામ કરતાં સાધક વિચારે કે, 5. 'वीरं' इति चान्वर्थसंज्ञेयं, महावीर्यराजनात्तपःकर्मविदारणेन कषायादि शत्रुजयात्केवलશ્રીસ્વયંપ્રદજીન વિક્રાન્તો વીર: તમ્ | - શ્રી યોગદષ્ટિ સમુચ્ચય Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ સૂત્રસંવેદના-૨ *સામાન્ય જન દેવોની પાછળ પડ્યા છે. જ્યારે વિબુઘવરો વીર પ્રભુની સેવામાં તત્પર બન્યા છે. મારું પરમ સદ્ભાગ્ય છે કે આવા પ્રભુ મને મળ્યા છે અને આવા પ્રભુના શાસનમાં મારો જન્મ થયો છે. હવે હું આ પ્રભુની સેવામાં તત્પર બની જાઉં. તેમના વચનાનુસાર મારું જીવન બનાવી મારો જન્મ સફળ કયું” આ વીર પરમાત્માને કરેલા ઘણા નમસ્કાર તો દૂર રહો, પણ ભાવપૂર્વક કરેલ એક નમસ્કાર પણ શું ફળ આપે તે જણાવતાં કહે છે = ફલ્મો વિ નમુક્કારો નિાવર-વસહસ્સે વહુમાળફ્સ - જિનોમાં શ્રેષ્ઠ વૃષભતુલ્ય વર્ધમાનસ્વામીને કરેલો એક પણ નમસ્કાર, અવિધિજન આદિ અનેક જિનોમાં માર્ગદેશકતા આદિ ગુણોને કારણે ભગવાન વીર શ્રેષ્ઠ છે, માટે તેમને જિનવર કહેવાય છે. વળી, સામાન્ય પ્રાણી કરતાં ભારને વહન કરવામાં જેમ વૃષભ શ્રેષ્ઠ અને સક્ષમ ગણાય છે, તેમ સામાન્ય સાધક કરતાં વિશેષ પ્રકારે પરમાત્મા ૧૮૦૦૦ શીલાંગના રથને વહન કરે છે અને અનેક ભવ્યાત્માઓ પાસે તેનું વહન કરાવે છે. માટે પરમાત્માને વૃષભતુલ્ય કહેલ છે. સંસાર-સાગરાનો તારેક નર વ નારિ વા - સ્ત્રી અથવા તો પુરુષને સંસાર-સાગરથી તારે છે. શ્રેષ્ઠ એવા પ્રભુને જ્યારે સર્વ સામર્થ્યથી નમસ્કાર ક૨વામાં આવે છે ત્યારે નમસ્કાર કરનાર સ્ત્રી હોય કે પુરુષ તે તુરંત જ સંસાર સાગરથી તરે છે. જીવ અનાદિકાળથી મોહને આધીન બની જીવે છે. તેની આ મોહાધીનતા તે જ સંસાર છે. મોહને મારવાનું કાર્ય અતિ કપરું હોય છે. છતાં જેઓ વર્ધમાનસ્વામીને એકવાર ભાવથી નમસ્કાર કરે છે તેઓ મોહને મારી સંસારથી પર થઈ શકે છે. આ ભાવનમસ્કાર એટલે સામર્થ્યયોગનો નમસ્કાર શાસ્ત્રમાં નમસ્કારના ત્રણ પ્રકારો બતાવ્યા છે ઇચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગ તેમા ઇચ્છાયોગનો નમસ્કાર, પરમાત્માના ગુણોમાં એકતાન બનવાની ઇચ્છા રૂપ છે. શાસ્ત્રયોગમાં શાસ્ત્રાનુસારી સર્વ પ્રયત્ન છે અને સામર્થ્યયોગનો નમસ્કાર પોતાનાં સર્વ Page #316 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર ૨૮૯ સામર્થ્યથી પરમાત્માના ગુણોમાં લીન થવા રૂપ છે. જ્યારે સર્વ શ્રેષ્ઠ કોટિનો સામર્મયોગનો નમસ્કાર આત્માને પ્રાપ્ત થાય છે, ત્યારે સાધક પરમાત્માના ગુણોમાં-પરમાત્માના સૂક્ષ્મ સ્વરૂપમાં પોતાની ચેતનાને-આત્માને (જ્ઞાનોપયોગને) લીન કરે છે. પરમાત્માના ગુણોમાં લયલીન થવાના કારણે મોહનાં આવરણો આત્માથી દૂર થાય છે અને સંપૂર્ણ રાગાદિ દોષ વિનાની વીતરાગભાવ સ્વરૂપ ચેતના પ્રગટ થાય છે. વીતરાગ સ્વરૂપે ચેતનાનું પ્રગટીકરણ તે જ સંસારનું તરણ છે. સામર્મયોગ દ્વારા એક જ વાર કરાયેલો નમસ્કાર સ્ત્રી હોય કે પુરુષ, કોઈને પણ સંસારસાગરથી આ રીતે તારી શકે છે. અહીં જે નમસ્કારની વાત કરી તે અત્યંત દુર્લભ એવા સામર્થ્યયોગના નમસ્કારની વાત છે. આ નમસ્કાર સુધી પહોંચવું કઈ રીતે, તે જાણવાની ઉત્સુકતા જિજ્ઞાસુને થાય તે સહજ છે. તેનું સુખદ સમાધાન એ છે કે, આ નમસ્કાર સુધી પહોંચવા માટે હંમેશા પરમાત્માના ગુણોનો વિચાર કરવો, પરમાત્માના ગુણો પ્રત્યેનો આદર પ્રગટાવવા ઉત્તમ દ્રવ્યોથી પ્રભુની પૂજા કરવી, ગંભીર સ્વરે સ્તુતિ, સ્તવન ગાવાં, એમનો જાપ કરવો, એમનું ધ્યાન કરવું અને યથાશક્તિ તેમના વચનાનુસાર જીવન જીવવા પ્રયત્ન કરવો. આ રીતે પ્રયત્ન કરતાં ધીમે ધીમે ચિત્ત પરમાત્માના ગુણો પ્રત્યે આકર્ષાય છે અને તેમના ગુણો પ્રત્યેનો આદરભાવ વધે છે. આદરભાવ વધતાં મોદાદિ દોષો નબળા પડે છે. મોહ નબળો પડતાં પુનઃ પરમાત્માની ભક્તિનો પ્રકર્ષ થાય છે. આ રીતે ક્રમિક વિકાસ થતાં એક દિવસ આ સામર્મયોગનો નમસ્કાર ચોક્કસ પ્રાપ્ત થઈ શકે છે. દિગંબર સંપ્રદાયની એવી માન્યતા છે કે, સ્ત્રીઓ અલ્પસત્ત્વવાળી, અત્યંત પરિગ્રહવાળી અને તુચ્છ સ્વભાવવાળી હોવાથી તેમની મુક્તિ થતી નથી. “નારિ વા” શબ્દોના ઉલ્લેખ દ્વારા, તેમની આ માન્યતા અયોગ્ય છે, તે સાબિત થાય છે - સીતા, અંજના, અનુપમા દેવી જેવી મહાસતીઓ મહાસત્ત્વવાળી, ઉદારતાદિ અનેક ગુણવાળી અને મૂર્છારૂપ પરિગ્રહથી રહિત જોવા મળે છે. તેથી સ્ત્રીને પણ મોક્ષસુખની પ્રાપ્તિ માનવામાં શાસ્ત્રમાં કોઈ બાધ નથી. અનેક ગુણવાન સ્ત્રીઓ મોક્ષમાં ગયાના ઉલ્લેખો પણ મળે જ છે. આ ગાથા બોલતાં સાધક વિચારે કે - વિશિષ્ટ કોટિનો એક જ નમસકાર જો સંસારસાગરથી . આત્માને તારી શકતો હોય તો સૌ પ્રથમ હું તેવા પ્રકારના 6. ઈચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્મયોગની વિશેષ સમજ ‘નમોલ્યુ ' સૂત્રમાંથી મેળવવી. Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ સૂત્રસંવેદના-૨ - નમસ્કાર માટે જે પ્રયત્ન કરું. જેથી હું પણ આ ભયાવહ સંસારસાગર તરી શકું ?” વીર પ્રભુની સ્તવના કર્યા બાદ હવે ગિરનાર મંડન નેમિનાથ ભગવાનની સ્તુતિ કરતાં કહે છે - તિસે-દિરે તિવા ના નિરીદિયા ન - ઉજ્જયંત પર્વતના શિખર ઉપર જેના દીક્ષા, કેવળજ્ઞાન અને મોક્ષકલ્યાણક થયાં છે. તે નેમનાથ ભગવાનને હું નમસ્કાર કરું છું.) તીર્થંકર પરમાત્માનાચ્યવન,જન્મ, દક્ષા, કેવળજ્ઞાન અને મોક્ષ - આ પાંચ પ્રસંગો અનેક જીવોના કલ્યાણનું, સુખનું-આનંદનું કારણ હોઈ તેને કલ્યાણક કહેવાય છે. પરમાત્મા માતાના ગર્ભમાં પધાર્યા છે, તેનું જ્ઞાન દેવેન્દ્રને પણ આનંદ આપે છે. પ્રભુના જન્મની વધામણી માતા-પિતા કે નગરજનોને તો આનંદ આપે, પરંતુ ભૌતિક સુખમાં મહાલતાં દેવો અને દેવેન્દ્રો પણ પ્રભુજન્મના સમાચારથી આનંદિત બની, દૈવિક સુખોને છોડી પોતાના જન્મને કૃતાર્થ કરવા મૃત્યુલોકમાં પ્રભુનો જન્મ-મહોત્સવ કરવા દોડીને આવે