________________
૧૪૦
સૂત્રસંવેદના-૨
વિશેષાર્થ :
૩વસદરંપાઉં - ઉપસર્ગનો નાશ કરનાર પાર્થ નામનો યક્ષ જેમને છે અથવા જેમનું સામિપ્ય ઉપસર્ગને હરનારું છે તેવા (પાર્શ્વનાથ ભગવાનને હું વંદન કરું છું.)
દેવ, મનુષ્ય કે તિર્યંચ સંબંધી ઉપદ્રવોને ઉપસર્ગ કહેવાય છે. ઉપસર્ગને જે દૂર કરે તેને “ઉવસગ્ગહર' કહેવાય છે. આ “ઉવસગ્ગહર” એ “પાસ” શબ્દનું વિશેષણ છે. પાર્શ્વનાથ ભગવાનના અધિષ્ઠાયક પાર્શ્વયક્ષ પાર્શ્વનાથ ભગવાન પ્રત્યે અનન્ય ભક્તિભાવવાળા છે. તેથી જે ભક્તો “આ પ્રભુ દુનિયામાં સૌથી શ્રેષ્ઠ છે. તેઓ જ મારા સુખનું કારણ છે' એવું માની પાર્શ્વપ્રભુની ભક્તિ, આદર, સત્કાર કરે છે તેઓના દેવાદિથી કરાયેલા ઉપસર્ગોને દૂર કરવાનું કાર્ય પાર્શ્વયક્ષ કરે છે. તેથી પાર્શ્વયક્ષને “ઉવસગ્ગહર' = ઉપસર્ગોને નાશ કરનાર કહેવાય છે.
ઉવસગ્ગહરંપાસ” એ સામાસિક પદ, ‘પાસ’ એટલે કે પાર્શ્વનાથ ભગવાનનું વિશેષણ છે. આમ આખા પદનો ‘ઉપસર્ગોને હરનાર એવો પાર્શ્વયક્ષ જેની સેવામાં છે, એવા પાર્શ્વનાથ ભગવાનને હું નમસ્કાર કરું છું.' એવો અર્થ પ્રાપ્ત થાય છે. અથવા તો પારં શબ્દનો અર્થ સમીપમ્ કરીએ તો ઉપસર્ગોને દૂર કરનારું સામીપ્ય - સાન્નિધ્ય છે જેમનું એવા પાર્શ્વનાથ ભગવાનને હું નમસ્કાર કરું છું.
અહીં ઉપસર્ગહર આ વિશેષણ પાર્શ્વનાથ ભગવાન માટે ન વાપરતાં પાર્શ્વયક્ષ માટે વાપર્યું તેનું કારણ એ છે કે – જેના ભક્તમાં પણ આવી શક્તિ છે, તે ભગવાનમાં તો કેટલી વિશિષ્ટ શક્તિ હોય તે સ્પષ્ટપણે જાણી શકાય છે. ઉપરાંત આવા વિશેષણથી દેવો પણ પરમાત્માના ભક્ત છે, એમ જણાવી પરમાત્માનો પૂજા-અતિશય સૂચવાયો છે.
વળી, પોતાના કલ્યાણને ઇચ્છતા આત્માઓ સમજે છે કે – “શ્રેયસ વહુ વિનિ”- કલ્યાણકારી ધર્મની સાધના કરતાં સેંકડો વિઘ્નો આવવાની સંભાવના છે અને પોતાનું એવું સત્ત્વ નથી કે, ઉપસર્ગ કે પરિષહરૂપ વિદ્ગના વાવંટોળ વચ્ચે પણ તે ધર્મમાં સ્થિર રહી શકે, માટે સ્થિરતાપૂર્વક ધર્મમાર્ગે આગળ વધવું હોય તો ધર્મમાં આવતા વિદ્ધને અટકાવવા માટે