________________
૨૯૪
૨૯૪
સૂત્રસંવેદના-૨
મૂળ સૂત્ર : वेयावञ्चगराणं संतिगराणं सम्मद्दिट्ठि-समाहिगराणं ।
करेमि काउस्सग्गं । અન્વય સહિત સંસ્કૃત છાયા અને સૂત્રાર્થ : वेयावनगराणं संतिगराणं सम्मद्दिवि-समाहिगराणं काउस्सग्गं करेमि ।
वैयावृत्त्यकराणां शांतिकराणां सम्यग्दृष्टि-समाधिकराणां (निमित्त) कायोत्सर्गम् રોમિ.
વેયાવચ્ચને કરનારા, શાંતિને કરનારા અને સમ્યગ્દષ્ટિ જીવોને સમાધિને કરનારા દેવોના સ્મરણ માટે હું કાયોત્સર્ગ કરું છું. વિશેષાર્થ :
વેચાવારા - વેયાવચ્ચને કરનારા (દેવોના સ્મરણ માટે હું કાયોત્સર્ગ કરું છું.)
વેયાવચ્ચ એટલે ભાતભાવ અથવા વ્યાવૃત્તભાવ. વ્યાકૃત એટલે વ્યાપારવાળા રહેવું કોઈની સેવા કરવાના વ્યાપારવાળા રહેવું તે વેયાવચ્ચ છે. જૈનશાસનમાં જ્યાં જે રીતે જરૂરિયાત હોય ત્યાં તે રીતે વ્યાપારવાળા રહેવું, તેનું જ નામ વેયાવચ્ચ કરવી. વળી બીજી રીતે વિચારીએ તો વ્યાવૃત્તભાવ એટલે પાછા વળવું. તન-મન અને ધનાદિ પદાર્થો પ્રત્યે પોતાની માલિકી ઊઠાવી અન્યને અર્પણ કરવી તે પણ એક પ્રકારની વેયાવચ્ચ છે.
શાસન પ્રત્યે ભક્તિમંત દેવો મહાચારિત્ર સંપન્ન આત્માઓની સેવામાં હાજર રહે છે. કેવળજ્ઞાનીઓના મહોત્સવ કરવામાં મજા માણે છે. તીર્થસ્થાનોની રક્ષા માટે સદા જાગૃત રહે છે. અરિહંત પરમાત્માના સમવસરણની રચના કરે છે. પોતાના વિમાનમાં રહેલાં ચૈત્યોની પૂજાદિ કરે છે. આમ અનેક રીતે તેઓ શાસનની સેવા કરતા હોય છે. શાસનના અધિષ્ઠાયક ચક્રેશ્વરી દેવી, અંબિકા દેવી, પદ્માવતી દેવી, ગોમુખ યક્ષાદિના શાસનરક્ષા અને ભક્તિનાં કાર્યો પ્રસિદ્ધ છે. શાસનની રક્ષા કરનારા આવા સર્વ દેવોના સ્મરણ માટે હું કાયોત્સર્ગ કરું છું - એ રીતે અહીં સર્વત્ર જોડાણ કરવું. 1. વ્યાવૃત્તિસ્ય પાવ: ફર્મ વા વૈયાવૃચમ્ II - પંચાશક ટીકા