________________
અરિહંતચેઈયાણં સૂત્ર
સ્પર્શનાપૂર્વક ચૈત્યવંદનની ક્રિયા કરવા ઈચ્છતો હોય, તે માટે યત્ન પણ કરતો હોય છતાં કોઈકવાર રાગાદિની આકુળતાના કારણે જ્યારે તે ભાવને સ્પર્શી શકતો નથી, ત્યારે વિવેકપૂર્ણ વિચારણાના અભાવે દીનતા આવી જાય છે અને ‘ક્યારે આ ભાવોને સ્પર્શી હું આત્માનો આનંદ માણી શકીશ,' તેવા પ્રકારની ઉત્સુકતા પણ થઈ જાય છે.
૨૧૧
પરંતુ ધૃતિમાન આત્માને ‘મારું શું થશે ? આવા વિશિષ્ટ ભાવને હું ક્યારે પામી શકીશ ?' આવી દીનતા નથી આવતી. તે તો વધુને વધુ મનોરથો કરે છે કે “ગમે ત્યારે પણ આ ક્રિયાથી જ હું આ ભાવો સુધી પહોંચીને આત્માનો આનંદ માણી શકીશ ! તેથી હજી વધુ પ્રયત્ન કરું ! મારા પ્રયત્નની હજી કચાશ છે ! મારાં કર્મ હજી ભારે છે ! તેથી જ હું આ ભાવોને પામી શક્યો નથી ! પરંતુ પ્રયત્ન વધુ કરીશ તો જરૂર આ ભાવ મને પ્રાપ્ત થશે.”
-
વિવેકપૂર્વકની આ વિચારણાના કારણે દીનતા તો નથી આવતી, પરંતુ ઓછા પ્રયત્ને વધુ ફળ મેળવવાની ઈચ્છારૂપ ઉત્સુકતા પણ આવતી નથી. દીનતા કે ઉત્સુકતા નિર્વિચારકને જ આવી શકે છે. પ્રયત્ન ઓછો કરવો અને વધુ ફળની ઈચ્છા રાખવી તે નિર્વિચારકતાનું પ્રદર્શન છે.
વળી આ ધૃતિ ધીર-ગંભી૨ આશય સ્વરૂપ છે. ધૃતિ ધીર-ગંભી૨ આશયરૂપ હોવાના કારણે જ ધૃતિમાન વ્યક્તિ પદાર્થના ઊંડાણ સુધી જઈ શકે છે અને જોયેલા ભાવોને પ્રાપ્ત કરવા અથાગ પ્રયત્ન પણ કરી શકે છે.
આથી જ શાસ્ત્રકારોએ આ કૃતિને ચોક્કસપણે કલ્યાણ અર્પનાર ચિંતામણિ રત્નની પ્રાપ્તિ તુલ્ય કહી છે. જેમ ચિંતામણિ રત્ન મળતાં જ સંસારી જીવોને વિશ્વાસ બેસે છે કે, હવે મારી દરિદ્રતા જશે અને હું શ્રીમંત થઈશ. જોકે ચિંતામણિ મળવા માત્રથી દરિદ્રતા નાશ પામતી નથી. પરંતુ વિધિવત્ તેનું સેવન કે તેની ઉપાસના કર્યા પછી તે પુણ્યવાનને ઈચ્છિત ફળ આપે છે. તો પણ ચિંતામણિ મળતાં જ જેમ વિશ્વાસ થાય છે કે ‘હવે મારું દારિદ્રચ ગયું.’ તેમ ધૃતિપૂર્વક ચૈત્યવંદન કરનારને પણ વિશ્વાસ થાય છે કે, દરિદ્ર અવસ્થા તુલ્ય આ સંસાર હવે મારો વધુ સમય રહેશે નહિ.
9. ચૈત્યવંદન કરવા માટે કેવી ધી૨જ જોઈએ. તે જણાવતાં લલિતવિસ્તરામાં ‘ધૃતિ’ના નીચે પ્રમાણે લક્ષણો બતાવ્યા છે –
(૧) દીનતા-ઉત્સુકતાનો અભાવ, (૨) ધીર-ગંભીર આશયરૂપતા