છે. પ્રભુના દીક્ષાના, કેવળજ્ઞાનના અને મોક્ષના પ્રસંગોનું વર્ણન તો શાસ્ત્રના પાને વાંચીએ તો ખ્યાલ આવે કે, આ પ્રસંગો કેટલા જીવોના સુખનું કારણ બને છે ! અન્ય જીવોની વાત તો જવા દો, પરંતુ જ્યાં સદા માટે ગાઢ અંધકાર છે, જ્યાં સદાકાળ માટે જીવોને દુઃખ છે, તેવી નરકમાં પણ પ્રભુના દરેક કલ્યાણક પ્રસંગે પ્રકાશ થાય છે. એક ક્ષણ માટે તે જીવો પણ સુખનો અનુભવ કરી શકે છે. માટે જ ભગવાનની આ સર્વ અવસ્થાને કલ્યાણક કહેવાય છે. આ અવસર્પિણીના બાવીસમા તીર્થંકર શ્રીનેમનાથ ભગવાનના મહાવ્રતના સ્વીકારસ્વરૂપ દીક્ષાકલ્યાણક, વાતિકર્મનો નાશ કરી કેવળજ્ઞાનની પ્રાપ્તિસ્વરૂપ કેવળજ્ઞાન કલ્યાણક અને સર્વ કર્મનો નાશ કરી નિર્વાણગમનસ્વરૂપ મોક્ષ કલ્યાણક, આ ત્રણે કલ્યાણકો ઉજ્જયંતગિરિ ગિરનાર ઉપર થયાં છે. આ પદ બોલતાં નેમનાથ ભગવાનનું સાધનાક્ષેત્ર, કેવળજ્ઞાનની ભૂમિ અને મોક્ષપ્રાપ્તિનું સ્થાન સ્મૃતિમાં આવે છે. રાજૂલને પરણવા ગયેલા નેમકુમાર જીવો પ્રત્યેની કરુણાને કારણે ત્યાંથી પાછા ફર્યા. વર્ષીદાન દેવાનું ચાલું કર્યું અને રેવતગિરિ ઉપર જઈ સંયમ જીવનનો સ્વીકાર કર્યો. ત્યાં જ કર્મક્ષય 7. नारका अपि मोदन्ते यस्य कल्याण पर्वेषु । - વીતરાગ સ્તોત્ર-૧૦-૭ Page #318 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર માટેની સાધાનો પ્રારંભ કર્યો. આ જ પર્વત ઉપર ચોપનમાં દિવસે નેમનાથ ભગવાનને કેવળજ્ઞાન થયું. દેવોએ સમવસરણની રચના કરી. ત્યાર પછી તેઓ અન્ય જીવોના હિતાર્થે પૃથ્વીતળ ઉપર વિચર્યા. હજાર વર્ષના અંતે પરમાત્મા પુનઃ ઉજ્જયંતગિરિ પધાર્યા અને શુક્લધ્યાનના છેલ્લા બે પાયા ઉપર આરૂઢ થઈ શૈલેશીકરણપૂર્વક આયુષ્ય પૂર્ણ થતાં સર્વ કર્મનો વિનાશ કરી પરમાત્મા અહીંથી જ મોક્ષમાં સંચર્યા. ૨૯૧ આ રીતે આ સ્થળ સાથે પરમાત્માના ત્રણે કલ્યાણકોને યાદ કરીને, તે તે સ્થિતિની પ્રાપ્તિની ભાવના સાથે આ પદ બોલતાં પરમાત્માને વંદના કરવામાં આવે તો પોતાનાં પણ સંયમ, કેવળજ્ઞાન અને મોક્ષમાં વિઘ્ન કરનારાં કર્મનો વિનાશ થાય છે. તું ધમ્મ-પીવાનું અરિકનેમિં નમામિ - ધર્મચક્રવર્તી તે નેમનાથ ભગવાનને હું નમસ્કાર કરું છું. ચક્રરત્ન વડે છ ખંડના વિજેતા બની, છએ ખંડમાં જેઓ પોતાનું સામ્રાજ્ય પ્રવર્તાવે છે, તેમને ભૌતિક ક્ષેત્રે ચક્રવર્તી કહેવાય છે. તે જ રીતે પાંચ ઈન્દ્રિય અને છઠ્ઠા મનના વિજેતા બની, ઘનઘાતિ કર્મનો નાશ કરી, કેવળજ્ઞાનાદિ ગુણસંપત્તિને પ્રાપ્ત કરી, જેઓ સ્વ અને ૫૨ માટે ચાર ગતિને છેદનાર એવા ધર્મરૂપ ચક્રને પ્રવર્તાવે છે, તેમને ધર્મચક્રવર્તી કહેવાય છે. ધર્મના ચક્રવર્તી એવા નેમનાથ ભગવાનને હું નમસ્કાર કરું છું. ચત્તારિ ગટ્ટુ રસ હોય વૈવિયા નિાવરા ચડવ્વીસ – ચાર, આઠ, દસ અને બે (એ રીતે અષ્ટાપદ પર્વત ઉપર સ્થાપન કરાયેલા), વંદાયેલા ચોવીસે જિનેશ્વરો. અષ્ટાપદ પર્વત ઉપર શ્રી ભરતચક્રીએ સિંહનિષદ્યા નામનો પ્રાસાદ (દેરાસર) બનાવીને તેમાં દક્ષિણાદિ દિશાના ક્રમે ચાર, આઠ, દસ અને બે એમ ચોવીસ જિનેશ્વરોની પ્રતિમાઓ પ્રતિષ્ઠિત કરી છે. તેને મનમાં ઉપસ્થિત કરીને આ પદ દ્વારા વંદન કરવાના છે. પરમ૬-નિજ઼િગઠ્ઠા, સિદ્ધા સિદ્ધિ મમ વિક્સંતુ - પરમાર્થને પામેલા, કૃતકૃત્ય થયેલા એવા સર્વ સિદ્ધભગવંતો મને મોક્ષ આપો ! સર્વ આસ્તિક ધર્મનું અંતિમ પ્રયોજન મોક્ષ છે. સિદ્ધભગવંતોએ અંતિમ ધ્યેય Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ સૂત્રસંવેદના-૨ સ્વરૂપ · મોક્ષ પ્રાપ્ત કર્યો છે અને તેથી જ હવે તેઓ કૃતકૃત્ય થઈ ગયા છે: તેમને હવે ક૨વા યોગ્ય કાંઈ જ બાકી રહ્યું નથી, તેમને કાંઈ મેળવવાની કે ભોગવવાદિની ઈચ્છા પણ નથી અને તે માટે તેઓ પ્રયત્ન પણ કરતા નથી, આથી જ સિદ્ધભગવંતો ૫૨માર્થથી નિષ્ઠિત અર્થવાળા કહેવાય છે. નિષ્ઠિત એટલે પૂરું થયેલું અને અર્થ એટલે પ્રયોજન. સિદ્ધભગવંતોએ મોક્ષ મેળવવારૂપ પોતાનું ધ્યેય પ્રાપ્ત કરી લીધું છે, એટલે તેઓને નિષ્ઠિત અર્થવાળા કહેવાય છે. ‘પરમાર્થથી' પ્રયોજનસિદ્ધ એવું કહેવા દ્વારા સંસારમાં રહેલાં કેવલિભગવંતોની બાદબાકી થાય છે, કેમ કે કેવલિભગવંતોએ પણ પોતાનું કાર્ય પૂરું કરી લીધું છે, એવું વ્યવહારથી કહેવાય છે, પણ નિશ્ચયથી એટલે કે પરમાર્થથી તો માત્ર સિદ્ધભગવંતો જ નિષ્ઠિત અર્થવાળા છે. કારણ સંસારમાં રહેલા કેવલજ્ઞાનીને હજી પણ ચાર અઘાતિકર્મ ખપાવવાના બાકી છે. આ ગાથા બોલતાં સાધક સિદ્ધભગવંતોને સંબોધન કરી, તેમને હૃદયકમળમાં બિરાજમાન કરી, સામે રહેલા સિદ્ધભગવંતોને પ્રાર્થના કરતાં કહે છે કે, “હે સિદ્ધભગવંતો ! સર્વ કર્મ ખપાવી આપે જે સિદ્ધિતિ પ્રાપ્ત કરી છે, આપ જે આત્માનંદને માણી રહ્યા છો, સ્વાધીન સુખમાં જે વિલસો છો તે સુખ, આનંદ અને ગતિ મને પણ આપો. વર્તમાનમાં તે ન આપી શકો તો તે માટેનો પ્રયત્ન પા આપ પ્રાપ્ત કરાવો અને પરંપરાએ ત્યાં સુધી પહોંચાડો...” આ પ્રાર્થના એક અભિલાષારૂપ છે અને આવી અભિલાષા જ સિદ્ધપદની પ્રાપ્તિનાં ઉપાયરૂપ જે શ્રુતધર્મ અને ચારિત્રધર્મ કે જે જ્ઞાન અને ક્રિયા માર્ગ છે, તે માર્ગમાં સુદૃઢ પ્રયત્ન કરાવવામાં કારણ બને છે. જે ચીજની અભિલાષા જ ન હોય તેને મેળવવા પુરુષાર્થ થતો નથી. Page #320 -------------------------------------------------------------------------- ________________ વેયાવચ્ચગરાણં સૂત્ર સૂત્ર પરિચય : * આ સૂત્રના તાત્પર્યાર્થ સમજવા માટે આ સૂત્ર કેમ બોલાય છે ? શું સૂચવે છે ? અને કોણ બોલે છે ? તે જાણવું ખૂબ જરૂરી છે. આ વસ્તુ જણાય તો જ સૂત્રનો ભાવાર્થ સમજી શકાય તેવું છે. આ સૂત્ર ઉત્કૃષ્ટ ચૈત્યવંદનની ક્રિયામાં બોલાય છે. ચૈત્યવંદનની ક્રિયા લોકોત્તર કુશલ પરિણામનુંશુભભાવનું કારણ છે. શુભભાવોને પ્રગટ કરવા જ આપણી સમક્ષ રહેલા અરિહંત ભગવંતની, ચોવીશ જિનની અને ત્યાર પછી વર્તમાન ક્ષણમાં પગલે-પગલે પરમ ઉપકારી બનનાર શ્રુતજ્ઞાનની સ્તવના કરવામાં આવે છે. આ સ્તવનાથી પ્રગટેલો આત્મિક આનંદ પ્રકૃષ્ટ કોટિના પુણ્યનો બંધ-અનુબંધ કરાવે છે. આવું પુણ્ય જેણે બાંધ્યું છે, તેવો જીવ ત્યારપછી ઔચિત્યના પાલન માટે આ સૂત્ર બોલીને કાયોત્સર્ગ કરે છે. સાધક સમજે છે કે, આવા વિષમ સંસારમાં શુભભાવો પ્રગટાવવા અને પ્રગટ થયેલા શુભભાવોને ટકાવવા સહેલા નથી. શુભભાવની આ પ્રવૃત્તિ સેંકડો વિપ્નોથી ભરેલી છે, તોપણ આ શુભભાવમાં જેમ અરિહંત ભગવંતો આદિ કારણ છે, તેમ શુભાનુષ્ઠાનમાં આવતાં વિનોને દૂર કરી શુભભાવોમાં ટકાવી રાખવાનું કામ સમ્યગ્દષ્ટિ દેવો પણ કરે છે, માટે આ પ્રસંગે જૈનશાસનની વેયાવચ્ચે કરનારા, શાંતિ અને સમૃદ્ધિ આપનાર દેવોને યાદ કરવા તે પણ પોતાનું કર્તવ્ય છે. આ રીતે પોતાનું ઔચિત્ય સમજી ઔચિત્યના પાલન માટે આ સૂત્ર દ્વારા સમ્યગ્દષ્ટિ દેવોના કાયોત્સર્ગ માટે પ્રતિજ્ઞા કરાય છે. આ સૂત્ર દેવવંદન તથા પ્રતિક્રમણની ક્રિયામાં બોલાય છે. Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ ૨૯૪ સૂત્રસંવેદના-૨ મૂળ સૂત્ર : वेयावञ्चगराणं संतिगराणं सम्मद्दिट्ठि-समाहिगराणं । करेमि काउस्सग्गं । અન્વય સહિત સંસ્કૃત છાયા અને સૂત્રાર્થ : वेयावनगराणं संतिगराणं सम्मद्दिवि-समाहिगराणं काउस्सग्गं करेमि । वैयावृत्त्यकराणां शांतिकराणां सम्यग्दृष्टि-समाधिकराणां (निमित्त) कायोत्सर्गम् રોમિ. વેયાવચ્ચને કરનારા, શાંતિને કરનારા અને સમ્યગ્દષ્ટિ જીવોને સમાધિને કરનારા દેવોના સ્મરણ માટે હું કાયોત્સર્ગ કરું છું. વિશેષાર્થ : વેચાવારા - વેયાવચ્ચને કરનારા (દેવોના સ્મરણ માટે હું કાયોત્સર્ગ કરું છું.) વેયાવચ્ચ એટલે ભાતભાવ અથવા વ્યાવૃત્તભાવ. વ્યાકૃત એટલે વ્યાપારવાળા રહેવું કોઈની સેવા કરવાના વ્યાપારવાળા રહેવું તે વેયાવચ્ચ છે. જૈનશાસનમાં જ્યાં જે રીતે જરૂરિયાત હોય ત્યાં તે રીતે વ્યાપારવાળા રહેવું, તેનું જ નામ વેયાવચ્ચ કરવી. વળી બીજી રીતે વિચારીએ તો વ્યાવૃત્તભાવ એટલે પાછા વળવું. તન-મન અને ધનાદિ પદાર્થો પ્રત્યે પોતાની માલિકી ઊઠાવી અન્યને અર્પણ કરવી તે પણ એક પ્રકારની વેયાવચ્ચ છે. શાસન પ્રત્યે ભક્તિમંત દેવો મહાચારિત્ર સંપન્ન આત્માઓની સેવામાં હાજર રહે છે. કેવળજ્ઞાનીઓના મહોત્સવ કરવામાં મજા માણે છે. તીર્થસ્થાનોની રક્ષા માટે સદા જાગૃત રહે છે. અરિહંત પરમાત્માના સમવસરણની રચના કરે છે. પોતાના વિમાનમાં રહેલાં ચૈત્યોની પૂજાદિ કરે છે. આમ અનેક રીતે તેઓ શાસનની સેવા કરતા હોય છે. શાસનના અધિષ્ઠાયક ચક્રેશ્વરી દેવી, અંબિકા દેવી, પદ્માવતી દેવી, ગોમુખ યક્ષાદિના શાસનરક્ષા અને ભક્તિનાં કાર્યો પ્રસિદ્ધ છે. શાસનની રક્ષા કરનારા આવા સર્વ દેવોના સ્મરણ માટે હું કાયોત્સર્ગ કરું છું - એ રીતે અહીં સર્વત્ર જોડાણ કરવું. 1. વ્યાવૃત્તિસ્ય પાવ: ફર્મ વા વૈયાવૃચમ્ II - પંચાશક ટીકા Page #322 -------------------------------------------------------------------------- ________________ શ્રી વેયાવચ્ચગરાણં સૂત્ર ૨૯૫ સંતિકાર - શાંતિદાતા (દેવોના સ્મરણ માટે હું કાયોત્સર્ગ કરું છું.) સંઘમાં મારી, મરકી કે દુષ્ટ દેવોએ કરેલો કોઈ પણ પ્રકારનો ઉપદ્રવ થયો હોય તો શાસનરક્ષક દેવો સ્વયં આવીને પણ તે ઉપદ્રવોને શાંત કરે છે અને જો તેઓનો ઉપયોગ ન હોય તો સાધક દ્વારા તેમનું સ્મરણ કરાતાં જ તેઓ આવીને સંઘમાં શાંતિ સ્થપાય તેવું કાર્ય કરે છે. સધિર્દિ-સમાદિરા - સમ્યગ્દષ્ટિ જીવોને સમાધિને કરનારા (દવોના સ્મરણ માટે હું કાયોત્સર્ગ કરું છું.) અહીં સમ્યગ્દષ્ટિ એટલે સામાન્યથી ધર્મ પ્રત્યે પ્રીતિવાળા સર્વ જીવો. ધર્મ પ્રત્યે પ્રેમવાળા આત્માઓને જ્યારે જ્યારે સ્વ-પરની સમાધિ જોખમાતી હોય તેવું લાગે અને અસમાધિને ટાળવાનું પોતાનું સામર્થ્ય ન જણાય ત્યારે તેઓ પોતાનાથી અધિક શક્તિવાળા સમકિતી દેવ-દેવીને યાદ કરે છે અને તેમના નિમિત્તે કાયોત્સર્ગ આદિ કરે છે અને સમકિતી દેવો તરત જ પ્રત્યક્ષ થઈ તત્કાળ અસમાધિના કારણોને દૂર કરી આપે છે. જેથી તે આત્મા સ્વયં સમાધિને પામે છે. સુલસા સતીએ પુત્રના વિરહમાં પતિની અસમાધિ જોઈ, શાસનરક્ષક દેવોને યાદ કર્યા. દેવે આવી ૩૨ ગુટિકાઓ આપી. જેનાથી સુલતાને ૩૨ પુત્રરત્નની પ્રાપ્તિ થઈ, આથી પતિની અસમાધિ ટળી ગઈ. સીતા સતીએ અગ્નિમાં ઝંપલાવતા દેવોને યાદ કર્યા, દેવ પ્રત્યક્ષ થયા. ત્યાં જ અગ્નિકુંડ પાણીના સરોવરમાં પલટાઈ ગયો ! મનોરમા શેઠાણીએ શાસનદેવને ઉદ્દેશીને કાયોત્સર્ગ શરુ કર્યો. ત્યારે સુદર્શન શેઠ માટે તૈયાર થયેલ શૂળી સિંહાસનમાં પલટાઈ ગઈ ! મંત્રીશ્વર શકવાલની પુત્રી યક્ષા સાધ્વીજીએ પર્યુષણાપર્વના દિવસે પોતાના નાના ભાઈ શ્રીયકને ઉપવાસ કરાવ્યો. અસહ્ય સુધાવેદનીયના કારણે મુનિ શ્રીયક કાળધર્મ (મૃત્યુ) પામ્યા. આ બનાવથી યક્ષા સાધ્વીને ખૂબ દુ:ખ થયું. જ્ઞાની ગુરુભગવંત પાસે પ્રાયશ્ચિત કર્યું. છતાં મનને શાંતિ ન મળી. શ્રીસંઘે કાયોત્સર્ગ કરી શાસનદેવીને પ્રત્યક્ષ કરી પ્રત્યક્ષ થયેલ. દેવી મહાવિદેહક્ષેત્રમાં સીમંધરસ્વામી પાસે યક્ષા સાધ્વીજીને લઈ ગયા. પ્રભુએ સ્વમુખે કહ્યું, ‘યક્ષા ! તમો નિર્દોષ છો.” યક્ષા સાધ્વીજી સ્વસ્થ થયા અને ભરતક્ષેત્રના સંઘ માટે ચાર અધ્યયનો ભેટરૂપે આપ્યા. આમ પ્રત્યક્ષ કે પરોક્ષ Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ સૂરસંવેદના-૨ રીતે ગુણવાન આત્માઓની અસમાધિને ટાળવાનું કામ શાસન-રક્ષક દેવો કરતા હોય છે. રવિ શાક - કાયોત્સર્ગ કરું છું. સમ્યગ્દર્શનાદિ ગુણવાળા જે જે દેવોએ જૈનશાસનની સેવા કરી છે, અનેક . ઉપદ્રવોનું નિવારણ કરી સંઘમાં પુનઃ શાંતિનું પ્રસ્થાપન કર્યું છે, ધર્મી આત્માની સમાધિમાં સહાયક બન્યા છે, તે તે સમ્યગ્દષ્ટિ દેવોને યાદ કરી તેમના આ ઉત્તમ કાર્યની અનુમોદનાર્થે અથવા પ્રમાદમાં પડેલા તે દેવોને પ્રોત્સાહિત