________________
૨૧૪
સૂત્રસંવેદના-૨.
સૂત્ર બોલતી વખતે સંસ્કારરૂપે અવસ્થિત રહેવા તે વાસનારૂપ ધારણા છે
૩. ચૈત્યવંદન આદિમાં ઉત્તરોત્તર સૂત્રો બોલતી વખતે પૂર્વ પૂર્વના સૂત્રોનું અનુસંધાન કરીને એકવાક્યતાથી ઉપસ્થિત થાય તે રીતે ઉપયોગ પ્રવર્તે, તે સ્મૃતિરૂપ ધારણા છે.
ધારણા ચિત્તની વિશિષ્ટ પરિણતિ છે. તેમાં જે ક્રમથી દરેક પૂર્વ પૂર્વના સૂત્રોની સાથે ઉત્તર-ઉત્તર(ના સૂત્રો)નું અનુસંધાન હોય છે, તે જ ક્રમથી દરેક સૂત્રોના ભાવને પણ ધારણ કરીને ભગવાન પ્રત્યેનું બહુમાન વધતું જાય એવી આનુપૂર્વી સહિતની ચિત્તપરિણતિ હોય છે.
જેમ કોઈ વ્યક્તિ કોઈ પિક્સર કે સીરીયલ માણવા બેઠી હોય તો પૂર્વ પૂર્વના પ્રસંગો સાથે ઉત્તર ઉત્તરના પ્રસંગોનું અનુસંધાન જોડી શકે એવી ધારણાશક્તિવાળી હોય તો જ તે પિક્ટરને જાણી અને માણી શકે, તેમ ચૈત્યવંદનની ક્રિયા પણ સફળ કરવી હોય તો તેમાં બોલાતા સૂત્રો, તેના એકએક પદો અને તેના અર્થનું મંદિથી અંત સુધીનું જોડાણ કરી, તેને અનુરૂપ ભાવો કરવાની ધારણા શક્તિ હોવી જોઈએ. જે વ્યક્તિ આ રીતે સુત્રાર્થ વગેરેની ધારણા પૂર્વક ચૈત્યવંદનની ક્રિયા કરે છે તે ક્રિયાની મધુરતાનો અનુભવ કરી તેનો આનંદ માણી શકે છે. આ પદ બોલતાં સાધક વિચારે છે કે, ,
“જો નાટક જેવી તુચ્છ ક્રિયા પણ સાયંત સ્મૃતિમાં રહે તો જ આનંદ આવે છે, તો શ્રેષ્ઠ એવી ચૈત્યવંદજી ક્રિયા માટે તો શું કહેવું ? આ ક્રિયા પણ મારે એવી રીતે કરવી જોઈએ કે જેથી સર્વ સૂત્રો અને તેના અર્થ સાવૅત સ્મૃતિમાં રહે. તો જ આ ક્રિયાનો આનંદ માણી શકાય તેથી મારે સૂત્રનું એક એક પદ એવી રીતે બોલવું જોઈએ કે, તે ક્રમ મુજબ બરાબર
સ્મૃતિમાં રહે.” શ્રદ્ધા, મેધાદિ દ્વારા સૂત્રોના જે ભાવો અનુભવ્યા છે તેનાં ઊંડાં રહસ્યોને પ્રાપ્ત કરવા, પ્રાપ્ત થયેલા તે ભાવોને વધુ દઢ કરવા, તથ ઉત્તરોત્તર તે ભાવને તીવ્ર કરી મોક્ષમાર્ગ સુધી પહોંચવા અનુપ્રેક્ષાની અત્યંત જરૂર છે. આથી જ હવે કાયોત્સર્ગનું પાંચમું સાધન “અનુપ્રેક્ષા” કેવી હોવી જોઈએ તે બતાવે છે -