________________
ઉવસગ્ગહરં સૂત્ર
પાર્શ્વનાથ પરમાત્માની અસીમ ભક્તિ કરવી જોઈએ કેમકે, પાર્શ્વનાથ ભગવાનની અત્યંત ભક્તિ ક૨વાથી તેમના પ્રત્યે ભક્તિભાવવાળા પાર્શ્વયક્ષ વિઘ્નોનું જરૂ૨ નિવારણ કરે છે, આવી વિચારણાથી તે આત્માઓ પાર્શ્વનાથ ભગવાન પ્રત્યે અત્યંત ભક્તિવાળા બને છે. આમ પાર્શ્વયક્ષ માટે મુકાયેલ આ વિશેષણ સાર્થક જ છે.
મ્મવળમુ - ઘનકર્મથી મૂકાયેલા એવા (પાર્શ્વનાથ) ભગવાનને.
ઘનકર્મ એટલે ઘાતિકર્મ. પાર્શ્વનાથ ભગવાન જ્ઞાનાવરણીયાદિ ઘાતિકર્મનો નાશ કરી અનંતજ્ઞાનાદિ ગુણસંપત્તિના સ્વામી બન્યા છે. અનંત આનંદમય લોકોત્તર સ્વરૂપને તેમણે પ્રાપ્ત કર્યું છે. આવા સ્વરૂપવાળા પરમાત્માને સ્મરણમાં લાવવાથી, પાર્શ્વનાથ ભગવાન પ્રત્યેનો પૂજ્યભાવ વધે છે. “મારું પણ આ જ સ્વરૂપ છે અને આ પરમાત્માની ભક્તિ કરી મારે પણ આવા સ્વરૂપને પ્રાપ્ત કરવું છે.” તેવી ભાવના વૃદ્ધિ પામે છે. આ વિશેષણ પરમાત્માની આંતરિક સંપત્તિનું સૂચક છે અને તે આપણને આપણી આંતરિક સંપત્તિ પ્રાપ્ત કરાવવા માટેનો આદર્શ પૂરો પાડે છે. જ્ઞાનાવરણીયાદિ કર્મથી રહિત એવા પરમાત્માની ઉપસ્થિતિ કરીને તેમનો જ્ઞાનાતિશય જણાવાયો છે.
વિષધરોના વિષનો સંપૂર્ણ નાશ કરનાર
विसहर - विस- निन्नासं (પાર્શ્વનાથ ભગવાન)ને,
ww
૧૪૧
શ્રદ્ધા અને બહુમાનપૂર્વક પાર્શ્વનાથ ભગવાનનું નામસ્મરણ, નામનો જાપ તેમના અભિષેકનું ન્હવણજલ વિષધર-ઝેરી સર્પ કે નાગના ઝેરનો કે ઝેરી
4. આ પદની વ્યુત્પત્તિ ‘ર્માશિ ધના વ ર્મઘનાઃ । તેભ્યો મુ: ર્મધનમુઃ તમ્' એ રીતે અથવા ‘ઘનિ ૬ તાનિ ર્માળિ ૨ ર્મઘાનિ। તેભ્યો મુ: ર્મધનમુ: તમ્' એ પ્રમાણે થાય છે: '
પહેલી વ્યુત્પત્તિમાં કર્મોને મેઘની ઉપમા આપવામાં આવી છે અને અહીં પાર્શ્વનાથ ભગવાનના આત્માને ચંદ્રની ઉપમા આપીને આ કર્મો તેમને ઢાંકતાં હતાં, તેમાંથી ભગવંત મુક્ત થયા છે, તે જણાવાયું છે.
कर्माणि ज्ञानावरणीयाद्यष्ट तानि जीवचन्द्रमसो ज्ञानांशुमण्डलाच्छादकत्वात् घना इव जलदा इव कर्मघनाः ।
બીજી વ્યુત્પત્તિમાં ‘ઘન’ નો અર્થ દીર્ઘકાલપર્યંત રહેનારાં અથવા બહુ પ્રદેશવાળા - એ પ્રમાણે કરી ઘાતિકર્મોને ‘ઘન’ શબ્દથી અભિપ્રેત કરાયાં છે.
घनानि दीर्घकालस्थितिकानि बहुप्रदेशाग्राणि वा यानि घातिकर्माणि तैर्मुक्तं त्यक्तम् ।