________________
૧૦૪
સૂત્રસંવેદના-૨
ઔદાર્યાદિ ગુણો ધીમે ધીમે વૈષયિક સુખની આસક્તિને ઘટાડી, વૈરાગ્યાદિ ગુણોને પ્રગટાવી, વિશિષ્ટ પ્રકારના ચારિત્રાદિ ગુણને પ્રાપ્ત કરાવી આત્મિક આનંદનો અનુભવ કરાવે છે.
આ પદ બોલતાં જ કલ્યાણના અદ્વિતીય કારણભૂત સમ્યગ્દર્શનગુણ પ્રાપ્ત કરાવનારા અરિહંત પરમાત્માને નજર સમક્ષ લાવી, તેમના આ મહાન ઉપકારને યાદ કરીને, અંતરના ભાવથી નમસ્કાર કરીને પરમાત્મા પાસે પ્રાર્થના કરીએ કે -
હે ક્ષાયિક સમ્યક્તના સ્વામી ? આય અનાદ મિથ્યાત્વનો સંપૂર્ણ નાશ કસવી અમોને યા ક્ષાવિકભાવનું સમ્યગ્દર્શન પ્રાપ્ત કરાવો ”
અભયાદિ ભાવોની વિવિધ પ્રકારે વિચારણા :
આત્મિક વિકાસ માટે અભયાદિ આ પાંચ પદો અતિ મહત્ત્વનાં છે. તાત્વિક
આક્રમણને દૂર કરે છે અને પોતાની ઈચ્છાનો સહજતાથી ત્યાગ કરનાર આત્મા જ વાસ્તવિક આનંદને પામી શકે છે ૩. પાપજુગુપ્સા પાપ પ્રત્યેનો તિરસ્કાર, અજ્ઞાનાદિ દોષોને કારણે ક્યાંય પણ પાપનું સેવન થઈ ગયું હોય, પૂર્વભવમાં કે આ ભવમાં જે જે પાપો કર્યા હોય, તે સર્વ પાપનું અંતઃકરણપૂર્વક પ્રાયશ્ચિત્ત કરવું એ પાપજુગુપ્સા છે. આ પાપ જુગુપ્સાનો પરિણામ લોકોત્તર ભાવામૃત છે. કેમકે તે પાપવૃત્તિ અને પાપપ્રવૃત્તિથી આત્માને દૂર રાખે છે. પાપવૃત્તિ અને પાપપ્રવૃત્તિ અટકતાં કર્મનો રોધ તથા નાશ થાય છે અને આત્મા લોકોત્તર કોટિના ગુણોનો આનંદ માણી શકે છે. ૪. નિર્મળબોધ : સ્વચ્છ બોધ. જે બોધ દુઃખકારક વિષયોથી દૂર રાખી સુખકારક શાસ્ત્ર તરફ પ્રવૃત્તિ કરાવે, તે નિર્મળ બોધ છે. બોધ નિર્મળ થતાં શાસ્ત્રને જાણવાની જિજ્ઞાસા જાગે, શાસ્ત્રજ્ઞ પાસે જવા મન પ્રેરાય, શાસ્ત્ર-શ્રવણ કરી તેના પર ઊંડું ચિંતન થાય, સૂક્ષ્મ સૂક્ષ્મતર તત્ત્વનું જ્ઞાન થાય, જેને કારણે મિથ્યાત્વાદિ કર્મો નબળાં પડે, ક્રોધાદિ કષાયો શાંત થાય, સમ્યક્તાદિ ગુણો પ્રગટે અને તેથી જ નિર્મળ બોધવાળો આત્મા લોકોત્તર આનંદને માણી શકે. ૫.જનપ્રિયત: લોકને પ્રિય થવું, લોકચાહના મેળવવી તે જનપ્રિયત્ન છે. પણ આજનપ્રિયત્ન નિર્દોષ જોઈએ. કોઈપણ જાતના આશંસાદિ દોષ વિના માત્ર આત્મકલ્યાણની ભાવનાથી કરાતું
ઔચિત્યપૂર્ણ વર્તન અનેકની પ્રીતિનું કારણ બને છે. આ ગુણવાળા આત્માનાં અનુષ્ઠાનો, તેની પ્રત્યેક ક્રિયાઓ અનેક જીવોને ધર્મ તરફ પ્રેરે છે, ધર્મબીજનું આધાન કરાવે છે અને પોતાને પણ ધર્મભાવની વૃદ્ધિ કરાવી છેક મોક્ષ સુધી પહોંચાડે છે.