________________
૨૮૪
સૂત્રસંવેદના-૨
સિદ્ધભગવંતો પરંપરાએ મોક્ષમાં ગયા છે, એટલે ક્રમિક રીતે ગુણનો વિકાસ કરતાં કરતાં તેઓ મોક્ષ સુધી પહોંચ્યા છે. સિદ્ધભગવંતો પણ પૂર્વે-ભૂતકાળમાં આપણા જેવા દોષયુક્ત જ હોય છે. પરંતુ સાધના કરવા દ્વારા તેઓ મિથ્યાત્વાદિ દોષોને ટાળે છે અને સમ્યક્ત્વાદિ ગુણોને પ્રગટાવે છે. આ રીતે ક્રમિક ગુણોનો વિકાસ કરતાં કરતાં જ તેઓ મોક્ષમાં જાય છે.
આ રીતે સિદ્ધભગવંતોને સ્મૃતિમાં લાવતાં સાધક આત્માને એક આશ્વાસન મળે છે કે, “સત્તાથી તો હું અને સિદ્ધભગવંતો બંને સરખા જ છીએ, માત્ર તેમણે પોતાનું સ્વરૂપ પ્રગટ કર્યું છે, મારું તે સ્વરૂપ કર્મથી આચ્છાદિત છે. તેમણે જેમ સાધના કરી કર્મોનાં આવરણો દૂર કર્યાં અને ક્રમિક એટલે ચૌદગુણસ્થાનકના ક્રમે ગુણોનો વિકાસ કર્યો અને ગુણનો વિકાસ કરતાં કરતાં તેઓ જેમ મોક્ષ સુધી પહોંચી શક્યા, તેમ હું પણ જો તેમનું આલંબન લઈ પ્રયત્ન કરું તો મિથ્યાત્વાદિ દોષોને ટાળી ગુણનો વિકાસ કરતો કરતો મોક્ષ સુધી પહોંચી શકું.” આમ આ પદ દ્વારા પરંપરાએ મોક્ષને પામેલા સિદ્ધ ભગવંતોને સ્મૃતિમાં લાવી, વંદના કરવાની છે.
હવે સિદ્ધભગવંતો ક્યાં રહે છે, તે જણાવે છે - જોગમુવાવાળી - લોકના અગ્રભાગને પામેલા (સિદ્ધપરમાત્માને હું નમસ્કાર કરું છું.)
અયોગી અવસ્થાને પ્રાપ્ત કરી જીવ જ્યારે સર્વકર્મથી રહિત થાય છે, ત્યારે તેનો સ્વભાવ ઉર્ધ્વગમનનો હોવાથી તે .દેહનો ત્યાગ કરી તે સમયે જ લોકના અંત ભાગે પહોંચી જાય છે. સર્વકર્મનો ક્ષય, દેહ વિયોગ, ઉર્ધ્વગમન અને લોકાન્તે પહોંચવું : આ ચારે ય કાર્યો એક જ સમયમાં થાય છે.
લોકના અંતે એટલે કે ચૌદ રાજલોકમય આ વિશ્વના છેક ઉપરના ભાગથી ૧ યોજન નીચે ૪૫ લાખ યોજન લાંબી-પહોળી, મધ્યમાં આઠ યોજન જાડી અને કિનારે જતાં ઘટતાં ઘટતાં અંતે માત્ર માખીની પાંખ જેટલી પાતળી બની જતી, તવીના જેવી ગોળાકાર, શુદ્ધ સ્ફટીક રત્નની બનેલી, દૂરથી બીજના
થઈ જાય છે, તેમ અચાનક કોઈને મોક્ષ મળી શકે છે. આ પદમાં મોક્ષની પ્રાપ્તિ ક્રમિક વિકાસથી થાય છે, એમ બતાવ્યું. એના દ્વારા તે મત પણ યોગ્ય નથી તેમ સાબિત થાય છે. 4. જેઓ એવું માને છે કે, કર્મરહિત આત્મા કોઈપણ અનિયત સ્થાનમાં રહે છે, તે વાત યોગ્ય નથી. તે આ પદ દ્વારા સાબિત થાય છે.