કરવા માટે હું કાયોત્સર્ગ કરું છું. સમ્યગ્દષ્ટિ દેવોના સ્મરણ માટે, તેમના ગુણોની પ્રશંસા માટે કે તેમને પ્રસન્ન કરવા માટે તેમને ઉત્તમ વસ્તુનું અર્પણ આદિ ઘણાં કાર્ય થઈ શકે તેમ છે, તોપણ અહીં તે ન કરતાં કાયોત્સર્ગ કરવાનું વિધાન કર્યું. તેનું કારણ એવું લાગે છે કે, ચૈત્યવંદનની આ ક્રિયા ભાવસ્તવરૂપ છે. ભાવસ્તવરૂપ આ ક્રિયામાં ભાવનું પ્રાધાન્ય છે. તેથી કાયોત્સર્ગ દ્વારા ભાવથી તેમનું સ્મરણ કરવામાં આવે છે. વળી વસ્તુના અર્પણ આદિમાં તો પાપક્રિયા (સાવદ્ય) પણ થાય. જ્યારે આ તો નિરવદ્ય ઉપાય છે. અરિહંતાદિના ધ્યાનમાં લીન થવારૂપ ભાવ ઉત્તમ હોઈ, આ પ્રસંગે આવા ઉત્તમ ભાવનું પ્રદાન વિશેષ લાભનું કારણ બની શકે માટે ચૈત્યવંદનની ક્રિયામાં તે દેવના સ્મરણ માટે કાયોત્સર્ગ કરવામાં આવે છે. અન્ય સ્થળે આ દેવોના આહ્વાન આદિ માટે બલિ-બાકળા કે ઉત્તમ દ્રવ્યનું પ્રદાન કરવાનો વિધિ પણ જોવા મળે છે, માટે શાસ્ત્રીય વિધાન હોય ત્યાં તે ન થાય તેવું પણ નથી. જિજ્ઞાસા: ચૈત્યવંદનાદિ ક્રિયામાં ઔચિત્ય માટે આવા દેવોને યાદ કરવા તે ઠીક વાત છે, પરંતુ સ્મરણ કરવા છતાં તેઓ આવતા તો નથી તો શા માટે તેમને યાદ કરીને કાયોત્સર્ગ કરવાનો ? તૃપ્તિ : દેવોનું સ્મરણ કરીને જ્યારે જ્યારે કાયોત્સર્ગ કરવામાં આવે ત્યારે ત્યારે તે દેવો આવે કે ન આવે તો પણ કાયોત્સર્ગ કરનારને પુણ્ય-બંધ, વિધ્વઉપશમનાદિ શુભ ફળ મળે છે. જેમ પરમાત્માને પ્રાર્થના કરવાથી. પરમાત્મા આવતા ન હોવા છતાં, તે પ્રાર્થના વગેરેથી કાર્યસિદ્ધિ થાય છે, તેમ આ Page #324 -------------------------------------------------------------------------- ________________ શ્રી વેયાવચ્ચગરણં સૂત્ર ૨૯૭ કાયોત્સર્ગ પણ શાસ્ત્રકારોએ (જ્ઞાનીઓએ) બતાવેલ છે. આથી કાયોત્સર્ગ કરવો જોઈએ, તેવું આપ્તપુરુષનું વચન છે. ચૈત્યવંદન દ્વારા પ્રાપ્ત થયેલા શુભ ભાવોમાં જે જે નિમિત્તરૂપ બને છે, તેમને યથાયોગ્ય રીતે નમન-વંદન કે સ્મરણ કરવું મારે માટે યોગ્ય જ છે, તેમ માનીને જે સાધક ચૈત્યવંદનમાં “જાવંત કે વિ સાહૂ” સૂત્ર બોલવા દ્વારા ભાવસ્તવને કરનારા સાધુને વંદન કરે છે, “પુખરવરદી” બોલવા દ્વારા ચૈત્યવંદનાદિ શુભ અનુષ્ઠાનને બતાવનાર શ્રુતજ્ઞાનને વંદન કરે છે, “સિદ્ધાણં બુદ્ધાણં' બોલીને ચૈત્યવંદનનું અંતિમ ફળ જેણે પ્રાપ્ત કર્યું છે, તેવા સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરે છે અને તેની જેમ જ શાસનની સેવા, રક્ષા અને યોગ્યાત્માઓને સમાધિ વગેરેમાં સહાયક બનનારા દેવોનું આ સૂત્ર બોલી સ્મરણ કરે છે. આ રીતે કૃતજ્ઞતા ભાવથી આ સૂત્ર દ્વારા સાધક પોતાના ઔચિત્યનું પાલન કરે છે. Page #325 -------------------------------------------------------------------------- ________________ ચૈત્યવંદનની વિધિ પ્રભુ સાથે તાદાત્ય સાધવાનું શ્રેષ્ઠ સાધન ચૈત્યવંદન છે. શાસ્ત્રમાં બતાવેલી વિધિ અનુસાર આ ચૈત્યવંદન કરવામાં આવે તો સાધક આત્મા સહજતાથી પરમાત્મા સાથે અનુસંધાન કરી આત્માના પરમ આનંદને પ્રાપ્ત કરી શકે છે. ચૈત્યવંદન કરતાં પૂર્વે આટલી બાબતો ધ્યાનમાં લેવી - * ચૈત્યવંદન કરવા માટે ભાઈઓએ પ્રભુની જમણી બાજુ અને સ્ત્રીઓએ પ્રભુની ડાબી બાજુ બેસવું. *ચૈત્યવંદન કરતાં પ્રભુ અને ચૈત્યવંદન કરનાર સાધક વચ્ચે ઓછામાં ઓછું (શક્ય હોય તો) નવ હાથનું અને વધુમાં વધુ સાઈઠ હાથનું અંતર રાખવું. * શ્રાવકોએ અંગ અને અગ્રપૂજા પૂર્ણ થયા પછી અને શ્રમણભગવંતોએ ત્રણ પ્રદક્ષિણા વગેરેની ક્રિયા પૂર્ણ કર્યા પછી, ચૈત્યવંદન કરતાં પૂર્વે દ્રવ્યપૂજાદિના ત્યાગરૂપે ત્રીજી વાર ‘નિસીહિ' બોલવી. * સાધુભગવંતોએ રજોહરણથી અને શ્રાવક-શ્રાવિકાઓએ ખેસ કે સાડીના છેડાથી કોઈ જીવોની વિરાધના ન થાય તે માટે ચૈત્યવંદન કરવાની ભૂમિને પ્રમાર્જવી. *ચૈત્યવંદન કરવાના અધિકારી કોણ છે? અને હું અધિકાર સંપન્ન છું કે નહિ ? તેનો વિચાર કરી,ચૈત્યવંદન કરતાં પહેલા અધિકાર પ્રાપ્ત કરવા યત્ન કરવો. Page #326 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચૈત્યવંદનની વિધિ * ચૈત્યવંદનમાં આવતી મુદ્રાઓ કઈ, કેવી રીતે કરવી, ક્યારે કરવી અને ત્યારે ભાવ શું કરવો તે યોગ્ય ગુરુભગવંત પાસે જાણી લેવું. ૨૯૯ * ચૈત્યવંદનની વિધિ, તેમાં આવતાં સૂત્રો અને તેના ભાવાર્થો યોગ્ય ગુરુભગવંત પાસે શીખી તેને સુઅભ્યસ્ત કરવાં. * ત્યાર પછી ‘ભૂમિકા'માં બતાવ્યા મુજબ ચૈત્યવંદનને યોગ્ય ચિત્ત તૈયા૨ કરી સંયોગ અનુસાર જઘન્ય-મધ્યમ કે ઉત્કૃષ્ટ ચૈત્યવંદન કરવું. જઘન્ય ચૈત્યવંદન :1 ૧. પ્રથમ ત્રણ ખમાસમણ દેવા. પ્રભુમાં રહેલા અનંતજ્ઞાન, અનંતદર્શન અને અનંતચારિત્રરૂપ ગુણો સ્વમાં પ્રગટ થાય તેવી ભાવના સાથે સાધકે ત્રણ ખમાસમણ આપવા. પ્રભુના જ્ઞાનાદિ ગુણો પ્રત્યેના બહુમાનપૂર્વક કરાતો આ વંદનનો પ્રયત્ન જ્ઞાનાદિ ગુણોમાં વિઘ્ન-આપાદક કર્મના નાશનું કારણ બને છે. ૨. ત્યારપછી ઊભા થઈને અરિહંત ચેઈયાણું, અન્નત્થ૦ કહી એક નવકારનો કાઉસ્સગ્ગ કરવો, કાઉસ્સગ્ગ પારીને (‘નમો અરિહંતાણં’ કહીને) ‘નમોઽર્હત્॰ - બોલી અધિકૃત જિનની સ્તુતિ-થોય કહેવી. પરમાત્માને ત્રણ ખમાસમણા આપ્યા પછી પગને જિનમુદ્રામાં અને હાથને યોગમુદ્રામાં સ્થાપિત કરીને, જિનના વંદનાર્થે ચૈત્યસ્તવ એટલે કે અરિહંત ચેઈયાણં સૂત્ર બોલવું. આ સૂત્રથી અર્હત્-ચૈત્યોનું આલંબન સ્વીકારીને તેમના 1. ઉપરમાં જે જધન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ચૈત્યવંદનની વિધિ બતાવી છે, તે વ્યવહારમાં પ્રચલિત વિધિ છે અને ચૈત્યવંદનભાષ્યાદિ ગ્રંથમાં નિમ્નોક્ત વિધિ છે. જઘન્ય ચૈત્યવંદન : ‘નમો જિણાણં' ઈત્યાદિ એક પદરૂપ નમસ્કાર વડે, માત્ર અંજલિબદ્ધ પ્રણામ વર્ડ, ૧ શ્લોક વડે, ૧ થી માંડી ૧૦૮ સુધીના ઘણા શ્લોકો વડે અને ૧ નમોઽત્યુ થં રૂપ નમસ્કાર વડે : એમ પાંચેય રીતિએ જઘન્ય ચૈત્યવંદના થાય છે. 