________________
શ્રી સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર
૨૮૭
મર્યાદાને કારણે જે વચનોનું પાલન તેઓ નથી કરી શકતા તેનો તેમને અત્યંત રંજ રહે છે. જેઓ પ્રભુની આજ્ઞા મુજબ જીવન જીવે છે તેવા મહાત્માઓ ઉપર ખૂબ જ આદર-બહુમાન ધારણ કરે છે. આ રીતે વીર પ્રભુ દેવોથી પૂજનીય હોવાથી દેવોના પણ દેવ છે.
નં ફેલા પંની નમંતિ - જેમને દેવતાઓ (વિનયપૂર્વક) બે હાથ જોડી પ્રણામ કરે છે.
મહાબુદ્ધિના નિધાન, ભૌતિક સુખની પરાકાષ્ઠાને પામેલા, જગત જેમને મહાન માને છે તેવા દેવ અને દેવેન્દ્રો પણ વીરભગવાનને બે હાથ જોડી નમસ્કાર કરે છે. કેમ કે તેઓ માને છે કે, “આ પરમાત્મા આગળ અમે કાંઈ જ નથી. પરમાત્માની ગુણસંપત્તિ, એમની વીર્યશક્તિ, એમનો આનંદ, એમનું સુખ, કોઈ પણ બાધા વિનાની એમની સ્થિતિ વગેરે અનેક દૃષ્ટિકોણથી પરમાત્માના સુખ આગળ કે તેમના વ્યક્તિત્વ આગળ દેવતાઈ ઋદ્ધિવાળા અમે તણખલાના તાલે પણ આવી શકીએ તેમ નથી. આ ગુણોને મેળવવાનો, આ સુખને પ્રાપ્ત કરવાનો ઉપાય પણ એક જ છે, તેમના પ્રત્યેના આદરપૂર્વક તેમને નમસ્કારાદિ કરવા.” આથી જ સમ્યગ્દર્શનાદિ ગુણોને પામેલા દેવો, દેવેન્દ્રો અત્યંત બહુમાનપૂર્વક બે હાથ જોડી, મસ્તક નમાવી, વીર પરમાત્માને નમસ્કાર કરે છે.
તં તેવ-મહિ સિરસા વંદે મહાવીર - દેવોના પણ દેવ એવા ઈન્દ્ર જેમની પૂજા કરે છે તે મહાવીરસ્વામી ભગવાનને હું મસ્તકથી નમસ્કાર
વીર તેને કહેવાય જેઓ તપ અને વીર્યથી શોભે છે. ઉપસર્ગો અને પરિષહોને સમભાવે સહન કરીને જેઓએ વિશેષ પ્રકારે કર્મને ખપાવ્યાં છે તે વીર છે. આવા વિર ભગવાન, દેવોના દેવ-ઈન્દ્રથી પણ પૂજાયેલા છે, તેમ જણાવવા દ્વારા જગત પૂજનીય પ્રભુ વીરની મહાનતાનો ખ્યાલ આપ્યો છે. પ્રભુ વીરની મહાનતા જેમને સમજાય તે આત્માઓનો પરમાત્મા પ્રત્યેનો આદર અત્યંત વૃદ્ધિમાન થાય છે અને આદરના કારણે જ સાધકનું મસ્તક ઝૂકી પડે છે.
આ ગાથા બોલતાં જે દેવોના દેવ છે અને દેવો જેમને બે હાથ જોડી મસ્તક નમાવી પ્રણામ કરે છે, તે વીર પ્રભુને નજર સમક્ષ લાવી ભક્તિભાવથી પ્રણામ કરતાં સાધક વિચારે કે, 5. 'वीरं' इति चान्वर्थसंज्ञेयं, महावीर्यराजनात्तपःकर्मविदारणेन कषायादि शत्रुजयात्केवलશ્રીસ્વયંપ્રદજીન વિક્રાન્તો વીર: તમ્ |
- શ્રી યોગદષ્ટિ સમુચ્ચય