________________
૨૮૬
સૂત્રસંવેદના-૨
સિદ્ધભગવંતો ગુણથી એક સરખા સ્વરૂપવાળા છે અને સિદ્ધપણું પ્રાપ્ત કર્યા પૂર્વેની અવસ્થાની અપેક્ષાએ શાસ્ત્રોમાં તેના પંદર ભેદ જણાવ્યા છે. તે પંદર ભેદથી યુક્ત અનંતા સિદ્ધોને હું હંમેશા ભાવથી નમસ્કાર કરૂ છું.
અહીં સદા નાકારની જે વાત છે, તે દ્રવ્ય નમસ્કારની અપેક્ષાએ નથી. કેમ કે દ્રવ્યથી સતત નમસ્કાર થઈ શકતો નથી, તોપણ સિદ્ધભગવંતો પ્રત્યેનો આદર, તેમના પ્રત્યેની ભક્તિ અને સતત સિદ્ધ અવસ્થાની નજીક જવાનો પ્રયત્ન તે સ્વરૂપ ભાવનમસ્કાર સતત સંભવી શકે છે, આથી જ આ પદ બોલી સાધક આવા ભાવનમસ્કારની આકાંક્ષા વ્યક્ત કરે છે. સાથોસાથ પોતાના જીવનમાં એવી કોઈ પ્રવૃત્તિ ન થઈ જાય જે સિદ્ધ અવસ્થાથી પોતાને દૂર લઈ જાય તેની સતત કાળજી પણ રાખે છે.
આ ગાથા બોલતાં સાધક સહજ સ્વરૂપમાં વિલસતા, જ્ઞાનાનંદમાં મહાલતાં, સંસારથી પાર પામેલા અનંતા સિદ્ધોને સ્મૃતિપટ પર સ્થાપિત કરી, ભાવપૂર્ણ હૃદયથી વંદના કરતો વિચારે કે,
“ભગવંત આપનું જ સ્વરૂપ છે તે જ સ્વરૂપ માણે છે મારું આ સ્વરૂપ કર્મથી આવરાયેલું છે જ્યારે આપનું પ્રગટ થઈ ગયું છે. આ સ્વરૂપને પ્રગટ કરવાં જ હું આપને વંદન કરું છું અને આ સ્વરૂપની પ્રાપ્તિમાં આપની સહાય મળે તેવી
પ્રાર્થના કરું છું !” સર્વ સિદ્ધભગવંતોને નમસ્કાર કરીને હવે સિદ્ધ સ્વરૂપનું જેઓએ જ્ઞાન આપ્યું અને સિદ્ધિગતિનો માર્ગ જેઓએ બતાવ્યો, તે આસ ઉપકારી વીરભગવાનની સ્તુતિ કરતાં કહે છે –
નો તેવા વિ તેવો - જે દેવોના પણ દેવ છે એટલે દેવોને પણ જે પૂજનીય છે.
સામાન્યજન ઋદ્ધિ, બુદ્ધિ અને શક્તિની વિશેષતાને કારણે ઇન્દ્રાદિ દેવોને મહાન માની તેમની ઉપાસના કરે છે. જ્યારે તે ઋદ્ધિ સંપન્ન દેવો અનંતી શક્તિ અને અજોડ ગુણસમૃદ્ધિને કારણે વીર વિભુને મહાન માની તેમની ઉપાસના કરે છે. પ્રભુ જન્મે ત્યારથી માંડી છેક જીવનના અંત પર્યત તેઓ વિવિધ પ્રકારે પ્રભુ ભક્તિ કરવામાં લીન રહે છે. દેવલોકના સુખ છોડી પ્રભુની સેવામાં હરપળ હાજર રહે છે. તેમના વચનામૃતનું પાન કરી પોતાની જાતને ધન્ય માને છે, તે વચનો ઉપર અવિહંડ આસ્થા ધરાવે છે. દેવભવની