________________
અરિહંતઈયાણં સૂત્ર
૨૧૫
ભુપેદા - અનુપ્રેક્ષાથી (વધતી જતી અનુપ્રેક્ષાથી હું કાયોત્સર્ગ કરું છું.)
મનુ એટલે પાછળ, અને પ્રેક્ષા એટલે પ્રકૃષ્ટપણાથી જોવું. વાચના, પૃચ્છના, પરાવર્તના દ્વારા એકવાર જે સૂત્રનું જ્ઞાન મેળવ્યું છે, આત્મહિતકર જે પદાર્થો જાણ્યા છે, તે જ પદાર્થોને વારંવાર વિચારવા, તેને બારીકાઈથી જોવા, તેના ઉપર ઊંડું ચિંતન કરવું, સૂક્ષ્માતિસૂક્ષ્મ ચિંતન દ્વારા તે ભાવોમાં લીન થવા પ્રયત્ન કરવો તે અનુપ્રેક્ષા' છે.
ભગવાનના ગુણોથી આત્માને વાસિત કરવા માટે કરાતી ચૈત્યવંદનની ક્રિયા હું કઈ રીતે કરું કે જેથી વિતરાગ સાથે હું એકમેક બની જાઉ ? મારામાં પણ પરમાત્મા જેવી વીતરાગતા પ્રગટ થાય' - આ રીતે પરમાર્થનું ચિંતન કરવું તે અનુપ્રેક્ષા છે.
11. ચૈત્યવંદન કરવા માટે કેવા પ્રકારની અનુપ્રેક્ષા જોઈએ. તે જણાવતાં લલિતવિસ્તરામાં
અનુપ્રેક્ષાના નીચે પ્રમાણે લક્ષણ બતાવ્યાં છે – ૧. અનુભૂત પદાર્થોનો અભ્યાસ વિશેષ વાચના, પૃચ્છના, પરાવર્તના દ્વારા કોઈપણ પદાર્થનું
જ્ઞાન મેળવ્યા પછી જ્યારે તેના ઉપર અનુપ્રેક્ષા કરાય છે, ત્યારે તે પદાર્થ અત્યંત
અભ્યસ્ત થઈ જાય છે. ૨. પરમ સંવેગનું પ્રગટીકરણ : ચૈત્યવંદન સૂત્રના એક એક પદો પરમાત્માના લોકોત્તમ
સ્વરૂપને બતાવનાર છે, તેની અનુપ્રેક્ષા પરમાત્મભાવને પ્રાપ્ત કરવાની ઈચ્છારૂપ સંવેગને
પ્રગટાવે છે. ૩. દઢ સંવેગભાવ:વળી અનુપ્રેક્ષા કરવાથી આ સંવેગનો પરિણામ દૃઢ-દઢતર થતો જાય છે. ૪. ઉત્તરોત્તર વિશેષ સંપ્રત્યાકાર હૃદયસ્થા - તત્ત્વભૂત પદાર્થની જેમ જેમ અનુપ્રેક્ષા વધે છે,
તેમ તેમ “એ તત્ત્વ એમ જ છે” એવી પોતાને પ્રતીતિ થાય છે. અનુપ્રેક્ષા પૂર્વે જ્ઞાનીના વચનના કારણે ત્યાગ કરવા યોગ્ય વસ્તુ ત્યાગ કરવા જેવી અને આદરવા યોગ્ય વસ્તુ આદારવા જેવી લાગતી હતી પણ અનુપ્રેક્ષા પછી જ્ઞાની કહે છે, માટે નહિ પરંતુ પોતાને
જ તે વસ્તુ તેવી સંવેદય છે. ૫. કેવળજ્ઞાન સન્મુખચિત્તધર્મનું પ્રાગટ્ય: સર્વજ્ઞ કથિત શાસ્ત્રના સર્વ શબ્દોમાં એવી તાકાત
છે કે જો તેની ઉપર ઊંડી અનુપ્રેક્ષા કરાય તો તે આત્મનિરિક્ષણ દ્વારા દોષોનું સ્પષ્ટ દર્શન કરાવે અને તેને કાઢવાની ભાવના પ્રગટાવે. જેના પરિણામે દોષના નિરોધમાં અને ગુણોને પ્રગટ કરાવવામાં શુદ્ધ-આત્મતત્ત્વની અનુભૂતિ, કેવળજ્ઞાન આદિની પ્રાપ્તિ દ્વારા જે ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી સહજ યત્ન ચાલુ થાય છે. આ યત્ન દ્વારા દોષોનો નાશ થવાથી ગુણોની સાહજિક આંદમય સંવેદનાઓ થાય છે મોક્ષમાં વિશ્રાંત થાય છે.