________________
તમોત્યુ ણં સૂત્ર
૧૦૩
તેમને આ ઉપાય આપણને બતાવ્યો છે. તેથી અરિહંતે દર્શાવેલા માર્ગ ઉપર ચાલવાથી જ મારી મુક્તિ થશે - હું સુખી થઈશ. સુખ સંબંધી આવી સ્પષ્ટ અને નિર્મળ દષ્ટિ પ્રાપ્ત થવી એટલે જ બોધિની પ્રાપ્તિ થઈ કહેવાય છે.
અનાદિકાળથી સંસારમાં ભટકતાં ભટકતાં જીવ જ્યારે અપુનબંધક અવસ્થાને પ્રાપ્ત કરે છે ત્યારે તેને સંસારની વાસ્તવિકતા સમજાતા વિષયો વિષ જેવા લાગે છે. ત્યારે તેનામાં અભયાદિ પાંચે ભાવોને પ્રાપ્ત કરવાની યોગ્યતા આવે છે. શાસ્ત્રમાં આ યોગ્યતાને લોકોત્તર અમૃતના આસ્વાદસ્વરૂપ કહી છે કારણ કે, જીવ આ જ અવસ્થામાં વિષયોના ઉપભોગથી ભિન્ન પ્રકારના અતીન્દ્રિય સુખનો થોડોક પણ આસ્વાદ કરી શકે છે. અમૃત જેમ કદી પણ નહિ સંતોષાયેલી તરસ છીપાવે છે, તેમ અહીં પ્રાપ્ત થતું ઉપશમનું સુખ જીવની અનાદિકાળથી અતૃપ્ત - નહિ સંતોષાયેલી વિષયોની તૃષ્ણાને શાંત પાડે છે. તેથી જ શાસ્ત્રકારોએ આ અવસ્થાને લોકોત્તર ભાવઅમૃતના આસ્વાદ તુલ્ય કહી છે. આ લોકોત્તર ભાવામૃતના આસ્વાદ તુલ્ય જે યોગ્યતા છે, તે ઔદાર્યાદિ ગુણસ્વરૂપ છે. જીવમાં આ અભયાદિની યોગ્યતા પણ પ્રગટી છે કે નહિ, તે તેનામાં વર્તતા 2ઔદાર્ય, દાક્ષિણ્ય, પાપજુગુપ્સા, નિર્મળબોધ અને જનપ્રિયત્વ ગુણોથી જાણી શકાય છે.
અભયાદિ ભાવોની પ્રાપ્તિની યોગ્યતારૂપ. જે આ ઔદાર્યાદિ ગુણો પ્રગટ થાય છે, તે સંસારની નિર્ગુણતાના ભાનપૂર્વકના હોય છે. આથી જ આ
51. योग्यता · चाफलप्राप्तेस्तथाक्षयोपशमवृद्धिः, लोकोत्तरभावामृतास्वाद्पा वैमुख्यकारिणी
विषयविषाभिलाषस्य । न चेयमपुनर्बन्धकमन्तरेणेति भावनीयम् । लोकोत्तरभावा = विहितौदार्य्यदाक्षिण्यादयः
- લલિત વિસ્તરો 52. ૧. ઔદાર્ય અનાદિકાલીન તુચ્છ વૃત્તિનો, ક્ષુદ્ર વૃત્તિનો ત્યાગ કરી હૃદયને વિશાળ બનાવવું
તે ઔદાર્ય છે. હું અને મારું - આ વૃત્તિનો ત્યાગ કરી સર્વને પોતાનાં માનવાં, પોતાની સર્વ શક્તિ અને સર્વ સામગ્રીનો સર્વ માટે સદુપયોગ કરવાની ભાવના રાખવી. સર્વ પ્રત્યે ઔચિત્યપૂર્ણ વર્તન કરવું. વડીલો પ્રત્યે બહુમાન, નાનાં પ્રત્યે વાત્સલ્યભાવ રાખવો. દીનઅનાથ કે દુઃખગ્રસ્ત જીવો ઉપર દયા રાખવી. આ સર્વ ભાવો ઔદાર્યગુણને કારણે થાય છે, કેમ કે ઉદારતા ગુણ પ્રગટે તો જ અન્યના દુઃખનો વિચાર આવે છે અને પોતાના સુખને ગૌણ કરી શકાય છે. આ ગુણ જ રાગાદિને મંદ કરી આત્મિક આનંદ આપે છે. ૨. દાક્ષિણ્યઃ સર્વને અનુકૂળ રહેવાની ભાવના તે દાક્ષિણ્ય છે. આ ગુણને કેળવવા ધીરતા, સ્થિરતા, ગંભીરતા આદિ ગુણોને કેળવવાની અને ઈર્ષા આદિ દોષોનો ત્યાગ કરવાની અત્યંત જરૂર રહે છે. બીજાને અનુકૂળ રહેવાનો પરિણામ સ્વ-ઈચ્છાના