________________
સૂત્રસંવેદના-૨
નિર્વેદનો પરિણામ થયા પછી જીવને જ્યાં અનંતકાળ સુધી સુખની પ્રાપ્તિ થવાની છે અને જ્યાં કદી હિંસા વગેરે પાપો કરવાના નથી, અને જ્યાં પોતાના તરફથી કદી કોઈને દુઃખ થવાનું નથી, તેવા મોક્ષની તીવ્ર અભિલાષારૂપ સંવેગનો પરિણામ થાય છે.
૧૦૨
સંસારથી અતીત એવી મોક્ષની ઈચ્છા થતાં જ જીવમાં ક્રોધાદિ કષાયોની ખણજ અને વિષયોની તૃષ્ણાના ઉપશમસ્વરૂપ પ્રશમનો પરિણામ પ્રગટ થાય છે. અભયાદિ ભાવોની જેમ બોધિનો પરિણામ પણ પ૨માત્માની કૃપાથી જ પ્રાપ્ત થાય છે. એટલે જ અરિહંતપરમાત્માને બોધિદાતા કહેવાય છે.
અભયાદિની પ્રાપ્તિ સાથે પ્રાપ્ત થતા ગુણો :
અપુનર્બંધકદશામાં યોગની પહેલી દૃષ્ટિમાં તત્ત્વ પ્રત્યેનો દ્વેષ દૂર થાય છે જેના કારણે બીજી દૃષ્ટિમાં તત્ત્વની જિજ્ઞાસા થાય છે. તેના બળથી ત્રીજી દૃષ્ટિમાં તત્ત્વ અતત્ત્વના વિભાગ માટે પ્રયત્ન થાય છે. જે ચિત્તના અવક્રગમનરૂપ યોગની ત્રીજી દૃષ્ટિ છે. ત્યારંપછી તત્ત્વશ્રવણની ભૂમિકા પેદા થાય છે અને વિવિદિષા પ્રગટે છે જે યોગની ચોથી દૃષ્ટિ છે. તત્ત્વને જાણવાના આ પ્રબળ યત્નથી ‘ભગવાને જે કહ્યું તે જ સાચુ છે' એવો અભિનિવેશ નિર્ણય થાય છે. આ જ બોધિ છે. જે તત્ત્વની શ્રદ્ધારૂપ સમ્યગ્દર્શન છે, વિજ્ઞપ્તિ છે.
=
અભયની પ્રાપ્તિથી માંડીને બોધિની પ્રાપ્તિ સુધીના આ પાંચે ભાવો એકબીજામાં કાર્યકારણરૂપ છે, આથી જ જીવને જો અભયની પ્રાપ્તિ થાય તો તેના ઉત્તરોત્તર ફળસ્વરૂપે તે છેક બોધિ સુધી પહોંચે છે.
બોધિની પ્રાપ્તિ થયા પછી જીવને દૃઢ નિર્ણય થાય છે કે, સર્વ કર્મરહિત રાગાદિ ઉપદ્રવોથી રહિત એવી મારી પોતાની અવસ્થા જ, આત્માનું શુદ્ધ સ્વરૂપ જ સુખરૂપ છે અને તેને પ્રાપ્ત કરવા માટે મારે સતત રાગાદિને દૂર કરવાનો યત્ન કરવો જોઈએ. આત્માના શુદ્ધ-સુખમય સ્વરૂપને પામવાનો આ જ ઉપાય છે. અરિહંતપરમાત્મા આ ઉપાય અપનાવીને જ સિદ્ધ થયા છે અને 50. पञ्चकमप्येतदपुनर्बन्धकस्य यथोदितस्य, अस्य पुनर्बन्धके स्वरूपेणाभावात् । इतरेतरफलमेतदिति નિયમ:, અનીદશસ્ય તત્ત્વાયોાત્ । નજીવમુમમય, ચક્ષુર્વાડમા[મ્..... ત્યાદિ । - લલિત વિસ્તા