________________
અરિહંતચેઈયાણં સૂત્ર
૨૦૯
આ રીતે મેધાના પરિણામ પૂર્વક ચૈત્યવંદનાદિ સૂત્રોનો અભ્યાસ કરીને ચૈત્યવંદન કરનાર સાધક સૂત્રના એકે એક પદમાં આત્માને ઉપકારક, આત્માને આનંદદાયક ઘણા ભાવોનું દર્શન કરી શકે છે. આથી સૂત્રાર્થના વિષયમાં તે દિન-પ્રતિદિન વિશેષ પ્રકારે મેધાને પ્રવર્તાવે છે. તેથી તેની બુદ્ધિ વિશેષ સૂક્ષ્મ બને છે. આ રીતે વધતી જતી મેધાથી આ કાયોત્સર્ગ કરાય તો જ તે ઈષ્ટફળસિદ્ધિનું કારણ બની શકે છે. પરંતુ આવી બુદ્ધિ કે બુદ્ધિપૂર્વકના પ્રયત્ન વિના જડતાથી કરાયેલો કાયોત્સર્ગ ઈષ્ટફળસિદ્ધિનું કારણ બનતો નથી. જડતાનો અર્થ અહીં બુદ્ધિ માત્રનો અભાવ ન સમજતાં શબ્દના મર્મને પ્રાપ્ત કરવાના વિશેષ પ્રયત્નનો અભાવ સમજવો. આથી એ વસ્તુ નિશ્ચિત થઈ કે કાયોત્સર્ગને સફળ બનાવવા માટે મનની શૂન્યતા તો ન ચાલે, પરંતુ સૂત્ર કે સૂત્રના સામાન્ય અર્થની માત્ર વિચારણા પણ ન ચાલે. કાયોત્સર્ગની સફળતા માટે તો બુદ્ધિપૂર્વક શબ્દના વિશેષ ભાવને સમજી તે ભાવમાં લીન થવા વિશેષ પ્રયત્ન કરવો જોઈએ. આ પદ બોલતાં સાધક વિચારે કે,
કાયોત્સર્ગમાં બોલાતાં આ એક એક પદો તેના ભાવ સુધી પહોંચવા બોલવાનો છે. જ્યાં સુધી કાબ્દના સૂક્ષ્મ ભાવોને સમજી તે ભાવોમાં લીન થવા હું યત્ન નહિ કરું ત્યાં સુધી આ કાયોત્સર્ગ, મારી ઈષ્ટફળસિદ્ધિનું કારણ નહિ જેની શકે ? તેથી મેળેલી સર્વ બદ્રિનો ઉપયોગ કરી આ પદો એવી રીતે બોલું કે જેના કારસે તે પદોના મર્મને પામી તે
ભાવોમાં હું લીન થવા યત્ન કરી શકું. ” 8. ચૈત્યવંદન કરવા માટે કેવી બુદ્ધિ જોઈએ. તે જણાવતાં લલિતવિસ્તરામાં “મેધા’નાં નીચે
પ્રમાણે લક્ષણો બતાવ્યા છે – ૧. સન્શાસ્ત્રમાં પ્રવૃત્તિ: “આ જગતમાં જાણવા યોગ્ય કાંઈ હોય તો આત્મહિતકર શાસ્ત્રો છે.
માટે મળેલી બુદ્ધિ અને શક્તિનો પૂર્ણ ઉપયોગ કરી મારે આ શાસ્ત્રોને સમજવા પ્રયત્ન કરવો જોઈએ.” આવું જ્ઞાન નિર્મળ બુદ્ધિથી થાય છે. ૨. અસલ્શાસ્ત્રમાં અવજ્ઞા આ બુદ્ધિના કારણે જ રાગાદિ દોષોની વૃદ્ધિ કરાવે તેવા કુશાસ્ત્ર પ્રત્યે
અત્યંત અણગમો અને અરુચિ થાય છે. ૩. ગુરુ વિનયથી પ્રાપ્ત ઃ નિર્મળ બુદ્ધિથી સમજાય છે કે, શાસ્ત્રજ્ઞાન સદ્ગુરુ પ્રત્યેના બહુમાનભાવથી પ્રાપ્ત થાય છે. સદ્ગુરુના બહુમાન વિના શાસ્ત્ર ભણતાં કદાચ શાસ્ત્રના