________________
૧૨૬
સૂત્રસંવેદના-૨
કાળના દ્રવ્યજિનને હું ત્રિવિધ યોગથી વંદન કરું છું” આના ઉપરથી નક્કી થાય છે કે, અહીં ભવિષ્યના દ્રવ્ય જિન તરીકે અંતિમ ભાવ સિવાયના ભાવમાં રહેલા અરિહંત લેવાના છે અને વર્તમાનમાં વિહરતાનો અર્થ અંતિમ ભવમાં જન્મેલા અને જ્યાં સુધી કેવળજ્ઞાન નથી થતું ત્યાં સુધી સ્થપણે રહેલ દ્રવ્ય જિનને વર્તમાનમાં વિચરતાં દ્રવ્ય અરિહંત તરીકે ગ્રહણ કરવાના છે.
આજ સુધીના ભૂતકાળમાં અનંતી ઉત્સર્પિણી અને અવસર્પિણી થઈ છે. તે સર્વ ઉત્સર્પિણી-અવસર્પિણીમાં ભરત-ઐરાવતમાં અનંતીવાર ર૪-૨૪ તીર્થકરો અને મહાવિદેહમાં અનંતા તીર્થકરો થયા છે. ભૂતકાળ જેમ અનંતો છે, તેમ ભવિષ્યકાળ પણ અનંતો છે, તેનો કોઈ છેડો નથી. ભૂતકાળની જેમ અનંત ભવિષ્યમાં અનંતા તીર્થકરો હજુ થવાના છે. વર્તમાનમાં પણ પાંચેય મહાવિદેહમાં હજારો તીર્થકરના આત્માઓ જન્મી ચૂક્યા છે અને દ્રવ્ય જિન તરીકે અનેક અવસ્થાઓમાં તેઓ વિદ્યમાન છે. તે દ્રવ્યજિનોને આ પદ દ્વારા સ્મૃતિમાં લાવવાના છે.
આ પદ બોલતાં વિતી ગયેલો લાંબો ભૂતકાળ અને થનારો અનંતો ભવિષ્યકાળ અને વર્તમાનકાળ, ત્રણેને ઉપસ્થિત કરી તે તે કાળે થયેલા ને થતા થનારા; ભલે કદથી, વયથી ભિન્ન છતાં સત્તા સ્વરૂપે) ગુણસંપત્તિથી સમાન એવા અનંતા અરિહંતોને નજર સમક્ષ લાવી, તેમના ગુણથી મનને ઉપરંજિત કરી, વાણીથી આ શબ્દો બોલી અને કાયાથી બે હાથ જોડી, મસ્તક નમાવી નમસ્કાર કરતા વિચારવું કે,
“હે અરિહંત પરમાત્મા ! આપના નેતા ગુણોનું જ્ઞાન મેળવવાની મારી કોઈ શક્તિ નથી પણ મારી અલ્પમતિથી આ સૂત્ર દ્વારા આપના ગુણોનો મને કાંઈક પરિચય થયો
છે. આપની તે ગુણસંપત્તિને હું ભાવથી નમન કરું છું.” આ રીતે ઉપકારીને નમસ્કાર કરીને જ જીવ મોક્ષમાં જવા માટેની યોગ્યતા સંપાદન કરી શકે છે.
ત્રણે કાળના દ્રવ્ય જિનોના વંદનની આ ગાથા પહેલાં જુદી હતી, એટલે કે આ સૂત્ર સાથે જોડાયેલી નહોતી. ત્યારપછીના ગીતર્થ ગુરુભગવંતોને યોગ્ય લાગતા અહીં જોડી હોય તેમ લાગે છે.