2. નમોઽર્હત્ સૂત્ર માત્ર પુરુષોએ બોલવાનું હોય છે. ૩. જિનમુદ્રામાં બે પગનાં અંગૂઠા વચ્ચે આગળ ચાર આંગળ જેટલું અંતર અને પાછળ બે પાનીઓ વચ્ચેનું અંતર તેનાથી કંઈક ઓછું રાખી સરખા ઊભા રહેવાનું હોય છે. 4. યોગમુદ્રામાં બે હાથની દશ આંગળીઓને સામસામી એકબીજાના આંતરે ભરાવી હથેળીનો આકાર કમળના ડોડા જેવો કરી બે હાથની કોણીઓ પેટ ઉપર રાખવાની હોય છે. Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ સૂત્રસંવેદના-૨ વંદનાદિથી પ્રાપ્ત થતાં ઉત્તમ ફળો મેળવવા માટે શ્રદ્ધા, મેધા, ધૃતિ, ધારણા અને અનુપ્રેક્ષાપૂર્વક એક નવકારનો કાયોત્સર્ગ કરવો. નમસ્કાર મહામંત્રના સ્મરણ કરતાં કરતાં મન-વચન-કાયાની એકાગ્રતાપૂર્વક શુભધ્યાનમાં લીન થવાના પ્રયત્નરૂપ આ કાયોત્સર્ગની ક્રિયા એ મુખ્ય ચૈત્યવંદન સ્વરૂપ છે. તેથી આ કાયોત્સર્ગની ક્રિયા એવી રીતે કરવી જેથી વીતરાગભાવની અત્યંત નજીક જઈ શકાય. કાયોત્સર્ગની પૂર્ણાહુતિ સ્વરૂપે નમો અરિહંતાણં' પદનું ઉચ્ચારણ કરવું અને ત્યારપછી જે પરમાત્મા સામે હોય, તેમની સ્તવનાસ્વરૂપ થાય કે સ્તુતિ બોલવી. ૩. અંતમાં એક ખમાસમણ આપવું. પ્રાંતે પુનઃ પરમાત્માને વંદન કરવારૂપ એક ખમાસમણની ક્રિયા કરવી. મધ્યમ ચૈત્યવંદન ૧. પ્રથમ એક ખમાસમણ દઈને ઉભા થઈને ઈરિયાવહિયા, તસ્ય ઉત્તરી, અન્નત્થ૦ કહી ચંદેસુ નિમલયરા સુધીના એક લોગસ્સનો (ન આવડે તો ચાર નવકારનો) કાઉસ્સગ્ન કરવો, કાઉસ્સગ્ન પારીને (નમો અરિહંતાણં' કહીને) પ્રગટ લોગસ્સ સૂત્ર બોલવું. . સૌ પ્રથમ ખમાસમણ સૂત્ર વડે ગુણસંપન્ન આત્માને વંદન કરવું. ત્યારપછી ઉભા થઈને ઘરથી મંદિર સુધી આવતાં કે દ્રવ્યપૂજા કરતાં અજયણા કે અવિધિથી જીવોની જે કિલામણા થઈ હોય તેનું પ્રતિક્રમણ કરવા માટે પૂછવું કે – 'इच्छाकारेण संदिसह भगवन् ! इरियावहियं पडिक्कमामि' હે ભગવન્! સ્વેચ્છાથી આજ્ઞા આપો. હું ઈર્યાપથિકી પ્રતિક્રમણ કરું ? 5. મધ્યમ ચૈત્યવંદન : જે ચૈત્યવંદનમાં અરિહંત ચેઈયાણ, અન્નત્ય, એક નવકારનો કાઉસ્સગ્ન અને પારીને એક સ્તુતિ બોલાય તે એક દંડક અને એક સ્તુતિવાળી મધ્યમ ચૈિત્યવંદના કહેવાય છે. અન્ય આચાર્યો બે અથવા ત્રણ, નમોહન્દુ ણે વાળી મધ્યમ ચૈત્યવંદનાં કહે છે. 6. જઘન્ય કે મધ્યમ ચૈત્યવંદના ઈરિયાવહી પ્રતિક્રમણ વિના પણ કરાય છે. જ્યારે ઉત્કૃષ્ટ ચૈત્યવંદના તો નિસીહિ' બોલી ઈરિયાવહી પ્રતિક્રમણપૂર્વક શરુ કરાય છે. Page #328 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચૈત્યવંદનની વિધિ ૩૦૧ ગુરુભગવંતની હાજરી હોય તો ગુરુભગવંત કહે - “ડિમેદ' તું પ્રતિક્રમણ કર !. ગુરુની ગેરહાજરી હોય તો આજ્ઞા મળી છે, તેમ માનીને શિષ્ય પણ આ આજ્ઞાને શિરોધાર્ય કરતાં બોલે - “ફ” હું આપની આજ્ઞા પ્રમાણે કરવા ઈચ્છે છું એમ જણાવે. ત્યારપછી ઈરિયાવહિયા સૂત્ર અર્થના ઉપયોગપૂર્વક બોલવું. અર્થની વિચારણાપૂર્વક આ સૂત્ર બોલવાથી પોતાના પ્રમાદના કારણે કે અજયણાથી જે જે હિંસાદિ પાપો થયા હોય તેનું સ્મરણ થાય છે. પાપોનું સ્મરણ થતાં પાપો પ્રત્યે પશ્ચાતાપનો ભાવ ઉત્પન્ન થાય છે અને તેના દ્વારા આત્માની શુદ્ધિ થાય છે. આ રીતે શુદ્ધ થયેલો આત્મા ચૈત્યવંદનની ક્રિયા દ્વારા સહજતાથી પ્રભુ સાથે તાદાત્ય સાધી શકે છે. ઈરિયાવહિયા સૂત્ર બોલ્યા પછી પણ કંઈક રહી ગયેલા પાપોની વિશેષ શુદ્ધિ માટે “તસ્સ ઉત્તરી” સૂત્ર બોલવું. ત્યારપછી પાપકર્મોના નાશ માટે કરાતા ‘કાયોત્સર્ગમાં કેટલી છૂટ રાખવી અને કાયોત્સર્ગ કઈ રીતે કરવો વગેરે જાણવા “અન્નત્થ” સૂત્ર બોલવું. ત્યાર બાદ (વસુ નિમેયર સુધી) એક લોગસ્સનો કાયોત્સર્ગ કરવો. તેમાં શુદ્ધ સ્વરૂપને પામેલા ચોવીશ તીર્થંકર પરમાત્માને સ્મૃતિમાં લાવી પોતાના આત્માને શુદ્ધ કરવા પ્રયત્ન કરવો. કાયોત્સર્ગથી આત્મશુદ્ધિ થતાં તે આનંદને વ્યક્ત કરવા પ્રગટ લોગસ્સ કહેવો. ૨. ત્યારપછી ત્રણ ખમાસમણ દઈને, “ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ચૈત્યવંદન કરું ? એ પ્રમાણે આદેશ માંગી, “ઈચ્છે' કહી આદેશનો સ્વીકાર કરવો. .. જૈનશાસનની એ મર્યાદા છે કે કોઈપણ કાર્ય કરતાં પહેલા ગુણસંપન્ન આત્માની તે અંગે શું ઈચ્છા છે, તે જાણવું અને જાણીને તેમની ઈચ્છા અનુસાર કાર્ય કરવું, આથી ચૈત્યવંદન જેવું મહાન અનુષ્ઠાન કરતા પૂર્વે પણ આ રીતે આદેશ માંગી, તેનો સ્વીકાર કરીને ચૈત્યવંદનનો પ્રારંભ કરવો. '૩. ત્યારબાદ સકલકુશલવલ્લીકહી કોઈપણ એક ભગવાનનું એચ્છિક ચૈત્યવંદન કરી, જે કિંચિ સૂત્ર કહેવું. Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ સૂત્રસંવેદના-૨ | વિનયપૂર્વક ચૈત્યવંદન કરવાનો આદેશ મેળવી જમણો ઢીંચણ નીચે સ્થાપી, ડાબો ઢીંચણ જમીનથી કાંઈક ઊંચો રાખી હાથને યોગમુદ્રામાં સ્થાપન કરીને ભાવોલ્લાસપૂર્વક પરમાત્માના તે તે ગુણોના સ્મરણ માટે સંકલકુશલવલ્લી સ્તોત્ર તથા પોતાની ભાવવૃદ્ધિનું કારણ બને એવું કોઈપણ એક ચૈત્યવંદન બોલવું. ચૈત્યવંદન પૂરું થતાં સર્વ તીર્થો અને સર્વ બિંબોને વંદન કરીને મારા આત્માને હું કૃતાર્થ કરું, એવા ભાવપૂર્વક તીર્થનંદન એટલે કે જે કિંચિ સૂત્ર બોલવું. ૪. ત્યાર પછી “નમોહન્દુ ણ સૂત્ર બોલવું. જે કિંચિ સૂત્ર” દ્વારા સર્વ તીર્થોની વંદના કર્યા પછી ભાવઅરિહંતના ગુણોની સ્તવનારૂપ “નમોડલ્થ ણ' સૂત્ર બોલવું. અર્થના ઉપયોગપૂર્વક આ સૂત્ર બોલતાં અરિહંત પરમાત્મા જગતના જીવો ઉપર કઈ રીતે ઉપકાર કરે છે, તેમનું લોકોત્તર સ્વરૂપ કેવા પ્રકારનું છે, તેમનો બાહ્યવૈભવ, અંતરંગ ગુણસમૃદ્ધિ કેવી છે, તે દરેક વસ્તુની સ્મૃતિ થાય છે. તેથી સાધક આત્માનું ચિત્ત અરિહંત પરમાત્મા પ્રત્યે ઓવારી જાય છે, મન આનંદિત થાય છે અને તે તે ગુણો પ્રત્યેનો આદર અને બહુમાન વૃદ્ધિમાન થાય છે. - આ સૂત્ર યોગમુદ્રામાં રહીને બોલવાનું છે, તો પણ તેની આદિ અને અંતમાં તે પાંચ અંગ નમાવવાપૂર્વક નમસ્કારની ક્રિયા કરવાની છે. અને તેની છેલ્લી ગાથામાં ભૂતકાળમાં થયેલા, વર્તમાનમાં પણ દ્રવ્યજિનરૂપે જે અરિહંત પરમાત્માઓ વિચરે છે, અને ભવિષ્યમાં થનારા અરિહંતોને વંદના કરવામાં આવી છે. ૫. પછી “જાવંતિ ચેઈઆઈ' સૂત્ર બોલવું. ભાવઅરિહંતની વંદના કર્યા પછી તેમના પ્રત્યે અત્યંત ભક્તિભાવ વૃદ્ધિ પામતાં અરિહંતભગવંતની જે પ્રતિમાઓ છે, તે પ્રતિમાને વંદન કરવાનું મન થાય છે. આથી મુક્તાશક્તિ મુદ્રા (પ્રણિધાન મુદ્રા)માં, હાથને સ્થાપન કરી, મનને એકાગ્ર કરી, આ સૂત્ર એવી રીતે બોલવું કે, સર્વ સ્થાનમાં રહેલી પ્રતિમાઓની સ્મૃતિ થાય અને અહીં બેઠા બેઠા તે પ્રતિમાઓને ભાવથી વંદના કરી કૃતાર્થતા અનુભવાય. 7. મુક્તાશક્તિ મુદ્રામાં બે હાથની આંગળીઓ પરસ્પર સામે જોડીને બે હથેળીઓ વચ્ચેથી પોલી રાખીને લલાટે લગાડવાની કે અન્ય મતે લલાટથી કંઈક દૂર રાખવાની હોય છે. Page #330 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચૈત્યવંદનની વિધિ ૩૦૩ ૭. પછી એક ખમાસમણ દઈને, “જાવંત કે વિ સાહૂ સૂત્ર બોલવું. ત્યારપછી એક ખમાસમણ દઈને મુક્તાશુક્તિ મુદ્રામાં હાથને સ્થાપન કરી “જાવંત-કેવિ સાહૂ’ સૂત્ર બોલવું. આ સૂત્ર પણ એ રીતે બોલવું જોઈએ કે, શ્રેષ્ઠ સાધુભગવંતો અને તેઓ દ્વારા થતી પ્રભુવચનના પાલન સ્વરૂપ શ્રેષ્ઠભક્તિ સ્મૃતિમાં આવે અને તેવી ભક્તિ કરવા મન ઉલ્લસિત થાય. ૭. ત્યાર બાદ “નમોડર્ડ' સૂત્ર બોલી ઉવસગ્ગહર સ્તોત્ર કે કોઈ ભાવવાહી સ્તવન મધુર સ્વરથી ગાવું. સર્વ સાધુઓને વંદન કરી પરમાત્માના ગુણોને અને તેમના ઉપકારને સ્મૃતિમાં લાવવા તથા પોતાના દોષોનું ઉલ્કાવન કરવા માટે સ્વરચિત અથવા પૂર્વ પુરુષોની રચનારૂપ પ્રચલિત ભાષામાં બનાવેલું સ્તવન ગાવું. સ્તવન એટલે ગેયરૂપ કૃતિ - આ કૃતિ પોતપોતાની ભાવના અનુસાર બનાવી ગાઈ શકાય છે. પોતાની તે શક્તિ ન હોય તો, પૂર્વ પુરુષોએ પોતાની ભાવનાને વ્યક્ત કરતી જે કૃતિ બનાવેલી હોય તેમાંથી જે કૃતિ પોતાના ભાવોલ્લાસની વૃદ્ધિ થાય તેવી લાગે તે એકાગ્ર મને, ગંભીર સ્વરે, મધુર કંઠે ગાવી. સ્તવન ગાવાની આ ક્રિયા પણ અત્યંત ભાવોલ્લાસનું કારણ બની શકે તેવી છે. કેમ કે તે ગુજરાતી આદિ પ્રચલિત ભાષામાં બનેલા હોય છે, તેના ભાવો સમજવા સહેલા હોય છે અને સ્તવનની ગમતી તે તે પંક્તિઓને વારંવાર દોહરાવી પણ શકાય છે, માટે સામાન્ય જન માટે આ સ્તવનો ઘણા ઉપકારક બને છે. ૮. પછી જયવીયરાય સૂત્ર બોલવું. સ્તવન ગાવા સુધીની ક્રિયા કરતાં સાધકનું મન પરમાત્મા સાથે એકમેક થઈ જાય છે. હવે તેને પરમાત્મા પોતાની ખૂબ નજીક હોય, પોતાના પ્રિય સ્વજન હોય, પોતાના કાર્યના સાધક હોય તેવું લાગે છે. આથી જ પ્રભુને મેળવવાના માર્ગરૂપે પ્રભુ પાસે તેર માંગણી સ્વરૂપ જયવીયરાય સૂત્ર બોલે છે. પ્રભુને પ્રાર્થના કરવાનું આ સૂત્ર, અત્યંત સંવેગભાવથી ભરેલા હૃદયથી, મનના પ્રણિધાનપૂર્વક, હાથને મુક્તાશક્તિ મુદ્રામાં સ્થાપીને, આપણે પ્રભુ પાસે કાંઈક માંગીએ છીએ અને તેમના અનુગ્રહથી આપણે કાંઈક મેળવીએ છીએ, તેવા ભાવપૂર્વક બોલવાનું છે. Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ સૂત્રસંવેદના-૨ ૯. ત્યારપછી ઉભા થઈને અરિહંત ચેઈયાણ૦, અન્નત્ય કહી એક નવકારનો કાઉસ્સગ કરવો. કાઉસ્સગ્ન પારીને (“નમો અરિહંતાણં'. કહીને), નમો હેતુ બોલી, અધિકૃત જિનની સ્તુતિ/થોય કહેવી. આ બાબતની સમજણ જઘન્ય ચૈત્યવંદનની વિધિમાંથી મેળવી લેવી. ૧૦. અંતમાં એક ખમાસમણ દેવું. કાર્યની પૂર્ણાહુતિ થતાં પુનઃ પ્રભુને વંદના કરવા માટે પંચાંગ પ્રણિપાંત મુદ્રાપૂર્વક આ સૂત્ર બોલી એક ખમાસમણ દેવું. ઉત્કૃષ્ટ ચૈત્યવંદન : ૧ ૧. પ્રથમ એક ખમાસમણ દઈને ઉભા થઈને ઈરિયાવહિયાળ', તસ્મ ઉત્તરી, અન્નત્થ૦ કહી (ચંદેસુ નિમલયરા) સુધીના એક લોગસ્સનો (ન આવડે તો ચાર નવકારનો) કાઉસ્સગ કરવો. કાઉસ્સગ પારીને (“નમો અરિહંતાણં' કહીને) પ્રગટ લોગસ્સ કહેવો. • ૨. ત્યારપછી ત્રણ ખમાસમણ દઈને, ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ચૈત્યવંદન કરું એ પ્રમાણે આદેશ માંગી, ઈચ્છે' કહી આદેશનો સ્વીકાર કરવો. ૩. ત્યાર બાદ સકલકુશલવલ્લી, કહી કોઈપણ એક ચૈત્યવંદન કરી, જે કિંચિ સૂત્ર કહેવું. ૪. ત્યાર પછી ‘નમોહન્દુ ણસૂત્ર કહેવું ઉપરોક્ત સર્વ વિગત કેવા ભાવપૂર્વક બોલવી તે મધ્યમ ચૈત્યવંદનમાંથી સમજી લેવી. ૫. એ પછી જયવીયરાય સૂત્ર (આભવમખેડા સુધી) બોલવું. છે. આ રીતે એકવાર ચૈત્યવંદન પૂર્ણ થયા. પછી પુનઃ ખમાસમણ દઈ, 8. ઉત્કૃષ્ટ ચૈત્યવંદનઃ નમોડલ્થ , અરિહંત ચેઈઆણંડ, લોગસ્સા, ફખરવરદી અને સિદ્ધાણં એ પાંચ દંડકસૂત્રો અથવા પાંચ નમોહન્દુ અને સ્તુતિના બે યુગલો એટલે કે ૮ થોયો વડે, સ્તવન, જાવંતિ ચેટ, જાવંત કે વિ૦ અને જયવીયરાય એ ત્રણ પ્રણિધાન સૂત્ર વડે ઉત્કૃષ્ટ ચૈત્યવંદના થાય છે. Page #332 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચૈત્યવંદનની વિધિ ૩૦૫ ચૈત્યવંદનનો દેશ માંગી, આદેશ સ્વીકારી ચૈત્યવંદન, જે કિંચિ, નમોડલ્થ શું સૂત્ર બોલવું. આટલી ક્રિયા કેવા ભાવથી કઈ રીતે કરવી તેની સમજણ પણ મધ્યમ ચૈત્યવંદનમાંથી સમજી લેવી. ઉત્કૃષ્ટ ચૈત્યવંદનની આ ક્રિયા ૧૨ અધિકારમાં (વિભાગમાં) વહેંચાયેલી છે. તેમાં “નમોડલ્થ હાં' સૂત્ર ભાવ-અરિહંતની સ્તવનારૂપ છે. તેથી ભાવજિનની સ્તવનાનો પ્રથમ અધિકાર અહીં પ્રાપ્ત થાય છે. નમોકલ્યુ ' સૂત્રની છેલ્લી ગાથા રે ગ ગગા...' માં ત્રણે કાળના દ્રવ્ય અરિહંતોને સ્મૃતિમાં લાવી વંદના કરવામાં આવી છે, તેનાથી દ્રવ્યજિનની વંદનાનો બીજો અધિકાર અહીં પ્રાપ્ત થાય છે. ૭. પછી ઉભા થઈને અરિહંત ચેઈયાણું૦, કહી એક નવકારનો કાઉસ્સગ કરી, કાઉસ્સગ્ગ પારીને (“નમો અરિહંતાણં' કહીને) નમોડતુo કહીને પ્રથમ થાય કહેવી. “અરિહંત ચેઈયાણ' સૂત્ર અરિહંતના ચૈત્યોના વંદન-પૂજન આદિના ફળ માટે કરાતા કાયોત્સર્ગની