________________
૧૪૨
સૂત્રસંવેદના-૨
જંતુથી ચઢેલા ઝેરનો ચોક્કસ નાશ કરે છે. જે ઝેરથી તત્કાળ પ્રાણનો વિયોગ થવાનો હતો તે ઝેર પાર્શ્વનાથ પ્રભુના નામસ્મરણ માત્રથી નાશ પામે છે, માટે જ પ્રભુ વિષધરના વિષનો આમૂલ-નાશ કરનાર કહેવાયા છે. આ
સાધના કરવા ઈચ્છતા કેટલાક સાધકોનું સત્ત્વ એવું નથી હોતું કે, બાહ્ય વિપ્નમાં તેમનું મન ટકી શકે. આવા સાધકોને જ્યારે ખબર પડે કે, આ ભગવાનનું સ્મરણાદિ સર્પાદિનાં ઝેર પણ ઉતારી શકે છે, ત્યારે તેમને વિશ્વાસ બેસે છે કે, સામાન્ય વિઘ્નો તો પ્રભુના નામમાત્રથી પણ જરૂર નાશ પામશે. ત્યારે તેઓ પાર્શ્વનાથ ભગવાનની ભક્તિમાં વિશેષ રૂપે જોડાય છે. આ વિશેષણ દ્વારા પરમાત્માનો બાહ્ય પ્રભાવ પણ કેટલો વિશિષ્ટ છે તે જણાવ્યું છે અને વળી વિદ્ગોના નાશક તરીકે પરમાત્માનો અપાયાગમ અતિશય બતાવાયો છે.
મ-છાપ-કાવાસ - મંગલ અને કલ્યાણના સ્થાનભૂત (પરમાત્માને),
શુભને લાવે અને અશુભને કાપે તે મંગલ છે અને સુખને જે લાવે - સુખને જે આપે તે કલ્યાણ છે.
મંગલ એટલે વિપત્તિઓનું ઉપશમન અને કલ્યાણ એટલે સંપત્તિઓનો ઉત્કર્ષ. પાર્શ્વનાથ ભગવાન આવા મંગલ અને કલ્યાણના સ્થાનભૂત છે, તેથી તેમનાં દર્શન, વંદન કે તેમની સેવા કરનાર આત્માઓ પણ મંગલ અને કલ્યાણ પ્રાપ્ત કરે છે. પરમાત્માના વચન અનુસાર જીવન જીવવાથી જ જીવનું કલ્યાણ થાય છે. આ રીતે પ્રભુનો વચનાતિશય પણ પ્રદર્શિત થયો છે. આ વિશેષણ દ્વારા જણાવ્યું કે, જેને ઝેરાદિના બાહ્ય ઉપદ્રવો નથી તેવાને માટે પણ આ ભગવાન મંગલ અને કલ્યાણ કરનારા છે, માટે મંગલ અને કલ્યાણની કામનાવાળાએ પણ આ ભગવાનની ભક્તિ અવશ્ય કરવી જોઈએ. પારં વંલાકિ - આવા પાર્શ્વનાથ ભગવાનને હું વંદન કરું છું.
આ શબ્દ બોલતાં સાધકને ચારે વિશેષણથી યુક્ત પરમાત્મા નજર સમક્ષ દેખાવા જોઈએ અને થવું જોઈએ કે,
“મોક્ષની સાધના સહેલી નથી, વિઘ્નોથી ભરેલી છે, તો પણ પાર્શ્વનાથ ભગવાનની ભક્તિ કરવાથી સંતુષ્ટ થયેલો પાર્શ્વયક્ષ ચોક્કસ મારાં વિઘ્નો દૂર કરશે, તેથી તેમની ભક્તિમાં તો જોડાવું જ છે. વળી, ભગવાન જેમ સંપૂર્ણ