________________
સૂત્રસંવેદના-૨
શ્રદ્ધા અને મેધાપૂર્વક ચૈત્યવંદન કરનાર સાધકને પણ સૂત્રનાં રહસ્યોને જાણીને સૂત્રાર્થના માધ્યમે પ્રભુ સાથે એક રૂપ થવા ધૃતિની અત્યંત જરૂર પડે છે. આથી જ હવે કાયોત્સર્ગનું ત્રીજું સાધન ‘ધૃતિ' કેવી હોવી જોઈએ. તે બતાવે છે
૨૧૦
શ્રીફળ - ધૃતિથી (વધતી જતી ધૃતિથી હું કાયોત્સર્ગ કરું છું.)
ધૃતિથી કાયોત્સર્ગ કરવાનો છે, એટલે રાગાદિની વિહ્વળતા વિના મનમાં દુઃખાદિની ચિંતાથી રહિત બની, કૃતનિશ્ચયી બનીને, કાયોત્સર્ગ ક૨વાનો છે.
ધૃતિ એટલે મનનું પ્રણિધાન કે અંતરંગ પ્રીતિ.
મેધાથી કાયોત્સર્ગમાં આત્માને ઉપકારક ઘણા ભાવો દેખાય છે. આથી જ આ ભાવો મારે પ્રાપ્ત કરવા યોગ્ય છે, તેવી અંતરંગ પ્રીતિ પ્રગટ થાય છે. મનના પ્રણિધાનપૂર્વકની આ અંતરંગ પ્રીતિ એ જ ધૃતિ છે. જ્યાં સાચી પ્રીતિ હોય છે, ત્યાં ધૃતિ અવશ્ય હોય છે.
ભોગમાં જેને પ્રીતિ હોય છે, તેવા સમજુ લોકો ભૌતિક સુખ માટે ધીરજપૂર્વક નિરંતર પ્રયત્ન કરતા લોકમાં દેખાય છે. જો કે ભૌતિક ક્ષેત્રમાં પ્રીતિ મોહનીય કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલી હોય છે. જેને કારણે ત્યાં પ્રીતિ સાથે રાગાદિજન્ય વ્યાકુળતા-વિહ્વળતા આદિ ભાવો પણ જોવા મળે છે. પરંતુ શ્રદ્ધા અને મેધાપૂર્વક થયેલી ચૈત્યવંદન પ્રત્યેની પ્રીતિ અને તેનાથી પ્રગટેલી ધૃતિ ચારિત્રમોહનીયકર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થયેલી હોય છે. આનાથી ચૈત્યવંદન કરનાર સાધકને ચૈત્યવંદનકાળમાં રાગાદિકૃત, વ્યગ્રતા, કે વિહ્વળતાદિ ભાવો સતાવતા નથી. આથી તે એકાગ્રતાપૂર્વક નિશ્ચિતતાથી દૃઢ પ્રયત્ન કરી શકે છે.
રાગાદિકૃત વિહ્વળતાના અભાવના કારણે ધૃતિ પ્રાપ્ત સાધકમાં દીનતા કે ઉત્સુકતા હોતી નથી. ધૃતિ પ્રાપ્ત થવા પૂર્વે સાધક મેધાથી જોયેલા ભાવોની
શબ્દોનું જ્ઞાન થઈ શકે, પરંતુ શાસ્ત્રોના અપૂર્વ ભાવો જાણી શકાય નહિ, માટે મેધાવી પુરુષ શાસ્ત્રજ્ઞના વિનય-બહુમાનપૂર્વક શાસ્ત્રાભ્યાસ કરે છે.
૪. શાસ્ત્ર પ્રત્યે મહાન ઉપાદેય ભાવ : દ્રવ્ય રોગથી પીડાતા દર્દીને જેમ દવા અત્યંત ઉપાદેય લાગે
છે, તેમ નિર્મળ બુદ્ધિના કારણે ભાવરોગના નાશના ઉપાયરૂપ શાસ્ત્રો (ચૈત્યવંદનના સૂત્રો) અત્યંત ઉપાદેય લાગે છે. એટલે કે આદર કરવા યોગ્ય લાગે છે, ગ્રહણ કરવા યોગ્ય લાગે છે.