પ્રતિજ્ઞા માટે બોલાય છે. તેથી ત્યાં સ્થાપનાદિનની વંદનાનો ત્રીજો અધિકાર પ્રાપ્ત થાય છે. ૮. ત્યારપછી લોગસ્સવ, સવ્વલોએ અરિહંત ચેઈયાણું કહીને એક નવકારનો કાઉસ્સગ્ન કરવો, કાઉસ્સગ પારીને (નમો અરિહંતાણં કહીને) નમો હેતુ કહી બીજી થોય કહેવી. મધ્યમ ચૈત્યવંદનની જેમ આટલી ક્રિયા કરીને ભાવજિન, દ્રજિન અને સ્થાપનાજિનને વંદન કર્યા પછી વિશિષ્ટ ચૈત્યવંદન કરવાની ભાવનાથી લોગસ્સ સુત્ર' દ્વારા નામજિનની સ્તવનાનો ચોથો અધિકાર પ્રાપ્ત થાય છે. આ સૂત્ર અર્થના ઉપયોગપૂર્વક એ રીતે બોલવું જોઈએ કે, આ અવસર્પિણીમાં ભરતક્ષેત્રમાં થયેલા ૨૪ તીર્થંકર પરમાત્માઓ આપણી નજર સમક્ષ આવે અને તેમની સામે નતમસ્તકે ઉભેલા આપણે તેમને પ્રાર્થના કરીએ કે - “પ્રભુ આપ મારા ઉપર પ્રસન્ન થાઓ અને મને ભાવ-આરોગ્ય, બોધિ, શ્રેષ્ઠ સમાધિ અને સિદ્ધિ પ્રાપ્ત કરાવો.” Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ સૂત્રસંવેદના-૨ ત્યારપછી ત્રણ લોકમાં રહેલા સર્વ સ્થાપનાદિનની વંદનાદિ માટે : સવલોએ અરિહંત ચેઈયાણં' સૂત્ર બોલાય છે અને ત્યારપછી અન્નત્ય બોલી કાયોત્સર્ગ કરી સર્વ જિનની સ્તવનારૂપ સ્તુતિ બોલાય છે. તેનાથી ત્રણે ભુવનના સ્થાપના જિનને વંદનાનો પાંચમો અધિકાર અહીં પ્રાપ્ત થાય છે. ૯. ત્યારપછી પુખરવરદીસૂત્ર બોલી, સુઅસ્ત ભગવઓ કરેમિ કાઉસ્સગં કહી, વંદણવરિઆએ , અસત્ય કહી, એક નવકારનો કાઉસ્સગ્ન કરવો, કાઉસ્સગ્ગ પારીને (નમો અરિહંતાણું કહીને) ત્રીજી થાય કહેવી. પરમાત્મા પ્રત્યે તીવ્ર ભક્તિભાવ પ્રગટવાના કારણે સાધકને પરમાત્માના વચન પ્રત્યે પણ અત્યંત આદર પ્રગટે છે. તેથી ચારે નિક્ષેપે રહેલા તીર્થકર ભગવંતને વંદના કર્યા પછી તેમના વચનરૂપ શ્રુતજ્ઞાન પ્રત્યે ભક્તિ ઉલ્લસિત થાય છે. આથી જ શ્રુતજ્ઞાનની સ્તવનારૂપ પુખરવરદી સૂત્ર બોલે છે. આ સૂત્રની પહેલી ગાથા બોલતાં આ કાળમાં ધર્મનો આરંભ કરનારા વર્તમાનમાં વિચરતા વિહરમાન ભગવંતોને નજર સમક્ષ લાવી તેને વંદના કરવાની છે. અહીં વિહરમાન જિનની વંદનાનો છઠ્ઠો અધિકાર પ્રાપ્ત થાય છે. ત્યાર પછીના ‘તમ તિબિર.' વગેરે એક એક પદો અર્થના ઉપયોગપૂર્વક બોલતાં શ્રુતજ્ઞાનની ઉપાદેયતા, ઉપકારિતા, મહાનતા અને શક્તિસંપન્નતા નજર સામે તરવરે છે. આથી શ્રુતભગવાનની વિશેષ ભક્તિ અર્થે એક નવકારનો કાયોત્સર્ગ કરી શ્રુતજ્ઞાનની સ્તવનાર્થે શ્રુતજ્ઞાનની મહાનતાને સૂચવતી થાય બોલાય છે. આ રીતે અહીં શ્રુતજ્ઞાનની આરાધનાનો સાતમો અધિકાર પ્રાપ્ત થાય છે. ૧૦. ત્યારબાદ સિદ્ધાણં બુદ્ધાણં વેયાવચ્ચગરાણં અન્નત્ય કહી, એક નવકારનો કાઉસ્સગ કરવો. કાઉસ્સગ્ન પારીને (નમો અરિહંતાણં કહીને) નમોડર્ડ કહી ચોથી થાય કહેવી. શ્રુતજ્ઞાનનું કે, સર્વધર્મકાર્યનું અંતિમ ફળ સિદ્ધાવસ્થા છે. સિદ્ધાવસ્થા જૈ સાધકનું અંતિમ લક્ષ્ય છે, તે જ તેનું સ્વરૂપ છે. તે જ પરમ આનંદનું ધામ છે. આથી જ શ્રુતજ્ઞાનની સ્તવના કર્યા પછી સિદ્ધોની સ્તવના કરવા સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર બોલાય છે. આ સૂત્રની પ્રથમ ગાથાને ઉપયોગપૂર્વક બોલવાથી Page #334 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચૈત્યવંદનની વિધિ સિદ્ધભગવંત પ્રત્યેનો આદર વૃદ્ધિમાન થાય છે. તેનાથી સર્વ સિદ્ધભગવંતોની વંદનાનો આઠમો અધિકાર સંપન્ન થાય છે. ૩૦૭ ત્યારપછી બીજી-ત્રીજી ગાથા બોલતાં જેમને ભાવપૂર્વક પ્રણામ કરતાં ભવસાગરને તરી શકાય છે, તે આપણા નજીકના ઉપકારી પરમાત્મા મહાવીર પ્રભુને વંદન કરવામાં આવે છે. આ રીતે વીર પ્રભુને વંદનાનો નવમો અધિકાર પ્રાપ્ત થાય છે. ત્યારપછી ચોથી અને પાંચમી ગાથાથી વંદના કરી અંતે મસ્તક નમાવી સર્વ સિદ્ધભગવંતોને સ્મૃતિમાં લાવી તેમની પાસે સિદ્ધિની માંગણી કરવામાં આવે છે. આ ગાથાઓ દ્વારા ગિરનાર તીર્થની અને અષ્ટાપદ તીર્થની વંદનારૂપ દસમો અને અગિયારમો અધિકાર પ્રાપ્ત થાય છે. ત્યારપછી ધર્મનું ભૂષણ ઔચિત્ય છે, માટે અરિહંતાદિની સ્તવના પછી ઔચિત્યરૂપે તેમના શાસનની અને સંઘની સેવા તથા પ્રભાવના કરનારા દેવોના સ્મરણ માટે વેયાવચ્ચગરાણં' સૂત્ર બોલી કાયોત્સર્ગ કરાય છે. કેમ કે તેમના સ્મરણથી, તેઓ-વિશિષ્ટ શક્તિના યોગે શાસન ઉપરના વિધ્નોને દૂર કરવા પ્રયત્નશીલ બને છે. આ રીતે સમ્યગ્દષ્ટિ દેવોના સ્મરણાદિરૂપ બારમો અધિકાર અહીં પૂર્ણ થાય છે. ૧૧. પછી નમોડસ્થુ છું કહેવું. ૧૨. તે પછી પુનઃ અરિહંત ચેઈયાણં આદિ (મુદ્દા નં. ૭ થી ૧૦ અનુસાર) કહી ચાર થોયો કહેવી. ૧૩. પછી નમોઽત્યુ ણં કહી, જાવંતિ બોલી એક ખમાસમણ દઈને જાવંત કે વિ સાંÒ બોલી સ્તવન કહેવું અને પછી જયવીયરાય સૂત્ર (આભવમખંડા સુધી) કહેવું. આ રીતે બાર અધિકાર દ્વારા ચૈત્યવંદના કરવાથી અતિ પ્રસન્ન થયેલો ૭. દેવવંદનના ૧૨ અધિકા૨ો આ પ્રમાણે છે. અધિકાર કોને વંદન-સ્મરણ ૧લો રજો જો ભાવિજન દ્રવ્યજિન એક ચૈત્ય સ્થાપનાજિન પ્રથમાદિ પદ નમોત્થ ણું...જિઅભયાર્ણ સુધી જે આ અઈઆ.તિવિહેણ વંદામિ સુધી અરિહંત ચેઈઆણં+કાઉસ્સગ્ગ+થોય Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ સૂત્રસંવેદના-૨ સાધક પુનઃ યોગમુદ્રામાં કાયાનું સ્થાપન કરી “નમોહન્દુ ણ' સૂત્ર બોલે. વળી હાથને મુક્તાશક્તિ મુદ્રામાં રાખી “જાવંતિ ચેઈઆઈ' બોલે, પછી એક ખમાસમણ દઈને “જાવંત કે વિ સાહૂ બોલી સ્તવન બોલે, પછી પ્રભુને પ્રાર્થના કરવા “જયવીયરાય સૂત્ર બોલે. આટલી ક્રિયા કયા ભાવથી કરવી તે મધ્યમ ચૈત્યવંદનામાંથી જાણી લેવું. ૧૪. ત્યારબાદ ખમાસમણ દઈને, ચૈત્યવંદનનો આદેશ માંગી, સ્વીકારીને ચૈત્યવંદન કરી, જે કિંચિ, નમોડલ્થ શું કહીને સંપૂર્ણ જયવીયરાય સૂત્ર કહેવું. ત્યાર પછી પ્રભુને વંદનાસ્વરૂપ એક ખમાસમણ દઈ અંતમાં વિધિ કરતાં અવિધિ થઈ હોય તો તેનું “ મિચ્છા મિ દુક્કડ' આપવું. મો. નામજિન લોગસ્સ ત્રણે ભુવનના સ્થાપનાજિન સવલોએ અરિહંત +કાઉસ્સગ્ન થાય વિહરમાનજિન પુષ્પરવરદીવઢ...