________________
શ્રી સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર
ચંદ્ર જેવી લાગતી સિદ્ધશિલા (ઇષતુ પ્રાગભારા નામની પૃથવી) છે.
સામાન્ય રીતે એવું કહેવાય છે કે સિદ્ધના જીવો લોકના અંતે રહેલી સિદ્ધશિલા ઉપર રહે છે પણ હકીકતમાં સિદ્ધના જીવો સિદ્ધશિલાને સ્પર્શીને નથી રહેતા તેઓ લોકના અંતને સ્પર્શીને રહે છે, લોકાન્ત અને સિદ્ધશિલા વચ્ચે એક યોજનનું અંતર છે. આ એક યોજનના ૨૪ ભાગ કરવામાં આવે તો તેમાંથી ૨૩ ભાગદૂર થયા પછીના છેલ્લા / માં ભાગમાં સિદ્ધના જીવો રહે છે. ૧ યોજન = ૮૦૦૦ ધનુષ થાય છે. તેથી સિદ્ધના જીવો સિદ્ધશિલાથી ૭૬૬૬ / ધનુષ ઉપર ગયા પછી લોકાંત સુધીના માત્ર ૩૩૩ / ધનુષ પ્રમાણ ક્ષેત્રમાં રહે છે. તેમની અવગાહનાનો એક ભાગ લોકાંતને સ્પર્શીને રહે છે.
૨૮૫
મો
વધુમાં વધુ ૫૦૦ ધનુષની કાયાવાળા જીવો મોક્ષે જાય છે. તેઓ જ્યારે યોગનિરોધ કરે છે ત્યારે તેમના શરીરમાં પોલાણવાળા ભાગમાં જે હવા હોય છે તે નીકળી જાય છે. તેથી આત્મા શરીરના `/ ભાગ જેટલો સંકોચાઈ ૨/૩ ભાગ જેટલામાં જ રહે છે. તેથી ૫૦૦ ધનુષ્યના / ભાગ અર્થાત્ ૩૩૩ '/, ધનુષ જેટલી આત્માની અવગાહના રહે છે. આ ૧ યોજનનો ૧/૪ ભાગ કે ૫૦૦ ધનુષનો / ભાગ ૩૩૩ / ધનુષ્યપ્રમાણ સરખો થાય છે. આ તો થઈ ૫૦૦ ધનુષ્યની કાર્યાવાળા જીવોની વાત, પરંતુ ૭ હાથની કાયાવાળા જીવો પણ તે પ્રમાણે રહે છે. તેમનું પણ મસ્તક લોકાંતે સ્પર્શે છે અને તેમની કાયાના / ભાગમાં આત્મપ્રદેશો સંકોચાઈને શરીરની અવગાહના પ્રમાણે રહે છે.
આમ સિદ્ધશિલાથી એક યોજનના ૨૪ ભાગ કરો, તો તેમાંથી ૨૩ ભાગ દૂર ગયા પછી સિદ્ધ થયેલા આત્માઓના સ્થાનની શરૂઆત થાય છે અને જ્યાં છેલ્લો ચોવીસમો ભાગ પૂરો થાય ત્યાં સિદ્ધ આત્માઓનું સ્થાન પૂરું થાય છે. એનાથી આગળ માત્ર અલોકાકાશ જ આવે છે. તેમાં ગતિ સહાયક ધર્માસ્તિકાય નામનું દ્રવ્ય નથી અને સ્થિતિ-સહાયક અધર્માસ્તિકાય નામનું દ્રવ્ય પણ નથી. તેથી સિદ્ધભગવંતો લોકના અગ્રભાગે જઈને ત્યાં સ્થિર રહે છે, પરંતુ અલોકાકાશમાં જતાં નથી.
नमो सया सव्व - सिद्धाणं
સદા નમસ્કાર કરું છું.
આજ સુધીમાં અનંતા આત્માઓ સિદ્ધ અવસ્થાને પામેલા છે, તે સર્વ
-
(આવા સ્વરૂપવાળા) સર્વ સિદ્ધોને હું