નમંસામિ સુધી શ્રુતજ્ઞાન તમતિમિર+કાઉસ્સગ્ગોય સર્વ સિદ્ધભગવંતો સિદ્ધાણં બુદ્ધાયું...સવસિદ્ધાણં સુધી તીર્થાધિપતિ શ્રીવીર જો દેવાણ વિદેવો.. નર વનારિ વા સુધી ઉજ્જયંત (ગિરનાર) ઉજિતસેલ નમુસામિ સુધી અષ્ટાપદ તીર્થ ચત્તારિ........દિસંતુ સુધી સમ્યગ્દષ્ટિદેવ વેયાવચ્ચગરાણ+કાઉસ્સગ્ન+થાય ૯મો ૧૦મો ૧૧મો ૧૨મો Page #336 -------------------------------------------------------------------------- ________________ ૩૦૯ મારા નામના આ ti સન્માગ પત્ર પાસારિક સમાચાર • કાલિ મા જે પ્રતા કાજ 44૧૨, નિરક | , સભા પ્રકાશન પારિવારિક સમાચાર પાક્ષિક પત્ર ગુજરાતી-હિંદી અલગ અલગ આવૃતિરૂપે દર પંદર દિવસે ઘરે આવી સૂતેલા આતમરામને ઢંઢોળી અનંત સુખના સ્વામી બનવાનો કિમીયો બતાવતું જન્મા પાક્ષિક જન-જનમાં જાણીતું અને માણીતું બની ચૂક્યું છે. વ્યાખ્યાનવાચસ્પતિ પૂ. આ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સચોટ પ્રવચનાંશો તેમજ પ્રવચનપ્રભાવક પૂ. આ. શ્રી વિજય નાના નાના | કીર્તિયશસૂરીશ્વરજી મહારાજનાં પ્રવચનોથી આ પાક્ષિકનાં પૃષ્ઠો અલંકૃત બનેલાં છે. " તે ઉપરાંત જૈનશાસનનું તત્ત્વજ્ઞાન, સ્વાધ્યાયનો સથવારો, ચૂંટેલા શાસ્ત્ર શ્લોકો, સરળ ભાષામાં નવતત્ત્વ અને દર્શન-પૂજાની વિસ્તૃત સમજ, પૂજ્ય પુરુષોનો પરિચય અને મુંઝવતા પ્રશ્નોના શાસ્ત્રીય સમાધાનો આ પાક્ષિકની વિરલ વિશેષતા છે. સન્માન અનેકાનેક વિશેષાંકો ચતુર્વિધ શ્રીસંઘ ખૂબ જ આત્મીયતાથી સંઘરી રાખે છે, કેમ કે તે અંકો તે તે વિષયના પ્રામાણિક સંદર્ભો બની રહે છે. વર્ષે ૩00થી વધુ પાનાં A4 સાઈઝના ઉજળા ભારે કાગળ પર બહુરંગી-ઓફસેટ પ્રિન્ટીંગમાં છપાતું સભા બાહ્યાભ્યતર આકર્ષક રૂપરંગ ધરાવે છે. માત્ર ૧૦૦૦/- રૂપિયા એક જ વાર ભરી આજીવનપર્યત ઘેર બેઠા મેળવો. જે ભાષાની આવૃત્તિ જોઈએ તે લખી જણાવશો. ભારતીય જનતા શખસ હૈ : sare fણા; બાલવાર ન કહ- કવિ માપની શા માટે? "માના જ છે અવે એ બધી જ કાયમ રહી જાય તો તે વ્યક્તિ બાર ભવ્ય બની છે. પu v wયે છતાં બંગત ન જા, એ બનવું છે. તે બને તો તે અહંતાણી કાલનો જય હો માળા, uથ એટલે માત્ર ગાવે અને પાક . માટે કામ માપન પી એલેકઝબનો આવે તેવી પણ માણી રીતે માપી લી. માં બા પતિ પાસે ભકતી હતી. હા જ મહતું. નાસતની આ પછાતીમાણાના છે. એમાં ખાલી ખાય તે પાલિ , મે પોતાના ઘરમાંથી બાદ મદ્ય બોખી માધના કરવી જોઈએ. એમાં ભાએ મને બવે જ આપે તો આ માગી માયા છે. હાપ ન આપનાર વિશપ છે, આપણો મા બનવું છે માટે ઈ પણા મતાના અવસરે માસ ભાવે માપના કરી છે." ખાતાને વિપક બનતો અટકાવવા અને આસધક બનાવવા માટે જ જમાપનાની જ છે તેનું મત સ્પષ સમજતા શાસન શિરતાજ શિમાં હા શતાબ્દીના અવસરે નેવીના વિરુદ્ધ માણે અગણિત વંદનાવલી. જન્મા પ્રકાશન જૈન આરાધના ભવન, પાછીયાની પોળ, રીલીફ રોડ, અમદાવાદ-૧ Ph. : 2535 2072, Fax : 2539 2789, E-mail : sanmargp@icenet.net મ0 1000- .માં જિંદગીનો અધ્યાત્મ વીમો ઉતરાવો. Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ સભા પ્રકાશન જૈન આરાધના ભવન, પાળીયાની પોળ, રીલીફ રોડ, અમદાવાદ-૧ Ph.:25392789, E-mail : sanmargprakashan@gmail.com પુસ્તકો માટે આજીવન સભ્ય ફી માત્ર રૂ. પ૦૦૦/ માત્ર રૂ. ૫૦૦૦ જેવી નજીવી રકમમાં જીવનભર માટે જીવનને અધ્યાત્મના ઉજાસથી ભરતા પુસ્તકો ઘરબેઠાં જીવનભર મેળવો! જન્મા પ્રદાશન દ્વારા પ્રકાશિત થતાં પુસ્તકો જૈન આચાર, વિચાર અને તત્ત્વજ્ઞાનને ખૂબ જ સરળ ભાષામાં, સુબોધ શૈલીમાં, આકર્ષક રૂપરંગમાં પ્રસ્તુત કરે છે. છેલ્લા વીસેક વર્ષોમાં લગભગ ૩૦ જેટલાં પુસ્તકો પ્રકાશિત થયાં છે. એક એક પુસ્તકે કંકનાં જીવન પલટ્યાં છે, નવી દૃષ્ટિ આપી છે, મૂરઝાયેલી ધર્મચેતનાને ફરીથી જીવતી અને જાગતી કરવામાં અમૂલ્ય ફાળો આપ્યો છે. સન્માર્ગનું દરેક પ્રકાશન અને અધિકૃત રેફરન્સ બુકનું કામ સારે છે. પ્રતિવર્ષ લગભગ ૮૦૦ થી ૧૦૦૦ પાનાં જેટલું શાસ્ત્રાનુસારી માર્ગસ્થ સાહિત્ય ઘેરબેઠાં પ્રાપ્ત થશે. માત્ર લાભ જ લાભ આ યોજનામાં હોઈ આજે જ રૂ. ૫૦૦૦/- ભરી સભા પ્રકાશન - પુસ્તક યોજનાના આજીવન સભ્ય બનો. પુસ્તકો માટે આજીવન સભ્ય ફી માત્ર રૂ. ૫૦૦૦/ Page #338 -------------------------------------------------------------------------- ________________ સવાલ તત চীষ্টাবা6েী: ઔષધના જ્ઞાન માત્રથી રોગ નાશ નથી પામતો પરંતુ ઔષધનું સેવન પણ આવશ્યક હોય છે. તેમ જ્ઞાન માત્રથી પરિણતિ પલટાતી નથી પણ ગણધર ભગવંતોએ બનાવેલા સૂત્રના માધ્યમે જ્ઞાનાનુસાર થતી ક્યિા જ મોક્ષને અનુકૂળ પરિણતિ કેળવવાનો સચોટ ઉપાય બને છે. તે સૂત્રો શબ્દોમાં હોય છે અને શબ્દો અક્ષરોના બનેલા હોય છે. અક્ષરમાં અનંત શક્તિ રહેલી હોય છે. પણ તેને આપણે જગાડવાની હોય છે અને તે જગાડવા માટે આપણે સૂત્રોમાં પ્રાણ પૂરવા પડે છે. આ પ્રાણ ફૂંકવાની ક્રિયા એટલે સૂત્રનું સંવેદન. સૂત્રનું જ્યારે આપણને સંવેદન થાય છે, ત્યારે સૂત્ર સજીવન બની જાય છે અને ત્યાર પછી તેમાંથી અનર્ગળ શક્તિ બહાર પડે છે જે આપણામાં રહેલાં અનંતા કર્મોનો ક્ષય કરવા માટે એક યજ્ઞ સમાન બની રહે છે. અનંત ગમ પર્યાયથી યુક્ત આ સૂત્રોના અર્થનું સંકલન કરવું એટલે એક ફુલદાનમાં ફુલો ગોઠવીને બાગનો પરિચય આપવા જેવી વાત છે. આથી જ સૂત્રોના સર્વ અર્થને સમજાવવાનું ભગીરથ કાર્ય તો પૂર્વના મહાબુદ્ધિમાન અનુભવી પુરુષો જ કરી શકે. તો પણ સ્વપરિણતિને નિર્મળ બનાવવાના ઉદ્દેશથી શરુ કરેલ આ લખાણમાં આજના સામાન્ય બૌદ્ધ જીવો ક્રિયા કરતાં યાદ કરી શકે તેટલો અર્થ સંકલિત છે. સૂત્રાર્થ વિષયક લખાયેલ આ પુસ્તક નવલકથાની જેમ વાંચવાનું પુસ્તક નથી કે નથી અભ્યાસ કરવાનું માધ્યમ, પરંતુ પરિણતિને પલટાવવાના પ્રયાસના કઠિન માર્ગનો એક દીવો છે.... Sanitarg - 079-25352072